CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 76 of 81 - CIA Live

September 10, 2018
230520-surat.jpg
1min14650

પેટ્રોલ-ડિઝલના ભળકે બળતા ભાવોના વિરોધમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા આજરોજ તા.10મી સપ્ટેમ્બર 2018ના દિવસ એક દિવસ પૂરતા આપવામાં આવેલા બંધના એલાનની આર્થિક નગરી, ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી સુરત પર આંશિક અસર પણ જોવા મળી ન હતી. 20થી 25 જગ્યાઓ પર કોંગ્રેસી નેતાઓએ ખાસ કરીને સ્થાનિક નેતાઓએ ભેગા મળીને બંધ પળાવ્યો એ સિવાય સુરત શહેર રાબેતા મુજબ ધમધમતું હતું. ટેક્સટાઇલ માર્કેટ, લિંબાયત, પૂણા જેવા વિસ્તાર સિવાય સુરતમાં બંધમાં કોઇ જોડાયા ન હતા. રિક્ષા હડતાળનો તો ભારે ફિયાસ્કો થયો હતો. રિક્ષા ચાલકોને જ ખબર ન હતી કે શહેરમાં આજે રિક્ષા હડતાળ છે. આમ, સુરત શહેરમાં બંધની આંશિક અસર પણ જોવા મળી ન હતી.

આજે સવારના સેશનમાં અમરોલી, ધારુકાવાળા તેમજ અન્ય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સિવાય બાકીની શાળા કોલેજો રાબેતા મુજબ શરૂ રહી હતી. સવારે સાડા  દસ વાગ્યાથી ટેક્સટાઇલ માર્કેટ પણ રાબેતા મુજબ કાર્યાન્વિત થયેલી જોવા મળી હતી. બેંકો, સરકારી કચેરીઓ, ચૌટાબજાર, રાજમાર્ગ, અઠવાલાઇન્સ, અડાજણ, વરાછા રોડ વગેરે વિસ્તારોમાં સવારથી જ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ શરૂ થઇ હતી. આજના બંધ અંગે કોંગ્રેસી નેતાઓ દ્વારા કોઇ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી પરીણામે જ્યાં કોંગ્રેસી નેતાઓનું વર્ચસ્વ હતું ત્યાં પણ બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી. શહેરના રિંગ રોડ પર ટ્રાફીક રાબેતા મુજબ હતો, એવી જ રીતે રાજમાર્ગ, અઠવાલાઇન્સ મેઇન રોડ, ઘોડદોડ રોડ, ઉધના મગદલ્લા રોડ, ઉધના મેઇન રોડ, કતારગામ, વરાછા રોડ, પૂણા રોડ વગેરે વિસ્તારમાં સવારના સેશનમાં બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી.

બંધની ક્યાં અસર જોવા મળી

પૂણાના યોગી ચોક, કાપોદ્રા, લિંબાયત વગેરે વિસ્તારોમાં આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ દુકાનો, ઓફિસો બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. જોકે, થોડા સમયમાં પોલીસ પહોંચી જતા બાદમાં આ વિસ્તારોમાં પણ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ ધમધમતી થઇ જવા પામી હતી. કોંગ્રેસી કોર્પોરેટર અને વિદ્યાર્થી નેતા ભાવેશ રબારીના જણાવ્યા અનુસાર ધારુકાવાળા કોલેજ કેમ્પસ, અખંડ આનંદ અને અમરોલી કોલેજોને બંધના એલાનના ભાગરૂપે બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. ટેકસટાઇલ માર્કેટ વિસ્તારમાં માર્કેટ ખુલે એ પહેલા કેટલાક નેતાઓએ બંધ રાખવા માટે પ્રયાસો કર્યા હતા જોકે, વેપારીઓએ રાબેતા મુજબ માર્કેટ શરૂ કરી દેતા ટેક્સટાઇલ વ્યાપારી વિસ્તાર રિંગરોડ પર પર પણ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં તારાચંક કાસટ અને તેમના કેટલાક સમર્થકોએ દુકાનો બંધ રાખી હતી એ સિવાય તમામ માર્કેટો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં રવિન્દ્ર પાટીલની આગેવાની હેઠળ સવારે ટાયરો સળગાવીને કેટલીક સ્કુલ બસ તેમજ રીક્ષાઓ રોકીને બંધ પાળવા માટે પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે તેમને વિખેરી નાંખ્યા હતા.

કોંગ્રેસીઓ પોતાના ગઢમાં પણ બંધ કરાવી ન શક્યા

આજના કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનમાં સુરતમાં કોંગ્રેસીઓનું પ્રદર્શન સાવ જ નબળું રહ્યું. પેટ્રોલ અને ડિઝલના ભડકે બળતા ભાવોથી સામાન્ય લોકો દુભાયેલા છે જ પરંતુ, કોંગ્રેસના બંધના એલાનમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સામાન્ય લોકોને સાંકળવામાં નિષ્ફળ નિવડ્યા. કોંગ્રેસના કોર્પોરેટરો જ્યાંથી ચૂંટણી લડ્યા છે એ વિસ્તારોમાં પણ બંધની અસર વર્તાવી શક્યા નહીં. એકાદ બે કલાક દુકાનો જબરદસ્તી બંધ રખાવી કોંગ્રેસીઓએ ફોટા પડાવી લીધા. એ પછી સવારે 10.30થી બધું ધમધમતું જોવા મળ્યું હતું.

કોંગ્રેસ કાર્યાલયની આસપાસમાં, કોંગ્રેસના પ્રમુખના ઘરની આસપાસ ઉધના દરવાજા વિસ્તારમાં જ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. આમ કોંગ્રેસનું પરફોર્મન્સ બિઝનેસ સિટીમાં બંધ કરાવવામાં સાવ નબળું જોવા મળ્યું હતું.

 

Download CIA LIVE app from GOOGLE Play Store

September 7, 2018
doctors-1280x1349.jpg
1min10690

Jayesh Brahmbhatt.   98253 44944

Me and Mummyવાળા ડો. પ્રફુલ દોશી પર થયેલી પોલીસ ફરીયાદ બાદ શહેરના તબીબો પેનિકની સ્થિતિમાં હોવાની કેફિયત સાથે આજે વીસથી વધુ તબીબોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી શર્માને મળીને કેટલીક રજૂઆતો કરી હતી.

ડો.અનિતા શાહ, ડો. આશા ભટ્ટ, ડો. પ્રફુલ છાશટીયા, ડો.પ્રશાંત નાયક, ડો.સમીર દેસાઇ, ડો.અનિલ પટેલ, ડો.ઇન્દ્રવદન શાહ, ડો. ભૂપેશ ચાવડા, ડો. વિનોદ શાહ, ડો.અનિલ ગોસ્વામી, ડો.પ્રકાશ ભટ્ટ, ડો.મનિષા ઝવર, ડો. તોરાવાલા, ડો.અનિલ શાહ, ડો.હિરલ શાહ વગેરેનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માને મળવા પહોંચ્યું હતું.

પોલીસ કમિશનરને મળ્યા બાદ તેમની મુલાકાત અંગે પ્રતિનિધિમંડળ દ્વારા મિડીયાને જણાવાયું હતું કે તેઓ ડો. પ્રફુલ દોશી સામેના પોલીસ પ્રકરણ પછી ભયની સ્થિતિમાં આવી ગયા છે. તબીબ સામે આક્ષેપો સરળતાથી થઇ શકે તેવી સ્થિતિમાં તબીબોએ કેવી રીતે કામ કરવું એ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું પ્રતિનિધિ મંડળના કેટલાક તબીબોએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનર શ્રી શર્માએ આ મુદ્દા પર તેમના ગાઇડન્સ આપ્યું હોવાનું જણાવતા પ્રતિનિધિ મંડળે કહ્યું કે પોલીસ કમિશનરે તેઓને કન્સલ્ટીંગ રૂમમાં વિડીયો કેમેરા રાખવા તેમજ દર્દીની તપાસ થાય ત્યારે તેના પરિવારજનો પૈકી કોઇકને સાથે રાખવાની સલાહ આપી હતી.

તબીબોનું પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનર ને મળવા પહોંચ્યું ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે તેઓ ડો. પ્રફુલ દોશીની તરફેણમાં મળવા પહોંચ્યા હતા. જો કે, પ્રતિનિધિ મંડળે કહ્યું કે તેમણે આવી કોઇ રજૂઆત કરી ન હતી.

September 7, 2018
1min5260

એક પરણિત મહિલા દર્દી સાથે ટ્રીટમેન્ટની આડમાં દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસ ફરીયાદ બાદ પોલીસ કાર્યવાહીથી છેલ્લા ત્રણ દિવસથી ભાગતા ફરતા મી એન્ડ મમ્મીવાળા ડો. પ્રફુલ દોશીને અઠવાલાઇન્સ પોલીસ સેફ પેસેજ આપી રહી હોવાના મિડીયા રિપોર્ટ બાદ અઠવાલાઇન્સ પોલીસ હવે ખરેખર હરકતમાં આવી છે અને ડો. પ્રફુલ દોશીને શોધવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.

ડો. પ્રફુલ દોશી સાથે સંબંધો ધરાવતા અન્ય એક તબીબની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે ડો.પ્રફુલ દોશી કોઇક ફાર્મ હાઉસ પર સંતાયા છે અને આ સમગ્ર પ્રકરણમાં લિગલી કેવી રીતે બચી શકાય તે માટેનો તખ્તો ઘડી રહ્યા છે.

ડો.પ્રફુલ દોશીની હરકતોનો ભોગ બનેલી મહિલાએ અઠવા લાઇન્સ પોલીસની તપાસ સામે શંકા સેવતા લખેલા પત્ર બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફને આ પ્રકરણમાં ગમે તે ભોગે ડો.પ્રફુલ દોશીને હાજર કરાવવા માટેની સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

તબીબોના બે ગ્રુપો વચ્ચે ડો.દોશીના મુદ્દે મતમતાંતર

બીજી તરફ શહેરમાં કેટલાક તબીબોએ ડો. પ્રફુલ દોશીને આ કેસમાં બચાવવાની બ્રીફ પકડી હોય તેવું જણાય આવે છે. હકીકતમાં ડો.પ્રફુલ દોશીની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું પણ કેટલીક તબીબો ઇચ્છી રહ્યા છે. ડો. પ્રફુલ દોશી એવા તબીબ છે જેની સામે ભૂતકાળમાં પણ આંગળીઓ ઉઠી છે આવી સ્થિતિમાં હવે ડો. પ્રફુલ દોશીને મુદ્દે તબીબોના બે ગ્રુપ પડી રહ્યા છે. એક ગ્રુપ એવું માને છે કે ડો. પ્રફુલ દોશી જો ખરેખર કસૂરવાર હોય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જ જોઇએ જેથી સમગ્ર તબીબ આલમ બદનામ થતી બંધ થાય. બીજી તરફ શહેરના કેટલાક તબીબો તેમને ગમે તે ભોગે આ કેસમાંથી બચાવી લેવા માટે સક્રિય હોવાનું જાણવા મળે છે.

September 6, 2018
we1.jpg
1min35390

બિઝનેસમાં ઇનોવેશન જરૂરી : ડો.જગદીશ સખીયા

સુરત :વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)ની પહેલા ચેપ્ટર “આગાજ”સાથે જોડાયેલા સભ્યોની બેઠક મળી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ અને વક્તા તરીકે શહેરના જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ જગદીશ સખીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમને તમામ ઉદ્યોગસાહસિકો સમક્ષ પોતાની સકસેસ સ્ટોરી “સંઘર્ષ સે શિખર તક” વર્ણવી હતી.

ડો.જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે ત્યારે તેઓ જ્યારે ભણતા હતા ત્યારે પરિવારની આવકનો સ્ત્રોત માત્ર ખેતી જ હતો. એવામાંય ભણતર કર્યું અને ઉચ્ચ અભ્યાસ માટે વાત આવી ત્યારે પરિવારની માસિક આવક દોઢસો રૂપિયા જેટલી હતી. જે પૈકી ૫૦ રૂપિયાની માગણી એડમિશન માટે કરતાં પિતાએ ના પાડી દીધી હતી. ઉચ્ચ અભ્યાસની ખેવના મનમાં હતી. પણ એન્જીનીયરીંગ માં જવું કે મેડીકલમાં એ દુવિધા હતી. આખરે સિક્કો ઉછાળીને નિર્ણય લીધો તો નસીબમાં મેડિકલમાં જવાનો આવ્યો. પણ અહીં પણ તમામ બેઠકો હાઉસફુલ હતી. માત્ર ડર્મેટોલોજિસ્ટ વિભાગમાં પ્રવેશ મળે એમ હતું. એટલે તે શાખામાં જ પ્રવેશ લીધા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડર્મેટોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. પણ આ ક્ષેત્રમાં સામાન્ય કરતાં કઈ નવું કરવું હતું એટલે ૪૦ દેશોના પ્રવાસ ખેડ્યો અને આ ક્ષેત્રમાં નવી ઇનોવેશન કરવાની સાથે આજે આજે ડર્મેટોલોજિસ્ટ ક્ષેત્રે એ બ્રાંડનેમ બની ગયું છે.

ડો.જગદીશ સખીયાએ ઉદ્યોગસાહસિકોને આહવાન કર્યું હતું કે હંમેશા બિઝનેસમાં ઇનોવેશન કરતા રહેવું. કારણકે ઉદ્યોગના વિકાસનો પાયો અને ગતિ હંમેશાં ઇનોવેશન પર જ આધાર રાખે છે. ત્યારે હંમેશા કંઈક નવું આપવાની ક્ષમતા દરેક ઉદ્યોગસાહસિકોમાં હોવી જરૂરી છે. આ વચ્ચે પ્રશ્નોત્તરી શેસનમાં ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના પણ તેમને ખુબ રસપ્રદ અને પ્રેરક ઉત્તર આપ્ય હતા. કોઈ વ્યક્તિને આપના બિઝનેસ વિશેની માહિતી આપવી અને તમામ બાબતશીખવાડવાથી તે વ્યક્તિ જ પોતાનો પ્રતિસ્પર્ધી બની શકે છે? આ સવાલનો જવાબ આપતાં ડૉ જણાવ્યું હતું કે શીખવેલી બધી જ વસ્તુ સામેની વ્યક્તિ કોપી કરી શકે પણ આપની બુદ્ધિમતા અને સ્કીલ એ ક્યારેય કોઈ ની કોપી કરી નહિ કરી શકે છે. એટલે આવી બાબતોથી ડરવાની જરૂર નથી. અંતે તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે ઉદ્યોગસાહસિકોને આવ્હાન કર્યું હતું.

-x-x-x-x-

September 6, 2018
ra1.jpg
1min15580

 

 

 

 

 

 

 

 

ડુ બીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા કરાયું એવોર્ડ સેરેમનીનું આયોજન

સુરત :શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ સુરત જ નહીં પણ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સરાહનીય  કામગીરી કરી માઇલસ્ટોન સ્થાપિત કરનાર આઠ હસ્તીઓને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડ એનાયત કરાયો હતો. શહેરની ડુબીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા આ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું.

પીપલોદ ખાતેના સ્વસ્તિક હાઉસ ખાતે આયોજીત એવોર્ડ સેરેમનીમાં અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સી.એ. રવી છાવછરિયા, સોનલ વૈદ્ય કુલકર્ણી, ડૉ. સંજય મેહતા, પ્રહર્ષા મેહતા, માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિનાક્ષી વખારિયા, તૃપ્તિ વ્યાસ  અને નિર્મલ મોટવાણીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડથી સન્માનિત કરાયા હતા.

-x-x-x-x-

September 1, 2018
bc2.jpg
1min9890

સુરત, 31ઓગસ્ટ, 2018 – બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)ના 15માં ચેપ્ટર બીએનઆઇ ચાણક્યના લોન્ચની જાહેરાત કરી છે.શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબી હોટલમાં આયોજિત બીએનઆઇ ચાણક્યના ભવ્ય લોન્ચ પ્રસંગે સુરતના 200થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બીએનઆઇ ચાણક્યચેપ્ટરમાં 51સ્થાપક સભ્યો સામેલ છે, જેઓ ચેપ્ટર્સમાં વિવિધ  બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી ધરાવે છે.

મહત્વપૂર્ણ છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં જ કુલ 15ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે તથા 1,050થી વધુ સભ્યો ધરાવે છે. આગામી મહિનાઓમાં બીએનઆઇ સુરત વધુ 7 ચેપ્ટર્સ લોન્ચ કરીને 350થી વધુ સભ્યોને ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. બીએનઆઇ સુરતે નોલેજ સિરિઝ, એક્ઝિમ ફોરમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી પ્રાદેશિક સ્તરે પહેલ પણ કરી છે, જેને ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

 

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 33 વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવીએ જુલાઇ 2016માં સુરતમાં તેની સ્થાપના કરી હતી અને તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે.બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રના હજારો કારોબારીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને કારોબારમાં વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ સકારાત્મક અભિગમ સાથે સભ્યોને સહયોગ આપે છે, જેની મદદથી તેઓને કારોબાર વિસ્તારવામાં મદદ મળે છે. બીએનઆઇની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રોફેશનના એક સભ્યને જ બીએનઆઇ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરવા મળે છે.

-x-x-x-

August 31, 2018
ng.jpg
1min10140

જયેશ બ્રહ્મભટ્ટ

અસ્સલ સુરતીને જોવા, જાણવા હોય તો નરેન્દ્રભાઇ ગાંધીને જોઇ લો. બોલવાની સ્ટાઇલથી, પહેરવેશ અને રહેનસહેનથી લઇને ખાણીપીણીની શોખીન નરેન્દ્રભાઇ ગાંધીને સૌથી વધુ વખત રક્તદાન કરવા તેમજ રક્તદાન સંબંધિત પ્રવૃતિઓને સતત પ્રોત્સાહિત કરવા બદલ રાજ્યના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે ગાંધીનગર ખાતે બહુમાનીત કરવામાં આવ્યા ત્યારે એક પત્રકાર તરીકે મને પહેલો વિચાર એ જ આવ્યો કે કર્મ કીયે જા ફલ કી ચિંતા છોડ કર…આ ઉક્તિને નરેન્દ્રભાઇ ગાંધીએ પચાવી જાણી છે અને એ લોકો માટે સતત પ્રયત્નશીલ રહે છે પછી એ શિક્ષણનું ફિલ્ડ હોય, બેંકિંગ ક્ષેત્ર હોય, સામાજિક કામ હોય કે પછી સ્પોર્ટસનું ફિલ્ડ હોય, તેમની ઓફિસ કે કાર્યાલયે પહોંચેલા મુલાકાતી માટે એટલિસ્ટ એક ફોન કરીને રજૂઆત તો કરી જ દે.

(ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)

(ગુજરાતના નાયક મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)

અઢી દાયકાથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમને અનેક વખત મળવાનું થયું. ખરેખર લોક નેતા જો કહું તો એમાં શંભુભાઇ પટેલ, સી.આર. પાટીલ, નરેન્દ્ર ગાંધી, પ્રવીણ નાયક જેવા નેતાઓના અનુભવો શ્રેષ્ઠતમ જણાયા છે. આ નેતાઓની પાસે કોઇપણ કામની અપેક્ષાએ જતા મિત્રો, મુલાકાતીઓ માટે આ નેતાઓ સતત સક્રીય રહીને ફોલોઅપ પણ કરતા.

નરેન્દ્ર ગાંધી માટે કહેવાય છે કે મેરીટ પર એ સંગઠનના નેતા છે. સામાન્ય કાર્યકર તેમને વર્ષોથી નહીં દાયકાઓથી વળગી રહ્યા. જે ક્ષેત્રમાં જવાબદારી મળી તે ક્ષેત્રમાં પૂરી સમજણ કેળવે અને નિષ્ઠાપૂર્વક તેમાં લીન રહે એવા છે નરેન્દ્રભાઇ ગાંધી. તેમણે ક્યારે કોઇ અપેક્ષા રાખી નથી પછી ભલે એ ખેલ જગત હોય કે રાજકીય તખ્તો. સતત પ્રવૃતિમય રહેતા નરેન્દ્ર ગાંધી માટે કહેવાય અનેક વખત રાજકીય સ્તરે ચાવીરૂપ ભૂમિકા માટે પસંદ કરાયા પરંતુ એ કોળીયો પણ છેલ્લી ઘડીએ તેમના મુખેથી છીનવાય ગયો. આમ છતાં કોઇપણ ફિકર કર્યા વગર સતત પ્રયાસો કરે છે અને એટલે જ કુદરત પણ તેમને અન્યાય થવા દેતી નથી.

કોઇ રાજ્યના રાજ્યપાલના હસ્તે રક્તદાન જેવી નેક પ્રવૃત્તિ માટે ઇનામ મળે એનાથી મોટી ગૌરવવંતી વાત કઇ હોઇ શકે. સી.આઇ.એ. લાઇવ પરિવાર શ્રી નરેન્દ્રભાઇ ગાંધીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

August 28, 2018
shott-1280x853.jpg
1min10060

વરૂણ કાબરાં બેન્ડ દ્વારા લાઈવ પર્ફોર્મન્સ સાથે જ યુવાઓએ ભારે ધમાલ મસ્તી કરી અને પ્રાઇઝ પણ જીત્યા

સુરત: ગુજરાતનું પહેલું ફુલ્લી ફેમીલી એન્ટરટેઈનમેન્ટ સેંટર શોટ દ્વારા ચોથી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શોટખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વરૂણ કાબરા બેન્ડે લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું.લાઈવપર્ફોમન્સમાં યુવાઓને જલસા પડી ગયા હતા.આ ઉપરાંત આ પ્રસંગે વિવિધ ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓ ભાગ લઈ ખૂબ જ મોજમસ્તી કરી હતી. વિવિધ ગેમ્સમાં વિજેતાઓને આઇફોનથી લઈને વિવિધ ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.સમગ્ર ઈવેન્ટનું આયોજન વન ફોર ઓલ દ્વારા કરવામાં આવ્યું હતું.

-x-x-x-x-

August 24, 2018
cpr1-1280x720.jpg
1min7590

શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની વકરી રહેલી સમસ્યા અને તેના પર હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત શહેર પોલિસ કમિશનર શ્રી સતીશ શર્માએ આજે બપોરે રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ગીચ માર્કેટ રોડ્સ પર રાઉન્ડ લીધો હતો.

પોલીસ કમિશનર શ્રી શર્મા તેમની ટીમ સાથે જે જે માર્કેટ નજીક પાર્કિંગની સમસ્યા સર્જાઇ રહી છે ત્યાં પગપાળા ચાલીને ગયા હતા. તેમણે સમગ્ર પશ્ન અંગે સવાલો કરીને જાત માહિતી મેળવી હતી.

અત્રે એ ખાસ નોંધનીય છે કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની જગ્યાઓ કવર કરી દેવામાં આવી છે અને વ્યાપારીઓ તેમજ મુલાકાતીઓ રોડ પર વાહનો પાર્ક કરી રહ્યા હોઇ, શહેરના હાર્દ સમા રિંગ રોડ  વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય રહી છે.

સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બન્ને સંકલન સાધીને હાલમાં આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

August 22, 2018
Ukai-1.jpg
1min44390

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ખેતી સિંચાઇ તેમજ પીવાના પાણીના સૌથી મોટા સ્ત્રોત સમાન ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ધીમે ધીમે વધી ગઇ છે અને તા.23મી ઓગસ્ટને ગુરુવારે બપોરે 3 કલાકે ઉકાઇ ડેમની સપાટી 311 ફૂટના લેવલને આંબી ગઇ છે.

 

ઉકાઇ ડેમ અંગે બે બાબતો હાલમાં ચર્ચાસ્પદ છે એક સકારાત્મક અને એક નકારાત્મક. સકારાત્મક બાબત એ છે કે ધીમે ધીમે ખરું પણ ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે અને સપાટી 292 ફૂટ પરથી વધીને તા.23મી ઓગસ્ટ 2018ના રોજ 311.34 ફૂટ પર પહોંચી છે. આમ, ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા કે જ્યાં વરસાદ શરૂ થયો છે અને ત્યાંથી પાણીનો આવરો ડેમમાં થઇ રહ્યો છે.

નકારાત્મક બાબત એ છે કે રાજ્ય સરકારે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ મેઇન્ટેન કરવા માટે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં એક નિયમ રુલ લેવલની જાળવણીનો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન જે તે તારીખે ડેમમાં પાણીનું લેવલ કેટલું જાળવવું તે અંગે ચોક્કસ ગણતરી સાથે કાર્યવાહી થાય છે. તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું રૂલ લેવલ 335 ફૂટ હોવું જોઇએ. તેના કરતા આજના દિવસે પાણીની સપાટી 24 ફૂટ ઓછી છે.

પણ દેર આયે દુરસ્ત આયે એ રુએ પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતે આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદનું પાણી ઉકાઇ ડેમને ધીમી ધારે ભરી રહ્યું છે એ પોઝિટીવ બાબત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ધીમે ધીમે જળસંકટ ઓછું કરી રહી છે.

અગાઉ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ નહીં પડવાને કારણે ડેમમાં પાણીનો આવરો નહીં થતા ચોમાસાના પ્રારંભે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ હવે જિલ્લા પ્રશાસન તેમજ દક્ષિણ ગુજરાતના લોકોને પણ ઉકાઇ ડેમની પાણીની સપાટી વધવાથી હાશકારો થઇ રહ્યો છે.