CIA ALERT
18. May 2024
April 20, 20191min7340

Related Articles



ચેમ્બરની ચૂંટણીમાં પણ મોદી વાઇરલ, ચૂંટાયા પહેલા ફોસ્ટાનો ક્રેડિટ રિવર્સલ પ્રોબ્લેમ સોલ્વ

Share On :
Print Friendly, PDF & Email

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી રવિવાર તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહી છે એ પૂર્વે લોકસભાની ચૂંટણીમાં જેમ મોદી મોદી થઇ રહ્યું છે એમ ચેમ્બરની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પણ સ્થાનિક ઉદ્યોગજગતમાં મોદી મોદી વાઇરલ થયું છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે દાયકાઓથી સુરતમાં કાર્યરત મિતિષ મોદી માટે કહેવાય છે કે પ્રેઝન્ટેશન અને પ્રોજેકશનમાં તેમની માસ્ટરી છે અને તેની પ્રતીતિ ફોસ્ટા સાથેની મિટીંગમાં જ જોવા મળી હતી. સ્થાનિક ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના આગેવાનો સાથેની બેઠકમાં સામાન્ય ચર્ચા ચાલી રહી હતી ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સ આગેવાનોએ આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલ ને સ્પર્શતી સમસ્યા અંગે ચર્ચા છેડીને ઉકેલ માંગ્યો હતો. મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ ત્વરિત તેનો ઉકેલ જણાવ્યો હતો અને ટેક્સટાઇલ વ્યાપારીઓને પણ તેમની વાત સ્પર્શી ગઇ હતી.

ટેક્સટાઇલ ટ્રેડર્સને હાલ એ સમસ્યા નડી રહી છે કે ખરીદ વેચાણના સોદામાં માલ વેચાણ કરતા વેપારીને મોટા ભાગના કિસ્સાઓમાં પેમેન્ટ 6 મહિના કે તેનાથી વધુ સમય બાદ મળે છે. પરંતુ, ખરીદનાર વેપારી એ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય છે. પેમેન્ટ બાકી હોવા છતાં ખાતામાં ટેક્સ ક્રેડિટનો ઉપયોગ થઇ ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં જીએસટીના નિયમો મુજબ 180 દિવસમાં જો પેમેન્ટ ન આવે તો ક્રેડિટ રિવર્સલ એન્ટ્રી કરવી પડે છે અને બાદમાં ટેક્સનું પેમેન્ટ કેશથી અને એ પણ 24 ટકા વ્યાજ સાથે. આ મુદ્દો ઉઠમણું કરી જતા વેપારીઓના કિસ્સામાં પણ લાગૂ પડે છે અને વેપારીઓનું પેમેન્ટ તો અટવાય છે ઉપરથી ટેક્સનો માર બમણો પડે છે.

આ મુદ્દા પર મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ વ્યાપારીઓને કેટલાક આઇડિયા શેર કર્યા હતા જેમાં જ્યુરિડિકશનલ જીએસટી અધિકારીને પેમેન્ટ નહીં કરનાર જે તે વેપારી અંગે લેખિતમાં જાણ કરવામાં આવે. ખરીદનારે પેમેન્ટ કર્યા વગર ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય તેવા કિસ્સામાં જીએસટી તંત્રની આકરાં પગલાંની જોગવાઇ છે. આમ, આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલના કેસમાં વ્યાપારીઓની મોટી રકમ વેડફાંતા કે ફસાતાં બચી શકે તેમ છે.

એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ સમા વિવર્સ અગ્રણીઓ સાથેની મિટીંગ પણ મિતિષ મોદી માટે ફળિભૂત થઇ છે. વિવર્સ તેમજ પ્રોસેસર્સ સાથે વન ટુ વન મિટિંગમાં મિતિષ મોદીએ પોતાના ભાવિ પ્રોજેક્ટ અને રણનીતિથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :