CIA ALERT

Blog - Page 534 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 20, 2019
mitish_modi1.jpg
1min10030

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી રવિવાર તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહી છે એ પૂર્વે લોકસભાની ચૂંટણીમાં જેમ મોદી મોદી થઇ રહ્યું છે એમ ચેમ્બરની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પણ સ્થાનિક ઉદ્યોગજગતમાં મોદી મોદી વાઇરલ થયું છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે દાયકાઓથી સુરતમાં કાર્યરત મિતિષ મોદી માટે કહેવાય છે કે પ્રેઝન્ટેશન અને પ્રોજેકશનમાં તેમની માસ્ટરી છે અને તેની પ્રતીતિ ફોસ્ટા સાથેની મિટીંગમાં જ જોવા મળી હતી. સ્થાનિક ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના આગેવાનો સાથેની બેઠકમાં સામાન્ય ચર્ચા ચાલી રહી હતી ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સ આગેવાનોએ આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલ ને સ્પર્શતી સમસ્યા અંગે ચર્ચા છેડીને ઉકેલ માંગ્યો હતો. મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ ત્વરિત તેનો ઉકેલ જણાવ્યો હતો અને ટેક્સટાઇલ વ્યાપારીઓને પણ તેમની વાત સ્પર્શી ગઇ હતી.

ટેક્સટાઇલ ટ્રેડર્સને હાલ એ સમસ્યા નડી રહી છે કે ખરીદ વેચાણના સોદામાં માલ વેચાણ કરતા વેપારીને મોટા ભાગના કિસ્સાઓમાં પેમેન્ટ 6 મહિના કે તેનાથી વધુ સમય બાદ મળે છે. પરંતુ, ખરીદનાર વેપારી એ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય છે. પેમેન્ટ બાકી હોવા છતાં ખાતામાં ટેક્સ ક્રેડિટનો ઉપયોગ થઇ ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં જીએસટીના નિયમો મુજબ 180 દિવસમાં જો પેમેન્ટ ન આવે તો ક્રેડિટ રિવર્સલ એન્ટ્રી કરવી પડે છે અને બાદમાં ટેક્સનું પેમેન્ટ કેશથી અને એ પણ 24 ટકા વ્યાજ સાથે. આ મુદ્દો ઉઠમણું કરી જતા વેપારીઓના કિસ્સામાં પણ લાગૂ પડે છે અને વેપારીઓનું પેમેન્ટ તો અટવાય છે ઉપરથી ટેક્સનો માર બમણો પડે છે.

આ મુદ્દા પર મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ વ્યાપારીઓને કેટલાક આઇડિયા શેર કર્યા હતા જેમાં જ્યુરિડિકશનલ જીએસટી અધિકારીને પેમેન્ટ નહીં કરનાર જે તે વેપારી અંગે લેખિતમાં જાણ કરવામાં આવે. ખરીદનારે પેમેન્ટ કર્યા વગર ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય તેવા કિસ્સામાં જીએસટી તંત્રની આકરાં પગલાંની જોગવાઇ છે. આમ, આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલના કેસમાં વ્યાપારીઓની મોટી રકમ વેડફાંતા કે ફસાતાં બચી શકે તેમ છે.

એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ સમા વિવર્સ અગ્રણીઓ સાથેની મિટીંગ પણ મિતિષ મોદી માટે ફળિભૂત થઇ છે. વિવર્સ તેમજ પ્રોસેસર્સ સાથે વન ટુ વન મિટિંગમાં મિતિષ મોદીએ પોતાના ભાવિ પ્રોજેક્ટ અને રણનીતિથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા.

April 20, 2019
sandip_modi.jpg
1min14160

ભાજપાના ઉમેદવાર પરભુ વસાવાનો પ્રચાર કરવાને બદલે નરેન્દ્ર મોદી સાથે પોતાના જ ફોટા પોસ્ટ કરવામાં વ્યસ્ત રહે છે સંદીપ દેસાઇ

જિલ્લા ભાજપાના મહામંત્રી હોવા છતાં ફક્ત દેખાડો કરવા પૂરતો પ્રચાર કરીને સંદીપ દેસાઇ ગૂમ થઇ જતા હોવાની ગંભીર ફરીયાદ

સુરત જિલ્લામાં આવેલી બારડોલી લોકસભા સીટ પર આ વખતે ભાજપા હારની કગાર પર છે. કોંગ્રેસમાંથી જ ભાજપામાં આવ્યા બાદ પરભુ વસાવાએ 2014માં બારડોલી બેઠક પર ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કોંગ્રેસના ખેરખાં ગણાતા ડો. તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બારડોલી લોકસભા બેઠક પર ભાજપાનો કબજો ફક્ત એક ટર્મ પૂરતો સિમીત રહે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. બારડોલી બેઠક પર આ વખતે 2014નો જ સિનારીયો છે પરંતુ, રિઝલ્ટ પલ્ટાય જાય તેમ છે.

બારડોલી બેઠક 2019ની ચૂંટણી અગાઉથી જ ભાજપ માટે સળગતું ઘર બન્યું હતું એમાં જિલ્લા ભાજપના મોટા ભા થઇને ફરતા સંદીપ દેસાઇ જેવા નેતાઓને કારણે હવે ભાજપાએ બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.

સુરત જિલ્લામાં આદીવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ગણપત વસાવા પહેલેથી જ પરભુ વસાવાથી નારાજ હતા અને હવે સંદીપ દેસાઇ જેવા નેતાઓની નિષ્ક્રીયતાને કારણે બારડોલી બેઠક પર કોંગ્રેસનું જોર વિજય સુધી વિસ્તરી ચૂક્યું છે.

જિલ્લા ભાજપાના અન્ય નેતાઓ પર રોફ જમાવી શકાય એ માટે તાજેતરમાં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમની સાથે ફોટા પડાવીને સંદીપ દેસાઇએ પોતાના ફોટા એટલા શેર કર્યા જેટલો કદાચ પરભુભાઇ વસાવા માટે પ્રચાર કર્યો હોત તો એ લેખે લાગ્યો હોત. પોતાની જ પ્રશંસામાં રચ્યા પચ્યા રહેતા સંદીપ દેસાઇ માટે ભાજપામાંથી ફરીયાદો તો એવી પણ ઉઠી છે કે તેઓ પરભુભાઇ વસાવાનો પ્રચાર કરે છે એ પણ ફક્ત દેખાડો કરવા પૂરતો. પ્રચારમાં જોડાય ત્યારે કેટલાક લોકોને પહેલેથી જ કહી રાખ્યું હોય છે કે તેમના ફોટા પાડી લેવા અને ગણતરીની મિનિટોમાં પાર્ટીનું કામ છે એ કહીને સંદીપ દેસાઇ રફૂચક્કર થઇ જતા હોવાની ફરીયાદો પ્રદેશ ભાજપાના કરી દેવામાં આવી છે.

ચૂંટણીની આચારસંહિતામાં સરકારી ગ્રાન્ટના કામની પોસ્ટ મૂકીને આચારસંહિતાનો ભંગ કર્યો

April 20, 2019
rahul_dalal.jpg
1min13010

જયેશ બ્રહ્મભટ્ટ

યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.

રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો

રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.

રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.

એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88  પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.

આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને

  • આઇ.આઇ.એમ.માં એમ.બી.એ.

  • સુરતના આ ટેક્નો-કમર્શિયલ યંગસ્ટરની સિદ્ધિઓ ભાગ્યે જ કોઇ તોડી શકશે અથવા તે અંગે વિચારી શકશે

રાહુલ દલાલને સી.એ.નું કોચિંગ આપનાર સુરતના જાણીતી સી.એ. કોચ રવિ છાવછરીયાએ તેમની વોલ પર રાહુલ માટેની પોસ્ટ આ મુજબ અક્ષરસઃ પોસ્ટ કરી હતી

Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.

April 20, 2019
amazon_logo.png
1min7360

ટોચની વૈશ્વિક ઇ-કોમર્સ કંપની Amazon.comને ચીનમાં પીછેહટ કરવી પડી છે. કંપનીએ જુલાઈમાં ચીન ખાતેનો માર્કેટપ્લેસ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં કંપની સ્થાનિક ગ્રાહકોને લોકલ વેન્ડર્સની પ્રોડક્ટ્સ વેચવાને બદલે વિદેશી પ્રોડક્ટ્સના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

એમેઝોન ચીનમાં અન્ય બિઝનેસ ચાલુ રાખશે. જેમાં એમેઝોન વેબ સર્વિસિસ, કિંડલ ઇ-બુક્સ અને ક્રોસ-બોર્ડર કામગીરીનો સમાવેશ થાય છે. ક્રોસ-બોર્ડર બિઝનેસ ચીનના વેપારીઓને વિદેશી ગ્રાહકોને માલ પહોંચાડવામાં મદદ કરે છે. 18 જુલાઈથી જે ગ્રાહકો એમેઝોનના ચાઇનીઝ વેબ પોર્ટલ Amazon.cn પર લોગ-ઈન કરશે તો એ થર્ડ-પાર્ટી સેલર્સને બદલે એમેઝોનના ગ્લોબલ સ્ટોરમાંથી જ ગૂડ્ઝ પસંદ કરી શકશે.

વિશ્વના સૌથી મોટા રિટેલ માર્કેટના ઇ-કોમર્સ બિઝનેસમાંથી એક્ઝિટ એમેઝોન અને CEO જેફ બેઝોસ માટે મોટો આંચકો કહી શકાય. બેઝોસ લાંબા ગાળાના લક્ષ્યાંક હાંસલ કરવા નુકસાન વેઠવા જાણીતા છે. જોકે, એક બાબત એ પણ સ્પષ્ટ થઈ છે કે અમેરિકન કંપની ચીનમાં લોકલ ઇ-ટેલર્સ અલીબાબા ગ્રૂપ અને JD.કોમ તેમજ ગ્રૂપ બાઇંગ એપ Pinduoduo ઇન્ક સાથે સ્પર્ધા કરી શકી નથી.

એમેઝોને ચીનના લોકલ બૂક સેલરને 7.5 કરોડ ડોલરમાં ખરીદી 2004માં ચીનમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી કંપનીએ વેરહાઉસિસ, ડેટા સેન્ટર્સ અને ચીનના સેલર્સને તાલીમ આપવામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. કંપનીએ 2016માં ગ્રાહકોને આકર્ષવાના હેતુ સાથે ચીનમાં પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જેમાં ઉચ્ચ ગુણવત્તાના વેસ્ટર્ન ગૂડ્ઝ અને ફ્રી ઇન્ટરનેશનલ ડિલિવરી જેવાં વચન અપાયાં હતાં. જોકે, એમેઝોન અન્ય દેશોમાં ગ્રાહકોને ખેંચવા પ્રાઇમ વિડિયો જેવાં આકર્ષણોનો ઉપયોગ કરે છે, જે ચીનમાં ઉપલબ્ધ નથી.

એમેઝોનની એન્ટ્રી પછી અલીબાબા, JD અને અન્ય ચાઇનીઝ પ્લેટફોર્મ્સે અમેરિકન ચેરીથી માંડી ઓસ્ટ્રેલિયન બેબી ફોર્મ્યુલા સુધીની તમામ પ્રોડક્ટ્સ નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં વેચવાનું શરૂ કર્યું હતું. આઇરિસર્ચના જણાવ્યા અનુસાર ચીનમાં એમેઝોનનો હિસ્સો એક ટકાથી પણ ઓછો હતો. ચીનમાંથી એક્ઝિટ એ વાતનો સંકેત છે કે, એમેઝોન હવે ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં તેની પાસે ટોચની ઇ-કોમર્સ કંપની બનવાનો અવકાશ ઘણો સારો છે.

એમેઝોને 2013માં વેબસાઇટ શરૂ કર્યા પછી ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને 50થી વધુ વેરહાઉસ બનાવ્યા છે. જોકે, ભારતમાં પણ એમેઝોને ચીનની કંપનીઓનો સામનો કરવો પડશે. કારણ કે અલીબાબા અને અન્ય કંપનીઓ ભારતમાં વિસ્તરણ માટે સક્રિય છે અથવા તેમણે Paytm અને બિગબાસ્કેટ જેવા લોકલ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કંપની ચીન માટે મજબૂત કટિબદ્ધતા ધરાવે છે અને તે દેશમાં રોકાણ ચાલુ રાખશે. જોકે, કંપનીએ ઓનલાઇન રિટેલ બિઝનેસનું ફોકસ બદલી ક્રોસ-બોર્ડર સેલ્સ તરફ વાળ્યું છે.”

April 20, 2019
english.jpg
1min13820
આઇપીએલ-12ની સિઝન રોમાંચક તબકકામાં પ્રવેશી ચૂકી છે. અત્યાર સુધીમાં અરધાથી વધુ એટલે કે 33 મેચ રમાઇ ચૂકયા છે. પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોર અને રાજસ્થાન સિવાયની 6 ટીમ વચ્ચે કાંટે કી ટકકર ચાલી રહી છે. આઇપીએલ-12 જ્યારે ચરમ પર છે, ત્યારે જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આઇપીએલ રમી રહેલ તેના તમામ ખેલાડીઓને દેશ પરત ફરવાનો આદેશ આપ્યો છે. આથી આઇપીએલમાં તા. 23 એપ્રિલ પછીના મેચોમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. ઇંગ્લેન્ડના ખેલાડીઓને 24 એપ્રિલ સુધીમાં સ્વદેશ પરત ફરવાનું છે. આગામી વિશ્વ કપને ધ્યાને રાખીને ઇસીબીએ તેના ખેલાડીઓને પરત બોલાવી લીધા છે.
ઇંગ્લેન્ડના ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની સ્થિતિમાં સૌથી મોટુ નુકસાન રાજસ્થાન રોયલ્સને થશે. આમ પણ તેની સ્થિતિ સારી નથી અને સાતમા સ્થાને છે. તેના ત્રણ મુખ્ય ખેલાડી જોસ બટલર, બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડના છે. જે તેમના દેશ પરત ફરી રહયા છે. બટલરે 8 મેચમાં311 રન કર્યાં છે. સ્ટોકસ ટીમનો ઓલરાઉન્ડર છે. તો આર્ચર મુખ્ય બોલર છે. રાજસ્થાન ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદને પણ મોટો ફટકો પડશે. તેનો ઇનફોર્મ બેટસમને જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડ પરત ફરી રહયો છે. તે હાલ શાનદાર ફોર્મમાં છે. બેયરસ્ટોએ 8 મેચમાં 36પ રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબર પર છે. સેમ બિલિંગ પણ ચેન્નાઇનો સાથ છોડશે. જો કે આથી ચેન્નાઇને બહુ ફરક પડશે નહીં. મોઇન અલીને પણ આરસીબીનો સાથ છોડવો પડશે. જો કે કોહલીના સુકાનીપદ હેઠળની આરસીબી ટીમ આમ પણ પ્લેઓફની લગભગ બહાર થઇ ચૂકી છે. મોઇન અલીનું પણ આઇપીએલમાં આ સિઝનમાં નોંધપાત્ર પ્રદર્શન રહયું નથી.
April 20, 2019
kalank-1280x720.jpg
1min15780
આ વર્ષનો સૌથી સારું ઓપનિંગ મેળવનાર ‘કલંક’ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે પ0 ટકાથી વધુ ગગડી છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસની આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોનો કાફલો છે. કલંક બુધવારે રીલિઝ થઇ હતી અને પહેલા દિવસે 22 કરોડનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. પણ ગુરુવારે બીજા દિવસે કલંકની કમાણી અરધા પર ઓછી થઇ હતી. શુક્રવારે પણ સવારના શોમાં કલંક જોવા પ્રેક્ષકો થિયેટરમાં બહુ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પહેલા દિવસે 22 કરોડની કમાણી કરનાર કલંકનું બીજા દિવસનું કલેકશન 10.7પ કરોડ જ રહયું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. પ્રેક્ષકોને આ ફિલ્મ માત્ર ભપકાદાર લાગી રહી છે. સ્ટોરીમાં દમ નથી. ફિલ્મની 2.48 મિનિટની લંબાઇ પણ કલંકને નડી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને ઝીરોની જેમ કલંક’ ફલોપ તો સાબિત થશે નહીં, પણ સુપરહિટ પણ રહેશે નહીં.
April 20, 2019
gold-thief_thinkstock.jpg
1min8120

સોનીબજારમાં પેઢી ધરાવતા વેપારીને ત્યાં 13 દિવસ પહેલા જ નોકરીએ રહેલા બંગાળના બે પરપ્રાંતીય કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(Symbolic photo)

ભક્તિનગર સર્કલ પાસે મયુરપાર્કમાં ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં પીપળા શેરીમાં શાંતિ કોમ્પલેકસમાં દુકાન ધરાવતા અને સોની કામ કરતા મનદીપ મનસુખભાઈ રાધનપુરા નામના સોની વેપારીની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના અને હાલમાં રાજકોટમાં રહેતા પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બીશ્વજીત ચક્રવર્તી નામના બન્ને કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

વેપારી મનદીપ રાધનપુરાની દુકાનમાં બન્ને બંગાળી કારીગરો તેમજ બાલકૃષ્ણ વાગડિયા કામ કરે છે અને ગત તા.13ના બાલકૃષ્ણભાઈ જમવા ગયા હતા અને છ વાગ્યે પરત આવતા બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. સવારે જ બે વેપારી જયદીપ રાણપરા અને સંદીપ રાણપરાના દાગીના બનાવવાના કામ માટે સોનુ આપ્યું હતું. બપોરે જમીને આવતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હતુ અને બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. બન્ને કારીગરો દુકાનની સામે અંસારીભાઈના મકાનમાં રહેતા હોય પૂછતાછ કરતા બન્ને કારીગરો બપોરના જમીને નીકળી ગયાનું ખુલ્યું હતુ અને દુકાનમાં તપાસ કરતા રૂ.16.40 લાખની  કિંમતનું પ00 ગ્રામ સોનુ ચોરીને નાસી  છૂટયાનું ખુલ્યું હતું. બન્ને કારીગરો 13 દિવસ પહેલા જ રાજકોટના અલમ શેખ નામના શખસની ઓળખાણથી કામે રહ્યા હતા.

April 20, 2019
sibal.jpg
1min14620

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં કરાયેલી નોટ બંધીએ એ કાળાં નાણાં ધોળા કરવાનું એક કૌભાંડ હોવાનો સૂર કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે કાઢ્યો હતો. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 8મી નવેમ્બર,2016 ના રોજ વડા પ્રધાન દ્વારા રૂ.500/- અને રૂ.1000/- ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે.

આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણાંને હિસાબી નાણામાં ફેરવી શક્યા. જ્યારે ગરીબોની પરસેવાની કમાણી અન્યાયી રીતે સ્થગિત કરી દેવામાં આવી. નોટબંધીથી અમીરોને કેવી રીતે લાભ થયો તે અમે આજે આપને બતાવ્યું છે. આ ઘટના અમદાવાદમાં જ બની હતી. વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે. તે દેખીતી રીતે જ ભાજપની નિકટની વ્યક્તિ છે. તે કદાચ ભાજપની સભ્ય પણ હોઈ શકે છે. આ વ્યક્તિ, 31 ડિસેમ્બર, 2016 પછી અન્ય સાગરીતોની સાથે કરોડો રૂપિયાના બિનહિસાબી નાણાંને હિસાબી નાણામાં ફેરવવાનું કૌભાંડ ચલાવી રહી હતી. આપ વિડીયોમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી આ બાબત સ્પષ્ટ થાય છે. આ હેરાફેરીની પ્રક્રિયામાં રાજકારણીઓ, બેંકર્સ, દલાલો અને અન્ય વ્યક્તિઓ સંકળાયેલી હશે જ. આ નાણા બદલી આપવાની કામગીરીમાં સંડોવાયેલાઓને 40 ટકા સુધીનું કમિશન આપવામાં આવ્યું હતું.

આ પ્રકરણમાં રૂપિયા પાંચ કરોડની જૂની રદ થયેલી ચલણી નોટોના બદલામાં નવી રૂપિયા બે હજારની ત્રણ કરોડની ચલણી નોટો આપવામાં આવી હતી. આ ઘટનામાં આપ ચલણી નોટોની થપ્પાઓની જે દીવાલ જોઈ રહ્યા છો. તેના પરથી આપને આ કૌભાંડ કેટલું વ્યાપક હતું. તેનો અંદાજ આવી જશે. આ પ્રકરણ ગુજરાતના એક સ્થળનું છે. આવી અન્ય અનેક ઘટનાઓ ગુજરાતમાં જ તેમ જ ગુજરાત બહાર પણ બની જ હશે.

April 20, 2019
mayamula.jpg
1min7330

સમાજવાદી પાર્ટી (સપા)ના સર્વેસર્વા મુલાયમ સિંહ અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં પ્રમુખ માયાવતી અઢી દાયકા પછી શુક્રવારે અહીં ચૂંટણી રૅલી સંબંધિત એક જ મંચ પર ફરી ભેગાં થયાં હતાં. માયાવતીએ મુલાયમ સિંહને પછાત વર્ગના લોકોના ‘ખરા નેતા’ તરીકે ઓળખાવ્યા હતા. બીજી તરફ, માયાવતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નકલી નેતા’ તરીકે ઓળખાવ્યા હતા.

1995માં (24 વર્ષ પૂર્વે) રાજ્યના વીવીઆઇપી ગેસ્ટ હાઉસના ચકચારભર્યા બનાવને પગલે માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે તમામ પ્રકારના સંબંધો કાપી નાખ્યા હતા. લખનઊના એ બનાવમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ બીએસપીના સપોર્ટરો જ્યાં રોકાયાં હતાં એ ગેસ્ટ હાઉસ પર હુમલો કર્યો હતો અને માયાવતીની કથિત મારપીટ કરી હતી. એ બનાવ પહેલાં બન્ને પક્ષો ઉત્તર પ્રદેશની યુતિ સરકારમાં ભેગાં હતા, પરંતુ ગેસ્ટ હાઉસની ઘટના બાદ તેમણે એકમેક સામે જોયું પણ નહોતું.

જોકે, શુક્રવારે માયાવતી અહીંના ક્રિશ્ર્ચિયન કૉલેજ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યાં ત્યારે મોટી મેદનીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને એ લોકોમાં મોટા ભાગે સમાજવાદી પાર્ટીના ટેકેદારો હતા.

સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યએ માયાવતી સામે ઝૂકીને નમન કર્યું હતું અને થોડી વાર બાદ મુલાયમ સિંહ કે જેમણે પહેલું પ્રવચન કર્યું હતું તેમણે માયાવતીને આવકાર્યા હતા અને પોતાના ટેકેદારોને અપીલ કરી હતી કે તમે હંમેશાં માયાવતીનું સન્માન જાળવજો.

મુલાયમ સિંહે પ્રવચનમાં કહ્યું હતું કે ‘હું અને માયાવતી ઘણા લાંબા સમય પછી એક જ મંચ પર આવ્યાં છીએ. અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ.’ મુલાયમ સિંહે ટૂંકા પ્રવચનમાં પોતાને ચૂંટણીમાં જિતાડવાની મતદાતાઓને અપીલ કરી હતી.

માયાવતીએ તેમનાં પ્રવચનમાં સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવવાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ‘ઘણાને નવાઈ લાગતી હશે કે સ્ટેટ ગેસ્ટ હાઉસના બનાવ છતાં હું કેમ અહીં મુલાયમ સિંહજીના પ્રચારકાર્યમાં સહભાગી થવા આવી છું? જોકે, ક્યારેક પક્ષના અને જનતાના હિતમાં અઘરા નિર્ણયો લેવા પડતા હોય છે. મુલાયમજીએ સમાજના તમામ વર્ગોના લોકોને પોતાના સપાના બૅનર હેઠળ આવરી લીધા છે એમાં કોઈ શંકા નથી. તેઓ પછાત વર્ગના લોકોના ખરા નેતા છે. આ વર્ગના લોકો હજી પણ તેમને ખરા નેતા માને છે. તેઓ કંઈ નરેન્દ્ર મોદીની જેમ ‘નકલી’ કે ‘બનાવટી’ નથી.’

માયાવતી પ્રવચનના છેવટના ભાગમાં થોથવાઈ ગયાં હતાં. તેમણે ટેવ મુજબ પોતાના પક્ષનું સૂત્ર ‘જય ભીમ’ ઉચ્ચાર્યું હતું. જોકે, તરત જ તેઓ ‘જય લોહિયા’ બોલ્યાં હતાં.

April 20, 2019
devendra-fadnavis1.jpg
1min12270

એક સમયે ચાર લાખ હેક્ટર જમીન માટે સિંચન સુવિધા ઉપલબ્ધ કરી દેનારો તાપી મેગારિચાર્જ પ્રકલ્પ પૂર્ણ થશે ત્યારે તે સૌને આશ્ર્ચર્યચક્તિ કરી દેશે, તેમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાવેર ખાતે વિજયસંકલ્પ સભામાં જણાવ્યું હતું.

Maharashtra chief minister Devendra Fadnavis along with wife Amruta during the media meet on the occasion of Diwali festival at his official residence Varsha at Malabar hill on Tuesday. Express Photo by Prashant Nadkar. 17.10.2017. Mumbai.

જળગાંવ અને રાવેર ખાતે ઉન્મેશ પાટીલ અને રક્ષાતાઈ ખડસેના મતવિસ્તારમાં તેમની સભા યોજાઈ હતી. મહારાષ્ટ્રના સી.એમ. ફડણવીસે જણાવ્યું હતું કે તાપી નદી ખાતે પાડળસા ધરણનું કામ આપણી જ સરકારના હસ્તે પૂરું થશે. આ માટે રૂ. 2771 કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટથી અંમળનેર તાલુકાના 67 ગામને લાભ મળશે.

તાપી રિચાર્જ પ્રકલ્પનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ જળશક્તિ મંત્રાલય સ્થાપન કરી તમામ પ્રકલ્પોની ખાસ કાળજી લેવાનું નક્કી કર્યું છે.

જળગાંવ જિલ્લાના ખેડૂતોને રૂ. 2300 કરોડની મદદ મળી છે. રાવેર ખાતે ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં દુષ્કાળની સમસ્યા છે અને સરકારને તેની પૂર્ણ માહિતી છે.

અત્યાર સુધી 72 લાખ ખેડૂતના ખાતામાં દુષ્કાળ માટેની રાહતની રકમ જમા થઈ ચૂકી છે. કેન્દ્ર સરાકરે મહારાષ્ટ્રને અત્યાર સુધીની સૌથી મોટી મદદ કરી છે. આ ભાગમાં સિંચાઈ માટે મોટા કામ થઈ રહ્યા છે.

તાપી મેગા રિચાર્જ પ્રકલ્પ લોકોને અશક્ય લાગી રહ્યો છે, પરંતુ તે અમે હાથ ધરી રહ્યા છે, અને પૂરો થશે ત્યારે દુનિયાને અચરજ થશે. આ પ્રક્લ્પને લીધે કોઈ વિસ્થાપિત થશે નહીં. શેળગાંવ બેરેજ માટે રૂ. 770 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ભુસાવળ ખાતે વીજનિર્માણનો પ્રકલ્પ સાકાર થઈ રહ્યો છે, તેમ પણ ફડણવીસે જણાવ્યું હતું.