CIA ALERT

Blog - Page 215 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 15, 2021
master_card.png
1min443

 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર હાલ નવા ક્રેડિટ, ડેબિટ કે પ્રીપેડ કાર્ડ આપવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશનો અમલ ૨૨ જુલાઇથી થશે.

A MasterCard credit card logo is seen on a store window in Washington. (AFP)

માસ્ટરકાર્ડે ડેટા સંગ્રહ અંગેના જે નિયમો હતા એનું પાલન કર્યું નહિ હોવાનો આક્ષેપ છે. આમ છતાં, હાલના ગ્રાહકો પર આ પ્રતિબંધની કોઇ અસર નહીં થાય. 

ઘણો સમય અને તક આપ્યા છતાં માસ્ટર કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ડેટાનો સંગ્રહ કરવા માટેના જે નિયમો છે તે પાળી નહિ શક્યું હોવાનું કહેવાય છે.આરબીઆઇ દ્વારા ૬ એપ્રિલ, ૨૦૧૮ના દિવસે પાઠવવામાં આવેલા એક પરિપત્રમાં ૬ મહિનાની અંદર જ પેમેન્ટ સિસ્ટમને લગતા તમામ ડેટાનો ભારતની અંદર સંગ્રહ કરવા માટે જણાવાયું હતું. 

માસ્ટર કાર્ડ ત્રીજી એવી કંપની છે જેની ઉપર આવો પ્રતિબંધ મુકાયો છે. અગાઉ આવા જ કારણસર પહેલી મે થી અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અને ડાઇનર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પણ આવો જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

૨૦૧૮ના એપ્રિલ મહિનામાં જ બધી પેમેન્ટ સિસ્ટમ સર્વિસ પૂરી પાડતી બૅન્કોને છ મહિનાની અંદર તમામ ટ્રાન્ઝેક્શન્સની માહિતી, તે બાબતને લગતા સંદેશા કે સૂચનોનો સંગ્રહ કરીને તે અંગે રિઝર્વ બૅન્કને સૂચિત કરવાનું અને અધિકૃત ઑડિટ રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.

July 14, 2021
cia_windo-1280x793.jpg
2min431

આશિષ સી. કવીશ્વર

પ્રમુખ, વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટી સલંગ્ન કોલેજોનું વહીવટી કર્મચારી મંડળ 

દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવેલી ગ્રાન્ટ–ઈન-એઈડ કોલેજોનાં કાર્યાલયોમાં ડોકીયું કરીએ તો ખ્યાલ આવશે કે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવ્યા હોય તેવા કેટલા કર્મચારીઓ કાર્યરત છે કેટલીક કોલેજોમાં તો એક પણ સરકાર નિયુક્ત વહીવટી કર્મચારી જ નથી એડહોક કર્મચારીઓથી આ કોલેજોનું ગાડું ગબડે છે. છેલ્લા ઘણા વર્ષોથી અનુભવી કર્મચારીઓ ક્રમશઃ નિવૃત્ત થઈ રહયા છે સમયસર બઢતી પ્રક્રિયાની મંજુરી ન મળવાને કારણે આજગ્યાઓ ખાલી રહી જાય છે. અરે , છઠ્ઠા પગારપંચને લાગુ પાડતી વખતે કેટલીક કોલેજોમાં હેડકલાર્ક, એકાઉન્ટન્ટ જેવી ચાવીરૂપ જગ્યાઓ નાબુદ કરી દેવામાં આવી. આ જગ્યાઓ હવે કાયમી માટે ખાલી રહેશે. હવે બઢતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો મોટાભાગની કોલેજમાં નીચે બઢતીપાત્ર કર્મચારીઓ જ નથી જે બઢતી મેળવીને ઉપલા સ્થાન પર જઈ શકે.

કોઇપણ સંસ્થાનું કાર્યાલય એ સંસ્થાનું હૃદય હોય છે .જે હમેશા ધબકતું રહે એ જરૂરી છે. નર્જીવા  પગારમાં કામ કરતા એડહોક કર્મચારીઓ પોતાના ભવિષ્યની  ચિંતા કરશે કે કોલેજનાં  કામમાં પોતાનું ૧૦૦ ટકા યોગદાન  આપશે ? એની પાસે સમપિર્તતા કે કામની ગુણવતાની અપેક્ષા રાખવી કેટલે અંશે યોગ્ય છે ? ક્યારેક ભરતી પ્રક્રિયા શરૂ  થશે તો એમની પસંદગી થશે એ આશાએ કર્મચારીઓ જે તે કોલેજો માં કામ કરી રહયાં છે . હાલમાં દ.ગુ. વિસ્તારની  કોલેજોમાં વહીવટી કર્મચારીઓની ખાલી જગ્યાઓ વિશે સર્વ કરવામાં આવ્યો તો ચોકાવનારા પરિણામો સામે આવ્યા. ૩૫  જેટલી કોલેજો પાસે ભેગી કરવામાં આવેલ માહિતી વહીવટી કર્મચારી નીચે પ્રમાણે જગ્યાઓ ખાલી છે.

જગ્યાઓનું નામમળવાપાત્ર જગ્યાભરાયેલ જગ્યાખાલી જગ્યા
કાર્યલાય અધિક્ષક૧૭૧૪
હેડ ક્લાર્ક૨૯૨૪
એકાઉન્ટ્ન્ટ૨૫૨૦
સિનિ. ક્લાર્ક૭૨૩૧૪૧
જુનિ. ક્લાર્ક૮૮૨૧૬૯
લેબ આસી.૪૨૧૦૩૨
કુલ૨૭૩૭૫૧૯૮

બાકી રહી ગયેલી કોલેજોમાં આ જ પરિસ્થિતી હશે એવું ન માનવાને કોઈ કારણ નથી.

પટાવાળા, સફાઈ કામદાર વગેરે વર્ગ-૪નાં કર્મચારીઓની ભરતી તો કેટલાક વર્ષોથી બંધ જ કરી દેવામાં આવી છે. આજે કોલેજોમાં સરકાર નિયુક્ત વર્ગ ૪ના કર્મચારીઓ ખુબ જ ઓછી સંખ્યામાં રહી ગયા છે. તેમાના મોટાભાગના હવે નિવૃતિને આરે છે.      

        વહીવટી કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પણ સમયસર મળતો નથી. કેટલાક કર્મચારીઓ તો આ લાભ મળવાની રાહ જોતા જોતા નિવૃત્ત થઈ ગયા. એટલો બધો અસહય વિલંબ કરવામાં આવી રહયો છે.

        વર્તમાનપત્રોમાં શિક્ષણની ચિંતા કરતા અનેક લેખો પ્રકાશિત થતા રહે છે. જેમાં શિક્ષકો અને અધ્યાપકોની ઘટ વિશે હંમેશા ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. આ ચિંતા સાચી જ છે. એનો વિરોધ કરવાનો  પ્રશ્ન જ નથી. પણ વહીવટી કર્મચારીઓ એ પણ કોલેજોનું મહત્વનું પરિબળ છે. એની અવગણના ક્યાં સુધી ? એમના તરફ કેમ કોઈનું ધ્યાન જતું નથી ?

        આ બધી બાબતોની ચિંતા ફક્ત વહીવટી કર્મચારી મંડળોએ જ કરવાની સંચાલકો મંડળો, આચાર્ય મંડળો , યુનિવર્સીટીનાં  સત્તા મંડળો ,શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્યાર્થીમંડળો , વાલીમંડળો કે સમાજ આ બાબતે ક્યારે વિચારશે ? કોલેજોના વહીવટ સુચારુ રૂપે ચાલે તે માટે અનુભવી અને કાયમી વહીવટી કર્મચારીઓ પુરતી સંખ્યામાં હોય તે અત્યંત જરૂરી છે. અનુભવી કર્મચારીઓનો દુષ્કાળ સર્જાય તેવી પરિસ્થિતી આકાર લઇ રહી છે ત્યારે પ્રશ્નોના ઉકેલ માટે આ તમામ સ્તરોએ  પ્રયત્નો થવા જોઈએ એવી આશા રાખીએ તો ખોટું નથી. શિક્ષણના સ્તરે ને ઉંચું લાવવાના પ્રયત્નો કરવાં હોય ત્યારે તે તમામ પાસાને અને તેની સાથે સંકળાયેલા પરિબળોને  ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો જ તે યથાયોગ્ય ગણાય.

July 14, 2021
Gautam_Adani.jpg
1min415

અબજપતિ બિઝનેસમેન અને દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું છે. ગૌતમ અદાણીએ મંગળવારે ટ્વિટ કરી આ જાણકારરી આપી છે.

ગૌતમ અદાણીએ ટ્વિટ કર્યું કે, ‘વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરી અમને ઘણી ખુશી થઈ રહી છે. મુંબઈને ગૌરવશાળી અનુભવ કરાવવાનું અમારું વચન છે અને અમે તેને પુરું કરવામાં સફળ રહીશું.’

તેમણે ટ્વિટર પર લખ્યું કે, ‘અદાણી ગ્રુપ એરપોર્ટ ઈકોસિસ્ટમને ભવિષ્યના વેપાર, સુવિધા અને મનોરંજનની દ્રષ્ટિએ વિકસિત કરશે. અમે હજારો નવી સ્થાનિક નોકરીઓ ઊભી કરીશું.’

July 14, 2021
rg_pk.jpg
1min406

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક યોજીને રાજકીય વર્તુળોમાં નવી અટકળો શરૂ કરી દીધી છે. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી.વેણુગોપાલ પણ હાજર હતા. પંજાબની ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચનાની જવાબદારી પહેલાથી જ પ્રશાંત કિશોર પાસે છે અને હવે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભૂમિકાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે.

13/7/21 રાજધાની દિલ્હીમાં રાહુલના નિવાસે જઈને પ્રશાંત કિશોરે મુલાકાત કરી હતી. આ પહેલા પ્રશાંત એનસીપીના વડા શરદ પવારને પણ મળ્યા હતા. જેને પગલે એવી ચર્ચા છેડાઈ છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપના વિકલ્પ માટે મોરચો તૈયાર કરવાના હેતુથી આજે મુલાકાત ગોઠવાઈ હતી.

બીજીબાજુ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ વચ્ચે રાહુલ અને પ્રિયંકા સાથે પ્રશાંતની આજની બેઠકને મહત્ત્વની ગણાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર અને ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. પંજાબમાં તો કોંગ્રેસની સરકાર છે પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસ પોતે ગુમાવેલો આધાર પરત મેળવવા માટેના પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં મમતા બેનરજીની સત્તાવાપસીમાં પ્રશાંતની ભૂમિકા ચાવીરૂપ બની રહી હતી.

પ્રિયંકા ગાંધી લખનઉનાં પ્રવાસે જવાનાં હતાં પણ હવે એવી ચર્ચા થઈ રહી છે કે કદાચ પ્રશાંત કિશોર સાથેની આજની બેઠકનાં કારણે જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોઈ શકે છે. પ્રિયંકા હવે 14ના બદલે 16મી જુલાઈએ લખનઉ જવાનાં છે.

July 14, 2021
google.jpg
1min737

કંપનીના સમાચારનો ઉપયોગ કરવા બદલ ફ્રૅન્ચ પ્રકાશકે ગૂગલ પાસે રૂપિયાની કરેલી માગણી અંગેના વિવાદને મામલે ગૂગલને ૫૯.૨ કરોડ ડૉલરનો દંડ કર્યો હોવાની ફ્રાન્સના કમ્પિટિશન રૅગ્યુલેટરે મંગળવારે જાહેરાત કરી હતી. 

France Fines Google 500 Million Euros Over News Copyright Row

પ્રકાશકને કઈ રીતે વળતર આપશે તેનો પ્રસ્તાવ જો ગૂગલ બે મહિનામાં રજૂ નહીં કરે તો તેને પ્રતિદિન વધુ ૧૦ લાખ ડૉલરનો દંડ કરવાની રૅગ્યુલેટર એજન્સીએ ધમકી આપી હતી. 
ગૂગલ ફ્રાન્સે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમે નિરાશ થયા છીએ. દંડની રકમ સમાચારની સામગ્રીના અમે કરેલા વાસ્તવિક ઉપયોગનું પ્રતિબિંબ નથી પાડતી, એમ ગૂગલે કહ્યું હતું. આ મામલાનો અમે વાટાઘાટ મારફતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અમુક પ્રકાશકો સાથે સમાધાન સુધી પહોંચવાની તૈયારીમાં જ હતા. અગાઉ આ વર્ષના આરંભમાં ફ્રાન્સની ઍન્ટીટ્રસ્ટ એજન્સીએ ગૂગલને પ્રકાશકો સાથે ત્રણ મહિનાની અંદર વાટાઘાટ શરૂ કરવાનો કામચલાઉ આદેશ આપ્યો હતો. આ આદેશનો ભંગ કરવા બદલ એજન્સીએ મંગળવારે ગૂગલને દંડ ફટકાર્યો હતો.

July 14, 2021
edible_oil.jpg
1min475

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં હિન્દુ તહેવારો શરૂ થશે પરંતુ આ તહેવારો પહેલા જ દર વર્ષની જેમ ખાદ્ય તેલના ભાવમાં પરંપરાગ રીતે ભાવમાં વધારો શરૂ થવા લાગ્યો છે. આ વખતે કાચા માલની અછતના નામે સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૫ અને કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા ૨૫ નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

 

કાચા માલની અછતના નામે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ ૨૩૦૦ ને પાર પહોંચાડવામાં આવ્યો  છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો ૨૩૦૦ ને પાર પહોંચ્યો છે. આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા.

July 13, 2021
SGCCI.jpg
1min462

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા 80 વર્ષથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા, રોજગાર, વેપારને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હવે એક કંપની તરીકે અસ્તિત્વ પામશે. અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સનું કાયદેસર રીતે, ઓન પેપર કોઇ જ વજૂદ ન હતું, જેને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથેના વ્યવહારોમાં અનેક ટેકનિકલ મુશ્કેલીઓ પડી રહી હતી, એ સમસ્યાઓ કાયમી રીતે દૂર થાય અને એસ.જી.સી.સી.આઇ.નું સંચાલન પદ્ધતિસર થાય તે માટે કંપની એક્ટ હેઠળ તેની નોંધણી કરવામાં આવશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો વહીવટ હાલમાં પાંચ હોદ્દેદારોથી ચાલી રહ્યો છે. જેમાં પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને ઇમિડીએટ પાસ્ટ પ્રેસિડેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ, હવે કંપની એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સનું 9ની સભ્ય સંખ્યા ધરાવતું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અસ્તિત્વમાં આવશે. જેમાં 3 મેમ્બર્સ ચૂંટાયેલા (1) પ્રેસિડેન્ટ (2) વાઇસ પ્રેસિડેન્ટ અને (3) ઇમિડીએટ પાસ્ટ પ્રેસિડેન્ટ, બીજા ત્રણ ડિરેક્ટર્સ અનુક્રમે (4) સેક્રેટરી (5) જોઇન્ટ સેક્રેટરી અને (6) ટ્રેઝરર તથા બાકીના ત્રણ સભ્યો (7), (8) અને (9)ની નિમણૂંક ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દ્વારા નિયુક્તિ કરવામાં આવશે.

ચેમ્બરને કાયદેસરતા મળે તે માટે દિનેશ નાવડીયાનો કાર્યકાળ હંમેશને માટે યાદગાર રહેશે

ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સનું કાયદેસર રીતે સ્વરૂપ એસોસીએશન ઓફ પર્સન્સ હતું. ચેમ્બર ઓફ કોમર્સ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે અનેક રીતે પ્રવૃતિમય છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે સતત કામગીરી કરવાની હોય છે, પરંતુ, ચેમ્બર પાસે કોઇ કાયદાકીય રીતે નોંધણીનું સર્ટિફિકેટ ન હોય અનેક કિસ્સામાં વહીવટી ગૂંચ અને ટેકનિકલ સમસ્યાઓ નડતી હતી. ડગલેને પગલે આ ક્ષતિ ચેમ્બર ઓફ કોમર્સને નડી રહી હતી. પરંતુ, હવે કંપની એક્ટ હેઠળ નોંધણી થવાની સાથે જ ચેમ્બર ઓફ કોમર્સને નડતી કાયદાકીય વજૂદની સમસ્યા કાયમ માટે દૂર થશે.

બીએસ અગ્રવાલ અને સી.એ. અનુજ જરીવાળાની મહેનત રંગ લાવી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આજે મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં ચેમ્બરને કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવી શકાય તે માટે તૈયાર કરવામાં આવેલા મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ અને રૂલ્સ રેગ્યુલેશન્સ મંજૂર કરવામાં આવ્યા હતા. ચેમ્બરના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલ અને સી.એ. અનુજ જરીવાળા અને તેમની ટીમે ચેમ્બર ઓફ કોમર્સની એક કંપની એક્ટ હેઠળ નોંધણી થઇ શકે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી ચેમ્બરને કોઇપણ પ્રકારે કાયદેસર રીતે અસ્તિત્વ મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ, આખરે વર્તમાન પ્રમુખ દિનેશ નાવડીયાના કાર્યકાળમાં આજે મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં ચેમ્બરને કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવવા માટેનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે.

ચેમ્બરની ચૂંટણીઓ યથાવત રીતે યોજાશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભલે એક કંપની તરીકે રજિસ્ટર્ડ થાય અને બોર્ડ ડિરેક્ટર્સ અમલમાં આવે, પણ સૂત્રો જણાવે છે કે ચેમ્બરમાં ચૂંટણીઓ યથાવત રીતે યોજાશે. જેમાં મેનેજિંગ કમિટી, વાઇસ પ્રેસિડેન્ટ માટે યોજાતી ચૂંટણીઓ પર કોઇ અસર નહીં થાય.

July 13, 2021
neet_2021.png
1min626

NEET પરીક્ષાની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું કે NEET (UG) 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પહેલા આ પરીક્ષા 1 ઓગસ્ટે યોજાવાની હતી. તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું સંપૂર્ણનું પાલન કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા મંગળવારથી  NTAની વેબસાઇટ પર શરૂ થશે.

NEET 2021 Exam: NTA to clarify exam dates, important update for UG medical  aspirant | India News | Zee News

કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું કે કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં જ ફેસ માસ્ક આપવામાં આવશે. આ ઉપરાંત પ્રવેશ અને બહાર નીકળવાનો સમય સ્લોટ નક્કી કરવામાં આવશે. કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવા પરીક્ષાઓ લેવાની હોય તેવા શહેરોની સંખ્યા 155 થી વધારીને 198 કરવામાં આવી છે. 2020 ની તુલનામાં પરીક્ષા કેન્દ્રો પણ વધારીને 3862 કરવામાં આવ્યા છે.

NEET UG 2021 એપ્લિકેશન: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ, મંગળવારથી શરૂ થશે. અરજી ફોર્મની લિંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઇટ nta.ac.in અથવા ntaneet.nic.in ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ વેબસાઇટ પર જઇને આ ફોર્મ ભરી શકે છે.

દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને મુલતવી રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ 1 ઓગસ્ટ બતાવવામાં આવી હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

July 12, 2021
Maana_Patel.jpg
1min507

સ્પોર્ટ્સના મહાકુંભ ગણાતા ઑલિમ્પિક્સ આડે ગણતરીના દિવસો બચ્યા છે. જાપાનના ટાકિયોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે કોણ કોણ ઉતરશે તેના ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે ને રોજ જ કોઈ ને કોઈ ભારતીય ખેલાડી ક્વોલિફાઈ થયાના સારા સમાચાર આવે છે. શુક્રવારે બહુ સારા સમાચાર અને વાસ્તવમાં તો ઐતિહાસિક સમાચાર એ આવ્યા કે, સ્વિમર માના પટેલ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમાચાર આપણા માટે બહુ સારા એ રીતે છે કે, માના પટેલ ગુજરાતી છોકરી છે ને ઐતિહાસિક એ રીતે છે કે, ઑલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતની કોઈ છોકરી સ્વિમિંગ માટે ક્વોલિફાઈ થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.

માના પટેલે એ રીતે પણ ઈતિહાસ રચ્યો છે કે, ઑલિમ્પિક્સ માટે પસંદ થનારી પહેલી ગુજરાતી છોકરી બની છે. બલ્કે હજુ સુધી કોઈ ગુજરાતી ઑલિમ્પિક્સમાં રમ્યો જ નથી એ જોતાં માના ઑલિમ્પિક્સના સ્વિમિંગ પૂલમાં ઉતરશે એ સાથે વધુ એક ઈતિહાસ રચાશે. ૨૧ વર્ષની માનાએ દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવો ઈતિહાસ રચી દીધો છે. ભારત વતી આમ તો શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ એ બે સ્વિમર પહેલાં જ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. માના ભારત વતી ક્વોલિફાઈ થનારી ત્રીજી સ્વિમર છે પણ પહેલી છોકરી છે.

માના ઑલિમ્પિક્સમાં યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ક્વોટા હેઠળ કોઈ પણ દેશમાંથી એક પુરુષ અને એક મહિલા ખેલાડીની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પસંદગી કરાય છે. વિશ્ર્વમાં તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સના આયોજન માટે ઈન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) દ્વારા માન્ય એસોસિયેશન સફિના’ છે. ફિના’ એ ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના ફ્રેન્ચ નામ ફેદરેશાં ઈન્તરનેશના દ નેશનનું ટૂંકું સ્વરૂપ છે. ‘ફિના’ ઑલિમ્પિક સીલેક્શન ટાઈમના આધારે કયા કયા સ્વિમર ઑેલિમ્પિક્સમાં રમશે એ નક્કી કરે છે. એ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે.

‘ફિના’ ઑલિમ્પિક સિલેક્શન ટાઈમના આધારે પણ કેટલાક સ્વિમર્સને ઑલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે નિમંત્રણ મોકલે છે. કોઈ દેશમાંથી આ બંનેમાંથી કોઈ પણ રીતે એક પણ સ્વિમર ક્વોલિફાઈ ના થયો હોય પણ તેનો ટ્રેક રેકોર્ડ જોરદાર હોય તો ‘ફિના’ એ દેશના એક પુરુષ તથા એક મહિલાને યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ કરે છે. માના પટેલ આ ક્વોટા હેઠળ ક્વોલિફાય થઈ હોવાથી કોઈને તેની સિદ્ધિ બહુ મોટી ના લાગે પણ એ વાત ભૂલવા જેવી નથી કે, ‘ફિના’ પણ યુનિવર્સાલિટી ક્વોટા હેળ ગમે તેને પસંદ કરતું નથી.
ટ્રેક રેકોર્ડ જોરદાર હોય ને જેમણે નજીકના ભૂતકાળમાં ઑલિમ્પિક્સમાં ઉતરવા જેવો દેખાવ કર્યો હોય એવા સ્વિમર જ આ ક્વોટા હેઠળ પસંદ થાય છે. માનાએ ઉઝબેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ વખતે તેણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા જરૂરી સમય લીધો હતો. સર્બિયા અને ઈટાલીમાં તેણે વધારે સારો દેખાવ કર્યો તેના કારણે તેને ઑલિમ્પિક્સમાં તક મળી છે. માનાએ એ રીતે પોતાના સારા દેખાવના જોરે જ ઓલિમ્પિક્સમાં રમવાની તક મેળવી છે. ઑલિમ્પિક્સમાં તક મેળવવી એ બચ્ચાંના ખેલ નથી જ ને ફાસફૂસિયાઓને એ તક મળતી નથી તેથી માનાની સિદ્ધિ ગર્વ અનુભવવા જેવી છે જ તેમાં કોઈ શંકા નથી.

ગુજરાતીઓ માટે તો આ સમાચાર વધારે મોટા છે કેમ કે ગુજરાતીઓમાં તો સ્પોર્ટ્સનું કલ્ચર જ નથી. આમ તો આપણા દેશમાં ક્યાંય સ્પોર્ટ્સનું કલ્ચર નથી કેમ કે આપણે શરીરને નહીં પણ આત્માને પૂજનારી પ્રજા છીએ. આપણા કહેવાતા સાધુ-સંતો ને ધર્મગુરુઓએ આત્માના ઉધ્ધારની ને લખ ચોરાસીના ફેરામાંથી છૂટવાની વાતો કરી કરીને આપણને એ હદે માયકાંગલા બનાવી દીધા છે કે, આપણે આપણા જ ઋષિઓ કહી ગયેલી વાત ભૂલી ગયા કે, વીરો દુનિયામાં બધે પૂજાય છે. વીરતાનો સંબંધ શારીરિક ને માનસિક બંને પ્રકારની વીરતા સાથે છે ને સ્પોર્ટ્સમાં બંને પ્રકારની વીરતા જોઈએ. આપણે બાવાજીઓ જે ચૂરણ ચટાડે છે તે ચાટી ચાટીને આત્માના ઉધ્ધાર માટે મથ્યા કરીએ છીએ પણ માનસિક ને શારીરિક રીતે વીર થવા માટે પ્રયત્ન સુધ્ધાં કરતા નથી તેના કારણે સાવ માયકાંગલા રહી ગયા છીએ.

ભારતમાં કેટલાંક રાજ્યોમાં સુધારો થયો છે ને સ્પોર્ટ્સનું કલ્ચર વિકસી રહ્યું છે પણ ગુજરાત એ રાજ્યોમાં નથી જ. પંજાબ, હરિયાણા, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યો આ કેટેગરીમાં આવે પણ ગુજરાત ના આવે. ગુજરાતીઓને તો સ્પોર્ટ્સમાં રસ લઈને કલ્ચર વિકસાવવાનું છોડો પણ સ્પોર્ટ્સ જોવામાં પણ રસ નથી પડતો. આપણે સ્પોર્ટ્સના નામે ક્રિકેટ જોયા કરીએ છીએ ને તેના પર સટ્ટો રમ્યા કરીએ છીએ. આપણું સ્પોર્ટ્સ કલ્ચર તેનાથી આગળ વધતું નથી. આ માહોલ  હોય ત્યાં એક છોકરી સ્પોર્ટસમાં આગળ આવે ને ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ થવાની સિદ્ધિ મેળવે એ વાત બહુ મોટી છે.

માનાની મહેનતને તો તેના માટે જશ આપવો જ જોઈએ પણ સાથે સાથે તેનાં મા-બાપને પણ સલામ કરવી જોઈએ કે જેમણે પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તેને આગળ વધવાની તક આપી. બાકી મોટા ભાગનાં મા-બાપ તો છોકરી સ્પોર્ટસમાં આગળ જવા માગતી હોય તેમાં જ ભડકી જતાં હોય છે ને તેને છણકો કરીને બેસાડી દેતાં હોય છે. માનામાં માતા-પિતા અને તેનો પરિવાર એ રીતે ખરેખર સલામને લાયક છે, સન્માનને લાયક છે. છોકરી સ્વિમિંગ જેવી રમતમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવા બહુ સમજદારી જોઈએ, બહુ ધીરજ જોઈએ. માનાનાં માતા-પિતામાં એ સમજદારી, એ ધીરજ છે એ આનંદની વાત કહેવાય. રાજીવ પટેલ અને આનલ પટેલ પણ માનાની સિદ્ધિમાં જશનાં પૂરાં ભાગીદાર છે.

માનાએ આ સ્તરે પહોંચવા જે મહેનત કરી તેની વાત કરી શકાય તેમ નથી. શારીરિક રીતે તો તેણે કાળી મજૂરી કરી જ છે પણ માનસિક રીતે પણ તેણે જે સંઘર્ષ કર્યો હશે તેના માટે ગજવેલનું હૈયું જોઈએ. માના અમદાવાદમાં રહે છે પણ અમદાવાદ હોય કે મુંબઈ હોય કે ગુજરાતીઓનાં બીજાં કોઈ પણ શહેર હોય, સ્પોર્ટ્સ માટેની સવલતો કેવી છે એ આપણે જાણીએ છીએ. સારા કોચ બધે હોય છે પણ સવલતો વિના એ બિચારા પણ કરે શું ? આ કારણે ઘણા સારા ખેલાડી હાંફીને ઘરે બેસી જતા હોય છે. સ્વિમિંગ જેવી રમતને તો જરાય પ્રોત્સાહન ના મળે તેથી નાની ઉંમરનાં છોકરાં અડધાં તો તેમાં  હતાશ થઈ જાય. ક્રિકેટ રમતા હો તો પબ્લિસિટી મળે, તાળીઓ પણ મળે ને ભવિષ્યમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે તો બેડો પાર થઈ જશે એવી આશા પણ હોય. સ્વિમિંગમાં તો આમાંનું કશું ના હોય ને ખાલી મહેનત જ કર્યા કરવાની હોય ને લોકો આપણા પર હસે એ તો અલગ. માનાએ તેનાથી વિચલિત થયા વિના તર્યા કર્યું એ મોટી વાત છે.
ઑલિમ્પિક્સમાં માનાનું શું થશે એ ખબર નથી પણ માના પટેલ ભારતને ઑલિમ્પિક્સ મેડલ અપાવીને વધુ ગૌરવ અપાવી શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, મોટી મોટી નદીઓ છે પણ દુનિયામાં સ્વિમિંગમાં ભારતની કોઈ ગણતરી જ નથી. ઑલિમ્પિક્સની વાત છોડો પણ એશિયન ગેમ્સમાં પણ ભારત સ્વિમિંગમાં જીતી શકતું નથી. ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય સ્વિમરની વાત નીકળે ત્યારે વીરધવલ ખાડે સિવાય બીજું કોઈ નામ જ યાદ ના આવે એવી હાલત છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી બધી રમતોની જેમ સ્વિમિંગમાં પણ આપણે સાવ કંગાળ જ છીએ.

માના પટેલ આ કંગાલિયત દૂર કરીને દેશને મેડલ અપાવશે તો એ મોટી સિદ્ધિ હશે. માનાની વય ૨૧ વર્ષની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ ઑલિમ્પિક્સ મેડલ પાકો જ લાગે એવી આશા આપનારો નથી એ કબૂલવું પડે પણ સ્પોર્ટ્સમાં કશું ભૂતકાળના આધારે થતું નથી. મેદાન પર ઊતરે ત્યારે કમાલ કરી જાય તેનો દિવસ હોય છે ને જેમની પાસેથી આશા પણ ના હોય એવા ખેલાડીઓ કમાલ કરીને ઈતિહાસ રચી દેતા હોય છે. માના તો આશા રાખી શકાય એવી છોકરી છે ને આ આશા ફળે તો માનાની સિદ્ધિ અમૂલ્ય થઈ જાય.

July 12, 2021
cia_windo-1-1280x793.jpg
5min1479

IBPS Clerk 2021: निम्नदर्शित बैंकों में 5858 क्लर्क भर्ती के लिए नोटफिकेशन जारी, आज से करें आवेदन ibps.in पर

Latest Update Dt. 14/7/2021

IBPS clerk recruitment 2021 put on hold: Finance Ministry

The ongoing IBPS clerk recruitment process for close to 6,000 posts in nationalised banks has been put on hold.

The ongoing IBPS clerk recruitment process for close to 6,000 posts in nationalised banks has been put on hold. The Finance Ministry has directed the banking personnel selection body, IBPS, to stop the recruitment process amid row over the number of languages in which the exam is being held.

Questions have been raised that despite the fact that 22 languages are recognized by the Constitution of India, the exam for recruitment in the clerical cadre ofPublic Sector Banks (PSBs) only in two languages: English and Hindi.

The finance ministry has formed a Committee to look into the demand for holding examination for clerical cadre in Public Sector Banks (PSBs) in local or regional languages.

The finance ministry has referred to a statement made by the Union Finance Minister in 2019 where she had assured that bank exams will be held in local languages. The ministry says, the Finance Minister’s statement was made in the context of Regional Rural Banks (RRBs) only.

The Ministry has asked the Committee to give its recommendations within 15 days and has asked the IBPS to put on hold the ongoing process of holding the clerk exam until the recommendations of the Committee are made available.

  • Bank of Baroda
  • Canara Bank
  • Indian Overseas Bank
  • UCO Bank
  • Bank of India
  • Central Bank of India
  • Punjab National Bank
  • Union Bank of India
  • Bank of Maharashtra
  • Indian Bank
  • Punjab & Sind Bank

इंस्टीट्यूट ऑफ बैंकिंग पर्सोनेल सिलेक्शन (आईबीपीएस) ने पंजाब नेशनल बैंक, यूनियन बैंक ऑफ इंडिया, बैंक ऑफ बड़ौदा, बैंक ऑफ इंडिया, कैनरा बैंक और अन्य बैंकों में क्लेरिकल कैडर के पदों पर भर्ती के लिए नोटिफिकेशन जारी कर दिया है। संस्थान दवारा रविवार, 11 जुलाई 2021 को जारी आईबीपीएस क्लर्क (CRP Clerk-XI 2022-23) अधिसूचना के अनुसार इस वर्ष कुल 5858 पदों के लिए उम्मीदवारों का कॉमन रिक्रूटमें प्रॉसेस (सीआरपी) चयन किया जाना है। बता दें कि पिछले वर्ष की भर्ती प्रक्रिया के माध्यम से आईबीपीएस ने क्लैरिकल कैडर की 1558 रिक्तियां घोषित की थीं।

आईबीपीएस क्लर्क (CRP Clerk-XI 2022-23) अधिसूचना के अनुसार बैंकों में 5858 क्लर्क पदों के लिए आवेदन आज, 12 जुलाई 2021 से किये जा सकते हैं।

आवेदन की आखिरी तारीख 1 अगस्त 2021 निर्धारित की गयी है। साथ ही, उम्मीदवारों को निर्धारित आवेदन शुल्क रु.850 रुपये का भी भुगतान आज से लेकर 1 अगस्त के बीच कर लेना होगा। दूसरी तरफ, आईबीपीएस क्लर्क XI भर्ती कार्यक्रम के अनुसार प्रारंभिक परीक्षा प्रशिक्षण का आयोजन 16 अगस्त को किया जाएगा, वहीं, प्रारंभिक परीक्षा 28 और 29 अगस्त को और फिर 4 सितंबर को आयोजित होगी।

इसके बाद मुख्य परीक्षा 31 अक्टूबर 2021 को आयोजित की जानी है।

COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS (CRP CLERKS-XI)

Important EventsDates
Commencement of on-line registration of application12/07/2021
Closure of registration of application01/08/2021
Closure for editing application details01/08/2021
Last date for printing your application01/08/2021
Online Fee Payment12/07/2021 to 01/08/2021

जानिए कैसे और कहां एप्लाय करना है

आवेदन के इच्छुक व योग्य उम्मीदवार आईबीपीएस क्लर्क भर्ती 2021 के लिए आईबीपीएस के अप्लीकेशन पोर्टल, ibpsonline.ibps.in पर जाकर रजिस्ट्रेशन कर सकते हैं। उम्मीदवारों को अप्लीकेशन पोर्टल पर विजिट करने के बाद सबसे पहले न्यू रजिस्ट्रेशन के लिंक पर क्लिक करके पंजीकरण करना होगा। इसके बाद, रजिस्ट्रेशन के लिए नाम, मोबाईल नंबर और ईमेल आईडी के विवरण भरने होने होंगे।

इसके बाद आवंटित रजिस्ट्रेशन नंबर एवं पासवर्ड के जरिए लॉगइन करके अपना उम्मीदवार अपना आईबीपीएस क्लर्क 2021 ऑनलाइन अप्लीकेशन सबमिट कर पाएंगे।