તા.6 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.8મી ઓગસ્ટ 2019ને બપોરે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. અગાઉ એવા રિપોર્ટસ રજૂ કરાયા હતા કે વડાપ્રધાન શ્રી મોદી 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પરંતુ, છેલ્લી ઘડીએ ફેરફાર કરીને આ સમય રાત્રીના 8 કલાકનો કરવામં આવ્યો છે.
અગાઉ ગઇ તા.27મી માર્ચ 2019ના રોજ વડાપ્રધાને દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. એ વખતે લોકસભાની ચૂંટણીની ઘોષણા અને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ સંદર્ભે દેશવાસીઓને માહિતી આપી હતી.
આજના પ્રજાજોગ સંબોધનમાં શ્રી મોદી એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે લીધેલા કાશ્મીર સમેતના નિર્ણયો અંગેની માહિતી આપશે.
નરેન્દ્ર મોદી તમામનો આભાર પણ માની શકે છે અને દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ પણ માગી શકે છે.
આજકાલ બૉલીવૂડમાં બાયોપિક ફિલ્મોનો દોર છે. આમાં હવે મહિલા સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે. આથી અભિનેત્રીઓને પણ બાયોપિકમાં કામ કરવાની તક મળે છે. સ્વતંત્રતા દિને રજૂ થનારી ફિલ્મ મંગલ મિશનમાં જોવા મળનારી અભિનેત્રી તાપસી પન્નુ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. જોકે, હવે અભિનેત્રીનો સંપર્ક હોર્સ જોકી રુપા સિંહના પાત્ર માટે કરવામાં આવ્યો છે. તાપસીને ફિલ્મની કથા ગમી છે અને તે ઘોડેસવારી કરવા ઉત્સુક છે. પરંતુ તેની પાસે તારીખોની સમસ્યા છે. નોંધનીય છે કે મંગલ મિશન બાદ તાપસી સાંડ કી આંખ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે વૃદ્ધાનું પાત્ર ભજવે છે અને તેની સાથે ભૂમિ પેડણેકર છે.
શ્રેણી જીતી લીધા પછી મંગળવારે (રાત્રે ૮.૦૦થી લાઈવ) અહીં રમાનારી આખરી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વિજયી બની વેસ્ટ ઈન્ડિઝનો સંપૂર્ણ વ્હાઈટવૉશ કરવાના પ્રયાસમાં આગળ વધી રહેલી ભારતની ટીમમાં કેટલાક ફેરફાર કરાવા સાથે નવા ખેલાડીઓની અજમાયશમાં તેેઓને રમવાનો મોકો આપવાની આશા રખાય છે.
ભારતની બૅટિંગમાં કદાચ મોટો ફેરફાર ન કરવામાં આવે, પણ બૉલિંગમાં નવી અજમાયશની આશા કરાય છે.
ભારતીય કેપ્ટન કોહલીએ બીજી મેચ પછી કહ્યું હતું કે શ્રેણી જીતી લેવામાં કેટલાક નવા ખેલાડીઓને રમવાનો મોકો આપી શકાય છે, પણ જીતવું હંમેશાં પ્રાધાન્ય હશે.
કે. એલ. રાહુલની ઝઝૂમી રહેલા દિલ્હીના યુવાન બેટ્સમેન રિષભ પંતના સ્થાને પસંદગી થઈ શકે છે જે પહેલી બે મેચમાં ૪ અને શૂન્ય રન કરી નિષ્ફળ રહ્યો છે.
કોહલીને પંતની આવડતમાં ઘણો વિશ્ર્વાસ છે અને જોવાનું રહે છે કે ૨૧ વર્ષના આ આશાસ્પદ ખેલાડીને વધુ એક મોકો અપાશે કે નહીં.
જોકે, રોહિત શર્મા અથવા શિખર ધવનમાંથી કોઈને પણ આ મેચમાં આરામ અપાવાની શક્યતા નથી.
ધવન માટે અંગૂઠામાં થયેલી ઈજાના કારણે વર્લ્ડ કપ ચૂકી જવા પછી આ પહેલી શ્રેણી છે અને પહેલી બે મેચમાં સારા પ્રમાણમાં રન ન કરી શકવાથી તે વન-ડે અને ટેસ્ટ મેચો પહેલા પોતાનું બૅટિંગ ફોર્મ પાછું પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હશે.
યુવાન ફાસ્ટ બૉલર નવદીપ સૈનીની બદલીમાં લેગ-બ્રેક બૉલર રાહુલ ચાહરની રમવાની પૂરી શક્યતા છે અને તેના સંબંધી દીપક ચાહરને પણ મોકો મળી શકે છે તથા રવીન્દ્ર જાડેજાને આરામ આપી શકાશે.
આયોજક રાષ્ટ્રની ટીમ માટે ટૂંકી મુદતની રમતમાં સારો દેખાવ કરવો અગત્યનો છે અને કીરોન પોલાર્ડ તથા સુકાની કાર્લોસ બ્રેથવેઈટ તરફથી મોટા સ્કોરની આશા રખાય છે.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જવાને કારણે સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪થી ૮૯૭ના ઉછાળા સાથે રૂ. ૩7,૦૦૦ નજીકની સપાટી પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
સોનાનો ભાવ સોમવારે ₹800 ઊંચકાઈને પ્રતિ દસ ગ્રામે સર્વોત્તમ સપાટી ₹36,970ને આંબ્યો હતો. મજબૂત વૈશ્વિક સંકેતો અને અમેરિકા અને ચીન વચ્ચે વકરતા જતા વેપારયુદ્ધના લીધે રોકાણકારોએ પીળી ધાતુ પર પસંદગી ઉતારી છે. સોનાને અનુસરતા ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોગ્રામ ₹1,000 વધીને ₹43,100 થયો હતો. ઔદ્યોગિક એકમો અને સ્થાનિક સિક્કા ઉત્પાદકોની મજબૂત માંગના સથવારે તેનો ભાવ આટલો ઊંચકાયો હતો.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતાં વધુ ૩૦૦ અબજ ડૉલરના માલ પર પહેલી સપ્ટેમ્બરથી ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ વળતાં પગલાં લેવાની ચિમકી આપતાં ટ્રેડ વૉર વધુ વકરે તેવી શક્યતાએ આજે ડૉલર સામે યુઆન એક ટકાના કડાકા સાથે ૧૧ વર્ષના તળિયે પહોંચ્યો હતો અને લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક લેવાલી નીકળી હતી. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગત શુક્રવારના બંધથી ૧.૨ ટકાની તેજી સાથે મે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી ૧૪૫૭ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૪૬૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તે જ પ્રમાણે ચાંદીમાં પણ રોકાણકારોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ આગલા બંધથી ૧.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જતાં આયાત પડતરમાં થયેલા વધારા ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪ની તેજી સાથે રૂ. ૩૬,૧૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૯૭ની તેજી સાથે રૂ. ૩૬,૩૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં અણધારી આગઝરતી તેજી રહેતાં જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી નીકળવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૪૨,૦૩૫ના મથાળે બંધ રહ્યા હતા.
ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી હતી. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો હતો જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી હતી.
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના નાંદોદમાં ૬.૨ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૩.૫ ઇંચ, તિલકવાડામાં ૪.૩ ઇંચ અને સાગબારામાં ૫.૩ ઇંચ પડ્યો હતો.
5 દેશોના અંદાજે 25 હજાર કિ.મી.ના બાઇકપ પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓ પૈકી એક જીનલ શાહને રશીયામાં પાસપોર્ટ ખોવાય જતા એકલી મૂકીને આગળ વધવા અંગે સારીકા મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે જીનલ શાહને એકલી મૂકી ન હતી, તેની સેફ્ટીની ખાતરી કર્યા પછી આગળ વધ્યા હતા, તેમની પાસે આગળ વધવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. વાંચો વિગતવાર સારીકા મહેતાની સ્પષ્ટતા
બાઇકિંગ ક્વીન્સના નામે સુરતની ત્રણ યુવતિઓ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલ બેટી બચાવો, બેટી પઢાવો અવેરનેસ અભિયાનના ભાગરૂપે ત્રણ ખંડોના 25 દેશોની અંદાજે 25 હજાર કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળ્યા હતા. રશીયાના મોસ્કો ખાતે બાઇકિંગ ક્વીન્સ પૈકીના જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયા બાદ જીનલ શાહને છોડીને કાફલો આગળ લઇ જવાના સારીકા મહેતાના નિર્ણયની ચોમેરથી ટીકા થઇ રહી છે ત્યારે સારીકા મહેતાએ પોતાની સ્પષ્ટતા સી.આઇ.એ.લાઇવને આ મુજબ આપી હતી.
સારીકા મહેતાએ પેરીસ ખાતેથી ટેલિફોનિક વાતચીતમાં સી.આઇ.એ. લાઇવના એડિટર જયેશ બ્રહ્મભટ્ટને જણાવ્યું હતું કે પાસપોર્ટ ખોવાય ગયા બાદ તેને શોધવા માટે ક્રુ મેમ્બરો વરસતા વરસાદમાં રાત્રીના અંધકારમાં સમગ્ર વિસ્તાર ખૂંદી વળ્યા હતા. બાદમાં નહીં મળતા એમ્બેસીમાં ફોન કરીને આગળની પ્રોસીજર શરૂ કરાવી હતી. બે વિકલ્પ હતા. એક વ્હાઇટ પાસપોર્ટ લઇને દિલ્હી પહોંચવું અને બીજો વિકલ્પ રશીયામાં પ્રિન્ટેડ પાસપોર્ટ લઇને બાદમાં ક્રુ સાથે જોડાવું.
સારીકા મહેતાના જણાવ્યા મુજબ જીનલ શાહે વ્હાઇટ પાસપોર્ટના વિકલ્પ ની પાડી હતી. પ્રિન્ટેડ પાસપોર્ટને આવતા 10-15 દિવસ લાગે એવું મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યું હતું. જીનલ શાહે આ માટે રશીયામાં 15 દિવસ સુધી રોકાવું પડે તેવી સ્થિતિ જાણતી હતી અને જીનલ શાહે જ રશીયામાં આટલા દિવસ રોકાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
સારીકા મહેતાનું કહેવું હતું કે પાસપોર્ટ કદાચ મળી જાય એવી શક્યતાને જોતા તેઓ પાસપોર્ટ ખોવાયાના બે દિવસ સુધી રશીયા બોર્ડર પર ક્રુ સાથે રોકાયા હતા. છેવટે તેમણે જીનલ શાહની હેલ્થ અને સિક્યુરિટી અંગે ઇન્ડીયન એમ્બેસીના અધિકારીઓ સાથે વ્યક્તિગત વાત કરીને બાંયધરી મેળવીને તેને છોડવાનો નિર્ણય લીધો હતો.
જીનલ શાહનું બાઇક મૂકવા માટે હની દેસાઇ નામના ક્રુ મેમ્બર મોસ્કો સુધી ગયા હતા.
સારીકા મહેતાએ જણાવ્યું કે તેઓ મિશન પર હતા, તેમના વિઝાથી લઇને હોટેલ બુકિંગ્સ બધું જ નિર્ધારિત સમયનું હતું. તેમની સાથે બાઇક પણ હતા આ બધી પરિસ્થિતિમાં તેઓ એક સભ્ય માટે આખું મિશન અટકાવી શકે તેવી સ્થિતિમાં ન હતા. અન્યથા બધાએ મુશ્કેલીમાં મૂકાવું પડ્યું હોત. તેમણે જણાવ્યું કે મારી પાસે કાફલાનો આગળ વધારવા સિવાયનો વિકલ્પ ન હતો.
સારીકા મહેતાએ વધુમાં ઉમેર્યું કે જીનલ શાહને એકલી અટૂલી મૂકીને આવવાનો પ્રશ્ન જ નથી, તેમની સલામતિ સેફ્ટી વગેરેની બાયધરી મળ્યા પછી તેઓ ત્યાંથી રવાના થયા હતા. સારીકા મહેતાએ કહ્યું કે પહેલા જ દિવસથી ક્રુ મેમ્બરને જણાવી દીધું હતું કે પાસપોર્ટ સમેતના ડોક્યુમેન્ટસ સંભાળીને રાખવા આમ છતાં, રશીયામાં એક રેસ્ટોરેન્ટના રિસેપ્શન પર જીનલ અને રુતાલી પટેલ પાસપોર્ટનું પાઉચ ભૂલી ગયા હતા. ત્રીસ કિ.મી. પાછા જઇને ત્યારે પાસપોર્ટ લેવો પડ્યો હતો.
બેટી બચાવો, બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ મહિલા બાઇકર્સે એક મહિનામાં 10 હજારથી વધુ કિ.મી.નું અંતર કાપીને રશીયા પહોંચી હતી. રશીયા પહોંચેલા સુરતના આ ત્રણેય બાઇકર્સ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલએ રશીયાના મોસ્કોમાં રોકાણ કર્યું હતું એ સમયે તા.22મી જુન 2019ના રોજ જીનલ શાહનું એક પર્સ ચોરાઇ ગયું હતું. જ્યારે પર્સ ચોરાયું ત્યારે જીનલ શાહ કે અન્ય ક્રુ મેમ્બર્સને ખબર પણ નહોતી પડી.
બાઇકિંગ ક્વીન જીનલ શાહનું પર્સ ગઇ તા.22મી જુલાઇએ રશીયાના મોસ્કોમાં ચોરાઇ ગયું હતું જેમાં પાસપોર્ટ, આર.સી.બુક સમેતના ડોક્યુમેન્ટસ હતા
મોસ્કોથી 630 કિ.મી. દૂર જ્યારે રશીયા બોર્ડર પર પહોંચ્યા ત્યારે બાઇકિંગ ક્વીન જીનલ શાહને ખબર પડી કે તેનું એક પર્સ મિસિંગ છે અને તેમાં પાસપોર્ટ, લાઇસન્સ, બાઇકની આર.સી. બુક અને એ.ટી.એમ. કાર્ડ હતા.
જેવું પર્સ ચોારાયાની ભાળ થઇ એટલે તરત જ બાઇકિંગ ક્વીન તરીકે દેશ વિદેશમાં નામના મેળવી રહેલી સારીકા મહેતાએ રંગ બદલ્યો અને જીનલ શાહને રશીયા જેવા દેશમાં મોસ્કોથી 630 કિ.મી. દૂર અજાણ્યા પ્રદેશમાં, અજાણી ભાષાના લોકો વચ્ચે એકલી અટૂલી છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો અને તા.23મીએ સુરતની જીનલ શાહને છોડીને સારીકા મહેતા અને અન્ય ક્રુ મેમ્બર્સ ચાલી નીકળ્યા.
સારીકા મહેતાએ સુરત ખાતે જીનલ શાહના પરિવારજનો સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે તે જીનલ માટે રોકાઇ શકે નહીં, નિર્ધારિત સમયે જર્ની પુરી કરવાની લ્હાયમાં બેટી બચાવો બેટી બચાવો અવેરનેસ માટે નીકળેલી સારીકા મહેતાએ જીનલ શાહને તરછોડી દેવામાં એક મિનિટનો પણ વિચાર કર્યો નહીં.
સારીકા મહેતા સાથે બાઇક સવાર રુતાલી પટેલ ઉપરાંત અન્ય ત્રણ બેકઅપ ટીમના સભ્યો જીનલ શાહને મોસ્કોથી 630 કિ.મી. દૂર વેરાન જગ્યા પર એકલી મૂકીને આગળ વધી ગયા. માનસિક રીતે હતાશ, શારીરીક રીતે થાકી ગયેલા જીનલ શાહે જ્યારે એમ કહ્યું કે તેનાથી એક કિ.મી. પણ બાઇક ચાલી શકે તેમ નથી ત્યારે એક ક્રુ મેમ્બર જીનલ શાહનું બાઇક મોસ્કો ડ્રોપ કરવા માટે સાથે ગયા હતા.
ઘટનાના એક અઠવાડીયા પછી આ અંગે સારીકા મહેતાએ તેની ફેસબુક વોલ પર આ સંદેશો લખ્યો હતો.
એક તરફ પોતાનો પાસપોર્ટ સમેત અગત્યના ડોક્યુમેન્ટસની ચોરી થઇ હોય અને મોસ્કોથી પણ 630 કિ.મી. દૂર જ્યારે પોતાના સાથીઓ જ છોડી જાય ત્યારે અજાણ્યા પ્રદેશમાં કોઇપણ માનવીની શું હાલત થાય, જીનલ શાહ એટલી માનસિક યાતનામાં હતી કે તે એક ડગલું પણ ભરી શકે તેમ ન હતી. જીનલના પરિવારજનોએ મૂળ સુરતના જ અને મોસ્કોમાં ડાયમંડનું કામકાજ કરતા જિજ્ઞેશભાઇ અને પ્રીતિબેનને ફોન કરીને તેમની દિકરી જીનલ શાહને હેલ્પ કરવા જણાવ્યું.
મોસ્કોમાં રહેતા જિજ્ઞેશભાઇ અને તેમના ધર્મપત્ની પ્રીતિબેનએ જીનલ શાહને સાથ આપ્યો, તેને મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે મુલાકાત કરાવી, તેના ડોક્યુમેન્ટસ સબમિટ કરાવ્યા અને છેવટે પાસપોર્ટ મળતા જીનલ શાહ ઇન્ડિયા પરત ફરી રહી છે.
બાઇકિંગ ક્વીનના સૂત્રો શું કહે છે
બાઇકિંગ ક્વીનના સૂત્રો જણાવે છે કે જ્યારે એવું ખબર પડી કે જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયો છે ત્યારે બાઇકિંગ ક્વીન ક્રુ બે દિવસ સુધી જીનલ શાહ સાથે બોર્ડર પર રહ્યા હતા, અને તાત્કાલિક કાર્યવાહી થાય તેવું નહીં લાગતા તેમણે જીનલ શાહને છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. બાઇકિંગ ક્વીનના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે જીનલ શાહને મોસ્કોમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ તરફથી હેલ્પ મળી હતી. જીનલ શાહને એસ્કોર્ટ વીથ ડિપ્લોમેટ કાર પ્રોવાઇડ કરવામાં આવી હતી.
તા.23 જુલાઇ 2019 પછી સુરતની ત્રણ બાઇકિંગ ક્વીનની જગ્યાએ 2 જ બાઇકિંગ ક્વીનના ફોટા સ્પ્રેડ કરાયા
પોતાની ત્રીજી સાથી જીનલ શાહને રશીયાના મોસ્કોથી 630 કિ.મી. દૂર એકલી અટૂલી છોડીને ગઇ તા.23મી જુલાઇ 2019 પછી બધા જ અપડેટમાં આ રીતે સારીકા મહેતા અને રુતાલી પટેલે સોશ્યલ મિડીયા વાહવાહી મેળવી રહ્યા છે.
સારીકા મહેતાએ ધાર્યું હોત તો જીનલ શાહ આજે પણ જર્નીમાં હોત
ત્રણ ખંડોના 25 દેશોની 25 હજારથી વધુ કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓમાં સારીકા મહેતા પોતે જ લીડર બની બેઠી હતી. જ્યારે તેની સાથે બાઇક પ્રવાસે નીકળેલી જીનલ શાહનો પાસપોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ ચોરાય ગયા ત્યારે સારીકા મહેતાએ અત્યંત નિર્દયી રીતે જીનલ શાહને રશીયાના મોસ્કોથી દૂર એકલી અટૂલી મૂકી દીધી ત્યારે કુલ 5 ક્રુ મેમ્બર માંથી એકેય સારીકા મહેતાના નિર્ણયનો વિરોધ ન કર્યો. ત્રણ યુવતિઓ સાથે એક ફોટોગ્રાફર સમેત અન્ય ત્રણ ક્રુ મેમ્બર્સ પણ છે. જાણકારો કહે છે કે જો સારીકા મહેતા સમેત ક્રુ મેમ્બર્સ જીનલ શાહ માટે રોકાયા હોત તો તેમને સત્વરે જીનલ શાહનો પાસપોર્ટ સમેત અન્ય ચીજવસ્તુઓ પરત મળી શકી હોત અને જીનલ શાહ આજે પણ બાઇક રેલીનો એક ભાગ બની શકી હોત. પરંતુ, સારીકા મહેતાએ ફિક્સ શિડ્યુલ્ડના બહાને સુરતની એક યુવતિ જીનલ શાહને રશીયામાં તરછોડીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો.
જીનલ શાહ મંગળવાર તા.5મી ઓગસ્ટે દિલ્હીથી સવારે 7ની ફ્લાઇટમાં સુરત આવી રહી છે
રશીયાના મોસ્કોમાં પાસપોર્ટ ચોરાય જવાના કારણે 25 દેશની 25 હજાર કિ.મી.ની બાઇક યાત્રામાંથી બહાર કરી દેવામાં આવેલી સુરતની બેટી જીનલ શાહ તા.6 ઓગસ્ટ, મંગળવારે સવારે 7 વાગ્યે દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટમાં પોતાના ઘરે પરત ફરી રહી છે.
ગૃહ મંત્રી અમિત શાહે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તની સાથે અમીત શાહે જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ગૃહપ્રધાને રજૂ કરેલા સુધારા બિલમાં 370 કલમમાંથી પેટાલ કલમ 1 સિવાય તમામ પેટાકલમો દૂર કરવાની ભલામણ
કરવામાં આવી. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પણ રજૂ કરવામાં આવ્યું. 370(3) અંતર્ગત ભારતના રાષ્ટ્રપિત ખંડ(1) સાથે રાષ્ટ્રપતિ સંસદની ભલામણ સાથે આ ઘોષણા
કરે છે કે કલમ 370(1) સિવાય અન્ય તમામ પેટાકલમો લાગુ નહીં પડે.
જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અંતર્ગત
રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે. જેમાં લદ્દાને જમ્મુ કાશ્મીરથી અલગ પાડીને
વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમ્મુ
કાશ્મીરને વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી
જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં રહે.
અમીત શાહએ દરખાસ્ત રજૂ કરતા જ રાજ્યસભામાં ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો અને રાજ્યસભાના અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવી પડી હતી.
અમિતશાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. બંધારણ (જમ્મુ-કાશ્મીરમાં લાગુ) આદેશ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે.
અમિત શાહે પ્રસ્તાવ રજૂ ક્રયા બાદ રાજ્યસભામાં જબરજસ્ત હોબાળો શરૂ થઈ રહ્યો છે.
કાશ્મીરમાં કાર્યવાહી થતાં થશે પરંતુ,
કાશ્મીરના ડેવલપમેન્ટે ભારતીય શેર બજારને લોહીલૂહાણ કરી મૂક્યું હતું. આજે વધુ 500
પોઇન્ટના કડાકા સાથે માર્કેટ ખૂલતા શેરબજારના લોકો નાહી ઉઠ્યા હતા. આમેય ભારતીય
શેરબજાર છેલ્લા કેટલાય દિવસોથી ડાઉનફોલમાં છે અને તેમાં કાશ્મીરના મુદ્દાએ આજે
સાર્વત્રિક રેડ ઝોનમાં ફેરવી નાંખ્યો હતો.
શુક્રવારે સામાન્ય રિકવરી સાથે બંધ
થયેલું બજાર આજે તા.5મી ઓગસ્ટને સોમવાર, સપ્તાહારંભે જ માર્કેટ શરૂ થયના પહેલા જ
કલાકમાં 620
સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સથી વધુનો કડાકો બોલી ગયો હતો.
સેન્સેક્સ-30માં લગભગ તમામ શેર્સના ભાવ ઘટી
જતા માર્કેટમાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. સવારે 10 વાગ્યે 627 પોઈન્ટ્સના ઘટાડા સાથે સેન્સેક્સ 36,490 પર ટ્રેડ કરી રહ્યો હતો.
માર્કેટ એક્સપર્ટસના કહેવા અનુસાર કાશ્મીરમાં પ્રવર્તી રહેલી અસમંસજસની સ્થિતિને પગલે શેરબજારમાં પણ
જોરદાર કડાકો બોલી ગયો છે.
આજે સૌથી મોટો કડાકો યસબેંકના શેરમાં
પડ્યો હતો. યસ બેંકનો શેર સવારે દસ વાગ્યે 7.30 ટકાના ઘટાડા સાથે ડાઉન ફોલમાં સૌથી
ટોચ પર જોવાયો હતો.
યશબેંકનો શેર 81.85ની પોતાની 52 વીકની સૌથી નીચી સપાટીને પણ તોડી ગયો છે.
નિફ્ટી-50માં પણ આજે 177 પોઈન્ટ્સનો ઘટાડો સવારે દસ વાગ્યા સુધીમાં નોંધાયો છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટીવન સ્મિથે બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષના પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં જબરદસ્ત પુનરાગમન કર્યું છે. તેણે એશિઝ સિરિઝના પહેલા ટેસ્ટની બન્ને ઇનિંગમાં સદી ફટકારી છે. આથી ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ પણ સુધરી છે અને જીતની તક બની છે. પહેલા દાવમાં લડાયક 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ સદી કરી હતી અને 142 રન કર્યા હતા. એશિઝ શ્રેણીમાં તે એક ટેસ્ટના બન્ને દાવમાં સદી કરનારો પાંચમો કાંગારૂ બેટધર બન્યો હતો. આ સૂચિમાં આ પહેલા મેથ્યૂ હેડને 2002માં બ્રિસ્બેન ખાતે 197 અને 103 રનની ઇનિંગ રમી હતી. સ્ટીવ વોએ માંચેસ્ટરમાં 1997માં 108 અને 116 રન કર્યાં હતા. આર્થર મોરિસે 1947માં એડિલેડમાં 122 અને 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે 1909માં વોરેન બારડસર્લીએ ઓવલના મેદાન પર 136 અને 130 રન કર્યાં હતા. સ્મિથે આ સાથે એશિઝ સિરિઝમાં 43 ઇનિંગમાં 10 સદી કરી છે. આ સૂચિમાં પહેલા નંબર પર મહાન ડોન બ્રેડમેન છે. તેમણે 63 ઇનિંગમાં 19 સદી કરી છે. ઇંગ્લેન્ડના જેક હોબ્સે એશિઝની 71 ઇનિંગમાં 12 સદી કરી છે. સ્ટીવ વોએ 72 ઇનિંગ રમીને 10 સદી કરી છે. ————- એશિઝમાં ઓસિ. ડ્રાઇવિંગ સીટ પર: સરસાઇ 350 ઉપર મેથ્યૂ વેડે પણ સદી ફટકારી: બીજા દાવમાં ઇંગ્લેન્ડના બોલરો ધોવાયા બર્મિંગહામ તા.4: વાપસી સાથે બન્ને ઇનિંગમાં સદી કરનાર ‘સુપ્રિમ’ સ્ટીવન સ્મિથ અને મેથ્યૂ વેડની લડાયક સદીની મદદથી એશિઝ ટ્રોફીના પહેલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા બાઉન્સ બેક થયું છે અને ડ્રાઇવિંગ સીટ પર આવી ગયું છે. સ્ટીવન સ્મિથે, મેથ્યૂ વેડ અને ટ્રેવિસ હેડે ઇંગ્લેન્ડના બોલરોને હંફાવીને પહેલા ટેસ્ટના ચોથા દિવસે ચાના સમય બાદ તેની ટીમ ઓસ્ટ્રેલિયા માટે જીતની તક ઉભી કરી હતી. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 7 વિકેટે 445 રન થયા હતા. આથી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડથી 355 રને આગળ થયું હતું. વેડે તેની બીજી ટેસ્ટ સદી કરી હતી. તે 110 રને અને સુકાની ટિમ પેન 34 રને આઉટ થયા હતા.’ પહેલા દાવમાં 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ લાજવાબ સદી કરીને 207 દડામાં 14 ચોકકાથી 142 રન કર્યાં હતા. વેડે તેની સદી 133 દડામાં 1પ ચોકકાથી બનાવી હતી. સ્મિથ અને વેડ વચ્ચે પાંચમી વિકેટમાં 126 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જયારે સ્મિથે ટ્રેવિસ હેડના સાથમાં ચોથી વિકેટમાં 130 રનનો ઉમેરો કર્યોં હતો. આજે ઉસ્માન ખ્વાઝા 40 રન કરીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્ટોકસને બે અને બ્રોડ, વોકસ અને અલીને 1-1 વિકેટ મળી હતી. અનફિટ એન્ડરસન બોલિંગ કરી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 284 રન થયા હતા. આ સામે ઇંગ્લેન્ડે પહેલા દાવમાં 374 રન કર્યાં હતા. આથી તેને 90 રનની સરસાઇ પ્રાપ્ત થઇ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.