CIA ALERT

Blog - Page 586 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
January 9, 2019
ipl2019.jpg
1min15100

ભારતનો સૌથી મોટો ક્રિકેટ-જલસો લોકસભાની ચૂંટણી અને વર્લ્ડ કપને કારણે વહેલો શરૂ થશે * ૨૩ માર્ચે થશે આરંભ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આ નવા વર્ષની સિઝન ભારતમાં યોજાશે કે અન્ય કોઈ દેશમાં એના નિર્ણયની બધા ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા અને એ નિર્ણય હવે લેવાઈ ગયો છે. આ વખતની આઇપીએલ ભારતમાં જ રમાશે અને એની શરૂઆત આગામી ૨૩મી માર્ચે થશે.

દર વર્ષે આઇપીએલની શરૂઆત એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયામાં થતી હોય છે અને મે મહિનાના અંત સુધી ચાલતી હોય છે. જોકે, આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી શક્યત: એપ્રિલ-મેમાં યોજાશે એટલે એની તારીખો સાથે આઇપીએલની તારીખો ટકરાવાની અટકળ હતી, પરંતુ આઇપીએલની શરૂઆત સામાન્ય તારીખોને બદલે વહેલી (૨૩ માર્ચથી) થશે અને આખી આઇપીએલમાં ભારતમાં રમાશે.

આ જાહેરાત, ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ) દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. આ સમિતિમાં ચૅરમૅન વિનોદ રાય અને મેમ્બર ડાયના એદલજીનો સમાવેશ છે અને તેમણે કેન્દ્રીય તથા રાજ્ય-સ્તરીય સંસ્થાઓ અને સંબંધિત સત્તાવાળાઓ સાથેની પ્રાથમિક ચર્ચા બાદ પોતાની સમિતિની બેઠક યોજી

હતી અને નક્કી કર્યું હતું કે ક્રિકેટ-વિશ્ર્વની સૌથી લોકપ્રિય તથા સૌથી સ્પર્ધાત્મક સ્પર્ધા આઇપીએલની ૧૨મી સિઝનનું આયોજન ભારતમાં થવું જોઈએ. આ લીગ ૨૩મી માર્ચે શરૂ કરવાનો પ્રસ્તાવ છે અને એનું સમયપત્રક યોગ્ય સત્તાધીશો સાથેની સલાહમસલત બાદ વિગતવાર નક્કી કરાશે.

અગાઉ આઇપીએલ માર્ચમાં શરૂ થઈ હોવાનો બનાવ વર્ષ ૨૦૧૦માં બન્યો હતો. ત્યારે સ્પર્ધા ૧૨મી માર્ચે શરૂ થઈ હતી અને પચીસમી એપ્રિલે પૂરી થઈ હતી. આ વખતે આઇપીએલ વહેલી શરૂ કરવા પાછળનું બીજું મોટું કારણ એ પણ છે કે ક્રિકેટ બોર્ડના નવા બંધારણ મુજબ આઇપીએલના અંત અને ભારતીય ટીમની નવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની શરૂઆત વચ્ચે ૧૫ દિવસનું અંતર હોવું જ જોઈએ. આગામી ૩૦મી મેથી ઇંગ્લૅન્ડમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો છે એટલે એ જોતાં આઇપીએલને ૨૩મી માર્ચે શરૂ કરીને મે મહિનાની મધ્યમાં પૂરી કરાશે. ચૂંટણી તબક્કાવાર યોજાશે અને એને ધ્યાનમાં રાખીને આઇપીએલનું ટાઇમટેબલ નક્કી કરાશે.

સામાન્ય રીતે લોકસભાના મતદાન કે મતગણતરીની તારીખો કે વડા પ્રધાનની ચૂંટણી રૅલી સાથેની તારીખો સાથે ટકરાતી હોવાથી જરૂર પડે તો આઇપીએલના આયોજન માટે વિકલ્પ તરીકે ભારત સિવાયના કોઈ દેશને પસંદ કરવામાં આવતું હોય છે. વર્ષ ૨૦૦૯ની આઇપીએલ લોકસભાની ચૂંટણીને લીધે સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી. ત્યાર બાદ ૨૦૧૪માં ચૂંટણીને લીધે અમુક મૅચો યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)માં રાખવામાં આવી હતી.

ગયા મહિને જયપુરમાં ખેલાડીઓની હરાજી યોજાઈ ત્યારે જ ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યો હતો કે વર્ષ ૨૦૧૯ની આઇપીએલ ભારતમાં જ યોજાશે.

January 8, 2019
strike.jpg
1min10160

કેટલીક સેવાઓમાં અડચણો તેમ જ રોકવામાં આવી ટ્રેન સેવાઓ

 

સરકારની કામદાર વિરોધી નીતિ અને શ્રમકાયદામાં એકપક્ષી સુધારાના વિરોધમાં દેશના ૨૦ કરોડ કરતા પણ વધુ કામદારો આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જતા બેંકિંગ સમેતની સંસ્થાઓના કામકાજ ખોરવાય જવા પામ્યા હતા. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (સીટીયુ) જણાવ્યું હતું કે હડતાળમાં બૅંકોના કર્મચારીઓ સ્વયંભુ જોડાઇ જતા સમગ્ર દેશમાં સજ્જડ રીતે કામ બંધ થયું છે. સરકારે આ હડતાળની ઘેરી અસર પહોંચી છે.

મુંબઇ મહારાષ્ટ્રની વાત કરીએ તો હડતાળની અસર સવારથી જ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી છે. મુંબઈમાં જ્યાં બેસ્ટ બસો થોભી છે, તો ત્યાં જ અન્ય રાજ્યોમાં પ્રદર્શનકર્તાઓએ રસ્તા પર ઉતરીને રોડ જામ કર્યાં અને ટ્રેન સેવાઓમાં પણ અડચણો ઊભી કરી. આ બંધમાં દેશના કેટલાય ખેડૂતો અને શિક્ષક સંઘ પણ જોડાયા છે. દરમિયાન રસ્તા પર વાહનવ્યવહાર, બેઁકના કામકાજ અને શાળાઓના ભણતર પર પ્રભાવ પડી શકવાની આશંકા છે. ટ્રેડ યુનિયનોની માંગમાં વેતન વૃદ્ધિ, રોજગાર, પ્રમોશનની સાથે સાથે ન્યુનતમ ટેકાના ભાવમાં વધારા સહિત અન્ય કેટલીય માંગણીઓ સામેલ છે.

બંગાળની વાત કરીએ તો સીએમ મુખ્યયપ્રધાન મમતા બેનર્જીની ચેતવણીની પણ બંગાળમાં કોઈ અસર જોવા મળી નથી. કેટલાય સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકર્તાઓએ રેલ્વે લાઈન બ્લૉક કરી દીધી છે, તો ઓરિસ્સામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટાયરો બાળ્યાં. ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસથી જોડાયેલ પદાધિકારીઓના કહ્યાં મુજબ આ હડતાળમાં ખેડૂતો અને બેઁકના કર્મચારીઓ પણ સામેલ છે.

આજથી શરૂ થતી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે ૧૦ જેટલા સીટીયુએ હાથ મિલાવ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ હડતાળમાં ૨૦ કરોડ કરતા પણ વધુ કામદાર જોડાતાં હડતાળ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની કામદાર તેમ જ જનતાવિરોધી નીતિના વિરોધમાં વિવિધ ક્ષેત્રના કામદારો સૌથી મોટા પ્રમાણમાં જોડાશે, એમ એઆઈટીયુસીના ૧૦ સીટીયુ દ્વારા યોજવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જનરલ સેક્રેટરી અમરજિત કૌરે પત્રકારોને કહ્યું હતું.

બુધવારે અમે દિલ્હીના મંડીહાઉસથી

સંસદભવન સુધી વિરોધપ્રદર્શન કરતું સરઘસ લઈને જઈશું અને દેશભરમાં એ જ પ્રમાણે વિરોધપ્રદર્શન કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. શ્રમકાયદામાં કરવામાં આવેલા એકપક્ષી સુધારાનો પણ અમે વિરોધ કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. સરકાર રોજગાર ઊભો કરવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે અને યુનિયનોની ૧૨ મુદ્દાની માગણીની ઘોર અવગણના કરી છે, એમ તેમણે કહ્યું હતું.

January 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18270

ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી રાજ્યમાં 18 હજાર જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રાજ્યમાં હાલ ચાલી રહી છે. આ શાળાઓમાં ધો.9થી ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસના વર્ગો ચાલી રહ્યા છે. રાજ્યની આ 18 હજારથી વધુ સ્કુલ્સમાં ટોપ ફાઇવ સ્કુલમાં જો કોઇ શાળા સામેલ હોય તો એ છે સુરતના અડાજણ રોડ પર આવેલી ભૂલકાંભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી. (વાડીવાળા) દેસાઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. ભૂલકાંભવન રાજ્યની એકમાત્ર એવી શાળા છે જેણે અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં સૌથી વધુ રેન્કર્સ સ્ટુડન્ટસ આપ્યા છે, અને હાલમાં એ-વન ગ્રેડસ પણ એટલા જ આપી રહી છે.

પૂર્વ પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ જ્યારે બાળકને યોગ્ય રીતે મળે ત્યારે જ બાળકનો કારકિર્દી ઘડતરનો પાયો મજબૂત બની શકે છે. ભૂલકાંભવન ટ્રસ્ટની શાળામાં ત્રણ વર્ષે દાખલ થતું બાળક આ જ પ્રકારે ઘડાય છે. પ્રાથમિક શિક્ષણ પૂરું થાય ત્યાં સુધીમાં તો ભૂલકાંભવનનું બાળક સર્વાંગી રીતે જીવન અને તેનો દ્રષ્ટિકોણ જોવા-જાણવા-માણવા માટે બિલકુલ સજ્જ બની જતું હોય છે. માધ્યમિક શિક્ષણમાં ધો.9 અને 10માં વિદ્યાર્થીમાં ધરબાયેલી પ્રતિભાને શોધીને યોગ્ય દિશા આપવાનું કામ થાય છે.

વ્યવસાયિક કારકિર્દીનો મજબૂત પાયો ઘડે છે ભૂલકાંભવન

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાયન્સ હોય કે કોમર્સ અહીં વિદ્યાર્થીઓની વ્યવસાયિક કારકિર્દી કઇ દિશા તરફ જશે તેનું મજબૂત ફાઉન્ડેશન થાય છે. ખાસ કરીને અહીં વાત કરવી છે ભૂલકાંભવન શાળામાં ચાલતા ધો.11-12 સાયન્સ ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ અને તેની કાર્યપદ્ધતિ અંગે. ધો.11-12 સાયન્સના અભ્યાસની વાત આવે એટલે તેની સાથે જોડાયેલી જેઇઇ મેઇન્સ, એડવાન્સ્ડ અને નીટ-ગુજકેટ જેવી પરીક્ષાનો હાઉ વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર સાહજિક રીતે તરી આવે. પણ અહીં ભૂલકાંભવનમાં આ હાઉને દૂર કરવા માટે સિસ્ટમેટિક સ્ટડી મેથડ અમલી બનાવવામાં આવી છે.

ભૂલકાંભવનમાં ધો.11-12 સાયન્સ ભણનારા વિદ્યાર્થીઓને જેઇઇ-નીટ-ગુજકેટના કે અન્ય ટ્યુશનની જરૂર રહેતી નથી

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ટ્યુશન, ક્રેશ કોર્સ કે જેઇઇ નીટ જેવી પરીક્ષા માટે લાખો રૂપિયાના પેકેજવાળા ધંધાદારી કોચિંગ ક્લાસીસની જરૂર રહેતી નથી. કેમકે અહીં ધો.11માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શાળાનું શિક્ષણ ઉપરાંત તેના માટે જરૂર પડ્યે સ્પેશ્યલ ક્લાસીસ અને તેની સાથે જ જેઇઇ, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાની તૈયારી પણ શાળા દ્વારા શાળામાં જ કરાવવામાં આવે છે. એક ફુલ ડે સ્કુલ સિસ્ટમથી અહીં ઉ.મા. વિભાગમાં સાયન્સનું શિક્ષણ આપવામાં આવે છે. સવારે 7 વાગ્યે શાળામાં આવતું બાળક બપોરે 3 વાગ્યા સુધીમાં સંપૂર્ણ અભ્યાસ બાદ ફ્રી થઇ જાય છે અને ઘરે વાંચન, લેખન કે અન્ય રચનાત્મક પ્રવૃતિ કરી શકે છે.

વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાંથી જ ફુલ-ડે સ્કુલ કન્સેપ્ટ અપનાવ્યો

જ્યારે આ સિસ્ટમ સિવાયના ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની લાઇફ જોઇએ તો સ્કુલ ટાઇમ પછી સ્કુલના ટ્યુશન અને એની સાથે જેઇઇ, નીટ, ગુજકેટના ટ્યુશન એમ રાત્રે 9.30થી 10 વાગ્યે ફ્રી થાય અને બીજા દિવસથી ફરીથી એ જ રૂટિન શરૂ. ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓની આવી હાડમારી નિહાળીને ખાસ ભૂલકાંભવન ટ્રસ્ટના મેનેજમેન્ટએ વિદ્યાર્થીઓ માટે ફુલ ડે કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે.

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોવ તો

ધો.11-12 સાયન્સમાં ભૂલકાંભવનમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે અડાજણ રોડ પર ભૂલકાંભવન સ્કુલના હોલમાં આગામી તા.10મી જાન્યુઆરી 2019ને ગુરુવારે સવારે 8 કલાકે ખાસ ગાઇડન્સ મિટીંગ રાખવામાં આવી છે. જેમાં ભૂલકાંભવન મેનેજમેન્ટ, શિક્ષકો આ શાળાની ધો.11-12 સાયન્સની ડે સ્કુલ કન્સેપ્ટ, ભણાવવાની પદ્ધિત, પ્રવેશ પરીક્ષાનું ગાઇડન્સ વગેરે આપશે.

ભૂલકાંભવન ક્યારે અને કેવી રીતે પાંગર્યું

1. Bhulka Bhavan Trust 15-03-1975
2. Pre-Primary Section 12-06-1975
3. Primary Section 06-06-1976
4. Secondary Section 01-09-1983
5. Higher Secondary Section Science Stream 01-07-1986
6. Commerce Stream 19-10-1989

 

 

January 7, 2019
main10.jpg
1min11840

લોકસભા 2019ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બે મુખ્ય રાજકીય હરીફ ભાજપા અને કોંગ્રેસ જ્યાં જ્યાં પોતાની સરકારો છે ત્યાં ત્યાં સુધા જ સામાન્ય લોકોને લાભ મળે તેવી યોજનાઓની જાહેરાતો કરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરી દેનાર કોંગ્રેસને લપડાક મળે તે માટે ભાજપાએ આજે કેન્દ્ર સરકારની કેબિનેટમાં એવો નિર્ણય લેવડાવ્યો કે જેનાથી આખા દેશના સવર્ણ (ઓપન કેટેગરી) (અનરિઝર્વ્ડ) કેટેગરીમાં આવતા તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ (સ્કુલ પછીનો અભ્યાસ)માં તેમજ સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. આ સાથે જ દેશમાં હવે અનામતનું પ્રમાણ 49 ટકાથી વધીને 59 ટકા થયું છે.

કેન્દ્ર સરકારની કેબિનેટમાં આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ પરિવારોના ઉમેદવારોને નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ સમયે 10 ટકા અનામત આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બિલ સંસદ અને રાજ્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. લોકસભાની ચૂંટણીઓ 2019માં યોજાઇ રહી છે તે પહેલા કેન્દ્રની ભાજપા સરકાર આ બિલનો અમલ કરી દેવા સાથે આગળ વધી રહી છે.

આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણનું પ્રમાણ નક્કી કરવા માટે જે તે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.8 લાખની રાખવામાં આવી છે.

News in English too

The Union Cabinet has approved 10 per cent reservation in jobs and educational institutions for the economically weak sections in the general category+. This reservation will be over and above the existing 50 per cent reservation, they said, adding that the government is likely to bring a constitutional amendment bill in Parliament on Tuesday, 8th January 2019.

“The reservation will be given to those economically backward poor people who are not availing the benefit of reservation as of now,” a source said.

The reservation benefit is likely to be availed by those whose annual income is below Rs 8 lakh and have up to five acres of land, he said.

Articles 15 and 16 of the Constitution will have to be amended for implementation of the decision, the sources added.

The move has come just ahead of the Lok Sabha elections this year.

January 7, 2019
immer-1280x720.jpg
1min7400
તા.5મી અને 6 જાન્યુઆરીના રોજ ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. એક તરફ ત્રણ ત્રણ વિમાનોને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તો બીજી તરફ ખરાબ હવામાનના કારણે 100થી વધુ ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાય જતા હજારો મુલાકાતીઓએ હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. એકલા અમદાવાદ એરપોર્ટ પર 35થી વધુ ફ્લાઇટસના સમય ખોરવાય જવા પામ્યા હતા.

(Symbolic Photo)

શનિ-રવિ, તા.5 અને 6 જાન્યુઆરી 2019ના 24 કલાક દરમિયાન ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના ત્રણ ત્રણ વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટના બનતા ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી છે કે ભારતમાં ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ ઉપરા છાપરી કયા કારણોસર આકાર પામી છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે પણ ત્રણે ઘટનાઓની ઝીણવટભરી તપાસના આદેશો જારી કર્યા છે. વિમાનના ઇમજન્સી લેન્ડિંગની એક ઘટનામાં તો વિમાન આકાશમાં 30 હજારથી વધુ ફીટની ઉંચાઇએ હતું ત્યારે જ તેનું એન્જિન એકાએક બંધ થઇ ગયું હતું. યાત્રીઓના જીવ જોખમમાં મૂકાયા ત્યારે વિમાનને સહીસલામત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

ક્યાં ક્યાં બની ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ 
ઘટના-1
રવિવાર તા.6 જાન્યુઆરીએ દુબઇ જઇ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાંત્રિક ખામી થતા મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ઘટના-2
ઇમરજન્સીની એક બીજી ઘટના રવિવારે વારાણસીમાં આકાર પામી હતી. ઇમરજન્સી લેન્ડિંગની આ ઘટનામાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલા બોઇંગ 737નું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઇટના જમણા એન્જિનમાં અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા વારાણસીમાં તાત્કાલિક લેન્ડિંગની ફરજ પડી હતી. ફ્લાઇટમાં 142 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમને બીજી ફ્લાઇટના વ્યવસ્થા કરી તેમના યાત્રા સ્થળે પહોંચાડવામાં આવશે. માહિતી મુજબ વિમાનમાં બે એન્જિન હોય છે પરંતુ ઉડાન દરમિયાન ઇંધણ ન મળતા વિમાનનું જમણું એન્જિન બંધ થઇ ગયું હતું. આ ઘટના પટનાના એરસ્પેસમાં બની હોવાથી નજીકના વારાણસી એરપોર્ટ પર તેની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
ઘટના-3
ઇમરજન્સી લેન્ડિંગની ત્રીજી ઘટના શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ના રોજ રાત્રિએ કલકત્તામાં પણ એક વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. એર ઇન્ડિયાના વિમાન AI-355 બેંગકોકથી દિલ્હી આવી રહી હતી પરંતુ ઇંધણ લિકેજ થતા ઇમરજન્સી લેન્ડિંગની સ્થિતિ ઊભી થઇ હતી.

ખરાબ વાતાવરણે દાટ વાળ્યો, 100થી વધુ ફ્લાઇટ લેટ, એકલા અમદાવાદમાં 35થી વધુ ફ્લાઇટ્સ લેટ પડી

છેલ્લા બે દિવસમાં ૧૦૦થી વધુ ફ્લાઇટ લેટ થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે.  કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે ઉત્તર ભારતથી ઉપડતી તમામ ફ્લાઇટ્સના શિડ્યૂલ ખોરવાયા હતા. દક્ષિણ તરફથી આવતી ફ્લાઇટ્સના પણ ખરાબ હવામાનને લીધે શિડ્યૂલ ખોરવાઇ ગયા હતા અને હજારો મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ આવતી અને જતી ૩૫થી વધુ ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ પડતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા.
ડોમેસ્ટિક ઉપરાંત લંડન અને શારજાહ તથા દુબઇ જતી ફ્લાઇટ્સ પણ કલાકો મોડી પડી હતી. બેંગલુરુથી અમદાવાદ આવતી અને અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટ રદ કરવી પડી હતી. ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ થતાં બાળકો અને સિનિયર સિટીઝન સાથે મુસાફરી કરતાં મુસાફરોની સ્થિતિ દયનિય બની જતી હોય છે. કનેક્ટ ફ્લાઇટ પણ ચુકી જવાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.
January 7, 2019
voterlist.jpg
1min10260

રાજ્યભરમાં સપ્ટેમ્બર-૧૮થી શરૂ થયેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વધુ ૧૩ દિવસ લંબાવાઈ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગુજરાતની મતદાર યાદીમાં ૧૦ લાખ મતદારો નવા ઉમેરાયા હતા અને સામે ૩ લાખ મતદારો રદ થતાં કુલ ૭ લાખ જેટલા મતદારો વધ્યા હતા.

સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ સંક્ષિપ્ત સુધારાણા ઝુંબેશ શરૂ થઈ ત્યારે પુરૂષો ૨.૨૯ કરોડ અને સ્ત્રીઓ ૨.૧૧ કરોડ મળીને કુલ મતદારો ૪.૪૦ કરોડ જેટલા હતા અને એમા પણ છેલ્લા એક વર્ષમાં આશરે ૭ લાખ મતદારો નવા ઉમેરાયા હતા. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર-૧૮ની સ્થિતિએ પુરૂષો ૨.૨૫ કરોડ અને સ્ત્રીઓ ૨.૦૭ કરોડ મળીને કુલ મતદારો ૪.૩૩ કરોડ જેટલા હતા. રાજ્યમાં નવી મતદાર યાદી ૪ જાન્યુઆરીએ પ્રસિદ્ધ થવાની હતી પરંતુ ટેક્નિકલ કારણોસર જિલ્લાસ્તરેથી ડેટા અપડેટ નહિ થવાથી બે અઠવાડિયા સમય લંબાવાયો છે. ભૂતકાળમાં અનેક વખત સુધારણા કાર્યક્રમને લંબાવાયો છે. રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ રાજ્યમાં જિલ્લાવાર તથા વિધાનસભા ક્ષેત્રવાર નવી મતદારયાદીઓ જાહેર કરવામાં આવશે, જે લોકસભા ચૂંટણી માટે ફાઈનલ મતદાર યાદી ગણાશે અલબત્ત ચૂંટણી સુધી આ યાદીમાં નવા મતદારો તેમના નામ સામેલ કરાવી મતદાન કરી શકશે.

દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત કચેરી દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશની સાથોસાથ ચૂંટણી માટે ઉપયોગમા લેવાનારા સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી અને મતદાર કેન્દ્રો ખાતે વ્યવસ્થા ચકાસણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી જ મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા સહિતની સુધારાની કામગીરી ચાલી રહી છે.

January 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5760
  • બોટાદ, રાજકોટ શહેર-ગ્રામ્ય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત
  • રોકડ, સોના-ચાંદીના દાગીના, છ મોબાઈલ સહિત રૂ.1.પ7 લાખનો મુદ્દામાલ કબજે

બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં તરખાટ મચાવનાર બોટાદના રાણપુર ગામની મારવાડી છારાગેંગના સગીર સહિત છ શખસોને એલસીબીના સ્ટાફે ઝડપી લઈ નાની-મોટી 100 ચોરીના ભેદ ઉકેલ્યા હતા અને રૂ.1.પ7 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની સત્તાવાર માહિતી મુજબ બોટાદના રાણપુર  ગામે ખોડિયારનગર (છારાનગર)માં રહેતો મારવાડી વનરાજ ઉર્ફે રીતીક શામજી રાઠોડ, મારવાડી આસીક રાકેશ રાઠોડ, મારવાડી વજેસિંહ રાજેસિંહ ચૌહાણ, મારવાડી ભસ્મા રમેશ રાઠોડ, મારવાડી અશ્વિન શામજી રાઠોડ અને સગીર કિશોર સહિતની મારવાડી છારાગેંગ બોટાદ સહિતના અન્ય જિલ્લાઓમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ઝડપી લીધા હતા અને આકરી પૂછતાછ કરતા બોટાદ, રાજકોટ શહેર-ગ્રામય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે મારવાડી છારાગેંગ પાસેથી રૂ.1800 ની રોકડ તથા લેપટોપ, છ મોબાઈલ, પાણીની મોટર, સોના-ચાંદીના દાગીના  સહિત રૂ.1.પ7 લાખની માલમતા કબજે કરી હતી.

છારાગેંગ પરપ્રાંતીય મજૂરોના મકાનમાં દિવસે હાથફેરો કરી લેતા હતા. ચોરી કરવાના સ્થળે મજૂરોના ઝૂંપડા પાસે ઝૂંપડા બાંધતા હતા અને મજૂરો કામે ગયા  હોય ત્યારે દિવસે હાથફેરો કરી લેતા હતા. તેમજ શહેરી વિસ્તારમાં બપોરના સમયે મકાનોમાં હાથફેરો કરતા હતા. વજેસિંહ રાજસિંહ ચૌહાણ અગાઉ ટંકારામાં ચોરીના ગુનામાં અને રાણપુરમાં દારુ પીધેલાના ગુનામાં પકડાઇ ચુકયો છે.

January 6, 2019
gst.jpg
1min12560

અગાઉ જીએસટી રિટર્ન ફાઇલ કર્યા પછી બીજા મહિને રિટર્ન ફાઇલ નહીં કરનારાઓની સંખ્યા 10 ટકા પરથી 28 ટકા થઇ ગઇ

કોમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ પણ ઘટયા : નાણાંખાતાના રાજ્યપ્રધાને’ વિગત આપી

ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમના ડિલરો સહિત ટેકસ ભરનારાઓનો દર ઘટતો જોવા મળે છે. આથી સત્તાવાળાઓએ આ ટેકસ ન ભરનારાઓને શોધવાની કામગિરી હાથ ઉપર લીધી છે. જે કરદાતાઓએ જીએસટી હેઠળ રિટર્ન ફાઇલ નથી કર્યા તેની ટકાવારી નવેમ્બર-2017માં જે 10.58 ટકા હતી તે નવેમ્બર-2018માં વધીને 28 ટકા થઇ ગઇ છે એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

કોમ્પોઝીશન સ્કીમ હેઠળ પણ આમ જ બન્યુ છે અને રિટર્ન ફાઇલ ન કરનારાઓની ટકાવારી જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન 25.37 ઠકા થઇ હતી જે 2017ના ગાળામાં 15.03 ટકા હતી. કોમ્પોઝીશન સ્કીમ હેઠળ વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં નીચા મામૂલી દરનો ટેકસ ભરે છે. નાણાં ખાતાએ દર્શાવેલા આ આંકડા’ કોમ્પોઝીશન સ્કીમ ડિલરો સહિત ટેકસ ભરનારાઓમાં ઘટાડાનો પ્રવાહ જોવા મળે છે.

જીએસટી હેઠળ કર ભરવાના પ્રમાણમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. જીએસટી હેઠળ રેવન્યુ કલેકશન આમેય ચિંતાનો વિષય છે અને આ વર્ષે બજેટના લક્ષ્યાંકો પૂરા થાય તેમ નથી લાગતું. આ રીતે કર ઓછો આવતા હવે કોમ્પોઝીશન સ્કીમને સર્વીસ પ્રોવાઇડરોમાં દાખલ કરવામાં અડચણો ઉભી થવાની સંભાવના છે. જો આ ગુમ થયેલા કરદાતાઓને શોધવા તેમના ઓફિસ અને ઉત્પાદન સ્થળો ઉપર કર સત્તાવાળાઓને રૂબરૂ તપાસ માટે પ્રવેશવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ નાણાંખાતાના રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

January 5, 2019
SGCCI.jpg
1min7260

ચેમ્‍બરના ‘સીટેક્ષ- ર019′ પ્રદર્શન દરમિયાન‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો

 ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે યોજાયેલા સીટેક્ષ ર019 પ્રદર્શન દરમિયાન ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ટેક્ષટાઇલ મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા, શ્રી ઇસ્‍માઇલ શરીફ (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), શ્રી સિદ્ધેશ્વર ડોમ્‍બે (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર) અને શ્રી પરેશ શાહ (સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ, સ્‍મોલ એન્‍ટરપ્રાઇઝીસ બેન્‍કીંગ, યસ બેન્‍ક લિ.)એ ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીમાં જુદા-જુદા સેકટરની અદ્યતન મશીનરી, સરકારની વિવિધ યોજનાઓ અને ફાયનાન્‍શીયલ બાબતો વિશે માર્ગદર્શન આપ્‍યુ હતુ.

સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્‍ય રજૂ કર્યુ

શ્રી સચિન અરોરાએ સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી ઉપર વકતવ્‍ય રજૂ કર્યુ હતુ. તેમણે કહયુ હતુ કે, ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝના જુદા-જુદા સેકટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા રૂપિયા 6 હજાર કરોડથી 7 હજાર કરોડ સુધીની મશીનરી ભારતમાં આયાત કરવામાં આવે છે. જેમાં સ્‍પીનીંગ, વિવિંગ, પ્રોસેસિંગ અને ગારમેન્‍ટીંગ સુધીના તમામ ઇકવીપમેન્‍ટનો સમાવેશ થાય છે.તેમણે ગ્‍લોબલ માર્કેટમાં ટેકનીકલ ટેક્ષટાઇલમાં વર્ટીકલ એમ્‍બ્રોઇડરી મશીન, હાઇસ્‍પીડ શટલ બેઇઝ મશીન, હાઇસ્‍પીડ શટલ લેસ રેપીયર લૂમ્‍સ તથા તેમના થકી થતુ પ્રોડકશન અને ઇકો ફ્રેન્‍ડલી સોલ્‍યુશન સિસ્‍ટમ વિશે માહિતી આપી હતી.

ઇસ્‍માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીમાટે ભારત સરકારની એમએસએમઇ સ્‍કીમ વિશે માહિતી આપી

શ્રી ઇસ્‍માઇલ શરીફે ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ભારત સરકારની એમએસએમઇ સ્‍કીમ વિશે માહિતી આપી હતી. તેમણે કહયુ હતુ કે નવી વિવીંગ, નીટીંગ અને પ્રોસેસિંગ મશીનરી માટે સરકાર 10 ટકા સબસિડી આપે છે. કમ્‍પોઝીટ યુનિટ્‍સ માટે સરકાર 15 ટકા સબસિડી આપે છે. તેમણે ગૃપ વર્કશેડ સ્‍કીમ વિશે જણાવ્‍યુ હતુ કે નાના વેપારીને 4 યુનિટ્‍સ માટે સરકાર તરફથી સહાયતા મળી શકે છે. આ સ્‍કીમમાં 4 વેપારીઓની જરૂર હોય છે, જેઓ ચાર – ચાર અથવા છ – છ યુનિટ્‍સ એકસાથે મળીને એકજ સ્‍થળે નાંખી વેપાર શરૂ કરી શકે છે. આ સ્‍કીમમાં કન્‍સ્‍ટ્રકશન માટે પણ સહાયતા મળે છે.

સિદ્ધેશ્વર ડોમ્‍બેએ યાર્ન બેન્‍ક સ્‍કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમ વિશે માહિતી આપી

શ્રી સિદ્ધેશ્વર ડોમ્‍બેએ યાર્ન બેન્‍ક સ્‍કીમ અને કારીગરો માટે યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમ વિશે માહિતી આપી હતી. યુનિવર્સલ ઇન્‍સ્‍યુરન્‍સ કવરેજ સ્‍કીમમાં કારીગરે વર્ષે રૂપિયા 80 ભરવાના હોય છે અને તેની સામે સરકાર તેમને રૂપિયા બે લાખનો વીમો આપે છે. સાદા લૂમ્‍સને અપગ્રેડ કરવા માટે પણ સરકાર સબસિડી આપે છે. આ ઉપરાંત સોલાર પ્‍લાન્‍ટ માટે આપવામાં આવતી સબસિડી વિશે પણ તેમણે માહિતી આપી હતી.

શ્રી પરેશ શાહે એમએસએમઇ ફાયનાન્‍સીંગમાં વોકીંગ ફાયનાન્‍સીંગ અને પ્રોજેકટ ફાયનાન્‍સીંગ અંગે માહિતી આપી હતી.

સેમિનારમાં ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલ અને સીટેક્ષ ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક વિધીઓ કરી હતી. સેમિનારમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓના સવાલોના જવાબ આપવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ સેમિનારનું સમાપન થયુ હતુ.

January 5, 2019
sg2.jpg
1min11900

કેન્દ્રીય કપડા મંત્રી સમક્ષ ભલે ફોગવાના આગેવાનો અશોક જીરાવાળા, મયુર ગોળવાલા, આશિષ ગુજરાતીએ કાળા વાવટા બતાવીને અપરિપક્વતા દાખવી હોય પરંતુ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પરિપક્વતા દાખવતા આજે વિવર્સ સમેત ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટક પક્ષોને કનડતા ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટી સમેતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓની ટીમ સમક્ષ મુદ્દાસર રજૂઆતો કરીને સમગ્ર ઉદ્યોગના હિતમાં ઝડપભેર નિકાલ લાવવા માટે રજૂઆતો કરી હતી. ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટીના પ્રશ્નોની ઘેરી અસરથી જીએસટી અધિકારીઓને વાકેફ કર્યા હતા. નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓ સમક્ષ આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થયેલી રજૂઆતો આગામી દિવસોમાં રંગ લાવશે અને પરીણામદાયી માહોલ સર્જાશે એ બાબત હવે નિશ્ચિત બની છે.

ફોગવાના કેટલાક આગેવાનોએ બગાડેલી બાજી હવે ચેમ્બર દ્વારા સુધારવામાં આવી રહી છે

ફોગવાના કેટલાક આગેવાનોએ ક્રેડિટ લેપ્સના મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધીનું નામ લઇને ડહોળી નાંખેલા સમગ્ર મામલામાં હવે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સમગ્ર ઉદ્યોગના વિશાળ હિતમાં કેન્દ્ર સરકારને મોટું મન રાખીને મામલો ઉકેલી આપવા માટે રજૂઆતોનો દૌર શરૂ કર્યો છે. સૂત્રો જણાવે છે કે ચેમ્બરના પ્રયાસોને પગલે ક્રેડિટ લેપ્સ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના સ્પર્શતા મોટા ભાગના પ્રશ્નોનો ટૂંક સમયમાં તબક્કાવાર નિકાલ શરૂ થઇ જશે.

આજે તા.5મી જાન્યુઆરી 2019ના રોજ સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા નવી દિલ્‍હીથી સુરત આવેલા જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે.રહમાન તથા તેમની ટીમ સમક્ષા ક્રેડીટ લેપ્‍સના નિરાકરણ માટે તેમજ જીએસટીના વિવિધ પ્રશ્‍નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્‍બર તથા અન્‍ય વિવરઅગ્રણીઓએ વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્‍યવસ્‍થા જીએસટી વિભાગ દ્વારા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ વિશાળ વિવર્સ આલમનું હિત જોતા વહેલી તકે ઉકેલ લાવી આપવા રજૂઆત કરી

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે. રહમાન તથા તેમની ટીમ સમક્ષ ક્રેડીટ લેપ્‍સનો મામલો ઉકેલવા તેમજ જીએસટીના અન્‍ય પ્રશ્‍નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમણે કહયુ હતુ કે, ક્રેડીટ લેપ્‍સના મામલે સૌથી વધુ વિવર્સ આલમ અસરગ્રસ્‍ત થઇ છે. આથી હવે આ મામલે વહેલી તકે બધાને નિરાકરણ જોઇએ છે.

વિવર્સ અગ્રણી હિમાંશુ બોડાવાલાની રજૂઆતો

વિવર્સ અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલાએ એવી રજુઆત કરી હતી કે, વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને રૂપિયામાં વિવર્સને નહીં આપવામાં આવે તો ચાલશે પણ એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્‍યવસ્‍થા સરકાર દ્વારા કરવામાં આવે.

વિવર્સ અગ્રણી રાજેન્દ્ર લાલવાલાની રજૂઆતો

વિવર્સ અગ્રણી શ્રી રાજેન્‍દ્ર લાલવાલાએ રજૂઆત કરી હતી કે નેરો ફેબ્રિકસમાં જરી બોર્ડરને જીએસટીના સ્‍લેબમાં કાપડથી અલગ કરી દેવામાં આવી છે. ફેબ્રિકસની ઉપર 5 ટકા જીએસટી લાગુ પડે છે ત્‍યારે એ જ કાપડમાંથી કાપીને છુટી કરવામાં આવેલી લેસને 1ર ટકા જીએસટી સ્‍લેબમાં ગણવામાં આવે છે. જયારે પ્રોડકટ તો એક જ છે. આથી જરી બોર્ડરનો પણ કાપડના 5 ટકા જીએસટી સ્‍લેબમાં સમાવેશ કરવામાં આવે.

જરી ઉદ્યોગના અગ્રણી બિપીન જરીવાલાની રજૂઆતો

જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલાએ એવી રજૂઆત કરી હતી કે કોપર, બ્રાઝ અને સિલ્‍વરબેઇઝ ટ્રેડીશનલ જરી અને મેટાલીક જરીને જીએસટીમાં એકજ હેડમાં રાખી એની ઉપર 1ર ટકા જીએસટી લાગુ કરવામાં આવ્‍યો છે. આથી આ બંનેને અલગ – અલગ હેડમાં નાંખવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. મેટાલિક જરી ઉપર ભલે 1ર ટકા જીએસટી સ્‍લેબ રહે પણ ટ્રેડીશનલ જરી માટે જીએસટી 1ર ટકામાંથી ઘટાડીને પ ટકા કરવામાં આવે એવી રજૂઆત થઇ હતી.

નવી દિલ્‍હી જીએસટી વિભાગના ત્રણ અધિકારીઓની ટીમ સમક્ષ વિવર અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલા અને શ્રી રાજેન્‍દ્ર જરીવાલા, કીમ – પીપોદરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી રસિક કોટડીયા અને ઉપપ્રમુખશ્રી જયંતિ જોલવા, ચેમ્‍બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રાજેન્‍દ્ર ચોખાવાલા, ઉદ્યોગપતિ શ્રી ધીરુભાઇ શાહ, જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલા અને દિપક જરીવાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.