CIA ALERT

Slider Archives - Page 390 of 492 - CIA Live

March 15, 2019
mehul_modi.jpg
1min18860

ભલે નરેન્દ્ર મોદી પાસે પી.એચડી.ની ડિગ્રી નહીં હોય પરંતુ, તેમની કામગીરી પર રિસર્ચ કરનાર સુરતના યુવાન વકીલ મેહુલ ચોક્સીએ તૈયાર કરેલા મહાનિબંધને સ્વીકારીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ જગતની સર્વોચ્ચ ડિગ્રી પી.એચડી. એનાયત કરી છે. વિશ્વમાં પહેલી વખત બનેલી ઘટનામાં શ્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિ પર પી.એચડી.ની ડિગ્રી એનાયત થઇ હોય.

નરેન્દ્ર મોદી પર પી.એચડી. કરનાર મેહુલભાઇ ચોક્સીએ સી.આઇ.એ.લાઇવ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે તા.19મી એપ્રિલ 2010ના રોજ તેમના પી.એચડી. પર સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. યુનિ.ના એમ.પી.એ. ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર શ્રી ડો.નિલેશ જોશી તેમના પી.એચડી.ગાઇડ હતા. તેમણે સરકારી સિસ્ટમમાં પોલિટીકલ લિડરની ભૂમિકા, યોજનાઓનું અમલીકરણ, ખાનગી લોકો સાથે લોકભાગીદારી વગેરે જેવા મુદ્દાઓને સાંકળી લઇને થીસીસ તૈયાર કરી હતી.

(નરેન્દ્ર મોદીના ગવર્નન્સ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પી.એચડી.ની ડિગ્રી એનાયત કરી છે)

સુરતના યુવાન ધારાશાસ્ત્રી મેહુલ ચોકસીએ જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેમનું પી.એચડી. શરૂ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા. જ્યારે તેમનું પી.એચડી. પૂરું થયું એટલે કે પી.એચડી. નોટિફિકેશન વીર નર્મદ યુનિવર્સિટીએ ઇશ્યું કર્યું ત્યારે એ તારીખ 13મી માર્ચ 2019ના રોજ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે બિરાજી રહ્યા છે.

March 15, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min8130

ભારતમાં જ નહીં બલ્કે વિશ્વમાં નરેન્દ્ર મોદી સુપર હિરોની ઇમેજ ધરાવી રહ્યા છે, મોદીના નામ પર આજે ભારતમાં કંઇપણ વેચાય જાય છે, કેટલાક ધંધાદારીઓએ ફેસબુક પર મોદીના ફોટા અને નામ પર ધંધા શરૂ કરી દીધા હતા

ફેસબુકની એડ લાઇબ્રેરી પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી મોદીની ઇમેજ એન્કેશ કરવાનો ધંધો કરી રહ્યા છે

ભારતમાં નરેન્દ્ર મોદીની ઇમેજ કોઇ કાલ્પનિક સુપર હીરો કરતા પણ વધી ગઇ છે, લોકો નરેન્દ્ર મોદીને રોબિનહુડ, સુપરમેનથી લઇને ભગવાનનું માનવીય સ્વરૂપ માનવા લાગ્યા છે, સારી બાબતોની સાથે કેટલીક નરસી બાબતો પણ જોડાયેલી છે એમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વહેણમાં પોતાની બ્રાન્ડ વહાવીને રોકડી કરવા માંગતો તત્વો પણ મોદીની ઇમેજને બેરોકટોક પણે એન્કેશ કરી રહ્યા હતા. જેને ફેસબુકે બંધ કરાવ્યા છે.

સોશિયલ મીડિયામાં મોદીના ફોટાની આડમાં કમાણી કરવા માંગતી નાની બ્રાન્ડ્સ અને કેટલાક સ્માર્ટ કૌભાંડીઓ મોદીની લોકપ્રિયતાનો દુરુપયોગ કરી રહ્યા છે. ફેસબુકની એડ પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી તેમની લોકપ્રિયતામાંથી રોકડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રોડક્ટ્સ અને સર્વિસિસની એડ્ માટે મોદીના ફોટાનો ઉપયોગ કરનારી અન્ય ફર્મ્સમાં ફ્રેશર્સ ગ્રૂપ, ટુડે વોકિન્સ, ગવર્મેન્ટ જોબ્સિફાય, ઓમ નૌકરી અને પ્રાઇવેટ જોબ્સ જેવા જોબ સર્ચ અને રિક્રુટમેન્ટ પોર્ટલ્સ સામેલ છે.

મોદીના ફોટાનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરાતો હોવાની ફરીયાદો મળતા જ ફેસબુકે આખરે આ તમામ ફેક જાહેરાતોને હટાવી દીધી છે. કંપનીએ જણાવ્યું હતું કે, એડ્ મુકાયા પછી જાણ થઈ હતી કે, વડાપ્રધાન જેવા રાષ્ટ્રીય મહત્ત્વના વ્યક્તિ સાથે સંકળાયેલી છે. ફેસબુક પરની એક એડ્માં બે હાથમાં પિસ્તોલ અને પીઠ પર મોટી બંદૂક સાથેના વ્યક્તિના ચહેરા પર મોદીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાંથી બહાર નીકળતા એ વ્યક્તિએ કાઉબોય હેટ અને કાળાં ચશ્માં પહેર્યાં હતાં. આ ₹799ના ‘PubG વાળાં ચશ્માં’ની એડ્ હતી, જેમાં મોદીનો ઉપયોગ કરાયો હતો.

ઓનલાઇન પેરેન્ટિંગ પ્લેટફોર્મ્સ બેબીચક્ર અને હેલોફીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) અને ગર્ભવતી મહિલાની બાજુમાં વડાપ્રધાન મોદીનો ફોટો દર્શાવ્યો હતો. વાસ્તવમાં તો હેલોફીની સોશિયલ મીડિયા એડ્માં દાવો કરાયો હતો કે, તે ભારત સરકારની પ્રેગનન્સી એપ્લિકેશન હતી.

બેબીચક્ર અને હેલોફીને અનુક્રમે ઇક્વાનિમિટી વેન્ચર્સ અને ઓમિડ્યાર નેટવર્ક જેવા રોકાણકારોની છાયામાં રહીને બંને કંપનીએ કુલ 25 જેટલી જાહેરાતો પાછળ ₹15 લાખ જેટલો ખર્ચ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ, 1950 મુજબ વ્યાવસાયિક હેતુ માટે વડાપ્રધાન મોદીના નામ અને તસવીરના ઉપયોગ પર પ્રતિબંધ છે. 2016માં એડ્ માટે વડાપ્રધાન મોદીની તસવીરનો ઉપયોગ કરવા PayTM અને રિલાયન્સ જિયોને કડક ઠપકાનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય (PMO) અને ભાજપના અમિત માલવિયાને મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો. બેબીચક્ર અને હેલોફીએ પણ કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

મોદીના ફોટાનો ઉપયોગ કરતી કેટલીક એડ્ શંકાસ્પદ અને છેતરપિંડીવાળી હતી. જેમ કે, ડિજિટલ ઇન્ડિયા મોબાઇલ્સ નામના એક ફેસબુક પેજ પર વડાપ્રધાને લોન્ચ કરેલી યોજનાના નામે ₹499માં સ્માર્ટફોનનું વેચાણ થતું હતું. 

વાસ્તવમાં સરકારે આવી કોઈ સ્કીમ લોન્ચ કરી નથી. એવી રીતે ‘પ્રધાનમંત્રી યોજના’ અને ‘જનધન યોજના’ના અન્ય પેજમાં PayTM એકાઉન્ટમાં ₹99 ટ્રાન્સફર કરી સ્માર્ટફોન મેળવી શકાતો હોવાનો દાવો કરાયો હતો. આવા પેજ પર યુઝર્સને .TK ડોમેનવાળી વેબસાઇટ્સ પર લોગ-ઈન કરવાનું જણાવાય છે. ઘણા કિસ્સામાં આવી વેબસાઇટ્સનો ઉપયોગ કૌભાંડીઓ કરતા હોય છે.

March 14, 2019
smpp-bulletproof-jackets_650x400_51523292050.jpg
1min7650
  • ભારતની કંપની SMPPને આર્મી માટે બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે રો મટિરીયલ સપ્લાયર યુરોપીયન દેશો  હતા
  • ભારતની કંપની SMPPએ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળી ગયા બાદ રો મટિરીયલ સપ્લાય તરીકે ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપી દીધો
  • ચાઇનીઝ માલમાંથી બનેલા 10000 બુલેટ પ્રુફ જેકેટ્સ આર્મી માટે સ્વીકારી પણ લેવાયા

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને બચાવવા માટે ચીને ખુલ્લંખુલ્લા પ્રયાસો કર્યા, ભારત સાથે હરહંમેશ દગાખોરી કરતા આવેલા ચીનની કંપનીઓ જ ભારતના 1.80 લાખ સૈનિકો માટેના બુલેટ પ્રુફ જેકેટ્સ બનાવવા માટેનું મટિરીયલ સપ્લાય કરી રહી છે. ચીનની કંપનીઓને કમસેકમ રૂ.500 કરોડ ઉપરાંતનો ઓર્ડર આપવાાં આવ્યો છે. ભારતની કંપની SMPPને 1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પછી 2018માં એપ્રિલમાં ઓર્ડર મળ્યા પછી કંપનીએ સપ્લાયર્સ બદલી નાંખ્યા છે અને હવે ચાઇનીઝ કંપનીઓ કંપનીઓ 1,80,000 બુલેટપ્રુફ જેકેટના ઓર્ડર માટે કાચા માલનો મુખ્ય સ્રોત છે.

( symbolic photo of bulletproof jackets)

મસૂદ અઝહર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો છે, જે 14 ફેબ્રુઆરીના પુલવામા સહિત ભારતમાં થયેલા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. સરકાર બુલેટપ્રૂફ જેકેટ્સના ઓર્ડરને સૈનિકો માટેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યું છે. કારણ કે અગાઉની સરકારે લશ્કરને આવા જેકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મુજબ જેકેટનું 40 ટકા મટિરિયલ કાપડ અને બોરોન કાર્બાઇડ પાઉડરમાંથી બનેલું છે આ મટિરીયલ સંપૂર્ણપણે ચીનથી આયાત કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટ્સની પસંદગીની પ્રક્રિયામાં ભારતની SMPP કંપનીએ યુરોપ અને અમેરિકાના કાચા માલમાંથી બનેલા જેકેટ્સ નમૂના તરીકે રજૂ કર્યા હતા. અને કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરીને કોન્ટ્રાક્ટ મળ્યા પછી SMPP કંપનીએ સપ્લાયર્સ બદલી કાઢ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફેરફારથી પ્રોડક્ટમાં કોઈ તફાવત નહીં પડે. SMPPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ કંસલે જણાવ્યું હતું કે, હા, અમે સપ્લાયર્સ બદલ્યા છે અને લશ્કરને તેની જાણ પણ કરી છે. તેને લીધે ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે અને જેકેટ્સ ટેસ્ટ કરાયેલાં ધોરણો મુજબનાં જ હશે.

ભારતની SMPP કંપની એ 2018માં ઓર્ડર મળ્યા પછી બેઇજિંગના ચેંગપિંગ જિલ્લામાં આવેલી ચીનની કંપનીઓને ઓછામાં ઓછા ₹26 કરોડ ચૂકવ્યા છે. તેના બદલામાં ચીનની કંપનીઓએ ભારતીય કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે બુલેટપ્રુફ જેકેટ્સ માટેના મટિરિયલની ડિલિવરી કરી છે.

1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ ખરીદવાના આ મસમોટા કામ પેટે ભારતની SMPP કંપનીને ₹60 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુણવત્તા માટે આગના શ્રેણીબદ્ધ ટેસ્ટિંગ પછી 10,000 જેકેટ્સની પહેલી રેકને મંજૂરી પણ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકેટ્સ સ્વીકારતાં પહેલાં તેનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરાયું હતું.

March 14, 2019
pak_jet.jpg
1min7770

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન પણ હાઈ એલર્ટ પર છે. હકીકતમાં પાકિસ્તાને તે પછી ભારતીય સૈન્યની જગ્યાઓ પર હુમલાની કોશિશ પણ કરી હતી. જેને ભારતીય એરફોર્સે નિષ્ફળ બનાવી હતી. હુમલાની કોશિશ કરનાર પાકિસ્તાનના એક F16 જેટને IAFએ તોડી પાડ્યું હતું. જોકે, આ ડોગ ફાઈટમાં ભારતીય પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ 21 બાઈસન પણ ક્રેશ થયું હતું. એ પછી પાકિસ્તાનીઓએ આજે તા.14મી માર્ચ 2019ની સવારે ફરીથી એલ.ઓ.સી. પાસે પોતાના હવાઇજહાજો ઉડાડવાની હરકત કરી હતી. ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાનની આ હરકત સામે એલર્ટ પોઝિશન અખત્યાર કરી લીધી હતી.

આજે સવારે કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LOC પાસે POKમાં પાકિસ્તાનના બે ફાઈટર વિમાન જોવા મળ્યા હતાં. જે પછી ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ મોડમાં લાવી દીધી છે. ભારતીય એર ડિફેન્સના રડાર પર  લાઇન ઓફ કન્ટ્રોલથી દસેક કિ.મીના વિસ્તારમાં બે પાકિસ્તાની એરફોર્સના જેટની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં ફાઈટર જેટનો અવાજ પણ સંભળાયો હતો. ઈન્ડિયન એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ હાઈ એલર્ટ પર છે.

લાઇન ઓફ કન્ટ્રોલની આસપાસ છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનીઓ મિસ્ચીફ કરી રહ્યા છે, આજે જે રીતે પાકિસ્તાનના બે ફાઈટર જેટ ઉડ્ડયન કરી રહ્યાં હતાં એના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ફરી કોઈ અવળચંડાઈ કરી શકે છે.

જો પાકિસ્તાનનું કોઈ જેટ ભારતની સરહદમાં દાખલ થાય તો તેને તરત જ તોડી પડાશે. જોકે, આ મામલે પાક જેટે ભારતની હવાઈ સરહદનું ઉલ્લંઘન નથી કર્યું પરંતુ સરહદ નજીક આશરે 10 કિ.મીના વિસ્તારમાં પાડોશી દેશના ફાઈટર જેટનું આવવું તે પાકિસ્તાન તરફથી ભારતને ઉશ્કેરવાનું પગલું છે.

March 14, 2019
fraud.jpg
1min8390

અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના સંજય દવે નામના પ્રોફેસર સામે સરકારી નોકરીની લાલચ આપીને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવડાવી રૂ. પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ગજવે ઘાલીને છેતરપીંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવવામાં આવી છે. સંજય દવે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 111 બેરોજગાર યુવકો પાસેથી 5 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ઉસેટી લઈને છેતરપિંડી કર્યાની ફરીયાદને પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી એ નોંધાવેલી એફ.આઇ.આર.માં આક્ષેપ કર્યો છે કે અમરેલી કોલેજના અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પણ ઘણાં મહિનાઓ સુધી કોઇ જ પ્રતિસાદ નહીં મળતા કૌશિકએ સંજય દવે પણ દબાણ વધાર્યું હતું. જેને પગલે પ્રો.સંજય દવેએ કૌશિક જોશીને એક ઉપજાવી કાઢેલો બોગસ અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.

બોગસ એપોઇન્ટમેન્ટ લેટરમાં કૌશિક જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનો નિર્દેશ કરાયો છે.

ભાવનગર બી ડીવીઝન પોલીસ ને કૌશિક જોશીએ જણાવ્યુ કે લેટર અંગે તપાસ કરાતાં જાણવા મળ્યું કે એ લેટર સાવ બોગસ છે. વધુ તપાસ દરમિયાન એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી કે સંજય દવેએ આ પ્રકારે જ સૌરાષ્ટ્રના અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. સૌરાષ્ટ્રના કુલ 111 યુવકો સાથે અધ્યાપક સંજય દવેએ છેતરપીંડી કરીને રૂપિયા ઉસેટી લીધાનું જણાય આવ્યું છે.

 

March 14, 2019
chabil.jpg
1min6840

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપાના વિવાદાસ્પદ નેતા જયંતિ ભાનુશાળીના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલે સીઆઈડી ક્રાઈમ સમક્ષ સરેન્ડર કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. ભાનુશાળીનું મર્ડર થયું ત્યારે છબીલ પટેલ અમેરિકામાં હતા. સીઆઈડી ક્રાઈમના દાવા અનુસાર, તેઓ તા.12મી માર્ચે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.

ગઇ તા.8મી જાન્યુઆરીએ ભાજપાના પ્રાદેશિક નેતા જંયતિ ભાનુશાળીનું ભૂજ-દાદર એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ કોચમાં મધરાતે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાતના પોલિટીકલ પ્લેટફોર્મને હચમચાવતી આ રાજકીય હત્યામાં ભાજપના જ અન્ય નેતા અને જયંતિ ભાનુશાળી સાથે દુશ્મનાવટ ધરાવતા છબીલ પટેલનો હાથ હોવાનો સીધો આક્ષેપ ભાનુશાળીના પરિવારજનોએ કર્યો હતો. પરીણામે પોલીસે આ કેસમાં અગાઉ છબીલ પટેલના દીકરાની ધરપકડ કરી લીધી છે

અત્યારસુધી છબીલ પટેલ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપનારા શશિકાંત કાંબલે અને અશરફ શેખ નામના શાર્પશૂટર્સની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ભાજપાના નેતા છબીલ પટેલ ઉપરાંત મનિષા નામની મહિલાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

March 14, 2019
hardik-1.jpg
1min5720
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
March 14, 2019
hardik.jpg
1min15960
લોકસભાની આગામી ચૂંટણી માટે જામનગરની બેઠક માટે હાર્દિક પટેલની સંભવિત ઉમેદવારીના વિરોધમાં પાટીદાર સમાજના કેટલાંક કાર્યકરો દ્વારા ‘ હાર્દિક પટેલ હાય હાય’ના સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાં પ્રવેશ કરતા અને રાજકારણમાં પડતા જામનગરના પાટીદાર સમાજના કેટલાય કાર્યકરો નારાજ થયા છે.
તા.13 માર્ચ 2019ની બપોરે શહેરના રણજીતનગર પટેલ સમાજના ચોકમાં એકત્ર થયાં હતાં અને હાર્દિક પટેલ વિરૂધ્ધ નારા લગાવી હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જામનગર બેઠક માટે હાર્દિક પટેલ ઉમેદવારી કરશે તો પૂરો વિરોધ કરવામાં આવશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સમાજ સાથે કોઇ દ્રોહ નથી કર્યો : હાર્દિક પટેલ
પાસ કન્વીનર હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યો છે. કોંગ્રેસમાં એન્ટ્રી લેતા જ કોંગ્રેસ પક્ષમાં હાર્દિકનું મહત્વ જણાઇ આવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠકમાં પણ પહોંચ્યો હતો, તો સાથે જ તેને જનસભામાં મંચ પર દિગ્ગજ નેતાઓની વચ્ચે સ્થાન મળ્યું હતું. હાર્દિક પટેલની એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત થઇ હતી ત્યારે કોંગ્રેસમાં અચાનક હાર્દિકનું કદ વધુ ગયુ છે  ત્યારે પક્ષ મોવડીઓથી પહેલેથી જ નારાજ અલ્પેશ ઠાકોર અને હાર્દિક વચ્ચે ઘર્ષણ ઉભું થઇ શકે છે.
જો પક્ષમાં હાર્દિકનું કદ વધ્યું તો અલ્પેશ ફરીથી કોંગ્રેસ સામે બાંયો ચઢાવી શકે છે. અહીં નોંધવુ ઘટે કે, લોકસભા ચૂંટણીમાં પોતાના માટે પાટણની અને પત્ની માટે પોતાની વિધાનસભા બેઠકની માંગણી કરવા માટે અલ્પેશ ઠાકોરે છેક દિલ્હી સુધી ધામા નાખ્યા હતા.
દરમિયાન હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે, હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું. પાટીદાર સમાજ સાથે મેં કોઇ દ્રોહ નથી કર્યો. તેણે એમ પણ કહ્યુ ંકે, જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
March 14, 2019
income_tax-1280x853.jpg
1min6790

લોકસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીખર્ચ મોનિટરિંગના ભાગરૂપે રોકડ રકમની હેરફેર પર નજર રાખવા અને બિનહિસાબી રોકડ જપ્ત કરવા માટે આવકવેરા વિભાગે રાજ્યના 33 જિલ્લામાં ટીમની રચના કરી છે. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આપવામાં આવતા કેસ ઉપરાંત કન્ટ્રોલ રૂમ તથા એર ઇન્ટેલિજન્સ દ્વારા પર આવકવેરા વિભાગ બિનહિસાબી રોકડ અને મૂલ્યવાન ધાતુઓની હેરફેર પર નજર રાખશે.

આવકવેરા વિભાગના ડિરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈને બુધવારે જણાવ્યું હતું કે, “લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીખર્ચ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના ભાગરૂપે તમામ રોકડની હેરફેર પર નજર રાખવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી રોકડ રકમ હિસાબી હોવાના પૂરતા પુરાવા આપે તેમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જો બિનહિસાબી રોકડ પકડાશે તો તે નાણાં જપ્ત કરવામાં આવશે અને તેનું એસેસમેન્ટ હાથ ધરાશે અને આવકવેરા કાયદાની કલમ 153(એ) મુજબ નોટિસ, પ્રોસિક્યુશન, પેનલ્ટી અને વ્યાજ સહિતનાં પગલાં લેવામાં આવશે. 1 કિગ્રાથી વધુ મૂલ્યના સોનાના દાગીના કે બુલિયન અને ₹10 લાખથી વધુની રોકડ પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સા ફરજિયાતપણે આવકવેરા વિભાગને સોંપવાના રહે છે.”

આવકવેરા વિભાગે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ ₹4.66 કરોડની રોકડ પકડી હતી જેમાંથી ₹1.39 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને 27 કિગ્રા સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે સમગ્ર રાજ્યમાં છ ઝોનલ હેડ ઓફિસર અને એક સ્ટેટ હેડ ઓફિસની નિમણૂક કરી છે. અમદાવાદમાં બે અને રાજકોટ, સુરત, વડોદરા, વાપીમાં એક-એક ઝોનલ હેડની નિમણૂક કરીને તેમના વિસ્તારના જિલ્લાની વહેંચણી કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક ટીમ બનાવવામાં આવી છે. આવકવેરા વિભાગે 24 કલાક કાર્યરત એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે અને તેમાં જે જિલ્લામાં રોકડની હેરફેર અંગે માહિતી આવે તે રિયલ ટાઇમ તે જિલ્લાની ટીમને ટ્રાન્સમિટ કરવાની સિસ્ટમ રચી છે. રાજ્યનાં 11 એરપોર્ટ પર પણ સર્વેલન્સ માટે એર ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. ચૂંટણી સુધી રોકડની હેરફેર પર નજર રાખવા માટે વિભાગના કુલ ૪૦૪ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઇ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં ₹50,000 કરતાં વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા તેવાહનમાં કોઈ પણ પ્રકારનાં ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે.

આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

March 14, 2019
gst.jpg
1min6350

ચૂંટણી પંચે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નીચા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) દરોના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે વિચારણા કરવા આગામી 19મી માર્ચે નિયત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી બતાવી છે. આ મીટિંગ વિડિયો કૉન્ફરન્સિંગ મારફત યોજાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ચૂંટણી પંચની મંજૂરી મળી જવાને પગલે જીએસટી કાઉન્સિલના સચિવાલય ખાતેથી રાજ્યોને 19મી માર્ચે યોજાનારી કાઉન્સિલની 34મી બેઠકમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. રવિવારથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી ચૂંટણી પંચની મંજૂરી જરૂરી હતી.

અગાઉની મીટિંગમાં ઉચ્ચ-સ્તરીય જીએસટી કાઉન્સિલે બાંધકામ હેઠળના ફ્લૅટો પરના વેરાનો દર પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો હતો તેમ જ નીચલા વર્ગોને પરવડી શકે એવા ભાવના ઘરો પરના ટેક્સનો દર ઘટાડીને એક ટકો કરી નાખ્યો હતો.

હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટી કે રહેવા માટે તૈયાર ફ્લૅટો માટેના પેમેન્ટ પરની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) સાથે 12 ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તૈયાર ફ્લૅટો એવા હોય છે જેમાં વેચાણના સમયે પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું હોતું. પરવડી શકાય એવી રહેવાલાયક યુનિટો (ઘરો) માટે 8 ટકાનો ટેક્સનો દર અત્યારે પ્રવર્તમાન છે.

ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને 97,247 કરોડ રૂપિયા હતું જે આગલા મહિને 1.02 લાખ કરોડ એકત્રિત થયું હતું. ફેબ્રુઆરીના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ 17,626 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) 24,192 કરોડ રૂપિયા, ઇન્ટીગ્રેટેડ જીએસટી 46,953 કરોડ રૂપિયા અને સેસ 8476 કરોડ રૂપિયા હતું.

વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 10.70 લાખ કરોડ રૂપિયાનો જીએસટી એકત્રિત થયો છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક સુધારિત અંદાજોમાં 13.71 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી નાખ્યો છે.

એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા, મેમાં 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઈમાં 96,483 કરોડ રૂપિયા, ઑગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 94,442 કરોડ રૂપિયા, ઑક્ટોબરમાં 1,00,710 કરોડ રૂપિયા, નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 94,725 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતું.

આગામી નાણાકીય વર્ષ (2019-’20) માટે જીએસટી કલેક્શન ટાર્ગેટ 13.71 લાખ કરોડ રૂપિયા નિયત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.