
એવિયેશન સેક્ટરમાં વધતા અકસ્માતો અને વિચિત્ર બનાવથી સમગ્ર ક્ષેત્ર પર જોખમ તોળાઈ રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ પછીથી અકસ્માતોમાં વધારો થયો છે ત્યારે તાજેતરમાં દુબઈ-તેલ અવીવ ફ્લાઈટમાં પાઈલટે મોટું કાંડ કરી નાખ્યું હતું. ઇઝરાયલના તેલ અવીવ જનારી ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ક્રેશ કરવા અંગે હજુ પણ દરેક કલાકે અલગ અલગ રિપોર્ટ બહાર આવી રહ્યા છે. જોકે, હવે એવું કહેવાય છે કે ભારતીય પાઈલટ પર હુમલો કરવામાં આવ્યા પછી પણ તેને પ્રવાસીઓના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. નવો રિપોર્ટ બહાર આવ્યા પછી દુબઈ ફ્લાઈટ સિક્યોરિટી અને ફ્લાઈટ સિક્યોરિટી સિસ્ટમ સામે પ્રશ્નો પણ ઊભા થયા છે.
રિપોર્ટ અનુસાર જે ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ ફ્લાઈટને ક્રેશ કરાવી દેવાનું કાવતરૂ પણ હતું. ભારતીય પાયલટની બહાદૂરી, સાહસ અને સહનશીલતાને કારણે 180થી વધારે પ્રવાસીઓના જીવ બચી ગયા છે.
રિપોર્ટ અનુસાર પાઇલટને ઓમાનના પાયલટે ચાકુ મારી દીધુ હતું. આ ઘટના ચાલુ ફ્લાઈટ દરમિયાન બની હતી. ગંભીર રીતે ઈજા પામેલા પાઇલટે ઓમાનના પાઇલટનો સામનો કર્યો અને આગળનો હુમલો રોકવા માટેના પ્રયાસ પણ કર્યા હતા. આ વિમાનમાં કુલ 180 પ્રવાસીઓ બેઠા હતા. દુબઈથી તેલઅવીવ જતી ફ્લાઈટ ફ્લાઈ દુબઈની ફ્લાઈટને એ પાઇલટે લેન્ડ કરાવી જે ખરેખર ડ્યૂટી પર હતા જ નહીં. પણ આ પાઇલટ પ્રવાસીઓ સાથે સામાન્ય નાગરિકની જેમ પ્રવાસ કરી રહ્યા હતા.
રિપોર્ટમાંથી વિગત એવી પણ મળી રહી છે કે, ભારતીય પાઇલટ પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. પણ પછી ભારતીય પાઇલટે પણ સામનો કર્યો હતો. આ વિમાનને ક્રેશ કરવાનું કાવતરૂ હતું પણ એવું થઈ શક્યું નહોતું. આ કારણે 180થી વધુ પ્રવાસીના જીવ બચી ગયા હતા, જેમાં મોટા ભાગના પ્રવાસી ઈઝરાયલના હતા. આ પ્રવાસીઓમાં 27 જેટલા બાળક પણ વિમાનમાં બેઠા હતા.
દુબઈથી ઈઝરાયલના પાટનગર તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં પાઈલટ વચ્ચે મારામારીના બનાવ પછી ગણતરીની સેકન્ડમાં ફ્લાઈટ 14,300 ફૂટ નીચે આવ્યું હતું, પરંતુ એ વખતે ભારતીય કેપ્ટનની સૂઝબૂઝ કામ આવી હતી. સ્મિત મચ્છાર નામના પાઈલટે ફક્ત કોકપિટમાં થયેલી હિંસક મારામારી વખતે સહપાઈલટના હુમલાનો મુલાબલો કર્યો હતો, જ્યારે તેને ઝડપથી નીચે જઈ રહેલા વિમાનને પણ રોક્યું હતું. આ રિપોર્ટની બાબત વાયરલ થયા પછી સ્મિત મચ્છારની હિંમતની લોકો પ્રશંસા કરી રહ્યા છે. મચ્છાર જૂન, 2022માં ફ્લાઈદુબઈના બોઈંગ 737 કાફલામાં કેપ્ટન છે. એના પહેલા મુંબઈમાં સ્પાઈસજેટની સાથે 11 વર્ષ કામ કર્યું હતુ, જ્યાં સિનિયર કમાન્ડર હતા. મચ્છાર 2020થી લાઈન ટ્રેનિંગ કેપ્ટન તરીકે બીજા પાઈલટને તાલીમ પણ આપે છે તથા તપાસ પણ કરે છે. મળતી માહિતી અનુસાર ભારતીય પાઈલટની પાસે 737-800 અને 737 મેક્સ8 પર 9,750 કલાક સુધી ફલાઈટ ઉડાવવાનો અનુભવ છે.
ઓમાનના જે પાઇલટ પર ક્રેશ લેન્ડિગ કરાવવાનો આરોપ છે એ અંગે તપાસ ચાલી રહી છે. આવા પાઇલટને ઈઝારયલ માટેની મંજૂરી કેવી રીતે મળી એ અંગે પણ પ્રશ્ન ચર્ચામાં છે. ઇઝરાયલની હવાઈ સીમામાં પ્રવેશવાની કે ઇઝરાયલમાં લેન્ડ કરવાની મંજૂરી મેળવતા પહેલાં તમામ વિદેશી ક્રૂ સભ્યો ખાસ કરીને આરબ અથવા ગલ્ફ દેશોના સભ્યો સખત અને વ્યક્તિગત સુરક્ષા તપાસ તથા સ્ક્રીનિંગમાંથી પસાર થાય છે. આ પાઇલટ પાસે ચાકુ આવ્યું ક્યાંથી એ પણ પ્રશ્ન છે.
ઈઝરાયલના એક અધિકારીએ ઘટનાની ગંભીરતા અંગે વાત કરતા કહ્યું હતું કે, એક મોટી દુર્ઘટના ટળી છે. આ માટે પાઇલટ જવાબદાર છે. એક પાઇલટે બીજા પાઇલટને ચાકુ મારી દીધુ હતું. 9/11 જેવો હુમલો કરવાની તે ફિરાકમાં હતો કે એના અંગે પણ સવાલો ઊભા થયો છે. જોકે, એનો ઈરાદો ફ્લાઈટને હાઈજેક કરવાનો હતો અથવા તો ક્રેશ લેન્ડ કરાવી દેવાનો હતો. પ્રવાસી યાસ્મીન અબુકાસિસે જણાવ્યું હતું કે, એની દીકરીએ સાઉદી અરેબિયાથી કોલ કર્યો હતો. આ ઘટનાનું વર્ણન કર્યું હતું.
એક પ્રવાસી કોકપીટ સુધી પહોંચી ગયો હતો અને તેણે જોયુ કે, પાયલટના શરીરમાંથી ખૂબ લોહી વહી રહ્યું છે. મદદ માટે બૂમ પાડી રહ્યો છે. પછી કેટલાક લોકો અંદર આવ્યા હતા અને હુમલો કરનાર પાયલટને પકડી લીધો હતો. ચાલુ ફ્લાઈટમાં હુમલો કરનારા પાયલટને કંટ્રોલ કરનારા ઈઝરાયલના પ્રવાસીએ બુધવારે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેબિનમાં કંઈક તો ચાલી રહ્યું છે.
લોહીથી નીતરતા ભારતીય પાઇલટે એવા સમયે પોતાનો વીડિયો બનાવ્યો જ્યારે વિમાન હવામાં હતું. સાઉદી અરેબિયામાં પછી તેનું ઈમરજન્સી લેન્ડિગ કરાવી દેવામાં આવ્યું હતું. વિમાન સંપૂર્ણ રીતે હાઈજેક થાય એ પહેલા જ કાબૂમાં કરી લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો..













