CIA ALERT
18. May 2024

Dividend Archives - CIA Live

May 7, 2022
relience.png
1min432

ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે માર્ચ ક્વાર્ટરના અને વિતેલ સમગ્ર નાણાંકીય વર્ષ 2021-22ના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કંપનીના ડિરેક્ટર બોર્ડે 31મી માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ માટે રૂ.10ના પ્રત્યેક ઇક્વિટી શેર ઉપર રૂ.8ના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોની મંજૂરીને આધિન રહેશે.   

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 20.2 ટકા વધીને રૂ. 18,021 કરોડ થયો છે. તો ગ્રોસ રેવન્યૂ 35.1 ટકની વૃદ્ધિમાં રૂ. 2,32,539 કરોડ નોંધાઇ છે. કંપનીને EBITDA 27.7 ટકા વધીને રૂ. 33,968 કરોડ થયો છે. ત્રિમાસિક દરમિયાન કંપનીની શેરદીઠ આવક 16.7 ટકા વધીને રૂ. 24 થઇ છે.

સ્ટેન્ડએલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 45.6 ટક ઉછળીને રૂ. 11,094 કરોડ અને ગ્રોસ રેવન્યૂ 54.3 ટકા વધીને રૂ. 1,40,061 કરોડ થઇ છે. 

31મી માર્ચે સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2021-22માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 67,845 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ 26% વધારે છે. તેવ જ રીતે આવક 47 ટકા વધીને રૂ. 7,92,756 કરોડ થઇ છે. EBITDA 28.8% વધીને રૂ.  1,25,687 કરોડ થયો છે.