CIA ALERT

Sgcci smart education expo Archives - CIA Live

May 21, 2026
Cia_business_news-1280x936.jpg
5min116

‘બિઝનેસની બાઉન્ડ્રી!’ ચેમ્બર 22 મેથી એકસાથે ધમધમાવશે 4 મેગા ઈવેન્ટ્સ!

સુરતના સરસાણામાં SGCCI દ્વારા 22, 23 અને 24 મે 2026 દરમિયાન એકસાથે યોજાશે 3 ભવ્ય મેગા એક્સ્પો અને સુરત સ્ટાર્ટ અપ સમિટ
આ સાથે જ ચેમ્બરના ઈતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશનનો રેકોર્ડ સર્જાશે

ચારેય ઈવેન્ટ્સ ટોરિન વેલ્થ મેનેજમેન્ટના સહયોગથી એકસાથે સરસાણામાં

• કેમિકલ-ફાર્મા એક્ષ્પોમાં ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેમેક્સિલ (CHEMEXCIL) અને indextbનો મુખ્ય સહયોગ

• સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો ટોરિન (TORIN) વેલ્થ મેનેજમેન્ટના સહયોગથી યોજાશે, વિદ્યાર્થીઓ માટે કરિયર બનાવવાની અને નક્કી કરવાની સુવર્ણ તક

• ગુજરાત સરકારના સાહસ આઈ-હબ (i-Hub)ના સહયોગથી યોજાશે ત્રીજી સુરત સ્ટાર્ટઅપ સમિટ

• એસબીસી (SBC) બિઝનેસ એક્ષ્પો નેટવર્કિંગ અને બી2બી-બી2સી (B2B/B2C) માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

• 25000થી વધુ મુલાકાતીઓ, 200+ રોકાણકારો અને 50+ વીસી/એન્જલ્સ ભાગ લેશે એવી અપેક્ષા

સુરત, 18 મે 2026: દક્ષિણ ગુજરાતના વિકાસને સતત નવી દિશા આપતી અગ્રણી સંસ્થા ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (SGCCI) દ્વારા આગામી 22, 23 અને 24 મે 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે એકસાથે 4 મેગા ઇવેન્ટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ એક્સ્પો અને એની સાથે સુરત સ્ટાર્ટ અપ સમિટની ત્રીજી આવૃત્તિ એકસાથે સરસાણા ખાતે યોજાઈ રહી છે. સુરતની જાણીતી ટોરિન વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી યોજાનાર આ ચારેય ઈવેન્ટ્સ સુરત અને સમગ્ર રાજ્યના વ્યાપારી, ઔદ્યોગિક, સાહસિક અને શૈક્ષણિક માળખાને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. આ ત્રણ એક્ઝિબિશન સાથે જ ચેમ્બરના 85 વર્ષના ઈતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશન યોજવાનો રેકોર્ડ સર્જાશે.

ઉદ્‌ઘાટન સમારોહ

આ ચારેય ઈવેન્ટ્સનો સંયુક્ત ઉદ્‌ઘાટન સમારોહ તા. 22 મેના રોજ સવારે 10 કલાકે સરસાણા ખાતે યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી ડૉ. જિતિન પ્રસાદ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને ચારેય ઈવેન્ટ્સનું ઉદ્‌ઘાટન કરશે. ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ઉદ્‌ઘાટક: ડૉ. જિતિન પ્રસાદ, કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી મુખ્ય અતિથિ:

શ્રી એમ. નાગરાજન, મ્યુનિસિપલ કમિશનર, સુરત મહાનગરપાલિકા

ડૉ. સતીષ વામન વાઘ, ચેરમેન -કેમેક્સિલ

શ્રી હિરન્મય મહંતા, સીઈઓ, આઈહબ ગુજરાત

શ્રી જિજ્ઞેશ માધવાની, ડિરેક્ટર એન્ડ ચેરમેન, ટોરિન વેલ્થ મેનેજમેન્ટ

શ્રી હિમાંશુ પટેલ, ડિરેક્ટર, યશસ્વી રસાયણ પ્રા, લિમિટેડ

શ્રી અશ્વિન દેસાઈ, એમડી, એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

શ્રી આનંદ દેસાઈ, એમડી, અનુપમ રસાયણ

શ્રી નરેશકુમાર પટેલ, એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર એક્યુટાસ કેમિકલ્સ લિમિટેડ

ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ તથા પ્રમુખ (નિયુક્ત) અશોક જીરાવાલાએ આ ચારેય મેગા ઇવેન્ટ્સની સત્તાવાર અને વિસ્તૃત વિગતો જાહેર કરી છે:

  1. કેમિકલ એન્ડ ફાર્મા એક્સ્પો 2026 :
  • તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ)
    • સમય: સવારે 10:00થી સાંજે 7:00
    • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત

ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેમેક્સિલ અને ચેમ્બર દ્વારા આયોજિત આ એક્સ્પો રાસાયણિક અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટેનું આ એક ડાયનેમિક બી2બી (B2B) પ્લેટફોર્મ સાબિત થશે. તેને આ વખતે ગુજરાત સરકારના indextbનો પણ સહયોગ મળ્યો છે. આ એક્ષ્પો ઉત્પાદકો, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, સંશોધકો અને ઉદ્યોગના આગેવાનોને એક જ મંચ પર લાવીને નવી તકો, અદ્યતન સોલ્યુશન્સ અને વ્યૂહાત્મક ભાગીદારીઓ વધારવા માટે કાર્ય કરશે. આ પ્રદર્શન ટકાઉ વિકાસ, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફના ઉદ્યોગના વિકાસને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.

આ મેગા એક્ષ્પોમાં સ્પેશિયાલિટી, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રો અને ફાઇન કેમિકલ્સના ઉત્પાદકો સહિત ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ, ફોર્મ્યુલેશન કંપનીઓ, એપીઆઈ અને બલ્ક ડ્રગ પ્રોડ્યુસર્સ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત લેબોરેટરી ઇક્વિપમેન્ટ, પ્રોસેસ મશીનરી, એન્જિનિયરિંગ સોલ્યુશન્સ, પેકેજિંગ, મટિરિયલ હેન્ડલિંગ, એન્વાયર્નમેન્ટલ-સેફ્ટી સોલ્યુશન્સ, આરએન્ડડી (R&D) સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને ટેક્સટાઇલ ડાય્સના અગ્રણી ઉત્પાદકો પોતાની અદ્યતન ટેક્નોલોજી પ્રદર્શિત કરશે. ભાગ લેનાર કંપનીઓને અત્યંત ટાર્ગેટેડ પ્રેક્ષકો સમક્ષ બ્રાન્ડ પ્રસ્તુતિ કરવાની, ગુણવત્તાયુક્ત બિઝનેસ લીડ્સ મેળવવાની, નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની અને વૈશ્વિક સ્તરે વિતરણ વ્યવસ્થા વિસ્તારવાની ઉત્તમ તક મળશે.

આ પ્રદર્શનમાં દેશ-વિદેશના મેન્યુફેક્ચરર્સ, પ્લાન્ટ હેડ્સ, પ્રોક્યુરમેન્ટ અને સોર્સિંગ પ્રોફેશનલ્સ, ફાર્મા-કેમિકલ ડિસ્ટ્રિબ્યુટર્સ, સંશોધકો, વૈજ્ઞાનિકો, રેગ્યુલેટરી અધિકારીઓ, આયાતકાર-નિકાસકારો અને ઇન્વેસ્ટર્સ મુલાકાત લેશે.

આ એક્સ્પો માટે એક્યુટાસ કેમિકલ્સ લિમિટેડ, એથર ઈન્ડસ્ટ્રી લિમિટેડ, અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ, એચએલઈ ગ્લાસકોટ લિમિટેડ અને યશસ્વી રસાયણ પ્રા. લિમિટેડનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

  1. સ્માર્ટ એજ્યુકેશન એક્સ્પો 2026
    • તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ)
    • સમય: સવારે 10:00 થી સાંજે 07:00
    • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –

આજના યુવાનો પોતાની કરિયર અને સફળતા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત અને પસંદગીયુક્ત બન્યા છે. તેઓ પરંપરાગત ડિગ્રી-ડિપ્લોમાને બદલે પોતાની પ્રતિભાને વિકસાવે તેવા નવા અને સ્માર્ટ વિકલ્પો શોધી રહ્યા છે. ટોરિન (TORIN) વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી આયોજિત આ એક્ષ્પો વિદ્યાર્થીઓને ગુજરાત, ભારત તેમજ વિદેશની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ સાથે એક જ છત હેઠળ સીધો સંપર્ક કરવાની અદ્‌ભુત તક આપે છે. તેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ, જાણીતી સ્કૂલ્સ અને પ્રતિષ્ઠિત કોલેજો ભાગ લઈ રહી છે. ધોરણ 10-12 અને કોલેજના વિદ્યાર્થીઓ, ડિપ્લોમા/ડિગ્રી ધારકો, ગ્રેજ્યુએટ્સ અને ઉચ્ચ અભ્યાસના વાંચ્છુઓ, નવી કરિયર અને કોર્સિસની શોધમાં રહેલા જોબ સીકર્સ, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકો વગેરે માટે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેવી રહી.

૩. સુરત સ્ટાર્ટ અપ સમિટ 2026 (ત્રીજી આવૃત્તિ)

• તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ)
• સમય: સવારે 10:00થી સાંજે 07:00
• સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –

“Surat Startup Summit 2026” એ દેશભરના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો, ઇન્વેસ્ટર્સ, ઇન્ક્યુબેટર્સ અને ટેક્નોલોજી નિષ્ણાતો માટેનું એક પ્રમુખ પ્લેટફોર્મ છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈ-પોટેન્શિયલ ધરાવતા સ્ટાર્ટઅપ્સને એવો મંચ આપવાનો છે, જેથી તેઓ પોતાના આઇડિયા અને પ્રોડક્ટ્સને એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ્સ, સરકારી અધિકારીઓ અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓ સમક્ષ પ્રસ્તુત કરીને ફંડિંગ અને બિઝનેસ વેલિડેશન મેળવી શકે. આમાં ટેક, હેલ્થટેક, ફિનટેક, એગ્રીટેક અને સસ્ટેનેબિલિટી સેક્ટર્સના સ્ટાર્ટઅપ્સ પોતાના ઇનોવેશન્સ રજૂ કરે એવી અપેક્ષા છે. વિવિધ વિષયો પર રસપ્રદ સેશન્સ પણ રાખવામાં આવ્યા છે.

આ સમિટને એઆઈસી સુરતી આઈલેબ ફાઉન્ડેશન, ટાઈ સુરતનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

સુરત સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય આકર્ષણો:

• લાઇવ સ્ટાર્ટઅપ પિચિંગ અને કોમ્પિટિશન: બિઝનેસના શ્રેષ્ઠ આઇડિયાઝ વચ્ચે લાઈવ સ્પર્ધા.

• સ્પીડ ઇન્વેસ્ટર ડેટિંગ: રોકાણકારો સાથે વન-ટુ-વન ઝડપી સંવાદની તક.

• બી2બી નેટવર્કિંગ: કોર્પોરેટ અને વ્યાપારી જોડાણ મજબૂત કરવાનો મંચ.

• બ્રાન્ડ વિઝિબિલિટી: સ્ટાર્ટઅપ બ્રાન્ડને બજારમાં મોટું પ્રમોશન આપવાની તક.

  1. એસજીસીસીઆઈ બિઝનેસ કનેક્ટ (એસબીસી) બિઝનેસ એક્સ્પો 2026
    • તારીખ: 22, 23 અને 24 મે 2026
    • સમય: સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી
    • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –

બિઝનેસ એક્સ્પો 2026 : આ એક્ષ્પો વિવિધ સેક્ટર્સના અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઇન્વેસ્ટર્સ અને કોર્પોરેટ પ્રોફેશનલ્સને એક જ મંચ પર લાવીને પરસ્પર સહયોગ, નવીનતા અને વ્યાપારી વિકાસને પ્રોત્સાહન આપવાનું મોટું કાર્ય કરશે. તેનો ઉદ્દેશ સુરતને વૈશ્વિક વ્યવસાયિક હબ તરીકે વધુ મજબૂત કરવાનો અને ઉદ્યોગો વચ્ચે અર્થપૂર્ણ પાર્ટનરશિપ તેમજ નવી વ્યાપારી તકો ઊભી કરવાનો છે. આ એક્ષ્પો વ્યાપારી નેટવર્કિંગ, વ્યૂહાત્મક ભાગીદારી અને બિઝનેસ ગ્રોથ માટેનું સૌથી મોટું કેન્દ્ર બનશે. આ પ્રદર્શનમાં એફએમસીજી, ફાઇનાન્સ, આઇટી અને ડિજિટલ ટેક્નોલોજી, ગાર્મેન્ટ્સ, ઓટોમોબાઇલ, હેલ્થ-વેલનેસ અને કન્સલ્ટન્ટ્સ સહિતના અનેક સેક્ટર્સના અગ્રણી ધંધાર્થીઓ અને પ્રોફેશનલ્સ બી૨બી (B2B) અને બી૨સી (B2C) મીટિંગ્સ માટે મોટી સંખ્યામાં ભાગ લેશે.

બિઝનેસ એક્સ્પોના આકર્ષણો

• નેટવર્કિંગ: હાઈ-ઈમ્પેક્ટ બી2બી (B2B) અને બી2સી (B2C) નેટવર્કિંગ.

• બિઝનેસ મીટિંગ્સ: સેક્ટર-સ્પેસિફિક (ક્ષેત્ર આધારિત) વિશેષ બેઠકો.

• પેવેલિયન: અદ્યતન સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પેવિલિયન.

• ફંડિંગ: ઇન્વેસ્ટર કનેક્ટ અને ફંડિંગ મેળવવાની ઉત્તમ તકો.

• પ્રદર્શન: વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું લાઈવ લોન્ચિંગ તથા પ્રદર્શન.

• જોડાણ: વ્યૂહાત્મક જોડાણ અને એમઓયુ સાઇનિંગની તક.

ચેમ્બરના પદાધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “આ ચારેય મેગા ઇવેન્ટ્સ સુરત અને ગુજરાતના આર્થિક તથા સાહસિક વિકાસમાં ગેમ ચેન્જર સાબિત થશે. અમે તમામ ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ પ્રદર્શનોની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.”

April 10, 2025
WhatsApp-Image-2025-04-09-at-18.38.10-1280x853.jpeg
2min422

SGCCI દ્વારા તા. ૧૧થી ૧૩ એપ્રિલ, ર૦રપ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ડોમમાં ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’યોજાશે

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક મળી રહેશે.

ધો.10થી લઇને પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એજ્યુકેશન એક્ષ્પો અત્યંત મહત્વની માહિતી પૂરી પાડનાર બની રહેશે.

સ્ટાર્ટઅપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે, જેથી સ્ટાર્ટઅપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટઅપને આગળ લઇ જઇ વધુ મજબૂત કરી શકશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧, ૧ર અને ૧૩ એપ્રિલ, ર૦રપ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ – ધંધાઓની પ્રગતિ જરૂરી છે એવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની એટલી જ જરૂર રહેલી છે. ખાસ કરીને માનવ સભ્યતા માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણની શોધ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આધુનિક શિક્ષણની અસર સમગ્ર ભારતીય સમાજ પર દેખાય છે. માનવીને જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના આયોજન પાછળ ઘણા હેતુઓ છે. સુરતના નાગરિકોને ડિજિટલ યુગમાં પ્રાથમિક શિક્ષણને સુધારવાનું મહત્વ સમજાવવા અને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોને અનુરૂપ બનાવવા, શિક્ષણ પ્રણાલીમાં ઉચ્ચતમ ધોરણો લાવવાના સામાન્ય ધ્યેય સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે વ્યવસાયિક ભાગીદારી રચવા માટે, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમકક્ષો માટે નવી તકો ઊભી કરવી, સ્માર્ટ એજ્યુકેશન/લર્નિંગના વલણો પર સંશોધન અને વિચારમંથન કરી શકાય તે માટે આ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે એક ગતિશીલ પ્લેટફોર્મ બનાવવા, જ્યાં શિક્ષણ સંસ્થાઓ તેમની શૈક્ષણિક પ્રતિષ્ઠાને અને અદ્યતન વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રદર્શિત કરી શકે, જે સૌથી અસરકારક રીતે મહત્વાકાંક્ષી યુવાનો સાથે ત્વરિત જોડાણ બનાવે છે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો અને સુરત સ્ટાર્ટઅપ સમિટનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૧ એપ્રિલ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા પધારશે અને તેમના વરદ હસ્તે એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી પી. સ્વરૂપ (યબક) અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરત શાહ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ઓરો યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટી, પી.પી. સવાણી યુનિવર્સિટી, સાબરમતિ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ જ્ઞાન પ્રસાદ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ વિદ્યાપીઠ, ગણપત યુનિવર્સિટી, ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રિસર્ચ, જોન એફ. કેનેડી યુનિવર્સિટી ઓફ મેડીસિન, નવરચના યુનિવર્સિટી, પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, પૂણેની પિંપરી ચિંચવડ યુનિવર્સિટી, પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, વિદ્યાપીઠ યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ઇઝી બિઝનેસ સ્કૂલ, મુંબઇની મોડાર્ટ, યુ.એ.ઇ.ની બ્રિટ્‌સ ઇમ્પેરિયલ યુનિવર્સિટી કોલેજ, ડીઇસી એબ્રોડ પ્રાઇવેટ લિમિટેડ, ફોર્ચ્યુન એજ્યુકેશન હબ, ગ્લોબલ રિસર્ચ ઇમિગ્રેશન, નેશનલ કોમ્પ્યુટર્સ, પાર્લેઝ મોન્ડીયલ, આર.જી. ઇન્ટરનેશનલ, એડયુમેટ ઇમિગ્રેશન, એ.ઇ.સી.સી. સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્ટ્‌સ અને વીઝા થિયરી દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ એક્ષ્પોમાં યુ.કે., યુ.એસ.એ., દુબઇ, સિંગાપોર, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ અને આયર્લેન્ડની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક ઇન્સ્ટીટયુટ્‌સમાં વિદ્યાર્થીઓને પ્રવેશથી માંડીને ત્યાં રહેવા સુધીની વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. વિદેશની યુનિવર્સિટીઓની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓ તથા વાલીઓને મળી રહે તે માટે એક્ષ્પોમાં જુદા જુદા પેવેલિયન બનાવવામાં આવ્યા છે, આથી વિદ્યાર્થીઓ ગ્લોબલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્‌સ વિષે જાણકારી મેળવી શકશે. આ એક્ષ્પો શિક્ષણવિદો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક આપશે. આ એક્ષ્પોમાં દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલી ગીફટ – સ્ટેશનરીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓની વાત કરીએ તો ભારતની ર૦ જેટલી યુનિવર્સિટી ભાગ લીધો છે. જ્યારે યુકેની ૧ર, યુએસએની ૧૯, દુબઇની પ, સિંગાપોરની ૧, જર્મનીની ૬, ફ્રાન્સની ૪, નેધરલેન્ડની ૧, આર્યલેન્ડની ૩ તથા એમબીબીએસની ૩ યુનિવર્સિટીએ ભાગ લીધો છે. આ ઉપરાંત હોટેલ મેનેજમેન્ટની ર, કુકીંગની ર, જ્વેલરી ઇન્ડસ્ટ્રીની ૪ અને ઇન્ટિરિયર ડિઝાઇનની ૧ તથા અન્ય ૧૪ જેટલા ઇન્સ્ટીટયુટ દ્વારા પણ એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે. આ તમામ યુનિવર્સિટી અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક કારકિર્દી તથા અભ્યાસક્રમો વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં આઇટી, સાયબર સિકયુરિટી, સોફટવેર ટેકનોલોજી, લોજિસ્ટીકસ, ઇન્વેન્શન લર્નિંગ, બિલીંગ સોફટવેર, ઓટોમેશન, ડિજિટલ પ્લેટફોર્મ અને બેન્કીંગ સર્વિસ વિગેરે ક્ષેત્રોમાં પ૦થી વધુ સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત બેંગ્લોર, ઉત્તરાખંડ, અમદાવાદ, વલસાડ, વાપી, નવસારી અને ગાંધીનગરના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટઅપ તેઓની પ્રોડકટને ડિસ્પ્લે કરશે.

ચેમ્બર ઓફ કોમર્સ આ સમિટ થકી એવું પ્લેટફોર્મ પૂરુ પાડવા જઇ રહયું છે કે જ્યાં સ્ટાર્ટ–અપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે. જેથી સ્ટાર્ટ–અપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટ–અપને આગળ લઇ જઇ વધુ મજબુત કરી શકશે. સમિટમાં ભાગ લેનારા તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

સુરત સ્ટાર્ટઅપ સમિટ દરમ્યાન વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન અને સેમિનારો યોજાશે, જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા સ્ટાર્ટઅપ માટેની યોજનાઓ વિષે જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકારનું ઇનોવેટીવ હબ એટલે કે આઇહબ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને દેશભરમાંથી સ્ટાર્ટઅપના નિષ્ણાંતો દ્વારા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સુરતની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ અને યુવાઓને ક્રિએટીવ આઇડીયા વિચારવાની તકો માટે માહિતી આપશે.

સુરત સ્ટાર્ટઅપ સમિટના આયોજન માટે ચેમ્બરને ભારત સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ઓફિસ, ગુજરાત સરકારનો ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો (ઇન્ડેક્ષ્ટબી) અને સ્ટાર્ટઅપ ગુજરાતનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના ચેરમેન શ્રી મહેશ પમનાની, સુરત સ્ટાર્ટઅપ સમિટના ચેરમેન સીએ મયંક દેસાઇ તથા કો–ચેરમેનો શ્રી અમિત શાહ અને શ્રી પુનિત ગજેરા ઉપસ્થિત રહયા હતા.