CIA ALERT
28. April 2024
February 27, 20191min9480

Related Articles



SMC ભ્રષ્ટ કોર્પોરેટરોની યાદીમાં સુમરા, ભંડેરી પછી હવે સોનવણેને દિકરો રૂપિયા લેતા ઝડપાયો

Share On :
Print Friendly, PDF & Email

સુરત મહાનગરપાલિકાના 3 કોર્પોરેટરો અને તેમના અત્યંત નજીકના સગાઓ ભ્રષ્ટાચારના સંગીન કેસોમાં એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાયા છે, કોર્પોરેટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કેસોની આ સંખ્યા જોતા એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. ત્રણ કોર્પોરેટરો ઉપરાંત તાજેતરમાં ઘીવાળા નામનો ક્લાર્ક પણ ભ્રષ્ટાચારમાં આબાદ ઝડપાઇ ચૂક્યો છે. જે રીતે કેસોની સંખ્યા બહાર આવી રહી છે અને જે રીતે કોર્પોરેટરો અને તેમના સગાસંબંધીઓ રૂપિયા કમાવવાના રસ્તા અજમાવી રહ્યા છે એ જોતા સુરતના વહીવટીતંત્રોમાં સૌથી વધુ ભ્રષ્ટ વહીવટીતંત્ર સુરત મહાનગરપાલિકાનું જ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

  • ઓગસ્ટ 2018માં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ એસીબીમાં ઝડપાયા હતા
  • જાન્યુઆરી 2019માં એસએમસી ક્લાર્ક ભાગ્યેશ ઘીવાળા રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
  • ચાલુ માસ ફેબ્રુઆરી 2019માં જ કોર્પોરેટર જયંતિ ભંડેરી રૂ.50 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ચૂક્યા છે
  • તા.27મી ફેબ્રુઆરીએ મહિલા કોર્પોરેટર કોંગ્રેસના લીના સોનવણેનો પુત્ર કૃણાલ રૂ.15000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં18ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર કૃણાલ સોનવણે 15000 રૂ.ની લાંચ લેતા એસીબીના હાથે સપડાઇ ગયો છે. એસીબીએ આ કેસમાં કુલ 3 લોકોની ધરપકડ કરી છે. મહિલા કોર્પોરેટરના પુત્રએ આંજણા- ખટાદરો વિસ્તારમાં ચાલતા એક બાંધકામ પ્રોજેકટ માટે પોતાની માના નામે ધમકી આપી જો હેરાનગતિ રોકવી હોય તો રૂપિયા 15000 આપવા પડશે એવી માગ કરી હતી.ફરિયાદીએ એસીબીની મદદ માગી હતી.એસીબીએ છટકું ગોઠવ્યુ હતું જેમાં કોર્પોરેટરના પુત્રનો ઓફીસ બોય લાંચની રકમ લેવા આવ્યો હતો જે રંગેહાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે 3ની ધરપકડ કરી છે.

(મ્યુનિ. કોર્પોરેટર લીના સોનવણેનો પુત્ર કૃણાલ સોનવણે રૂ.15000ની લાંચ લેતા તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ એસીબીના હાથે ઝડપાય ગયો છે.)

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં 18 આંજણા- ખટોદરા વિસ્તારના લીનાબેન સોનવણે (કોંગ્રેસ)ના કોર્પોરેટર છે.આ વિસ્તારમાં ચાલતા એક  મકાનના બાંધકામ તોડી નહીં પાડવા અને હેરાનગતિ નહીં કરવા કૃણાલ સોનવણેએ ફરિયાદી પાસેથી રૂપિયા 15000 માગ્યા હતા. કોર્પોરેટર માતા લીનાબેનના હોદ્દાની બીક બતાવી કુણાલ  ફરિયાદીને ધમકાવતો હતો. કુણાલે પોતાના મળતિયા ભટ્ટુભાઇ પાટીલને રૂપિયા લેવા મોકલ્યો હતો. ફરિયાદીએ ભટ્ટ્ભાઇને રૂપિયા આપ્યા નહોતો અને તેને બદલે એસીબીને જાણ કરી હતી. ફરીવાર ભટ્ટુભાઇ પાટીલે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે ઓફીસ બોયને 15000 આપી દે જે. એસીબીએ ગોઠવેલા છટકામાં જેવા ઓફીસ બોયએ લાંચની રકમ સ્વીકારી પોલીસે તેને પકડી લીધો હતો.ઓફીસ બોય કિશોર હોવાને કારણે એસીબીએ નામ જાહેર કર્યું નથી.એસીબીએ કુણાલ સોનવણે, ભટ્ટુ પાટીલ અને ઓફીસ બોય ત્રણેયની ધરપકડ કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :