ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના પાંચ જિલ્લાના 79 ડેમો પૈકી 51 ડેમોમાં નવા નીરની આવક થતા ઓવરફલો થયા હતા.
જામનગરના ઉંડ-1ના 14 પાટીયા, ઉંડ-2ના 17 પાટીયા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના રાવલ ડેમ, શિંગોડા, હિરણ-2, મચ્છુન્દ્રી ડેમ નવા નીર છલકાયા હતા.
કમલેશ્વર, હિરણ-1 90% સપાટી સુધી ભરાઈ ગયા છે. જૂનાગઢ સિંચાઈ વર્તુળ હેઠળના 6 ડેમોના પાટીયા ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાવાના કારણે કુતિયાણા ગામના હેઠવાસના ગ્રામજનોને સચેત કરાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની કૃપા વધુ એક વખત થતા જિલ્લામાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહિત થયો છે.
સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લાના પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફલો અને કમલેશ્વર ડેમ, હિરણ-1 ડેમ 90% ભરાઈ જતા ઓવરફલો થવાની શકયતાના પગલે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.
કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં નવા નીરની આવકના પગલે ઓવરફલો થતા શિગોડા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું. શિગોડા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉના-ગીરગઢમાં આવેલા આવેલા રાવલ ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થતાં ઓવરફલોના પગલે છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે પાણીની આવક ઘટતા રાવલના દરવાજા બંધ કરી ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
ધામળેજના બરડા બંધારા ડેમ ઓવરફલો થતાં સોમતી નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.
હિરણ-2, મછુન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફલો થતાં પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. હિરણ-1, કમલેશ્વર ડેમ 90 થી 95 % નવા પાણીથી ભરાય જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.
જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ હેઠળના ડેમો જળાશયોમાં રવિવારે 2 થી 6 ઈંચ વરસાદ બાદ નવા નીરની આવક થતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું લેવલ જાળવવા માટે હિરણ-1માં 4 દરવાજા, રાવલમાં 6 દરવાજા, સાબલીમાં 2, મધુવંતીમાં 2 દરવાજા ખોલ્યા હતા જે અવિરત ઓવરફલોના પગલે હિરણ-2માં ત્રણ, શિંગોડાના ત્રણ, રાવલના ત્રણ, ઓઝત-2ના 2, સાવલીનો 1, વૃજમીનો-1, રાણા ખીરસરાનો-1 દરવાજો ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાયા હતા.
માણાવદર પંથકના બાંટવા ખારા ડેમ, રસાલા ડેમ, સણોસરા ડેમમાં નવા નીરના પગલે ભારે પ્રવાહ સાથે ઓવરફલો થઈ રહ્યો છે. બાંટવા ખારો ડેમ ઓવરફલો પગલે કુતિયાણા તાલુકાના તરખાઈ, ધરસણ, ગઢવાણા, રેવદ્રાના હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં કુતિયાણા તંત્રએ જવાની મનાઈ ફરમાવી હતી.
પોરબંદરના રાણાવાવમાં બરડા ડુંગરમાં મધ્યે આવેલા ફોદળા ડેમમાં 27 ફૂટ પાણી, ખંભાળા ડેમમાં 18 ફૂટ નવા નીરની આવક થઈ હતી.
રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના હેઠળના ડેમમાં મોરબીનો મચ્છુ-1, મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1, ડેમી-2, ડેમી-3 ડેમ ઓવરફલો થયા હતા. જ્યારે જામનગર જિલ્લાનો ફુલઝર-1, આજી-4, પન્ના, ફોફળ ડેમ, રંગમતી, રૂપારેર, સરસોઈ, ઉંડ-1-2-3, દ્વારકા જિલ્લાનો વર્તુ-1, વેરાડી-1, ત્રિવેણી ઠાંગા, વાછપરી, વેરી, ઉમીયા સાગર ડેમ ઓવરફલો થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનો ભોગાવો-1-2, લીંબણી, ફાડદંગ બેટી, સોનમળી સહિત આજી-1-2-3, ભાદર-2, શાપરાવાડી-2, ધોળીધજા ડેમ, કોણકી ડેમ, કોબા ડેમ, ગોંડલી, કંકાવટી, કરમાળ, લાલપરી મળી કુલ 79 ડેમોમાંથી 51 ડેમો નવા નીરથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે.

ગુજરાતભરમાં ખોવાયેલા મોબાઇલ શોધી આપવામાં અવ્વલ રાજકોટ પોલીસના સાઇબર સેલે છેલ્લા ત્રણ વર્ષ અને આઠ મહિનામાં આશરે છ કરોડથી વધુ કિંમતના છ હજાર જેટલા ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ આજના ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા મોબાઈલ શોધવું મુશ્કેલ રહ્યું નથી. ગુજરાતભરમાં દર મહિને હજારો મોબાઈલ ખોવાતા હશે અને તેઓ પોલીસમાં ફરિયાદ પણ કરતા હોય છે ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે છ કરોડથી વધુના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. જેમાં રાજકોટ સાઈબર સેલે વર્ષ ૨૦૧૬માં કુલ એક કરોડ ૬૬ લાખ ૫૫ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૭માં કુલ એક કરોડ ૪૭ લાખ ૯૪ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૮માં કુલ બે કરોડ ૭૫ લાખ ૨૪ હજારની કિંમતનાં અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં કુલ એક કરોડ ૧૨ લાખ ૭૯ હજારની કિંમતનાં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા હતા. જોકે કોઈનો મોબાઇલ ખોવાય તો તેનું બિલ હોવુ જરૂરી છે. તેના આઇએમઈઆઈ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. ખોવાયેલો મોબાઇલ કોઈ ચાલુ કરી પોતાનું સિમકાર્ડ નાંખે એટલે લોકેશન ટ્રેસ થઈ જાય છે.
બિટકનેક્ટ કેસમાં સતીષ કુંભાણી સહતિના ચાર આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમે કોર્ટમાં ચાર હજાર પાનાની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી ૨૦ કરોડના ચિટિંગની ફરિયાદ આવી હતી. જેની સામે સીઆઇડી ક્રાઇમે રૂપિયા ૧૦૦ કરોડની મિલકતો સિઝ કરી હતી.બિટકનેક્ટ કેસમાં આવકવેરા વિભાગે પણ એક્ટિવ થઈ રૂપિયા બે હજાર કરોડની ડિમાન્ડ કાઢી હતી. ઉપરાંત આરોપીઓ અને રોકાણકારોને નોટિસ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ચાર્જશીટમાં એક આરોપીને વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો જ્યારે અન્ય સાત આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી હોવાનો પણ ઉલ્લેખ છે. કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલો આરોપી સતીષ કુંભાણી દુબઇ ભાગી ગયા બાદ હમિાચલ પ્રદેશના કુલુમાં એક નાનકડા ઘરમાં સંતાયો હોવાનું પણ ચાર્જશીટમાં જણાવાયુ હતુ. ધવલ માવાણી પાસે બિટકનેક્ટને લગતી તમામ માહતિીઓ હતી છતાં સીઆઈડી ક્રાઈમ તેની પાસેથી કોમ્પ્યૂટર, લેપટોપ સહતિનો ડેટા હજુ સુધી ઓકાવી શકી નથી. સતીષ કુંભાણી એન્ડ કંપનીએ રોકાણકારો પાસે બિટકનેક્ટ સહતિના કોઇનમાં રોકાણ કરાવાયુ હતુ. જેમાં શૈલેષ ભટ્ટે પણ રોકાણ કર્યું હતુ. રોકાણકારોને દિવસે સ્વપ બતાવવામાં આવ્યા હતા, કોઇનો ભાવ ઉપર લઇ જઇ સાવ તળિયા પર લાવી દેવાયો હતો.
સતીષ કુંભાણી સામે લુકઆઉટ નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી હતી. આરોપી દુબઇ ભાગીને ત્યાંથી હમિાચલ ગયો હતો અને એક નાનકડા ઘરમાં રોકાયો હતો. આ કેસમાં આઇટીએ સતીષ કુંભાણીના દુબઇ ભાગ્યાના છ મહનિા બાદ દરોડા પાડયા હતા,, જેમાં દિવ્યેશ દરજી સહતિના પ્રમોટરો ભેરવાયા હતા. આ કેસમાં ઇન્વેસ્ટિગેશન વિંગમાં એપ્રાઇઝર રિપોર્ટ તૈયાર થયા બાદ અંદાજે રૂપિયા ૨ હજાર કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાનું દર્શાવવામાં આવ્યુ છે. આઇટીએ સતીષ કુંભાણીને પણ નોટિસ મોકલી હતી.

કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં આઠ સપ્ટેમ્બર રવિવારના રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૧૭ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના ૧૨ દરવાજા ખોલાવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમે ૧૩૬.૧૭ મીટરની સપાટી પાર કરી હતી. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૪,૪૦,૨૮૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૨૦,૮૧૯ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નવમી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે છ યુનિટ સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે અને આઠ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સુધી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭૫૦૪ મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. નર્મદા નિગમના ચીફ ઈજેનરે જણાવ્યું હતું કે હાલ ડેમની ૧૩૬.૧૭ મીટર સપાટી જે આટલા વર્ષોમાં ઐતિહાસિક સપાટી છે અને ૧૩૮.૬૮ મીટર જે ડેમની મહત્તમ સંપત્તિ છે જ્યાં સુધી ડેમ ભરવામાં આવશે ત્યારે આવનારા સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે.

ઉત્તરાખંડના લિપુલેખ પાસ ખાતેથી કરવામાં આવતી કૈલાશ-માન સરોવર યાત્રા રવિવારે પૂરી થઇ હતી. છેલ્લા બેચના ૪૧ સભ્ય તિબેટથી સવારે ૭.૩૦ કલાકે ભારતીય ભૂમિ પર પાછા ફર્યા હતા, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. ૪૧ શ્રદ્ધાળુનો અઢારમો અને છેલ્લો બેચ તિબેટથી બુંદી ખાતે રવિવારે સવારે પાછો ફર્યો હતો. તેઓ નિગમના બુંદી કેમ્પમાં રહેશે અને પિથોરગઢ થઇ દિલ્હી પહોંચશે, એવી કુમાઉન મંડલ વિકાસ નિગમ (કેએમવીએન)ના પિથોરગઢ કેમ્પના ઇનચાર્જ દિનેશ ગુરનાનીએ જણાવ્યું હતું. આ વર્ષે કુલ ૯૪૯ લોકોએ લિપુલેખ પાસ ખાતેથી કૈલાશ-માન સરોવરની યાત્રા કરી હતી, જેમાંથી ૭૨૭ પુરુષ અને ૧૯૮ મહિલા હતી. ૨૩ લોકો વિવિધ કારણોસર અડધે રસ્તેથી જ ભારત પરત ફર્યા હતા. ૨૬માં બેચના એક શ્રદ્ધાળુનું કાર્ડિયાક અરેસ્ટને કારણે યાત્રા દરમિયાન મૃત્યુ થયું હતું, એમ ગુરનાનીએ જણાવ્યું હતું.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કૈલાશ-માન સરોવરની યાત્રા વધુ સફળ રહી હતી. નવી દિલ્હીથી આઠ જૂનના રોજ આ યાત્રાની શરૂઆત થઇ હતી.
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની જાહેર ક્ષેત્રની ૧૮ બૅંકો સાથે રૂ. ૩૧,૮૯૮.૬૩ કરોડની છેતરપિંડીના ૨૪૮૦ કેસ નોંધાયા હોવાની માહિતી આરટીઆઇ દ્વારા જાણવા મળી હતી.
ચન્દ્રશેખર ગૌડ નામના સમાજસેવકે રિઝર્વ બૅંક કરેલી આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું હતું કે કુલ રકમની સૌથી વધુ ૩૮ ટકા છેતરપિંડી દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સાથે કરવામાં આવી હતી. સ્ટેટ બૅંક સાથે રૂ. ૧૨૦૧૨.૭૭ કરોડની છેતરપિંડીના ૧૧૯૭ કેસ નોંધાયા હતા.
ત્યાર બાદ
જોકે, રિઝર્વ બૅંકે જાહેર ક્ષેત્રોની બૅંકોએ કુલ કેટલા નાણાં ગુમાવ્યા એ વિશે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.
એ જ રીતે,
અન્ય છેતરાયેલ બૅંકોમાં બૅંક ઑફ મહારાષ્ટ્ર, આન્ધ્રા બૅંક, ઇન્ડિયન બૅંક અને પંજાબ ઍન્ડ સિંધ બૅંકનો સમાવેશ થાય છે.
ઇમેલ સર્વિસીઝ સમેત અનેક પ્રકારની ડિજીટલ સર્વિસીસ પૂરી પાડતી ગુગલથી પણ જુની સર્વિસ યાહૂ Yahoo સર્વિસીઝ આજે વિશ્વભરમાં ડાઉન થઇ હતી. કલાકો સુધી Yahoo સર્વિસીઝ ડાઉન રહેતા વિશ્વભરના કરોડ યુઝર્સે Yahoo સર્વિસીઝને કંગાળ ફેસેલિટીઝ માટે ટ્વીટર પર ટ્રોલ કરી મૂકી હતી.
આજે સવારથી જ Yahoo સર્વિસીઝના યુઝર્સ પોતાના મેઇલ ઓપન કરવા માટે, સેન્ડ કરવા માટે ઘણી માથાપચ્ચી કરી રહ્યા હતા પરંતુ, સર્વિસીઝ આઉટ ઓફ ઓર્ડર હોઇ, કલાકો સુધી મથ્યા પછી પણ એ રેક્ટીફાય થઇ ન હતી. ધીમે ધીમે યુઝર્સને ખબર પડવા માંડી કે Yahoo સર્વિસીઝમાં જ મોટો ફોલ્ટ થયો છે અને તેના કારણે Yahoo સર્વિસીઝ વિશ્વભરમાં કામ કરી રહી નથી.
ચારેક કલાક Yahoo સર્વિસીઝ વિશ્વભરમાં ખોટકાયેલી રહી હતી અને પછી તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી.

ઉપરોક્ત ઇમેજ જોઇ જોઇને Yahoo સર્વિસીઝના યુઝર્સ એટલા કંટાળી ગયા કે તેમણે સોશ્યલ મિડીયામાં Yahoo સર્વિસીઝની ખબર લઇ નાંખી હતી.
શ્રાવણ પર્યન્ત સોમનાથ મહાદેવ સોશિયલ મીડિયામાં પણ છવાયા હતા. શ્રાવણ દરમ્યાન વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ-આરતીના ક્લીપિંગ્સ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, હેગલ્લો એપ વિગેરે પર નિયમિત રીતે શ્રી સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મૂકવામાં આવતા હતા.

આ વર્ષે ફેસબુકની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૧.૪૦ (એક કરોડ ચાલીસ લાખ) દેશ-વિદેશના ભક્તોએ ડિજિટલ દર્શનનો લ્હાવો લીધો હતો, આ વર્ષે ૨૦૧૯માં ૪.૦૭ કરોડ રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ દર્શન કરેલ છે.
ભક્તોના માનવ સમુદાયની વાત કરીએ તો
કેપિટલ શહેરોમાંના ભક્તોની સંખ્યા જોઇએ તો
ક્રમશ: ભક્તોએ જોડાઇ સોશ્યલ મીડિયામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો હતો. ડિજિટલ સેવાના માધ્યમથી ટ્રસ્ટના સોશ્યલ મીડિયાના માધ્યમો દ્વારા શ્રાવણ માસ દરમ્યાન ૪૬ દેશોમાં ૪.૦૭ કરોડ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા તેમજ શ્રાવણના વિશેષ શૃંગારના અભિનંદન પાઠવ્યા હતા.
ટ્વિટરની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮માં ૪.૮૭ લાખ પ્રભાવિત (ઇમ્પ્રેસ) થયા હતા. જે વર્ષ-૨૦૧૯ માં ૨૨.૬૨ લાખ થયા છે. ઇન્સ્ટાગ્રામમાં વર્ષ-૨૦૧૮ માં ૩૦૦૦૦ ભક્તોએ શ્રાવણ દરમ્યાન દર્શન કરેલ જે વર્ષ-૨૦૧૯માં ૩૬.૬૬ લાખ થયા છે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતની હીરા પેઢી શ્રી હરી કૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા મૂળ સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળી પર તેમના કારીગરોને મોંઘીદાટ ગીફ્ટ જેવી કે મોટરકાર, ફ્લેટ કે જ્વેલરી જેવી ગીફ્ટ નહીં આપે બલ્કી તેમની રોજી, રોટી અકબંધ રહે તે સુનિશ્ચિત કરશે. આ વાત સવજીભાઇ ધોળકીયાએ ભારતના મોટા અખબાર સમૂહ ધ હિન્દુ ને કરી છે.

હિન્દુ બિઝનેસલાઇન ડોટ કોમ પર સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ આપેલા સંપૂર્ણ ઇન્ટરવ્યુની લિંક પણ આ આર્ટીકલ પૂરો થયા પછી મૂકવામાં આવી છે.
મંદીનો માર આ વખતે ગોવિંદ ધોળકીયાના હીરા ઉદ્યોગને પણ પડ્યો છે. ધ હિન્દુ જૂથ સાથે વાતચીતમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે 2008 કરતા પણ ભયાનક મંદીનો માહોલ છે. આ વખતે દિવાળીમાં મોંઘી ગીફ્ટ ભૂલી જાવ, હા એ વાત જરૂર છે કે હું મારા 6000 કારીગર, કર્મચારીઓની રોજીરોટીની ફિકર જરૂર કરીશ. અમે જરૂરીયાત પૂરતા ખર્ચ કરી શકીએ, વધારાની જોગવાઇ કરવાનું આ સમયગાળામાં પરવડે નહીં. તેમણે કહ્યું કે એક તરફ લાખો લોકોની રોજગારીનો પ્રશ્ન આ ઉદ્યોગમાં ઉભો થયો છે ત્યારે આવી મોંઘી ગીફ્ટ દિવાળીમાં આપી શકાય એમ નથી.
સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે આ વખતે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન ઉદ્યોગ જગતમાં ટકી રહેવાનો છે. સવજીભાઇ ધોળકીયાએ મંદીનો સમય ક્યારે પૂરો થશે એ અંગે કંઇ ટીપ્પણી કહેવા કરતા પોતાના ઇન્ટરવ્યુમાં એવું જરૂર જણાવ્યું છે કે દિવાળી તો છોડો પણ ક્રિસમસ સુધી મંદીનો માહોલમાં રાહત મળે તેવા કોઇ સંકેતો દેખાતા નથી.