CIA ALERT
19. May 2024
February 28, 20191min4050

Related Articles



ફ્લાઇટ વિલંબ-રદ થવાના કેસમાં પેસેન્જરને આપવી પડશે અને સુવિધાઓ

Share On :
Print Friendly, PDF & Email

વિમાની મુસાફરોના રાઇટ્સ ચાર્ટરને આખરે મંજૂરી

કેન્દ્ર સરકારે ગત મે 2018માં ડ્રાફ્ટ કરેલા હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ માટેના રાઇટ્સ ચાર્ટરને તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્રના સિવિલ એવિએશન મંત્રાલયે મંજૂરીની મહોર મારતા જારી કર્યા છે. હવે હવાઇ મુસાફરોને કયા કયા અધિકારો મળ્યા છે એ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે કેટલીક વિગતો મેળવી છે જે અત્રે પ્રસ્તુત છે.

જો તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાક કે તેનાથી વધુ સમય માટે વિલંબ (ડિલે) થાય તેમ હશે તો જે તે એરલાઇન કંપનીએ તમને એક દિવસ એડવાન્સમાં જાણ કરવી પડશે અને એ જ કંપનીએ તમને વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા અગર તો ફુલ ટિકીટ  રિફંડ પણ ઓફર કરવું પડશે.

: If your domestic flight is delayed by six hours or more, then the airline should inform you a day in advance and offer you an alternative alternate flight or a full ticket refund.

જો એરલાઇન તમારી ડોમેસ્ટિક ફ્લાઇટને કેન્સલ (રદ) કરશે અને તમને તેની જાણ કરવામાં ચૂક કરશે, અગર તમે એ કારણથી તમારી બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાવ કે ચૂકી જશો એમ હોવ તો એરલાઇન કંપનીએ તમને રૂ.5 હજારથી રૂ.10 હજારનું વળતર આપવું પડશે, આ વળતર મુસાફરીના સમય પર આધારીત હશે અથવા તો તમારી મુસાફરીનું એક તરફી ભાડું વત્તા ફ્યુઅલ ચાર્જ એ બેમાંથી જે ઓછું હશે એ રકમ એરલાઇન કંપનીએ તમને ચૂકવવી પડશે.

If the airline has cancelled your flight and has failed to inform you or you have missed a connecting flight because the airline’s earlier flight wasn’t on time, then you could get a compensation of Rs 5,000 to Rs 10,000 depending on travel time or oneway base fare plus fuel charge, whichever is less.

જો તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમારી ફ્લાઇટ 2થી 6 કલાક મોડી પડે તેમ છે, એવા સંજોગોમાં એરલાઇન કંપનીએ તમને વિનામૂલ્યે ભોજન તેમજ અન્ય રિફ્રેશમેન્ટસની વ્યવસ્થા કરી આપવી પડશે.

If you’re at the airport and the flight is delayed by 2-6 hours (depending on the travel time), the airline needs to offer you free meals and refreshments.

રાત્રે 8 વાગ્યાથી સવારે 3 વાગ્યા દરમિયાનના સમયગાળામાં 6 કલાકથી વધુ સમયના ફ્લાઇટ વિલંબના કેસમાં એરલાઇન કંપનીએ પેસેન્જરને હોટેલ એકોમોડેશન બિલકુલ ફ્રી માં આપવું પડશે.

For delays more than six hours for flights scheduled between 8pm and 3am and a delay of over 24 hours for other flights, airlines should inform passengers a day in advance and also offer them free hotel accommodation, the charter said.

આ પ્રકારની અનેક જોગવાઇઓ સિવિલ એવિએશનના પેસેન્જર ચાર્ટરમાં સામેલ કરવામાં આવી છે.

સી.આઇ.એ. લાઇવ પેસેન્જર ચાર્ટરની ફુલ કોપી મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે અને જેવી અમને ફાઇલ મળશે અમે અમારી ન્યુઝ પોર્ટલ પર એ કાયમ માટે અપલોડ રાખીશું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :