CIA ALERT

Blog - Page 529 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 26, 2019
sunstroke.jpg
1min110490

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

 

April 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7980

વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા શિક્ષણલક્ષી પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવશે.

સુરત,શુક્રવાર: આદિવાસી સમાજના ધો.-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી સમસ્ત આદિવાસી સમાજ(ગુજરાત)ના સુરત એકમ દ્વારા સુરતમાં આગામી તા.૨૮મીના રોજ સવારે ‌૯-૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી નગર પ્રા.શાળા નંબર-૧, ઓલપાડી મહોલ્લો, ઈન્ડોર સ્ટેડીયમ પાસે, ઘોડદોડ રોડ ખાતે પ્રથમ કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે. જેમાં દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા શિક્ષણલક્ષી પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવશે.

સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદિપભાઈ ગરાસિયા અને અધ્યક્ષશ્રી જી.આર.કોકણી ( નિવૃત્ત IRS) અધ્યક્ષસ્થાને આયોજિત શિબિરમાં તમામ સમાજ સંગઠન મંડળના સભ્યો, કારોબારી સભ્યો, તેમજ બેંક, LIC, પોલિસ, કૃષિ, મેડિકલ, મ્યુ.કોર્પોરેશન, ઓ.એન.જી.સી., જિલ્લા પંચાયત, મહેસુલ વિભાગ, બિઝનેસ, પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યરત સમાંજબંધુઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા તેમજ કારકિર્દી માર્ગદર્શનની બુકો પણ વિનામૂલ્યે આપવામા આવશે. શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે અંકિતભાઈ પટેલ (૯૯૯૮૮૭૫૩૨૮), મે્હૂલ પટેલ (૯૪૨૭૪૭૩૪૪૪), તેજસ પટેલ (૮૮૬૬૩૪૮૨૩૪)નો સંપર્ક કરવા સમસ્ત આદિવાસી સમાજ માર્ગદર્શન સમિતિની યાદીમાં જણાવાયું છે.

April 26, 2019
sabji_market-1280x720.jpg
1min8130

તોબા તોબા પોકારાવતી ગરમીએ ભલભલાને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા છે ત્યારે જીવનજરૂરી એવા શાકભાજીના ભાવ પણ ખૂબ વધી જતાં ઘર ઘરનાં બજેટ વેરણછેરણ થઇ ગયાં છે. બધાં જ શાકભાજી મોંઘાદાટ થઈ ગયાં છે એટલું જ નહીં શાકભાજીની ગુણવત્તા પણ નબળી આવતી હોવાથી ગૃહિણીઓ રોજ શું બનાવવું તેની ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રભરમાં કોઈ શાક એક કિલોએ રૂ. 60થી સસ્તું નથી. મહિલાઓ 250 અને 500 ગ્રામ ખરીદીને ચલાવી રહી છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને લીધે શાકભાજીનાં વાવેતર સાવ નબળાં રહ્યાં છે. એ કારણે ઉનાળાના આરંભથી જ શાકભાજી મોંઘાં છે. હવે ગરમી વધતા શાકભાજીના ભાવ આસમાને ચડી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડ કદની દૃષ્ટિએ ઘણું મોટું છે. જ્યાં સામાન્ય રીતે શાકભાજીની બેશૂમાર આવક થતી હોય છે. જોકે અત્યારે ફક્ત બટાટા અને ડુંગળીની જ નોંધપાત્ર આવક છે. એ સિવાયના તમામ શાકભાજી શોધવા પડે તેમ છે.
જથ્થાબંધ ભાવોમાં પાંખી આવકને લીધે કાગડાં ઉડતા હોય એવી સ્થિતિ છે. ફ્લાવરની આવક જ સામાન્ય દેખાય એવી છે. એ સિવાય તમામ શાકભાજી પૂરાં પચ્ચાસ ક્વિન્ટલ પણ આવતાં નથી! રાજકોટ યાર્ડમાં આજે રીંગણાની 37 ક્વિન્ટલની આવક હતી. કોબીજ 28 ક્વિન્ટલ, ફ્લાવર 250 ક્વિન્ટલ, ભીંડા 30 ક્વિન્ટલ, ગુવાર 35 ક્વિન્ટલ, દૂધી 30 ક્વિન્ટલ અને ગાજર 25 ક્વિન્ટલ આવ્યા હતા. એ સામે ડુંગળીની આવક 1800 ક્વિન્ટલ અને બટાટાની 9500 ક્વિન્ટલની આવક હતી.
શાકભાજીના ભાવ pef K.G.
શાક”” માર્કેટ યાર્ડનો ભાવ””” રિટેઇલ ભાવ
લીંબું”’ રૂ. 70-80””’ રૂ.125-130
ગુવાર” રૂ. 60-80””’ રૂ. 115-130
ભીંડા” રૂ. 40-50””’ રૂ. 90-100
દૂધી”” રૂ. 15-25””’ રૂ. 35-55
રીંગણા રૂ. 12-18””’ રૂ. 30-50
ટમેટાં” રૂ. 7-12”””’ રૂ. 30-60
કોબીજ રૂ. 8-12”””’ રૂ. 35-45
ફ્લાવર રૂ. 12-15””’ રૂ. 60-80

April 26, 2019
modi_roadshow.jpg
1min12150
6 કિલોમીટર લાંબા રોડ શોમાં જોડાયા ભાજપના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો : દશાશ્વમેઘ ઘાટે કરી
ગંગાઆરતી:’ આજે ઉમેદવારી નોંધાવશે
વારાણસીમાં રોડ શો પહેલા વડાપ્રધાન મોદીએ બાંદામાં એક રેલીને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડમાં મા ભારતીના ગૌરવ ગાનની જુની પરંપરા છે અને બુંદેલખંડમાં પહોંચીને એક વીર જવાનને નમન કરવાનો મોકો મળ્યો છે. જેઓ સ્વાગત માટે કતારમાં જોવા મળ્યા હતા. મોદીએ વિપક્ષને નિશાને લેતા કહ્યું હતું કે, ત્રણ તબક્કાના મતદાન બાદ વિપક્ષનો ચહેરો ઉતરી ગયો છે કારણ કે તેઓ પરિણામ જાણે છે. વધુમાં હિન્દી ફિલ્મ નિલ બટે સન્નાટાની તર્જ ઉપર મોદીએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં વિપક્ષી દળ ઝીરો બટે સન્નાટા રહેશે.’

વારાણસી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં હજ્જારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડયા હતા. આ રોડ શોમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. રોડ શો શરૂ કરતા પહેલા મોદીએ બીએચયુના સંસ્થાપક મદન મોહન માલવીયાની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 6 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત કરી હતી. જે શહેરના લંકા વિસ્તારથી મુદૌલિયા થઈને દશાશ્વમેઘ ઘાટ સુધી ચાલી હતી. ત્યાર બાદ દશાશ્વમેઘ ઘાટે મોદીને ગંગા આરતી કરી હતી.

આજે મોદીની ઉમેદવારી માટે એન.ડી.એ.ના મોટા માથાંઓ ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન મોદીના રોડ શોને જોવા માટે વારાણસીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જેનું મોદીએ અભિવાદન ઝિલ્યું હતું. ભવ્ય રોડ શો બાદ મોદીએ દશાશ્વમેઘ ઘાટે ગંગા આરતી કરી હતી અને રાત્રીના વારાણસીની હોટલ ડી પેરિસમાં વારાણસીના જાણીતા ચહેરાઓ સાથે વાતચીત કરી હતી. રોડ શો બાદ આજે શુક્રવારે જદયુ અધ્યક્ષ નીતીશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના સાથી પક્ષોના પ્રમુખ અને ભાજપના મંત્રીઓની હાજરી વચ્ચે વડાપ્રધાન મોદી વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર દાખલ કરશે. જેમાં વ્હેલી સવારે બુથ પ્રમુખો અને પક્ષના કાર્યકર્તાઓને સંબોધન બાદ સવારે 11 વાગ્યે ભગવાન કાળ ભૈરવની પૂજા કરશે.
April 26, 2019
nirav.jpeg
1min7360

પંજાબ નેશનલ બૅંક સાથે એક અબજ ડૉલરની છેતરપિંડી કરવામાં અને મની લૉન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા તેમ જ યુકેમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલા હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ નિરવ મોદી શુક્રવારે લંડન કોર્ટ સમક્ષ રિમાન્ડ સુનાવણી માટે હાજર રહેશે.

ગત મહિને ધરપકડ થયા બાદ 48 વર્ષીય નૈઋત્ય લંડનમાં આવેલી વંડ્સવર્થ જેલમાં બંધ છે. તેમને જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવશે. નિરવ મોદી શરણે આવવામાં નિષ્ફળ જશે એવી પશ્ર્ચાદ ભૂમિકા પર ચીફ મેજિસ્ટ્રેટ ઇમ્મા અર્બુથનોટ દ્વારા 29 માર્ચના રોજ નિરવ મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

‘આ એક મસમોટો છેતરપિંડીનો કેસ છે. જેમાં ભારતની બૅંકને 1-2 અબજ યુએસ ડૉલરનું નુક્સાન થયું છે. મને ખાતરી નથી કે આ કેસમાં માગવામાં આવેલા શરતી જામીન ભારત સરકારની ચિંતાઓને પહોંચી વળશે,’ એમ જજે તેમના ચુકાદામાં નોંધ્યું હતું.

આવા કેસમાં જ્યુડિશિયલ રિમાન્ડની 28 દિવસની સમય મર્યાદા મુજબ આ અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ) દલીલ કરશે. તેમણે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી તેની સામે મોદી યુકેની હાઇ કોર્ટમાં જામીન અરજી કરશે.

અગાઉ સોલિસિટર આનંદ દુબે અને બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરી સહિતની કાનૂની ટીમે તેમના ક્લાયન્ટ માટે એક મિલિયન પાઉન્ડ સિક્યોરિટી અને ઘરમાં નજરકેદ જેવા સખત ઇલેક્ટ્રોનિક ટૅગ પ્રતિબંધની ઓફર કરી હતી.

ડાયમંડ ડીલર નિરવના યુકેમાં કમ્યુનિટી ટાઇના અભાવ અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના દૂરસ્થ ટાપુ દેશ-વાનુઆટુનું નાગરિકત્વ મેળવવાનો 2017માં પ્રયાસ- આ બે બાબત નીરવ મોદીની વિરોધમાં ગઇ હતી અને જજે નોંધ્યું હતું કે આવા મહત્ત્વના સમયે નીરવ ભારતની દૂર જઇ રહ્યો છે.

સીપીએસ ટીમના વકીલે દલીલ કરી હતી કે પંજાબ નેશનલ બૅંક છેતરપિંડી કેસનો મહત્ત્વનો આરોપી ભાગી જશે અને સાક્ષી તથા પુરાવાઓ સાથે ચેડાં કરશે, એવું ગંભીર જોખમ રહેલું છે. એના ધંધાને કારણે એની પાસે હીરા, મોતી, સોનું છે.

ગત મહિનાની સુનાવણીમાં સામે આવ્યું હતું કે મોદીએ સાક્ષીઓને જાનથી મારવાની ધમકી આપી હતી અને પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી હતી.

નીરવની વકીલની ટીમ એ કિંગફિશર ઍરલાઇન્સના વિજય માલ્યાની ટીમ એક જ છે. તેણે નીરવ મોદી સામેના બધા આક્ષેપનું ખંડન કર્યું હતું.

મોદી યુકેમાં ઇન્વેસ્ટર્સ વિઝા પર રહે છે એમ માનવામાં આવે છે. સ્કોટલેન્ડ યાર્ડ ઑફિસર્સ દ્વારા સેન્ટ્રલ લંડનમાં જ્યારે નીરવ મોદી નવો બૅંક એકાઉન્ટ ખોલાવવા ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

April 26, 2019
GUJCET-2019-1280x720.jpg
1min6060

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર વગેરેના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા આજે રાજ્યભરમાં પુષ્કળ ગરમી વચ્ચે 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઇ છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે 1.36 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં 45 સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે સીબીએસીઈ બોર્ડ પરીક્ષા અને ગુજરાત લોકસભા મતદાનના કારણે ગુજકેટ પરીક્ષાની ત્રીજી વાર તારીખ ફારફેર કરવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ ગત તા.30મી માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને તા.4થી એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તા. 23મી એપ્રિલ જાહેર થઇ. ત્યારે તા.23મી મેએ લોકસભા મતદાન હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રીજી વાર બદલાઈ હતી અને જે હવે આજે શુક્રવારે તા.26મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન ખાતાએ શહેરમાં 44 ડિગ્રી તાપમાન હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને સોમવાર સુધી તાપમાન 45 ડિગ્રી પાર કરશે તેવી પણ હવામાન ખાતે આગાહી કરી હતી. આવતીકાલે શુક્રવારે શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં પણ આવી છે.

April 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5320

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં 26 બેઠકો પર 63.67 ટકા મતદાન થયું હતું. હારજીત અંગે સીધુ ગણિત માંડીએ તો ઉત્તર ગુજરાતની 3 બેઠક અને સૌરાષ્ટ્રની 7 જ્યારે સુરત, વડોદરા અને નવસારીમાં ભાજપ સારી એવી લીડથી જીત્યું હતું. એટલે ભાજપ માટે આ 7 સીટ ખતરાની ઘંટડી સમાન ગણી શકાય અને 19 સીટ સુરક્ષિત છે તેવું કહેવાય. રાજકીય એક્સપર્ટસનું કહેવું છે કે, ભાજપ માટે કપરા ચઢાણ આ સાત સીટ માટે જ છે.

હવે આગામી તા. 23 મે મહિનાના રોજ પરિણામ આવશે. ભાજપે ગત વખતની જેમ આ વખતે પણ 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે પણ આ વખતે ભાજપ માટે ખરાખરીનો મુકાબલો છે. કેટલીક બેઠકો એવી છે જેના પર ભાજપની સરસાઈ પર બ્રેક લાગી શકે છે. આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપનું સ્પીડબ્રેકર બનશે. આમ જોવા જઈએ તો કહી શકાય કે, આ સીટો પર જ અસલી ઈલેકશન લડાયું છે. જ્યાં ખરી હાર-જીત થશે 23મીએ.

2017ના વિધાનસભા ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો, કેટલીક સીટ એવી હતી જ્યાં કૉંગ્રેસની જીત થઈ છે અને આ સીટો પર કૉંગ્રેસ 14 હજારથી લઈને 1.68 લાખના માર્જિનથી જીત્યું છે. આ સીટમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે.

 

April 26, 2019
maharashtra_map.jpg
1min5130

લોકસભાની ચૂંટણીના કામકાજ માટે નિમવામાં આવેલા અધિકારી, કર્મચારીઓને મતદાન બાદ બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી હોવાના અહેવાલ આવી રહ્યા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ અહેવાલો આવ્યા બાદ કર્મચારીઓમાં ગેરસમજ ફેલાઈ ગઈ હતી, તેને પગલે રાજ્યના ચૂંટણી કમિશન ઑફિસ તરફથી આ અહેવાલો ખોટા હોઈ મતદાનના બીજા દિવસે કર્મચારીઓને કોઈ જાહેર રજા આપવામાં આવી ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે ચૂંટણીના બીજા દિવસે કર્મચારીને રજા તો આપવી જોઈએ. કારણ કે મોટા ભાગના કર્મચારીઓ તેમના ઘરેથી દૂર ચૂંટણીની કામગીરી માટે મોકલવામાં આવ્યા હોવાથી તેમને મુશ્કેલી પડતી હોય છે. એક દિવસમાં તો અવરજવર કરવામાં જ સમય નીકળી જાય તેથી રજા જરૂરી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

April 26, 2019
bjpvsgu.jpg
1min5620

મહારાષ્ટ્રમાં 29મી તારીખે ચોથા અને છેલ્લા તબક્કાની ચૂંટણી છે ત્યારે તે પહેલા ભાજપ અને કૉંગ્રેસ પક્ષના નેતાઓ મતદારોને મનાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આજે મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અહેમદનગરમાં સંગમનેર ખાતે સભાને સંબોધશે. ચોથા તબક્કામાં મુંબઈની છ બેઠક માટે પણ મતદાન થવાનું છે. ભાજપે શિવસેના સાથે જોડાણ કર્યું હોવાથી ત્રણ બેઠક પર ભાજપ અને ત્રણ બેઠક પર શિવસેના લડી રહી છે. 2014માં મુંબઈની તમામ બેઠક પર યુતિના ઉમેદવારો જીતીને આવ્યા હતા. આ વખતે પણ ઈશાન મુંબઈને બાદ કરતા તમામ વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. મુંબઈ માત્ર આર્થિક રાજધાની જ નહીં, એક આંતરરાષ્ટ્રીય શહેર તરીકે પ્રસ્થાપિત છે તેથી અહીંની બેઠકો જીતવી તમામ પક્ષ માટે મહત્ત્વની છે.

બીજી બાજુ રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી મુંબઈમાં રેલી યોજશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ એમ બન્યું નથી. ગાંધી મહારાષ્ટ્રને ઓછું મહત્ત્વ આપી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે, પરંતુ કૉંગ્રેસના નેતાઓએ આ વાતનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે તેમણે અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી છે. આ સાથે એનસીપી ચીફ શરદ પવાર મુંબઈમાં પણ સભાઓ લઈ રહ્યા છે. ગાંધીએ ચૂંટણીની તારીખ પહેલા મુંબઈમાં સભા સંબોધી હતી. મુંબઈમાં ગુજરાતી મતદારો પણ મોટા પ્રમાણમાં છે ત્યારે મોદીના ભાષણની અસર તેમના પર વધારે પડશે, તેમ માનવામાં આવે છે. 17 બેઠક માટે લગભગ 3.11 કરોડ મતદાર પોતાની ફરજ નિભાવશે. મુંબઈ, થાણે, પાલઘર, ભિવંડી અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ચૂંટણી યોજાશે.

આજે બીકેસી ખાતે જનમેદની એકઠી કરવાની જવાબદારી મુંબઈના ભાજપ-શિવસેનાના નેતાઓ-પદાધિકારીઓ તેમ જ છ લોકસભા બેઠક પર ઊભેલા ઉમેદવારોને સોંપવામાં આવી છે. પક્ષના સૂત્રોનું માનીએ તો તમામ મતવિસ્તારોમાંથી 150 બસ મેદાન સુધી પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે. 1000 જેટલી બસમાં માણસો મેદાન સુધી લઈ જવામાં આવે તેમ માનવામાં આવે છે .જોકે એક પદાધિકારીનું કહેવાનું હતું કે પક્ષ તરફથી આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ રેલીમાં શિવસેના અને આરપીઆઈ પણ જોડાયા હોવાથી આપોઆપ જંગી રેલી સાબિત થશે. લોકોને વડા પ્રધાનને પ્રત્યક્ષ સાંભળવાની પણ ઈચ્છા હોય છે, આથી આમ જનતા પણ મોટી સંખ્યામાં ભાગ લેશે અને આ રેલી ખૂબ જ સફળ સાબિત થશે.

April 25, 2019
bni_logo.png
1min9280

जयेश ब्रह्मभट्ट

BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल को सुरत लाने वाले सी.ए. गौरव सिंघवी के नाम पर विवाद खडां हो गया है. सुरत में BNI चेप्टर्स के मेम्बर्स को विकली मिटिंग में गैरहाजिर रहे ने पर फटकार लगाने वाले गौरव सिंघवी खुद सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI )  कि मिटिंग में हाजिर नहीं रहेते. उनकी निरंतर गैरहाजरी के चलते चलते SGCCI ने उन्हे बरखास्त क्यूं न किया जाए इस मुद्दे पर कारणबताव नोटिस दिया है. यह मुद्दा बी.एन.आइ. के मेम्बर्समां भारी चर्चास्पद बना हूआ है.

हाल ही में सुरत में BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल ने 1000 दिन पूरे किए है. उसी दिन BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के सर्वेसर्वा माने जाते सी.ए. गौरव सिंघवी को उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के चलते नोटिस मिला है. गौरव सिंघवी जैसे तकरीबन 29 बडे उद्योगपतिओ को नोटिस दिया गया है.

गौरव सिंघवी इसिलिए विवाद में फंसे है क्यूंकी BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के चेप्टर्स में मेम्बर्स कि गैरहाजरी पर वे खुद और डो.निधी सिंघवी काफी सख्त रूख अपना तै है. अगर कोई मेम्बर अनिवार्य कारण से मिटींग में नहीं जा सक्ता तो उनको फोन करके धमकाया जाता है. उनके सामने काफी कम्पलेन उठे है, पर मेम्बर्स अभी तक उनके खिलाफ कम्पलेन नहीं करते थे लेकिन अब BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) को कम्पलेन करने का मन बना चूके है.

BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) के नियमो के मुताबिक विकली मिटींग के प्रति मिटिंग 800 रू. प्रति माह ले सक्ते है पर यहां सुरत में मेम्बर्स को एक साथ 3 महिने कि मिटींग्स के पैसे एडवान्स में जमा करवाए जाते है, ऐसा इसिलिए किया जाता है ताकी मेम्बर गैरहाजिर न रहे, अगर रहे तो भी उनका पैसा एडवान्स में बी.एन.आइ. के खाते में जमा हो गया होता है.

क्या कहा गौरव सिंघवी ने गैरहाजरी के विवाद में

जब सी.आइ.ए. लाइव ने गौरव सिंघवी को व्होट्स एप के जरिए उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के बारे में पूछा तभी उन्हो ने कहा कि अब से सभी मिटींगोमां वो हाजरी दैंगे, और उन्हे कहा की मै बहुत खुश हुं की उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) मेम्बर्स कि गैरहाजरी पर इतनी चिंता जता रही है.

BNI સુરતમાં ગેરહાજરી બાબતે કડક વલણ અપનાવતા ડાયરેક્ટર ગૌરવ સિંઘવી ખુદ SGCCIની મિટીંગોમાં ગેરહાજર રહે છે

સુરતમાં BNI બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલને લાવીને ડઝનબંધી ચેપ્ટર્સ ઉભા કરનાર સી.એ. ગૌરવ સિંઘવી એક અજીબોગરીબ વિવાદમાં સપડાયા છે. BNI સુરતના ચેપ્ટર્સમાં મેમ્બર્સ બનેલા લોકોની અનિવાર્ય કારણોસર પણ જો કોઇ ગેરહાજરી હોય તો તેમને ઝાટકી નાંખતા સી.એ. ગૌરવ સિંઘવી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ની મેનેજિંગ કમિટીની મિટીંગમાં સતત ગેરહાજર રહેતા આવ્યા છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરતા  SGCCI એ ગૌરવ સિંઘવીને નોટિસ ફટકારી છે.

SGCCI એ કુલ 29 સભ્યોને નોટિસ ફટકારી છે એમાં ગૌરવ સિંઘવી એટલા માટે વિવાદમાં સપડાયા છે કેમકે તેઓ બી.એન.આઇ. સુરતમાં ગેરહાજરી બાબતે સખત વલણ અપનાવે છે અને અનેક મેમ્બર્સ તેમની આ બાબતને લઇને બી.એન.આઇ. ચેપ્ટર્સ છોડી ચૂક્યા છે.

શું કહ્યું ગૌરવ સિંઘવીએ

બી.એન.આઇ. સુરત ચેપ્ટર્સમાં ગૌરવ સિંઘવીના બેવડા ધોરણો આજે દિવસભર ચર્ચામાં રહ્યા છે. સી.આઇ.એ. લાઇવ એ ગૌરવ સિંઘવીને જ્યારે SGCCIની મેનેજિંગ કમિટીની મિટીંગમાં ગેરહાજરી બાબતે પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે હવે પછીની મિટીંગોમાં તેઓ હાજરી આપશે. તેમણે ઉમેર્યું કે તેઓ ખુશ છે કે SGCCI પોતાના સભ્યની ગેરહાજરી બાબતે ચિંતિત છે.