CIA ALERT

Blog - Page 214 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 16, 2021
surekha.jpg
1min895

નેશનલ અવોર્ડ વિજેતા એક્ટ્રેસ સુરેખા સિક્રીનું 75 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવારે સવારે હાર્ટ અટેક આવતાં સુરેખા સિક્રીનું અવસાન થયું છે. સુરેખા સિક્રી છેલ્લા થોડા સમયથી બીમાર બતા અને 2020માં તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. અગાઉ 2018માં પેરાલિટિક સ્ટ્રોક પણ આવ્યો હતો.

Veteran actress Surekha Sikri dies of cardiac arrest | Television News |  Zee News

ઉત્તરપ્રદેશમાં જન્મેલા સુરેખા 1971માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએટ થયા હતા. 1989માં તેમને સંગીત નાટક અકાદમી અવોર્ડ પણ મળ્યો હતો. સુરેખાનાં પિતા એર ફોર્સમાં હતા અને તેમના માતા શિક્ષિકા હતા. સુરેખાએ હેમંત રેગે સાથે લગ્ન કર્યા હતા અને તેમના દીકરાનું નામ રાહુલ સિક્રી છે.

સુરેખા સિક્રીના મેનેજરે આ વાતની પુષ્ટિ કરતાં મીડિયાને જણાવ્યું કે, “ત્રણવાર નેશનલ અવોર્ડ વિજેતા રહી ચૂકેલા સુરેખા સિક્રીનું આજે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે 75 વર્ષની વયે અવસાન થયું છે. બીજા બ્રેન સ્ટ્રોક પછી ઊભા થયેલા કેટલાક કોમ્પ્લિકેશનથી તેઓ પીડાઈ રહ્યા હતા. તેઓ પોતાના પરિવાર અને દેખરેખ કરનારાઓની હાજરીમાં અવસાન પામ્યા છે. પરિવાર આ સમયે પ્રાઈવસીની અપેક્ષા રાખે છે. ઓમ સાંઈ રામ.”

સુરેખા સિક્રીએ અનેક ફિલ્મો અને સીરિયલોમાં કામ કર્યું હતું. જોકે, સીરિયલ ‘બાલિકા વધૂ’માં ‘દાદીસા’નો રોલ કરીને તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા. સુરેખા સિક્રી 2008માં આ સીરિયલ શરૂ થઈ ત્યારથી લઈને 2016માં પૂરી થઈ ત્યાં સુધી કલ્યાણી દેવી ઉર્ફે દાદીસાના રોલમાં જોવા મળ્યા હતા. સુરેખાએ 1978માં પોલિટિકલ ડ્રામા ફિલ્મ ‘કિસ્સા ખુર્સી કા’થી ડેબ્યૂ કર્યું હતું. સુરેખા સિક્રીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ત્રણવાર નેશનલ અવોર્ડ મળ્યો છે. જેમાં ફિલ્મ ‘તમસ’ (1988), ‘મમ્મો’ (1995) અને ‘બધાઈ હો’ (2018)નો સમાવેશ થાય છે.

સુરેખા સિક્રી છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ (2020)માં જોવા મળ્યા હતા. ચાર વાર્તાઓ દર્શાવતી આ ફિલ્મમાંથી ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં સુરેખા જોવા મળ્યા હતા.

July 16, 2021
cia_society-1280x880.jpg
3min1052

સ્ત્રી સશકિતકરણ માટે વ્યવસાય અને ઉદ્યોગ સાહસીક બહેનોને પ્રોત્સાહિત અને પ્રગતિ માટે માર્ગદર્શન આપવા માટે ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટ તરફથી ૭૮ બહેનોનું જાહેર અભિવાદન કરવામાં આવ્યુ હતું.

May be an image of 7 people, people standing and indoor

તા.૧૪.૦૭.૨૦૨૧, બુધવારે આશાદીપ સ્કુલ ઓડીટોરીયમ ખાતે આશાદીપ નારી શકિત એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમારોહના અઘ્યક્ષ સ્થાનેથી આરોગ્ય સમિતીના અઘ્યક્ષ દર્શિનીબેન કોઠીયાએ જણાવ્યુ હતું કે નારીની શકિત ઓછી નથી તમામ ક્ષેત્રો બહેનો માટે ખુલ્લા છે.

જીવનમાં માત્ર ગૃહિણી બની રહેવાને બદલે કંઈક કરવાની ઈચ્છા ખૂબ જરૂરી છે. નાના ગૃહઉદ્યોગ કરવા માટે રાજય સરકારની ઘણી યોજના મદદરૂપ થઈ શકે તેમ છે.

May be an image of 6 people and people standing

પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી આગળ વધો- હેતલ વિરાણી

નારીશકિત એવોર્ડ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન પદે યુવા ઉદ્યોગ સાહસીક મહિલા અને સ્પાર્કલ બ્રાંડના ફાઉન્ડર એવા હેતલબેન વિરાણીએ બહેનોને જણાવ્યુ હતુ કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી લોકો શું કહે છે તે ઘ્યાનમાં લીધા વગર આગળ વધો. શૈક્ષણિક ડિગ્રી લીધા પછી કેળ અને બંબુમાંથી સેનેટરી પેડ બનાવવાનું સફળ સ્ટાર્ટઅપ ઉભુ કરનાર હેતલ વિરાણીએ મહિલાઓને કંઈક કરી પોતાની કમાણી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.

May be an image of 7 people and people standing

ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ જયશ્રી ભાલાળાએ સર્વોને આવકારી બહેનોને જાગૃત અને મજબુત બનવા આહવાન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતુ કે વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ અંતર્ગત આજે ૭૮ બહેનો જે જુદા જુદા વ્યવસાય અને ઉદ્યોગ સાહસીક બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે. કલબની બહેનોને પ્રોત્સાહિત કરી તેમના વ્યકિતત્વનો વિકાસ થાય તે માટેના પ્રયાસો હજુ પણ કરવામાં આવનાર છે.

આવનારો સમય ઓનલાઈન વેપારનો છે… કાનજી ભાલાળા

બહેનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા સમારોહના અતિથીશ્રી કાનજીભાઈ આર.ભાલાળાએ જણાવ્યુ હતુ કે આવનારો સમય ઓનલાઈન વેપારનો છે. ત્યારે તમારા  ગૃહઉદ્યોગની પ્રોડકટ ઓનલાઈન વેચાણ મુકવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે બહેનોને જીવનમાં રોટી-કપડા અને મકાન ઉપરાંત હેલ્થ-વેલ્થ અને હેપીનેસની જરૂર છે. તે વિશે સમજણ આપી હતી.

બહેનોની કલબ દ્ધારા જ બહેનોનું સન્માન એવા કાર્યક્રમમાં આશાદીપ ગૃપ ઓફ એજયુકેશનના ડિરેકટરશ્રી મહેશભાઈ રામાણી, વરાછાબેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, લોકસર્મપ્ણ બ્લડબેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયા તથા રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ મનહરભાઈ વોરા ઉપસ્થિત રહયા હતા.

ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટના પાસ્ટ પ્રેસીડેન્ટ વિણાબેન, અસ્મિતાબેન શિરોયા અને ઉષાબેન ખેની ઉપરાંત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા. કલબના સેક્રેટરી દિવ્યાબેન મોવલીયા, ઉપપ્રમુખ ચેતનાબેન શિરોયા, માયાબેન માવાણી વગેરે બહેનોએ વ્યવસ્થા જાળવી હતી. આભારવિધી ઉર્મિલાબેન સોજીત્રાએ કરી હતી. એવોર્ડ વિતરણ સમારોહનું સફળ સંચાલન જીગ્નાશાબેન ઠકકર અને મનીષાબેન વઘાસીયાએ કર્યુ હતું.

July 16, 2021
1111.jpg
1min423

સતત ત્રણ જીત બાદ વેસ્ટ ઇન્ડિઝની આ વિજય યાત્રા પર આખરે ઓસ્ટ્રેલિયાએ બ્રેક લગાવીને ચોથા ટી-20 મેચમાં 4 રને રોમાંચક જીત મેળવી છે અને શ્રેણી હારનું અંતર ઘટાડીને 1-3 કર્યું છે. આ મેચમાં આખરી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 11 રન કરવાના હતા પણ કાંગારુ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ટી-20 ક્રિકેટની તેની અત્યાર સુધીની શ્રેષ્ઠ બોલિંગ કરીને કેરેબિયન ફટકાબાદ આંદ્રે રસેલને છેલ્લે સુધી બાંધી રાખ્યો હતો.

સ્ટાર્કે આખરી ઓવરના પ્રથમ ચાર દડામાં રસેલને એક પણ રન કરવા દીધો ન હતો. પાંચમા દડે બે અને આખરી દડે ચાર રન આપ્યા હતા. આથી ઓસ્ટ્રેલિયાનો 4 રને વિજય થયો હતો. એક સમયે વિન્ડિઝને આખરી ત્રણ ઓવરમાં 47 રનની જરૂર હતી ત્યારે રસેલ અને ફેબિયન એલેને જોરદાર ફટકાબાજી કરીને વિન્ડિઝને જીતની નજીક લાવી દીધું હતું પણ સ્ટાર્કે આખરી ઓવરમાં 11 રનના બદલે ફકત 6 રન જ થવા દેતા જીત ઓસિ.ની થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 189 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.

જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના 6 વિકેટે 18પ રન થયા હતા. ઓલરાઉન્ડ દેખાવ કરનાર મિચેલ માર્શ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શના 44 દડામાં 4 ચોક્કા-6 છક્કાથી 7પ રન અને સુકાની એરોન ફિંચના પ3 રનથી 6 વિકેટે 189 રન કર્યા હતા. વિન્ડિઝ સ્પિનર હેડન વોલ્શે 27 રનમાં 3 વિકેટ લીધી હતી. જવાબમાં વિન્ડિઝની શરૂઆત સારી રહી હતી. ઓપનર લેન્ડલ સિમન્સે 48 દડામાં 10 ચોક્કા-2 છક્કાથી 72 અને લૂઇસે 31 રન કર્યા હતા. આ પછી ગેલ (1) સહિતના મીડલઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. આખરમાં ફેબિયન એલન 14 દડામાં 2 ચોક્કા અને 3 છક્કાથી 29 રને આઉટ થયો હતો જ્યારે રસેલ 13 દડામાં 3 છક્કાથી 23 રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે 24 રનમાં 3 વિકેટ લીધી હતી. ઝમ્પાને બે વિકેટ મળી હતી.

July 16, 2021
whatsapp.jpg
1min944

લોકપ્રિયતા એ વિશ્ર્વસનીયતાનો માપદંડ ન હોઈ શકે એમ જણાવી સુપ્રીમ કૉર્ટે વૉટ્સઍપ પરના મૅસેજને પુરાવા તરીકે સ્વીકારવાનું ગુરુવારે નકારી કાઢ્યું હતું. 

વૉટ્સએપ પર કરવામાં આવેલા મેસેજનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય કે મહત્વ નથી હોતું અને એટલે જ બિઝનેસમાં બે ભાગીદાર વચ્ચે મેસેજની આપલેને પુરાવાનો આધાર ન ગણી શકાય. 
દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામન્ના, ન્યાયાધીશ એ. એસ. બોપાના અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે આજના સમયમાં વોટ્સેપના મેસેજનું પુરાવા તરીકે મૂલ્ય કેટલું? સોશિયલ મીડિયા પર આજની તારીખે કંઈપણ ઊભું અને નાબૂદ કરી શકાય છે. વોટ્સએપના મેસેજને અમે કોઈ મહત્ત્વ નથી આપતા.

કચરો એકઠો કરી તેનું વહન અને નિકાલ કરવા અંગેના સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી), એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસ અને અન્ય સાથેના ૨ ડિસેમ્બર ૨૦૧૬ના કરાર સંબંધિત કેસને મામલે સુપ્રીમ કૉર્ટે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. 

વર્ષ ૨૦૧૭માં એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસે તેણે લીધેલા કોન્ટ્રાક્ટના અમુક હિસ્સાના કામ માટે ક્વિપ્પો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરાર કર્યા હતા. 

એટૂઝેડ ઈન્ફ્રા એસ્ક્રો અકાઉન્ટ (થર્ડ પાર્ટી એકાઉન્ટ)માં રૂપિયા જમા કરાવશે અને એ રકમનો ઉપયોગ અન્ય પાર્ટીઓને ચુકવણી કરવા માટે કરવામાં આવશે એવી સહમતી કરારમાં સાધવામાં આવી હતી. 

ક્વિપ્પો ઈન્ફ્રાએ કોલકાતા હાઈ કૉર્ટના દ્વાર ખટખટાવતા વર્ષ ૨૦૨૦માં એટૂઝેડ ફ્રન્ફ્રાએ કરાર રદ કર્યો હતો. ક્વિપ્પોએ એટૂઝેડ પાસેથી રૂ. ૮.૧૮ કરોડ લેવાના નીકળતા હોવાને લગતો વોટ્સએપ મેસેજ હાઈ કોર્ટને દેખાડ્યો હતો.  એટૂઝેડએ આ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું જણાવ્યું હતું. 

જોકે, હાઈ કોર્ટે કંપનીને એસ્ક્રો એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. 
ગયા વર્ષની ૨૮મી મેેએ એટૂઝેડ ઈન્ફ્રાએ કરાર રદ કર્યા હતા અને ક્વિપ્પોએ લવાદની નિમણૂક કરવાની માગણી સાથે ૧૪ સપ્ટેમ્બરે હાઈ કૉર્ટનો આશરો લીધો હતો. 
આ વર્ષની ૧૪ જાન્યુઆરીએ બંને પક્ષ લવાદની નિમણૂક માટે સહમત થયા હતા. 

ક્વિપ્પોના વકીલે કોલકાતા હાઈ કૉર્ટને ૧૯ માર્ચ ૨૦૨૦ના એ જાણ કરતા મેસેજ અંગે જણાવ્યું હતું જેમાં એટૂઝેડ ઈન્ફ્રાએ ક્વિપ્પોને રૂ. ૮.૧૮ કરોડ આપવાના બાકી નીકળતા હોવાની કબૂલાત કરી હતી. 

ક્વિપ્પોએ વર્ષ ૨૦૧૮નો એ જાણ કરતો ઈમેલ પણ દર્શાવ્યો હતો જોમાં એટૂઝેડ ઈન્ફ્રાએ એસડીએમસી પાસેથી મળનારી રકમ એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા સહમતી દર્શાવી હતી. 
જોકે, એટૂઝેડ ઈન્ફ્રાએ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું હાઈ કોર્ટને જણાવ્યું હતું, પરંતુ હાઈ કોર્ટે એટૂઝેડ ઈન્ફ્રાને ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.  

બુધવારે સુપ્રીમ કૉર્ટમાં ઉપસ્થિત રહેલા એટૂઝેડના વકીલ રણજિતકુમારે કહ્યું હતું કે કરાર રદ કરવામાં આવ્યા છે અને વિવાદના ઉકેલ માટે લવાદની નિમણૂક કરવામાં આવી છે તેવા સમયે ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવાનો હાઈ કોર્ટનો આદેશ અયોગ્ય છે કેમ કે એવા સંજોગોમાં અમે કચરો ઊપાડવાના અને તેનું વહન કરી તેનો નિકાલ કરવામાં રોકાયેલા કામદારોને પગારની ચુકવણી નહીં કરી શકીએ. 

જોકે મુખ્ય ન્યાયાધીશ રામન્નાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ લાવવા લવાદની નિમણૂક કરવામાં આવ્યા બાદ કરાર રદ કરનાર પાર્ટી એસડીએમસી પાસેથી મળનારી રકમ શા માટે એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવે? 

પ્રથમદર્શી રીતે અમે એસ્ક્રોના ખાતામાં રૂપિયા જમા કરાવવાના હાઈ કૉર્ટના આદેશથી સંતુષ્ટ નથી, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

જો આ મોડું ન હોય તો તમે લવાદ પાસે જાઓ અને લવાદનો ચુકાદો બંને પક્ષને બંધનકર્તા હશે, એમ ખંડપીઠે કહ્યું હતું.

July 16, 2021
gandhinagar.jpg
1min685

આજે 16/7/2021 સાંજે 4 વાગ્યે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પાટનગરના ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ પંચતારક હોટલ સાથે આઠ જેટલાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે.

માહિતી મુજ્બ કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ, 2 પેડેસ્ટ્રિયન સબ-વે સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

July 15, 2021
cia_windo-1280x793.jpg
2min582

ગત ફેબ્રુઆરી 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હતી એ પૂર્વે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર અશોક રાંદેરીયા, વ્રજેશ ઉનડકડ અને તેમની પેનલને અઠવાગેટ પર રહેતા લોકોએ બબ્બે વખત તેડાવીને ત્યાં સુધી ધમકી આપી હતી કે જો તેઓ અઠવા ગેટ પર જતા નાનપુરાના રોડની હાલમાં બંધ એન્ટ્રી તાત્કાલિક નહીં ખોલાવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. એ સમયે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ દરમિયાનગીરી કરી હતી. એ પછી ઇલેકશન યોજાઇ ગયું અને વોર્ડ નં.21ની ભાજપાની આખી પેનલ ચૂંટાઇ આવી.

વાત હવે શરૂ થાય છે. વોર્ડ નં.21ના ભાજપાના કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટ બન્ને કોર્પોરેટરો પોતે અઠવાગેટના સ્થાનિક રહેવાસીઓને આપેલી જુબાનના સાર્થક કરવા મંડેલા રહ્યા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલિસ અને શહેર પોલીસ તમામ સાથે અનેકો વખત મિટીંગો કરી. સ્થાનિક લોકોનું પ્રેશર પણ ખરું.

આખરે આજે તા.15મી જુલાઇ 2021ના રોજ અઠવા ગેટ પર રહેતા લોકો માટે સોનાનો દિવસ ઉગ્યો. સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે નાનપુરા, ટીમલિયાવાડ, ટીએન્ડ ટીવી સ્કુલ તરફથી અઠવાગેટ સર્કલ પર આવતા રોડની બંધ એન્ટ્રીને ખોલી નાંખવાની કાર્યવાહી હાથ ધરી અને રોડ ખુલ્લો કરતા કમસે કમ ત્રણેક લાખ લોકોને રોજબરોજ અવરજવરનમાં નડતો પ્રશ્ન ઉકેલાય ગયો છે.

May be an image of outdoors

ટ્રાફિક પોલીસ અને પાલિકાનું કહેવું હતું કે ટ્રાફિકની અવરજવર સરળ રહે એ માટે નાનપુરાથી અઠવા સર્કલની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી, પરંતુ, તેની બીજી તરફ અઠવાગેટ દેરાસરથી લઇને નાનપુરા, ટીમલિયાવાડથી કાદરશાની નાળ સુધી રહેતા લાખો લોકોને પારાવાર અને રોજિંદી મુશ્કેલી થઇ પડી હતી, રોજ સવાર પડેને સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવી પડતી, હવે આ પ્રશ્ન કાયમ માટે ઉકેલાય ગયો છે

આ બાબતમાં સૌથી મહત્વની વાત એ છે કે ભલભલા અધિકારીઓ એવું જ કહેતા કે નાનપુરાથી અઠવાગેટ જતા બંધ રોડને ખુલ્લો કરવો એ અશક્ય કામ છે, આવું થઇ શકે જ નહીં પરંતુ, સ્થાનિક કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટે લોકોને કનડતો પ્રશ્ન હોઇ, તેને ગમે તે ભોગે ખુલ્લો કરવાની નેમ લીધી હતી અને એ પૂર્ણ કરી બતાવી.

July 15, 2021
GUJCET-2021.png
1min840

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમ માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલી જાહેરાત અનુસાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી તા.6 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.

ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષાનો સ્કોર જરૂરી છે.

આ વખતે ગુજકેટનુ મેરીટમાં ભારણ વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે.

July 15, 2021
diamond.png
1min422

કટ એન્ડ પોલિશ્ડ હીરા તથા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડનું સૌથી વધુ ટર્ન ઓવર ધરાવતા સુરત શહેરના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે તેની પ્રતીતિ આજે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જાહેર કરેલા આંકડાઓ પરથી થઇને રહે છે. જીજેઇપીસીના જણાવ્યા અનુસાર એપ્રિલ-21થી જૂન-21ના ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળામાં જ ભારતમાંથી કટએન્ડ પોલીશ્ડ ડાયમંડની નિકાસમાં અગાઉના બન્ને વર્ષોની તુલનામાં કુલ 26.45 ટકાનો જબ્બર વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ રૂ.45741 કરોડની નિકાસ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની થઇ છે. આ પરિસ્થિતિ બે વર્ષ અગાઉ જ્યારે કોવીડ-19 અને તેની અસરો શરૂ થઇ ન હતી એ સમયગાળા કરતા પણ બહેતર છે. એટલે કે સુરત સમેત દેશનો હીરા ઉદ્યોગ પ્રી-કોવીડ પરિસ્થિતિમાં આવી ચૂક્યો છે અને હાલમાં કામકાજ જબરદસ્ત ચાલી રહ્યા છે.

હીરા ઉદ્યોગમાં તેજી અંગેનું કારણ આપતા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે હીરા-ઝવેરાત નિકાસમાં વૃદ્ધિમાં મુખ્ય કારણ અમેરીકામાં ઉઠેલી માગ છે. કાઉન્સિલ દ્વારા વર્ચ્યુઅલ બાયર સેલર મીટ યોજવામાં આવી હતી જેમાં ભારતના અનેક પ્રદર્શનકર્તા વિક્રેતાઓ દ્વારા મોટી સંખ્યામાં ઓર્ડર મેળવવામાં આવ્યા હતા. 

એપ્રિલથી જૂન 21 દરમિયાન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો ઘટાડો

જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળાના સરવૈયામાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2021થી જૂન 2021ના સમયગાળામાં અગાઉના વર્ષની તુલના કરતા ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. રૂપિયામાં આનું મૂલ્ય 4608.91 કરોડ જેટલું થાય છે. કોવીડ-19ની બીજી લહેરનો આ સમય હતો. આવું થવા પાછળ કેટલાક સ્થાનિક પ્રશ્નો, ગોલ્ડની પ્રાપ્તિ, ડ્યૂટી ડ્રો બેક વગેરેના પ્રશ્નો હોવાનું જણાય આવે છે.

લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસમાં 202 ટકાનો ઉછાળો

જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળાના સરવૈયા પર નજર કરીએ તો પોલીશ્ડ લેબગ્રોન સિંથેટિંક ડાયમંડની નિકાસમાં 202 ટકાનો જંગી ઉછાળો થયો હોવાનું જણાવાયું છે. 2019ના પ્રથમ ત્રીમાસિક ગાળામાં લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસ 86.36 મિલિનય ડોલર હતી, બીજા વર્ષે 2020માં એ જ સમયગાળામાં 38.99 મિલિયન અને ચાલુ વર્ષ 2021ના આ જ સમયગાળામાં આ નિકાસ વધીને 261.05 મિલિયન ડોલર જેટલી થઇ છે. આમ, કુલ 202 ટકાનો ઉછાળો પોલિશ્ડ લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસમાં થયો છે.

July 15, 2021
Tokyo-2020-Olympics.png
1min473

કોરોના મહામારીને લીધે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના ચેરમેન થોમસ બાકે આજે મેડલ સેરેમની માટેની નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. જે અનુસાર વિજેતા ખેલાડીના ગળામાં ચંદ્રક પહેરાવવામાં આવશે નહી, ફકત ટ્રેમાં રાખીને આપવામાં આવશે.

ખેલાડીએ ખુદ ગળામાં ચંદ્રક પહેરવાનો રહેશે. જે અધિકારી ટ્રેમાં મેડલ લઈને આવશે તેણે ડિસઇનફેકટેડ ગ્લવ્સ પહેર્યાં હશે. આ દરમિયાન તમામ અધિકારી અને ખેલાડીએ માસ્ક પહેરવું ફરજિયાત છે. ઇનામ વિતરણ સમારંભમાં હાથ મિલાવવાની અને ગળે વળવગાની પણ છૂટ નથી. કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિકનો 23મીથી પ્રારંભ થઇ રહ્યો છે. જાપાનમાં વધતા કોરોના કેસને લીધે સ્ટેડિયમમાં દર્શકોને નો એન્ટ્રી છે.’ બુધવારે ટોકયોમાં કોરોનાના 1149 નવા કેસ સામે આવ્યા છે. જે પાછલા 6 મહિનામાં એક દિવસમાં સંક્રમિતોની વધુ સંખ્યા છે.

July 15, 2021
dearness.jpg
1min457

 કેન્દ્રના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં જુલાઇથી ૧૭ ટકાને બદલે ૨૮ ટકાનો જંગી વધારો કરવાનો નિર્ણય કેબિનેટે લીધો હોવાની માહિતી કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે જાહેર કરી હતી. 

જોકે, ૦૧.૦૧.૨૦૨૦થી ૩૦.૬.૨૦૨૧ સુધીના ગાળાનું ન ચૂકવાયેલું ઍરિયર્સ આપવામાં નહીં આવે. કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી ૨૦૨૦, ૧ જુલાઇ ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧માં ડયૂ થયેલા ડીએ અને ડીઆર કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપ્યા નહોતા. કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના ગયા વર્ષથી રોકવામાં આવેલા ડીએ (મોંઘવારી ભથ્થુ) અને ડીઆર (ડિયરનેસ રિલીફ)ને ફરીથી શરૂ કરવાનો અને એનો દર ૧૧ ટકા વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ એ દર બેઝિક પૅ/પૅન્શનના ૧૭ ટકા હતો. 

ઠાકુરે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રની તિજોરી પર રૂ. ૩૪,૪૦૧ કરોડનો બોજો પડશે. જોકે, આ નિર્ણયનો લાભ ૪૮.૩૪ લાખ કેન્દ્રીય કર્મચારી અને ૬૫.૨૬ લાખ પેન્શનર્સને મળશ