CIA ALERT
18. April 2024

aasha parekh Archives - CIA Live

September 28, 2022
Asha_Parekh.jpg
1min520

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) Dated 27/9/22, મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.

આશા પારેખ (ફાઈલ તસવીર)

79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, ત્રીજી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ કોરા કાગજનું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.

આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.

ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.