CIA ALERT
05. May 2024
September 5, 20191min41180

Related Articles



સવજી ધોળકીયા દિવાળી પર કાર કે મોંઘી ગીફ્ટ નહીં આપે, રોજી-રોટીની ફિકર જરૂર કરશે

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતની હીરા પેઢી શ્રી હરી કૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા મૂળ સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળી પર તેમના કારીગરોને મોંઘીદાટ ગીફ્ટ જેવી કે મોટરકાર, ફ્લેટ કે જ્વેલરી જેવી ગીફ્ટ નહીં આપે બલ્કી તેમની રોજી, રોટી અકબંધ રહે તે સુનિશ્ચિત કરશે. આ વાત સવજીભાઇ ધોળકીયાએ ભારતના મોટા અખબાર સમૂહ ધ હિન્દુ ને કરી છે.

સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળીમાં કામદાર, કર્મચારીઓને મોંધીદાટ ગીફ્ટ નહીં આપે એમ તેમણે ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

હિન્દુ બિઝનેસલાઇન ડોટ કોમ પર સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ આપેલા સંપૂર્ણ ઇન્ટરવ્યુની લિંક પણ આ આર્ટીકલ પૂરો થયા પછી મૂકવામાં આવી છે.

મંદીનો માર આ વખતે ગોવિંદ ધોળકીયાના હીરા ઉદ્યોગને પણ પડ્યો છે. ધ હિન્દુ જૂથ સાથે વાતચીતમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે 2008 કરતા પણ ભયાનક મંદીનો માહોલ છે. આ વખતે દિવાળીમાં મોંઘી ગીફ્ટ ભૂલી જાવ, હા એ વાત જરૂર છે કે હું મારા 6000 કારીગર, કર્મચારીઓની રોજીરોટીની ફિકર જરૂર કરીશ. અમે જરૂરીયાત પૂરતા ખર્ચ કરી શકીએ, વધારાની જોગવાઇ કરવાનું આ સમયગાળામાં પરવડે નહીં. તેમણે કહ્યું કે એક તરફ લાખો લોકોની રોજગારીનો પ્રશ્ન આ ઉદ્યોગમાં ઉભો થયો છે ત્યારે આવી મોંઘી ગીફ્ટ દિવાળીમાં આપી શકાય એમ નથી.

દિવાળી છોડો ક્રિસમસ સુધી મંદીમાં રાહત મળે તેવા કોઇ સંકેતો નથી : સવજી ધોળકીયા

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે આ વખતે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન ઉદ્યોગ જગતમાં ટકી રહેવાનો છે. સવજીભાઇ ધોળકીયાએ મંદીનો સમય ક્યારે પૂરો થશે એ અંગે કંઇ ટીપ્પણી કહેવા કરતા પોતાના ઇન્ટરવ્યુમાં એવું જરૂર જણાવ્યું છે કે દિવાળી તો છોડો પણ ક્રિસમસ સુધી મંદીનો માહોલમાં રાહત મળે તેવા કોઇ સંકેતો દેખાતા નથી.

https://www.thehindubusinessline.com/news/no-diwali-blast-for-surat-diamantaires-employees/article29339577.ece#

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :