Slider Archives - Page 389 of 487 - CIA Live

March 5, 2019
parliament-election.jpg
1min6930

8 કે 9 માર્ચે ચૂંટણીની તારીખોની ઘોષણા સંભવ

આગામી મે 2019માં નવી કેન્દ્ર સરકારની રચના કરવી હોય તો દેશના ચૂંટણી પંચે હવે પછી ગમે ત્યારે, આજે, કાલે કે ચાલુ સપ્તાહ દરમિયાન મોડામાં મોડું લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવું પડે તેમ છે. ભારત વિશાળ દેશ છે અને અહીં ચૂંટણી ત્રણ-ચાર નહીં પરંતુ 6થી7 તબક્કામાં યોજવી પડે તેમ છે, એક જ દિવસે સમગ્ર ભારતમાં ચૂંટણી કરાવવી શક્ય નથી, પરીણામે કેન્દ્રીય ચૂંટણી પંચે માર્ચના પ્રથમ કે મોડામાં મોડું દ્વિતીય સપ્તાહમાં તો લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી જ દેવી પડે છે.

લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે.

થોડા સમય પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી પહેલા બદલીઓની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે.

વર્ષ 29014માં પાંચ માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જ્યારે વર્ષ 2009માં બીજી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેથી આગામી ચૂંટણીનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજકીય પંડિતો એવું ગણિત માંડી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન એકાદ બે દિવસમાં કેટલીક મહત્વની અને ટેકનિકલ જાહેરાતો કરી દીધા બાદ ચૂંટણી પંચ ગમે તે દિવસે લોકસભાની ચૂંટણીઓની તારીખોની ઘોષણા સાથે સમગ્ર દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગૂ કરી દેશે. આ જોઇને જ ગુજરાત સમેત અને રાજ્યોની સરકારોએ પોતાના અધિકારીઓની બદલીઓના ઓર્ડર જારી કરી દીધા છે, ખાસ કરીને પોલીસ તેમજ મહેસૂલી અધિકારીઓ કે જે ચૂંટણીઓ કરાવવા માટે તૈનાત કરવામાં આવશે તેમની બદલીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ એકાદ બે દિવસમાં કેટલીક બદલીઓ થાય તેમજ કેટલીક નીતિ વિષયક ઘોષણાઓ કે જે સમાજના વિશાળ વર્ગને સ્પર્શતી હોય તેવી જાહેરાતો સંભવ મનાય રહી છે. ચૂંટણીની આચારસંહિતા લાગૂ થઇ ગયા બાદ મે મહિનાના અંત સુધી કોઇ નીતિ વિષયક ઘોષણાં, નવું કામ કે તેની જાહેરાત થઇ શક્શે નહીં.

દરમિયાન કોંગ્રેસના નેતા અહેમદ પટેલએ શિવરાત્રીના દિવસે કેટલીક ટ્વીટ કરી હતી એ સૂચક છે કે ચૂંટણીની તારીખોનું એલાન નજીક આવી રહ્યું છે.

ભાજપા તરફથી નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં રેલી કરી રહ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસ રાહૂલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમેત અનેક રેલીઓ કરીને ચૂંટણીનો પ્રચાર તો ક્યારનો શરૂ કરી દીધો છે. બન્ને મુખ્ય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ લોકસભાની ચૂંટણી માટે લગભગ તૈયાર થઇ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી 2019નો મહાસંગ્રામ ભારત માટે નિર્ણાયક બની રહે તો નવાઇ નહીં.

March 2, 2019
atf1.jpg
1min14020

આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થતાં આજે જેટ ફ્યુઅલના ભાવમાં 8.1 ટકાનો તિવ્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ જણાવ્યું છે. એવીએશન ટર્બાઇન ફ્યુઅલ વિમાનોમાં બળતણ તરીકે વપરાય છે અને તેના ભાવમાં તોતિંગ વધારો આગામી દિવસોમાં ડોમેસ્ટિક તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ફ્લાઇટ્સની ટિકીટના ભાવ વધારામાં પરીણમશે. એવીએશન કંપનીઓએ આગામી એક સપ્તાહમાં જ ટિકીટના દરો વધારવાની યોજનાઓ ઘડી કાઢવા માંડી છે.

જાહેર માલિકીની કંપનીઓ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતે ઍવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ કિલોલિટરદીઠ રૂ. 4734.15 અથવા તો 8.15 ટકા વધારીને રૂ. 62,795.12 નિર્ધારિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર મહિનામાં પહેલી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ અત્યાર સુધીની ઊંચી સપાટીએ રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્યુઅલના બૅન્ચમાર્ક ભાવની સરેરાશ અને આગલા મહિનાના આંતરરાષ્ટ્રીય વિનિમય દરને ધ્યાનમાં રાખીને દરેક મહિનાની પહેલી તારીખે એટીએફ અથવા તો જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ પૂર્વે ગત પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા અને તે પહેલા પહેલી જાન્યુઆરીના રોજ દર વિક્રમ 14.7 ટકા ઘટાડીને કિલોલિટરદીઠ રૂ. 9990 અને ડિસેમ્બરમાં દર 10.9 ટકા ઘટાડીને રૂ. 8327.83 નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

March 2, 2019
farmers.jpg
1min12230

વીમા કંપનીએ ચલાવી ઉઘાડી લૂંટ : બે વર્ષમાં ખેડૂતોને ચૂકવાયો ફક્ત 32% પાક વીમો!

2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રિમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂ. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. આમ ટકાવારીમાં વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ’ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમા જણાવ્યું’ કે, 2017 અને વર્ષ 2018 દરમિયાન ખેડૂતોના પાક વીમાના પ્રિમિયમ પેટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 3 સરકારી અને 6 ખાનગી વીમા કંપનીઓને રૂા.6685 કરોડ ચુકવવામાં આવ્યા છે.

જેમાં એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.1134 કરોડ, એચ.ડી.એફ.સી. અર્ગોને રૂા.1329 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાર્ગોને રૂા.31 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સને રૂા.1619.60 કરોડ, ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સને રૂા.276 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.426 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.264 કરોડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.998 કરોડ અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોયન્સ કંપનીના રૂા.618 કરોડ મળીને કુલ રૂા.6685.60 કરોડ પ્રિમિયમ તરીકે ચુકવાયા છે.

ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લઇને જે વીમાની રકમ ચુકવવાની હતી તે આ બે વર્ષ દરમિયાન માત્ર રૂા.2192 કરોડ ચુકવાઇ છે. જેમાં 3 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લી.દ્વારા રૂા.998 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂા.353 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂા.38 કરોડ, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.766 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.177 કરોડ જ્યારે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા માત્ર રૂા.20.57 કરોડ ચુકવવામાં આવ્યા છે.

બહુચર્ચિત’ રફાલમાં જેમનું નામ ચમક્યું છે તે અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને વર્ષ 2018 માટે રૂા.992 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 માટે રૂા.264 કરોડ સહિત યુનિવર્સલ સેમ્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 પેટે રૂા.618 કરોડનું પાક વીમા પ્રિમિયમ ચુકવાયું છે અને આ પાક વીમા પ્રિમિયમ ખરીફ-2018 માટે ચુકવવામાં આવ્યું છે. ‘ ‘
એચડીએફસી અર્ગોને વીમા પ્રિમિયમ તરીકે સરકારે રૂા.1329 કરોડ ચુકવ્યા તેની સામે તેમણે દાવા રૂા766ના મંજુર કર્યા એટલે કે 50 ટકા જેટલા દાવા મંજુર થયા, બીજી રીતે કહીએ તો રૂા.563 રોડનો એચડીએફસી કાર્ગોએ નફો કર્યો. એવી જ રીતે ઇફકો ટોકીયોને વીમા પ્રિમિયમ પેટે રૂા.276 કરોડ ચુકવ્યા તો તેમણે દાવા માત્ર 20.57 કરોડના જ મંજુર કર્યા એટલે કે માત્ર 1 ટકા જ દાવા મંજુર થયા. એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની પણ તેને ચુકવાયેલા પ્રિમિયમના 40 ટકા દાવા મંજુર કરતા તે પણ 60 ટકા જેટલી રકમ કમાઇ હોય તેવું અનુમાન મુકી શકાય છે.

March 2, 2019
atm_thief.jpg
1min6250

રાજકોટ સહિત ગુજરાતભરમાં અને મહારાષ્ટ્રમાં એટીએમ કાર્ડ બદલાવીને ચીટીંગ કરતા સુરતના ગઠિયાને ક્રાઈમબ્રાંચના સ્ટાફે બીજી વખત ઝડપી લીધો હતો અને કાર, રોકડ, મોબાઈલ સહિત રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતી ગઠિયાનો પાલનપુર પોલીસે કબજો લેવા તજવીજ હાથ ધરી હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો ધીરજકુમાર મોહનલાલ પંચાલ નામનો અઠંગ ચીટર રાજકોટમાં સકિય બન્યો હોવાની ક્રાઈમબ્રાંચના પોલીસમેન કુલદીપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીગ્નેશભાઈ મારુ અને પ્રદિપસિંહ જાડેજા તથા વિક્રમભાઈ લોખીલને મળેલી બાતમીના આધારે પીઆઈ એચ.એમ. ગઢવીના માગદર્શન હેઠળ પોસઈ. બી.ટી. ગોહિલ તથા સ્ટાફે કોઠારિયા રોડ પરના રણુજા મંદિર પાસેથી સુરતના ધીરજ મોહનલાલ પંચાલ નામના શખસને ઝડપી લીધો હતો અને ક્રાઈમબ્રાંચે જુદી-જુદી બેંકના ર0 એટીએમ કાર્ડ તથા કાર અને મોબાઈલ અને રૂ.ર હજારની રોકડ મળી કુલ રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુરતના ધીરજ પંચાલે ચાર માસ પહેલા પાલનપુરમાં, સુરતમાં, અમદાવાદ, મહારાષ્ટ્ર, મોરબી, રાજકોટ, વાંકાનેર સહિતના શહેરોમાં 90થી વધુ એટીએમ કાર્ડ તફડાવીને નાણા ઉપાડી લઈ ચીટીંગ કર્યાની કબૂલાત આપી હતી. ધીરજ પંચાલ અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં ર014ની સાલમાં પકડાઇ ચૂકયો છે. આ અંગેની જાણ થતા પાલનપુર પોલીસે ધીરજ પંચાલનો કબજો સંભાળવાની તજવીજ હાથ ધરી હતી.

March 2, 2019
abhinandan.jpg
1min5540

દુશ્મન દેશ પાકિસ્તાનના કબજામાંથી છૂટીને ભારત પાછા ફરેલા હવાઇદળના પાઇલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું શુક્રવારે મોડી રાતે સરહદ પરની અટ્ટારી – વાઘા સીમા પર ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વદેશ પાછા ફરેલા અભિનંદનના ચહેરા પર ખુમારી અને શૌર્ય છલકતાં હતાં. પાઇલટ અભિનંદન ભારતીય હવાઇદળના ગણવેશમાં નહિ, પરંતુ સ્યૂટમાં સજ્જ હતો. સરહદ પરની ઇમિગ્રૅશનની કાર્યવાહી પૂરી થયા બાદ તેને તાત્કાલિક તબીબી તપાસ માટે લઇ જવાયો હતો. અગાઉ, પાકિસ્તાને ભારતને અભિનંદન આપવામાં ઘણો વિલંબ કર્યો હતો. સરહદ સહિત દેશભરમાં ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું. ફટાકડા ફોડવામાં આવ્યા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને ઢોલનગારાં વગાડવાની સાથે દેશભક્તિના નારા પોકારવામાં આવ્યા હતા. પાઇલટ અભિનંદનને સરહદ પર આવકારવા ભારતીય હવાઇદળ સહિત સુરક્ષા દળના અનેક ઉચ્ચ અધિકારીઓ, રાજકીય નેતાઓ અને સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.

પાઇલટ અભિનંદન ભારતને શુક્રવારે બપોરના જ મળવાનો હતો, પરંતુ પાકિસ્તાને અજાણ્યા કારણસર તેની સોંપણીમાં વિલંબ કર્યો હતો.

સરહદ પર પાઇલટ અભિનંદનને આવકારવા 20,000થી વધુ લોકો હાજર રહ્યા હતા. અનેકના હાથમાં

ત્રિરંગો ધ્વજ હતો. અહીં પ્રસારમાધ્યમના લોકો મોટી સંખ્યામાં મીટ માંડીને બેઠા હતા.

અગાઉ, અભિનંદને સરહદ પરની ઇમિગ્રૅશન ઑફિસ ખાતે સલામતીની કડક તપાસમાંથી પસાર થવું પડ્યું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેની તબીબી ચકાસણી પણ કરાઇ હતી.

પાકિસ્તાનના યુદ્ધવિમાનોને ભારતીય હવાઇસીમાથી દૂર રાખવાના પ્રયાસમાં પાઇલટ અભિનંદન પાકિસ્તાનના હાથમાં સપડાઇ ગયો હતો, પરંતુ જીનિવા કરારને કારણે ભારતીય પાઇલટની સોંપણી કરવા પાકિસ્તાનને ફરજ પડી હતી.

દેશમાં માત્ર સરહદ પરના જ નહિ, પરંતુ અંતરિયાળ વિસ્તારમાંના લોકો પણ પાઇલટ અભિનંદન વર્ધમાન પાછો ફરતા આનંદિત થઇ ગયા હતા.

ઘણી જગ્યાએ લોકો મોડી રાત સુધી અભિનંદનના ફૉટા અને બૅનર લઇને ભેગા થયા હતા. અનેક સ્થળે ફટાકડા ફોડાયા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને નાચગાન પણ કરાયું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળે ગરબા ગવાયા હતા, બેંગલોરમાં ડાન્સ કરાયો હતો, પુરીમાં રેતશિલ્પ તૈયાર કરાયું હતું અને ઘણી જગ્યાએ યજ્ઞ અને પૂજા-અર્ચના કરાઇ હતી.

અટ્ટારી સીમાથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલા અમૃતસર સુધીના માર્ગ પર લોકો અને વાહનોની ભારે ભીડ જામી હતી.

March 1, 2019
abhinandan.jpg
1min10340
  • પાકિસ્તાનના અતિશય અને અસહ્ય વિલંબ સામે ભારતમાં જબરદસ્ત આક્રોશ
  • લોકોએ સોશ્યલ મિડીયામાં પાકિસ્તાનીઓની ખબર લઇ નાખી
  • બિનજરૂરી કાર્યવાહીઓના બહાને અભિનંદનને વાઘા બોર્ડર પરના પાકિસ્તાની ઠાણામાં બેસાડી રખાયો
  • તા.1લી માર્ચે 2019ના રોજ સાંજે 7.30 વાગ્યા સુધી હેન્ડ ઓવર ન કરાયો અભિનંદનને

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને ભારતને સોંપવામાં પાકિસ્તાને પોતાના સ્વભાવ મુજબ આડાઇ કરીને તા.1લી માર્ચ 2019નો આખો દિવસ ખેંચી કાઢ્યો હતો. વાઘા બોર્ડર પર પહોંચ્યા પછી પણ બે કલાક સુધી અભિનંદનને પાકિસ્તાને પોતાની કચેરીના કોન્ફરન્સ રૂમમાં બેસાડી રાખ્યો હતો. પહેલા ઇમિગ્રેશન, બાદમાં મેડીકલ ચેકઅપ અને એ પછી ટી ડિપ્લોમસીમાં પાકિસ્તાની અધિકારીઓએ એટલો ટાઇમ પાસ કર્યો કે બીજી તરફ ભારતમાં અભિનંદનના આગમનની રાહ જોઇ રહેલા કરોડો લોકોની ધીરજ ખૂટી જવા પામી હતી. વાઘા  બોર્ડર પર હજારો લોકો, અમૃતસર રોડ પર લાખો લોકો અને ટેલિવિઝન સામે કરોડો લોકો અભિનંદનના ભારત આગમનની રાહ જોઇને આખો દિવસ બેસી રહ્યા. સાંજે સવા સાત વાગ્યા સુધી પાકિસ્તાન દ્વારા અભિનંદનને રિલીઝ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ પાકિસ્તાન દ્વારા સમગ્ર દુનિયાને આ ઘટનાની જાણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની આર્મીએ અભિનંદનની સોંપણીની ઘટના અંગે દુનિયાભરના દેશોના અધિકૃત વ્યક્તિઓને ટ્વીટ કરીને સંદેશા પાઠવ્યા હતા. પરંતુ, વાઘા બોર્ડર પરથી ભારતને સોંપવામાં અતિશય વિલંબ કરવામાં આવી રહ્યો હતો.

તા.1લી માર્ચ 2019ની સાંજે સવા સાત વાગ્યે આ લખાઇ રહ્યું હતું ત્યારે સમગ્ર ભારતમાં મિડીયા, ટેલિવીઝન, સોશ્યલ મિડીયા વગેરે પર લોકો પાકિસ્તાનની વિલંબીત નીતિની ભારોભાર ટીકા કરતા સંદેશાઓ પાઠવી રહ્યા હતા.

અભિનંદન ભારત પરત ફરી સીધા પરિવારને નહીં મળી શકે

યુદ્ધ કેદીઓને જ્યારે કોઈ દેશ પરત કરે છે ત્યારે દેશના મુક્ત થયેલા જવાનને કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડે છે. જેને પગલે બોર્ડર પરથી વાપસી થયા બાદ અભિનંદન સીધા તેમના પરિવારને નહીં મળી શકે.  આર્મીના પ્રોટોકોલ મુજબ અભિનંદનને જ્યારે અટારી બોર્ડરથી ભારત લાવામાં આવશે ત્યારે એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તેને ભારતમાં આવકારશે અને ત્યારબાદ પ્રોટોકોલ મુજબ તેનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે અને તેની જરૂરી પૂછપરછ પણ થશે. પહેલાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ અભિનંદન મોડી રાત્રે 8 વાગ્યાના અરસામાં દિલ્હી પાલમ એરબેઝ પર પહોંચી જશે એ ગણતરીએ કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા. પરંતુ, પાકિસ્તાન તરફથી અભિનંદનને સોંપવામાં થયેલા અતિશય અને અસહ્ય વિલંબને કારણે તમામ કાર્યક્રમો રિશિડ્યુલ્ડ કરાયા હતા.

પાકિસ્તાનના ડોક્ટરની હાજરીમાં અભિનંદનનું મેડીકલ ચેકઅપ થયું

ભારતના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતમાં લગભગ 5.40 મિનીટે આગમન થઈ ચૂક્યું હતું. અટારી વાઘા બોર્ડર ખાતે ભારતીય એરફોર્સના અધિકારીઓએ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓની હાજરીમાં અભિનંદનને રિસીવ કર્યા હતા. જ્યાં રિસીવ કરવામાં આવ્યા ત્યાં જ પાકિસ્તાનના તબીબની હાજરીમાં ભારતીય સૈન્યના તબીબોએ અભિનંદન વર્થમાનનું મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. મેડીકલ ચેક અપ દરમિયાન અભિનંદનના  બોડી ફિઝિકલ પેરામીટર્સ નોર્મલ જણાયા હતા. એ પછી તેના મુક્તિ અંગેના પેપર્સ પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં અભિનંદનને ભારતીય અધિકારીઓ દ્વારા અધિકૃત રીતે રિસીવ કરવામાં આવશે.

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતીય ભૂમિ પર પગ મૂકતાની સાથે જ જાણે વાઘા બોર્ડર જીવંત બની હતી, લોકોએ ભારત જીંદાબાદ, અભિનંદન જીંદાબાદના નારા લગાવીને પ્રચંડ સૂત્રોચ્ચાર કર્યો હતો.

એ પૂર્વેનો ઘટનાક્રમ

દિલ્હી આવશે અભિનંદન

અમૃતસરના ડેપ્યૂટી કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લો એ કહ્યું કે વિંગ કમાંડર અભિનંદન આજે સીમા પારથી પાછા આવી રહ્યા છે. તેઓ ક્યારે પાછા આવશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી દિલ્હીથી અહીં પહોંચ્યા છે, તેઓ અભિનંદનને રિસીવ કરશે. તેમને દિલ્હીના પાલમ ટેક્નિરલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાંડર પહેલા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે

લાહોરથી રવાના થયા અભિનંદન

અભિનંદર લાહૌરથી ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. અહીં ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ તેમને રીસિવ કરશે. સાથે જ અભિનંદનના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા છે. જેમનું પહેલા દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાઘા બૉર્ડર પર બીટિંગ રિટ્રીટ કેન્સલ

વિંગ કમાંડર અભિનંદનની મુક્તિને જોતા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અટારી બૉર્ડર પર આજે થનારી બીટિંગ રિટ્રીટ કેન્સલ કરવામાં આવે છે. વિંગ કમાંડર અભિનંદનના પાછા આવવાના અહેવાલો આવતા જ અટારી બૉર્ડર પર ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને જોતા આ નિર્ણય લેવાયો છે.

 

March 1, 2019
abhi.jpg
1min12310

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

March 1, 2019
swine-flu_.jpg
1min6120

ગુજરાતમાં ઉતરતા શિયાળે સ્વાઈન ફલૂ બેકાબૂ બનતા કાળો કેર વર્તાવતા છેલ્લા 24 કલાકમાં નવા 96 પોઝિટીવ કેસ નોંધાતા અને તેમાં વધુ બે દર્દીઓના મોત થતા આ આંકડો વર્ષ 2019થી અત્યાર સુધીમાં કુલ 100ને પાર થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હજુ સુધીમાં કોઈ નક્કર પગલાં ન ભરાતા રોગમાં દિનપ્રતિદિન લોકોના મૃત્યુની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.

અગાઉ ગુજરાત હાઈ કોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે સ્વાઈન ફલૂના રોગની સારવાર અને તેને અટકાવવાના પગલાંઓ તેમ જ રાગમાં ગરીબ દર્દીઓને મળવાપાત્ર સારવાને લઈને તંત્રનો ઉધડો લેતા સરકારે અનેક હૉસ્પિટલમાં ચેકિંગ હાથ ધરીને રીપોર્ટ તૈયાર કર્યા હતા અને તાકિદે હૉસ્પિટલોમાં અલાયદા વોર્ડ અને લેબટકનિસુયનો તેમ જ દવાઓનો વધારો કરી સ્વાઈન ફલૂને અટકાવવા તાકીદ કરીઈ હતી. રાજ્યના મોટા ભાગના જિલ્લા તાલુકાઓ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાઈન ફલૂ લેબની કે ટેસ્ટિંગની કોઈ સવલત નથી. રોજે-રોજ લોકો આ રોગના ભોગથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સરકારી મૃત્યુ આંકડો ભલે 100 બનાવાતો હોય પરંતુ ખરેખર આ આંક મોટો છે. ગુજરાતમાં જે નવા 96 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 19, આણંદ ખાતે 9, વડોદરા શહેર અને મહેસાણા ખાતે 8-8, ભાવનગર શહેર 5, પાટણ ખાતે ત્રણ, સાબરકાઠાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ બનાસકાંઠા, બોડાદ, અરવલ્લી અને વલસાડ ખાતે બે-બે, રાજકોટ શહેર, ગાંધીનગર, અમરેલી, ભરૂચ, ગાંધીનગર શહેર પંચમહાલ અને મહીસાગર ખાતે એક એક કેસ નોંધાયો હતો. સરકારી ચોપડે તા.1 જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 2054 જેટલા દર્દીઓ આ રોગમાં સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને હાલમાં સરકારી આંકડા પ્રમાણે 767 દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં નોંધાયેલા છે.

February 28, 2019
india-pak-army-compa.jpg
1min6200

કાશ્મીરના પુલવામા ખાતે ગઇ તા.14મી ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફ પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સામે લાલઆંખ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર ભારતે કુટનીતિક, રાજનીતિક પ્રહારો તો કર્યા જ પણ સાથોસાથ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આવેલા જૈશ એ મહોમદની છાવણીઓ પર બોંબમારો પણ કર્યો. અત્યાર સુધીની પાકિસ્તાનની કથની એવી રહી છે કે એણે ક્યારેય શરણાગતિ કે શાંતિથી વાતો કરી નથી. આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ગળે નહીં ઉતરે એવી ભાષામાં ભારત સાથે ડાયલોગ કરી રહ્યા છે.

તા.26 અને તા.27મીના ઘટનાક્રમ બાદ આજે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ ઇમરાનખાને પાકિસ્તાનની સંસદમાં ઘોષણા કરીને ભારતના એક યુદ્ધ કૈદીને તા.1લી માર્ચે છોડવાની જાહેરાત કરી, એ પછી સમગ્ર વિશ્વભરના રાજનીતિજ્ઞોમાં અચરજ ફેલાયું છે. પાકિસ્તાન જે રીતે શરણાગતિ અને શાંતિની વાતો કરી રહ્યું છે તેનો કદી ભરોસો થાય તેમ નથી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને અધિકારીઓ પણ આ વાત સારી રીતે જાણે છે એટલે પાકિસ્તાનનો જરાય ભરોસો કર્યા વગર પોતાની નીતિઓનો અમલ ભારત કરી રહ્યું છે.

એક રાષ્ટ્ર તરીકે ભારત સામે લડી શકે તેવો એકેય મોરચો નહીં હોવા છતાં ભારતના પેંગડામાં પગ ઘાલવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને આ વખતે જે વલણ અખત્યાર કર્યું છે એ શરણાગતિની પાછળ કપટીપણાની બદબૂ ગંધાય રહી છે. જાણકારો કહે છે કે પાકિસ્તાન વિશ્વના દેશોને, યુનાઇટેડ નેશન્સને જાહેરમાં એવું દર્શાવવા માગે છે કે આતંકવાદ સામે એ ભારતની સાથે છે અને એ જ પાકિસ્તાન આગામી દિવસોમાં આતંકવાદ પ્રેરિત દુસાહસો કરીને ભારતને પજવી શકે તેમાં કોઇ શંકા નથી. એટલે જ પાકિસ્તાનીઓની કોઇ વાત કે તેમનું કોઇ સ્ટેન્ડ ભરોસાપાત્ર ગણી શકાય નહીં.

પુલવામા હુમલાને પગલે ભારતે કરેલી જવાબી કાર્યવાહીથી ડઘાઈ ગયેલા પાકિસ્તાને હવે શાંતિમંત્રણાની સુફિયાણી વાતો શરૂ કરી છે. બુધવારે ભારત દ્વારા પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ ભારતના એક મિગ-21 વિમાન નષ્ટ થયું હતું અને એલઓસી પાસેથી પાકે. ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને ઝડપી લીધો હતો. પાકે. દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના ઓફિસર તેમના કબજામાં છે બાદમાં ભારતે આ વાતની પુષ્ટી કરી હતી.

ભારતની સૈન્ય શક્તિ સામે પાકે. ઘૂંટણીયા ટેકવી દેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ટાંકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને પરત કરવા તૈયાર છે પરંતુ તે ઈચ્છ છે કે ભારત દ્વારા હવે કોઈ ઉશ્કેરણી ના કરવામાં આવે. પુલવામા હુમલા અંગેના ભારતના ડોઝિયરની પાક. સમીક્ષા કરશે. આના વળતા જવાબમાં ભારતે પણ પાકિસ્તાનને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓએ વિંગ કમાન્ડર માટે કોન્સ્યુલર એક્સેસ નથી માંગ્યું અને પાક. સાથે મંત્રણાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પાકિસ્તાન વહેલી તકે વાયુસેનાના અધિકારી ભારતને સોંપે. ભારત પાક.ની કોઈપણ શરત સ્વીકારવા તૈયાર નથી.

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇકને અમેરિકાએ સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશના આતંકી ઠેકાણાઓ પર હુમલા બાદ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓની ટેલિફોન પર વાતચીત થઇ હતી.

February 28, 2019
Untitled-1-1280x986.jpg
3min20360

7મી માર્ચ 2019થી ગુજરાત બોર્ડની ધો.10 તથા ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં અનેક લોકો, સગાસબંધીઓ, શિક્ષકો, પાડોશીઓ, શુભેચ્છકો, મિત્ર વર્તુળ વગેરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઘણાં લોકો એક બીજાના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષોથી સુરતમાં ચાલી રહ્યો છે. ઘણાં લોકો ટીકા કરે છે, ઘણાંને આ બાબત સારી લાગે છે.

પણ બોર્ડના વિદ્યાર્થીઓએ આખરી કાઉન્ટ ડાઉન દરમિયાન શું કરવું જોઇએ એ અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલની ટીમે સુરતના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો, આચાર્યો, શિક્ષકોને પૂચ્છા કરીને તેમના માટે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની સલાહ એ જ હતી કે સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી જેટલા દૂર રહેશે વિદ્યાર્થીઓ તેટલા જ પરીક્ષામાં ફોકસ કરી શક્શે.

શ્રી મહેશ શ્યાની 

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ, વરાછા સુરત

સમગ્ર ગુજરાતમાં હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાતી સુરતના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશભાઇ શ્યાનીએ સી.આઇ.એ. લાઇવના વાચકો અને તેમના વિદ્યાર્થીઓ માટે કેટલીક ટીપ્સ આપતા જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ ઉતાવળ કરવાને બદલે વિદ્યાર્થીઓએ શાતિપૂર્વક રિવીઝન કરવાનું તેમજ ઓવર સ્ટડી કરવું નહીં. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે ઘણાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એવી આદત હોય કે કેટલાક લોકો દ્વારા બહાર પાડવામાં આવતી આઇ.એમ.પી. મોસ્ટ આઇ.એમ.પી. સવાલોની યાદીઓ કે જે સાવ બોગસ હોય તેના પર છેલ્લી ઘડીએ ભરોસો મૂકીને એ જ વાંચતા હોય છે. શ્રી મહેશભાઇએ કહ્યું કે આવી કોઇ વાતને માનવી નહીં અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પર જ ભરોસો રાખવો. તેમણે ઉમેર્યું કે પેપર ફૂટી ગયું છે, તેવી અફવાથી દૂર રહેવું કોિપણ મિત્રો દ્વારા પેપર આપવામાં આવે તો  ભરોસો કરવો નહીં. માત્ર આપણી તૈયારી પર વિશ્વાસ રાખવો.

પરીક્ષા સેન્ટર પર માતા અથવા પિતા સાથે જવું હિતાવહ છે.

પરીક્ષા પહેલા નવું વાંચવાનું ટાળવું કેમકે નવું વાંચન વધુ મૂંઝવણો પેદા કરી શકે જે સરવાળે વિશ્વાસ તોડવાનું કામ કરે એટલે નવું વાંચન ટાળવું.

વિદ્યાર્થીઓએ જે તૈયારીઓ કરી છે તેની ફોર્મ્યુલા અને કી પોઇન્ટને વારંવાર વાંચન કરો. પુનરાવર્તનને પણ અવકાશ હોવો જોઇએ.

 

સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી દૂર રહેશે એટલો ફાયદો થશે બોર્ડના પરીક્ષાર્થીઓને

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલએ બોર્ડની પરીક્ષા આપી રહેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભથાઓની શુભેચ્છા આપતા તેમણે છેલ્લી ઘડીના દિવસોમાં શું શું કરવું જોઇએ તે અંગેની ટીપ્સ અમને મોકલી હતી જે અમે અહીં રજૂ કરી રહ્યા છે. હવે પછી બોર્ડની પરીક્ષા સુધી દરરોજ અમે વાલીઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ટીપ્સ આપતા રહીશું.

સી.આઇ.એ. લાઇવ ના માધ્યમથી સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી અગ્રણી શિક્ષણવિદો પરીક્ષા ચાલશે ત્યાં સુધી નિયમિત રીતે બોર્ડના વિદ્યાર્થીઓને ટીપ્સ આપશે.

શ્રીમતી મીતા વકીલ

આચાર્યા, ભૂલકા વિહાર સ્કુલ, સુરત

 

# તમને તમારી શક્તિ અને નબળાઇનો ખ્યાલ છે, એ પ્રમાણે વર્તો.

1. You know your strength and weakness the best –

Plan your entire schedule around your strong and weak points. Give more time to the topics you’re less thorough with.

# મોડેલ પેપર કે અગાઉના વર્ષોના પેપરો જોઇ જાવ.

2. Refer the past year papers –

In the board exams you’ll see a pattern of questions asked repeatedly. Be thorough with those and prepare according to the paper style.

# પેપર પ્રેક્ટિસનો કોઇ જ વિકલ્પ નથી, ગમે તેટલા તૈયાર હોવ. પેપર પ્રેક્ટિસ સૌથી મહત્વની પુરવાર થાય છે.

3. Practice & practice –

No matter how prepared you feel you are, keep practicing. Take up a different sections from the question paper each day, stop not until you’re done with the 10th and 12th board exams.

# પાઠ્ય પુસ્તકમાંથી કશું જતું ન કરો. છેલ્લે એક નજર તો મારી જ જાવ.

4. Don’t leave aside a single topic from the text book –

Study the chapters, solve every question given at the end of the textbook. Don’t leave a single topic undone.

# નિષ્ઠાપૂર્વક સ્વનિર્ધારિત સમયપત્રકને વળગી રહો.

5. Disciplined schedule –

Sleep on time, wake up on time. Follow a strict and disciplined schedule and stick to it. Our body takes time to adjust to a new routine, refrain from trying new timetables.

# પરીક્ષા છે એટલા માટે વધુ પડતી મહેનત કરીને થાકને નિમંત્રણ ન આપો.

6. Don’t overstress yourself –

Many students feel stressed out before the board exams. Give yourself some creative time, work out or pursue your hobby for an hour a day.

# સેમ્પલ પ્રશ્નપત્રોને સોલ્વ કરી જાઓ.

7. Solve sample papers –

Solve sample papers from other schools to practice more and get a hang of a variety of questions asked.

# નોટ્સ બનાવીને વાંચન કરો.

8. Prepare notes –

Jot down the important formulae in a diary or keep sticky notes with reminder topics. Add one tick more with every revision.

# હાંસલ થઇ શકે તેવા લક્ષ્યાંકો બનાવતા રહો.

9. Keep targets –

Your productivity increases when you study with targets in mind. Prepare realistic and achievable milestones.

# સોશ્યલ મિડીયા, સ્માર્ટ ફોનનો ઉપયોગ બિલકુલ મર્યાદિત કરી દો.

10. Reduce the use of social media –

Spend as much time you can studying. Social media tends to distract. Replace social media with exercise to remain healthy.

બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવી હોય તો આનાથી ઉપયોગી વસ્તુ બીજી કોઇ ન હોઇ શકે