CIA ALERT
17. May 2024

ICC World cup Archives - CIA Live

November 19, 2023
cia_multi-1280x1045.jpg
3min278

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રવિવાર તા.19 નવેમ્બર 2023ની બપોરે લગભગ બારેક વાગ્યે આ લખાઇ રહ્યું હતું ત્યારે સમગ્ર ગુજરાત, ભારતમાં વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચનો ફિવર સર્વત્ર વર્તાય રહ્યો હતો. અમેરીકા અને કેનેડામાં વસતા અનેક મિત્રો, સ્નેહીઓ, વિદ્યાર્થીઓ સાથે લેખકની વાત ભારતીય સમય પ્રમાણે આજે સવારથી થઇ રહી છે, અમેરીકા અને કેનેડામાં વસતા લાખો એન.આર.આઇ. તેમજ ભારતીય વિદ્યાર્થીઓ આજે જાગરણ કરી રહ્યા છે. ધાર્મિક તહેવારોમાં જાગરણની પરંપરા છે, ક્રિકેટ ભારતમાં એક ધર્મથી વિશેષ છે એટલે ક્રિકેટીય જાગરણ કરી રહ્યા છે અમેરીકા અને કેનેડાના લાખો ભારતીય વિદ્યાર્થીઓ.

કેનેડાના નોવા સ્કોશિયાથી શ્રેયા

કેનેડાના નોવાસ્કોશિયાના હેલિફેક્સ ખાતે હાયર સ્ટડીઝ કરી રહેલી સુરતની વિદ્યાર્થિની શ્રેયાએ જણાવ્યું કે શનિવારે રાત્રે અહીં 12 વાગી ચૂક્યા છે, હજુ ચાર કલાક પછી મેચ શરૂ થશે, હું આજે ઉંઘવાની નથી. મારી સાથે મારી ફ્રેન્ડ્ઝ પણ જાગવાની છે, ભારતની મેચ, ભારતના ક્રિકેટરો, અમદાવાદનું સ્ટેડીયમ આ બધાના વિચારોએ ઉંઘ ઉડાડી દીધી છે.

ટોરન્ટોના કિચનેરથી પ્રીત મોદી અને રજત

એવી જ રીતે કેનેડાના ટોરન્ટો નજીક આવેલા કિચનેર ખાતે રહેતા અને સ્ટડી કરતા પ્રીત નીતિન મોદી, રજત બ્રહ્મભટ્ટે જણાવ્યું કે તેઓ આજે ઉજાગરો કરી રહ્યા છે. વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ, બોલ ટુ બોલ જોવા માટે અમે જાગી રહ્યા છે. ક્રિકેટ અમારુ પેશન છે, ઇન્ડીયન ટીમ આ વખતે ઇતિહાસ રચવાની છે અને આ ઇતિહાસના અમે સાક્ષી બનવાના છીએ.

અમેરિકાના કેર્લિફોનિયાથી નીતિન પટેલ

અમેરીકાના કેર્લિફોનિયા ખાતે રહેતા નીતિન પટેલ કહે છેકે અમે 40 જણા એક જ ઘરમાં ભેગા થયા છે. હોમ થિયેટરમાં વીસ જ ખુરશી છે બાકીના નીચે બેઠા છે, જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને મેચ જોવાના છીએ. ડ્રીંક, ફૂડ અને મસ્તી કરીશું પણ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ જોવાનું ચૂકવાના નથી.

જો તમે પણ વિદેશમાં હોવ તો અમારી સાથે શેર કરો તમારી વાત વ્હોટ્સએપ નં. 98253 44944

PM નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

અમદાવાદ સ્ટેડીયમમાં બ્લુ સુનામી આવી

ફાઈનલ શરુ થવાને હવે થોડી મિનીટોની જ વાર છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પ્રવેશ દ્વારની બહાર જાણે બ્લ્યુ રંગની સુનામી આવી હોય એવી ક્રિકેટ ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મેચ માટે દર્શકોને 12 વાગ્યાથી એન્ટ્રી શરુ કરવામાં આવી હતી.

ભારતના મોસ્ટ વીઆઇપીઓ અમદાવાદ સ્ટેડીયમમાં પહોંચી રહ્યા છે

ફાઈનલ મેચ જોવા માટે આ મહાનુભવો રહેશે હાજર

• નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી

• અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી

• રિચાર્ડ માર્લેશ ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન

• નીતા અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સભ્યો

• શક્તિકાંત દાસ, આરબીઆઇ ગર્વનર

• અનુરાગસીંગ ઠાકુર, સુચના અને પ્રસારણ મંત્રી

• અબ્દુલનીસાર જમાલ અસલાસી, એમ્બેસેન્ડર, યુએઇ

• એરિક ગારસેટી, એમ્બેસેડર, યુએસએ

• લક્ષ્મી મિતલ અને તેમનો પરિવાર 

• કોરનાડ સાંગમા, મેઘાલયના મુખ્યમંત્રી

• હંમતા બીસવા શર્મા, આસામના મુખ્યમંત્રી અન્ય છ રાજ્યોના મુખ્યમંત્રી

• ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા,

• દેશની હાઇકોર્ટના તમામ જજ

 સિંગાપોરના કલ્ચરલ અને યુથ મિનિસ્ટર

જો સુરતમાં છો અને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાના હોવ તો પ્લાન ચોપટ થઇ શકે

જો તમે અમદાવાદ કે સુરતમાં હોવ અને આજે ફાઇનલના દિવસે મેચ શરૂ થયા પછી સ્વીગી ઝોમેટો પર ફુડ ઓર્ડર કરવાના હોવ તો તમારો ઓર્ડર કદાચ તમારો પ્લાન ચોપટ થઇ શકે. એડવાન્સમાં ઓર્ડર આપી દેવો હિતાવહ થશે. ફુડ સર્વિંગ સાઇટ્સ, એપ્લિકેશનના સ્ટાફ પાસે એટલા ઓર્ડર હશે કે અમૂક સમય પછી ઓર્ડર સ્વીકારવામાં તકલીફ પણ પડી શકે છે. રેસ્ટોરેન્ટ્સ પાસે પણ એટલા ભારે ઓર્ડર છે કે કદાચ સાંજે પાંચ વાગ્યા પછી કેટલીક રેસ્ટોરેન્ટ્સ ઓનલાઇન ઓર્ડરને એન્ટરટેઇન કરવાનું પણ બંધ કરી શકે છે. એટલે ક્રિકેટ પ્રેમીઓને એડવાન્સમાં પોતાના ફૂડની વ્યવસ્થા કરી લેવું હિતાવહ છે.