CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 43 of 76 - CIA Live

November 16, 2019
CIAlive_surat_BJP5-1280x853.jpg
1min5240

રાફેલના મુદ્દે રાહુલ ગાંધી દેશની માફી માગે : સૂરત ભાજપ

ભારતીય જનતા પાર્ટી, સૂરત મહાનગર દ્વારા આજરોજ તા.16મી નવેમ્બર 2019 ને શનિવારે રાફેલના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલી ક્લીન ચીટના સમર્થનમાં અને રાફેલના મુદ્દે એન.ડી.એ. સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પર એલફેલ આક્ષેપો કરનાર કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ રાહુલ ગાંધી જાહેરમાં દેશની માફી માગે એવી માગણી સાથે પ્રતિક ધરણા તેમજ દેખાવો યોજવામાં આવ્યા હતા.

ભાજપા, સૂરત મહાનગર દ્વારા આજે તા.16મી નવેમ્બર 2019ના રોજ રાફેલના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણા સામે દેખાવો યોજીને કોંગ્રેસના રાહુલ ગાંધી દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગે તેવી માગ કરીને પ્રતિક ધરણા યોજ્યા હતા. CIA Live News, Surat

સૂરત ભાજપા મહાનગરના પ્રમુખ શ્રી નીતિન ભજીયાવાળાના નેતૃત્વમાં ભાજપાના દેખાવોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો વગેરે જોડાયા હતા.

ભાજપા, સૂરત મહાનગરના પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાલાએ રાફેલના મુદ્દે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ લખેલા પ્લેકાર્ડ સાથે પ્રતિક ધરણામાં બેઠા હતા એ વેળા લેવાયેલી તસ્વીર CIA Live News, Surat
ભાજપા, સૂરત મહાનગર દ્વારા આજે તા.16મી નવેમ્બર 2019ના રોજ રાફેલના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણા સામે દેખાવો યોજીને કોંગ્રેસના રાહુલ ગાંધી દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગે તેવી માગ કરીને પ્રતિક ધરણા યોજ્યા હતા. CIA Live News, Surat

ભાજપાના આ કાર્યક્રમમાં ભાજપાના કાર્યકરો, નેતાઓ ઉપરાંત મહિલા ભાજપા, યુવા ભાજપ સમેત અને મોરચા, સેલના આગેવાનો, પદાધિકારીઓ, મ્યુનિસિપલ પદાધિકારીઓ પણ જોડાયા હતા.

દરમિયાન ભાજપાના નેતાએ જણાવ્યું હતું કે રાફેલ ડિલના મુદ્દે એ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ રજનું ગજ કરીને વડાપ્રધાન શ્રી મોદી તેમજ કેન્દ્ર સરકાર પર એલફેલ આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશનો કરી હતી. પણ છેવટે સુપ્રીમ કોર્ટે આ મામલે વડાપ્રધાન શ્રી મોદી અને કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપીને કોંગ્રેસની હવા કાઢી નાંખી છે. હવે ભાજપાની માગણી છે કે રાહુલ ગાંધીએ દેશની અને વડાપ્રધાન શ્રી મોદીની જાહેર માફી માગવી જોઇએ.

November 15, 2019
jay_hanuman.jpg
2min19570

સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલમાં ગુજરાતભરના ભાવિકો આવશે

સૂરતા આર.ટી.ઓ. પાલની બાજુમાં આવેલા અન્નપૂર્ણાસંમાતાજી મંદિર ખાતે આગામી તા.19મી નવેમ્બર 2019ના રોજ કાલ ભૈરવ જયંતિએ સવા લાખ હનુમાન ચાલીસા પઠનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નીતિન મહેતાએ ઉમેર્યું કે સવા લાખ હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન સંકિર્તન પરિવાર સંસ્થા દ્વારા તેમની આગવી શૈલીમાં કરાવવામાં આવશે.

સૂરતમાં સવા લાખ હનુમાન ચાલીસાનું સંકિર્તન સામૂહિક પઠન થઇ રહ્યાનું આ પ્રથમ આયોજન છે, આ કાર્યક્રમમાં સૂરત ઉપરાંત સમસ્ત દક્ષિણ ગુજરાત, વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્રથી ભાવિકો ઉપસ્થિત રહેવાના હોઇ, અન્નપૂર્ણા મંદિર સંકુલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલમાં યોજનારા આ કાર્યક્રમને લાભ મહત્તમ લોકોને મળે, મહત્તમ ભક્તજનો સવા લાખ હનુમાન ચાલીસા સામૂહિક પઠનના સાક્ષી બને તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને વ્યવસ્થા સુપેરે પાર પડે એ માટે અગાઉથી સંપર્ક કરવા માટે જણાવાયું છે. નીચે મુજબના નંબરો પર કોઇપણ પ્રકારની માહિતીની આપ-લે કરી શકાશે.

સામૂહિક પઠનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મે. ટ્રસ્ટી શ્રી નીતિનભાઇએ જણાવ્યું હતું કે સવા લાખ હનુમાન ચાલીસા પઠનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એના વગર કાર્યક્રમમાં ભાગ લઇ શકાશે નહીં. તમામની વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પૂર્વ રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જેમણે હનુમાન ચાલીસા સામૂહિક પઠનમાં ભાગ લેવો હોય તેમણે મોડામાં મોડુ રવિવાર તા.16મી નવેમ્બર 2019 સુધીમાં પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલ ખાતે નિર્ધારિત ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. મહત્તમ 3000 હજાર ભાવિકો જ સવા લાખ હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં સામેલ થઇ શકશે.

માહિતી માટેના સંપર્ક નંબરો

  • 99131-97252
  • 98252-58380
  • 97261-56339
  • 99130-88252
  • 94278-33877

શ્રમ સહયોગ

  • શ્રી ગણેશ પરિવાર
  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, રાજ્ય કક્ષા
  • શ્રી સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળા, સૂરત
  • શ્રી દત્તાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટ
  • શ્રી બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ

November 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5020

લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે

આઈપીએલમાં નવી ટીમો સામેલ કરવા માટે 2021ની સીઝન સુધી રાહ જોવી પડશે પણ 2020ના આઈપીએલમાં ત્રણ નવા શહેર મેચ સ્થળ તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. આઠ ફ્રેન્ચાઈઝી માલિકોએ બીસીસીઆઈ મુખ્યાલયમાં નવા પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમાં નવા સ્થળ અંગે વાતચીત થઈ હતી. આ ત્રણ શહેરમાં લખનઉ, ગુવાહાટી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. પણ સૂરત માટે એક આશા હતી એના પર પણ હવે અનિશ્ચિત કાળ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે. કેમકે 2021માં IPLમાં નવી ટીમો દાખલ કરવાની યોજના છે. 8ની જગ્યાએ 12 ટીમો થશે એ રીતે 8ની જગ્યાએ 12 વેન્યુ અને ટીમ હોમ પણ થશે. આમ, સૂરતને આઇ.પી.એલ. મેચ મળે તેવી શક્યતાઓ સાવ ધૂંધળી છે. સિવાય કે કોઇ પોલિટિકલ પ્રેશર કામ કરી જાય.

સૂરતના ગ્રાઉન્ડનું પરફોર્મન્સ શાનદાર પણ હજુ અનિશ્ચિતકાલિન રાહ જોવી પડશે

તાજેતરમાં સૂરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશને ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ક્રિકેટ ટી ટ્વેન્ટીની 5 મેચો આયોજનબદ્ધ રીતે રમાડીને સમગ્ર બીસીસીઆઇનું ધ્યાન ખેંચ્યું હતું. સૂરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ગ્રાઉન્ડના ખૂબ વખાણ થયા. ફેસેલિટીઝ વર્લ્ડ ક્લાસ હતી. ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર પણ વખાણાયું. સૌથી ધ્યાનાકર્ષક બાબત સૂરતના પ્રેક્ષકોની હતી. વરસાદી માહોલમાં પણ સ્ટેડીયમ ખચાખચ ભરાયેલું હતું. સૂરતીઓ માટે ગરબા સૌથી મનપસંદ તહેવાર આમ છતાં ક્રિકેટ પ્રેમીઓ નવરાત્રીના સમયમાં પણ નાઇટ મેચ જોવા સૂરતના ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા અને 10000ની સિટીંગ કેપેસિટી વધારવી પડી. આ તમામ બાબતોથી બીસીસીઆઇ વાકેફ હતું. સૂરત માટે એવી આશા બંધાઇ હતી કે 2020માં સૂરતને એકાદ-બે આઇ.પી.એલ.ની મેચ મળી શકે.

લખનઉ, ગુવાહાતી અને થિરુવનંતપૂરમ ત્રણ નવા વેન્યૂ પર IPL મેચ યોજાશે

બીસીસીઆઈના એક અધિકારીના કહેવા પ્રમાણે કિંગ્સ ઈલેવન પંજાબ લખનઉને બીજું ઘર બનાવી શકે છે. તો બીજી તરફ રાજસ્થાન અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. તિરુવનંતપુરમ કોના ભાગમાં આવશે તે અંગે હજી સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. અધિકારીએ કહ્યું હતું કે, રાજસ્થાને બીજા ગૃહનગરના રૂપમાં સ્થળમાં બદલાવ કરવાની માગણી કરી છે અને અમદાવાદથી ગુવાહાટી જવા માગે છે. જીસી આ ફેંસલાથી સહમત છે અને ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમને લીલીઝંડી આપતા પહેલા તપાસ કરવામાં આવશે.

લખનઉની વાત કરવામાં આવે તો ગત સીઝનમાં જ પંજાબ સ્થળ બદલવા માગતું હતું અને અપીલ પણ કરી હતી. પરંતુ ચૂંટણીના કારણે નિર્ણય લઈ શકાયો નહોતો. પરંતુ ઈકાના સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચ બાદ જે રિવ્યુ આવ્યા છે તેનાથી લગભગ નક્કી છે કે પંજાબની ટીમનું બીજું ઘર લખનઉ બનશે. બીજી તરફ તિરુવનંતપુરમને લઈને કોઈપણ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. જો કે ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશન સ્ટેડિયમના રિવ્યુ શાનદાર છે અને કેરળના લોકોનો રમતમાં જુસ્સો પણ છે.

November 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5140

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને વધામણા

આજે તા.9-11 ને હનુમાનજીના વાર, શનિવારે ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા ખાતે રામજન્મ ભૂમિ પર રામજી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવા આડેના અવરોધો દૂર કરતા સમગ્ર ભારત વર્ષમાં ખુશાલી વ્યાપી ગઇ છે. હિન્દુ ધર્મના અનુયાયીઓમાં સ્વાભાવિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂરતની વાત કરીએ તો સૂરતમાં સુપ્રીમ કોર્ટના આદેશોના ઠેરઠેર વધામણા થઇ રહ્યા છે. સોશ્યલ મિડીયામાંથી બહાર નીકળીને શહેરના મંદિરોમાં આજે ખાસ વધામણા કાર્યક્રમો અને મહાઆરતીના આયોજનો થઇ રહ્યાના સગડ મળ્યા છે.

ખાસ કરીને સૂરતના વરાછા રોડ પર મિની બજાર ખાતે સાંજે 6 કલાકે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ શહેરના દરેક રામજી મંદિરોમાં આજે સાંજની આરતી વિશેષ સ્વરૂપે કરવાના આયોજન થઇ રહ્યા છે. કેટલાક સ્થળોએ રામધૂન અને ક્યાંક મહાપ્રસાદીના પણ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

અયોધ્યા ખાતે છેલ્લા 70 વર્ષથી રામ મંદિર નિર્માણ કાર્ય કરવાના થઇ રહેલા પ્રયાસોમાં છેવટે સુપ્રીમ કોર્ટના આદેશોને પગલે મંદિર નિર્માણનો માર્ગ મોકળો બનતા હિન્દુ સંપ્રદાયના લોકોમાં ખુશાલી વ્યાપે આ સ્વાભાવિક છે.

સાંજે 4.30 કલાકે શિવાજી મહારાજ સ્મારક ખાતે

  • સાંજે 7 કલાકે મિનીબજાર વરાછા રોડ ખાતે જાહેર મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • સાંજે 4.30 કલાકે સૂરતના ન્યુ બોમ્બે માર્કેટ ખાતે, કરણીચોક સ્થિત શિવાજી સ્મારક ખાતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • એવી જ રીતે અટલ આશ્રમ ખાતે આજે સાંજે મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • અડાજણ, સ્ટાર બજારની સામે રામજી મંદિર ખાતે પણ આજે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને સહર્ષ વધામણા, કોમી એખલાસભર્યો માહોલ જાળવી રાખવો આપણી જવાબદારી :  દિનેશ નાવડીયા, અધ્યક્ષ, દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ

દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ, SGCCI વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઇ નાવડીયાએ આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા ખાતે રામજન્મભૂમિ અંગે ચાલી રહેલા 70 વર્ષ જુના કેસમાં આપેલા આખરી ચુકાદાને સહર્ષ આવકારતા જણાવ્યું હતું કે રામજન્મભૂમિ અયોધ્યા એ હિન્દુ ધર્મ માટે આ એક આસ્થાનું પ્રતિક છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિએ તેમનું મંદિર નિર્માણ થાય એ ભારત જ નહીં વિશ્વમાં વસતા દરેક હિન્દુઓનું સપનું છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશને આવકારીએ છીએ અને તેના વધામણા કરીએ છીએ. અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ આડેના અવરોધો દૂર થયા છે. વિધ્વાન વકીલોના પ્રતિસાદો સાંભળ્યા બાદ જણાયું છે કે સુપ્રીમ કોર્ટે અતિસંવેદનશીલ મનાતા અયોધ્યાના વિવાદમાં સર્વસંમત અને ખુબ જ સમતોલ ચૂકાદો આપ્યો છે.

વધુમાં વિહીપના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ શ્રી દિનેશ નાવડીયાએ હિન્દુ ધર્મપ્રેમી તમામને અપીલ કરી છે કે ક્યાંયે ઉત્સાહ કે ઉન્માદના અતિરેકમાં આવીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી આપણે તમામે રાખવાની છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કોઇની હાર કે કોઇની જીતનો વાદ વિવાદ હોઇ ન શકે. આપણી આસપાસ, આપણા પ્રદેશમાં, આપણા દેશમાં કોમી એખલાસભર્યો માહોલ જળવાયેલો રહે એની જવાબદારી આપણા સૌની છે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4760

માહિતી બ્યૂરો, ગુજરાત સરકાર, સૂરત તરફથી

સુરત શહેરમાં ઈદે મિલાદનો ધાર્મિક પર્વ મુસ્લીમ બિરાદરો તરફથી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ દરમિયાન શહેર મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જોડાતા હોવાથી મુખ્ય માર્ગ ઉપર વાહનોની અવર-જવરના કારણે ટ્રાફીક નિયમન સરળતાથી થઈ શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે તે માટે સુરત શહેરના પો.કમિશનરશ્રી આર.બી.બ્રહ્મભટ્ટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર કમિશ્નરેટ વિસ્તારમાં શહેરના મુખ્ય રાજમાર્ગ દિલ્હીગેટ થી ભાગળ, લાલગેટ, ચોક બજાર ચાર રસ્તા, ગાંધીજીની પ્રતિમાંથી વિવેકાનંદ સર્કલ સુધી અને ત્યાંથી ગાંધીજીની પ્રતિમા થઈ સાગર હોટલ, બડેખા ચકલા ખ્વાજાદાના દરગાહ સુધીનો રોડ તથા પખાલીવાડથી બડેખા ચોકી સુધી અને હિઝડાવાડ સર્કલથી બડેખા ચોકી થઈ મોમનાવાડ, ગોપીપુરા હનુમાન ચાર રસ્તા થઈ સગરામપુરા ચોકી બાલાપીર દરગાહ સુધીના રસ્તા પર તા.૧૦/૧૧/૨૦૧૯ના બપોરના ૧૨.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.           

વિકલ્પરૂપે આ તારીખ અને સમય દરમિયાન સ્ટેશન તરફથી આવતા વાહનો દિલ્હીગેટ થઈ રીંગરોડ તરફ જઈ શકશે. તેમજ હોપપુલ તરફથી આવતા વાહનો મુગલીસરા થઈને જઈ શકશે. તેમજ મક્કાઈપુલ તરફથી ચોકબજાર તરફ જતા વાહનો મકાઈપુલથી ટર્ન લઈ નાનપુરા માછીવાડ નવો રોડ તથા ટીમલીયાવાડ તરફ જઈ શકશે. પોલીસ વાહનો, એમ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહોને મુકિત આપવામાં આવી છે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18080

UTU કેમ્પસમાં ક્રિસમસમાં કલ્ચરલ કાર્નિવલ : માણવા જેવો સાંસ્કૃતિક જલસો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી ક્રિસમસ દરમિયાન સૂરતના બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા સંકુલ ખાતે કલ્ચરલ કાર્નિવલ યોજાશે. કલ્ચરલ કાર્નિવલ એટલે કે સાંસ્કૃતિક જલસો અને આ સાંસ્કૃતિક જલસાનું અધિકૃત નામ છે. 35મો રાષ્ટ્રીય સ્તરનો યુવા મહોત્સવ જેમાં પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓની એક એકથી ચઢીયાતી પ્રતિભાઓ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મંચ પરથી પોતાની પ્રતિભા રજૂ કરશે. 34મો યુથ ફેસ્ટિવલ ચંડીગઢ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. હવે 35મો વેસ્ટર્ન યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ સૂરત નજીકની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે.

એસોશીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી તેમજ ભારત સરકારના ખેલ અને યુવા મંત્રાલય દ્વારા આયોજિત પશ્ચિમ ભારતના ઉચ્ચ શિક્ષણને આવરી લેતા 35માં યુવા મહોત્સવના યજમાન તરીકે સૂરરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી કેમ્પસ, માલિબા સંકુલની પસંદગી કરવામાં આવી છે. પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે તા.27થી 31મી ડિસેમ્બર 2019ના રોજ યોજાશે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીની સ્થાપનાના ફક્ત 6 વર્ષમાં જ કેન્દ્ર સરકારની પશ્ચિમ ભારતની સૌથી મોટી યુનિવર્સિટી ઇવેન્ટ મળી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મનોરમ્ય સંકુલમાં આયોજિત થનારા વેસ્ટર્ન રિજિયન યુનિવર્સિટી યુથ ફેસ્ટની 5 દિવસની ઇવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 135 યુનિવર્સિટીઓના 3000થી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી કોમ્પિટિશન્સમાં પોતાનું કૌવત-કૌશલ, સ્કીલ વગેરેનું નિદર્શન કરશે.

કઇ કઇ પ્રતિયોગિતાઓ યોજાશે?

રાષ્ટ્રીય સ્તરના આ યુવા મહોત્સવમાં સંગીત, નૃત્યકળા, સાહિત્ય, ફાઇન આર્ટસ તેમજ નાટ્ય કળા મળીને કુલ 5 વિભાગમાં 27 સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં શેરી નાટક, એકાંકી સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ કોમ્પિટીશન, વાદ-વિવાદ, ચર્ચા, ક્વીઝ વગેરેનું આયોજન કરવામાં આવશે.

પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટમાં વિવિધતામાં એકતા જોવા મળશે. પશ્ચિમ ભારતની એકએકથી ચઢીયાતી વિદ્યાર્થી પ્રતિભાઓને ઉકા તરસાડીયા યુનિવર્સિટી મંચ આપશે. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જોવા-માણવાનો લહાવો મળશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના આ રાષ્ટ્રીય યુવા મહોત્સવના મૂલ્યાંકન માટે ભારત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ બાહ્ય જગતના ખ્યાતનામ કલાકારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વડા ડો. દિનેશ શાહ તેમજ ટ્રસ્ટી મંડળના ઉદેશને ધ્યાનમાં રાખીને આ પાંચ દિવસીય યુવા મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ કટિબદ્ધ છે. આયોજનમાં અગ્રેસર તરીકે ડો. રોઝી પટેલ તથા તેમની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

October 29, 2019
md_drug.jpg
1min6580

દિવાળીના તહેવારોની આડમાં ટ્રેન મારફતે મુંબઇ પહોંચાડવામાં આવી રહેલા ડ્ર્ગ્સના મોટા કન્સાઇન્મેન્ટને સૂરત રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજે 3.5 કરોડની જંગી કિંમતના આ જથ્થાને બે શખ્સો ટ્રેન મારફતે મુંબઇ લઇ જઈ રહ્યા હતા.

Symbolic Photo

સુરતમાં ફરી બે શખસો ભારે ભરખમ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. સુરત ટ્રેનમાંથી રૂ.૩.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

ડીઆરઆઈની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. અને આ ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ૭.૫ કિલો હતો કે જેની બજારમાં કિંમત ૩.૫ કરોડ જેટલી થાય છે. ડ્રગ્સને લઈ બે શખસો ટ્રેનમાં હતા. આટલા ભારે જથ્થામાં ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ લઈ જવાતું હતું. જે બે શખશો ઝડપાયા એ હરિયાણાના રહેવાસી છે અને તે મુંબઈ આ ડ્રગ્સને ડિલિવરી કરવાના હતા પરંતુ એ પહેલા સુરતમાં તેનું સુરસુરિયું થઈ ગયું અને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

October 26, 2019
Indian_currency.jpeg
1min4450

સુરતમાંથી બોગસ ચલણી નોટ છાપતાં વધુ 5 ઝડપાયા: નોટો છાપવાનુ યુ-ટયુબમાંથી શિખ્યા’તા

સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ-ટયુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી.

એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ 5 આરોપીની ધરપકડ કરી છે.

બે દિવસ પહેલાં જ વડોદરા શહેર એસઓજી પોલીસે રૂ. 87500ની 500ના દરની બનાવટી નોટો સાથે અભિષેક વિવેકભાઇ સુર્વે અને સુમિત મુરલીધર નામ્બીયારની ધરપકડ કરી હતી. પોલીસે બન્નેની પૂછપરછ કરતા તપાસનો રેલો સુરતના એ.કે રોડ પરની રૂપમ સોસાયટી સુધી પહોંચ્યો હતો. જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડી નકલી નોટોના કોભાંડના ભેજાબાજ આશિષ ધનજીભાઇ સુરાણી, સંજય વિનોદભાઇ પરમાર, કુલદિપ કિશોરભાઇ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઇ માંગુકીયા અને વિશાલ વલ્લભભાઇ સુરાણીની ધરપકડ કરી હતી. અને પોલીસે બે કલર પ્રિન્ટર, કોરા કાગળો અને બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હીરાના વેપારમાં મંદી હોવાથી પાંચેય યુવાનોએ ભેગા મળી બનાવટી નોટો છાપવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેમાં માસ્ટર માઇન્ટ સંજય પરમારે યુ ટયૂબ પર એક નોટો છાપવા માટેનો વીડિયો સર્ચ કર્યો હતો. વીડિયોમાં નોટો છાપવાની એકદમ સરળ પદ્ધતિ શોધી કાઢી હતી. ત્યારબાદ સંજયે ખરીદેલા લેપટોપ તથા પ્રિન્ટરમાં 100 અને 500ના દરની અસલી નોટો પહેલા સ્કેન કરી હતી. અને ત્યારબાદ કલર પ્રિન્ટરમાં છેલ્લા ચાર મહિના અંદાજીત બે લાખ રૂપિયાની બનાવટી છાપી દીધી હતી. ભેજાબાજ યુવાનોએ સુરતમાં વિવિધ સ્થળોએ નોટ વટાવવાનો પ્રયા કર્યો હતો. પરંતુ સફળ થયા ન હતા.

સંજય પરમાર કાવતરાનો માસ્ટર માઇન્ડ છે. જેણે આશિષ સાથે મળી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું અને ત્યારબાદ 100 અને 500ના દરની 1.60 લાખની બનાવટી નોટો છાપી, રૂ. 50,000માં આભિષેક માંગુકીયાને આપી હતી. અભિષેકે 1.60 લાખની બનાવટી નોટો કુલદીપ રાવલને આપી અને કુલદિપે અઢી માસ પહેલા પોરબંદરના અર્જુન મેર આ બનાવટી નોટો પધરાવી દીધી હતી. જેની સામે કુલદિપે રૂ. 50,000 લીધા હતા. જોકે આ નોટો બજારમાં વટાવી ન શકતા અર્જુન મેરએ 87,500ની બનાવટી નોટો કુલદિપને પરત કરી હતી. જેમાંથી રૂ. 35000ની બનાવટી નોટો વડોદરાના અભિષેક સુર્વેને આપી હતી.

October 24, 2019
stta2-1280x960.jpg
1min13550

દિલ-દિમાગમાંથી સૌરાષ્ટ્રવાસીઓ દિલની પસંદગી કરતા હોય : SMC કમિશનર બંછાનિધી પાની

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર દિવાળી હોય છે અને દિવાળીના તહેવાર પૂર્વે જ સૂરત શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાનીએ ખુશીઓના પટારા એક એવું અભિયાન છેડ્યું કે જેમાં સૂરતવાસીઓને હાકલ કરી હતી કે સારી ગુણવત્તાની કોઇપણ ચીજવસ્તુઓ સૂરતવાસીઓ ઇચ્છે તો અન્ય ગરીબ, મજદૂર વર્ગમાં એ ખુશીનું કારણ બની શકે. સૂરત મહાનગરપાલિકાના ખુશીઓના પટારાને જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (STTA) દ્વારા સૂરત મહાનગરપાલિકા પ્રેરિત ખુશીઓનો પટારો અભિયાન માટે 3000 પીસ બિલકુલ નવા સાડી, ડ્રેસ મટિરિયલ તેમજ સ્વીટ બોક્સનો જથ્થો સૂરત મહાનગરપાલિકાની ટીમને અર્પણ કરવામાં આવ્યો હતો. સૂરતના મેયર ડો. જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, ડે.કમિશનર શ્રીમતી ગાયત્રીબેન જરીવાળા, શ્રી પિન્કી દેસાઇએ આ ચીજવસ્તુઓનો સ્વીકાર કર્યો એ વેળાની તસ્વીર. કાર્યક્રમ સારોલી સ્થિત રાધારમણ માર્કેટના લોઅર ગ્રાઉન્ડ ફ્લોર ખાતે STTAની કચેરીમાં યોજાયો – C.I.A. Live

સુરત મહાનગરપાલિકાના ખુશીઓના પટારા અભિયાનની જાણ સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનને ગણતરીના દિવસો પૂર્વે થઇ અને સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના વેપારીઓએ ખૂબ ટૂંકાગાળાની નોટિસમાં પોતાની દુકાનોમાંથી બિલકુલ નવા, ફ્રેશ સ્ટોકમાંથી સાડી અને ડ્રેસ મટિરીયલ્સ કાઢી કાઢીને સૂરત મહાનગરપાલિકા પ્રેરિત ખુશીઓના પટારા અભિયાન માટે આપવા માંડ્યા.

સૂરત બારડોલી રોડ પર સારોલી નજીક રાધા-રમણ ટેક્ષટાઇલ માર્કેટમાં સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોશીએશનની હાકલથી ખુશીઓના પટારા માટે એકત્રિત કરવામાં આવેલી બિલકુલ નવી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સનો ઢગલો થઇ ગયો અને જોતજોતામાં 3000 હજાર આર્ટિકલ્સ ગરીબોની દિવાળી સાર્થક કરવા માટે સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ વેપારીઓએ આપ્યા.

સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી હિંમતભાઇ ભાતીયા, શ્રી શૈલેષભાઇ ગાંગાણી તેમજ અન્યોએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને ખુશીઓના પટારા અભિયાન અંગે થોડી વહેલી ખબર પડી હોત તો તેઓ હજુ વધુ પ્રમાણમાં બિલકુલ નવી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ એકત્રિત કરીને વિતરીત કરી શક્યા હોત. આગામી વર્ષે બિલકુલ તૈયાર કીટ કે જેમાં લેડીઝ, જેન્ટસ અને કીડ્સના કપડા ઉપરાંત મીઠાઇનું બોક્સ પણ હશે.

1500-2000 સુધીની સાડીઓ ખુશીઓના પટારામાં જોઇને કમિશનર પણ અચરજ પામ્યા

દિનેશ નાવડીયાએ STTAના વેપારીઓ અને સૂરત મહાનગરપાલિકા વચ્ચે કડીરૂપ ભૂમિકા

સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા એકત્રિત થયેલા સાડી, ડ્રેસ મટિરિયલને સૂરત મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવાના એક પ્રતિકાત્મક કાર્યક્રમમાં સૂરતના મેયર ડો.જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની તેમજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેેશભાઇ નાવડીયાને તેડાવાયા હતા. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ STTAના વેપારીઓ અને સૂરત મહાનગરપાલિકા વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમની હાજરીમાં કમિશનર શ્રી બંછાનિધીએ સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોશીએશન દ્વારા આપવામાં આવેલી બિલકુલ નવી સાડીઓ, નવા ડ્રેસ મટિરિયલ્સ જોઇને અચરજ વ્યક્ત કર્યું હતું. આ સ્ટોકમાં રૂ.1500થી 2000ની એવી અનેક સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ પણ હતા. તેની સાથે વેપારીઓએ નાનખટાઇના બોક્સ પણ આપ્યા હતા.

દિલ-દિમાગમાંથી પસંદગી કરવાની હોય તો સૌરાષ્ટ્રવાસી દિલની પસંદગી કરતા હોય છે

સૌરાષ્ટ્રવાસી ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા પાલિકા પ્રેરિત ખુશીઓનો પટારો અભિયાન માટે આપવામાં આવેલી ચીજવસ્તુઓનો સ્વીકાર કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું કે લાખો રૂપિયાનો માલ આ પ્રકારે ગરીબો માટે સૌરાષ્ટ્રવાસી જ આપી શકે. તેઓ દિલથી કામ લેતા હોય છે. દિલ અને દિમાગની પસંદગી કરવાની હોય તો સૌરાષ્ટ્રવાસીઓ દિલની પસંદગી કરતા હોય છે.

સારોલી સ્થિત રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને સૌરાષ્ટ્રવાસી અગ્રણી મનીષભાઇ કાપડીયાએ કર્યું હતું.

October 24, 2019
sgcci_rcep-1280x853.jpg
1min5320

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એક અખબારી યાદીમાં જણાવે છે કે, ચેમ્બર દ્વારા રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતિષ મોદીની આગેવાની હેઠળ મંગળવારે, તા. રર ઓકટોબર ર૦૧૯ના રોજ સાંજે ૬ઃ૦૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘આરસેપ’ની ચર્ચા કરવા માટે મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ટેક્ષ્ટાઇલ ઉપરાંત ડેરી એન્ડ એગ્રીકલ્ચર અને એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતીષ મોદી

ચેમ્બરના રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતીષ મોદીએ સર્વેને આવકારી ‘આરસેપ’ વિશે સૂચનો આપવા માટે અનુરોધ કર્યો હતો. ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ તેમજ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શ્રી રજનીકાંત મારફતિયાએ જણાવ્યુ હતુ કે, આરસેપને કારણે ચાઇના સસ્તા ભાવે તેની પ્રોડકટનું ભારતમાં વેચાણ કરશે. આથી નાના વેપારીઓ તો ખતમ થઇ જશે. બિઝનેસમાં ટકી રહેવા માટે નાના વેપારીઓએ એક પ્લેટફોર્મ પર આવીને કલસ્ટર નાંખવા પડશે અને એક જ સ્થળે સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડકટનું ઉત્પાદન કરવુ પડશે. સાથે જ નોન ટેરીફ બેરીયર્સ માટે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે.

ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રોહિત મહેતા

ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રોહિત મહેતાએ જણાવ્યુ હતુ કે, ચાઇના તથા અન્ય દેશોની ભારતમાં રહેલી કોન્સ્યુલેટ ઓફિસો દ્વારા ટ્રેડ માટેના પણ પ્રયાસ કરવામાં આવે છે. જયારે આપણા દેશની અન્ય દેશોમાં આવેલી કોન્સ્યુલેટ ઓફિસો દ્વારા આવા કોઇ પ્રયાસ થતા હોય તેવુ દેખાતુ નથી. આપણી મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી કવોલિટી પ્રોડકશનના ઇશ્યુ સામે સર્વાઇવ કરી રહી છે ત્યારે આરસેપને કારણે આ ઇન્ડસ્ટ્રી પૂર્ણપણે અસરગ્રસ્ત થઇ જશે. આથી આપણા દેશની પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે બધા દેશો માટે એકજ લાયસન્સ જેવી પદ્ધતિ સરકાર દ્વારા લાવવામાં આવવી જોઇએ.

ડેરી ઇન્ડસ્ટ્રીના હિમાંશુ મહેતા

ડેરી ઇન્ડસ્ટ્રીના શ્રી હિમાંશુ મહેતાએ જણાવ્યુ હતુ કે, સરકારે ડેરી – એગ્રીકલ્ચર અને ટેક્ષ્ટાઇલને આરસેપમાંથી બહાર રાખવુ જોઇએ. ડેરીમાં આપણે ત્યાં એવી પદ્ધતિ છે કે પશુપાલક દુધને નાની મંડળી સુધી પહોંચાડે છે અને ત્યારબાદ તે દુધ મોટી મંડળી સુધી પહોંચે છે. જેથી લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટેશનને કારણે પ્રોડકટની કોસ્ટ વધી જાય છે. જયારે ન્યુઝીલેન્ડ તથા અન્ય દેશોમાં એકજ સ્થળે હજારો પશુઓને રાખીને દુધ કાઢવામાં આવે છે. આથી ‘આરસેપ’ બાદ આપણી ઇન્ડસ્ટ્રી કોઇપણ પ્રકારે અન્ય દેશો સામે ટકી શકશે નહીં.

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના સંદીપ દુગ્ગલે

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના શ્રી સંદીપ દુગ્ગલે જણાવ્યુ હતુ કે, આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને માઠી અસર થશે. ભારતમાં જે વિવિધ ચીજવસ્તુઓનું પ્રોડકશન થઇ રહયુ છે તે બંધ થઇ જશે. પ્રોડકશન માર્કેટ ખતમ થઇ જશે અને ભારત કન્ઝમ્પ્શન માર્કેટ બની જશે. જો કે, આ કરારને કારણે ભારતમાં બનતી પ્રોડકટને ચાઇના સિવાયના અન્ય ૧૪ દેશોમાં ઝીરો ડયુટીથી એક્ષ્પોર્ટ કરવાની પણ તક ઉભી થશે. પણ જો ભારતની પ્રોડકટ અન્ય દેશોમાં વેચાશે નહીં તો ભારતનો બિઝનેસ સંપૂર્ણપણે ખતમ થઇ જશે.

ચેમ્બરની એમએસએમઇ સેકટર કમિટીના ચેરમેન પંકજ ત્રિવેદી

ચેમ્બરની એમએસએમઇ સેકટર કમિટીના ચેરમેન તેમજ એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શ્રી પંકજ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, આરસેપને કારણે એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રી પણ ખતમ થઇ જશે. આમ પણ ભારતમાં દર વર્ષે એન્જીનિયરીંગ ક્ષેત્રે પ્રોડકશન ઘટી રહયુ છે. પ્રોડકશન ૩૭ ટકાથી ઓછુ થઇ જશે તો એક પ્રકારે ગુલામ થતા જઇશું. આથી હાલ પણ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે ટેકનોલોજી અપગ્રેડેશન કરવુ જ પડશે અને ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડકટ બનાવવી પડશે.

એક્ષ્પોર્ટર પ્રકાશ મહેતા

એક્ષ્પોર્ટર શ્રી પ્રકાશ મહેતાએ જણાવ્યુ હતુ કે, ચાઇના વિશ્વમાં અન્ય દેશોમાં નહીં પણ માત્ર ભારતમાં જ તેની પ્રોડકટ વેચવા માટે આતુર છે. તેની પાસે જે વધારે પડતુ ઉત્પાદન થઇ ચૂકયું છે તેને ભારતમાં જ ડમ્પ કરવાની ફિરાકમાં છે. આરસેપ કરાર થતાની સાથે જ તે આખુ ઉત્પાદન ભારતમાં ડમ્પ કરી દેશે. જેથી ભારતમાં મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી બંધ થઇ જવાની શકયતાને નકારી શકાય નહીં.

અંતે મિટીંગનો ટૂંકમાં સાર રજૂ કરતા સીએ મિતીષ મોદીએ જણાવ્યુ હતુ કે, આરસેપ તમામ ઇન્ડસ્ટ્રીને અસરગ્રસ્ત કરી નાંખે તેમ છે. પરંતુ જો કદાચ આરસેપ લાગુ થઇ જાય તો ઇન્ડસ્ટ્રીને ટકી રહેવા માટે નોન ટેરીફ બેરીયર્સ જેવા કે સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવામાં આવે, ઇન્ડસ્ટ્રીને ફાયનાન્શીયલ સપોર્ટ કરવામાં આવે અને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં આવે, પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે બધા દેશો માટે એકજ લાયસન્સ પદ્ધતિ સરકાર દ્વારા લાવવામાં આવે તેમજ અન્ય દેશોમાં ભારતની હાઇ કમિશનરની ઓફિસો દ્વારા ટ્રેડના પ્રમોશન માટે ડેટા પ્રોવાઇડ કરવામાં આવે વિગેરે મામલે ચેમ્બર દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે.