CIA ALERT
28. April 2024
October 26, 20191min2820

Related Articles



સુરતમાં બોગસ ચલણી નોટ છાપતાં વધુ 5 ઝડપાયા

Share On :
Print Friendly, PDF & Email

સુરતમાંથી બોગસ ચલણી નોટ છાપતાં વધુ 5 ઝડપાયા: નોટો છાપવાનુ યુ-ટયુબમાંથી શિખ્યા’તા

સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ-ટયુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી.

એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ 5 આરોપીની ધરપકડ કરી છે.

બે દિવસ પહેલાં જ વડોદરા શહેર એસઓજી પોલીસે રૂ. 87500ની 500ના દરની બનાવટી નોટો સાથે અભિષેક વિવેકભાઇ સુર્વે અને સુમિત મુરલીધર નામ્બીયારની ધરપકડ કરી હતી. પોલીસે બન્નેની પૂછપરછ કરતા તપાસનો રેલો સુરતના એ.કે રોડ પરની રૂપમ સોસાયટી સુધી પહોંચ્યો હતો. જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડી નકલી નોટોના કોભાંડના ભેજાબાજ આશિષ ધનજીભાઇ સુરાણી, સંજય વિનોદભાઇ પરમાર, કુલદિપ કિશોરભાઇ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઇ માંગુકીયા અને વિશાલ વલ્લભભાઇ સુરાણીની ધરપકડ કરી હતી. અને પોલીસે બે કલર પ્રિન્ટર, કોરા કાગળો અને બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હીરાના વેપારમાં મંદી હોવાથી પાંચેય યુવાનોએ ભેગા મળી બનાવટી નોટો છાપવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેમાં માસ્ટર માઇન્ટ સંજય પરમારે યુ ટયૂબ પર એક નોટો છાપવા માટેનો વીડિયો સર્ચ કર્યો હતો. વીડિયોમાં નોટો છાપવાની એકદમ સરળ પદ્ધતિ શોધી કાઢી હતી. ત્યારબાદ સંજયે ખરીદેલા લેપટોપ તથા પ્રિન્ટરમાં 100 અને 500ના દરની અસલી નોટો પહેલા સ્કેન કરી હતી. અને ત્યારબાદ કલર પ્રિન્ટરમાં છેલ્લા ચાર મહિના અંદાજીત બે લાખ રૂપિયાની બનાવટી છાપી દીધી હતી. ભેજાબાજ યુવાનોએ સુરતમાં વિવિધ સ્થળોએ નોટ વટાવવાનો પ્રયા કર્યો હતો. પરંતુ સફળ થયા ન હતા.

સંજય પરમાર કાવતરાનો માસ્ટર માઇન્ડ છે. જેણે આશિષ સાથે મળી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું અને ત્યારબાદ 100 અને 500ના દરની 1.60 લાખની બનાવટી નોટો છાપી, રૂ. 50,000માં આભિષેક માંગુકીયાને આપી હતી. અભિષેકે 1.60 લાખની બનાવટી નોટો કુલદીપ રાવલને આપી અને કુલદિપે અઢી માસ પહેલા પોરબંદરના અર્જુન મેર આ બનાવટી નોટો પધરાવી દીધી હતી. જેની સામે કુલદિપે રૂ. 50,000 લીધા હતા. જોકે આ નોટો બજારમાં વટાવી ન શકતા અર્જુન મેરએ 87,500ની બનાવટી નોટો કુલદિપને પરત કરી હતી. જેમાંથી રૂ. 35000ની બનાવટી નોટો વડોદરાના અભિષેક સુર્વેને આપી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :