CIA ALERT

Blog - Page 557 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 23, 2019
IMG_0927-1280x853.jpg
1min6750

ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. હોય કે પછી કોઇપણ સ્ટેટ બોર્ડમાંથી ધો.10ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ એ જ થતી હોય છે કે ધો.11-12 કયા ક્ષેત્રમાંથી કરવું જોઇએ.

આ અંગે ઝીણવટભરી માહિતી સામાન્ય લોકોને મળે તે માટે ન્યુઝ પોર્ટલ ખબર છે ડોટ કોમ સાથે શિક્ષણ સર્વદાએ કારકિર્દી માર્ગદર્શનની સિરીઝ શરૂ કરી છે. અહીં પ્રસ્તુત છે ધો.10 પછી શું કરવું તે અંગેનું માર્ગદર્શન

ધોરણ 10ની પરીક્ષા આપ્યા પછી શું ભણવું?

ધોરણ 10ની પરીક્ષા આપ્યા પછી શું ભણવું?

Posted by Khabarchhe on Friday, 22 March 2019

March 23, 2019
guj.jpg
1min8710

ગુજરાતની ચૂટણીઓમાં કાળાં નાણાંની રેલમછેલ છચી હોવાનુ સૌ કોઈ જાણે છે. ત્યારે આ વખતે વધુ પ્રચાર ખર્ચ ધરાવતા ક્ષેત્રોમાં વોચ રાખવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાળાં નાણાનો ઘૂમ વેડફાટ થતો હોય તેવા 28 વિધાનસભા ક્ષેત્રો અલગ તારવી 18 જેટલા ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ રાજકીય પક્ષો અને ઉમેદવારોના ખર્ચા ઉપર નજર રાખશે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂઠણી પંચ રાજ્યની પ્રત્યેક લોકસભા બેઠક દીઠ એક એક્સ્પેન્ડિચર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ 26 બેઠકો માટે 26 ખર્ચ નિરિક્ષકો ઉપરાંત વધારે ખર્ચની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા 28 વિધાનસભા ક્ષેત્રો વચ્ચે વધારાના 18 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. જોકે 28 વિધાનસભા ક્ષેત્રો ક્યા છે તે અંગે ચૂટણી અધિકારીઓ જણાવતા નથી પણ આમા અમદાવાદના બે વિધાનસભા અને પંચમહાલ શહેરના વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ હોવાનું સૂત્રોથી જાણવા મળે છે. દરમિયાન વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે કુલ 31 ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતા. જેમાંથી બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢ બેઠકો માટે નોંધનીય રીતે બે-બે ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.

March 23, 2019
uttar_pradesh_3054702_835x547-m.jpeg
1min5760

કેન્દ્રિય પ્રધાન કૃષ્ણારાજ અને ‘પછાત જાતિ રાષ્ટ્રીય પંચ’ના અધ્યક્ષ રામશંકર કથેરિયા સહિત છ વર્તમાન સાંસદોને પ્રથમ યાદીમાં ટિકિટ ન આપી ભાજપે આશ્ર્ચર્ય સર્જ્યું છે. ભાજપે વારાણસથી વડા પ્રધાન મોદીને, ગૃહપ્રધાન રાજનાથસિંહને લખનૌથી, સ્મૃતિ ઈરાનીને અમેઠીમાંથી ઉમેદવાર બનાવ્યા છે. ભાજપની જાહેર થયેલી પ્રથમ યાદીમાં કૃષ્ણારાજ (શાહજહાનપુર- એસસી), રામશંકર કથેરિયા (આગ્રા- એસસી), અંશુલ વર્મા (હરદોઈ-એસસી), બાબુલાલ ચૌધરી (ફતેપુર સિક્રી), અંજુ બાલા (મિસરિબ- એસસી) અને સત્યપાલ સિંહ (સંભલ) એમ છ સાંસદની ટિકિટ કાપી છે.યુપીના બાગપત, બિજનોર, ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, કૈરાના, મેરઠ, મુઝફ્ફરનગર અને સહરાનપુરમાં 11મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે.

કાનપુરથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશી, પિલીભીતથી કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, તેમના પુત્ર અને સુલ્તાનપુરના સાંસદ વરુણ ગાંધીને ટિકિટ મળશે કે નહીં તે બાબતમાં હજુ કંઈ માહિતી મળી નથી. આ બેઠકોના ઉમેદવારના નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા ન હતા.

પ્રથમ યાદીમાં રાઘવ લખનપાલ (સરહાનપુર), સંજીવકુમાર બલિયાન (મુઝફફરપુર), કુંવર ભારતેન્દ્ર સિંહ (બીજનોર), રાજેન્દ્ર અગ્રવાલ (મેરઠ), કેન્દ્રિય પ્રધાન સત્યપાલસિંહ (બાગપત), કેન્દ્રીય પ્રધાન વી. કે. સિંહ (ગાઝિયાબાદ) અને કેન્દ્રીય પ્રધાન મહેશ શર્મા (ગૌતમ બુદ્ધનગર)ને ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા.

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજને પણ ટિકિટ મળી છે. તાજેતરમાં ભાજપ નેતૃત્વને આડકતરી ચીમકી આપતા સાક્ષી મહારાજે કહ્યું હતું કે “જો મારી બાબતમાં કોઈ અન્ય નિર્ણય લેવામાં આવે તો ભાજપ માટે પરિણામ સારું નહીં રહેશે.

ઉમેદવારોની યાદી જાહેર થઈ તે પછી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન મોદી, અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ‘બધા ઉમેદવારોને મારા અભિનંદન. દરેક મતવિસ્તારમાં કમળ ખીલે તેવા પ્રયત્ન કરી ફરી એકવાર મોદી સરકાર લાવીએ. મથુરાથી ટિકિટ મેળવનારા હેમા માલિનીએ કહ્યું કે, “મને ફરી ટિકિટ આપવા બદલ મોદીજી, અમિત શાહજી અને ચૂંટણી સમિતિના અન્ય સભ્યોનો હું આભાર માનું છું.2014ની ચૂંટણીમાં મોદીએ 5,81,002 મત મેળવી ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલને 3,71,784 મતથી હરાવ્યા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને લગભગ એક લાખ મતથી હરાવ્યા હતા.

March 23, 2019
modi_budget.jpg
1min6060

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હવાઇદળ દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાંની ત્રાસવાદી છાવણીઓ પર કરાયેલા હુમલા અંગે શંકા વ્યક્ત કરનારા હરીફ રાજકીય પક્ષોના નેતાઓની આકરી ટીકા કરતા શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે કરેલા હવાઇ હુમલા અંગે શંકા વ્યક્ત કરનારા લોકો આપણા લશ્કરનું અપમાન કરી રહ્યા છે. મોદીએ કૉંગ્રેસની વિદેશમાંની બાબતો સંભાળતા સામ પિત્રોડાની ટીકા કરતા ટ્વીટ કર્યું હતું કે મુંબઈ પરના ત્રાસવાદી હુમલા બાદ ભારત હવાઇ હુમલા કરી શક્યું હોત, પરંતુ હવે આ રીતે જવાબ આપવાનો સમય આવી ગયો છે.

મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ પોતાના શાસનકાળમાં ત્રાસવાદી પરિબળોને જડબાતોડ જવાબ આપવાની અનિચ્છા ધરાવતો હતો, પરંતુ હવે ‘નવું ભારત’ છે અને અમે ત્રાસવાદીઓ જે ભાષામાં સમજે છે એમાં જવાબ આપવામાં માનીએ છીએ.

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનને શહીદ કરનારો હુમલો ચૂંટણીમાં મત મેળવવા માટેનું ‘ષડ્યંત્ર’ ગણાવનારા સમાજવાદી પક્ષના નેતા રામ ગોપાલ યાદવની પણ મોદીએ આકરી ટીકા કરી હતી.

દરમિયાન, કેન્દ્રના પ્રધાન અરુણ જેટલીએ સામ પિત્રોડાની ભારતીય હવાઇદળના હુમલાને લગતી ટિપ્પણીને ‘કમનસીબ’ અને પાકિસ્તાન માટે ‘આશીર્વાદ’ સમાન ગણાવી હતી.

જેટલીએ જણાવ્યું હતું કે દુનિયામાં ભારત સિવાય કોઇપણ દેશ ત્રાસવાદીઓ અને દુશ્મનો પરની સર્જિકલ સ્ટ્રાઇકની ટીકા નથી કરતો.

સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે દેશના સશસ્ત્ર દળોનાં બલિદાનની સામે ક્યારેય સવાલ ઉઠાવવો ન જોઇએ, પરંતુ કેન્દ્ર સરકારે પોતે જ ‘ભારતીય લશ્કર’ હોવાનો દેખાવ કરવો ન જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં રાજકારણીઓને સવાલો કરવાનો જનતાનો મૂળભૂત અધિકાર છે.

ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે વિરોધ પક્ષોના નેતાઓના દિલ ત્રાસવાદીઓ માટે ધડકે છે, જ્યારે અમારું હૃદય ત્રિરંગા માટે ધબકે છે.

March 22, 2019
gst.jpg
1min14500
  • નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક
  • અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી

નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક છે. કરદાતાઓએ વર્ષ 2017-’18 અને 2018-’19ના તેમના જીએસટીઆર-2એ રિટર્ન ચેક કરવા જોઈએ અને જો તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ જમા હોય અને અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી જોઈએ. વર્ષ 2018-’19ની પેન્ડિંગ આઇટીસી સપ્ટેમ્બર 2019 સુધીમાં ક્લેમ કરી શકાય છે પરંતુ કરદાતાઓ માર્ચ 2019ના જીએસટીઆર-૩બીમાં જ તે ક્લેમ કરી લે તે સલાહભર્યું છે.

અગાઉ બિઝનેસે ઈનવોઇસ જનરેટ કર્યાં હોય, ટેક્સ ભર્યો હોય અને રિટર્ન ભર્યાં હોય તેના આધારે આઇટીસી ક્લેમ મંજૂર થતા હતા પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી) એવો આદેશ કર્યો છે કે જીએસટીઆર-2 સાથે Input Tax Credit આઇટીસી ક્લેમ મેચ થવા જરૂરી છે.

સપ્લાયરોએ રિટર્ન ફાઇલ કર્યાં હોય તેના આધારે જીએસટીઆર-2 તૈયાર થાય છે, જે સિસ્ટમ જનરેટેડ છે. જીએસટી અમલીકરણના પ્રથમ નાણાકીય વર્ષ (જુલાઈ 2017થી માર્ચ 2018)ની બાકી આઇટીસી ક્લેમ કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2018 હતી તે લંબાવીને 31 માર્ચ કરવામાં આવી છે.

જો અગાઉના કોઈ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં ભૂલ થઈ હોય અથવા ખોટી કે અધૂરી માહિતી અપાઈ હોય તો તે પણ માર્ચ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં સુધારી લેવી જરૂરી છે જેથી વાર્ષિક સમરી સાથે જીએસટીઆર-3બી મેચ થઈ શકે.

March 22, 2019
kohli-dhoni-ipl.jpg
1min13270

T20 ક્રિકેટનો મહાકુંભ એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ તા.23મી માર્ચના રોજ શરૂ થશે. શનિવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ અને ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી IPL શરૂ થશે. ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ રમાશે. ચેન્નાઈ ગત સિઝનની સાથે ત્રણ આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. બંને ટીમોની સરખામણી કરીએ તો ધોનીની ચેન્નાઈ સામે બેંગાલુરુની ટીમ યુવાન છે.

આવો છે રેકોર્ડ

બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 15 મેચ રમાઈ ચૂકી છે. બંને ટીમો 7-7 મેચ જીતી ચૂકી છે, તો એક મેચ રદ થઈ હતી. જો કે RCBએ 2014ની સિઝન બાદ ક્યારેય ચેન્નાઈની ટીમને હરાવી નથી.

અનુભવી વિ. યુવા ખેલાડીઓ

ચેન્નાઈની ટીમમાં ધોની અને વોટ્સન બંને 37 વર્,ના છે, તો બ્રાવો 35 અને ફાક ડુ પ્લેસિ 34 વર્ષના છે. રાયડુ અને કદાર જાધવ 33 વર્ષના છે. સામે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં મોટા ભાગના ખેલાડીઓ યુવાન છે.

ચેન્નાઈના સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર એનગીડી ઈજાગ્રસ્ત છે. હવે ટીમ પાસે વિદેશી ફાસ્ટ બોલર માત્ર ડ્વેન બ્રાવો છે. ત્યારે બેંગ્લોર સામેની મેચ દરમિયાન ચેન્નાઈનો આધાર સ્પિનર્સ પર રહેશે.

March 22, 2019
jklf.jpeg
1min13740
  • અગાઉની સરકારોએ યાસીન મલિક અને તેના જેવા નેતાઓ અને તેમની સંસ્થાઓને સુવિધાઓ જ આપ્યે રાખી હતી
  • અગાઉની એકેય સરકારોએ યાસિન મલિક કે અન્ય અલગાવવાદીઓ સામે પગલાં ભરવાથી કિનારો કર્યે રાખ્યો હતો

ચૂંટણીના સમયે તો ચૂંટણીના સમયે પરંતુ, નરેન્દ્ર મોદી સરકારની હિંમતને દાદ આપવી ઘટે. અત્યાર સુધી જેની સામે અગાઉની સરકારોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એવા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની સંસ્થા JKLF પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. દેશના મોટા ભાગના મોદી સરકારના આ નિર્ણયથી ખુશી અનુભવી રહ્યા છે. આ સંસ્થાની આડમાં યાસીન મલિક અનેક રીતે આતંકીઓનો પોષતો હોવાની પાક્કી બાતમીઓ મળી હતી. યાસીન મલિક અને તેની સંસ્થા JKLF સામે 27 જેટલી એફ.આઇ.આર. પણ દર્જ થઈ ચૂકી છે.

ગઇ તા. 26 ફેબ્રુઆરીએ NIAએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં યાસીન મલિક, શબ્બીર શાહ, મીરવાઈઝ ઉર ફારુક, મોહમ્મદ અશરફ ખાન, મસર્રત આલમ, ઝફર અકબર ભટ્ટના નામ સામેલ હતા જેના ભાગરૂપે આતંકવાદ સામે કેન્દ્ર સરકારે વધુ કાર્યવાહી હાથ ધરીને આજે તા.22મી માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ લાદી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે આ પ્રકારની હિંમત કરી છે, અગાઉની સરકારોએ યાસિન મલિક અને તેના જેવા અનેક કાશ્મીરી અલગાવવાદીઓને સુવિધાઓ જ ધર્યે રાખી હતી.

મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFને આતંક વિરોધ કાયદા અંતર્ગત પ્રતિબંધિત કર્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અલગાવવાદીઓ સામે મહત્વનો નિર્ણય છે. અલગાવવાદી નેતા યાસીન મલિક JKLFના પ્રમુખ છે.

JKLF પર સમયાંતરે આતંકી ગતિવિધિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. JKLF પર પ્રતિબંધના સરકારના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ સચિવ રાજીવ ગાબાએ કહ્યું કે JKLF વિરુદ્ધ 27 FIR નોંધાઇ ચૂકી છે. જેમાં વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યાના કેસ અને મુફ્તી મોહમ્મદ સઈની પુત્રી રુબૈયા સઈદના અપહરણનો કેસ સામેલ છે. રાજીવ ગાબાએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદે ફંડિંગમાં જવાબદાર છે. આ સંગઠન ફાળો એક્ઠો કરીને ખીણમાં અશાંતિ ફેલાવે છે. જેનાથી હુર્રિયતના કાર્યકર્તાઓ અને પત્થરબાજોને પૈસા મળે છે.

JKLFને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, એટલે તેના વિરુદ્ધમાં ત્રણ મહિનાથી પગલાં લેવાઈ રહ્યા હતા. આ પહેલા સરકાર જમાત એ ઈસ્લામી પર પણ પ્રતિબંધ મૂકી ચૂકી છે. ઈડીએ પણ પાછલા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં દરોડા કર્યા હતા. ઈડીએ યાસીન મલિકના કેટલાક ઠેકાણાંઓ પર પણ દરોડા કર્યા હતા.

 

March 22, 2019
road-safety-council-logo.jpg
1min17600
મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના બિલ્ડીંગોના મનઘડંત નિયમો સામે પોલિસ કમિશનરની લાલ આંખ
પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇઃ
રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં પોલિસ કમિશનર કચેરીના સભાખંડમાં શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી.
રોડ સેફટી કાઉન્સીલના સભ્યની એક રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ શહેરના એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગોમાં આવતા મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના મનઘડંત નિયમો સામે લાલ આંખ કરતા જણાવ્યું કે, ખાસ કરીને મોટા વરાછા, યોગી ચોક, સરથાણા, કતારગામ સહિતના વિસ્તારોમાં એપાર્ટમેન્ટના ગેટ પર ‘મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા’, ‘પાર્કિંગ ફક્ત સોસાયટીના સભ્યો માટે જ છે.’ એવા લખાણ વાળા બોર્ડ લગાવી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે.
કેટલાક સાંકડા રસ્તા પરની રહેણાંક બિલ્ડીંગોના આવા ગેરકાયદેસર નિયમોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્દ્ભવે છે. પોલિસ કમિશનરશ્રીએ સોસાયટી-એપાર્ટમેન્ટ દ્વારા મહેમાનો અને મુલાકાતીઓને રેસિડેન્સીની બહાર પાર્કિંગ કરવા માટે દબાણ કે ફરજ પાડી શકાય નહી એમ જણાવી આવું કરીને મનમાની કરતી બિલ્ડીંગોના જવાબદાર હોદ્દેદારો સામે સખ્ત કાર્યવાહી કરવાની તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે શહેરમાં આ પ્રકારની બિલ્ડીંગો પર જાત તપાસ કરી કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુરત એ.આર.ટી.ઓ. શ્રી ડી.કે.ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન, કાયદાકીય જોગવાઇઓ સંબંધિત જાણકારી આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્કૂલ કોલેજો દ્વારા પણ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને જાણકારી આપવામાં આવે તે માટે શાળાઓને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે. તેમણે અડચણરૂપ થાય તેવી જગ્યાએ પાર્કિંગ કરનારા સામે સખત દંડનાત્મક કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ સૂરત શહેરમાં ટ્રાફિક, વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સમસ્યાને નિવારી શકાય, લોકો ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરે, રોડ પર દબાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય, શહેરીજનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અને જનજાગૃતિ વિષયક સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
March 22, 2019
nit-kurukshetra.jpg
1min8040

જયેશ બ્રહ્મભટ્ટ

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.

 

કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.

કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.

 

March 22, 2019
data.jpg
1min1605

જયેશ બ્રહ્મભટ્ટ

જો તમારા બાળકે ધો.10 કે ધો.12ની પરીક્ષા આપી હોય અને તમારા મોબાઇલ નંબર પર કોઇ કોચિંગ ક્લાસ, ક્રેશકોર્સ, એડમિશન અપાવનારા દલાલો વગેરે ઇન શોર્ટ અજાણ્યાનો નંબર પરથી કોલ અગર તો મેસેજ આવે તો એવું સમજી જજો કે તમારા બાળકની વ્યક્તિગત માહિતી ધંધાદારીઓને વેચી દેવામાં આવી છે અગર તો લિક કરવામાં આવી છે. એક વખત કોચિંગ ક્લાસીસોવાળા, એડમિશન અપાવવા વાળા વગેરે પાસે વિદ્યાર્થીઓનો ડેટા પહોંચી જાય પછી એ વિદ્યાર્થીઓને તેમના ક્લાયન્ટ બનાવવામાં ક્લાસીસોવાળા માહેર હોય છે.

વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે મેળવીને માર્કેટિંગ કરવાનો પેંતરો

બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ રહી છે અને હવે એડમિશન સીઝન શરૂ થઇ રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા જેમાં જે તે વિદ્યાર્થીઓના નામ, સરનામા, ફોન નંબર, આધાર કાર્ડ, જ્ઞાતિ, અનામત સ્ટેટસ, પિતાનો બિઝનેસ, માતાનો વ્યવસાય વગેરે યેનકેન પ્રકારે મેળવીને પોતાનું માર્કેટિંગ કરવા માટે ધંધાદારી કોચિંગ ક્લાસીસો, ઇન્સ્ટિયુટ્સ, એડમિશન અપાવતા દલાલોએ ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.

સુરત સમેત રાજ્યના મહાનગરોની અનેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી લીક થઇ રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓને કેટલાક દિવસથી કોચિંગ ક્લાસીસ તરફથી ફોન આવી રહ્યા હોઇ તેમના કોચિંગ ક્લાસીસમાં એડમિશન લેવા માટે સ્કોલરશીપ આપવાની, એમબીબીએસમાં એડમિશન અપાવવાની, ફોરેન મોકલવાની વગેરે જેવી લલચામણી ઓફરો કરવામાં આવી રહી છે. કેટલાક બુદ્ધિજીવી વાલીઓને એવો પ્રશ્નો જરૂર ઉપસ્થિત થયો છે કે તેમના ફોન નંબર તેમજ વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે કેવી રીતે પહોંચી

વિદ્યાર્થીઓની પર્સનલ માહિતી સ્કુલથી શરૂ કરીને બોર્ડ સુધીની સિસ્ટમમાંથી અનેક રીતે અને અનેક પોઇન્ટસ પરથી ધંધાદારી કોચિંગવાળા, એડમિશનના દલાલો વગેરે યેનકેન પ્રકારે મેળવી લેતા હોય છે.

અનેક શાળાઓની મોબાઇલ એપ્લિકેશનમાંથી પણ વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા આરામથી બહાર જઇ રહ્યો છે

કાયદાનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના વ્યક્તિગત ડેટા લીક થઇ રહ્યાનું વાલીઓ તેમ જ વાલી સંગઠનો દ્વારા પ્રકાશમાં લવાયું છે. અનેક નામાંકિત શાળા દ્વારા વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસને પૂરી પડાઇ રહી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી કોચિંગ ક્લાસીસવાળાઓ પાસે હોવા સંદર્ભેની ફરિયાદ છેલ્લા કેટલાક દિવસથી સુરત જ નહીં બલ્કે ગુજરાતભરમાંથી વાલીઓ કરી રહ્યા છે. કોચિંગ ક્લાસીસ પાસે આ માહિતી કેવી રીતે આવી તે અંગે પૂછપરછ કરાઇ, પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. અનેક નામાંકિત શાળાઓએ પોતાની ઍપ તૈયાર કરી હોઇ તેમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી મૂકવામાં આવે છે. આથી આ ડેટા કોચિંગ ક્લાસીસને હાથ તો લાગતો નથી ને? એ બાબતે વાલીઓ મૂંઝવણમાં છે. શાળાએ પણ આ અંગે ઇનકાર કર્યો હોવાથી આ ડેટા લીક કેવી રીતે થયો? એ બાબતે વાલીઓએ હવે અવાજ ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર વિદ્યાર્થીઓનો આધારકાર્ડ નંબર કે આધારકાર્ડ પરની માહિતી ક્યાં પણ લીક થવી જોઇએ નહીં. તેમ છતાં આવું બનતું હોવાથી વાલીઓમાં ભયનું વાતાવરણ છે.