CIA ALERT

Blog - Page 556 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 25, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min5970

આગામી લોકસભા ઇલેકશન બાદ દિલ્હીના તખ્તોતાજ પર કોની સરકાર આવી શકે છે એ ચારે તરફ ચર્ચાનો પ્રશ્ર્ન બની ચૂક્યો છે ત્યારે વિશ્લેષકોના અહેવાલ પ્રમાણે ઉત્તરપ્રદેશ તથા બિહાર દિલ્હી સરકારના પ્રશ્ર્ન સંદર્ભે મહત્ત્વનો રોલ ભજવી શકે છે. ૨૦૧૪માં ભાજપે બિહાર-યુપીની કુલ ૧૨૦ બેઠકોમાંથી ૯૩ બેઠકો મેળવી હતી જેમાં ઉત્તરપ્રદેશમાં ૭૧ અને બિહારમાં ૨૨ બેઠકો મેળવવામાં એનડીએ સરકાર સફળ થઈ હતી. પરંતુ હાલ સિનારિયો બદલાઈ ચૂક્યો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષનું ગઠબંધન અને બિહારમાં રાષ્ટ્રીય જનતાદળનું ગઠબંધન ભાજપ માટે બંને રાજ્યોમાં દિલ્હી દૂર હોવાનું સાર્થક કરી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. પાછલા થોડા સમયમાં મીડિયાએ યુપી, નોર્થ-સાઉથ બિહારની મહત્ત્વની ૧૫ બેઠકોના નાગરિકોને મળી તેમના વિચારો જાણવાનો પ્રયલૃ કર્યો હતો. મીડિયાએ તમામ જ્ઞાતિ-ધર્મ તથા ખાસ યુવાવર્ગને ધ્યાનમાં રાખી તેમનો જૂકાવ જાણવાનો કોશિશ કરી હતી. જણાયેલી ત્રુટિ અંતર્ગત વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે એપ્રિલ ૧૧થી મેના બીજા સપ્તાહ સુધીનો તબક્કાવાર સમય મતદાતાઓની વિચારસરણી બદલવા પર્યાપ્ત થઈ પડે છે. ઘણી બેઠકોના ઉમેદવાર હજી જાહેર કરવામાં આવ્યા નથી.

મતદાતાઓમાં પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ઉપરાંત ગ્રાઉન્ડ રુટ પર મતદાતાઓનો મૂડ પારખવો પણ મુશ્કેલ જણાઈ રહ્યો હતો. બેઠક વ્યવસ્થા સંદર્ભે મતદારોનો મુડ-વળાંકજનક પરિણામો સર્જી શકે છે. હાલ પ્રવર્તતી પરિસ્થિતિ મુજબ વડાપ્રધાન નેરન્દ્ર મોદી અતિ પ્રખ્યાત નેતા છે જે યુવાનમતને વિશેષ આકર્ષી શકે છે. યુવાનોમાં મોદીની મક્કમતા, તેમની નિર્ણયશક્તિ પ્રિય છે. જોકે લોકોમાં તેમની રાજકીય કપટનીતિ પણ ચર્ચાનો વિષય રહ્યો છે. કેટલાકના મતે મોદી ગરીબોના નેતા છે તો કેટલાકને તેમન પ્રામાણિકતા અંગે સંદેહ છે. લોકોમાં મોદી સિવાય અન્ય વિકલ્પ નહીં હોવા અંગેની ચર્ચા વધુ સાંભળવા મળી હતી. બેરોજગારીના મુદ્દે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નો માટે મોદી પર માછલા ધોઈ શકાય નહીં. લોકોમાં મોદીને વધુ સમય આપવાની નીતિ પણ સ્પષ્ટ જોવા મળી હતી. ૨૦૧૯ લોકસભાની ચૂંટણી મુખ્યત્વે નેશનલ લિડરશીપનો મુદ્દો બની ચૂકી છે, જે રીતે હવાનો વર્તારો જોવા મળી રહ્યો છે તે મુજબ ૨૩ મેના રોજ મોદી ફરી એક વાર મજબૂત નેતા તરીકે ઉભરી આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

હિન્દુવાદીઓનો મોદીને વિશેષ ટેકો છે. યુપી તથા બિહારમાં સવર્ણો સરકાર સાથે છે. શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇવ્સ કાયદા સમયે સર્જાયેલા વિખવાદ બાદ આર્થિક રીતે પછાત સમુદાયને ૧૦ ટકા આરક્ષણ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયે ઓબીસી, ઇબીસી તથા નોન યાદવ ઓબીસીને ભાજપ તરફી બનાવી દીધા છે. બિહારમાં પાસવાન તથા રવિદાસ સંપ્રદાય અને યુપીમાં ધોળી અને પાસી સમુદાયનો ભાજપને ટેકો છે. પરંતુ યુપીમાં બસપ અને સપાનું જોડાણ ભાજપ માટે જોખમ ઊભું કરી શકે છે. બંને પક્ષના જોડાણે મુસલમાન, યાદવ અને જાદવ સમુદાયનો વિશ્ર્વાસ સંપાદન કર્યો છે. ૨૦૧૪માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડેલા બંને રાજકીય પક્ષોને ૨૦૧૯નું જોડાણ ફળદાયી – વધુ સારુ પરિણામ આપી શકે તેવી સંભાવનાઓ છે. ૨૦૧૪માં સપાને પાંચ બેઠકો મળી હતી જ્યારે બસપ એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. સર્વે મુજબ ૮૦ બેઠકો પૈકી ૪૭ બેઠકો પર મુસલમાન, યાદવ તથા દલિત મતોનું ૫૦ ટકાથી વધી પ્રભુત્વ છે. બસપ અને સપા જો મત મેળવવામાં સફળ થાય તો મોદીવેવની પછડાટ શક્ય થઈ શકે છે. જ્યારે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા પ્રતિબધ્ધ કોંગ્રેસ યુપીનું ચિત્ર બગાડી શકે છે.

ઉત્તરપ્રદેશનું ચિત્ર જોતા ભાજપ કરતા કોંગ્રેસની સીધી લડાઈ સપા-બસપ સાથે થવાની સંભાવના વિશેષ વ્યક્ત થઈ રહી છે. કોંગ્રેસ મુસ્લીમ મત સાથે ભાજપના સવર્ણના મત પણ તોડી શકે છે. પરંતુ બિહારમાં કોંગ્રેસની પીછેહઠ વધુ જણાઈ રહી છે. બિહારમાં રફેલ ડીલ અંગેના આક્ષેપો પણ રાહુલ ગાંધીને કોઈ પણ પક્ષનો ટેકો અપાવી શક્યા નથી. જનતા પણ કોંગ્રેસને નાપસંદ કરતી હોવાનું સર્વેમાં જણાયું છે. ઉપરાંત યુપી બિહારમાં પણ પુલવામા એટેક બાદ એનડીએ સરકારે કરેલી એરસ્ટ્રાઇક મહત્ત્વનો મુદ્દો બની ચૂકી છે. પાનના ગલ્લે, ચાની દુકાનો પર, શોપિંગ સેન્ટરમાં, યુનિવર્સિટી કેમ્પસમાં બાલાકોટની એરસ્ટ્રાઇક સાથે મોદીની મક્કમતાને મુલવવામાં આવી રહી છે. જેણે ભાજપ તરફના ઝૂકાવને વધુ ઘેરો કર્યો છે. ગ્રામવિકાસની યોજનાઓ, શૌચાલય, ગેસ કનેકશન, આવાસ યોજના, વીજળીની સગવડ જેવા મુદ્દા પણ ભાજપની મક્કમતામાં વધારો કરી રહ્યા છે.

March 25, 2019
bjp-1280x960.jpg
1min5360

ભાજપએ અત્યાર સુધીમાં લોકસભા બેઠક માટે છ યાદી બહાર પાડી છે જેમા ૨૯૭ ઉમેદવારોને ટિકિટ ફાળવાય છે જેમા વડા પ્રધાન મોદી વારાણસી બેઠક, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડશે.

પ્રથમ બે તબકકાની ચૂંટણીના લગભગ તમામ ઉમેદવાર ઘોષિત થઈ ગયા છે. પ્રથમ યાદીમાં ૧૮૪ ઉમેદવાર જાહેર કર્યાં હતા. શુક્રવારે ત્રણ યાદી, શનિવારે એક યાદી બહાર પાડી હતી.ગૃહપ્રધાન રાજનાથસિંહ લખનઊ, કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ બિહારના પટના સાહેબ તથા પક્ષના સંબીત પાત્રા ઓડીસાના પુરીથી ચૂંટણી લડનાર છે. અન્ય અગ્રણી નેતાઓ જેમને ટિકિટ ફાળવાય છે તેમા નરેન્દ્રસિંહ તોમર, જયંત સિંહા, શ્રીપદ નાયક, અનુરાગ ઠાકુર, હંસરાજ આહીર, રાધા મોહનસિંહ, ગિરીરાજ સિંહનો સમાવેશ છે.

મોટી ઉંમર ધ્યાનમાં લઈને એલ. કે. અડવાણીને ટિકિટ અપાઈ નથી. શાહનવાઝ હુસેનની બેઠક જેડીયુને ફાળે જતાં તેમનું પત્તુ કપાયું હતું.

ભાજપએ બિહારમાં જેડીયુ, મહારાષ્ટ્રમાં શિવસેના, તમિળનાડુમાં અન્ના ડીએમકે, પંજાબમાં અકાલી દળ સાથે યુતિ કરેલી છે તે ઉપરાંત રામવિલાસની પાર્ટી, આઠવલેની પાર્ટી સાથે પણ યુતિ છે.

March 25, 2019
congress.jpg
1min5210

૧૧મી એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને સોમવારે આખરી સ્વરૂપ આપવામા ંઆવશે. દિલ્હીમાંના અકબર રોડ પર કૉંગ્રેસના મુખ્યાલયમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યૂસી)ની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂંટણીઢંઢેરાને આખરી ઓપ આપવામાં આવશે. કૉંગ્રેસ પક્ષ દ્વારા કોઈ પણ વિષય પરનો અંતિમ નિર્ણય સીડબલ્યૂસીમાં લેવામાં આવતો હોય છે અને પક્ષ પ્રમુખ સીડબલ્યૂસીના અધ્યક્ષ હોય છે. પી. ચિદમ્બરમના વડપણ હેઠળ રચાયેલી ચૂંટણીઢંઢેરા સમિતિમાં અન્ય ૨૦ સભ્યો પણ છે. સમાજના વિવિધ વર્ગનો અભિપ્રાય લેવા અને તેમના સૂચનો આમેજ કરવા ઓનલાઇન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સોમવારે સીડબલ્યૂસીની બેઠકમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા, ઓમન ચાંડી, તરુણ ગોગોઈ, હરીશ રાવત, પ્રિયંકા ગાંધી, યુવા નેતાઓ સહિત મહત્ત્વના નેતાઓ બેઠકમાં હાજરી આપશે. રાહુલ ગાંધી બેઠકના અધ્યક્ષ રહેશે.

March 24, 2019
priyanka.jpg
1min7510

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે તા.24મી માર્ચ 2019ના રોજ ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોના રૂ.10 હજાર કરોડના લેણાં કેટલાક મહિનાઓથી નહીં ચૂકવતી ઉત્તર પ્રદેશની સરકારનો હવાલો આપીને નરેન્દ્ર મોદીના મૈ ભી ચૌકીદાર અભિયાન પર મોટો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચોકીદારો હંમેશા અમીરો માટે કામ કરે છે, ઉત્તર પ્રદેશની સરકાર પણ આવી જ ચોકીદારી કરતા ખેડૂતોને તેમની મહેનના રૂપિયા આપવામાં અખાડા કરી રહી છે.

પ્રિયંકા ગાંધી-વાડ્રા એકલા હાથે નરેન્દ્ર મોદી અને તેમની વિશાળ સેનાના મૈ ભી ચૌકીદાર અભિયાનના ફુગ્ગાની હવા કાઢી રહી છે. પ્રિયંકા ગાંધીએ સામાન્ય લોકોની મુલાકાતો, ગ્રુપ મિટીંગો કરીને મૈ ભી ચૌકીદાર અભિયાનની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારોની નબળાઇઓ મૂકીને તેમની પોલ ખોલી રહી છે. ચોકીદાર પરની પ્રિયંકા ગાંધીની આ મુજબની ટ્વીટએ સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.

March 24, 2019
sugar.jpg
1min36530
જયેશ બ્રહ્મભટ્ટ
આગામી તા.31મી માર્ચ 2019ના રોજ સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સામી ચૂંટણીએ શેરડીના ભાવોને લઇને ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ શેરડી પાકે છે અને જ્યાં રાજ્યની 95 ટકા સુગર ફેક્ટરીઓ આવેલી છે એ વિસ્તારના ખેડૂતોમાં શેરડીના ભાવ બાબતે ખેડૂતો ભારે નારાજ થાય તેમ છે. એક તરફ રાજ્ય સરકારે ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.31 જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને રૂ.3100 પ્રતિટન શેરડીનો ભાવ જોઇએ છે, ખેડૂતોની માગ તો આનાથી પણ વધારે છે જ્યારે ત્રીજા પક્ષે સુગર મિલો રૂ.3000 પણ આપી શકે તેમ નથી. આમ, સરકાર, ખેડૂત અને સુગરમિલો ત્રણેયના ભાવોમાં તફાવત પડે તેમ છે. અને ફરીથી એક વખત જગતના તાતના હિસ્સે જ અન્યાય સહન કરવાનું આવે તેમ છે. ખેડૂતોને શેરડીના અપેક્ષિત ભાવ તો દૂરની વાત પરંતુ, પોષણક્ષમ (કોસ્ટિંગ) જેટલા પણ ભાવ ન મળે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
  • ખેડૂતોની મુશ્કેલી એ છે કે મહેનત અને પડતરના નાણાં પણ છૂટતા નથી
  • સુગર મિલોની કઠિણાઇ એ છે કે એટલું વિપુલ ઉત્પાદન છે કે શેરડીનો સંગ્રહ ક્યાં કરવો અને પીલાણ કેવી રીતે કરવું
  • સરકારે તૈયાર ખાંડના રૂ.31 ભાવ નિર્ધારિત કર્યો છે, એ જોતા ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ.3100 મળવા જોઇએ
ખેડૂતોની મોટી કમનસીબી એ છે કે એક તરફ શેરડીનું ઉત્પાદન વધી રહ્યું છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદન છે અને એ કારણે સપ્લાય વધે તેમ હોઇ સ્વાભાવિક છે કે તેના ભાવ નીચે જાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવાય છે. આગામી તા.31મી માર્ચે જ્યારે સુગર મિલો શેરડીનો ભાવ જાહેર કરશે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. રાજ્યમાં હાલ વર્કિંગ મોડમાં હોય તેવી કુલ 19 સુગર મિલો પૈકીની 17 સુગરમિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર મેટ્રીક ટન જેટલી શેરડીનું પીલાણ કરવામાં આવે છે.

સામી ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ નારાજ થાય તેવા સંજોગો

બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
હવે જ્યારે સરકારે તૈયાર ખાંડનો ભાવ જ રૂ. 31નો નિર્ધારિત કર્યો છે ત્યારે સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં એવી ગણતરી બેસે છે કે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. ખેડૂત આગેવાનો કહે છે કે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે.
March 24, 2019
film.jpg
4min25000

Members from all quarters of Bollywood got together to honour the best of Hindi cinema in 2018 at Jio Garden, Mumbai on 23rd March 2019 for the 64th Vimal Elaichi Filmfare Awards 2019. The starry night was hosted by actors Shah Rukh KhanRajkummar Rao and Vicky Kaushal. The night was filled with exciting performances and emotional moments as the prestigious Black Lady found its rightful winners.


Here is the complete list of those who won big at the 64th Vimal Elaichi Filmfare Awards 2019.

Best Actor In A Leading Role (Male): Ranbir Kapoor for ‘Sanju’

Best Actor In A Leading Role (Female): Alia Bhatt for ‘Raazi’

Critics Best Actor in Leading Role (Male): Ranveer Singh for ‘Padmaavat‘ tied with Ayushmann Khurrana for ‘Andhadhun’

Critics Best Actor in Leading Role (Female): Neena Gupta for ‘Badhaai Ho’

Best Director: Meghna Gulzar for ‘Raazi’

Best Film (Popular): ‘Raazi’

Critics Best Film: ‘Andhadhun’

Best Actor In A Supporting Role (Male): Gajraj Rao for ‘Badhaai Ho’ tied with Vicky Kaushal for ‘Sanju’

Best Actor In A Supporting Role (Female): Surekha Sikhri for ‘Badhaai Ho’

Best Screenplay: Sriram Raghavan, Arijit Biswas, Pooja Ladha Surti, Yogesh Chandekar, Hemanth Rao for ‘Andhadhun’

Best Dialogue: Akshat Ghildial for ‘Badhaai Ho’

Best Original Story: Anubhav Sinha for ‘Mulk’

Best Debut Actor (Male): Ishaan Khatter

Best Debut Actor (Female): Sara Ali Khan

Best Debut Director: Amar Kaushik for ‘Stree’

Best Short Film (Popular Choice): ‘Plus Minus’

Best Actor (Male) for Short Film: Hussain Dalal for ‘Shameless’

Best Actor (Female) for Short Film: Kirti Kulhari for ‘Maya’

Best Short Film (Fiction): ‘Rogan Josh’

Best Short Film (Non-Fiction): ‘The Soccer City’

Gulshan Kumar Award for Best Music Album: Sanjay Leela Bhansali for ‘Padmaavat’

Best Lyrics: Gulzar for ‘Ae Watan’ from ‘Raazi’

Best Playback Singer (Male): Arijit Singh for ‘Ae Watan’ from ‘Raazi’

Best Playback Singer (Female): Shreya Ghoshal for ‘Ghoomar’ from ‘Padmaavat’

RD Burman Award for New Music Talent: Niladri Kumar

Best Cinematography: Pankaj Kumar for ‘Tumbbad’

Best VFX: Red Chillies VFX for ‘Zero’

Best Background Score: Daniel B. George for ‘Andhadhun’

Best Action: Vikram Dahiya and Sunil Rodriguez for ‘Mukkabaaz’

Best Choreography: Kruti Mahesh Midya and Jyothi D Tommaar for ‘Ghoomar’ from ‘Padmaavat’

Best Editing: Pooja Ladha Surti for ‘Andhadhun’

Best Production Design: Nitin Zihani Choudhary, Rakesh Yadav for ‘Tumbbad’

 

March 24, 2019
udhavmodi.jpg
1min5660

ગાંધીનગરની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવેલા પીઢ નેતા એલકે અડવાણીના સ્થાને આ વખતે ઉમેદવાર તરીકે પક્ષ પ્રમુખ અમિત શાહને ભાજપે નિયુકત કર્યા અનુસંધાને શિવસેનાએ આજે જણાવ્યું હતું કે આ’ લોકસભા ચૂંટણીમાં તેમની હાજરી હોય કે ન હોય, અડવાણી પક્ષના મુઠી ઉંચેરા નેતા છે જ. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના અગ્રલેખમાં, ભારતીય રાજકારણના ભિષ્માચાર્યને નિવૃત્ત થવા ફરજ પાડવામાં આવી. પ્રથમ યાદીમાં અડવાણીનું નામ ન હોવાથી અચરજ થતું નથી. વિકાસ એ બાબત રેખાંકિત કરે છે કે ભાજપમાં અડવાણી યુગનું સમાપન થયું છે. કેન્દ્રિય મંત્રી અને નાયબ વડા પ્રધાન રહેલા અડવાણી (91)ગાંધીનગર મતવિસ્તારમાંથી છ વાર ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના આ સ્થાપક સભ્યે વાજપેયી સાથે રહીને પક્ષનો રથ આગળ ધપાવેલો. પરંતુ આજે મોદી અને શાહે તેઓનું (વાજપેયી અને અડવાણીનું) સ્થાન લીધું છે. આ વખતે વરિષ્ઠોને કોઈ જવાબદારી ન મળે તે અંકે કરતું માહોલ પક્ષમાં ઓલરેડી સર્જી દેવાયું છે.
March 24, 2019
farmers.png
1min7610

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનપેક્ષિત વર્ગ તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. વારાણસીમાં વડા પ્રધાન મોદીની સામે તમિળનાડુના 111 જેટલા સંતપ્ત ખેડૂતોએ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે.

નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કરવાનો આ ખેડૂતોનો ઉદ્દેશ છે. તેઓ જણાવે છે કે 2014ની ચૂંટણીમાં આપેલાં વચનો પાળવામાં એનડીએ સરકાર નિષ્ફળ નીવડી છે.

તિરૂચી જિલ્લાના તિરમપલયમ ગામનો 30 વર્ષીય ખેડૂત પ્રેમકુમાર જણાવે છે કે તેના અધિકારો અને આજીવિકા માટેની આ લડત છે. એક અંગ્રેજી વાણિજ્ય અખબારને ફોન પર પ્રેમકુમારે જણાવ્યું હતું કે હું વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવીશ. વારાણસીમાં અમારા સાથી ખેડૂતોને અમે એવો સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે પાણી તથા કૃષિ ઉત્પાદન માટે ‘બમણા’ ભાવ વિશે ખોટા વચન આપીને અમને કેવી રીતે છેતરવામાં આવ્યા છે. પ્રેમકુમારના છ સભ્ય માટે આવકનો એકમાત્ર સ્રોત ખેતીવાડી છે. પાંચ એકર જમીન પર તે ડાંગર અને શેરડી ઉગાળે છે પરંતુ છ લાખ રૂપિયાનું કરજ ચૂકવવા અસમર્થ છે. તેના મોટા ભાગના ખેડૂતબંધુઓ ડાંગર, શેરડી અને કેળાં ઉગાળે છે.

March 24, 2019
satru.jpg
1min5910

NDAના બિહારના 39 ઉમેદવારો જાહેર

બિહારમાં એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણી માટે આજે 40 સીટો પૈકી 39 સીટો પર તેમના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. એનડીએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહાને ટિકિટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથેસાથે શાહનવાઝ હુસૈનની ટિકિટ પણ કપાઈ ગઈ છે. બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખઘડિયા બેઠક પરથી હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જે રામવિલાસ પાસવાનના ખાતામાં હોવાના હેવાલ છે. બીજી બાજુ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને તમામ બાબતો ફાઈનલ થઈ ગઈ હોવા છતાં ખેંચતાણ જારી છે. પટણામાં એનડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે તમામની નજર ગિરિરાજ અને શત્રુઘ્ન સિંહાની સીટ પર લાગેલી હતી. ગિરિરાજને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટિકિટ જેમને મળી નથી તેમાં શત્રુઘ્ન સિંહા સામેલ છે. પટણા સાહિબમાંથી સાંસદ તરીકે રહેલા સિંહાને પાર્ટીની સામે બળવો કરવા બદલ સજા તરીકે ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ આ સીટ પરથી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.’
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન રામકૃપાલ યાદવને પાટલીપુત્રમાંથી ફરી ટિકિટ આપવામાં આવી છે. તેઓ વર્ષ 2014માં આરજેડી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ 17-17 સીટો પણ ચૂંટણી લડી રહી છે. શત્રુઘ્ન સિંહા અને શાહનવાઝ હુસૈનને ટિકિટ આપવામાં આવી નથી. ચંપારણમાંથી ભાજપના કેન્દ્રીયમંત્રી રાધામોહનાસિંહ ઉમેદરવાર છે. સારનમાંથી રાજીવ પ્રતાપ રૂડી મેદાનમાં ઉતરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ ઉજિયારપુરમાંથી મેદાનમાંથી ઉતરી રહ્યા છે. કેન્દ્રીયમંત્રી અશ્વિની ચૌબે બકસર સીટ પર મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપની આ ત્રીજી યાદી છે.

શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાશે ?

2019 લોકસભા ચૂંટણીના એલાન પહેલાથી જ ચર્ચા’ ચાલી રહી કે બિહારમાં ભાજપ શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપશે નહી. શનિવારે પક્ષે ટિકિટનું એલાન કર્યું હતું. જેમાં આ અટકળ સાચી પડી હતી. પક્ષે શત્રુધ્ન સિન્હાથી દુરી બનાવી લીધી છે અને તેની જગ્યાએ પટના સાહિબની બેઠકથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેવામાં હવે શત્રુઘ્ન સિન્હા શું પગલું ભરે છે તે જોવાનું રહ્યું . તેમજ શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાશે તેવી પણ અટકળો શરૂ થઈ છે.શત્રુઘ્ન સિન્હા ભાજપની સતત નિંદા કરતા આવ્યા છે. ક્યારેક મંચ ઉપરથી તો ક્યારેક સોશિયલ મિડિયા ઉપર ભાજપની નીતિ અને વરિષ્ઠ નેતાઓ ઉપર શાબ્દિક પ્રહાર કરી ચૂક્યા છે. જેને લઈને શત્રુઘ્નને ભાજપ ટિકિટ નહી આપે તે નિશ્ચિત લાગતું હતું. તેમજ આગામી 24-25 માર્ચના શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાશે તેવા પણ અહેવાલ મળ્યા છે.

March 23, 2019
nareshPatel-1280x720.jpg
1min17750

જયેશ બ્રહ્મભટ્ટ

  • સામી ચૂંટણીએ પાટીદારોની વસતિ, વોટ, સમૃદ્ધિની પ્રચંડ શક્તિ હવે માં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી

તા.22મી માર્ચ 2019ના રોજ સુરતમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલએ સુરત કે દક્ષિણ ગુજરાતમાં ખોલડધામ ઉભું કરવાની કરેલી જાહેરાત બાદ પાટીદાર સમાજમાં જે રીતના વમળો સર્જાયા તેના પરથી લખી શકાય કે સુરત-સૌરાષ્ટ્રમાં (ઉત્તર ગુજરાત સિવાય)ના પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી જઇ રહી છે. પાટીદારોને પ્રચંડ શક્તિથી એટલા માટે પ્રયોજી રહ્યો છું કેમકે પાટીદારો વસતિ, સમૃદ્ધિ, વોટિંગ તમામ દ્રષ્ટીએ એક મોટી તાકાત છે અને તેનો સ્વીકાર કરવો જ પડે. સુરતમાં ખોડલધામના નરેશ પટેલ નવું ખોડલધામ ઉભું કરવાની કરેલી જાહેરાતે ગુજરાતના લાખો પાટીદારોને સામી ચૂંટણીએ પ્રભાવિત કરી મૂક્યા છે. નવું ખોડલધામ ઉભું કરવાના ન્યુઝ સોશ્યલ મિડીયામાં જે રીતે માઇલેજ મેળવી રહ્યા છે, તેની તર્જ પરથી એવું ગણિત માંડી શકાય કે પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામ નરેશ પટેલ કેમ્પ ભણી પ્રયાણ કરી રહી છે. પાટીદારોની પ્રચંડ શક્તિ યોગ્ય નેતૃત્વ શોધી રહી છે.

સુરતમાં ખોડલધામનું નવું સંકુલ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદાર મતોને ગુજરાતમાં પ્રભાવિત કર્યા, જો નરેશ પટેલ કોઇ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલા હોત તો ચૂંટણી પંચે તેમને આચારસંહિતા ભંગની નોટિસ જારી કરી હોત એ હદે તેમની જાહેરાતે પાટીદાર વોટબેંકને પ્રભાવિત કરી છે, પરંતુ, નરેશ પટેલ એક ધાર્મિક સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે ચૂંટણી પંચ તેમની આ જાહેરાતની સામે કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી

એક સમય એવો હતો કે પાટીદારોએ પાસ, પાટીદાર આંદોલનને તન, મન, ધનથી જબરદસ્ત સપોર્ટ કર્યો હતો. ભાજપા સાથે કે સરકાર સાથે સંકળાયેલા મોટા ગજાના પાટીદાર નેતાઓ, જાણીતા ઉદ્યોગપતિઓએ પાસ અને પાટીદાર આંદોલનને છાના છપના પણ એવો સપોર્ટ કર્યો કે પાટીદાર અનામત આંદોલન ગુજરાતને ગણતરીની મિનીટોમાં ડિસ્ટર્બ કરી દેવાની તાકાત ધરાવતું હતું. પાટીદાર આંદોલનની નેતાગીરી જેના શિરે નાંખવામાં આવી હતી એ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા તેમજ અન્ય નેતાઓએ પાટીદારની પ્રચંડ શક્તિ, સંગઠનને જાળવવામાં સરીયામ નિષ્ફળતા મેળવી, તેમણે લોકપ્રિય નેતા બનવાની તક વેડફી નાંખી, હાર્દિક પટેલે લાખોની મેદની વચ્ચે અનેક વખત જાહેરાતો કરી કે આજીવન રાજનીતિમાં નહીં જાઉ, એ જ વિડીયો, એ જ ભાષણો ફરીથી પ્રસરાવીને હવે પાટીદારો તેને સમાજનો ગદ્દાર ચિતરીને એ જ્યાં જઇ રહ્યો છે ત્યાં તેનો સખત વિરોધ કરી રહ્યા છે. અલ્પેશ કથિરીયા લિગર પ્રોસિડિંગ્સમાં એવો ફસાયો છે કે હવે તે સમાજને નેતૃત્વ આપી શકે તેમ નથી.

  • દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ ઉભું કરવાની જાહેરાતે લાખો પાટીદારોને ચૂંટણીના સમયે પ્રભાવિત કર્યા

આવી સ્થિતિમાં છેલ્લા વીસેક દિવસથી ગુજરાત પાટીદારોની પ્રચંડ શક્તિ હવે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ભણી એકત્રિત અને સંગઠિત થઇ રહી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ નરેશ પટેલ અને તેમના પુત્ર પૈકી જે તૈયાર થાય તેને જ્યાંથી ટિકીટ માંગે ત્યાંથી આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. એનું કારણ એ જ છે કે બન્ને રાજકીય પક્ષોએ જાણી ચૂક્યા છે કે હવે પાટીદાર આંદોલન તો વેરણછેરણ થઇ રહ્યું છે પરંતુ, પાટીદારોની મોટા ભાગની વસતિ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓની જે તાકાત છે પછી એ વોટિંગની હોય કે સમૃદ્ધિની હોય, જે પક્ષની સાથે હશે એ ગુજરાતની 26 બેઠકો પૈકી 10 બેઠકોને તો પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

પાટીદાર શક્તિ-સંગઠનને પરિપક્વ નેતાગીરીની આવશ્યકતા

ગુજરાતમાં પાટીદારો પાસે વસતિ, મતદાર, સમૃદ્ધિ, જ્ઞાન, યુવાધન જેવી શક્તિઓ ધરબાયને પડી છે એ જોતા હાલમાં પાટીદારોને એકસૂત્રતાથી જાળવી રાખે, પાટીદાર સંગઠનને યોગ્ય દિશા આપે તેવા નેતૃત્વની જરૂરીયાત છે. પાટીદારોને અનામત માટે શરુ થયેલી ચળવળમાં હવે અનામતનો મૂળભૂત હેતુ જ રહ્યો નથી, એટલે પાટીદારોનું બનેલું સંગઠન હવે એવી નેતાગીરી ઝંખી રહ્યું છે કે જે સામાજિક રીતે પાટીદારોને એકસૂત્રતામાં જાળવી રાખીને તેમની પ્રગતિ કરી શકે. હાલમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સિવાય અન્ય કોઇ નેતા દેખાતા નથી કે જે પાટીદારોની શક્તિને દિશા આપી શકે. પાટીદારોની આ શક્તિને એક પરિપક્વન નેતાની તાતી જરૂરીયાત વર્તાય રહી છે.

  • હાર્દિક પટેલ કે અલ્પેશ કથિરીયા કે પાસ પાટીદારોની પ્રચંડ શક્તિને દિશા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા

  • સુરત કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે ખોડલધામ નિર્માણ કરાશે : નરેશ પટેલ

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મિંટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકના ન્યુઝ સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થયા અને મોટા ભાગે પાટીદાર વસતિને સામી ચૂંટણીએ ભારે પ્રભાવિત કરી હતી.

ખોડલધામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની કૃષિ વિશેના જ્ઞાનમાં વધારો કરવા કૃષિ યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શિક્ષણ માટેના અનેક પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણની શરુઆત થોડા સમયમાં જ થઈ શકે છે. આ પ્રોજેક્ટને લઈને જ સમિતિ દ્વારા વિવિધ બેઠકો કરવામાં આવી રહી છે.

સુરતનાં પ્રમુખ કે.કે. કથીરિયાએ કહ્યું હતું કે, ખોડલધામના નિર્માણ અને અન્ય પ્રોજેક્ટને લઈને ખોડલ ધામના ટ્રસ્ટી મંડળે સુરતના લેઉઆ પટેલ આગેવાનો સાથે વાતચીત કરી હતી અને આ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કાગવડ ખોડલધામ બનાવવાની શરુઆત 2012મા કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાગવડ ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની ઈચ્છા અને યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કહેવાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લગભગ 60 કરોડના ખર્ચે માં ખોડીયારનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં માં ખોડલ સિવાય 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.