CIA ALERT

Blog - Page 505 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 29, 2019
neet.jpeg
1min12640

Jayesh Brahmbhatt

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને હાલમાં વિદેશમાં એમ.બી.બી.એસ. અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં એ બાબતે ભારે કન્ફ્યુઝન છે કે ફોરેન સ્ટડી માટે નીટ જરૂરી છે કે નહીં, ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટમાં ક્વોલીફાય થવું જરૂરી છે કે નીટ ફક્ત એપીયર (પરીક્ષામાં બેઠા હોય) એ જ કાફી છે નીચે મુજબના સવાલોના જવાબોની સ્પષ્ટતા કરતા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક ગાઇડલાઇન જારી કરી છે જે અક્ષરસઃ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

  • ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટ જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં મેડીકલ અભ્યાસ માટે નીટમાં ક્વોલિફાય થવું જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં અભ્યાસ કરવા માટે નીટમાં ફક્ત એપિયર થવું જરૂરી છે?
  • નીટનો સ્કોર કેટલા વર્ષ માટે વેલિડ ગણાય?

પાંચમી જૂન 2019ની આસપાસ જાહેર થઇ શકે છે નીટ 2019નું પરીણામ

May 29, 2019
images_1528535254908_mandul_snake-1280x719.jpg
1min6540

ભાયંદર પૂર્વમાં દુર્લભ જાતિના રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ વેચવા માટે આવેલા બે જણને નવઘર પોલીસે ઝડપી પાડ્યા હતા. નવઘર પોલીસ સ્ટેશનના પીઆઇ રામ ભાલસિંહને માહિતી મળી હતી કે ભાયંદર પૂર્વમાં સાંઇબાબા ફાટક પાસે બે શખસ દુર્લભ જાતિના સાપ વેચવા માટે આવવાના છે. આથી પોલીસ ટીમે મંગળવારે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું અને બે જણને તાબામાં લીધા હતા.

વાજીદ હુસેન મોહંમદ યુસુફ કુરેશી (47) અને શંભુ અચ્છેલાલ પાસવાન (39) નામના બંને શખસની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. અઢી કરોડની કિંમતના બે સાપ મળી આવ્યા હતા. નવઘર પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને બંને શખસની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીએ આ સાપ ક્યાંથી મેળવ્યા હતા અને તે કોને વેચવા માટે અહીં આવ્યા હતા, તેની પોલીસ તપાસ કરી રહી છે.

May 29, 2019
maharashtra_map.jpg
1min5170

શિવસેનાના સાંસદો મરાઠીમાં શપથ લેશે, તેમ પક્ષના નેતાએ જણાવ્યું હતું. રાજ્યમાંથી કુલ ૧૮ શિવસેનાના સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે અમે મરાઠીનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા માટે છીએ. ૧૭મી લોકસભાની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ છે અને પહેલું સંસદીય સત્ર ૬ઠ્ઠી જૂનથી ૧૫મી જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે. ૩૦મી મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પ્રધાનમંડળ અને સાંસદો શપથ લેશે.

May 29, 2019
fire_safty.jpg
1min7360

સ્કુલ્સ અને ટ્યુશન ક્લાસમાં ફાયરસેફ્ટી માટે બેદરકારી દાખવાય છે, તેના સેંકડો પુરાવા મળ્યાં છે. હોસ્પિટલ્સ અને તે પણ શહેરની ટોચની હોસ્પિટલ્સ પણ આ દિશામાં સદંતર બેદરકાર જણાઈ છે. મંગળવારે 29 May 2019 પાલિકાએ આવી 40 ટોચની હોસ્પિટલ્સને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો સપ્તાહમાં કોઈ દરકાર નહીં લેવાય તો પાણીનું કનેક્શન કાપી નાંખવા માટેની ચિમકી આપવામાં આવી છે.

ફાયર બ્રિગેડે કહ્યું હતું કે, શહેરની જાણીતી હોસ્પિટલ્સ જેમાં યુનિક હોસ્પિટલ, ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, ગિરીશ ગ્રુપ હોસ્પિટલ, બી.ડી.મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, બાપ્સ હોસ્પિટલ, આશુતોષ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, નુપુર નર્સિંગ હોમ જેવી કુલ 40 હોસ્પિટલ્સને ગત એપ્રિલ મહિનામાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં આ હોસ્પિટલ્સ હજુ તેમાં આળસ દાખવી રહી છે. જોકે, હવે તેમની આળસને નહીં બક્ષવામાં આવે. તેમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો તેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહીં કરે તો આ તમામ 40 હોસ્પિટલ્સના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવશે. તેવી આખરી મહેતલ આપવામાં આવી છે.

May 29, 2019
team-india-ap-fb.jpg
1min6270

ભારતે પોતાની બીજી અને અંતિમ વૉર્મ અપ મેચમાં બાંગ્લાદેશને 95 રનના મોટા અંતરથી હરાવી વર્લ્ડકપ પહેલા આત્મવિશ્વાસ મેળવી લીધો છે. કે એલ રાહુલ (108) અને એમ એસ ધોની (112)ની શાનદાર સદીઓની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 359 રન બનાવ્યા હતા

બાંગ્લાદેશે ટૉસ જીતી ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી અને 102 રનના સ્કોરમાં 4 મહત્વની વિકેટો પડી ગઈ હતી. રોહિત શર્મા અને શિખર ધવન ફરી એકવાર નિષ્ફળ રહ્યાં હતા. કોહલી 47 રન બનાવી આઉટ થયો હતો જ્યારે વિજય શંકર માત્ર 2 રન જ બનાવી આઉટ થયો હતો. એક સમયે લાગતું હતું કે, આ મેચમાં પણ ભારતની હાલત ન્યૂઝીલેન્ડ સામે થઈ હતી તેવી જ થશે. જોકે, છઠ્ઠા ક્રમે આવેલા ધોનીએ કે એલ રાહુલ સાથે મળીને જોરદાર બેટિંગ કરી હતી. બંનેએ સેન્ચુરિયન ઈનિંગ રમી હતી. રાહુલે 99 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 જ્યારે એમ એસ ધોનીએ 78 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 164 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યા (21) અને રવીન્દ્ર જાડેજા(11)ની ઝડપી ઈનિંગની મદદથી ભારતે 50 ઓવરના અંતે 359 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો.

જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ-યુઝવેન્દ્ર ચહલે 3-3, જસપ્રીત બુમરાહે 2 અને રવીન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.

360 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી. જોકે. વિના વિકેટે 49 રન બનાવ્યા બાદ આ જ સ્કોર પર બે વિકેટો ગુમાવી દેતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પછી ઓપનર લિટન દાસ(73) અને મુશફિકર રહીમ (90) વચ્ચે 120 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી પણ તેમના પછી બીજા કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. અંતે 49.3 ઓવરમાં આખી ટીમ 264 રન પર સમેટાઈ ગઈ હતી.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min6330

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 29, 2019
left_tmc.jpeg
1min6290

મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ સહિત તૃણમૂલના નેતાઓ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા : 50 કાઉન્સિલર પણ સામેલ

લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 18 બેઠક જીતીને સફળતા હાંસિલ કરનાર ભાજપે તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે.’ મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય સહિત ત્રણ ધારાસભ્ય અને લગભગ પ0 નગરસેવક ભાજપમાં સામેલ થયા છે.

 

ભાજપના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય અને મુકુલ રોયની હાજરીમાં બીજપુરથી તૃલમૂલના ધારાસભ્ય અને લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ તૃણમૂલે સસ્પેન્ડ કરેલા શુભ્રાંશુ રોય, તૃણમૂલના જ ધારાસભ્ય તુષારકાંતિ ભટ્ટાચાર્ય અને સીપીઆઈ(એમ)ના દેબેન્દ્ર રોય અનેક કાઉન્સિલરો સાથે કેસરિયા પક્ષમાં જોડાયા હતા.

ભાજપમાં સામેલ થયેલા કાઉન્સિલરો 24 પરગણા જિલ્લાના કંચરાપારા,હલિશહર અને નૈહાતી નગરપાલિકાના છે. હવે ભાટપારા નગરપાલિકા પર ભાજપનો કબ્જો થઈ જશે. આજે તૃણમૂલ કોંગ્રેસના અનેક નગરસેવકો દિલ્હી પહોંચ્યા હતા. કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે અમે મમતા બેનર્જીથી નારાજ નથી પણ બંગાળમાં ભાજપની હાલની જીતથી પ્રભાવિત થઈને પક્ષમાં સામેલ થઈ રહ્યા છીએ. લોકો ભાજપને પસંદ કરી રહ્યા છે.

મુકુલ રોય છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં છે અને તૃણમૂલને તોડવાનું કામ કરી રહ્યા છે. અગાઉ તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં હતા ત્યારે અન્ય પક્ષના નેતાઓને તૃણમૂલમાં ખેંચવાનું કામ કરતા હતા હવે ભાજપમાં રહીને એવું કામ કરી રહ્યા છે. વર્તમાન તૃણમૂલ સાંસદ અનુપમ હાજરા અને સૈમિત્ર ખાનને પણ તેમણે ભાજપમાં સામેલ કર્યા હતા.

May 29, 2019
fire_safty-1.jpg
1min8710

સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને ફાયરબ્રિગેડ હરકતમાં આવતા રાજ્યમાં ફાયરસેફ્ટીના સાધનો ખરીદવા ખાનગી ટયૂશન સંસ્થાના માલિકો, ઑફિસોવાળા, શાળા સંચાલકો માટે પડાપડી કરી રહ્યાં છે. તો બીજી તરફ ફાયરસેફ્ટીના સાધનોનું વેચાણ કરતા ડિસ્ટ્રિબ્યુટર્સ બમણા ભાવે સાધનોનું વેચાણ કરી રહ્યાં છે. જેમાં ઓરિજનલ સાધનો સાથે ડુપ્લિકેટ ફાયરસેફ્ટીનો માલ વેચી બમણોે ફાયદો કરી રહ્યા છે. સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાતા ડિસ્ટ્રિબ્યુટર્સ પણ ફાયદો ઊઠાવી રહ્યાં છે.

સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ઈમારતો, સ્કૂલ, હોટલ, રેસ્ટોરન્ટ અને હૉસ્પિટલમાં ફાયરસેફ્ટીના નિયમોને લઈને કોઈપણ બાંધછોડ નહીં કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા છે. જેથી વિવિધ સંસ્થાના સંચાલકો ફાયરસેફ્ટીના સાધનો ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે.

ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં વધારો થતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હોર્સ પાઈપ, મીટર, વાલ્વ સહિત સાધનોની માગ સૌથી વધુ ગુજરાતના મુખ્ય શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયરસેફ્ટીની સુવિધા પૂરતી નથી અને જે ચાલું છે તેમાંથી કેટલાક કામ નથી કરતા. સરકાર, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડના કડક આદેશથી સંચાલકો ફાયરસેફ્ટીના નવા સાધનો ખરીદી રહ્યાં છે. જેમાં એક્સટિંગ્વિશર, હોર્સ પાઈપ, મીટર, વાલ્વ, હેવી ડેનસિટી સહિતના સાધનોની ડિમાન્ડ સૌધી વધુ છે.

ફાયરના સાધનોનું વેચાણ કરતા વેપારીઓનો ધંધો બમણો થઈ જતાં બેફામ ભાવ લેવામાં આવે છે. સાથે સાથે ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર્સ ડુપ્લિકેટ માલ પણ પધરાવી દેતા હોવાનું જાણવા મળ્યું હતું. એક ઈક્વિપમેન્ટનો ભાવ જો 1500 હોય તો સંચાલકોને તંત્ર અને સરકારનો ડર બતાવી તેને ડબલ એટલે કે 3000માં વેચી રહ્યાં છે. સુરત તક્ષશિલા અગ્નિકાંડની કરુણાંતિકા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના લોકોને હચમચાવી દીધા હતા. આ ઘટનામાં 22 વહાલસોયાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ઈમારતો, સ્કૂલ, હોટલ, રેસ્ટોરાં અને હૉસ્પિટલમાં ફાયરસેફ્ટીના નિયમોને લઈને કોઈપણ બાંધછોડ નહીં કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા હતા.

May 29, 2019
trafficeineverest.jpg
1min7820

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

May 29, 2019
petrol-diesel-1.jpg
1min5000

ચૂંટણી પૂર્ણ થયા બાદ બળતણના ભાવ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલના વધવાના શરૂ થયા છે. બળતણના ભાવ લિટરે 70-80 પૈસા વધ્યા છે. એક અઠવાડિયામાં પેટ્રોલ લિટરે 83 પૈસા તથા ડીઝલ 73 પૈસા મોંઘું થયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડતેલના ભાવ વધવા છતાં અત્રે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 71.86, ડીઝલના રૂ. 66.69, મુંબઈમાં પેટ્રોલના રૂ. 77.47 તથા ડીઝલના રૂ. 69.88 થયા છે.

આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે ચૂંટણી દરમિયાન ભાવ જાળવી રાખ્યા હતા. હવે વધારવા માંડ્યા છે.