CIA ALERT
04. May 2024

મેચ બંધ Archives - CIA Live

February 19, 2023
cia_multi-1280x1045.jpg
1min175

મહાશિવરાત્રીના ઉત્સવ સાથે લોંગ વીકએન્ડમાં ભારતની ક્રિકેટ ટીમની મજા માણવાના ક્રિકેટ રસીયાઓની યોજના પર પાણી ફરી વળ્યું છે. ડિઝ્ની સ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા લિમિટેડ સહિત મુખ્ય પ્રસારકોએ એ કેબલ ઓપરેટરને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાનું બંધ કરી દેતા ક્રિકેટ રસીયાઓ ભારતીય મેન્સ એન્ડ વીમેન ક્રિકેટ ટીમની મેચોનું લાઇવ પ્રસારણ માણી શક્યા નથી. કેબલ ઓપરેટરોએ નવા ટેરિફ આદેશ હેઠળ વધારેલી કિંમતો સાથે સમજૂતી પર હસ્તાક્ષર નહીં કર્યા હોઇ વિવાદ સર્જાયો છે. 

The broadcasting of several Russian TV channels will be stopped in  Kazakhstan | Radar Armenia

નિયામક ટ્રાઈ દ્વારા જારી એનટીઓ હેઠળ 15 ફેબ્રુઆરીએ જુદા જુદા કેબલ ઓપરેટરોને સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે કેબલ સેવા પ્રદાતાઓએ તેના પર ધ્યાન ન આપ્યું. જેના કારણે પ્રસારકો દ્વારા સિગ્નલ બંધ કરાયા. આ પગલાના પરિણામસ્વરુપે દેશભરમાં લગભગ 4.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો આ પ્રસારકો દ્વારા પ્રસારિત ચેનલોને જોવાથી વંચિત થઈ ગયા હતા.

મેચ જોવા માટે અનેક લોકોએ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો ક્રિકેટ રસીયાઓને છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી ચેનલ પર નિહાળવાનું નહીં મળતા આખરે ના છૂટકે ક્રિકેટ રસીયાઓએ ડિઝની પ્લસ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું છે. ટીવી ચેનલવાલા અને કેબલ ઓપરેટરો વચ્ચેનો આ વિવાદ લાંબો ચાલે તેવું લાગી રહ્યું હોઇ, ક્રિકેટ રસીયાઓએ પોતાનો શોખ પૂરો કરવા માટે ડિઝની પ્લસ હોટસ્ટારનું પેક ખરીદવું પડી રહ્યું છે.