CIA ALERT
19. May 2024
February 27, 20194min8970

Related Articles



બુધવારે સવારથી ભારત-પાક તણાવ દરમિયાનનો શું-શું થયું ? વાંચો અહીં આખો ઘટનાક્રમ

Share On :
Print Friendly, PDF & Email

તા.26મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે એલ.ઓ.સી.પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર કરેલા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એક જવાબદાર ડિજીટલ મિડીયા તરીકે વર્તીને તેમના વાચકો સુધી સતત અને સાચી માહિતી રજૂ કરવા તત્પર છે. અહીં આ સેકશનમાં અમે વિગતવાર અપડેટ આપતા રહીશું.

13:01 (IST), FEB 27
ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ એવી જાહેરાત કરી હતી કે એરસ્પેશ ક્લોઝરના કારણે શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, અમૃતસર અને દહેરાદૂન જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે.
12:42 (IST), FEB 27
પીએમ  મોદી કાર્યક્રમો ટૂંકાવીને સલામતિ સમીક્ષા માટે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી ખાતેના તેમના વિજ્ઞાન ભવન ખાતેના કાર્યક્રમને ટૂંકાવીને તુંરત તેઓ નેશનલ સિક્યુરિટીની રિવ્યુ મિટીંગમાં ધસી ગયા હતા. પાકિસ્તાની જેટ્સ દ્વારા ભારતીય વાયુ સીમામાં ઘૂસીને કરાયેલા આક્રમણને ભારતે ગંભીરતાથી લઇને કેટલાક પગલાં ભર્યા તેની માહિતી તેમણે મેળવી હતી.
12:40 (IST), FEB 27
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પણ તણાવને પગલે અસરગ્રસ્ત થઇ. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે જ્યારે કેટલીક ઉડતી ફ્લાઇટ્સ તેમના ઓરિજિનલ ડેસ્ટિનેશન્સ પર વાળી દેવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા.
12:37 (IST), FEB 27

પાકિસ્તાને પણ લાહોર, મુલતાન, ફૈઝલાબાદ, સિયાલકોટ અને ઇસ્લામાબાદ ખાતેના ફ્લાઇટ્સ ઓપરેશન્સ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને હંગામી ધોરણે સ્થગિત કરી દીધાના અહેવાલો મળ્યા હતા.

 12:37 (IST), FEB 27
પાકિસ્તાનના ફાઇટર જેટ્સ પ્લેન દ્વારા આજે જમ્મુ-કાશ્મિરની ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. નૌસેરા સેક્ટર ખાતે ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાની જેટ ફાઇટર્સને આંતર્યા હતા અને તેને પગલે પાકિસ્તાની પાઇલોટ્સ તેમના ફાઇટર પ્લેન પાકિસ્તાનની વાયુ સીમામાં માં પરત લઇ ગયાના અહેવાલો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે.

12:31 (IST), FEB 27

પાકિસ્તાન આર્મીના સ્પોક્સ પર્સન મોહમદ ફૈઝલએ પોતાના દેશનો બચાવ કરતા એવી બડાઇ પાકિસ્તાની ચેનલ પર હાંકી હતી કે પાકિસ્તાને એલ.ઓ.સી.ની પાર જઇને કેટલાક હુમલાઓ કર્યા હતા. મોહમંદ ફૈઝલે એવી ડીંગ પણ હાંકી હતી કે આવું કરવા પાછળ પાકિસ્તાનનો હેતુ ભારતને એ બતાવવાનો હતો કે તેઓ તેમની રક્ષા માટે કંઇપણ કરી શકે છે.

12:30 (IST), FEB 27
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહએ નવીદિલ્હી સ્થિત નોર્થ બ્લોક ખાતે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, ખુફીયા એજન્સી રૉના વડા, ગૃહ સચિવ તેમજ અન્ય ઉચ્ચાધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર પ્રવર્તી રહેલી તણાવજનક સ્થિતિ પર કેટલાક નિર્ણયો કર્યા હતા.
12:29 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિરને અડીને આવેલી ભારત પાકિસ્તાનની એલ.ઓ.સી. પર પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા તા.26મીની રાતથી કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતે જડબાંતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને બુધવારે વહેલી સવારે પણ આવા હુમલાઓ ચાલુ રાખ્યા હતા.
12:25 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિર ક્ષેત્રના પાંચ એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ
શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ અને અમૃતસર એમ પાંચ એરપોર્ટસને આજે નાગરિક ઉડ્ડયન માટે સલામતિના કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. આજે બુધવારે સવારે ભારતીય વાયુ સેનાનું એક જેટ પ્લેન બડગામ જિલ્લામાં તૂડી પડ્યાના તુરંત બાદ આ પાંચ એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાંચ એરપોર્ટ બિલકુલ હંગામી ધોરણે અને ભારત પાકિસ્તાન સીમા પર વધેલા તણાવને જોતા બંધ કરવામાં આવ્યા છે.

Five airports closed on Wednesday for civilian air traffic

Srinagar, Jammu and Leh airports were among five airports closed on Wednesday for civilian air traffic shortly after an IAF jet crashed in Kashmir’s Budgam district. Airports at Chandigarh and Amritsar were also closed, according to airline officials. The move to close the five airports comes amid escalation of tension between India and Pakistan after IAF carried out strikes on terror bases in Pakistan.

12:06 (IST), FEB 27
સી.આર.પી.એફ.ના ડીજી આર.આર. ભટનાગર, જેઓ હાલ જમ્મુ ખાતે ફરજ પર છે, તેમણે જણાવ્યું કે જૈશ એ મહોમંદના બે આતંકવાદીઓને આજે ભારતીય સૈનિકોએ જાનથી મારી નાંખ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન્સ ચાલી રહ્યા છે અને હજુ એ ચાલશે. આતંકવાદીઓનો સફાયો થઇને રહેશે.
 
12:05 (IST), FEB 27
ભારતીય વાયુ સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની એરફોર્સના એફ-16 પ્લેનને ભારતીય વાયુ સેનાએ આંતરીને તેના પર કરેલા બોંબમારાને કારણે પાકિસ્તાની પ્લેન પાકિસ્તાનની લામ વેલી ટેરેટરીમાં જઇને તૂટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :