CIA ALERT

Blog - Page 587 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
January 5, 2019
tuna_japan.jpg
1min10080

આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી. 

જાપાનની સૂશી રેસ્ટોરાં ચેનના માલિકે ટોક્યોના એક માછલી બજારમાંથી આજે તા.5મી જાન્યુઆરી 2019ને શનિવારે એક મોટી ટૂના માછલી ખરીદી હતી જેની કિંમત 22 કરોડ હતી. વિશ્વમાં કોઇ એક માછલી માટે આટલી મોટી રકમનો સોદો અગાઉ ક્યારેય થયો ન હોવાથી ટુના માછલીનો આ વિશ્વનો સૌથી મોંઘો સોદો પણ ગણવામાં આવી રહ્યો છે. આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી.

ગત વર્ષ અંતિમ દિવસોમાં વિશ્વપ્રસિદ્ધ શુકીજી માછલી બજારની જગ્યાએ તૈયાર કરાયેલા આ નવા બજારમાં નવા વર્ષના એક દિવસ પહેલા આ માછલીની હરાજી થઇ હતી, જેમાં આ માછલીને રેકોર્ડ કિંમતમાં ખરીદવામાં આવી હતી.

ટૂના એક લુપ્ત પ્રજાતિ છે. ટૂના કિંગના નામથી પ્રખ્યાત કિયોશી કિમુરાએ આ કિંમત ચૂકવી હતી. અગાઉ સૌથી મોંધી માછલી 15.5 કરોડ રૂપિયા વેચાઇ હતી.આ કિંમત પણ 2013માં કિમુરાએ જ ચૂકવી હતી. સૂશી રેસ્ટરાં ચેનના માલિકે જણાવ્યું હતું કે, આ સર્વોત્તમ ટૂના છે. હું એક સ્વાદિષ્ટ, અત્યંત સારી ટૂના માછલી ખરીદવામાં સફળ રહ્યો. કિમુરાએ હરાજી બાદ જણાવ્યું હતું કે, જે કિંમત વિચારી હતી તેનાથી વધુ બોલી ઉંચી રહી હતી, પરંતુ મને આશા છે કે અમારા ગ્રાહકો આ ઉમદા ટૂના માછલીનો સ્વાદ માણી શકશે.

January 5, 2019
CR-1280x1620.jpg
1min23140

સી.આર. પાટીલને દક્ષિણ ગુજરાતના લોકનેતા કહેવાય છે, કોઇપણ સામાન્ય વ્યક્તિ તેમની પાસે કામ લઇને પહોંચી જાય, ફોન કરે એટલે તેમના કામનું ફોલોઅપ શરૂ થઇ જાય. એવું જરૂરી નથી કે બધા કામ 100 ટકા જ થઇ જાય પણ સી.આર. પાટીલ પોતે અંગત રસ લઇને કામની પ્રાયોરિટી મુજબ તેનું ફોલોઅપ કરે અને નિવેડો લાવવા સુધી પ્રયાસો કરે. એક આવો જ પ્રયાસ સુરતના નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે કરીને સુરત સમેત દેશભરના કુલ 2160 જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ્સ એટલે કે તબીબ બની ચૂકેલા ઉમેદવારો માટે કર્યો છે. 2160 જેટલા તબીબો આવતીકાલ તા.6 જાન્યુઆરીએ યોજાનારી નીટ પીજી પરીક્ષા માટે બિલકુલ લાયક છે, પણ તેમની હોલટિકીટમાં કેટલીક ક્ષતિઓને કારણે તેઓ પરીક્ષામાં બેસી શકે તેમ ન હતા. નેશનલ એકઝામિનેશન બોર્ડ સાથે આ મુદ્દે વાતચીતો થઇ પણ હોલટિકીટનો મેળ પડતો ન હતો. મેડીકલ ગ્રેજ્યુએટ થયેલા તબીબો માટે નીટ પીજી સૌથી મહત્વની પરીક્ષા ગણાય, આમેય આપણા દેશમાં પી.જી. મેડીકલની સીટો ઓછી, પ્રવેશ કાર્યવાહી કડક અને એમાં આવી તક જતી રહે તો 2160 તબીબોને મોટી હાની થાય તેમ હતું. આવા સંજોગોમાં સી.આર. પાટીલ કે જેઓ દિલ્હી ખાતે સંસદ સત્રની કાર્યવાહીને પગલે ઉપસ્થિત હતા, ત્યાં તેમણે રજૂઆતો કરીને તાત્કાલિક નીટ પીજીના તબીબોને હોલ ટિકીટ ઇશ્યુ કરાવી હતી.

 

સમગ્ર મામલો ડિટેઇલ્ડમાં વાંચો

૬/૦૧/૧૯, રવિવારના રોજ નીટ-પીજી-મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે અને શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ની સવાર સુધી MBBS પાસ થયેલા અંદાજે 2160 નીટ પીજીના પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ ખામી વાળી હોવાથી તેઓ પરીક્ષા આપી શકે તેમ ન હતા. ભારતમાં આમેય મેડીકલ પી.જી.માં પ્રવેશની તકો મર્યાદિત અને કઠિન હોય ત્યારે નીટ પીજીની આ તકથી 2160 જેટલા પરીક્ષાર્થીઓ વંચિત રહી જાય તેમ હતું.

મળતી માહિતી મુજબ ૧૧૩૮ જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોને એવી હોલ ટિકીટ મળી હતી કે જેમાં સહી ઝાંખી કે અલગ પડતી હતી. અને ૧૦૨૨ જેટલા વિદ્યાર્થીઓના ફોટા બાબતમાં વાંધા કાઢવામાં આવ્યા હતા. નવી હોલ ટિકીટ ઇશ્યુ કરવાના મુદ્દે NBE “નેશનલ બોર્ડ ઓફ એગ્ઝમિનેશન્સ” દ્વારા છેલ્લી ઘડી સુધી એટલે કે આજરોજ શનિવાર, તા.5મી જાન્યુઆરી 2019 સુધી મેડીકલ ગ્રેજ્યુએટ પરીક્ષાર્થીઓને અધ્ધર જીવે રાખવામાં આવ્યા હતા.

આ બાબતે સુરતની એક દીકરીના પિતાએ સાંસદશ્રી સી.આર. પાટીલને રજૂઆત કરીને એમની મદદ માંગી હતી. હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સી.આર. પાટીલ દિલ્હીમાં ઉપસ્થિત હોઇ, એમણે તાત્કાલિક NBE ચેરમેનને સમગ્ર મુદ્દા અંગે વાતચીત કરી હતી અને તાત્કાલિક એટલે કે સાંજ સુધીમાં જ મેડીકલની અત્યંત મહત્વની પરીક્ષા નીટ પીજીના પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ ઇસ્યુ કરાવી આપી હતી.

સાંસદ સી.આર. પાટીલના પ્રયાસોથી માત્ર સુરતની દીકરી જ નહિ પરંતુ દેશની અનેક દીકરી-દીકરાઓનો મેડીકલ નીટ અને એ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કે જેમાં પ્રવેશ મળવા માટેની તકો અત્યંત મર્યાદિત હોય છે તેમની તક વેડફાઇ જતા બચાવી શકાઇ છે.

January 5, 2019
coldwave-1.jpg
1min7560

આવનાર 6-8 જાન્યુઆરી વચ્ચે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં સખત ઠંડી પડવાની આગાહી

દેશ અને તેના પગલે રાજ્યના હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસો, રવિ, સોમ અને મંગળવાર તા.6થી 8 જાન્યુઆરી 2019 દરમિયાન ભારતના પશ્ચિમ વિસ્તાર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં સખત ઠંડી પડવાની શક્યતા છે. ગુજરાતમાં આમેય છેલ્લા ઘણાં દિવસોથી એક ધારી સખત અને બેઠ્ઠી ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે. શુક્રવાર તા.4 જાન્યુઆરીએ ઠંડી થોડી ઓછી થઇ હતી, એ પછી આજે શનિવાર તા.5મી જાન્યુઆરીએ સવારથી ફરીથી રાબેતા મુજબ ઠંડી પડી રહી છે. રવિ, સોમ અને મંગળ દરમિયાન ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી શકે તેમ હોઇ, લોકોને સાવચેતી દાખવવા માટે સલાહ આપવામાં આવી છે.

6-8 જાન્યુઆરી વચ્ચે હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં સખત ઠંડી પડવાની આગાહી અપાઈ છે. આગામી 6થી 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્યમાં કોલ્ડ વેવ આવવાની શક્યતા છે. ગાંધીનગર, નલિયા, વલસાડ, અમરેલી જિલ્લામાં ઠંડા પવનના વાયરાની આશંકા જણાવી છે.

 

January 5, 2019
upsc1.jpg
13min8030

Civil Services Exam is considered as the top most exam in India and the candidates selected in the civil services exam enjoys commands the prestige and gets the best perks in the whole Indian society. The Union Public Service  Commission conducts the Civil Services Exam each year in order to fulfil the requirement of the All India as well as the Central Civil Services.

The UPSC publishes the official notification on the month of February each year with all the necessary details related to the Civil Service Exam. But, the candidates and the coaching spread the various myths related to the Civil Service Exam. These myths have a considerable impact on the IAS aspirants and their efforts and performance influenced due to the underlying current of these myths.

Following are some of the most common myths related to the Civil Services IAS exam among the candidates

Myth 1: Civil Services Exam is the toughest

Facts: This is certainly not true. Every exam can be cracked with the right strategy and approach. It is true that the Civil Services Exam has a very long time process and it takes around more than one year to complete the exam process, but it does not mean that the exam is toughest. We can call it uncertain regarding the horizontal and vertical expansion of the IAS Syllabus but there are certain boundaries of the IAS Syllabus too so that it can be covered in time and the IAS Preparation can become effective.

Myth 2: The IAS aspirants need to study for 15-20 hours a day

Facts:  It is the most common myth among the IAS aspirants. It goes like that in order to get selection in the IAS Exam, the IAS aspirant’s needs to study for 15- 20 hours. The IAS Toppers and the teachers related to the IAS Classes suggest to study for 8 hours in a day is sufficient in order to crack the IAS Exam but these 8 hours study should be an effective study in a much-focused manner and with the selected quality study material. We have various examples that have cracked the IAS Exam with their full-time job. So we can not say that it is a rule to study for 15-20 hours daily.

Myth 3: IAS aspirants must know everything

Facts: It is a popular notion that the IAS aspirant must know everything about everything. It is not true. Firstly, the UPSC has defined its syllabus in a very lucid manner, which can be followed in the IAS preparation. Secondly, the topics can be decided on the basis of importance to our nation and society. There are certain standard books through which we can cover the UPSC syllabus. So the bottom line is that we can cover the syllabus through standard books, news events, and the likes. The underlying point is that IAS is a generalist service, and the UPSC requires only general understanding and conceptual clarity of all the subjects and topics prescribed in the syllabus. That’s all. So, you don’t need to be an expert, just a genuine learner.

Myth 4: You need to be a topper throughout your academics

Facts: This is also a very general myth that one needs to be topper throughout his academics because there are various Toppers who were an average student during their academics. We have various examples for the same, even one IAS Toppers was failed in her ninth class. So it does not make any difference whether one had a glorified and successful academics.  This exam requires the marks in this exam only hence there is no minimum percentage required in the degree exams.

Myth 5: Have to read dozens of books for IAS Exam

Facts: The IAS aspirants need to fulfil the requirement of the IAS Exam and need not to become a postgraduate in the subject or topic. This exam tests the conceptual clarity of the topics and the clarity of expression because only by applying the concepts and principles, the pragmatic solution can be achieved to the problems. All the IAS toppers, teachers and seniors suggest to read one standard book for each topic and do not build a library of books. Do not follow all the books which your coaching institutions and peers recommend you.

Myth 6: Coaching is a must for IAS Exam

Facts: This is not true in any sense. It differs from person to person. Each person has a different set of requirements and different understanding related to the same subject and topic. Each year, there are various candidates who never attended any coaching. Nowadays, there is a horizontal as well as vertical expansion of the mobile apps where all the important things are easily available.
Attending coaching needs various other supplementary things such as relocation, food facilities and other things which require a whole lot of money.

Myth 7: Only English medium candidates can become IAS

Facts: This is a very prevalent misconception among the Hindi Medium IAS aspirants that only English Medium candidates can become IAS Officer. This is not true because each year Hindi Medium candidates are also passing the IAS Exam and getting their posting as the IAS officer. The IAS exam is not a concern with the medium of instruction or the medium of answer writing but with the clarity of expression and the indigenous problem solving and pragmatic solution to the socio-economic problems. However, the ratio of candidates selected in the IAS Exam is skewed towards the English Medium. One reason which can contribute to this is the English study material.

Myth 8: IAS is the best job in India

Facts: This is a well-established notion that IAS is the best job in India as compared to any other job. But in reality, It is not so. In terms of salary and perks, it is not the best job and private sector has various positions having better salary and perks than an IAS officer. In addition to it, the IAS gets his posting in the rural areas and some time in the drought-prone areas where there are no facilities. But in case of private sector job, one will always get their posting in the metropolitan as well as on the International Assignments.
In addition to it, IAS is the first person who is transferred in case of any mishappening and political leadership change, which creates a very uncertain future in terms of place of residence for an IAS Officer.

Myth 9: IAS officers are mostly posted as District Magistrate.

Facts: Most of the IAS aspirants dream about the District Magistrate(DM) post and the powers associated with the post. But the reality is this, There are hundreds of IAS officers posted in a state and the post of DM is not given to everyone. There are very few IAS officers which are bestowed with the responsibility of DM. On an average, the DM posting is given to the IAS Officer for 4 to 5 years only in the whole career as an IAS Officer. Some IAS officers never get an opportunity to become a DM at their career.

Myth 10: IAS officers are more powerful than IPS, IRS, IFS

Facts: The powers of any officer is not mentioned in the Constitution of India.  The powers and responsibilities are associated with the department of posting of the Officers. IAS Officers are generalists in nature so they cannot head any specialised commission or board. All the services have their defines scope of duty and area of jurisdiction so we cannot say that IAS commands all the powers and all the other services are not so powerful. For example, CBI can be headed only by an IPS officer and only an IRS officer can be a Commission of customs, excise or income tax.  Although it is a matter of fact that the secretary post in various ministries is headed by the IAS officers irrespective of the nature of work in the ministry.

Myth 11: A DM is the boss of a district

Facts: District Magistrate is the prime coordinator in the district who call the various actors for meeting and consultation and also work out the all-inclusive and consensual plan with the help of other departmental officers. A DM is only a coordinating officer for all the state government departments. He has no direct control over the various district functionaries such as the IPS, IFS and IRS officers. Even the state government officials report to their own superior who writes their performance report. DM only enjoys loose control over the other government officials.

Myth 12: IAS officers can’t be removed from service?

Facts: In our country, even the President of India can be removed from office and we have written rules and procedure regarding this. IAS is also not an exception to it. An IAS officer can be suspended by the state government in a specified manner on the grounds of corruption, misbehaviour, and incompetence. He can be removed from the service by the President of India. In a recent case, there were various senior IAS Officers who were compulsorily retired from service by the Government of India.

The procedures for removing IAS officers are almost the same as any other Group A officer of Government of India. Every year several IAS officers are suspended, arrested and removed from service for various reasons.

Myth 13: Luck is mandatory for selection in IAS Exam

Facts: Luck is a result of dedication and effort which one put in the IAS preparation. Only luck cannot give assurance for the selection in the IAS Exam.  Getting marks in the IAS exam is the combination of various factors and luck is one of them. We can not say that luck is the sole factor required for selection in the IAS Exam.

We hope that we have cleared all the prevalent myths associated with the IAS Exam and clarified your doubts related to the misconceptions. In order to get the latest and most authentic information regarding the civil service examinations in India, keep visiting our page.

January 5, 2019
solar_eclipse_2019.png
1min12710

ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં દેખાય કે તેની અસર નહીંવત્ વર્તાશે

ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે થશે

(વિશ્વની તસ્વીરમાં દ્રશ્યમાન લંબગોળાકાર ડાર્ક ભાગમાં આવેલા દેશોમાં તા.6 જાન્યુઆરી 2019નું સૂર્યગ્રહણ દેખાશે કે તેની અસર વર્તાશે )

સૂર્ય અને ચંદ્ર પર લાગતા ગ્રહણની સીધી યા આડકતરી અસર પૃથ્વી પર વસતા સામાન્ય માનવીના જીવન પર પડતી હોય છે. કોઇક માટે આ અંધશ્રદ્ધાનો વિષય પણ હોય છે જ્યારે જ્યોતિષ શાસ્ત્રીઓ માટે આ મહત્વની ઘટના સમાન બની રહે છે. આધ્યાત્મિક જગત માટે આ ઘટના મહત્વપૂર્ણ હોય છે. 2019નું પહેલું સૂર્યગ્રહણ તા.6 જાન્યુઆરી 2019ને રવિવારે આકાર પામવાનું છે.

જોકે, રવિવારે 6 જાન્યુઆરી 2019 ના રોજ આંશિક સૂર્યગ્રહણ થવાનું છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. ખગોળીય ઘટનાક્રમ અનુસાર ઓછામાં ઓછા બે ગ્રહણ આસપાસમાં સર્જાયા હોય છે. ક્યારેક એક સાથે ગ્રહણની સંખ્યા ત્રણ-ચાર સુધી પણ પહોંચી ગયાનો ઇતિહાસ છે. રવિવારના સૂર્યગ્રહણ બાદ ચાલુ માસમાં જ ચંદ્રગ્રહણ પણ સર્જાવાનું છે.

તા.6 જાન્યુઆરીએ આકાર પામનારા સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવશે, એ જેટલો સમય રહેશે તેને ગ્રહણ સમય તરીકે ગણવામાં આવશે. ચંદ્રનું પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવવાથી ધરતી પર તેની છાયા પડશે, જેને ગ્રહણ કહેવામાં આવે છે. જોકે આ આંશિક સૂર્યગ્રહણ છે અને ભારતમાં નિહાળી શકાશે નહીં.

આંશિક સૂર્યગ્રહણ ઉત્તર-પૂર્વી એશિયા અને ઉત્તરી પેસિફિક દેશોમાં જોવા મળશે. જાપાન, કોરિયા, મંગોલિયા, તાઇવાન અને રશિયા તેમજ ચીનના પૂર્વીય કિનારા ઉપરાંત અમેરિકાના પશ્ચિમી હિસ્સામાં પણ આ ગ્રહણ દેખાશે. બેઇજિંગમાં સૂર્યનો 20 ટકા હિસ્સો, ટોક્યોમાં 30 ટકા અને વ્લાદિવોસ્ટકમાં 37 ટકા હિસ્સો ચંદ્રમાની પાછળ છુપાઈ જશે. ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે પૂર્ણ થશે.

કેલેન્ડર વર્ષ 2019ના અંતે 26 ડિસેમ્બરના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણ 2 કલાક 40 મિનિટ 6 સેકન્ડ સુધી ચાલશે. આ ગ્રહણની શરૂઆત સવારે 8.17 વાગે થશે અને 10.57 વાગે પૂરું થશે. સવારે 9.30 વાગે ગ્રહણ તેના ચરમ પર હશે. આ વર્ષનું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ હશે. દક્ષિણ ભારતમાં તેને વધુ સ્પષ્ટ રીતે જોઇ શકાશે. ખાસકરીને કન્નૂર, કોઝીકોડ, મદુરાઈ અને ત્રિશૂર ક્ષેત્રોામં તે સૌથી વધુ સ્પષ્ટ રીતે દેખાશે.

આ જ મહિને પૂર્ણ ચંદ્રગ્રહણ

2019ના આખા વર્ષમાં ઘણાં ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. ચાલુ જાન્યુઆરી 2019 મહિનામાં જ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. 20-21 જાન્યુઆરીના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ યોજવાનું છે. જોકે આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય.

January 5, 2019
vidhyamangal_logo.png
1min26410

महेनत इतनी चूपके से करो कि सफलता शोर मचादे..આ કહેવત જો કોઇ શાળા સંચાલક મંડળને બંધ બેસતી હોય તો એ છે કડવા પાટીદાર કેળવણી મંડળ, સુરત. સુરતમાં સક્રિય કડવા પાટીદાર કેળવણી મંડળ જેઓ કામરેજમાં વિદ્યામંગલના નામે શૈક્ષણિક સંકુલ ચલાવે છે, વિદ્યામંગલ કેમ્પસ એટલી શાંતિથી શિક્ષણનો વ્યાપ વિસ્તાર વધારવાનું કાર્ય કરી રહી છે કે આજે તેની મહેનત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્થાને છે. તાજેતરમાં જ બેંગ્લોર ખાતે ભારતની ટોપ ટ્વેન્ટી બેસ્ટ સ્કુલમાં સુરતના કામરેજની વિદ્યામંગળ સ્કુલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

(વિદ્યામંગલની ટીમને બેંગ્લોર ખાતે એવોર્ડ અર્પણ કરાયા તે પ્રસંગની તસ્વીર)

કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત કામરેજ તાલુકાના નવીપારડી ખાતે આવેલ વિદ્યામંગલ નિવાસી શાળાએ તા. મી ડીસેમ્બર 2018ના રોજ બેંગ્લોર ખાતે આયોજિત સમગ્ર ભારતની સર્વશ્રેષ્ઠ ૨૦ નિવાસી શાળા કેટેગરી અંતર્ગત સમગ્ર ભારતમાં ૧૭મું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં પોતાની ઝળહરતી યશપતાકા લહેરાવી હતી. ઉપરાંત સમગ્ર સુરત જીલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ અને કડવા પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે.

વિદ્યામંગલને એવોર્ડ આપતા પૂર્વે કયા માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા

  • શૈક્ષણિક પ્રતિષ્ઠા
  • દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન
  • સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું
  • શિક્ષણમાં નવીનતા
  • સલામતી
  • રમતગમત
  • ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ
  • ધાર્મિક વાતાવરણ
  • મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ
  • સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા

એજ્યુકેશનટુડે.કો  દ્વારા બેંગ્લોર ખાતે યોજાયેલ ધ ઇંડિયા’ઝ સ્કુલ મેરીટ અવોર્ડઝ – ૨૦૧૮ ના ભવ્ય સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ, બોર્ડીંગ સ્કુલ અંતર્ગત, સીબીએસઈ, આઈસીએસઈ, સ્ટેટ બોર્ડ, છોકરાને છોકરીઓ માટેની લોજીન્ગ અને બોર્ડીંગ સુવિધા તેમજ પ્રી સ્કુલ કેટેગરી અંતર્ગત દેશની ૨૦૦ થી વધુ સ્કૂલો અને ૫૦ પ્રી. સ્કુલ તરફથી પ્રાપ્ત થયેલ ૧૬૧૫ સર્વે ફોર્મ દ્વારા આવી સ્કૂલો સમગ્ર ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. સાથે સાથે જ શાળાઓને ૧૦ પેરામીટર્સ દ્વારા કેટેગરાઈઝ કરવામાં આવી હતી. જેમાં, શૈક્ષણિક પ્રતિષ્ઠા, દરેક વિદ્યાર્થીઓ તરફ અંગત ધ્યાન, સમગ્ર સંકુલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું, શિક્ષણમાં નવીનતા, સલામતી, રમતગમત, ફી રૂપે થયેલ નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ, ધાર્મિક વાતાવરણ, મેનેજમેન્ટની સક્રિય અને હકારાત્મક ભૂમિકા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સબંધિત કેલેન્ડરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

(બેંગ્લોર ખાતે યોજાયેલા દબદબાભર્યા એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલી સુરતના વિદ્યામંગલની ટીમ..મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો)

વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા

ઉપરોક્ત પેરામીટર્સ અંતર્ગત વિદ્યામંગલ નિવાસી શાળાને કુલ -૧૦૦૦ પોઈન્ટ્સ માંથી ૮૪૫ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે બેંગ્લોર ખાતે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, મંત્રીશ્રી નરેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મનીષભાઈ પુરાણી, શાળામાં શિક્ષણ કાર્યનું સંભાળનાર શ્રી અમિતભાઈ તથા કેળવણી મંડળના મંત્રી શ્રી હેમંતભાઈએ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. બેંગ્લોર ખાતે આ એવોર્ડ માટે ટેલીવિઝન મીડિયા દ્વારા કેમ્પસ ડાયરેકટરશ્રી મનીષભાઈનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. શાળા દ્વારા આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સમગ્ર કામરેજ તાલુકામાં અને સુરત જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. લગાતાર છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યામંગલ નિવાસી શાળા સતત દરેક ક્ષેત્રે જોરદાર પ્રદર્શન કરી પોતાની કાબેલિયત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની મહત્તાને સિદ્ધ કરી રહી છે. જે બદલ સમગ્ર કડવા પાટીદાર સમાજ અને વિદ્યામંગલ નિવાસી શાળા પરિવાર આ એવોર્ડ માટે ગૌરવ અનુભવે છે.

January 4, 2019
SGCCI.jpg
1min14230

દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટકો માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સીટેક્ષ 2019 પ્રદર્શન આજથી સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. SGCCI પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે આ એવું પ્રદર્શન બની રહેશે જે સુરતની ઇકોનોમીને બુસ્ટ કરતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રાણવાયુ સમાન બની રહેશે. ટેક્સટાઇલ ઉદ્યોગના દરેક ઘટકો માટે અહીં ઉપયોગી ઉત્પાદનો તેમજ ટેકનિક્સ ઉપલબ્ધ બને એ રીતે એક્ઝિબિટર્સ સીટેક્ષમાં આવ્યા છે.

 

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019)નો આજથી ભવ્‍ય પ્રારંભ થયો છે.

સીટેક્ષ પ્રદર્શનના ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્‍યુલ (સિનિ. પ્રેસિડેન્‍ટ, ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી ઇસ્‍માઇલ શરીફ (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), જિલ્‍લા ઉદ્યોગ કેન્‍ફ્‍ – સુરતના જનરલ મેનેજર શ્રી ડી.આર. પટેલ, માનનીય ધારાસભ્‍ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના)અને ટેક્ષટાઇલ મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા ઉપસ્‍થિત રહયા હતા.

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, કોઇપણ ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ટેકનોલોજી અપગ્રેડેશન ખૂબ જ જરૂરી હોય છે. એવા સંજોગોમાં સીટેક્ષ એકઝીબીશને સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના ટેકનોલોજી અપગ્રેડેશન અને ધંધાના વ્‍યાપ માટે એકજ જગ્‍યાએ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે. અહીં ટેક્ષટાઇલના દરેક સેકટરની લેટેસ્‍ટ મશીનરીને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

શ્રી ઇસ્‍માઇલ શરીફે જણાવ્‍યુ હતુ કે, ભારતમાં જ બનેલી મશીનરીથી ઉત્તમ કક્ષાનું ફેબ્રિક ઉત્પાદિત થઇ શકે છે. ભારતની મશીનરી દ્વારા ઉત્‍પાદીત થતા પ્રોડકટને હવે આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍વીકારવાની શરૂઆત થઇ ગઇ છે. આથી કાપડનું ઉત્પાદન કરનાર ઉદ્યોગપતિઓએ અન્‍ય દેશોમાંથી સેકન્‍ડ હેન્‍ડ મશીન ઇમ્‍પોર્ટ કરવા કરતા ભારતમાં જ બનેલી મશીનરીનો ઉપયોગ કરવો જોઇએ. આ મશીનરીમાં થોડાક મહિનાઓ બાદ બદલાવ આવતા રહે છે. આથી ટેક્ષટાઇલ મશીનરીમાં અપગ્રેડેશન કરતા રહેવું જોઇએ. સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ચેમ્‍બરે જે એકઝીબીશનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે.

શ્રી મનોહર સેમ્‍યુલે જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર દ્વારા યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને કારણે એમએસએમઇને સૌથી વધુ ફાયદો થાય છે. ભારતની ટેકનોલોજી પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. પણ એના ડેવલપમેન્‍ટ અને પ્રોપર માર્કેટીંગ માટે જે ગેપ રહી જાય છે એ ગેપ આ એકઝીબીશન પુરી દે છે. સુરતમાં આખી ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી છે અને ઇનોવેશન પણ કરતી રહે છે. ઘણા બધા પ્રકારના ફેબ્રિકસ અહીં બને છે પણ એને ગ્‍લોબલ માર્કેટમાં એક્ષપોર્ટ કરવા માટે ટેકનોલોજીનો સપોર્ટ જોઇતો હોય છે અને આવી ટેકનોલોજી સીટેક્ષ જેવા એકઝીબીશનમાં એકજ જગ્‍યાએથી મળી રહે છે. આ એકઝીબીશનઆંત્રપ્રિન્‍યોર્સને પણ નવા ઇનોવેશન માટે પ્રોત્‍સાહન આપે છે.

શ્રી હંસરાજ ગોંડલિયાએ જણાવ્‍યુ હતુ કે, ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ડેવલપમેન્‍ટ માટે ચેમ્‍બરે સુરતને આંગણે ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીને ખૂબ જ સરસ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે.જો કે, આપણે હજી ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગ અને મશીનરી ક્ષોત્રે ઘણુ બધુ કરવાનું બાકી છે. ચેમ્‍બર જયારે એકજ સ્‍થળે આપણને આટલી સરસ ફેસીલિટી આપે છે તો એને ડિઝર્વ કરવા માટે આપણે પણ મશીનરી ક્ષોત્રે સખત મહેનત કરવાની જરૂર છે. ભારતમાં ટેકનોલોજી બને છે અને સારુ માર્કેટ ઉભુ થઇ રહયુ છે એ ખુશીની વાત છે.

ધારાસભ્‍ય શ્રી વિવેક પટેલે જણાવ્‍યુ હતુ કે, સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટેજે રીતે સીટેક્ષ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે તે જોતા ચેમ્‍બર માટે વાઇબ્રન્‍ટ ગુજરાતની જેમ વાઇબ્રન્‍ટ ચેમ્‍બર કહીશ તો ખોટુ નથી. ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ઘણા મુદ્દાઓ મને મળ્‍યા છે એને સંબંધિત વિભાગ સુધી પહોંચાડીશું.વર્ષ ર03પ સુધી સુરત સૌથી વધુ વિકસતુ શહેર તરીકે ઉભરી આવે એના માટે સારી પોલિસી બને અને સુરતના વિકાસમાં લાભ થાય તેવા પ્રયાસ કરીશું.

સીટેક્ષ- ર0ક્ષ9ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્‍યુ હતુ કે આ પ્રદર્શનમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ અને હાઇસ્પીડ એમ્‍બ્રોઇડરી મશીન વિગેરે મુકવામાં આવ્‍યા છે. જે સમગ્ર ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે મહત્‍વનો ભાગ ભજવશે.

વિશ્વમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ માટે સૌથી અગ્રણી ગણાતી ચાઇનાની છએ છ કંપનીએ પહેલી વખત સુરતના સીટેક્ષ પ્રદર્શનમાં ભાગ લીધો છે. ચાઇનાની સિગ્નેચર વાન્‍લી (પીકાનોલ બેઇઝ), રીફા (વામાટેક્ષા બેઇઝ), ટાઇટન (સ્‍મીત બેઇઝ), કીંગટેક્ષા (સોરીટ બેઇઝ), જિંગ્‍વી અને સુલટેક્ષા (સુલ્‍ઝર બેઇઝ) કંપનીઓએ તેઓની અદ્યતન દસ-દસ હાઇસ્‍પીડ રેપીયર લૂમ્‍સ મશીનરીઓ પ્રદર્શનમાં મુકી છે. ભારતની અલીફ કંપનીએ પણ ચાઇના બેઇઝ આ મશીનરી પ્રદર્શનમાં મુકી છે.

યસ બેન્‍કના શ્રી નિરજ તનેજાએ પણ ચેમ્‍બરને શુભેચ્‍છા આપી હતી અને કહયુ હતુ કે, સખત મહેનતથી સુરતની ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી આ મુકામ પર પહોંચી છે. બિઝનેસના વિકાસ માટે અમે પણ સપોર્ટ કરીશું.

ચેમ્‍બરના ઉપપ્રમુખ શ્રી કેતન દેસાઇએ સીટેક્ષ એકઝીબીશનમાં પધારેલા મુખ્‍ય મહેમાનો તથા ઉપસ્‍થિત તમામનો આભાર માની સમારોહનું સમાપન કર્યુ હતુ.

 

January 4, 2019
kausa.jpg
1min6320

ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે.

ભારતીય નાગરિકો વિદેશમાં જઈને ભારતનું નામ રોશન કરતા હોય છે. અને આ વખતે આ કામ જામનગરના મૂળ એવા કૌશલ્યા વાઘેલાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. કૌશલ્યા વાઘેલાએ જામનગરની સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. તે ભારતમાં જન્મેલા પહેલા મહિલા છે જે વિદેશમાં સાંસદ બન્યા છે. 11 ડિસેમ્બર થયેલી ચૂંટણીના પરિણામમાં કૌશલ્યા વાઘેલાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે કૌશલ્યા ઓસ્ટ્રેલિયામાં સમાજના પાયાના પ્રશ્નો અને સમાજની જરૂરિયાતોને મુદ્દો બનાવીને ચૂંટણી લડ્યા હતા. મૂળ જામનગરના કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા સંસદમાં સાંસદ તરીકે ચૂંટાયા છે.

એક સમયે ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે. કૌશલ્યા વાઘેલાએ નાની-નાની નોકરી કરતા કરતા પોતાનો ધંધો કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે કેટલીક વખત એવો સમય પણ આવ્યો જ્યારે કાયદા સામે અવાજ ઉઠાવવાની જરૂર પણ પડી. જો કે આજે આ જ કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટના સાસંદ બન્યા છે.

 

January 4, 2019
sansad.jpeg
1min6140

લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને બે દિવસ દરમિયાન તેલુગુ દેશમ પક્ષ, અખિલ ભારત અન્ના દ્રમુક અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૪૫ સભ્યને ગેરવર્તણૂક બદલ સસ્પૅન્ડ કર્યા હતા. દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદો ગૃહમાં સતત ધાંધલધમાલ કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખતા હોવાથી તેઓને સસ્પૅન્ડ કરવાની ફરજ પડી હતી. અગાઉ, મહાજને અખિલ ભારત અન્ના દ્રમુકના ૨૪ સાંસદને બુધવારે સતત પાંચ બેઠક માટે સસ્પૅન્ડ કર્યા હતા અને તેના એક દિવસ પછી તેમણે અન્ના દ્રમુક, તેલુગુ દેશમ પક્ષ અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૨૧ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

સ્પીકરે લોકસભાના કાયદાની કલમ ૩૭૪એ હેઠળ કાર્યવાહી કરી હતી. કાયદાની જોગવાઇ મુજબ આ સાંસદો આઠમી જાન્યુઆરીએ પૂરા થતાં બાકીના સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ નહિ શકે.

સંસદના નીચલા ગૃહમાં અખિલ ભારત અન્ના દ્રમુકના ૩૭ અને તેલુગુ દેશમ પક્ષના ૧૫ સાંસદ છે.

સ્પીકરે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પૅન્ડ કરવાનું લીધેલું પગલું અભૂતપૂર્વ છે.

અગાઉ, ૨૦૧૪ના ફેબ્રુઆરીમાં સ્પીકર મીરાં કુમારે આંધ્ર પ્રદેશના ૧૮ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા. આ સાંસદોમાંના અમુક તેલગંણની રચનાને ટેકો આપતા હતા, જ્યારે કેટલાક વિરોધ કરતા હતા.

લોકસભાનું શિયાળુ સત્ર ૧૧મી ડિસેમ્બરે શરૂ થયું હતું અને તેમાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો કાવેરીના પાણીની વહેંચણી અને આંધ્ર પ્રદેશને ખાસ દરજ્જો આપવાની માગણીને લઇને દેખાવ કરતા હતા.

સ્પીકરે લોકસભામાં ગુરુવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ૧૯ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા, જ્યારે બાકીના બે સાંસદને આશરે બપોરે બે વાગ્યે ગૃહ છોડી જવાનો આદેશ અપાયો હતો.

અગાઉ, બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લોકસભામાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરતા બૅનર લઇને સ્પીકર ભણી ધસી ગયા હતા.

અન્ના દ્રમુકના સાંસદોએ સ્પીકર ભણી કાગળ પણ ફેંક્યા હતા.

સંસદીય બાબતોને લગતા ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દેખાવ કરી રહેલા સાંસદોને તેઓની બેઠક પર બેસી જવા વિનંતિ કરી હતી.

આમ છતાં, દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદોએ શોરબકોર ચાલુ રાખ્યો હતો.

સ્પીકરે તેલુગુ દેશમ પક્ષના ૧૧, અન્ના દ્રમુકના ૭ અને વાયએસઆર કૉંગ્રેસના એક સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

જે સાંસદોને સસ્પૅન્ડ કરાયા છે તેઓમાં મુલકી ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ પ્રધાન અશોક ગજપતિ રાજુ (તેલુગુ દેશમ પક્ષ), તોતા નરસિંહ (તેલુગુ દેશમ પક્ષ) અને વાયએસઆર કૉંગ્રેસની ટિકિટ પર જીતેલા રેણુકા ભુત્તાનો સમાવેશ થાય છે.

January 4, 2019
smc.jpg
3min13750

સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી થેન્નારાશને આજે ચાલુ હિસાબી વર્ષ 2018-19ના રિવાઇઝ્ડ બજેટ અને 2019-20 માટેના રૂ.5599 કરોડનું સૂચિત બજેટ રજૂ કર્યું હતું. આંકડાઓ ભલે વધ્યા હોય કે મોટા થયા હોય પરંતુ, સૂચિત અંદાજપત્ર એ વાતની ચાડી ખાય રહ્યું છે કે શહેરનો વિકાસ કરતા કરતા વધેલા વસતિના ભારણને સેવા-સુવિધાઓ પૂરી પાડતા પાડતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાંફી ગયું છે. નથી કોઇ મેગા પ્રોજેક્ટ, નથી કોઇ ઉડીને આંખે વળગે તેવી નવીન વાત કે નથી રેવન્યુ આવક કે ખર્ચમાં અસાધારણ વધઘટ. લોકસભાની ચૂંટણીમાં દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં અગ્રેસર સુરતનું બજેટ જોઇને કોઇપણ એક્સપર્ટ પ્રથમદર્શી નજરે જ બોલી ઉઠે કે સાવ કંગાળ બજેટ છે. ચૂંટણીના વર્ષમાં આવું નબળું બજેટ રજૂ કરીને કહ્યાગરા કંથ સમાન મ્યુનિસિપલ કમિશનર થેન્નારાશને ભાજપ શાસકોને છગ્ગાબાજી ફટકારવાનો ચાન્સ આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાયી સમિતિ મારફતે ભાજપ શાસકો લોકસભાની ચૂંટણીના વર્ષમાં દેશની સૌથી વિકસીત ગણાતી સુરત મહાનગરપાલિકાના બજેટને કેવી રીતે ડેકોરેટ કરે છે.

છેલ્લા 15 વર્ષમાં સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ

સુરત મહાનગરપાલિકાના છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં સૌથી નબળું અને સામાન્ય બજેટ લેખાવાય રહ્યું છે. સાવ સામાન્ય કે કંગાળ બજેટ એટલા માટે લેખાય રહ્યું છે કેમકે આખા વિશ્વમાં જે શહેરનું નામ સૌથી ઝડપે વિકસી રહેલા શહેર તરીકે લેવાતું હોય એ શહેરમાં આજે રજૂ થયેલું પ્રપોઝ્ડ બજેટ જો ન બને તો પણ જે કામગીરી થવાની છે એ તો થવાની જ છે. કમિશનર હોય કે ન હોય, શાસકો હોય કે ન હોય, જે કામગીરી યંત્રવત રીતે થવાની જ હોય તેને જ બજેટરી પ્રોવિઝન તરીકે લેખાવાઇ છે.

2019ના મધ્યભાગમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આખા ભારતમાં ભાજપ જેને મોડેલ સિટી, વિકસિત શહેર કહે છે એ સુરતના સાવ જ નબળા બજેટમાં આગામી દિવસોમાં ભાજપ શાસકો અનેક રંગો પૂરીને આકર્ષક બનાવશે એ વાતમીન મેખ છે. એવું પણ જણાય છે કે વહીવટી પાંખે વેનિલા આઇસ્ક્રીમ જેવા રજૂ કરેલા બજેટમાં મહાનગરપાલિકાના ભાજપ શાસકોને મનગમતી ફ્લેવર એડ કરીને બજેટ રૂપી આઇસ્ક્રીમને મનપસંદ બનાવવાનો અવકાશ આપ્યો છે.

રૂ.5599 કરોડના સૂચિત બજેટમાં સૌથી ધ્યાનાકર્ષક બાબતો પર નજર કરીએ તો રૂ.2515 કરોડની રકમ વિકાસ કામો માટે એટલે કે કેપિટલ પ્રોજેક્ટસ ઉભા કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે પણ અહીં ઉડીને આંખે વળગે તેવો એકપણ નવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો નથી. કમિશનર શ્રી થેન્નારાશને બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને રાખીને વિકાસકામોની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા. બસ આ ફક્ત શાબ્દિક વાત છે, હકીકતમાં બજેટમાં એવી કોઇ જોગવાઇ નથી કે જે વિકાસની હરણફાળ ભરતા સુરતની શોભા વધારશે.

આગામી વર્ષે સૌથી વધુ રૂપિયા ગટરમાં નાંખવાની જોગવાઇ

સૌથી વધુ રૂપિયા સુરત મહાનગરપાલિકા આગામી બજેટમાં ગટરમાં નાંખશે એમ મનાય છે. ગટરમાં નાંખશે એનો મતલબ એમ કે સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ ડ્રેનેજ લાઇન બિજાવવા માટે માટે ખર્ચવાની જોગવાઇ કરવામાં આવી છે, કુલ રૂ.617 કરોડ કે જે કુલ કેપિટલ ખર્ચના 15 ટકા જેટલો થાય છે તે ગટરના કામોમાં ઉપયોગમાં લેવામાં આવશે.

આ રહ્યા આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં રૂપિયા ખર્ચવાની છે એના

સુરત મનપાની તિજોરી પર સૌથી મોટો બોજો પગાર ખર્ચનો રૂ.1609 કરોડ

સુરત મહાનગરપાલિકાને જે રેવન્યુ આવક થવાની છે તેમાંથી પ્રોજેક્ટ કરવાની વાત તો દૂર રહી પરંતુ, પોતાનો ખર્ચો પણ સુરત મહાનગરપાલિકા કાઢી શકવાની નથી. રૂ.2939 કરોડની રેવન્યુ આવકની સામે 3084 કરોડનો રેવન્યુ ખર્ચ થશે તેવો અંદાજ વહીવટીતંત્રે મૂક્યો છે. જેમાં સૌથી મોટો રેવન્યુ ખર્ચ પગારનો છે. કર્મચારીઓના પગાર અને ભથ્થ વગેરે માટે રૂ.1609 કરોડની જરૂરીયાત રહેશે. રૂ.727 કરોડનો તોતિંગ ખર્ચ પ્રોજેક્ટ મેઇન્ટેનન્સ તેમજ વિજળીના ખર્ચ તરીકે જરુર પડશે.

ઓક્ટ્રોલની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં કોઇ વધારો નહીં

સુરત મહાનગરપાલિકા માટે ઓકટ્રોયની આવક જબરદસ્ત હતી. પણ ગુજરાત સરકારે ઓક્ટ્રોય નાબૂદ કરતા રાજ્ય સરકારે ઓક્ટ્રોયની આવકની અવેજીમાં ગ્રાન્ટ આપવાની શરૂઆત કરી હતી. આ ગ્રાન્ટ ચાલુ વર્ષે રૂ.795 કરોડ મળવાની છે, આગામી વર્ષ માટે આ પણ ઓક્ટ્રોયના વિકલ્પ રૂપ ગ્રાન્ટની રકમ માટે રૂ.795 કરોડની જ જોગવાઇ કરવામાં આવી છે. વહીવટીતંત્રે રજૂ કરેલા ડ્ર્રાફ્ટ બજેટમાં રેવન્યુ આવકમાં સૌથી વધુ 27 ટકા હિસ્સો જ ઓક્ટ્રોયની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો છે. જો સુરત મહાનગરપાલિકા આજની તારીખે ઓક્ટ્રોય વસુલ કરતી હોત તો શું ઓક્ટ્રોયની આવકમાં વધારો ન થયો હોત, રાજ્ય સરકાર ઓક્ટ્રોયની જે આવક થતી હતી તેના આધારે ગ્રોથરેટ સાથે ગ્રાન્ટ આપી શકતી નથી. મનપામાં ભાજપ શાસકોની જ સરકાર રાજ્યમાં હોવા છતાં સ્થાનિક વામણી નેતાગીરી કશું બોલી શક્તી નથી.

પાંચ વર્ષમાં શહેરના એકેએક નળ જોડાણો પર મીટર લાગી જશે, શરુઆત આ વર્ષથી થશે

સુરત મનપાનું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનરે એક અગત્યની જાહેરાત એ કરી હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠાને નિયંત્રિત કરવા માટે, લોકો પીવાના શુદ્ધ પાણીનો દુરુપયોગ કરતા અટકે, ટ્રીટેડ પાણીનું મૂલ્ય સમજાય તે માટે દરેકે દરેક નળ જોડાણ પર મીટર લગાડવામાં આવશે. પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એકેય પાણી જોડાણ નહીં હોય જેના પર મીટર ન લગાડેલું હશે. આ વર્ષથી જ નળ જોડાણો પર મીટર લગાડવાની યોજના શરૂ કરી દેવામાં આવશે. પહેલા 100 ચો.મી. કે તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતી મિલક્તોના નળજોડાણો પર મીટર લગાડવામાં આવશે. એ પછી તબક્કાવાર 50થી 100 ચો.મી. સુધીની મિલક્તો અને એ પછી બધા જ પ્રકારની મિલ્કતોના નળ જોડાણો પર મીટર લાગી જશે. પાણીની કિંમત લોકોને ત્યારે સમજાશે.

ઉમરા-ભાઠા વચ્ચે તાપી નદી પર બરાજની જોગવાઇ ફરીથી બજેટમાં આવી

પાલિકાના વહીવટીતંત્રે રજૂ કરેલા 19-20 વર્ષના ડ્રાફ્ટ બજેટમાં ભાઠા-ઉમરા વચ્ચે તાપી નદી પર બરાજ બનાવવાની યોજના માટે ફરીથી જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ.50 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. ચાલુ વર્ષના કયા પ્રોજેક્ટ આગામી વર્ષે હાથ ધરાશે, તેમાં કેટલી રકમની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે તેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

લોલીપોપ પ્રોજેક્ટસ જુઓ કોના માટે કેટલી જોગવાઇ  થઇ છે બજેટમાં

અહીં પાંચ પ્રોજેક્ટના ફોટા રજૂ કરવામાં આવ્યા છે, સુરતવાસીઓને નજીકના ભવિષ્યમાં નહીં બલ્કે આગામી પાંચ વર્ષમાં આમાંથી એકાદ પ્રોજેક્ટ પણ જોવા મળે તો નવાઇ લાગશે.

સુરત મહાનગરપાલિકાના બજેટના મુખ્ય અંશો

  • સુરત મહાનગરપાલિકાની પોતાની આવક રૂ.844 કરોડ થવાનો અંદાજ જ્યારે ગ્રાન્ટની આવક પેટે રૂ.1295 કરોડ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળવાનો આશાવાદ
  • રૂ.2515 કરોડનું કેપિટલ બજેટ
  • કુલ આવક 18-19માં રૂ.4917 કરોડના અંદાજની સામે 19-20માં રૂ.5078 કરોડ
  • કુલ જાવક 18-19માં રૂ.5033 કરોડની સામે 19-20માં રૂ.5599 કરોડનો અંદાજ
  • આઉટકમ બેઝ્ડ બજેટ રૂ.1666 કરોડ
  • સિટી બ્યુટિફિકેશન, સ્કીલ અપગ્રેડેશન
  • રેવન્યુ આવક 18-19માં રિવાઇઝડ રૂ.2791 કરોડથી વધીને 19-20માં રૂ.2939 કરોડ થવાનો અંદાજ
  • ઓક્ટ્રોય અવેજ પેટે રાજ્ય સરકાર તરફથી રૂ.795 કરોડની આવકનો અંદાજ
  • યુઝર ચાર્જ રૂ.634 કરોડ
  •  સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેનેજ માટે ખર્ચાશે, રૂ.617 કરોડ, કુલ કેપિટલ ખર્ચના 15 ટકા ખર્ચશે.
  • 16 નવા કેપિટલ કામો 19-20 રિવાઇઝ બજેટમાં સૂચિત કરાયા
  • આખા શહેરમાં પાંચ વર્ષમાં નળ જોડાણો પર વોટર મિટર સાથે જોડી દેવાશે
  • રિચાર્જ બોરવેલ સબસિડી રૂ.20 હજારથી વધારીને રૂ.30 હજાર સુધી કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • તાપી નદીમાં 5 જગ્યાએ રીયલ ટાઇમ વોટર ક્વોલિટી મોનિટરીંગ સેન્સર લગાડવામાં આવશે
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક વખત વપરાયેલા પાણીને રિસાયકલ કરીને પુનઃ ઉપયોગમાં લઇને કુલ 10 ટકા પાણીનો જથ્થો બચાવશે. વર્ષે 1140 કરોડ લિટર પાણીની બચત
  • તાપી નદી પર ઉમરા-ભાઠા વચ્ચે બરાજ માટે રૂ.25 કરોડની જોગવાઇ
  • તમામ પ્રકારના બજારો માટે એક મેગા માર્કેટ હોલ બનાવશે
  • 113.7 રનિંગ કિલોમીટરના સિમેન્ટ કોંક્રિટ રોડ સુરત મહાનગરપાલિકાએ બનાવી દીધા
  • જંકશનો પર કોબલ બ્લોકથી કામગીરી કરવામાં આવશે. જંકશનો પર વધુ ટ્રાફિક અને રોડ ખરાબ થતા હોવાથી કોબલ બ્લોક જંકશન બનાવવામાં આવશે
  • 1019-20ના વર્ષમાં વેડ-વરીયાવને જોડતા રૂ.107.75 કરોડના નવો બ્રિજ તૈયાર કરવાની યોજના
  • 50 ઇલેક્ટ્રોનિક બસ ખરીદીને શહેરના માર્ગો પર દોડાવવામાં આવશે, આ ઇલેક્ટ્રીક બસ પ્રદૂષણ મુક્ત અને બિનખર્ચાળ હોવાથી તેનો તબક્કાવાર ઉપયોગ વધારવામાં આવશે
  • હાલમાં 275 સિટી બસ ચાલી રહી છે જેમાં વધુ 155 બસ ઉમેરવામાં આવશે, એવી જ રીતે 116 બીઆરટીએસ બસમાં વધુ 50 બસ ઉમેરવામાં આવશે.
  • 2382 બેઘર લોકો માટે લેબર ટ્રાંઝિટ એકોમોડેશન સેન્ટર ઉભા કરવામાં આવશે, જેનો ખર્ચ 22.90 કરોડ રૂપિયા
  • 84,715 આવાસો સુરત મહાનગરપાલિકા બનાવી ચૂકી છે જેનો ખર્ચ રૂ.1847.92 કરોડ
  • આગામી વર્ષ માટે કુલ 10 લાખ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે, સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટીઓમાં ગ્રીન ટોપ, ગ્રીન સ્કેપ, ગ્રીન રૂફટોપ બનાવવામાં આવશે.
  • મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફક્ત રૂ.50 લાખની જોગવાઇ, જેમાંથી ફક્ત કાગળ પરની કામગીરી એટલે કે (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ડીપીઆર બનાવાશે.
  • ઉમરા બ્રિજ ભલે તૈયાર હોય પરંતુ, હજુ ત્રણ-ચાર મહિના આ બ્રિજનો મેળ નહીં પડે. કમિશનરે ચોખ્ખા શબ્દોમાં લેખિત સ્વરૂપે આપ્યું છે કે 2019-20માં ઉમરા-પાલ વચ્ચેનો બ્રિજ ખુલ્લો મૂકી શકાશે.

આ એવા પ્રોજેક્ટ છે કે ચાલુ વર્ષ અને આગામી વર્ષ બન્ને વર્ષ માટે નાણાંકીય જોગવાઇઓ ધરાવે છે

મેજર કામો માટે આ મુજબની જોગવાઇ કરવામાં આવી છે

ઝોનવાઇઝ બજેટ આ પ્રમાણે ફાળવવામાં આવ્યું

હવા-પાણી પ્રદૂષણ માટે આ પ્રકારના પગલાંઓ ભરવાની જોગવાઇ કરવામાં આવી છે