CIA ALERT
04. May 2024

markets in india Archives - CIA Live

January 24, 2022
sensex_down.jpg
1min536

શેરબજારનો ઘટાડો સતત આગળ વધી રહ્યો છે અને તેનું તળિયું દેખાતું નથી. આજે સતત પાંચમા સત્રમાં શેરમાર્કેટમાં ઘડાડો થયો હતો. પાંચ સેશનની અંદર સેન્સેક્સ (Sensex) 3500 પોઇન્ટ જેટલો ઘટી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 1850 પોઇન્ટ ઘટીને 57186 પર હતો. અગાઉ લગભગ 1.40 વાગ્યે સેન્સેક્સ 2000 પોઇન્ટ સુધી ઘટી ગયો હતો.

સેન્સેક્સના તમામ 30 શેર રેડ ઝોનમાં હતા જેમાં બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ 6.46 ટકા, ટાટા સ્ટીલમાં 6.32 ટકા અને ટાઇટનના શેરમાં 5.93 ટકાનો ઘટાડો થયો હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર 5.63 ટકાથી લઈને 5.52 ટકા સુધી ઘટ્યા હતા.

બજેટ અગાઉના સપ્તાહમાં માર્કેટ નર્વસ જણાય છે. મંગળવારથી યુએસ ફેડ (US Fed)ની બે દિવસની મિટિંગ શરૂ થાય છે તે અગાઉ ચિંતા પ્રવર્તે છે. આ ઉપરાંત આ સપ્તાહમાં માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ (Derivative Contract) ની એક્સપાયરી છે.

માર્કેટ ખુલ્યાના એક કલાક પછીની સ્થિતિની વાત કરીએ તો વોડાફોન આઇડિયા (Vodafone Idea) ત્રણ ટકા ઘટ્યો હતો જ્યારે યસ બેન્કનો શેર ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટના રિએક્શનથી બે ટકા ઊંચકાયો હતો.

રેલિગેર બ્રોકરેજના વીપી, રિસર્ચ અજિત મિશ્રાએ જણાવ્યું કે, યુએસ ફેડ દ્વારા રેટમાં વધારાને લગતી અનિશ્ચિતતાથી બજારમાં ભયનો માહોલ છે. રોકાણકારો હવે 26 જાન્યુઆરીએ FOMCની બેઠકના તારણો અંગે સ્પષ્ટતા માંગે છે.

માર્કેટમાં સળંગ પાંચ દિવસના ઘટાડાના કારણે રોકાણકારોએ રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. આ સપ્તાહમાં 26મી જાન્યુઆરીએ બજાર બંધ રહેશે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવામાં આવશે તો ભૂરાજકીય ચિંતામાં વધારો થશે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું કે અત્યારે FPI મોટી વેચવાલી કરી રહ્યા છે જે બજાર માટે મુશ્કેલી પેદા કરે છે. રોકાણકારોએ અત્યાર વધુ સાવધ રહેવાની જરૂર છે.

સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ (Asian Paints) 2.16 ટકા ઘટીને રૂ. 3203 હતો જ્યારે ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.19 ટકા ઘટીને રૂ. 1563 હતો. બજાજ ફિનસર્વ, વિપ્રો (Wipro), ઇન્ફોસિસ (Infosys), HCL ટેક્નોલોજી અને બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)ના શેર પણ 1.8 ટકા સુધી ઘટ્યા હતા. એક્સિસ બેન્ક (Axis Bank) અને ટાઇટન (Titan)ના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

આજે મારુતિ સુઝુકી 1.2 ટકા વધીને રૂ. 8287 પર હતો. પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ICICI બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાનો વધારો થયો હતો.