ગુરુવારે ઉત્તર ગુજરાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા
આજરોજ શુક્રવાર તા.6 માર્ચે સૂરત સમેત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા સવારના પહોરમાં જ પડતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. દિવાળીથી શરૂ કરીને લગભગ દરેક મોટા તહેવારો પૂર્વે વરસાદ આવતા લોકોમાં એ ચર્ચા પણ જાગી છે કે 2020માં તહેવારો વરસાદી માહોલમાં જ ઉજવવાના છે કે શું. આ પૂર્વે ગુરુવારે ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો હોય જાણે ચોમાસું બેઠું હોય.
કચ્છ અને ગુજરાતમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આખો દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવા સાથે ઠંડીનું વાતાવરણ ઊભું થયું હતું. કચ્છના અનેક શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલો મળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી, બોપલ, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારો અને પૂર્વમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હાટકેશ્ર્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઇશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ,
ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડળો પલળી જવા સાથે ભારે પવનમાં અંશત નુકસાન થયું હતું અને પદયાત્રીઓને વિસામો લેવામાં પણ ભારે હાલાકી પડી રહી હતી.
ગુજરાતમાં હજી શિયાળો ગયો નથી ત્યાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. આખો દિવસ વાદળછાયાં વાતાવરણ અને પવનના સૂસવાટાં સાથે અનેક ઠેકાણે હળવા ઝાપટાં વરસ્યાં હતા. દેવભુમિ દ્વારકા અને કચ્છમાં વહેલી સવારે ઝાપટાં વરસ્યા બાદ સાંજ સુધીમાં અમદાવાદ, ભાવનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે ખેતીને નુકસાન થયું છે. અમદાવાદમાં સાંજે છાંટા વરસ્યા બાદ ઠંડા પવનથી ઉનાળામાં શીત લહેરનો અહેસાસ થયો હતો. પણ રાત પડતાં જોરદાર ગાજવીજ સાથે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા હતા.
કચ્છ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ ગઈ હતી. કચ્છના લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈ ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, સિયોત, નારાયણ સરોવર, મેઘપર, વિરાણી, ઉમરસર, ગુનેરી, પુનરાજપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકાના પશ્ર્ચિમ ગંગોણ, મોડકુબા, દેશલપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ડુમરા, કોઠારા અને ભુજ શહેરના આસપાસના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વહેલી સવારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડા પવન સાથે માવઠું વરસ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ કેટલાક ઠેકાણે છાંટા વરસ્યાં હતા.
કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે.
ઈશાન દિલ્હીમાં ગયા અઠવાડિયે થયેલા કોમી રમખાણો દરમિયાન ૭૯ ઘર અને ૩૨૭ દુકાન આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હોવાનું નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું હતું.
અત્યાર સુધીમાં ૪૧ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
રમખાણના અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ. ૩૮.૭૫ લાખનું વળતર આપવામાં આવ્યું હોવાનું સરકારે કહ્યું હતું.
રમખાણમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને અત્યાર સુધીમાં બાવીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
ઈજાગ્રસ્તોને અત્યાર સુધીમાં નવ લાખ રૂપિયા તો જેમના ઘર અને માલસામાનનું નુકસાન થયું હોય તેવા લોકોને રૂ. ૭.૫ લાખ આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
દરમિયાન, છેલ્લા ૨૪ કલાકમાં શિવપુરી, મુસ્તફાબાદ અને કરવાલ નગર વિસ્તારમાંથી ૧૦૦૦ જેટલા અસરગ્રસ્ત લોકો મુસ્તફાબાદ ખાતે સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી રાહત છાવણીમાં સ્થળાંતર કરી ગયા હોવાનું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
રાહત છાવણીઓમાં ડૉક્ટર, દવા, ખોરાક, શૌચાલય, કપડાં તેમ જ જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
વળતરનું ફૉર્મ ભરવા માટે રાહત છાવણીઓમાં મદદનીશ પણ રાખવામાં આવ્યો છે.
રમખાણોમાં જરૂરી દસ્તાવેજો ગુમાવનારાઓ નવેસરથી તે મેળવી શકે તે માટે વિશેષ હૅલ્પ ડૅસ્ક પણ ઊભી કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના અન્ય પ્રધાન પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.
કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ
Reported on 17 February 2020 : 8.30 a.m.
Infection Summary as of 8 am IST on February 17th, 2020: –
71,223 Confirmed Cases –
1,770 Deaths –
10,699 in Serious/Critical Condition –
10,559 Recovered –
29 Territories
ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.
ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.
Reported on 16 Feb.
ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું
છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન
તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ
જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.
અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ લાગ્યા છે. સેબી દ્વારા એપ્ટેક લિમિટેડના શેર સંબંધિત ગરબડમાં ઝુનઝુનવાલા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એપ્ટેક એક શૈક્ષણિક એકમ છે અને તેના ઉપર ઝુનઝુનવાલા અને તેના પરિવારની માલિકી છે.
સેબી આમાં ઝુનઝુનવાલા પરિવારના અન્ય સદસ્યોની ભૂમિકા પણ ચકાસી રહ્યું છે. સાથોસાથ રોકાણકાર રમેશ એસ. દામાણી અને કંપનીમાં ડાયરેક્ટર મધુ જયાકુમાર સહિત કેટલાક બોર્ડ સદસ્યોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.
આ તપાસ અંગે વાકેફ સૂત્રોના હવાલેથી મળેલા અહેવાલ અનુસાર ઇનસાઇડર ટ્રેડિંગની તપાસ માટે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 વચ્ચેની ઝુનઝુનવાલાની ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કયા સમયગાળામાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનો ભંગ થયો હતો તે અંગે કોઈ ચોક્કસ જાણકારી હજી સુધી મળી નથી. સેબીએ ઝુનઝુનવાલા અને અન્ય બેને ફટકારેલી નોટિસમાં તપાસમાં સહયોગ આપવા કહ્યું છે.
ઝુનઝુનવાલા ઉપરાંત તેની પત્ની રેખા, ભાઈ રાજેશ કુમાર, સાસુ સુશીલા દેવી ગુપ્તાને પણ સેબીએ 24મી જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઝુનઝુનવાલા સેબીના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા અને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સ્થિત સેબીનાં મુખ્યાલયે આશરે બે કલાક સુધી તેની પૂછતાછ થઈ હતી.
ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.
ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય
વિદ્યાર્થીઓ રહે છે.
We have opened a third
hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે
દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની
સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં
છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક
રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર
રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.
વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને
કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની
તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’
આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.
આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.
ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.
કૉરોના વાઈરસને કારણે મરણાંક 57 : કન્ફર્મ દર્દીઓની સંખ્યા 2000થી વધુ
જીવલેણ વાઈરસ કૉરોના દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈને દેશવિદેશમાં હાહાકાર મચાવી રહ્યો હોવા વચ્ચે ચીને શનિવારે કહ્યું હતું કે તેઓ આ વાઈરસને કારણે ફેલાતી બીમારીના વધુ દરદીઓને સારવાર આપવા માટે પંદર જ દિવસમાં ૧૩૦૦ પલંગની ક્ષમતા ધરાવતી બીજી નવી હૉસ્પિટલ ઊભી કરશે.
આ વાઈરસે અત્યાર સુધીમાં ૪૧ જણનો ભોગ લીધો હોવા ઉપરાંત ૧૩૦૦ જણને તેનો ચેપ લાગ્યો છે અને તેની અસર ચીનના નવા વર્ષની ઉજવણી પર પડી હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસના ચેપનો ભોગ બનેલા લોકોનો આંક પહેલીવાર ૧૦૦૦ને પાર કરીને ૧૨૮૭ પર પહોંચ્યો છે અને તેમાંથી ૨૩૭ જણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું. બીજિંગ સહિત લગભગ તમામ પ્રાન્તમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે અને અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વુહાનથી પરત ફરેલા લોકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
વુહાન આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.
ન્યૂમોનિયા જેવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાન્તનાં ૩૯ જણ સહિત ૪૧ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુમાં કુલ ૧૯૬૫ જેટલા શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.
વાઈરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે જોતાં દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે ચીન ધારણા કરતા અનેકગણા વધુ દરદીઓની સારવારની તૈયારી કરી રહ્યું છે. આ વાઈરસ ગુરુવાર સુધીમાં હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, નેપાળ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, વિયેતનામ અને અમેરિકા સહિતના દેશમાં ફેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસને કારણે શનિવારે સવારે ચીનના એક ૬૨ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે.
આ વાઈરસને કારણે ન્યૂમોનિયા જેવાં લક્ષણો ધરાવતી ફેલાતી બીમારીનો હાલ કોઈ જ ઈલાજ નથી.
દરમિયાન ચીને ટ્રૅન, બસ, વિમાનમાં આ વાઈરસનો કોઈપણ શંકાસ્પદ દરદી દેખાય તો તરત જ તેને બધાથી અલગ કરી દેવાનો રાષ્ટ્રવ્યાપી આદેશ આપી દીધો છે.
ઝડપથી ફેલાઇ રહ્યો છે સૌથી ઘાતક કોરોના વાઇરસ, ડિસેમ્બર 19માં ચીનથી ઉદભવ્યો નવો વાઇરસ
ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસથી ચીનમાં 17 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 550 લોકોને તેની અસર થઈ છે. ચીનમાં પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની વેઇજી સહિત સંશોધકોના કહેવા મુજબ, કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં આવ્યા હશે, જ્યાં સી-ફૂડ, મરઘી, સાપ, ચામાચિડીયા, ઉંદર, પાલતુ પ્રાણી વેચાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ આ વાયરસને 2019-એનકોવી નામ આપ્યું છે.
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.
ચીનમાં ખતરનાક સાબિત થઈ રહેલા નવા પ્રકારનો કોરોના વાયરસ સાપ થકી મનુષ્યો સુધી ફેલાયો હોવાની શક્યતા પ્રવર્તી રહી છે. એક નવા સ્ટડી થકી આ માહિતી જાણવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જીવલેણ બિમારીના પ્રકોપ વિરુદ્ધ સુરક્ષાત્મક રણનીતિ બનાવવામાં મદદ મળી શકે છે.
આ સ્ટડી રિપોર્ટ ‘મેડિકલ વાઈરોલોજી’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડીમાં વાયરસથી તાજેતરમાં ફેલાયેલા ન્યુમોનિયાની ઉત્પત્તિ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વાયરસ ચીના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં પ્રસરવાનું શરુ થયો અને હવે હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ તથા જાપાન સુધી ફેલાયો છે.
2019-એનકોવીનું વિસ્તૃત આનુવંશિક વિશ્લેષણ કરી અને તેની વિવિધ ભૌગોલિક સ્થાનોના અલગ-અલગ કોરોનાવાયરસથી તુલના કરીને સ્ટડીમાં એ જાણવા મળ્યું કે આ નવો વાયરસ ચામાચિડિયામાં કોવીના મેલથી પેદા થાય છે અને અન્યની ઉત્પત્તિ અજ્ઞાત છે. સંશોધકોએ વધુ વિશ્લેષણ કરીને જાણ્યું છે કે 2019-એનકોવી મનુષ્યો સુધી પહોંચવા પહેલા સાપમાં હોવાની શક્યતા છે.
સંશોધકોનું કહેવું છે કે, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે 2019-એનકોવી માટે સૌથી સંભવિત વન્યજીવ સાપ છે.’ આ નવો વાયરસ એ વાયરસ જેવો છે જેણે 2003માં સાર્સ(સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ) ફેલાવ્યો હતો. સાર્સ નામના આ વાયરસથી 8422 લોકો અસરગ્રસ્ત થયા હતા અને તેના કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. વાયરસના એક અન્ય આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચિડિયા કે સાપોથી થઈ હોવાની પ્રબળ શક્યતા છે. બેઇજિંગના ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત આ સ્ટડી જર્નલ સાયન્સ ચાઈના લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ જે ચીનના વુહાનથી નીકળ્યો હતો, એનો સંબંધ ચામાચિડિયા સાથે હતો. જોકે, આ વાયરસ સાપ અથવા ચામાચિડિયામાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેનો કોઈ ઉલ્લેખ આ સ્ટડીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ સ્ટડી થકી પ્રાથમિક માહિતી મળી છે, જે આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
The coronavirus that was first detected last month in China continues to spread, killing at least 17 people and sickening hundreds more. Patients have turned up in Taiwan, Thailand, Japan and even the United States.
Officials with the World Health Organization said Thursday that the outbreak did not rise to the level of “a global health emergency.” But Tedros Adhanom Ghebreyesus, the WHO’s director-general, warned that “it may yet become become one.” So how big is the threat here? Here’s a look at what we know, and what experts are trying to figure out.
What is this virus?
It’s a new type of coronavirus that scientists have not seen before.
The virus at the center of the outbreak in China emerged as a pneumonia-like illness. Most of the people who got sick had a link to a large seafood and live animal market in Wuhan, suggesting that it had jumped from animals to humans, said Dr. Nancy Messonnier, director of the National Center for Immunization and Respiratory Diseases at the Centers for Disease Control and Prevention. The market was closed earlier this month for disinfection.
Older adults who are already dealing with other health problems may be at increased risk of becoming severely ill, she said. So far, most of the deaths tied to the coronavirus have been in people who were over 50 with underlying medical issues.
Public health officials worry whenever a new virus arrives because there are no treatments for it and they don’t know how people will react to the illness.
China’s 2003 outbreak of SARS was believed to have originated through animal-to-human transmission in a marketplace like the one in Wuhan. More than 8,000 people around the world became sick, and 774 of them died, according to the CDC.
Nearly 2,500 people worldwide have been sickened with MERS since 2012, and 858 of them have died, according to the World Health Organization.
Outside experts cautioned it will take some time to get answers to basic questions about the new coronavirus, including what animal was the source of this outbreak and what makes some people more susceptible to infection than others.
“Basic epidemiology questions remain unanswered,” said Rebecca Katz, director of the Center for Global Health Science and Security at Georgetown University. “The CDC is the best of the best, and we should have faith in their leadership.”
ઓસ્ટ્રેલિયા ઓપનમાં આજે 2008ની ચેમ્પિયન રશિયાની ખેલાડી મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેને વાઇલ્ડ કાર્ડથી ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી હતી. શારાપોવાને’ ક્રોએશિયાની ડોના વેકિચે 6-3, 6-4થી હાર આપી હતી.
32 શારાપોવા ડબલ્યુટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 સ્પેનના રાફેલ નડાલે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેલિયનને 6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો.
મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્ટેન વાવરિકા, રશિયાની કરેન ખાચાનોવા, ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે જીત મેળવી હતી. 2014ના ચેમ્પિયન વાવરિકાએ દમિર જુમહૂરને 7-5, 6-7 (4), 6-4, 6-4થી હાર આપી હતી. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6, 6-4, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી હરાવ્યો. સિલિચે ફ્રાન્સના કોરેટિન માઉંતેને 6-3, 6-2, 6-4થી હાર આપી હતી.
મહિલા વિભાગમાં વર્લ્ડ નંબર 2 ઝેક રીપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સના ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્લિસકોવા હજુ એકપણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી નથી. તે 2016માં યુએસ ઓપન ફાઇનલમાં જર્મનીની એંજેલિક કર્બર સામે હારી હતી.
ભારતનો ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. આથી તેણે નોવાક જોકોવિચ સામે બીજા રાઉન્ડમાં રમવાનો મોકો ગુમાવી દીધો છે. દુનિયાના 122મા નંબરના ખેલાડી પ્રજનેશ પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી તત્સુમા ઇતો સામે 4-6, 2-6 અને 5-7થી હારી ગયો હતો. હવે આ જાપાની ખેલાડી બીજા રાઉન્ડમાં જોકોવિચ સામે ટકરાશે
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.