CIA ALERT

Blog - Page 666 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 6, 2018
sensex-l-express-photo.jpg
1min5910

શુક્રવારની રેલીને આગળ ધપાવતા BSE સેન્સેક્સ સોમવારે સવારે 200 પોઈન્ટ્સ વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટીએ પણ સૌપ્રથમવાર 11,400ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી દીધી હતી. સવારે સેન્સેક્સ 234.56 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચને સ્પર્શી ગયો હતો અને 1 ઓગસ્ટની 37,711.87ની ટોચનો વિક્રમ તોડી નાખ્યો હતો. સોમવારે સવારથી જ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)ની નવી લેવાલી અને અમેરિકન ડોલર સામે રૂપિયાની મજબૂતીને પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતને પગલે આજે સવારથી જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU અને બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

નિફ્ટી પણ આજે 1 ઓગસ્ટની 11,390.55 પોઈન્ટ્સની ઊંચી સપાટીને વટાવી ગયો હતો. આજે નિફ્ટીએ 62.80 પોઈન્ટ્સ અથવા 0.55 ટકા વધીને 11,423.60 પોઈન્ટ્સની નવી ટોચ રચી હતી.

આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU, બેન્ક, હેલ્થકેર, મેટલ, પાવર, ઈન્ફ્રાસ્ટર્ક્ચર, IT, ટેકનો, ઓટો, FMCG અને ઓઈલ-ગેસ શેર્સ 1.03 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ થવાની ભારતીય હવામાન ખાતાની આગાહી બાદ ગ્રામીણ માંગમાં સુધારાની આશા સાથે સોમવારે શેરબજારમાં મજબૂત હવામાન જોવા મળ્યું હતું.

આજે ICICI બેન્ક, SBI, યસ બેન્ક, વેદાંતા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, હીરો મોટો કોર્પ, ONGC, RIL, M&M, સન ફાર્મા, બજાજ ઓટો, NTPC, TCS, ITC, L&T અને પાવર ગ્રીડના શેર્સ 2.59 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારે અમેરિકાના શેરબજાર વધીને બંધ રહ્યા બાદ આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી હતી. જાપાનનો નિક્કાઈ 0.35 ટકા, હોંગકોંહનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડિકેસ 0.14 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

August 6, 2018
kavi1.jpg
3min19840

દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયં જળ અભિષેક પામે છે 
———- 
શ્રાવણ માસ, શનિવારી સોમવારી અમાસ, વૈદ્યૃતિ યોગ અને શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે

દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયંમ જળ અભિષેક પામી દર્શન કરનારની દ્રષ્ટિથી લીન થતા પ્રત્યેક યુગમાં માહાત્મયકારી દેવાધિદેવ શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા મહિસાગર સંગમ પર સ્થાપિત શ્રી સ્તંભેશ્વરના પુરાણ પ્રસિધ્ધ વિરલ શિવતીર્થ કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ધર્મવંદના પામ્યું છે તે કંબોઇ ગામ ગુજરાતના ભરૂચ જિલ્લાના પુરાતન ગામ અને બંદર કાવીથી માત્ર ૩ કિ.મી. અને જંબુસરથી ૩૦ કિ.મી. અંતરે આવેલું છે. કંબોઇ ગામે આવેલા મહિસાગર સંગમ સ્થળે કે જ્યાં મહી નદી અને સાગરનો સંગમ થયેલો છે અને ગુપ્તતિર્થ પણ કહેવાય છે. દરિયા વચ્ચે સ્તંભ સમા બિરાજેલા દરિયામાં સવાર-સાંજ આવતી ભરતીને કારણે આ મહાદેવના શિવલીંગને દરિયો જળાભિષેક કરે છે.

સ્કંદપુરાણની કથા પ્રમાણે તારકાસુર રાજાએ ઘોર તપ કર્યું. શિવજીના કહેવાથી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. સાત દિવસના બાળક સિવાય તેને કોઇ મારી શકે નહી ! બસ, પછી તો છકી ગયો અને પછી સર્જ્યો હાહાકાર ! તેથી દેવોએ તારકાસુરનો સામનો કરવા શંકર-પાર્વતિના મિલનથી એક દિવ્ય બાળક પ્રાપ્ત કર્યું જેને છ મસ્તક, બાર હાથ અને બાર આંખો હતી આ બાળક તે જ કુમાર કાર્તિકેય અથવા સ્કંદ ! તે પાંચ દિવસનો થયો ત્યારે તેને તેના જન્મનો હેતુ સમજાવવામાં આવ્યો, હવે (બે દિવસમાં જ તારકાસુરને મારવો પડે તેમ હતો નહી તો તે વરદાનને ગેરલાભ ઉઠાવી શકત) કુમાર કાર્તિકેયને દેવોના સેનાપતિ બનાવવામાં આવ્યો, તેણે અતિ પરાક્રમ દાખવી તારકાસુરને માર્યો, દેવો-ૠષિ-મુનીઅો અને ભક્તો ભારે આનંદમાં આવી ગયા પણ કાર્તિકેયના મન પર ભારે બોજ રહેવા લાગ્યો, ગમે તેવો તોય તારકાસુર મારા પિતાનો ભક્ત હતો ! અરે ! મારા હાથે શિવભક્તનો વધ થયો ! ! આથી દેવોએ કાર્તિકેયના મનની ગ્લાનિને દૂર કરવા તારકાસુરને હણ્યો ત્યાં કુમારેશલિંગ(સ્તંભેશ્વર) ની સ્થાપનાનું સુચન ર્ક્યુ. શિવપરિવાર, બ્રહમા, વિષ્ણુ, દેવો ૠષિઅોના આર્શિવાદ આ સ્તંભેશ્વરતીર્થ પર ઉતર્યા …….. પરંતુ સ્તંભેશ્વરતીર્થ ગુપ્ત / અજાણ્યું કેમ બની ગયું ? કહે છે કે બ્રહ્માજી ની સભામાં બધા જ તીર્થ દેવો એક સાથે પધાર્યા તેથી પ્રશ્ન થયો કોની પૂંજા પહેલી કરવી ? કોઇ તીર્થ પોતાની મહત્તા સ્વયં કહેવા તૈયાર નહોતું પણ વીસ હજાર છસો નદીઅોનું જળ જ્યાં મહી નદી રૂપે વહે છે તે મહિ સાગર સંગમ (સ્તંભેશ્વર) તીર્થે પોતાના પ્રથમ પૂજનના અધિકારી ગણાવવાથી અથવા પોતાની મહત્તા જાતે રજૂ કરવાથી તેમા બ્રહ્માજીના પૂત્ર ધર્મદેવને અવિવેક લાગ્યો તેથી ધર્મદેવે આ તિર્થને ગુપ્ત થઇ જવાનો શ્રાપ આપ્યો ! પરંતુ

કાર્તિકેય અને નારદજીએ વચ્ચે પડી ધર્મદેવજીને આ શ્રાપમાં છૂટછાટ મૂકવા કહેવાથી તેમણે વરદાન આપ્યુ –

@ શનિવારની અમાસે મહિસાગર સંગમની માત્ર એક જ વખત યાત્રા કરનારને પ્રભાસની દસ વારની, પુષ્કરની સાત વાર, અને પ્રયાગની આઠ વાર યાત્રા કર્યાનું ફળ મળશે જા કે આજે પણ આ તીર્થ દિવસમાં બે વાર દરિયાના પાણીમાં ઢંકાઇને ગુપ્ત થઇ જાય છે.
કંબોઇ આશ્રમના પૂ. વિદ્યાનંદજી મહારાજ ધ્વારા સ્કંદ પુરાણ સહિત વિવિધ પુરાણોનો અભ્યાસ કરી આ સ્થળે મહારૂદ્રયજ્ઞ ર્ક્યો. પ્રાધ્યાપક શ્રી બિપીનચંદ્ર ત્રિવેદીએ ‘‘યજ્ઞ સ્મરણિકા’’ અને ‘‘સ્તંભેશ્વર પરિચય’’ પ્રદિપ પુસ્તક, ‘‘સ્તંભેશ્વરરાય રેડિયો’’ નાટિકા, ભજન સંગ્રહ સીડી તૈયાર કરી. સ્તંભેશ્વર આશ્રમે યજ્ઞ શાળા, અન્નક્ષેત્ર, અતિથિગૃહ, ગૌ શાળાનું નિર્માણ થયું અને કંબોઇ ગાજતું થયું.
યાદ રહે કે આ તીર્થ વિજયક્ષેત્ર, સ્કંદક્ષેત્ર, ઉપરક્ષેત્ર, બ્રક્ષેત્ર, કપિલક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર એમ વિવિધ નામે જાણીતું અને સુપ્રસિધ્ધ બન્યું છે. કપિલમુનિ, અોજસ મુનિ, યાજ્ઞવલ્ક્ય, દધીચિૠષિ અહીં થયા !

આજે તો શ્રાવણ માસે, કાર્તિક માસે, શનિવારી-સોમવારી અમાસ, વૈદ્યૃતિયોગ, શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે.
સ્તંભેશ્વરતીર્થ પહેલા જ્યાં ધૂળીયો-સાંકડો એપ્રોચ રોડ હતો ત્યાં છેક સુધી પાકો ડાંમર રસ્તો થઇ ગયો છે, કેલેન્ડર, ટી.વી., આકાશવાણી, સમાચારપત્રોમાં સ્તંભેશ્વરતીર્થનો મહિમા આવે છે.

પૂ. વિદ્યાનંદજી મહારાજના જણાવ્યા મુજબ મહિસાગર સંગમતીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકરના પરમ પરાક્રમી પૂત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા સ્થાપિત શિવલીંગ, સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી વ્યક્તિ આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી મુક્ત થાય છે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.

સ્તંભેશ્વર દાદાના દર્શન દરિયાની ભરતી વિરમી જાય ત્યારે થઇ શકે છે 
જેની જાણકારી નીચે પ્રમાણે છે

#તિથિ
દર્શનનો સમય

એકમ
૦૯ઃ૪૫ થી ૧૫ઃ૪૫
૨૧ઃ૪૫ થી મળશ્કે ૦૩ઃ૪૫

બીજ
૧૦ઃ૩૦ થી ૧૬ઃ૩૦
૨૨ઃ૩૦ થી મળશ્કે ૦૪ઃ૩૦

ત્રીજ
૧૧ઃ૩૦ થી ૧૭ઃ૧૫
૨૩ઃ૧૫ થી મળશ્કે ૦૫ઃ૧૫

ચોથ
૧૨ઃ૦૦ થી ૧૮ઃ૦૦
મધ્યરાત્રી થી ૦૬ઃ૦૦

પાચમ
સૂર્યોદય થી ૦૭ઃ૦૦
૧૩ઃ૦૦ થી ૧૯ઃ૦૦

છઠ
સૂર્યોદય થી ૦૭ઃ૪૫
૧૩ઃ૪૫ થી ૧૯ઃ૪૫

સાતમ
સૂર્યોદય થી ૦૮ઃ૩૦
૧૪ઃ૩૦ થી
આભાર – નિહારીકા રવિયા ૨૦ઃ૩૦

આઠમ
સૂર્યોદય થી ૦૯ઃ૧૫
૧૫ઃ૦૦ થી ૨૧ઃ૧૫

નોમ
સૂર્યોદય થી ૧૦ઃ૦૦
૧૬ઃ૦૦ થી ૨૨ઃ૦૦

દશમ
સૂર્યોદય થી ૧૦ઃ૪૫
૧૬ઃ૪૫ થી ૨૨ઃ૦૫

અગિયાસર
૦૫ઃ૩૦ થી ૧૧ઃ૩૦
૧૭ઃ૩૦ થી ૨૩ઃ૩૦

બારસ
૦૬ઃ૩૦ થી ૧૨ઃ૩૦
૧૮ઃ૩૦ થી મધ્યરાત્રી ૦૦ઃ૩૦

તેરસ
૦૭ઃ૧૫ થી ૧૩ઃ૧૫
૧૯ઃ૧૫ થી મધ્યરાત્રી ૦૧ઃ૧૫

ચૌદશ
૦૮ઃ૦૦ થી ૧૪ઃ૦૦
૨૦ઃ૦૦ થી મધ્યરાત્રી ૦૨ઃ૦૦

પુનમ-અમાવાસ્યા
૦૯ઃ૦૦ થી ૧૫ઃ૦૦
૨૧ઃ૦૦ થી મળશ્કે ૦૩ઃ૦૦

– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(સ્ત્રોત… જિલ્લા માહિતી કચેરી ભરૂચ)

Image may contain: one or more people and outdoor
Image may contain: ocean, sky, beach, cloud, outdoor, water and nature
Image may contain: sky and outdoor
Image may contain: flower and outdoor
August 5, 2018
g1-1280x798.jpg
1min6680

 @ Jayesh Brahmbhatt  98253 44944

અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વરસથી રોગ નિરોધક આરોગ્ય સંભાળ પર સતત કાર્યક્રમો કરી રહી છે અને તે અંતર્ગત લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અવેરનેસના ‘વર્લ્ડ પી.એચ.ડી.’ કોનસેપ્ટ અંતર્ગત જે આઠ આરોગ્યલક્ષી મિશનો છે તેમાના એક મહત્વના હેતુ ‘મિશન ઓક્સિજન’ હેઠળ આજ રોજ સંસ્થાએ પર્યાવરણ માટે નોંધપાત્ર કામ કરનાર શહેરની જાણીતી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન જોડે મળીને વિશ્વને એક અનોખો સંદેશ પાઠવ્યો છે કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ઝાડને પ્રિય મિત્ર બનાવો.

આ મિશનમાં 5 વરસની નીચેના હિલ્સ નર્સરી સ્કુલ તેમજ અન્ય બાળકો મળીને કૂલ 918 ભુલકાઓએ ભાગ લઇ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે તમામ ઝાડ પર એક મિનિટના સમય ગાળામાં લગભગ 2337 ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી અનેરો વિક્રમ નોંધાવ્યો છે. આ માટે બાળકોને છેલ્લા એક અઠવાડિયાથી પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને હરિયાળી ધરતી શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવતું હતું. આ પ્રસંગ પૂર્વે આ તમામ બાળકોએ પોતાના વાલીઓ જોડે મળીને પોતપોતાના આંગણે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે યુનિવર્સીટી ખાતે બાળકોમાં વૃક્ષો પ્રત્યેનો ઉત્સાહ જોઈ ભાવુક થયેલા હિલ્સ નર્સરીના સ્થાપક શેહનાઝ હિલ્લુવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકો તેમજ વાલીઓએ આ પ્રોજેક્ટમાં ખુબ જ સહયોગ કર્યો અને આ મિશનને સફળ બનાવ્યું. શહેરને લીલુછમ બનાવવાનું બીડુ ઝડપનાર અને ‘ગો ગ્રીન’ પર યુનિક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તેમજ વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિહાર સરસવાલાએ જણાવ્યું હતું કે બાળકોમાં પર્યાવરણને બચાવવાની વૃત્તિ જગાવવી ખુબ જ જરૂરી છે કારણકે આવનારા સમયમાં કુદરતમાં થનારા પરિવર્તનને તેઓએ ભોગવવા પડશે, તેથી તેમનામાં જાગૃતિ કેળવવી ખુબ જ જરૂરી છે. અવેરનેસ ટ્રસ્ટના ચેરમેન ડો. વિમલ રાઠીએ આ પ્રસંગે ‘તિરંગા ચેલેન્જ’ની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ફ્રેન્ડશીપ બેલ્ટની જગ્યાએ તિરંગા બેલ્ટને જો એક-બીજાને બાંધવામાં આવે તો દેશદાઝની લાગણીઓ વધારે મજબૂત થશે અને સમાજમાં એક નવો ચીલો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે વર્લ્ડ પી.એચ.ડી. નિમિત્તે પણ શહેરમાં અનેક સામાજિક કાર્યક્રમો થવાના છે.

August 5, 2018
shiv.jpg
1min7640

શ્રાવણના છેલ્લા સોમવારે જન્માષ્ટમીનો સંયોગ

શ્રાવણ મહિનાનો પ્રારંભ તા.૧૨ ઓગસ્ટના રોજ પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે ચાર સોમવાર આવી રહ્યાં છે. તેમાં પણ શ્રાવણના છેલ્લા સોમવારે જન્માષ્ટમીનો સંયોગ પણ તા.૩ સપ્ટેમ્બરના રોજ થઈ રહ્યો છે. એટલે કે આ દિવસે અનેક શ્રદ્ધાળુઓ સવારે શિવભક્તિ અને રાત્રે કૃષ્ણભક્તિ કરશે.

તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે, આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.

August 5, 2018
Jai-Shani-Dev-HD-Wallpaper-1280x720.jpg
1min8360

દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે. સાથોસાથ આ દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. આ અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, આ દિવસે અમાસ બપોરે ૩.૨૯ સુધી જ રહેશે.

અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે જ તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા.૬ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. આ બધી જ સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આ સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે.

તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે જ આ દિવસે ‘દિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.

August 5, 2018
china-1280x720.jpg
1min5430

ટ્રેડ વોરના આંચકા ચીની શેરબજારમાં વર્તાવાના શરૂ થયા છે. ચીનની બીજા નંબરની જગ્યા હાંસલ કરતા જાપાન ચાર વર્ષ પછી ફરી વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર ધરાવતો દેશ બન્યો છે.

જાપાનના શેરબજાર વધીને રહેતાં તેનું માર્કેટ કેપ 6.17 ટ્રીલિયન અબજ ડોલર રહેતાં ચીનને ઓવરટેક કરી ગયું જતાં વિશ્વમાં અમેરિકા પછી બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. અમેરિકાનું શેરબજાર 31 ટ્રીલિયન ડોલર સાથે વિશ્વના સૌથી મોટું માર્કેટ કેપ ધરાવે છે.

જાપાન પાસેથી બીજા નંબરનું સ્થાન ચીને જાન્યુઆરી 2014માં છીનવી લીધું હતું અને ત્યાર પછી 2015માં માર્કેટ કેપ એક તબક્કે વધીને 10 ટ્રીલિયન ડોલર સુધી વધ્યું હતું. ચીનનો શાંઘાઈ આંક 2018માં ઇમર્જીંગ માર્કેટમાં સૌથી નબળું રિટર્ન આપનારા શેરબજારમાં છે અને તે 17 ટકા તૂટ્યો છે. ચીનનો યુઆન અમેરીકન ડોલર સામે 10 વર્ષની નીચી સપાટી તરફ સરક્યો છે. છેલ્લા છ મહિનામાં ડોલર સામે ચીનની કરન્સી 8 ટકા તૂટી છે અને સતત આઠમાં સપ્તાહમાં ઘટીને રહી હતી. આ સપ્તાહને અંતે યુઆન 6.862ના સ્તરે બંધ રહ્યો હતો.

ચીનની કરન્સી યુઆન ડોલર સામે દસ વર્ષની નીચી સપાટી તરફી સરકી ગઈ છે અને તેના પગલે શેરબજાર પણ વિશ્વના બીજા મોટા શેરબજારનું સ્થાન ગુમાવીને ત્રીજા સ્થાને આવી ગયા છે.

અમેરિકા દ્વારા ચીનના 200 અબજ ડોલરના વેપાર પર 25 ટકા ટેરિફની વધતી પ્રબળ સંભાવના પાછળ ચીનના શેરબજાર ઘટ્યા છે અને તા.3 ઓગસ્ટે વધુ તૂટતાં ચીનની ઇક્વિટીનું માર્કેટ કેપ 6.09 ટ્રીલિયન ડોલરની સપાટીએ ગબડ્યું હતું.

ચીને અમેરિકા પર વળતો પ્રહાર કરીને અમેરિકાથી આયાત થતી પ્રોડક્ટ પર 60 અબજ ડોલરની ટેરિફ લાદવાની ચિમકી આપી છે. અમેરિકાએ તાજેતરમાં ચીનની 200 અબજ ડોલરની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાના સંકેત આપતાં તેના પ્રત્યુતરમાં ચીન પણ અમેરિકાની પ્રોડક્ટ પર ટેરિફ વધારશે.

August 5, 2018
mibala.jpg
1min5090
નરેન્દ્ર મોદી સરકારને આગામી ચૂંટણીમાં પરસેવો પડાવી દે તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને એ એ છે કે સામાન્ય મોબાઇલ કંપનીઓ યેનકેન પ્રકારે બેલેન્સ કાપી લે છે તેમ બેંકોએ સામાન્ય ખાતેદારોના ખાતામાંથી મિનીમમ બેલેન્સ મેઇન્ટેન નહીં કરવા સબબ અબજો રૂપિયા ઉસેટી લીધા છે અને હવે આ પ્રશ્ન મોદી સરકાર માટે અનેક મુશ્કેલીઓ પેદા કરે તેમ છે.
પોતાનાં બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં બેંકોએ સામાન્ય ખાતેદારો પાસેથી અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જે લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ નથી રાખી શકતા તે લોકો માટે જન-ધન યોજના અંતર્ગત લગભગ 30.8 કરોડ બેઝિક સેવિંગ્સ અકાઉન્ટ ખોલવા છતાં પણ બેન્કો દ્વારા વસૂલાયેલી દંડની રકમ ખૂબ જ વધારે અને આકરી છે.
ભારતીય સ્ટેટ બેન્કે મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે તેમનાં ખાતાધારકો પર સૌથી વધારે લગભગ ૨૪૩૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. લગભગ ૩૦ ટકા દંડ ભારતની ત્રણ મોટી પ્રાઈવેટ બેંક એક્સિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકે વસૂલ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં દંડની રકમ બમણી થઈ જવાનું એક કારણ સ્ટેટ બેંક પણ છે. આ વર્ષે એસબીઆઈએ લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખે તો તેમની પાસેથી બમણો દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.
 
આ બેંકોએ વર્ષ ૨૦૧૭-૧૮માં આટલો દંડ વસૂલ્યો હતો:
– SBI – ૨૪૩૪ કરોડ
– HDFC- ૫૯૦ કરોડ
– Axis – ૫૩૦ કરોડ
– ICICI – ૩૧૭ કરોડ
– PNB – ૨૧૧ કરોડ
August 5, 2018
apple.jpeg
1min6330

એપલ માટે ભારતમાં આ વર્ષ સૌથી વધુ કપરું સાબિત થાય તેમ છે. 2018ના પ્રથમ છ મહિનામાં તેના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું કે કંપની વૃદ્ધિના બદલે નફાને વધુ મહત્ત્વ આપે છે અને તેણે ડિસ્કાઉન્ટ તથા ડિસ્ટ્રિબ્યુશનમાં ઘટાડો કર્યો છે તેનું આ પરિણામ છે. કેટલાકે કહ્યું કે તહેવારોની સીઝન અગાઉ સપ્ટેમ્બરમાં કંપની નવા મોડલ લોન્ચ કરે તો વેચાણ વધી શકે છે.

સ્માર્ટફોન ઉત્પાદક કંપનીએ જૂન ક્વાર્ટરમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 55 ટકા ઘટાડો નોંધાવ્યો હતો અને ક્રમિક ધોરણે ૩૦ ટકા ઘટાડો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં શિપમેન્ટ્સ વાર્ષિક ધોરણે 22 ટકા ઘટ્યા હતા જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 46 ટકાનો ઘટાડો થયો હતો.

સિંગાપોર સ્થિત રિસર્ચ કંપની કેનાલિસના રિસર્ચ મેનેજર રુષભ દોશીએ જણાવ્યું કે 2018 એ એપલના બજાર માટે સૌથી ખરાબ વર્ષ રહેવાની શક્યતા છે. બીજું ક્વાર્ટર ઘણું નબળું રહ્યું છે. તેના કારણે ભારતમાં આઇફોન ઉત્પાદકનો બજારહિસ્સો ઘટી શકે છે જે પહેલેથી તેની હાજરી વિસ્તારવામાં મુશ્કેલી અનુભવી રહી છે. સામાન્ય રીતે વર્તમાન અને ડિસેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વધતું હોય છે.

પ્રીમિયમ બજારમાં એપલની સ્થિતિ મજબૂત હોય છે પરંતુ તેમાં સ્પર્ધામાં વધારો થયો છે. વનપ્લસ જેવી નવી કંપનીના આગમન તથા સેમસંગની આક્રમકતાના કારણે પ્રીમિયમ મોબાઇલ ક્ષેત્રે સ્પર્ધા વધી છે. પ્રીમિયમ સેગમેન્ટમાં જ એપલનો હિસ્સો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઘટીને 20 ટકા થયો હતો જે ગયા વર્ષમાં 43 ટકા હતો.

August 5, 2018
st.jpg
1min23880
સ્ટીવ જોબ્સની પુત્રીએ પુસ્તકમાં ખોલ્યા પિતા સાથેના સંબંધોના રહસ્યો

વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પુત્રી સાથેના સંબધો ખૂબ જ ખરાબ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી સ્ટીવે લીઝાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી. હવે સ્ટીવ જોબ્સની પુત્રીએ પિતા સાથેના સંબંધો પર પુસ્તક લખ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે જીવનના અંતિમ દિવસોમાં સ્ટીવ જોબ્સે તેને કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે.

લીઝા બ્રેનન-જોબ્સે પોતાના પુસ્તક ‘સ્મોલ ફ્રાય’ માં પિતા સાથેના સંબધો વિશે લખ્યું છે. લીઝા સ્ટીવની પ્રથમ પુત્રી છે. આ પુસ્તકનો એક ભાગ ‘વૈનિટી ફેરે’ છાપ્યો છે જેમાં લીઝાએ જણાવ્યું કે જ્યારે સ્ટીવ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને પથારીવશ હાલતમાં લીઝા તેમને મળવા ગઇ હતી, પોતે રોઝ સેંન્ટ છાંટીને ગઈ હતી પરંતુ સ્ટીવે કહ્યું હતું કે તેનામાંથી ટોઈલેટ જેવી દુર્ગંધ આવે છે. બ્રેનન માને છે કે તેમના જન્મ પર દુ:ખની લાગણી જ પિતા સાથેના ખરાબ સંબધોનું કારણ છે.

લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે
લીઝા બ્રેનના પુસ્તકનો એક ભાગ વેનિટી ફેરે છાપ્યો છે

બ્રેનને જણાવ્યું કે તેમના પિતા પાસેથી તેમની જૂની પોર્શ કાર માંગતા સ્ટીવે કહ્યું હતું કે તને કંઇ જ નહી મળે. સમજી લે જે, કંઇ જ નહી મળે.

1978માં જન્મેલી લીઝા બ્રેનન-જોબ્સ, સ્ટીવ અને ક્રિસન બ્રેનનની પુત્રી છે. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ક્રિસન ગર્ભવતી થતા સ્ટીવે બાળકી પોતાની હોવાનો ઈન્કાર કરી અલગ થયા હતા, પરંતુ કોર્ટે પીતૃત્વ પરીક્ષણ કરાવ્યું જેમાં સાબિત થયું કે આ બાળકીના પિતા સ્ટીવ જોબ્સ જ છે.

સ્ટીવ જોબ્સ 2011માં મૃત્યું પામ્યા હતા અને પુત્રી 9 વર્ષની થઇ ત્યાં સુધી સ્ટીવ પોતાની વાત પર રહ્યા કે તેઓ ઈન્ફર્ટાઈલ હોવાથી પિતા નહી બની શકે. જો કે ત્યાર બાદ સ્ટીવ તેમની પત્ની લોરેન પોવેલ થકી ત્રણ સંતાનોના જન્મ્યા હતા.

નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે
નાનપણમણમાં લીઝા પિતા સ્ટીવ જોબ્સ સાથે

બ્રેનને પુસ્તકમાં લખ્યું છે કે પાછળથી સ્ટીવે માફી માંગી હતી પરંતુ તેમના સંબધો હમેશાં તણાવપૂર્ણ રહ્યાં. તે કયારેક ક્યારેક પિતાના ઘરે જતી પરંતુ તેમની વાતચીતમાં સ્ટીવ લાંબા સમય મૌન રહેતા હતા. પિતા સ્ટીવ માટે બ્રેનન હમેશાં તેમની સફળતા પર એક ડાઘ સમાન હતી. કારણ કે તેની જીંદગી એ મહાનતા અને ગુણો સાથે બંધબેસતી નહોતી જે સ્ટીવ પોતાના માટે ઈચ્છતા હતા. મારા માટે આનાથી વિરૂધ્ધ હતું, હું જેટલી એમની નજીક જતી એટલી ઓછી શરમ અનુભવતી હતી.

August 5, 2018
goat.jpg
1min13570

મસ્જિદ બંદર સ્ટેશન પર બુધવારે એક અજીબ ઘટના ઘટી.

goat

એક યાત્રી ટિકિટ વિના પોતાની બકરી લઈને સફર કરી રહ્યો હતો. રેલવેના નિયમ અનુસાર સામાન્ય ડબ્બામાં પ્રાણીઓને લઈને સફર કરવાની પરવાનગી નથી હોતી. ટિકિટચેકરે જ્યારે આ ભાઈ પાસે ટિકિટ માગી ત્યારે પહેલાં તો તે ગભરાઈ ગયો. ઊભો થઈને ખિસ્સાં ફંફોસવા લાગ્યો અને પછી ચકમો આપીને ત્યાંથી ભાગી ગયો. જોકે તેની બકરી ટ્રેનમાં જ રહી ગઈ.

આવા સંજોગોમાં હવે આ બકરીનું શું કરવું એ બાબતે ટિકિટચેકર મૂંઝવણમાં મુકાયા. તેમણે આ બકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી અને CSMTના લગેજ રૂમમાં બાંધી દીધી.

તા.3 ઓગસ્ટે આ બસંતી નામની આ બકરીની પણ હરાજી કરવામાં આવી હતી. લગેજ રૂમમાં બાંધેલી બકરી પર બાકાયદા ‘૩૦૦૦ રૂપિયામાં વેચાણ માટે’ એવી તકતી લગાવવામાં આવી હતી. રેલવે-અધિકારીઓને તા.3 ઓગસ્ટે એનો ખરીદદાર મળ્યો હતો અને એ ૨૫૦૦ રૂપિયામાં વેચાઈ હતી. અબ્દુલ રહેમાન નામની વ્યક્તિએ આ બકરી ખરીદી હતી અને તેણે કહ્યું હતું કે બકરીનું શું કરવું એ વિશે મેં હજી વિચાર્યું નથી.