સુરતના લાલદરવાજા, ભટાર અને વેસુ ખાતે સ્કીન ક્લિનિક ધરાવતા સખીયા ગ્રુપ દ્વારા હવે સ્કીન ટાઇટનિંગ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને અત્યંત અદ્યતન ટ્રીટમેન્ટ પદ્ધતિ લાવ્યા છે. સમગ્ર ગુજરાતવાસીઓ માટે સખીયા સ્કીન ક્લિનિકને સુરતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ ઉપલક્ષમાં ભટાર સ્થિત સખીયા ક્લિનિક ખાત ેસ્કીન ટાઇટનિંગ માટે ઇઝરાયેલ મેઇક વિઓરા સિસ્ટમ્સનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન સુરત ખાતે સ્થાપિત કર્યું છે. સ્કીન ટાઇટેનિંગ માટે આનાથી વિશેષ આધુનિક સુવિધા વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી.

વધુ વિગતો આપતા ડો. જગદીશ સખીયાએ કહ્યું કે સખીયા સ્કીન ક્લિનિકમાં ચામડીના વિવિધ રોગો જેવા કે સોરીયાસીસ, ખીલ, પીગમેન્ટેશન, હઠીલી ધાધર, એલર્જી, શીળવા, બેક્ટેરિયલ વાઇરલ ઇન્ફેકશન, તજા ગરમી, ખસ, ખરજવું વગેરે જેવા રોગોની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ડર્મેટો દ્વારા સફેદ ડાઘની સર્જરી, ખીલના ખાડાની સર્જરી, ચરબીની ગાંઠ, ગળા પરના મસા, કપાસી, કણી, નખની સર્જરી, અત્યાધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ, બાયોપ્સી દ્વારા નિદાન વગેરે પ્રકારની સર્જરી પણ સખીયા સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ છે.

લેસર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટીક સર્જરી વગેરે સુવિધા પણ સખીયા સ્કીન ક્લિનિક ખાતે ઉપલબ્ધ છે. વધુમાં સખીયા સ્કીન ક્લિનિક આઇ.પી.ઓ. બહાર પાડી રહી છે, એ પછી સમગ્ર ભારતમાં સખીયા સ્કીન ક્લિનિકની 2000 જેટલી ફ્રેન્ચાઇઝી શરૂ કરશે.


ઉપરોક્ત તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે એ રીતે વિઓરા મશીન્સથી સ્કીન ટાઇટેનિંગ ટ્રીટમેન્ટ સુરતના સખીયા સ્કીન ક્લિનિક, ભટાર રોડ ખાતે ઉપલબ્ધ બનશે. આ ટ્રીટમેન્ટના રૂ.36 હજાર ચાર્જ છે જેમાં 6 સેશનમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે.





































