CIA ALERT
16. April 2024

Countryside international school Archives - CIA Live

July 23, 2022
cia_edu-1280x925.jpg
1min266

સુરત શહેર અને જિલ્લામાં સેન્ટ્રલ બોર્ડની 48 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ કાર્યરત છે. તા.23મી જુલાઇ 2022ના રોજ સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીણામનું એનાલિસીસ કરતા ઉડીને આંખે વળગે તેવી વિગત એ સપાટી પર આવી છે કે સુરત શહેરમાં ઉમરા ખાતે આવેલી ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી, સેગવાછામા ખાતે આવેલી કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ જેવી ઇમર્જિંગ (ઉભરતી જતી) શાળાઓના વિદ્યાર્થીઓનું ઓવલઓલ પરફોર્મન્સ જોરદાર રહ્યું છે. આ બન્ને શાળાઓના પહેલા બેચના વિદ્યાર્થીઓએ 2022માં ધો.10ની પરીક્ષા આપી હતી. બન્ને શાળાનું પહેલા જ બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે.

ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમીના ફર્સ્ટ બેચનું 100 ટકા રિઝલ્ટ

ચાલુ વર્ષે સુરતના ઉમરા ખાતે આવેલી ઉમરીગર મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ એકેડેમી સ્કુલનો પહેલવહેલા બેચના વિદ્યાર્થીઓએ 2022માં સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપી હતી. ઉન્નતી એકેડેમી સાથે સંકળાયેલા કિંજલ ઉમરીગરે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્કુલનું પહેલા જ બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે. પહેલા બેચમાં 24 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજે જાહેર થયેલા પરીણામમાં તમામે તમામ વિદ્યાર્થીઓ ઉતિર્ણ ઘોષિત થયા છે. ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમીના ટોપ-5 વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ આ મુજબ રહ્યું છે.

CIS કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલનું પરીણામ પણ 100 ટકા

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતની કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ ઉભરતી શાળા તરીકે ખ્યાતિપ્રાપ્ત બની રહી છે. શાળામાં વહીવટી સંચાલન વલ્લભાઇ પટેલ અને એકેડેમિક સંચાલન સંજયભાઇ મહેતાની રાહબરી હેઠળ શાળામાં જે પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે એ જોતા વાલીઓની પહેલી પસંદ બની રહી છે. ધો.10ના સેન્ટ્રલ બોર્ડના પરીણામમાં કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલના સૌથી પહેલા બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે.