CIA ALERT

Amns Archives - CIA Live

August 5, 2026
image-9.png
3min46

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ; આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સુરતનું વધુ એક ઐતિહાસિક યોગદાન

સુરત: સુરતના હજીરા સ્થિત AM/NS India સ્ટીલ પ્લાન્ટે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. ભારતીય નૌસેનાના સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલું 100 ટકા વિશિષ્ટ (Special Grade) સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.

22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલા INS માલવણના નિર્માણમાં હજીરા પ્લાન્ટની મહત્વપૂર્ણ ભૂમિકાએ સુરતને રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્ર સાથે વધુ મજબૂત રીતે જોડ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના કારણે આજે સુરતમાં તૈયાર થતું વિશિષ્ટ સ્ટીલ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ દેશની સમુદ્રી સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિને પણ મજબૂત બનાવી રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, હજીરા પ્લાન્ટ ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

AM/NS Indiaના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રંજન ધરે જણાવ્યું હતું કે, INS માલવણ માટેનું વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થવું સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ પ્લાન્ટની ટેક્નિકલ કુશળતા, અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની સાબિતી છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે અને દેશને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.

INS માલવણનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજોમાંથી બીજું જહાજ છે અને ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું પણ બીજું જહાજ છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને વધુ મજબૂત બનાવે છે.

આ યુદ્ધજહાજ દરિયાઈ સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર તેમજ દરિયાકાંઠાની સુરક્ષા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષામાં INS માલવણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

AM/NS India હાલમાં ASW-SWC શ્રેણીના તમામ આઠ યુદ્ધજહાજો માટે જરૂરી 100 ટકા વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત કંપની અગાઉ ભારતીય નૌસેનાના INS વિશાખાપટ્ટનમ અને INS સુરત જેવા મહત્વપૂર્ણ યુદ્ધજહાજો માટે પણ વિશિષ્ટ સ્ટીલ પૂરો પાડી ચૂકી છે.

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ દેશના અનેક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તેમાં ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ઇન્ડિયા-આધારિત ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ રીતે હજીરા પ્લાન્ટ આજે માત્ર સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ, સંરક્ષણ આત્મનિર્ભરતા અને દેશના વ્યૂહાત્મક વિકાસમાં સુરતના વધતા યોગદાનનું પ્રતીક બની રહ્યું છે.


હાઇલાઇટ્સ

  • INS માલવણના નિર્માણમાં વપરાયેલું 100% વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થયું.
  • ભારતીય નૌસેનાના ASW-SWC શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજો માટે AM/NS India વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે.
  • 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે તૈયાર થયેલું INS માલવણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂતી આપે છે.
  • INS વિશાખાપટ્ટનમ અને INS સુરત સહિતના અનેક યુદ્ધજહાજોમાં પણ હજીરાના સ્ટીલનો ઉપયોગ થયો છે.
  • ચિનાબ બ્રિજ, અંજી ખાડ બ્રિજ અને બોગિબીલ બ્રિજ જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ હજીરાના સ્ટીલનું યોગદાન રહ્યું છે.

બોક્સ : સુરત માટે કેમ મહત્વની છે આ સિદ્ધિ?

સામાન્ય રીતે સુરતની ઓળખ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી થાય છે, પરંતુ હવે શહેર દેશના સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહ્યું છે. INS માલવણ માટે હજીરામાં ઉત્પાદિત વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ એ દર્શાવે છે કે સુરતની ઔદ્યોગિક ક્ષમતા હવે માત્ર વેપાર અને નિકાસ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતામાં પણ સીધું યોગદાન આપી રહી છે. આ સિદ્ધિ સુરતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને સંરક્ષણ સહયોગી શહેર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવે છે.

April 30, 2026
WhatsApp-Image-2026-04-30-at-17.21.18-1280x1041.jpeg
2min104

• પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું હતું.

• આ અદ્યતન સુવિધા દ્વારા સુરતમાં જ વિશ્વસ્તરીય ઓટોમોટિવ સ્ટીલનું ઉત્પાદન “મેડ ઇન સુરત”, “બિલ્ટ ફોર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ”ના વિઝન સાથે થશે.

• આ ઉદ્ઘાટન ભારતને ઓટોમોટિવ ક્ષેત્ર માટે જરૂરી એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

હજીરા – સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું છે.

દર વર્ષે 2 મિલિયન ટન ક્ષમતા ધરાવતી આ અદ્યતન PLTCM લાઈન, AM/NS Indiaની ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. ટૂંક સમયમાં આ યુનિટ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલ્ડ-રોલ્ડ બેઝ સ્ટીલનું ઉત્પાદન શરૂ કરશે, જેના આધારે વિશ્વસ્તરીય તેમજ પ્રથમ વખતના, પેટન્ટેડ સ્ટીલ સોલ્યુશન્સનું ઉત્પાદન શક્ય બનશે. જે

આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ જેવી વૈશ્વિક પેરેન્ટ કંપનીઓની ટેક્નોલોજી પર આધારિત છે. આ નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે અને ઓટોમોટિવ ઉદ્યોગની વધતી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.

ભારતમાં સૌથી અદ્યતન ઉત્પાદન લાઇનોમાંની એક ગણાતી આ સુવિધા અદ્યતન પ્રોસેસ ટેક્નોલોજી, શ્રેષ્ઠ ઓટોમેશન અને વૈશ્વિક ધોરણોની ગુણવત્તા સિસ્ટમ્સથી સજ્જ છે. આ પ્લાન્ટ AHSS, ગેલ્વેનિલ્ડ (GA), ગેલ્વેનાઇઝ્ડ (GI) અને પ્રેસ હાર્ડન્ડ સ્ટીલ (PHS) જેવા વિવિધ ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે સ્ટીલ ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સુવિધા દેશની અન્ય મિલ્સની સરખામણીએ વધુ સક્ષમ છે અને તમામ ઓટોમોટિવ કંપનીઓને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સોલ્યુશન્સ વૈશ્વિક સસ્ટેનેબિલિટી ધોરણોને અનુરૂપ છે, વાહનોને હળવા બનાવવામાં મદદ કરે છે જેથી કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધરે, તેમજ ભારત NCAP (BNCAP) મુજબ વાહન સલામતીમાં વધારો કરે છે.

આ સમર્પિત ઓટોમોટિવ લાઇન AM/NS Indiaની ડાઉનસ્ટ્રીમ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને 1180 MPa સુધીની ઊંચી મજબૂતી ધરાવતા AHSSના ઉત્પાદનને સપોર્ટ કરશે, જે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત છે.

આ ઉદ્ઘાટન AM/NS Indiaના હજીરા પ્લાન્ટ ખાતે ચાલી રહેલા રૂપિયા 60,000 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય સહાયક સુવિધાઓનો સમાવેશ થાય છે.

કંપનીની આ નવી સુવિધા આર્થિક પ્રવૃત્તિઓનો એક સશક્ત અને સ્વયંસંચાલિત ચક્ર ઊભું કરશે, જે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. ગુજરાત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં સતત અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે.

મહામહિમ શ્રી કેઇચી ઓનોએ હજીરામાં સ્થિત સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લઈને અહીં ચાલી રહેલી વિશાળ સ્તરની કામગીરી અને સુરતના ઔદ્યોગિક વિકાસની ગતિને નજીકથી નિહાળી।

જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનોએ પ્લાન્ટની મુલાકાત લઇ કામગીરીનો વ્યાપ અને વિકાસની ગતિનો અનુભવ કર્યો.

મહામહિમ શ્રી કેઇચી ઓનો, જાપાનના રાજદૂતે જણાવ્યું હતું કે, “હું AM/NS Indiaને તેમના હજીરા પ્લાન્ટ ખાતેની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ શીટ ઉત્પાદન લાઇનના પ્રારંભ માટે અભિનંદન પાઠવું છું. જાપાનની અદ્યતન ટેક્નોલોજીએ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનને નવી દિશા આપી છે. ‘Make in India, Make for the World’ પહેલમાં જાપાનનું યોગદાન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. જાપાન અને ભારત વચ્ચેનો સંબંધ પરસ્પર પૂરક છે, જ્યાં જાપાનની ટેક્નોલોજી અને મૂડી, ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વધતી માંગ સાથે જોડાય છે. હજીરા પ્લાન્ટની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે બંને દેશો વચ્ચેનું ઔદ્યોગિક સહકાર અને ‘વિકસિત ભારત’નું ભવિષ્ય ઉજ્જવળ છે.”

શ્રી દિલીપ ઊમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “AM/NS India ‘Make in India’ અને ‘આત્મનિર્ભર ભારત’ માટે પ્રતિબદ્ધ છે. ‘Smarter Steels, Brighter Futures’ના અમારા વચન અનુસાર, અમે પેરેન્ટ કંપનીઓની અદ્યતન ટેક્નોલોજી અને વૈશ્વિક કુશળતાનો લાભ લઈને આધુનિક સ્ટીલ ઉત્પાદન સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. PLTCM લાઈનનું ઉદ્ઘાટન, આ યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જે દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ સ્ટીલના ઉત્પાદન માટે મજબૂત આધાર ઉભો કરશે, આયાત પર નિર્ભરતા ઘટાડશે, સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને ઓટોમોટિવ ઉદ્યોગને વધુ સલામત, હળવા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં સહાય કરશે.”

નવી યુનિટ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ ફ્લેટ સ્ટીલની વધતી માંગને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. હાલ આ માંગ 7.8 મિલિયન ટન પ્રતિ વર્ષ છે અને દર વર્ષે 6-7% વૃદ્ધિ થવાની શક્યતા છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ ઉત્પાદન કરનાર દેશ છે અને બીજા સ્થાને પહોંચવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રીમિયમ અને અદ્યતન વાહનો માટે વિશ્વસ્તરીય સ્ટીલની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની રહી છે.

November 24, 2023
amns-logo.jpeg
1min727

“બનાઉંગા મેં, બનેગા ભારત” કોમર્શિયલ જાહેરાત સાથે નવા ભારતના વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય

સુરત – હજીરા, નવેમ્બર 22, 2023:

વિશ્વના બે પ્રખ્યાત અને અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ “બનાઉંગા મેં, બનેગા ભારત” નામની નવી ટેલિવિઝન કોમર્શિય લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ભારતની પ્રગતિ અને તેના વિવિધ કુશળ કાર્યબળ પ્રત્યે સામૂહિક ઉત્સાહ અને ગર્વ પેદા કરવાનો છે, જે દેશના વિકાસને શક્તિ આપી રહી છે.

યુવાનોને આકર્ષિત કરવા અને પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ જાહેરાત ફિલ્મ તાજેતરના રાષ્ટ્રીય ઉપલ્બધિઓને પ્રતિબિંબિત કરે છે, જે ઉચ્ચ મૂલ્ય-વર્ધિત ઉત્પાદન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિને રેખાંકિત કરે છે.

AM/NS Indiaની વધતી જતી બ્રાન્ડ વેલ્યુને આધારે, ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ બ્રાન્ડ દ્વારા આધારીત, આ પહેલ આ ક્ષેત્રમાં અગ્રણી ખેલાડી તરીકે AM/NS Indiaની સ્થિતિને મજબૂત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તે સ્ટીલના ઉત્પાદન માટે કંપનીના સમર્પણને પણ પ્રતિબિંબિત કરે છે જે દેશના સર્વાંગી વિકાસને ચલાવવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે.

શ્રી દિલીપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમારા ગયા વર્ષના ‘રીઇમેજિનિયરિંગ’ અભિયાનની સફળતાના આધારે, આ નવીનતમ પ્રયાસ નવા ભારતમાં યોગદાન આપવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમૃતકાળના ધ્યેય તરફની તેની સફરમાં, ભારત સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર આગળ વધવા માટે મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ દ્વારા સ્ટીલ-સઘન વિકાસને અપનાવી રહ્યું છે. અમે અમારા બ્રાન્ડ વચન ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ સાથે વૈશ્વિક અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન હાંસલ કરવા અને દેશની પ્રગતિનો ભાગ બનવા માટે ગર્વ અનુભવીએ છીએ.”

આ જાહેરાત ફિલ્મ ક્રિએટિવલેન્ડ એશિયા દ્વારા બનાવવામાં આવી છે અને ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા સેક્ટરમાં ડેન્ટસુ ઈન્ડિયાના એક એકમ iProspect દ્વારા રજૂ કરવામાં આવશે.

આ મનમોહક ફિલ્મ જોવા માટે આ લિંક પર ક્લિક કરો:

October 14, 2023
હજીરા-શિષ્યવૃતિ-અર્પણ-મંત્રીશ્રી-મુકેશભાઈ-પટેલ-3-1280x853.jpeg
2min1077

ચોર્યાસી તાલુકાના હજીરા સ્થિત AM/NS- આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ખાતે વન પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘AM/NS ઈન્ડિયા બેટી પઢાઓ કન્યા શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ દરિયાકાંઠાના હજીરા, મોરા, દામકા, ભટલાઈ, રાજગરી, સુવાલી, ઈચ્છાપોર સહિત ૧૪ ગામની ધો.૯ થી ૧૨, આઈટીઆઈ, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, એમબીબીએસ જેવા વિવિધ અભ્યાસક્ષેત્રો અભ્યાસ કરતી ૩૭૭ દીકરીઓને રૂ.૫૦ લાખથી વધુ રકમની શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દીકરીઓને સશકત કરવા અને મહિલા ઉત્કર્ષ માટે સેંકડો વિશેષ પહેલ કરી છે. રાજ્યમાં  દીકરીઓ-મહિલાઓના વિકાસની અનેકવિધ યોજનાઓ અમલી છે. ગુજરાતે હંમેશા સફળ પ્રયાસો, અનુભવો અને કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની કાર્યપદ્ધતિ અપનાવી છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃતિ મળતા શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉડાન ભરી શક્શે. માતા પિતા વિહોણી દીકરીઓ પણ ભણી-ગણી આગળ આવી છે એવા સમાજમાં કેટલાય ઉદાહરણ જોવા મળી રહ્યા છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે દીકરીઓને આગળ વધવા માટે સાતત્યપૂર્ણ પ્રોત્સાહન આપતા રાજ્યની નારીશક્તિ આજે વ્યક્તિગતથી લઈને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતની દીકરીઓએ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

  ડિજિટલ ટેક્નોલોજીને ઝડપભેર અપનાવી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન માટે થઇ રહેલા કાર્યથી દેશ અને દુનિયા માટે આવકાર્ય છે એમ પણ તેમણે જણાવ્યું હતું. AM/NS ઈન્ડિયા કંપનીમાં એકેડમી સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ સેન્ટરમાં ૯૦૦થી વધુ કાંઠા વિસ્તારના તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, જે સરાહનીય છે એમ જણાવી યુવાનોની અતુલ્ય શક્તિને યોગ્ય દિશામાં વળવામાં આવે તો તે રાષ્ટ્રીય વિકાસ માટે મહત્ત્વનું ઊર્જાબળ પુરવાર થાય છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

  આ પ્રસંગે ૨૧મી સદી ભારતની સદી થવા જઈ રહી છે એમ જણાવતા પોલીસ કમિશનરશ્રી અજય તોમરે ઉમેર્યું કે, કોઈપણ સમાજ તેમજ નારીઓનું આગળ વધવું એ દેશ માટે સૌભાગ્યની બાબત છે. ૨૧મી સદી ભારતની સદી થવા જઈ રહી છે. પુરૂષપ્રધાન સમાજમાં મહિલાઓ સાથે અન્યાય થવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે, ત્યારે હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીએ ગ્રામ્ય વિસ્તારની ૩૭૭ દીકરીઓની સ્કીલ વધારવા, સશકત બનાવવાનું બીડું ઝડપ્યું છે, તે શિક્ષણ ક્ષેત્રે આવકાર્ય પગલું છે. ઈસરોમાં ૧૦૦થી વધુ મહિલા વૈજ્ઞાનિક જવાબદારીપૂર્વક કાર્ય કરી રહી છે. ગુનેગારોને પકડવામાં સુરત સિટી પોલીસમાં કાર્યરત મહિલા પોલીસની પણ મહત્વની ભૂમિકા રહે છે.

               શિષ્યવૃતિ મેળવીને ભણી ગણી આગળ વધીને હજીરાની આ જ કંપનીઓમાં ટોપ મેનેજમેન્ટમાં કાર્ય કરે તો નવાઈ નહી એવી ટકોર તેમણે કરી હતી. આ સ્કોલરશીપ વિતરણ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડેપ્યુટી ડાયરેક્ટર કેઈજી કુબોટા, સીએસઆર હેડ ડો.વિકાસ યાદવેન્દુ, એએમએનએસના સીઈઓ દિલિપ ઓમ્મેન, સરપંચશ્રી, અઘિકારી-કર્મચારીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ – વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.