CIA ALERT

Slider Archives - Page 376 of 491 - CIA Live

April 12, 2019
voting.jpg
1min5250

છત્તીસગઢમાં ચાલુ મતદાને વિસ્ફોટ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના બસ્તર લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની મદદથી વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર સુરક્ષા

દળની ટુકડી ચૂંટણી અધિકારીઓને તેમના મતદાન મથકે લઈ જઈ રહી હતી ત્યારે નારાયણપુર-દંડવન રોડ પર ફારસગાંવ વિસ્તારમાં સવારે 4:15 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ જમીનની નીચે વિસ્ફોટકો ગોઠવી રાખ્યા હતા અને તેઓ સુરક્ષા દળના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

જોકે સુરક્ષા દળે તેમનો માર્ગ બદલ્યો હોવાની તેમ જ તેઓ જંગલ માર્ગે જઈ રહ્યા હોવાની બળવાખોરોને જણ થતાં ગભરાટમાં તેમણે વિસ્ફોટ કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. વિસ્ફોટમાં સુરક્ષા અધિકારીઓ કે મતદાન અધિકારીઓને કોઈ હાનિ ન પહોંચી હોવાનું તેમણે કહ્યું હતું.

દાંતેવાડા, કોન્ટા, બીજાપુર અને નારાયણપુર એમ વિધાનસભાના ચાર મતદારક્ષેત્રના લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે 7:00થી બપોરે 3:00 સુધી ચાલેલા મતદાન માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  રાજ્ય અને અર્ધલશ્કરી દળના અંદાજે 80000 અધિકારીઓને આ કામ માટે ગોઠવી દેવામાં આવ્યા હતા.

વિધાનસભાના અન્ય ચાર ક્ષેત્ર (બસ્તર, ચિત્રકોટ, કોન્ડાગાંવ અને જગદલપુર)માં મતદાનનો સમય સવારે 7:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો હતો. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં કુલ સાત ઉમેદવાર સ્પર્ધામાં હોવાનું તેમણે કહ્યું હતું. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં ચાલી રહેલા મતદાન દરમિયાન નક્સલવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં એક નક્સલવાદી ઠાર મરાયો હતો તો સ્પેશિયલ ટાસ્ક ફૉર્સનો એક જવાન ઘાયલ થયો હતો. ચાર નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, ચાકુ, નક્સલવાદ સંબંધિત સાહિત્ય વગેરે જપ્ત કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ગઢચિરોલીમાં મતદાન કેન્દ્ર બહાર આઈઈડી બ્લાસ્ટ

ગઢચિરોલી જિલ્લામાં મતદાન સમયે નક્સલવાદી હુમલો થયો હતો, જેમાં બે પોલીસ કમાન્ડોને ઈજા થઈ હતી. ગુરુવારે અહીં બે બ્લાસ્ટ થયા હતા. આ બન્ને કમાન્ડો પોલીસની સી-60 ફોર્સના હતા અને સારવાર માટે તેમને નાગપુર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમ એક અધિકારીએ માહિતી આપી હતી. આ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી પાછા ફરી રહેલી પૉલિંગ પાર્ટી પર હુમલો થતાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તુમડીકાસા નજીક ચાર વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. પોલીસ પૉસ્ટ સુધી પૉલિંગ પાર્ટી પહોંચે તે પહેલા અમુક નક્સલવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેનો જવાબ સીઆરપીએફ જવાનોએ સામે ગોળીબાર કરી આપ્યો હતો. થોડા સમય બાદ તેઓ નાસી છૂટ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ સવારે નક્સલવાદીઓએ ઈમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ ડીવાઈઝ (આઈઈડી)નો ઉપયોગ કરી બ્લાસ્ટ કર્યો હતો. વાઘેઝરી નામના વિસ્તારમાં સવારે લગભગ સાડાદસ વાગ્યે બ્લાસ્ટ થયો હતો, જે મતદાન કેન્દ્રથી લગભગ 150 મીટરના અંતરે હતો. સવારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા લાઈન લગાવી ઊભા હતા, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સીઆરપીએફ જવાન અને પોલીસના રક્ષણમાં લોકો અને મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે લોકો મોટા પ્રમાણમાં મતદાન માટે ઊમટ્યા હોવાથી તેમનામાં ભય ફેલાવવા અને મતદાનનો અવરોધ કરવા આમ કરવામાં આવ્યું હતું.

April 11, 2019
indiavtoes.jpg
1min11800

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન સાથે આજે ગુરુવારે પહેલા તબક્કાના મતદાનના આરંભ સાથે બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે દેશની 91 લોકસભા બેઠકો માટે મતદાનનો પ્રારંભ શાંતિપૂર્ણ રીતે થવા પામ્યો છે.

લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

સમગ્ર દેશમાં કુલ 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 11 એપ્રિલે 20 રાજ્યોમાં 91 બેઠકો માટે મતદાન યોજાશે.

આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ અને તેલંગાણાની તમામ સીટો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુર સાંસદીય વિસ્તારમાંથી મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું કે મતદાન કરવું એ આપણી ફરજ છે, જેને દરેકે કરવું જોઈએ.

આ ઉપરાંત આંધ્ર, સિક્કીમ અને ઓડિશા વિધાનસભા માટે પણ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કીમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને આંદામાન તથા લક્ષદીપમાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યાના અહેવાલો મળ્યા છે. આજે સાંજે પાંચ કલાકે દેશના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કિરણ રિજીજુ, વી કે સિંહ સહિતના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25 અને વિધાનસભાની 175 બેઠકો માટે એક સાથે મતદાન યોજાઇ રહ્યું છે. તેલંગાણાની તમામ 17 લોકસભા બેઠકો, યુપીમાં આઠ બેઠકો, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં ચાર, અરૂણાચલ પ્રદેશમાં બે, છત્તીસગઢમાં એક (બસ્તર), ઓડિશામાં છ, ઉત્તરાખંડમાં તમામ પાંચ, પશ્ચિમ બંગાળમાં, જમ્મુ કાશ્મીર અને મેઘાલયમાં બે-બે બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. મિઝોરમ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપમાં એક-એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે.

April 11, 2019
cash.jpg
1min6210
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઇન્કમટેક્ષ વિભાગ પણ મોટી રકમની હેરફેર પર ‘બાજ’ નજર રાખી રહી છે. ત્યારે રાજકોટના પ્રહલાદ પ્લોટ રોડ પર આવેલી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી રૂ.1.10 કરોડની રોકડ સીઝ કરી હતી.
(Symbolic Pic)
ચૂંટણી દરમિયાન કાળાનાણાની હેરફેર રોકવા માટે ઇન્કમટેક્ષ વિભાગ સજ્જ બન્યુ છે. એરપોર્ટ સહિતના સ્થળોએ આઇ.ટી.ની ખાસ સ્કવોડ દ્વારા વોચ ગોઠવાય છે. ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોટુ ઓપરેશન કરાતા આંગડિયા પેઢીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્રની જાણીતી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સર્ચની’ કામગીરી હાથ ધરાઇ હતી.
વિંગ કમિશનર રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7 ઇન્સપેકટરો સહિતની ટીમ આ ઓપરેશનમાં જોડાઇ હતી. ગઇકાલે મોડી સાંજે આંગડિયા પેઢી’ પર તવાઇ ઉતારાતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ સર્ચ કામગીરી શરૂ થતાની સાથે જ પેઢીમાંથી રૂ.1.10 કરોડની રોકડ મળી આવી હતી. જેની તપાસ’ બાદ પેઢી સંચાલક વિકાસ મેકવાનની પૂછતાછ કરાઇ હતી. પરંતુ આ રકમ અંગે સંચાલકે મૌન સેવી લીધું હતું. આઇ.ટી. વિભાગ દ્વારા અંતે રકમ સીઝ કરી ચૂંટણી કમિટીમાં રીપોર્ટ મોકલ્યો છે.
મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ થયાના થોડા સમયમાં જ રોકડ મળી આવતા તપાસનો દૌર વધુ ઘનિષ્ઠ કરાયો હતો. સર્ચ ઓપરેશનની જાણ આંગડિયા પેઢી એસોસીએશનને મળતા સંગઠનના સભ્યો દરોડાના સ્થળે પહોંચી ગયા હતા. જેના પગલે આઇ.ટી. વિભાગને પોલીસ બોલાવવી પડી હતી અને 8 થી 10 હથિયારધારી પોલીસને બોલાવ્યા બાદ બંદોબસ્ત હેઠળ કામગીરી કરી હતી.
April 11, 2019
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min5930

કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતને ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ નકારી હતી. તેમણે કહ્યું હતું કે, ઘણા બધાં અમારા સંપર્કમાં હોય છે પરંતુ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ રહ્યા હોવાનું હાલના તબક્કે કોઇ વાત નથી. કૉંગ્રેસના યુવા નેતા અને ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર કૉંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરવાના સમચારા વાયુ વેગે વહેતા થયા છે. આખા હાઇવોલ્ટેજ ડ્રામામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ વાત કરતા ફોડ પાડ્યો હતો કે બધા લોકો અમારા સંપર્કમાં છે, પરંતુ અત્યારે ભાજપમાં જોડાય એવી વાત નથી. બીજી તરફ કૉંગ્રેસના નેતાઓ અલ્પેશ કૉંગ્રેસમાં જ છે અને બધું સારું થઇ જશે. આમ કૉંગ્રેસ પોતાનો બચાવ કરી રહ્યું છે બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ અલ્પેશભાઇ સહતિ તમામ કાર્યકર્તાઓને માન આપે છે. માન સન્માન સાથે જ તેમને જવાબદારી પણ આપવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, આ કૉંગ્રેસ પરિવારનો આતંરિક મામલો છે. અલ્પેશની નારાજગી મામલે ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં બધું બરાબર થઈ જશે.

April 10, 2019
alpesh_thakor.jpeg
1min11630

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે નિયુક્તિ પામેલા અલ્પેશ ઠાકોરે આજે તા.10મી એપ્રિલ 2019ના રોજ સાંજે પાંચ કલાકે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે.

ભારે હૈયે રાજીનામું આપતા અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં કહ્યું હતું કે તેની સાથે હળાહળ અન્યાય થયો છે અને તેની અનુભૂતિ કરી રહ્યો છે.

અલ્પેશનો રાજીનામા પત્ર આ મુજબ 

April 10, 2019
congress.jpg
2min15310

ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં 500થી વધુ ભાજપીઓ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

સુરત જિલ્લામાં આવતી બારડોલી અનુસૂચિત જનજાતિ માટેની રિઝર્વ લોકસભા બેઠક પર આ વખતે ભાજપા માટે આકરાં ચઢાણ હોવાનું ખુદ ભાજપીઓના આંતરિક રિપોર્ટમાં બહાર આવ્યું છે અને એટલે જ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજરોજ તા.10મીએ જાહેરસભા યોજવી પડી છે. નરેન્દ્ર મોદી આજે તા.10મી એપ્રિલે બારડોલી લોકસભા વિસ્તારમાં રેલી કરી રહ્યા છે એ જ સમયે કોંગ્રેસે કેટલાક ભાજપી આગેવાનો સમેત 500થી વધુ લોકો પાસે ભાજપા છોડાવીને કોંગ્રેસની કંઠી બંધાવી લીધી છે.

ભાજપીઓ પોતાના પાયાના કાર્યકર્તાઓને બચાવી ન શક્યા

સુરત જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ થવાની હોય ત્યારે જ કોંગ્રેસે ભાજપના પાયાના મનાતા નેતાઓ અને કાર્યકર્તાઓને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો. ભાજપના રહીને આ નેતાઓ તેમની અવગણના સહી ન શક્યા હતા. છેલ્લી ઘડી સુધી ભાજપના કેટલાક નેતાઓએ આજનો કોંગ્રેસ પ્રવેશનો પ્રોગ્રામ વિફળ બનાવવાની કોશિસ કરી હતી પરંતુ, તમામ પ્રયાસો વિફળ રહ્યા હતા.

કોણ કોણ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના ચાણક્ય સમા જિલ્લા કોંગ્રેસના અગ્રણી દર્શનભાઇ નાયકે સી.આઇ.એ. સાથે વાતચીતરમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ તા. 10-4-19ના રોજ ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં ડૉ. તુષારભાઈ ચૌધરી તાપી-સુરત જિલ્લા પ્રમુખની હાજરીમાં સુરત જીલ્લા પંચાયત સભ્ય રેખાબેન ચૌધરી (હળપતિ ગૃહ નિર્માણના અધ્યક્ષ) માંડવી તાલુકાના ભાજપના મહામંત્રી શ્રી અજુઁનભાઈ માલાભાઈ ચૌધરી, ઠાકોરભાઈ ચૌધરી (માજી સરપંચ વાંકલ) હરેશભાઈ વસાવા (માજી સરપંચ વાડી ગામ, મંત્રી ગણપત વસાવા PA) બારડોલી તાલુકાના ભાજપના માજી તાલુકા પંચાયત સભ્ય અેવા જયેશભાઈ મણીલાલભાઈ હળપતિ, લાલુભાઈ શંકરભાઈ રાઠોડ,મહુવા તાલુકાના વાંસકુઈ ગામના સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ નાયકા,500 આગેવાનો સાથે ભાજપને રામ રામ કરી કોગ્રેસમાં જોડાઇ ગયા છે.

બારડોલી લોકસભા અને જિલ્લા ભાજપ સંગઠન ભાજપા માટે બળતું ઘર

બારડોલી લોકસભા સીટ પર પહેલેથી જ ભાજપમાં આંતરિક ડખાં જોવાય રહ્યા છે. ગણપત વસાવા એક સમયે પરભુભાઇ વસાવાની બ્રિફ પકડીને ચાલતા હતા, હવે તેમના વિરોધી બની ચૂક્યા છે. એથી વિશેષ કેટલાક આદિવાસી નેતાઓ, વ્યારા-માંડવીના અગ્રગણ્ય લોકો પણ ભાજપની નીતિ રીતીથી કંટાળી ચૂક્યા છે. સુરત જિલ્લા ભાજપાના વર્તમાન હોદ્દેદારોની પાયાના કાર્યકરો પર કોઇ પકડ નથી. આવી સ્થિતિમાં બારડોલી લોકસભા સીટ કહો કે સુરત જિલ્લા ભાજપ સંગઠન, ભાજપીઓ માટે બળતું ઘર બની ગયું છે. સુગર ફેક્ટરીઓના પ્રશ્ન હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય, સિંચાઇના મુદ્દાઓ પર ભાજપ સરકારે કોઇ સહયોગ આપ્યો ન હોઇ, સુરત જિલ્લામાં ભાજપા માટે કપરાં ચઢાણ સાબિત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જુના જોગી ડો. તુષાર ચૌધરી આ બેઠક પર ભાજપાના કાંગરા ખેરવી જાય તો નવાઇ નહીં.

April 10, 2019
jitu-2.jpg
1min12450

મોદીને સારુ લગાડવા ભાજપા પ્રમુખ વાઘાણી સમેતના નેતાઓનો બેફામ વાણી વિલાસ

ભાજપાના સુપ્રીમો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે ભાજપાના નેતાઓ કંઇપણ હદે ઉતરી શકે છે. છેલ્લા સપ્તાહથી જે રીતે ગુજરાતમાં રાજકીય નેતાઓ ખાસ કરીને ભાજપી નેતાઓ એવું નથી કે તેમની જીભ લપસી જાય છે પરંતુ, ઇરાદાપૂર્વક કેટલાક શબ્દ પ્રયોગ કરીને રાહુલ ગાંધી કે કોંગ્રેસને ભાંડી રહ્યા છે, બેફામ વાણી-વિલાસને મિડીયા ચગાવે છે અને એ રીતે મોદીની નજરમાં આવી શકાય, એ રૂએ ભાજપીઓ બેફામ વાણી વિસાલ કરી રહ્યા છે. તાજેતરમાં પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુ વાઘાણીએ સુરત ખાતે કોંગ્રેસીઓને હરામજાદા કરીને સંબોધ્યા હતા.

થોડા દિવસો પહેલા જીતુ વાઘાણીના દિકરાને કોલેજે પરીક્ષામાંથી ચોરી કરતા પકડ્યો હતો, હવે ચૂંટણી પંચે જીતુ વાઘાણીને પકડ્યા છે ચૂંટણીના નિયમ ભંગ માટે

એવું નથી કે ફક્ત ભાજપીઓ જ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે પરંતુ, જાહેરસભામાં કોંગ્રેસીઓ પણ ભાજપીઓને અનેક ખરીખોટી ખરાબ ભાષામાં સંભળાવી પ્રજા સામે અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આવું કરી રહ્યા છે જ્યારે ભાજપીઓ મોદીની નજરમાં આવવા માટે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દોનો પ્રયાગ કર્યો હતો, જેની ચૂંટણી પંચે ગંભીર નોંધ લઇ સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પાસે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. સુઓમોટો એટલે કોઇ ફરિયાદી વગર ચૂંટણી પંચે જાતે જ ઘટનાની નોંધ લઇને ફરીયાદ દાખલ કરી છે.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓને ભાજપ ક્યારેય સાંખી નહીં લે. પછી તે કોઇપણ ધર્મસંપ્રદાયનો હોય. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસના મંત્રી મોહમ્મદ સુરતી, જે દેશદ્રોહીની ગાડીમાંથી હથિયારો પકડાયા હોય તેની પાર્ટીને મત હોય ખરા? તેમણે કહ્યું  કે કોંગ્રેસ અલગ રીતે લઇને વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે એવું કહ્યું હતું કે, રાહુલ જ્યારે નાના હતા અને દૂધ પીતા હતા ત્યારે પણ તેમના રક્ષણ માટે કમાન્ડો રહેતા હતા ત્યાર બાદ તેમણે માફી  પણ માગી હતી. ઉપરાંત તેઓએ ફરીથી તાજેતરમાં એવું કહ્યું કે, રાજીવ ગાંધી જુઠા હતા. તેમનો પુત્ર પણ જુઠો છે અને પુત્રી પણ જુઠી છે. જેને લઇને પણ ભારે હોબાળો મચ્યો હતો. હવે ફરીથી સુરતની જાહેરમાં કોંગ્રેસની આલોચના કરતા તેઓએ કોંગ્રેસને હરામજાદા જેવા શબ્દથી નવાજ્યા હતા.

કોંગ્રેસીઓ પણ પોતાનું વજુદ બતાવવા ભાજપીઓને

શરમાવે તેવા નિવેદનો કરી રહ્યા છે

કોંગી ધારાસભ્ય ગેનીબેન, નેતા મોઢવાડિયાની અભદ્ર ટિપ્પણી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બેફામ કરેલા નિવેદનોએ ભાજપીઓને વધુ ઉશ્કેર્યા છે.

થરાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયના આરંભ પ્રસંગે વાવના ધારાસભ્ય  ગેનીબેને વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના આકરા પ્રહારો કરતા કહ્યું કે, કાળું નાણું  5 વર્ષમાં તમારા રાજમાં આવ્યું નથી પરંતુ મારે એમને સીધુ પૂછવું છે કે કાળું નાણું બહારથી લાવવા કોણે, એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા.  આમ ગેનીબેન અભદ્ર શબ્દો બોલીને વડાપ્રધાનની ગરીમા જાળવી ન હતી. અગાઉ પણ ગેનીબેન પોતાના વિવાદિત વિધાનોના કારણે અનેક વખત ચર્ચામાં રહેલા છે.

એવી જ રીતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ડીસા ખાતે સભાને સંબોધતા કહ્યું કે, એના ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી 56 ઇંચની, અમારા સાહેબની છાતી 100 ઇંચની. કોઇ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એની છાતી કેટલા ઇંચની હોય 36 ઇંચની, ઠઠના પહેલવાન હોય એની છાતી 42 ઇંચની હોય અને 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને 100 ઇંચની છાતી પાડાની હોય.

April 10, 2019
congressMLa.jpg
1min5430
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22 થી 49.40 ટકા સુધીનું પ્રીમીયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજુ મળ્યા નથી, તેથી કોંગ્રેસના 3 ધારાસભ્યેએ આ મામલે સરકાર સામે મોરચો માંડયો છે.’ પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માગણી સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેઠા છે.
કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો આખી રાત ધરણા પર બેઠા’ હતા અને હજી પણ આ ઘરણા ચાલુ જ હોવાનું જાણવા મળે છે. કૃષિ નિયામક પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપે પછી જ ધરણા પરથી ઉઠશે તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યુ હતું.
ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક વીમાની ચૂકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવવાતા ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી સાથે આ ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કૃષિભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઇને રાજ્યપાલ અને લોકઅદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.
April 10, 2019
voting.jpg
1min5930

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની તા. 8મી એપ્રિલને છેલ્લો દિવસ હતો ત્યારે કુલ452 ઉમેદવારોમાંથી 81 ઉમેદવોરોએ ઉમેદવારી પરત ખેચતા હવે કુલ 371 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. જેના કારણે હવે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

રાજ્યની ર6 બેઠક પૈકી સુરેન્દ્રનગર, જામનગરમાં સૌથી વધુ અને પંચમહાલ, દાહોદ, ખેડામાં સૌથી ઓછા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊતર્યા છે. દરમ્યાન ચૂંટણીપંચ દ્વારા સુરેન્દ્રનગર-ગાંધીનગર અને અમદાવાદ (પૂર્વ)માં વધારે ઉમેદવારો હોઇ જે તે વિધાનસભા વિસ્તારમાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. એટલે કે આ ત્રણે બેઠક પર બે બેલેટ યુનિટ રાખવામાં આવશે.

તા.8મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કુલ 452 ઉમેદવારોમાંથી 81 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેચતાં હવે કુલ 371 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

રાજ્યની સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાંથી સૌથી વધુ 31 ઉમેદવાર છે. આ બેઠક પર ઉમેદવારની સંખ્યા પંદરથી વધારે હોઇ ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકદીઠ બે ઇવીએમ મશીન અથવા તો બેલેટ યુનિટ મૂકીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની કવાયત આરંભાઇ છે. જ્યારે ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસના સી. જે. ચાવડા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જોકે ગાંધીનગરમાં કુલ 34 ઉમેદવાર પૈકી 17 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતાં હવે કુલ 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

આ બેઠક પર પણ 1પથી વધુ સંખ્યામાં ઉમેદવાર હોઇ ત્યાં મતદાન મથકદીઠ બે બેલેટ યુનિટની વ્યવસ્થા ઊભી કરાશે.

April 10, 2019
modihai.jpg
1min9580

 

ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજ્યના અનેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધવાની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી દીધી છે. બુધવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની જંગી ચૂંટણીસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીનો લોકસભાનીચૂંટણીના પ્રચારનો વ્યસ્ત શિડયુલને કારણે આણંદ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 1300 જેટલા જવાનો ખડે પગે ફરજ બજાવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જૂનાગઢમાં એક જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે સોનગઢમાં પણ એક જાહેરચૂંટણીસભા સંબોધશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ પીએમ મોદી સભાઓ ગજાવશે. પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે પીએમ મોદી જે સ્થળે જનસભાઓ સંબોધવાના છે તે જગ્યાએ રાજ્યના ગૃહ ખાતા દ્વારા 1300 જેટલા પોલીસ કર્મચારીઓને સઘન સુરક્ષાના બંદોબસ્તમાં ખડે પગે ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી તા. 17મી એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમ તૈયાર થયો હતો, પરંતુ તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા તા.17મી એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો હતી. વડા પ્રધાન મોદી તા.17મી એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.