CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 78 of 81 - CIA Live

August 11, 2018
purnesh.jpg
1min11440

167-સુરત પશ્ચિમ વિધાનસભા ના ભાજપાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે અત્રે એક પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે તેઓ જ્યાં સુધી ધારાસભ્ય પદે રહેશે ત્યાં સુધી તેમને દર મહિને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું માસિક ભથ્થું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને સુપરત કરી દેશે.

હિંદુત્વના રક્ષણ અને સંગઠન માટે કામ કરતી સંસ્થા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને ધારાસભ્ય તરીકે મળતું અંદાજે રૂપિયા 59205નું માસિક ભથ્થું દર મહિને ધારાસભ્ય રહે ત્યાં સુધી અર્પણ કરવા નો ઐતિહાસીક નિર્ણય જાહેર કરતા જ પૂર્ણેશ મોદીને તેમના સમર્થકોએ વધાવી લીધા હતા.

August 9, 2018
IMG-0287.jpg
1min11050

Jayesh Brahmbhatt  98253 44944

સુરતમાં 12મી ઓગસ્ટે સ્ટાર બ્રાન્ડ શૉકેસમાં 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં વિનર ખિતાબ હાંસલ કરનારી સુરતની તમામ બ્યુટીઝ એક સાથે એક જ રેમ્પ પર ડ્રીમ કેટવૉક કરશે

2014માં મિસ સુરત અને 2015માં મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરનાર રિના ટેંક આકર્ષણનું કેન્દ્ર બનશે

સૌંદર્ય સ્પર્ધાઓમાં ગુજરાત જ નહીં બલ્કે દેશભરમાં સુરતનું નામ ઉજાળી ચૂકેલી સુરતની બ્યુટી ક્વીન્સ એક જ પ્લેટફોર્મ પર આવે અને જુદી જુદી બ્રાન્ડ્સનું પ્રમોશન કરે તો તેને શું કહીશું. અફકોર્સ ડ્રીમ વૉક કહીશું. 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં મિસ સુરત અને મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરી ચૂકેલી સુરતી બ્યુટીક્વીન્સ આગામી તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં એક સાથે કેટવૉક કરશે. સુરતની આ બ્યુટીઝમાં પ્રમુખ આકર્ષણ રીના ટેંક હશે. 2014માં રીના ટેંક મિસ સુરત બની હતી જ્યારે 2015માં રિનાએ મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કર્યો હતો.

ફેશન અને બ્યુટી ક્ષેત્રમાં સુરત હવે અવ્વલ દરજ્જે જઇ રહ્યું છે અને આગામી તા.12મીઓ અવધ યુટોપીયા ખાતે યોજનાર સ્ટાર બ્રેન્ડસ શૉ કેશ સુરતને બ્યુટી એન્ડ ફેશનની દુનિયામાં નવી ઉંચાઇએ લઇ જશે. સુરત સમેત રાજ્ય અને દેશની જુદી જુદી બ્રાન્ડસ પ્રોડક્ટસને પ્રમોટ તો કરાશે જ સાથોસાથ આ પ્રમોશન 2014થી 2018 સુધીમાં બ્યુટી કોન્ટેસ્ટ જીતનારા સુરતની તમામ બ્યુટીઝ રેમ્પ વૉક કરશે. તમામ વિનર્સ આ શૉમાં ભાગ લેશે સાથો સાથ સુરતની નામી-અનામી હસ્તીઓને આ બ્રેન્ડ શૉકેશના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરતમાં બ્યુટી કોન્ટેસ્ટ વિનર્સ એક સાથે એક જ સ્ટેજ પર એક જ શૉમાં વૉક કરે એવી પહેલી ઘટના તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે આકાર પામશે.

સુરતની વિનર બ્યુટીઝ રેમ્પ પર ડ્રીમ વૉક તો કરશે જ સાથોસાથ જુદી જુદી ગારમેન્ટસ, કોસ્મેટિક્સ, ડ્રેસીંગ, સ્ટાઇલ, ફેશન, એસેસરીઝ વગેરે તમામનું પણ અદભૂત પ્રમોશન કરશે. સુરતમાં યોજાઇ રહેલા આ સ્ટાર બ્રેન્ડસ શૉને લઇને સમગ્ર રાજ્ય અને ખાસ કરીને મુંબઇ જેવા ફેશન સિટીના માંધાતાઓની પણ નજર કેન્દ્રીત થઇ છે.

 

August 9, 2018
tiranga-yatra-759.jpg
1min6980

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજયમાં ‘‘ત્રિરંગા યાત્રા’’ યોજાશેઃ 
———— 
સૌ નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધઃ
કાર્યક્રમના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈઃ
————
રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે.
———–

Members of ABVP and other students of Govt College Sector 1 Panchkula to protest against JNU issue, organised Tiranga Yatra in Panchkula on Friday, February 19 2016. Express Photo by Kamleshwar Singh *** Local Caption *** Members of ABVP and other students of Govt College Sector 1 Panchkula to protest against JNU issue, organised Tiranga Yatra in Panchkula on Friday, February 19 2016. Express Photo by Kamleshwar Singh

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાનું સિંચન થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તેવા આશયથી ૭૨માં સ્વતંત્રતાપર્વ પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૪મી ઓગષ્ટના રોજ ‘‘ત્રિરંગા યાત્રા’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ત્રિરંગા યાત્રા સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સધ્યાએ સાંજે ૫.૩૦ વાગે સુરત શહેરના રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે. યાત્રાના આરંભે પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજ રાખવામાં આવશે. પાછળ પોલીસ બેન્ડ, ૭૨ બાઈક સવારો, નાગરિકો, પોલીસ સ્ટુડન્ટ કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ જોડાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ત્રિંરગા યાત્રાના સમાપન વેળાએ મહામૂલી આઝાદીને યાદ કરવા માટે યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભકિતના ગીતો સ્થાનિક કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના મહાનુભાવો દ્વારા મશાલ પ્રજવલ્લન તથા સમર્પણનો સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવશે.

શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરનારી ત્રિંરગા યાત્રાને કોઈ સંસ્થાઓ સન્માનિત કરવા માંગતા હોય તો સન્માનિત કરી શકે શકશે. બેઠકમાં પોલીસ, આર.ટી.ઓ., રમત ગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

August 7, 2018
7.jpg
1min6270

સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન શ્રીમતી હેમાલી બોઘાવાલાએ આજે આનંદ મહલ રોડ થી પાલ આર.ટી.ઓ સુધીના #BRTS રૂટ પર બસમાં મુસાફરી કરીને જાત નિરીક્ષણ કર્યું હતું.

 

 

તેમણે વિઝીટ દરમિયાન બસ ટર્મિનલ ઉપરની સુવિધાઓ ચકાસી સાથે મુસાફરો સાથે સંવાદ કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરપર્સન તરીકે તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી બસ સેવાઓને વધુ સુદ્રઢ તેમજ વધુ લોકાભિમુખ કેવી રીતે બનાવી શકાય તે જાણવા માટે પ્રયાસો કર્યા હતા. તેમના અા અભિગમને મુસાફરોએ વધાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સુરતીઓને શ્રેષ્ઠ પરિવહન સુવિધા પુરી પાડવા સુરત મહાનગરપાલિકા સંકલ્પિત છે.

 

 

 

August 6, 2018
SSASIT-1.jpg
1min15480

એક દિવસીય પ્રાધ્યાપક પ્રશિક્ષણ કાર્યશિબિર યોજાયો

(જે દિવસે આપણા યુવાધનનાં રોલ-મોડેલ એમના શિક્ષકો બનશે તે દિવસથી નવા ભારતનું નિર્માણ શરુ થશે)

આસ્થા મેનેજમેન્ટ ફોરમ દ્વારા આપણા વિસ્તારની પ્રતિષ્ઠિત એવી Shree Swami  Atmanand Saraswati Institute of  Technology (SSASIT)  ખાતે ગત સપ્તાહમાં  કોલેજના લગભગ ૮૦ પ્રાધ્યાપકો માટે એક દિવસીય પ્રાધ્યાપક પ્રશિક્ષણ કાર્યશિબિર યોજાયો હતો.

 

કાર્યશિબિરના પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં કોલેજના માનદ મંત્રી અને શહેરના નામાંકિત એડવોકેટ એવા શ્રી હેમંતભાઈ ટોપીવાલા સાહેબે નિષ્ણાત વક્તા ડૉ અનીલ સરાવગીને સ્સાસિત કેમ્પસમાં આવકારતા શિબિરમાં શામેલ પ્રોફેસર્સને શિક્ષકના વ્યવસાયની સમાજ ઘડતરમાં ભૂમિકા વિષે વાત કરી હતી અને બધા શિક્ષકોને ડૉ સરાવગીના જ્ઞાનનો લાભ લેવા અહવાહન કાર્ય હતું.

ડૉ સરાવગીએ શિબીરની શરૂઆતમાં પોતાની આગવી રસપ્રદ શૈલીમાં      LEARNING PROCESS વિષે વિગતવાર છણાવટ કરી હતી .  LEARNING એ એક તબક્કાવાર પ્રક્રિયા છે અને શિક્ષણ કાર્ય અસરકારક ત્યારેજ થઈ શકે જયારે શિક્ષકના માનસ માં આ તબક્કાઓ સ્પષ્ટ હોય,.

ત્યાર્ત્બાદ વર્ગખંડમાં શિક્ષકની અસરકારકતાના મહત્વ વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતુકે જેવી રીતે એક સર્જનના પરફોર્મન્સનું મૂલ્યાંકન ઓપરેશન થીએટરમાં અને ક્રિકેટરનું પિચ થતું હોય છે તેવી જ રીતે શિક્ષકનું પરફોર્મન્સ તેની વર્ગખંડની પ્રવૃતિઓ અસરકારકતાથી અંકાય છે. તેમણે શિબિરાર્થીઓને વર્ગખંડમાં અસરકારકતા માટે ૧૦ જેટલી મહત્વની ટીપ્સ આપી હતી.

ત્યારબાદ અન્ય મહત્વના ટોપિક એવા આદર્શ શિક્ષકના  વ્યક્તિવ  (Personality of an IDEAL TEACHER)  વિષે વાત કરતા જણાવ્યું હતું કે શિક્ષકનું જીવન એવું દૈદિપ્યમાન હોવું જોઈએ કે દરેક વિદ્યાર્થીને એના જીવનમાં પોતાના શિક્ષક જેવા થવાનું ગમે. ડૉ સરવ્ગીએ પોતાનો સ્પષ્ટ અણગમો વ્યક્ત કરતા કરતા કહ્યું કે એ એક દુઃખની વાત છે આપણા વિદ્યાર્થીઓના રોલ મોડેલ શાહરુખખાન અને દીપિકા પાદુકોણ છે. જે દિવસે આપણા યુવાધનનાં રોલ-મોડેલ એમના શિક્ષકો બનશે તે દિવસથી નવા ભારતનું નિર્માણ શરુ થશે

અંતમાં કાર્યશિબિરના સહભાગી પ્રાધ્યાપકો વતી પ્રિન્સીપાલ ડૉ કે એન મીસ્ત્ર્રી સાહેબે સમગ્ર કાર્યશીબીરની વિષય-વસ્તુ ને ખૂબજ ઉપયોગી અને તરત અમલમાં લાવે શકાય તેવી જણાવી પ્રશિક્ષક ડૉ સરાવગીનો અભાર વ્યક્ત કર્યો હતો.

August 5, 2018
g1-1280x798.jpg
1min6640

 @ Jayesh Brahmbhatt  98253 44944

અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વરસથી રોગ નિરોધક આરોગ્ય સંભાળ પર સતત કાર્યક્રમો કરી રહી છે અને તે અંતર્ગત લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અવેરનેસના ‘વર્લ્ડ પી.એચ.ડી.’ કોનસેપ્ટ અંતર્ગત જે આઠ આરોગ્યલક્ષી મિશનો છે તેમાના એક મહત્વના હેતુ ‘મિશન ઓક્સિજન’ હેઠળ આજ રોજ સંસ્થાએ પર્યાવરણ માટે નોંધપાત્ર કામ કરનાર શહેરની જાણીતી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન જોડે મળીને વિશ્વને એક અનોખો સંદેશ પાઠવ્યો છે કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ઝાડને પ્રિય મિત્ર બનાવો.

આ મિશનમાં 5 વરસની નીચેના હિલ્સ નર્સરી સ્કુલ તેમજ અન્ય બાળકો મળીને કૂલ 918 ભુલકાઓએ ભાગ લઇ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે તમામ ઝાડ પર એક મિનિટના સમય ગાળામાં લગભગ 2337 ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી અનેરો વિક્રમ નોંધાવ્યો છે. આ માટે બાળકોને છેલ્લા એક અઠવાડિયાથી પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને હરિયાળી ધરતી શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવતું હતું. આ પ્રસંગ પૂર્વે આ તમામ બાળકોએ પોતાના વાલીઓ જોડે મળીને પોતપોતાના આંગણે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે યુનિવર્સીટી ખાતે બાળકોમાં વૃક્ષો પ્રત્યેનો ઉત્સાહ જોઈ ભાવુક થયેલા હિલ્સ નર્સરીના સ્થાપક શેહનાઝ હિલ્લુવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકો તેમજ વાલીઓએ આ પ્રોજેક્ટમાં ખુબ જ સહયોગ કર્યો અને આ મિશનને સફળ બનાવ્યું. શહેરને લીલુછમ બનાવવાનું બીડુ ઝડપનાર અને ‘ગો ગ્રીન’ પર યુનિક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તેમજ વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિહાર સરસવાલાએ જણાવ્યું હતું કે બાળકોમાં પર્યાવરણને બચાવવાની વૃત્તિ જગાવવી ખુબ જ જરૂરી છે કારણકે આવનારા સમયમાં કુદરતમાં થનારા પરિવર્તનને તેઓએ ભોગવવા પડશે, તેથી તેમનામાં જાગૃતિ કેળવવી ખુબ જ જરૂરી છે. અવેરનેસ ટ્રસ્ટના ચેરમેન ડો. વિમલ રાઠીએ આ પ્રસંગે ‘તિરંગા ચેલેન્જ’ની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ફ્રેન્ડશીપ બેલ્ટની જગ્યાએ તિરંગા બેલ્ટને જો એક-બીજાને બાંધવામાં આવે તો દેશદાઝની લાગણીઓ વધારે મજબૂત થશે અને સમાજમાં એક નવો ચીલો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે વર્લ્ડ પી.એચ.ડી. નિમિત્તે પણ શહેરમાં અનેક સામાજિક કાર્યક્રમો થવાના છે.

August 4, 2018
gm2.jpg
2min10150

શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન છે: રાજ્યપાલશ્રી
——————–
ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે: ઓ.પી.કોહલી
——————–
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી દ્વારા સુરતના નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા
——————–
લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે: રાજ્યપાલશ્રી કોહલી

 

રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના હસ્તે સુરતના ૧૧ નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

સુરતના પ્રતિષ્ઠિત ‘ગુજરાતમિત્ર’ દૈનિકની સ્થાપનાને ૧૫૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે, ૧૫૫ વર્ષની સુદીર્ઘ અખબારી યાત્રા દ્વારા ગુજરાતમિત્ર દૈનિકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ગુજરાતમિત્ર સ્વતંત્રતા પૂર્વના અને સ્વતંત્રતા પછીના ભારત ઉપરાંત ગુજરાતના વિકાસનું પણ સાક્ષી છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજે એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પત્રકારત્વ રચનાત્મક ભૂમિકા સમાજમાં અદા ન કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે, પરંતુ ગુજરાતમિત્ર પોતાની વિશ્વસનીયતા માટે જાણીતું છે, જેણે પત્રકારત્વનાં મૂલ્યોનું રક્ષણ કર્યું છે. કોઈ પણ અખબારની કસોટી તેની વિશ્વસનીયતાથી થતી હોય છે. આજે અખબારોની વિશ્વસનીયતા પર સંકટ ઘેરાયું છે એવા સંજોગોમાં ગુજરાતમિત્ર વિશ્વસનીયતાની એરણ ઉપર ખરૂ ઊતર્યું છે.

સુરતના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન હોવાનું જણાવી શ્રી કોહલીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે, તેમનામાં લોકસેવાની ભાવના પ્રબળ હોવાથી માત્ર સરકાર પાસેથી જ આશા ન રાખતા સ્વયં સમાજ સેવાની એક પણ તક જતી કરતા નથી. સુરતની આ ૧૧ હસ્તીઓએ સમાજનું ઋણ અદા કરવા માટે પાછું વળીને જોયું નથી એમ શ્રી કોહલીએ ઉમેર્યું હતું.

લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે. જે કાર્ય પત્રકારત્વ દ્વારા બખૂબી નિભાવીને ગુજરાતમિત્રએ લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું ઉમદા યોગદાન આપ્યું છે. આ અખબાર લોકસમસ્યા, લોકોની આશા-અપેક્ષા અને વિચારોને વ્યક્ત કરી પ્રજાનો અવાજ બન્યું છે તેમ જણાવી પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામના પણ પાઠવી હતી.

સુરતના નામાંકિત સી.એ.જય છૈરા, પુષ્પા એજન્સીના રાજુભાઇ શાહ, આર્કિટેક્ટ્ નિમેષભાઈ ચોકસી, જલારામ ફર્નિચરના ગોવિંદભાઈ પટેલ, કે.પી.ગ્રુપના ફારુક પટેલ, એન.જે. ગૃપના નિરજ ચોકસી અને જીજ્ઞેશભાઈ દેસાઈ, સાયકલિસ્ટ અજિતા ઈટાલીયા, ડો.પિયુષભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ અને સમાજસેવક લવજીભાઈ બાદશાહ, અંબિકા ઓટોમોબાઇલના કનુભાઈ મોદી અને શાહ પબ્લિસિટીના યશવંત શાહને રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.

પ્રારંભે ભરતભાઈ રેશમવાળાએ સ્વાગત પ્રવચન કરી રાજ્યપાલ તેમજ આમંત્રિત મહાનુભાવોની આવકાર્યા હતા.

આ પ્રસંગે રમતગમત અને યુવા પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતીષ શર્મા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

August 4, 2018
b9.jpg
4min10610

@ Jayesh Brahmbhatt   98253 44944

 

અમેઝિયા-ધ ફેમિલિ ક્લબ ખાતે “બીએનઆઇ ઝુનુન 2018”નું થયું ભવ્ય આયોજન

સુરત, 29જુલાઇ, 2018:

બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ (બીએનઆઇ)એ શહેરના અગ્રણી અને ખ્યાતનામ સીએ ગૌરવ વી. સંધવી અને ડો. નિધિ સંધવી દ્વારા 29મી જુલાઇ 2016ના રોજ શરૂ કરાયેલા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ એટલેકે “રેફરલ માર્કેટિંગ”ના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાંની જાહેરાત કરી હતી. તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે.

બીએનઆઇ સુરતે આ બે વર્ષના સમયગાળામાં કુલ 13 ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે અને હાલમાં 1,000થી પણ વધુ સભ્યો ધરાવે છે. આ ઉપરાંત બીએનઆઇ સુરત આગામી મહિનાઓમાં વધુ 7 ચેપ્ટર્સ ઉમેરીને 350થી વધુ સભ્યોને જોડવાની અપેક્ષા રાખે છે.

બીએનઆઇ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હાંસલ કરાયેલી સિદ્ધિઓ અંગે વાત કરતાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, અમને 3 સેન્ટેનિયલ ચેપ્ટર્સ અને વિશ્વભરમાં સૌથી વધુ એવરેજ ચેપ્ટર સાઇઝ ધરાવવાનું સન્માન મળેલું છે. 72 દેશોમાં 900થી વધુ રિજનમાં બીએનઆઇ સુરતે વિશ્વમાં પ્રથમ ક્રમના રિજન હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત કરેલું છે.

સુરતના સભ્યો ગિવર્સ ગેઇનનું સુત્ર ખુબજ સારી રીતે સમજે છે, જેનો મુખ્ય સંદેશો ‘યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્થ’ છે તથા આ શુભ પ્રસંગે બીએનઆઇ સુરત 29મી જુલાઇ, 2018ના રવિવારના રોજ અમેઝિયા-ધ ફેમિલિ ક્લબ ખાતે બીએનઆઇ ઝુનુનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીએનઆઇ સુરત ઝુનુન 2018માં મેમ્બર્સ ગાલા એવોર્ડ્સ નાઇટ યોજાયુ હતું, જે સુરત શહેર માટે પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ હતો અને ગત વર્ષે પણ આ કાર્યક્રમને ખુબજ સારી સફળતા પ્રાપ્ત થઇ હતી. આ વિશાળ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ખ્યાતનામ સુરત શહેરના 1,000થી વધુ ઉચ્ચ દરજ્જાના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગ્રુપ અને સોલો પર્ફોર્મન્સ, મેમ્બર્સને પોતાની બ્રાન્ડ પ્રદર્શિત કરવા યુનિક મેગા ફેશન શો, એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન, વિશેષ સન્માન સહિત સંખ્યાબંધ મનોરંજન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

 

-x-x-x-

For English Readers.

Surat :BNI Surat is honored and pleased announce that the Journey of superlative Techo – Networking (Technology enable networking organization) called “Referral Marketing “which started on 29th July 2016 by Surat’s most leading & prominent Chartered Accountant CA Gaurav V. Singhvi& Dr. NidhiSinghvi. They are Executive Directors of BNI Surat.

BNI Surat has completed successful 2 Years of its journey with the launch of total 13 Chapters with over 1000+ Members. In the coming months we are expecting 7 more Chapters to be launched which are in making with an addition of 350+ members. Talking about some of global achievements of BNI Surat Region, we have the honour of having 3 Centennial Chapters & highest Average Chapter Size all across the world. The Region is also well recognized for being the World’s No.1 Region in BNI Journey till now from out of 900+ Regions and 72 Countries.

The philosophy of Giver’s Gain is enrooted in the members of Surat and it revolved around one single statement “Your network is your net worth” and on this auspicious day BNI Surat a Giver’s platform is celebrating and organizing BNI Junoon on 29th July 2018, Sunday at Amaazia- the Family Club.

BNI SuratJunoon 2018 a Member’s Gala Award’s Night is one of the prestigious award night of the Surat City which was a huge successful event in last year. This mega event will be attended by the 1000+ elite entrepreneur of the Surat City having business in all horizons. The event comprises of Group & Solo Performances, Unique Mega Fashion Shows which is organized for the member’s only to showcase their esteemed brand during event, Awards Distribution, Special Recognition, Singing and lots of Entertainment and surprises followed up by dinner.

July 23, 2018
suratairport1.jpg
1min11380

ગુજરાતના જ નહીં બલ્કે ભારતના બિઝનેસ સિટી તરીકે ઝડપથી વિકસી રહેલા સુરત શહેરનું એરપોર્ટ હવે 24 કલાક ધમધમતું થશે એવી સત્તાવાર જાહેરાત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરી દેવામા આવી છે. અત્યાર સુધી ફક્ત ફ્લાઇટના સમયે જ સુરત એરપોર્ટ એક્ટિવ રહેતું હતું પરંતુ, હવે 24 કલાક, રાતદિવસ સુરત એરપોર્ટ પર ધમધમતું રહેશે. તેની સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટના નડતરરૂપ સ્લોટના માર્ગ આસાન બની ગયા છે. ઉપરાંત હયાત ટર્મિનલ બિલ્ડિંગને એક્સટેન્ડ કરવાનું તેમજ નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણના કામને સૈદ્ધાંતિક મંજૂરી પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપી હોવાની વિગતો સાંપડી છે.

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સંખ્યા વધવા સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. સુરતની સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તરીકે શારજાહ-સુરતની ફ્લાઇટની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ, આ ફ્લાઇટ ઇન્ટરનેશનલ ઓપરેશન્સ હોઇ, સ્લોટનો પ્રોબ્લેમ નડી રહ્યો હતો, પરંતુ, એરપોર્ટ ઓથોરિટીએ હવે સુરતને 24-7 ધમધમતું એરપોર્ટની કેટેગરીમાં મૂકતા સુરતને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ ખૂબ આસાન થઇ ગયો છે.

આ અંગે નવસારીના સાંસદ અને એરપોર્ટના વિકાસ માટે સતત પ્રયત્નશીલ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ આડેના અવરોધ એક પછી એક દૂર થઇ રહ્યા છે. દિવાળી સુધીમાં ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટસમાં સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી ફ્લાઇટ મળે તે અંગેના પ્રયાસો ચાલી રહ્યા છે.

અગાઉ 80 બિલ્ડિંગ નડતરરૂપ હોવાનું જણાયુ હતું પણ હવે આ 17 બિલ્ડિંગનો ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો તોડવો જ પડે તેવો એજન્સીનો તપાસ રિપોર્ટ રજૂ કરાયો

 

પાલિકાની પહેલાં એવી રજૂઆત હતી કેઆ જે વિવાદી બિલ્ડિંગ્સ છેતે પ્રોજેક્ટ્સની મંજૂરી જે સમયે અરજીઓ સામે આવી હતી. તે વખતે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગની એનઓસીના આધારે ડેવલપમેન્ટ માટેની મંજૂરીની અપાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ પણ તેમાં એનઓસી આપ્યું હતું. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

તા.23મી જુલાઇએ આ પ્રકરણમાં જે ડેવલપમેન્ટ થયું છે, તે અંગે સૂત્રોનું કહેવું છે કે, એરપોર્ટના રનવેને 17 બિલ્ડિંગ નડે છે. આ બિલ્ડિંગની પાણીની ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો નડી રહ્યો છે. તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. આ જોતા 63 બિલ્ડિંગ્સના માથેથી ડિમોલીશનની ઘાત ગઈ છે.

 

July 21, 2018
rain.jpeg
1min4800

આખા ગુજરાતનો વરસાદ

 

dailyrainfalldata2107212018083721349.07.2018

શનિવારે ૬ કલાકથી સાંજે ૪.૦૦ કલાક સુધીમાં સુરત મહાનગરપાલિકામાં વિવિધ ઝોનોમાં વરસાદની પરિસ્થિતિ.
સુરત શહેરનો ઝોનવાઇઝ વરસાદ
સેન્ટ્રલ ઝોન- ૨૭ મિ.મિ. ( લગભગ ૧ ઇંચ) ( સીઝનનો ફુલ વરસાદ ૮૯૯ મિ.મિ.- લગભગ ૩૬ ઇંચ)
વરાછા ઝોન- ૨૭ મિ.મિ. ( લગભગ ૧ઇંચ) ( સીઝનનો કુલ વરસાદ ૮૧૭ મિ.મિ.- લગભગ સાડા બત્રીસ ઇંચ)
રાંદેર ઝોન – ૨૭ મિ.મિ. ( લગભગ ૧ ઇંચ) ( સીઝનનો ફુલ વરસાદ ૯૨૮ મિ.મિ.- લગભગ ૩૭ ઇંચ)
કતારગામ ઝોન- ૨૭ મિ.મિ. ( લગભગ ૧ ઇંચ) ( સીઝનનો ફુલ વરસાદ ૬૫૨ મિ.મિ.- લગભગ ૨૬ ઇંચ)
ઉધના ઝોન – ૩૯ મિ.મિ. ( લગભગ ડોઢ ઇંચ) ( સીઝનનો ફુલ વરસાદ ૬૮૬ મિ.મિ.- લગભગ સાડા સત્તાવીસ ઇંચ)
લિંબાયત ઝોન – ૨૮ મિ.મિ. ( લગભગ ૧ ઇંચ) ( સીઝનનો ફુલ વરસાદ ૭૫૬ મિ.મિ.- લગભગ ૩૦ ઇંચ)
અઠવા ઝોન – ૩૦ મિ.મિ. ( લગભગ ૧ ઇંચ) ( સીઝનનો ફુલ વરસાદ ૭૧૫ મિ.મિ.- લગભગ સાડા અઠાવીસ ઇંચ)
ઉકાઈની જળ સપાટી- ૨૯૬.૯૨   ( સાંજે  ૪ કલાકે ) ( રૂલ લેવલ ૩૩૩- ભયજનક ૩૪૫)
ઇનફ્લો ૬૨૮૯
આઉટફ્લો ૬૦૦
કાકરાપાર ૧૬૦.૭૦ ( ઓવરફ્લો)
આઉટફ્લો ૩૯૦૦
હથનુર ૨૦૯.૬૭૦
આઉટફ્લો ૪૦૦૨
વિયર ક્મ કોઝવે ૬.૯૫ ( ઓવરફ્લો)
સુરતની વિવિધ ખાડીઓની વર્તમાન પરિસ્થિતિ નીચે મુજબ છે.
૧. કાકરા ખાડી  ૫.૬૦ ( ભયજનક ૬.૫૦)
૨. ભેદવાડ ખાડી ૫.૯૦ (ભયજનક ૬.૭૫)
૩. મીઠી ખાડી  ૭.૩૫ ( ભયજનક ૭.૨૫) ( ઓવરફ્લો)
૪. ભાઠેના ખાડી ૬.૨૦ ( ભયજનક ૮.૨૫ )
૫. સીમાડા ખાડી ૨.૮૦ ( ભયજનક ૫.૫૦ )