CIA ALERT
19. May 2024

સુરત ક્રાઇમ Archives - CIA Live

April 22, 2022
fenil.jpg
1min732

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સુરતમાં બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કાંડમાં તા.21 એપ્રિલે સુરત કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. તા.22 એપ્રિલ, શુક્રવારે ગ્રીષ્માની સરજાહેર ઘાતકી હત્યા કરનાર ફેનિલને કોર્ટ સજા સંભાળવાશે. કોર્ટ પાસે સરકારી પક્ષના વકીલે ગુનેગાર ફેનિલને ફાંસીની સજા મળે તેવી માગ કરાઇ છે.’

ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે પોલીસ આરોપી ફેનિલને આજે સવારે કોર્ટમાં લઇને પહોંચી હતી. આરોપી સામે હત્યાના તમામ આરોપો પુરવાર થતાં કોર્ટે તેને ગુનેગાર જાહેર કર્યો હતો અને આવતીકાલે તેનો ચૂકાદો જાહેર કરાશે.’

વેકરિયા પરિવારની દીકરી ગ્રીષ્માની ઘાતકી હત્યા કરવાના કેસમાં મુખ્ય ન્યાયધીશ વીમલ વ્યાસે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજે આરોપી ફેનીલને તમામ કલમોમાં તકસીરવાર ઠેરવવાનો હુકમ કર્યો હતો. જો કે સજા કેટલી તે અંગેની મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલિયા દલીલો શુક્રવારના રોજ કરશે.’

રાજ્યમાં પ્રથમ વખત હત્યાકાંડના મામલે ઝડપથી ચૂકાદો આવશે. ગ્રીષ્માની હત્યાની ઘટના બાદના 69માં દિવસે ચૂકાદો આવ્યો છે. બીજી તરફ કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછયું હતું કે તમને મુત્યુદંડ કેમ ન આપવો? કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, આરોપીએ નિ:સહાય હથિયાર વગરની યુવતીનો આરોપીએ મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે અંતિમ સજા સંભાળવતા પહેલા આરોપીને કંઇ કહેવું હોય તો કહેવા માટે પૂછયું હતું પરંતુ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.

ગત તા. 12મી ફેબ્રુઆરી 2022ના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરી હતી ત્યાર બાદ પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડયો હતો.’

હત્યાકાંડની તપાસ માટે ડીવાયએસપી ભગવતાસિંહ વનારની આગેવાનીમાં એસઆઈટી બનાવવામાં આવી હતી. એસઆઈટીએ સમગ્ર કેસની ઝડપી તપાસ કરી હતી. સાક્ષીઓ અને ટેકનિકલ એવીડન્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયા’ હતા. એસઆઈટી દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આરોપી ફેનિલ સામે કોર્ટમાં 28 ફેબ્રુઆરીથી ન્યાયની લડાઈ શરૂ થઈ હતી. 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી 16 એપ્રિલે થઇ હતી. જો કે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતાં કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલે કરવામાં આવી છે. આજે ફેનીલ ગુનેગાર સાબિત થયો છે અને આવતીકાલે તેને સજા સંભાળવવામાં આવશે.’