CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 5 of 12 - CIA Live

April 1, 2021
kvs.jpg
14min967

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

દેશભરમાં પથરાયેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૧ માં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓનલાઇન નામાંકન (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા આજરોજ તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે ધો.૧માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૧૯મી એપ્રિલ સુધી ચાલશે.

કેન્દ્રીય વિદ્યાલયો સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન હોય છે અને તમામ કેન્દ્રીય વિદ્યાલયોની ફી અન્ય ખાનગી સ્કુલોની ફી કરતા ઓછી હોય છે. મોટા ભાગે સરકારી નોકરી કરતા લોકોના બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવે છે અને કેન્દ્રીય વિદ્યાલયો સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત રહેતા હોય છે.

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જારી કરવામાં આવશે.

દેશભરમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં ધો.૧માં પ્રવેશ નોંધણી માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://kvsonlineadmission.kvs.gov.in/instruction.html

ગુજરાતમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોની નામાવલિ અને તેની સત્તાવાર વેબસાઇટની લિંક

Link of Gujarat State’s Kendriya Vidyalayas

Sr. No.School NameLinks
1KENDRIYA VIDYALAYA NO. I M.R. CAMPUS AHMEDABADhttps://mrcahmedabad.kvs.ac.in/
2KENDRIYA VIDYALAYA SABARMATIhttps://sabarmati.kvs.ac.in/
3KENDRIYA VIDYLAYA NO.I BARODAhttps://no1baroda.kvs.ac.in/
4KENDRIYA VIDYALAYA BHAVNAGAR PARAhttps://bhavnagarpara.kvs.ac.in/
5KENDRIYA VIDYALAYA BSF DANTIWADAhttps://bsfdantiwada.kvs.ac.in/
6KENDRIYA VIDYALAYA DIUhttps://diu.kvs.ac.in/
7KENDRIYA VIDYALAYA DWARKAhttps://dwarkagujarat.kvs.ac.in/
8KENDRIYA VIDYALAYA RLY. COLONY GANDHIDHAMhttps://gandhidham.kvs.ac.in/
9KENDRIYA VIDYALAYA CRPF GANDHINAGARhttps://crpfgandhinagar.kvs.ac.in/
10KENDRIYA VIDYALAYA NO. I GANDHINAGARhttps://no1gandhinagar.kvs.ac.in/
11KENDRIYA VIDYALAYA HIMMAT NAGARhttps://himmatnagar.kvs.ac.in/
12KENDRIYA VIDYALAYA JETPURhttps://jetpur.kvs.ac.in/
13KENRIYA VIDYALAYA JUNAGARHhttps://junagarh.kvs.ac.in/
14KENDRIYA VIDYALAYA PORBANDERhttps://porbander.kvs.ac.in/
15KENDRIYA VIDYALAYA RAJKOThttps://rajkot.kvs.ac.in/
16KENDRIYA VIDYALAYA SILVASSAhttps://silvassa.kvs.ac.in/
17KENRIYA VIDYALAYA NO.I SURAThttps://no1surat.kvs.ac.in/
18KENDRIYA VIDYALAYA VIRAMGAONhttps://viramgaon.kvs.ac.in/
19KENDRIYA VIDYALAYA GODHRAhttps://godhra.kvs.ac.in/
20KENDRIYA VIDYALAYA DAHODhttps://dahod.kvs.ac.in/
21KENDRIYA VIDYALAYA AHMEDABAD CANTThttps://ahmedabadcantt.kvs.ac.in/
22KENDRIYA VIDYALAYA NO.II BARODAhttps://no2baroda.kvs.ac.in/
23KENDRIYA VIDYALAYA NO.III (AFS) BARODAhttps://no3baroda.kvs.ac.in/
24KENDRIYA VIDYLAYA AFS NO.I BHUJhttps://no1afsbhuj.kvs.ac.in/
25KENDRIYA VIDYALAYA NO.II BHUJ CANTT.https://no2bhujcantt.kvs.ac.in/
26KENDRIYA VIDYALAYA DHARANGANDHRAhttps://dharangandhra.kvs.ac.in/
27KENDRIYA VIDYALAYA NO. III GANDHINAGAR CANTT.https://no3gandhinagarcantt.kvs.ac.in/
28KENDRIYA VIDYALAYA NO.I AFS JAMNAGARhttps://no1jamnagar.kvs.ac.in/
29KENDRIYA VIDYALAYA NO.II JAMNAGARhttps://no2jamnagar.kvs.ac.in/
30KENDRIYA VIDYALAYA NO.III (AF) JAMNAGARhttps://no3afjamnagar.kvs.ac.in/
31KENDRIYA VIDYALAYA AFS SAMANAhttps://samanaafs.kvs.ac.in/
32KENDRIYA VIDYALAYA INS VALSURAhttps://insvalsura.kvs.ac.in/
33KENDRIYA VIDYALAYA AFS NALIYAhttps://afsnaliya.kvs.ac.in/
34KENDRIYA VIDYALAYA OKHAhttps://okha.kvs.ac.in/
35KENDRIYA VIDYALAYA AFS WADSARhttps://afswadsar.kvs.ac.in/
36KENDRIYA VIDYALAYA AFS DARJEEPURAhttps://afsdarjeepura.kvs.ac.in/
37KENDRIYA VIDYALAYA V V NAGARhttps://vvnagar.kvs.ac.in/
38KENDRIYA VIDYALAYA SAC AHMEDABADhttps://sacahmedabad.kvs.ac.in/
39KENDRIYA VIDYALAYA ONGC CHANDKHEDAhttps://ongcchandkheda.kvs.ac.in/
40KENDRIYA VIDYALAYA ONGC ANKLESHWARhttps://ongcankleshwar.kvs.ac.in/
41KENDRIYA VIDYALAYA NO. IV BARODAhttps://no4baroda.kvs.ac.in/
42KENDRIYA VIDYALAYA ONGC CAMBEYhttps://ongccambey.kvs.ac.in/
43KENDRIYA VIDYALAYA IFFCO GANDHIDHAMhttps://iffcogandhidham.kvs.ac.in/
44KENDRIYA VIDYALAYA ONGC MEHSANAhttps://ongcmehsana.kvs.ac.in/
45KENDRIYA VIDYALAYA HAJIRA NO.II SURAThttps://no2hajirasurat.kvs.ac.in/
46KENDRIYA VIDYALAYA ONGC NO.III SURAThttps://ongcno3surat.kvs.ac.in/
47KENDRIYA VIDYALAYA PATANhttps://patan.kvs.ac.in/

In English

KV Admissions 2021: Documents Needed

  • Self Declaration distance between school and residence
  • Service Certificate Central Govt
  • Service Certificate State Govt
  • Affidavit for single girl child
  • Died in harness certificate
  • Transfer certificate
  • Date of Birth

Kendriya Vidyalaya Sangathan (KVS) admission process for Class 1 pupils would begin from April 01, 2021, 10.00 AM onwards. The KVS Admission 2021 window will remain open for over 19 days. The last date to submit online application form for KVS Admission 2021 is April 19.

Once the registration process ends, KVS will release a provisional selection and waitlist of the registered candidates. As per the admission schedule released by the KVS, the first provisional admission list will be out on April 23, followed by the second list on April 30. If at all there are seats left after the second list, then a third list will be issued on May 5.
In case an insufficient number of applications are received online, a second notification will be issued for registrations on May 10.

March 18, 2021
Schoolsclosed4.jpg
1min614

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.

February 14, 2021
election_coverage-1280x1047.jpg
1min737

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.

સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.

એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.

સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.

January 27, 2021
backtoschool.png
1min586

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે

November 21, 2020
cbse1.jpg
1min866

સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.

કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.

જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

October 25, 2020
Balmandir-1280x1211.jpg
4min11950

તમારા સંતાનને કયા બાળમંદિરમાં પ્રવેશ અપાવશો? ડિટેઇલ ગાઇડન્સ માટે ક્લીક કરો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વખતે કોરોના પેન્ડેમિકને કારણે સ્કુલો બંધ છે નહીં તો દિવાળી પહેલા તો અનેક સ્કુલોમાં બાળમંદિર (પ્રીપ્રાઇમરી)માં પ્રવેશની કામગીરી પૂરી થઇ જતી હોય છે. બાળમંદિરોમાં પ્રવેશની કામગીરી સપ્ટેમ્બર માસમાં શરુ થઇ જાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. જો આપનું સંતાન કે આપના પરિવારમાં કોઇ બાળકની વય 3 વર્ષની આસપાસ છે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી નિવડશે.

આટલા વિશાળ નેટવર્કમાંથી શું પસંદ કરશો

બાળમંદિરમાં પ્રવેશની દિશા બાળકના સમગ્ર શાળાકીય જીવનનો રસ્તો નક્કી કરતી હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પ્રવેશાર્થીઓના વાલીઓએ એ નક્કી કરવું જોઇએ કે કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઇએ.

  • ગુજરાતી મિડીયમ ( મોટા ભાગની સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઇંગ્લિશ મિડીયમ (80 ટકા સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન, 20 ટકા અધરધેન ગુજરાત બોર્ડ)
  • ગ્લોબલ ગુજરાતી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • હિન્દી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • મરાઠી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઉર્દૂ મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)

કયા બોર્ડને પસંદ કરશો

સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો

  • ગુજરાત બોર્ડ – 850 પ્લસ સરકારી-પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલો
  • સેન્ટ્રલ બોર્ડ – CBSE 46 સ્કુલ, તમામ પ્રાઇવેટ સ્કુલ ઉપરાંત 5 કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કુલો
  • આઇ.સી.એસ.ઇ. – ICSE 02 સ્કુલ
  • આઇ.બી. બોર્ડ – IB 01 સ્કુલ
  • કેમ્બ્રિજ બોર્ડ – 01 સ્કુલ
  • એન.આઇ.ઓ.એસ. NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કોઇપણ સ્કુલે ગયા વગર ઘરે બેસીને અભ્યાસ. ધો.12 સુધી કોઇપણ પ્રવાહમાં ભણી શકાય. ધો.12 પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીબીએ, સમેત કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મળી શકે. (તમામ પ્રવેશ પરીક્ષાઓમાં મેરીટના આધારે)

રેગ્યુલર સ્કુલ કે રેસિડેન્સિયલ

પ્રવેશાર્થીના માબાપ તથા પરિવારજનોએ એ બાબતને પણ નિયત કરવાની રહેશે કે તમારા સંતાનને રેગ્યુલર સ્કુલમાં પ્રવેશ અપાવવો છે કે રેસિડેન્સિયલ (નિવાસી) શાળામાં. છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર ભારતમાં રેસિડેન્સિયલ કન્સેપ્ટ ધરાવતી સ્કુલો તરફ વાલીઓનો ઝોક વધ્યો છે. આવી સ્કુલોમાં ધો.5થી હોસ્ટેલ એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે. સુરતમાં આવી પણ અનેક શાળાઓ આવેલી છે.

તમારા ક્રાઇટેરીયા નક્કી કરો

બાળમંદિર પ્રવેશાર્થીઓના વાલીઓએ પોતાના ક્રાઇટેરીયા અનુસાર સંસ્થાની પસંદગી કરવાની રહેતી હોય છે. દેખાદેખી કે સાંભળેલી વાતોને આધાર બનાવ્યા વગર તમારા પોતાના ક્રાઇટેરીયા અને સ્વયં તપાસ (રિયાલિટી ચેક)ના આધારે તમારા બાળકનું સ્કુલિંગ ડેસ્ટિનેશન નક્કી કરવું જોઇએ.

  • સૌથી પહેલો ક્રાઇટેરીયા એરીયા. તમારા રેસિડેન્સ વિસ્તારની સ્કુલમાં લેવું છે કે અન્ય વિસ્તારમાં, કેમકે બાળકે 15 વર્ષ, 5000થી વધુ દિવસો સુધી ત્યાં અપડાઉન કરવાનું હોય છે. એટલે સૌથી પહેલા નક્કી કરો કે કયા એરિયાની સ્કુલમાં અભ્યાસ કરાવવો બહેતર રહેશે.
  • બીજો ક્રાઇટેરીયા ફી. ફી માટે કહેવાય છે કે ખાંડ નાંખો એટલું ગળ્યું થાય. એમ જેટલી ફી વધુ તેટલું સારું એજ્યુકેશન મળી રહે. આ સૂત્ર બધે ઠેકાણે કામ નથી કરતું પણ 99 ટકા સ્કુલો પર લાગૂ પડે છે. ઉંચી ફી ધરાવતી સ્કુલોનું એજ્યુકેશન બાળકનો ઓવરઓલ વિકાસ કરે છે. મોંઘવારીના જમાનામાં સારા શિક્ષકોનો પગાર સંસ્થાઓને પરવડતો નથી હોતો.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માળખાગત સુવિધાઓ. આજે એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી થઇ ગયું છે. લાઇબ્રેરી, લેબોરેટરીઓ અપડુડેટ હોવા સાથે પ્લેગ્રાઉન્ડ, ડિજિટલ લેબ્સ, ઓડીટોરીયમ, રોબોટિક્સ, મ્યુઝિક સ્ટુડીયો વગેરે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોનો ગ્રોથ વધુ જોવાય છે.
  • એજ્યુકેશન. ત્રીજો ક્રાઇટેરીયા એજ્યુકેશન. સુરતના શાળાકીય શિક્ષણમાં જબરદસ્ત કોમ્પિટીશન જોવા મળે છે, તેનો ફાયદો વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને મળે છે. ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થાઓના વિદ્યાર્થીઓનું જાહેર પરીક્ષાઓમાં પરફોર્મન્સ જ માપદંડ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જાણી શકે છે કે એજ્યુકેશન વાઇઝ પરફોર્મન્સ જે તે શાળાઓનું કેવું રહે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

રાંદેર રોડ, અડાજણ વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય તેમજ સ્વામીનારાયણ એચ.વી. એકેડેમીમાં પ્રીપ્રાઇમરી સેકશનમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ઉપરોક્ત પોસ્ટરમાં તમામ વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. રસ ધરાવતા વાલીઓએ સત્વરે ન્યુ રાંદેર રોડ, સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાસંકુલ પર સંપર્ક કરવો.

ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્વાહી શરૂ

25/10 થી શરૂ થઇ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલની પ્રવેશ કામગીરી

ઉમરાની ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના એડમિશન તા.26/10/2020 થી

ભૂલકાવિહાર સ્કુલમાં પ્રવેશ કાર્યવાહી 26મી નવેમ્બરથી શરૂ થશે

ભૂલકા ભવનમાં 26 નવેમ્બરથી બાળમંદિરમાં પ્રવેશની કામગીરી

આપની સ્કુલમાં બાળમંદિરમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો અહીં સમાવવા અમને વ્હોટ્સએપ કરો 98253 44944

બાળમંદિરમાં પ્રવેશ અંગે પેરેન્ટ કાઉન્સેલિંગ, આપની એપોઇન્ટમેન્ટ અહીં બુક કરાવો 98253 44944

September 17, 2020
Schoolsclosed4.jpg
1min5960

16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.

Indiana schools closed for rest of academic year

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

September 12, 2020
educationpolicyjpg.jpg
1min5780

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવનારો નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે.

વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાં સુધીમાં નવા અભ્યાસ્રમને નવી શિક્ષણ નીતિને અનુરૂપ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ તેમ જ તેમના પરિવારજનો માટે પ્રેશરશિટ અને પ્રેસ્ટિજશિટ બની ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આશય આ પ્રેશર દૂર કરવાનો છે.

નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ ઘટાડશે તેમ જ શિક્ષણને મનોરંજન અને સંપૂર્ણ અનુભવ આધારિત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.

શિક્ષણ ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલી ‘સ્કૂલ ઍજ્યૂકેશન કૉન્ક્લેવ’ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અભ્યાસક્રમનું માળખુ વિકસાવવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાર સુધીમાં તે તૈયાર થઈ જશે.

નવો અભ્યાસક્રમ વૈજ્ઞાનિક ઢબનો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.

નવી શિક્ષણ નીતિના અમલ અગાઉ માય ગવર્નમેન્ટ પૉર્ટલ મારફતે એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરતા પણ વધુ સૂચનો આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે ભાષા માત્ર અભ્યાસ કરવાનું માધ્યમ છે, પરંતુ ભાષા પોતે અભ્યાસ નથી.

વડા પ્રધાને શિક્ષકોને કોરોના વાઈરસની માર્ગદર્શિકાનું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.

તેમણે શિક્ષકોને માસ્કથી મોઢું ઢાંકવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં માર્ક અને માર્કશિટ આધારિત શિક્ષણ હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ માટે પ્રેસરશિટ અને પરિવારજનો માટે પ્રેસ્ટિજશિટ બની ગઈ હતી.

નવી શિક્ષણ નીતિ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવા ઉપરાંત મનોરંજન, શોધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે કહ્યું હતું.

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

અમારું કામ હજુ તો શરૂ થયું છે એ જણાવતાં મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો સમાનતા અને અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ નવા યુગના આરંભનું બીજ વાવશે અને તે ૨૧મી સદીના ભારતને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું.

August 31, 2020
coronavirus-children.jpg
3min1025

બાળકો માં કોરોના અને એમ આઈ એસ સી કોરોના બીમારી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો

MIS-C શું છે ? સમજો પહેલા

Multisystem inflammatory syndrome in children (MISC), also called pediatric multi-system inflammatory syndrome (PMIS or PIMS), is a newly recognized, potentially serious illness in children that seems to be related to COVID-19.

એમ.આઇ.એસ. સી એટલે મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ એક પ્રકારની ગંભીર બિમારીના બહુવિધ લક્ષણો છે જેને ખાસ કરીને કોવીડ-19 ડાયગ્નોસિસ શોધ તારણ તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યા છે.

(સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ SPACT) સુરતના ખ્યાતનામ પિડીયાટ્રીશ્યન ડૉ. પ્રશાંત કારીયાની ફેસબુક વોલ પરથી

  • 1) શું બાળકો અને નવજાત બાળકોમાં કોરોના ચેપ લાગી શકે છે? • હા, કોરોના ચેપ કોઈપણ વયના બાળકોમાં અથવા નવજાત બાળકોમાં પણ થઈ શકે છે.
  • 2) કોરોના બાળકોને કેવી રીતે અસર કરે છે? • કોરોના બાળકોને 2 રીતે અસર કરી શકે છે a. કોરોના 19 ચેપ – સામાન્ય રીતે મોટાભાગના જે બાળકો ને ચેપ થાય છે તે પુખ્ત વયના લોકોની જેમ બીમાર બનતા નથી તથા કેટલાકમાં કોઈ લક્ષણો દેખાતા નથી. b. એમ.આઈ.એસ. સી કોરોના – જે રોગ કોરોના ચેપ સામેની પ્રતિરક્ષાને કારણે થાય છે.
  • 3) MIS-C એટલે શું? • એમ આઈ એસ સી નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ in children With COVID 19.• એટલે કે કોરોના ના કારણે બાળકો મા જોવા મળતી શરીરના વિવિધ અંગોને અસર કરતી બીમારી.
  • 4) MIS-C શેનાથી થાય છે? • આ બીમારી કોરોના વાયરસ ના ચેપ સાથે સંકળાયેલી છે. • મોટાભાગના કેસમાં કોરોના થઈ ગયા પછી ૩ થી ૬ અઠવાડિયા ના ગાળામાં આ બીમારી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જેને જેને કોરોના થાય છે તેને તેને MI S-C થવાની શક્યતા છે.
  • 5) કોરોના થયા હોય એવા બાળકોમાં કેટલા ટકા બાળકોને એમએસસી થવાની શક્યતા છે? • પશ્ચિમી દેશોના ડેટા પ્રમાણે કોરોના થઈ ગયો તેવા બાળકોમાંથી 100 માંથી 2 એટલે કે બે ટકા ( 2 %) બાળકોને MIS – C થવાની શક્યતા છે.• આપણા દેશમાં હજુ રિસર્ચ ચાલે છે થોડા સમય પછી આપણને ખ્યાલ આવશે કે ઇન્ડિયામાં કેટલા ટકા બાળકોને થાય છે.
  • 6) શું આ MIS-C રોગ ચેપી છે? • એમએસસી નામની બીમારી મોટાભાગના કેસમાં ચેપી હોતી નથી .• કારણ કે MIS- C નાં દર્દી માં કોરોના વાઈરસ નાં બદલે વાઈરસ ના સામે બનેલ એન્ટી બોડી બીમારી માટે જવાબદાર હોય છે.

વિસ્તારમાં સમજ

જ્યારે પણ આપણા શરીરમાં કોઈપણ વાઈરસ બેક્ટેરિયા કે અન્ય વિષાણુ પ્રવેશે છે ત્યારે આપણું શરીર આપણી રક્ષા કરવા સૈનિકો તૈયાર કરે છે જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. આ એન્ટીબોડી નું કામ છે કે શરીરમાં આવતા વાઈરસને ઓળખી અને તેને શરીરમાંથી નિકાલ કરવાનું હોય છે.

પરંતુ એમએસસી નામની બીમારી માં આજ સૈનિકો એટલે કે એન્ટીબોડી આપણા શરીરના વિવિધ અંગો જેમકે હદય, લીવર, કિડની, આતરડું તેમજ અન્ય અંગોને વાયરસ તરીકે સમજી વિવિધ અંગો પર હુમલો કરે છે જેથી શરીરના વિવિધ અંગોને નુકસાન થાય છે.

બીમારીના લક્ષણો શું છે?

  • બધા જ બાળકોને તાવ આવતો હોય છે.
  • આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી થવી
  • આંખો લાલ થવી
  • શરીર પર ચકામા આવવા
  • નબળાઇ લાગવી
  • નવજાત શિશુઓ ધાવણ ઓછું લેવું
  • ચીડિયો સ્વભાવ થવો
  • શરીરના ભાગમાં દુખાવો થવો
  • જો આ બીમારી વધારે પ્રમાણમાં ફેલાઈ તો શરીરમાં સોજો આવવો ધબકારા વધી જવા બ્લડપ્રેશર ઘટી જવું વધારે બાળક સૂઈ ને જ રહે તેવા લક્ષણો જોવા મળે છે.

માતા-પિતા તરીકે અમારે ક્યારે એવું સમજવું જોઈએ કે મારા બાળકને MIS-C છે? • જો તમારા બાળક માં ઉપરોક્ત જણાવ્યા મુજબ ના લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નો સંપર્ક કરવો. 9) નિદાન કરવા માટે શું કરવું જોઈએ?

• નિદાન કરવા માટે બાળકની સંપૂર્ણ તપાસ બાળક ના ડોક્ટર દ્વારા થવી જરૂરી છે તેમજ વિવિધ લોહીની તપાસ અને હૃદયની તપાસ( ઇકો-કાર્ડિયોગ્રામ )દ્વારા થઈ શકે છે. 10) સારવાર કઈ રીતે કરી શકાય?

• એમ આઈ એસ સી ની સારવાર માટે મુખ્યત્વે સમયસર નિદાન જરૂરી છે. હોસ્પિટલમાં દાખલ કરી અને ખાસ પ્રકારના ઇન્જેક્શનો( IVIG/ Steroids) દ્વારા સારવાર કરવામાં આવે છે.

11) સુરતમાં આ બીમારીના કેટલા કેસો અત્યાર સુધી જોવા મળ્યા છે? • સુરતની તમામ હોસ્પિટલ ના મળી અંદાજીત 35 જેટલા કેસો નોંધાયા છે.

12) શું આ રોગ જીવલેણ છે કે કોઈ લાંબાગાળાની તકલીફ થવાની શક્યતા છે? • અમેરિકાની CDC સંસ્થાના સર્વે મુજબ MIS C નું નિદાન થયેલ દર્દીઓમાં 2 % જેટલા દર્દીઓ માં આ બીમારી જીવલેણ પુરવાર થઈ છે• એમએસસી નામની બીમારી છેલ્લા ચાર થી પાંચ મહિનાથી દુનિયામાં જોવા મળી છે અત્યાર સુધીના જે પણ બાળકોને આ બીમારીથી સારવાર અપાય છે તેમાં મોટાભાગના બાળકોને કોઈ લાંબા ગાળે તકલીફ રહેવાની શક્યતા ઓછી છે. પરંતુ કોઈ લાંબાગાળાની કોમ્પ્લિકેશન વિશે અત્યારે કહેવું ખૂબ જ અઘરું છે.

13) શું માતા-પિતાએ વર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું નિયમિત રસીકરણ ચાલુ રાખવું જોઈએ? • હા ચોક્ક્સ , કારણ કે રસી દ્વારા બાળકોમાં થતા અન્ય ચેપને રોકવાનું પણ એટલું જ મહત્વનું છે.• તેથી તમારા બાળ ચિકિત્સકની સલાહ લો અને તમારા બાળકોની રસી ચાલુ રાખો. સુરત પિડિયાટ્રિક એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે જારી.

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8380

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિમાં શાળાઓ ગત માર્ચ માસથી બંધ છે અને નવા શૈક્ષણિક વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનું શિક્ષણ કાર્ય સમગ્ર રાજ્ય અને દેશમાં ઓનલાઇન ચાલી રહ્યું છે. જ્યાં મોબાઇલ, ઇન્ટરનેટ નથી ત્યાં સરકારે ટેલિવિઝનથી બાળકોના ભણવાની વ્યવસ્થા કરી છે. દરમિયાન જુલાઇ 2020થી તો સરકારે ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા પ્રાથમિક શાળાના બાળકોની સામાયિક પરીક્ષા યોજી હતી અને હવે સરકાર ઓનલાઇન શિક્ષણમાં પણ રેગ્યુલર પરીક્ષા લેવાના મૂડમાં જણાય રહી છે.

એક તરફ સુરત સમેત રાજ્યની હજારો ખાનગી શાળાઓના સંચાલકોએ સરકારની આ સામાયિક પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. તા.10મી સુધીમાં માર્કસ સરકારને અપલોડ કરવાના હતા એ પણ હજુ થયા નથી ત્યારે રાજ્ય સરકારે હવે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખો જાહેર પણ કરી દીધી છે.

ધો.3થી 8માં પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે લેવાશે

રાજ્ય સરકારે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખ જાહેર કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે ધો.3થી 5માં આ વખતે પર્યાવરણ અને ધો.6થી 8માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજવાની સૂચના આપી છે. તા.5મી સપ્ટેમ્બર 2020 સુધીમાં વાલીઓએ બાળકોની આન્સરશીટ શાળાને પહોંચતી કરવાની રહેશે.

દ્વિતીય સામયિક પરીક્ષાનો સરક્યુલર