મોદીને લોકશાહીની ‘જોરદાર લપડાક’ પડવી જોઈએ: મમતા
તૃણમૂલ કૉંગ્રેસનાં સર્વેસર્વા મમતા બૅનરજીએ પોતાની સરકાર ખંડણીખોરોની મંડળી દ્વારા ચલાવવામાં આવી રહી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કથિતપણે વારંવાર કહ્યું હોવાના પ્રત્યાઘાતમાં બૅનરજી ક્રોધિત મિજાજમાં મંગળવારે બોલ્યાં હતાં કે ‘નરેન્દ્ર મોદીને લોકશાહીની જોરદાર લપડાક પડવી જોઈએ.’
બૅનરજીએ પુરુલિયામાં રઘુનાથપુર ખાતેની જાહેર સભાને સંબોધતાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના દાવા સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રવાદની વાતો કરતા ભાજપને હું એટલું જ કહેવા માગું છું કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર માણસ આરએસએસનો હતો. રાજકારણમાં હું ક્યારેય માથું ઝુકાવતી નથી. મોદી જો એવો આક્ષેપ કરતા હોય કે તૃણમૂલ કૉંગ્રેસ કોઈ પ્રકારની મંડળી ધરાવતો પક્ષ છે તો મને લાગે છે કે મોદીને લોકશાહીનો જોરદાર તમાચો પડવો જોઈએ (ચૂંટણીમાં તેમની કારમી હાર થવી જોઈએ).’
બૅનરજીએ મોદીને ‘જૂઠ્ઠું બોલવા માટે જાણીતા વડા પ્રધાન તરીકે ઓળખાવતા કહ્યું હતું કે ‘મોદી તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળ ખાતેની મુલાકાતમાં રૅલીને સંબોધતા બોલ્યા હતા કે મારી સરકાર દુર્ગા પૂજા માટે છૂટ નથી આપતી તેમ જ અન્ય હિન્દુ વિધિઓ પણ નથી કરવા દેતી. હું જનતાને પૂછવા માગું છું કે શું તમને મોદીના આક્ષેપો સાચા લાગે છે ખરા?’
મમતા બૅનરજી પોતાના રાજ્યમાં લોકોને ‘જય શ્રીરામ’ નથી બોલવા દેતાં અને એવા સૂત્રો પોકારનારાને જેલના સળિયા પાછળ નાખી દેવાની ધમકી આપે છે, એવા મોદીના દાવાને ધ્યાનમાં રાખીને ખુદ બૅનરજીએ નકારતાં કહ્યું હતું કે ‘હું કંઈ તેમની (ભાજપની) સાથે તેમના સૂત્રો પોકારવામાં નહીં જોડાઉં. એના કરતાં હું જય હિન્દ બોલવાનું વધુ પસંદ કરીશ.’
બૅનરજીએ બારજોરા ખાતેની રૅલીમાં કહ્યું હતું કે ‘ભાજપ ચૂંટણી દરમિયાન ભગવાન રામના નામે રાજકારણ ખેલવાનું શરૂ કરી દેતો હોય છે, પણ હકીકત એ છે કે પાંચ વર્ષમાં એ પાર્ટી એક નાનું રામ મંદિર પણ નથી બંધાવી શકી.’ બૅનરજીએ કહ્યું હતું કે ‘મોદી 2014માં આપેલા વચન મુજબ જનતા માટે અચ્છે દિન લાવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેઓ વડા પ્રધાન તરીકેની બીજી મુદત હાંસલ નહીં કરી શકે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now