CIA ALERT
19. May 2024

SGCCI SITME 2023 Archives - CIA Live

March 10, 2023
Cia_business_news-1280x936.jpg
2min218

ચેમ્બરના ટેક્ષ્ટાઇલ મશીનરીના ત્રિદિવસીય એક્ષ્પો ‘સીટમે ર૦ર૩

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટીઝે ગયા સપ્તાહમાં ફૂડ એન્ડ એગ્રિટેક એક્ષ્પોનું આયોજન કર્યા બાદ લાગલગાટ બીજા સપ્તાહમાં આગામી તા.4થી માર્ચથી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્ષટાઇલ મશીનરીના સીટમે એક્ષ્પો સેકન્ડ એડિશનનું આયોજન કરવામાં આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ સાથે સીટમે મશીનરી એક્ષ્પોના સહ આયોજક સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ સંદીપ દુગ્ગલે ત્યાં સુધી કહ્યું કે આ એક્ષ્પોમાં એવી અત્યાધુનિક મશીનરીઓ આવી રહી છે જે હવે પછી સુરતમાં ટ્રેડિશનલ ડાઇંગ પ્રિન્ટીંગ મિલો, પ્રોસેસિંગ યુનિટોની જેમ જ હવે ડિજિટલ પ્રિન્ટીંગ મિલો પણ ધમધમતી જોવા મળશે.

સીટમે એક્ષ્પોની માહિતી આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, વીપી રમેશ વઘાસીયા, મંત્રી ભાવેશ ટેલર, બીજલ જરીવાલા, વિજય મેવાવાલા તેમજ સંદીપ દુગ્ગલે જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે. જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેશે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થશે.તદુપરાંત એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે. જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. આથી સમગ્ર ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.

એકઝીબીશનમાં આટલી રેન્જની મશીનરીનો ડેમો જોવા મળશે

– ડિજિટલ પ્રિન્ટીંગ મશીન

– એમ્બ્રોઇડરી મશીન

– ફયુઝન મશીન્સ

– કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીન

– ડાયટ ફેબ્રિક પ્રિન્ટર

– ટી શર્ટ પ્રિન્ટીંગ મશીન

– બધા પ્રકારના પ્રિન્ટીંગ ઇન્ક

– સકર્યુલર નિટિંગ મશીન

– નીડલ લૂમ્સ મશીન

– રોલ ટુ રોલ મશીન

– એપેરલ એસેસરીઝમાં એમ્બ્રોઇડરી થ્રેડ,

– એમ્બ્રોઇડરી ઓઇલ,

– એમ્બ્રોઇડરી કન્ટ્રોલ સિસ્ટમ,

– એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફટવેર

– એપેરલ મશીન્સ તથા તેના સંબંધિત સર્વિસિસ