CIA ALERT

Slider Archives - Page 323 of 492 - CIA Live

August 5, 2019
sensex.jpg
1min11110

સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૩૭,૮૮૨.૭૯ના બંધથી ૭૬૪.૫૭ (૨.૦૨ ટકા) પોઈન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૩૮,૦૪૩.૨૨ ખૂલી તેજ દિવસે ઊંચામાં ૩૮,૦૪૩.૨૨ સુધી અને ૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ નીચામાં ૩૬,૬૦૭.૪૧ સુધી જઈ છેવટે ૩૭,૧૧૮.૨૨ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૧૩૯.૯૮ લાખ કરોડ રહ્યું છે, જે આગલા સપ્તાહના અંતે રૂ. ૧૪૮.૦૮ લાખ કરોડ હતું. મિડકેપ ઈન્ડેક્સ ૨.૨૩ ટકા, સ્મોલ કેપ ૪.૩૨ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૨.૫૨ ટકા, બીએસઈ-૨૦૦ ૨.૫૩ ટકા અને બીએસઈ-૫૦૦ ૨.૬૭ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઈપીઓ ૧.૭૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૩.૭૪ ટકા ઘટ્યા હતા. બીએસઈ કાર્બોનેક્સ ૨.૬૧ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૨.૨૭ ટકા વધ્યા હતા.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર આઈટી ૦.૫૮ ટકા વધ્યો હતો, જ્યારે ટેક ૦.૨૭ ટકા, એફએમસીજી ૧.૨૦ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૪ ટકા, પાવર ૨.૭૯ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૮૪ ટકા, હેલ્થકેર ૩.૧૨ ટકા, ઓટો ૩.૪૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૪ ટકા, બેન્કેક્સ ૩.૬૭ ટકા, રિયલ્ટી ૪.૦૪ ટકા, પીએસયુ ૫.૫૫ ટકા અને મેટલ ૮.૯૪ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરો હતા: ટીસીએસ ૪.૪૧ ટકા, ભારતી એરટેલ ૨.૫૨ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૩૩ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૦.૯૭ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૦ ટકા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: વેદાંતા ૧૪.૬ ટકા, ટાટા મોટર્સ ડીવીઆર ૧૩.૭૨ ટકા, ટાટા મોટર્સ ૧૨.૭૧ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧૧.૦૧ ટકા અને ટાટા સ્ટીલ ૮.૮૫ ટકા. 

August 5, 2019
Gandhinagar-Gujarat.jpg
1min6010

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો હતો. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરિંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આગામી સપ્તાહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષની ઉજવણી માટે મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન થશે તેના બીજા જ દિવસથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ શટડાઉન થવાની સૂચના પછી આ કાર્યક્રમમાં જેમને સહાય આપવાની છે તેવા લાભાર્થીઓની વિગતો, ખર્ચના બીલોની પ્રક્રિયા- નોંધણી ડેટા સેન્ટર બંધ થાય તે પહેલા પૂર્ણ કરવા કૃષિ, ઊર્જા, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં દોડધામ શરૂ થઈ છે.

જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાઈસન્સ, ઈ-ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઇન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરુવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે એવું મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

August 5, 2019
kashmir-news.jpg
1min13040

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

August 5, 2019
Kashmir-situation-2.jpg
1min14290

જમ્મુ અને કાશ્મીરમાં શું થવાનું છે તે અંગે રવિવારે પણ અનિશ્ર્ચિતતા ચાલુ રહી હતી. એક બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાદેશિક પક્ષોએ એક બેઠક યોજીને રાજ્યનો બંધારણમાંનો ખાસ દરજ્જો રદ કરવાની અથવા રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવાની સરકારની સંભવિત હિલચાલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદ ભવનમાં સુરક્ષાના મુદ્દા પર બેઠક બોલાવી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગાબા સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પાછા બોલાવવાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદનું સત્ર પૂરું થયા પછી અમિત શાહ જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લઈ શકે છે. તેવું સ્રોતો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને જાસૂસી માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરોને ઘૂસાડવાની તૈયારી ચાલી રહી છે. તે સંદર્ભમાં સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી છે. કાશ્મીરમાંથી અન્ય રાજ્યોના લોકો પોતાના વતન પાછા ફરી શકે તે માટે વિમાની ભાડાઓ પર ટોચમર્યાદા અને ટ્રેન ટિકિટ લઈ જવાનું રહી જાય તો તેમાં થોડી હળવાશ દાખવવાની જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે. સોમવારે સંસદની બેઠક મળશે તેમાં વિપક્ષી નેતાઓ વડા પ્રધાન મોદી નિવેદન કરે તેવી માગ કરી શકે છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (બીજો સુધારો) ખરડો ૨૦૧૯ રજૂ કરશે. તેવું જાણવા મળ્યું છે. પહેલી જુલાઈએ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો. રાજ્યસભામાં આ ખરડો પસાર થશે તો રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ-ઈકોનોમિક બેકવર્ડ ક્લાસોને, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત મળશે. 

August 4, 2019
ausi-flood6.jpg
1min5200

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૫૨ ટકા વરસાદ વરસ્યો હતો જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું હતું.

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર- ૨માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું હતું.

August 4, 2019
CIA_Live_Logo_New2.jpg
3min10590

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લાની અંદાજે એક કરોડની વસતિ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી સડસડાટ વધી રહી છે. આજે રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઉકાઇ ડેમની સપાટી વધીને 311.06 ફૂટને પાર કરી ગઇ હોવાની અધિકૃત માહિતી સાંપડી છે. હજુ રૂલ લેવલ 335 ફૂટથી આજની 310 ફૂટની પાણીની સપાટી 25 ફૂટ ઓછી રહી છે. પરંતુ, જે રીતે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે તે જોતા આ વખતે ઓગસ્ટ મહિનામાં જ રૂલ લેવલ અને વોટર લેવલ બન્ને સમાંતર પહોંચી જાય તેમ છે.

ડેમમાં પોણાચાર લાખ ક્યુસેક્સ પાણીનો આવરો

તંત્રવાહકો કહે છે કે એ તો ચાલુ ચોમાસાની સીઝન જ દર્શાવશે કે ડેમમાં કેટલું પાણી આવશે અને પાણીની કેટલી સપાટી થશે, હાલ તુરત કોઇ ભયજનક સ્થિતિ નથી.

તા.4 ઓગસ્ટ બપોરે સાડાબાર વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 3 લાખ 88 હજાર ક્યુસેક્સ જેટલો નોંધાયો હતો. ડેમાં જંગી માત્રામાં પાણીનો આવરો થઇ રહ્યો હોઇ ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી છે.

ઉકાઇ ડેમના સત્તાધીશોએ આપેલી સત્તાવાર માહિતી આ મુજબ છે.

Ukai Dam. Dt.04.08.19. Hr: 12.00 hrs.

Rule Level : 335.00 ft.

Present Water Level : 311.06 ft.

Inflow: 387968 cusecs.

G.S. : 2700.89 MCM

Percentage filling: 36.43 %

Increase in qty: 1827.16

MCM (w.r.t to mini storage of this yr)

Hathnur Level: 209.53 mt.

Outflow: 18743.08 Cusecs

ઉકાઇ ડેમમાં હાલ આ વિસ્તારોમાં પડી રહેલા વરસાદનું પાણી આવી રહ્યું છે.

Nandurbar Dist. Rainfall.

(Taluka H.Q.) Dt. 04/08/2019 (Progressive)

Nandurbar – 52 (488)

Navapur – 100 (985)

Taloda – 76 (625)

Akkalkuva – 161 (658)

Shahada – 58 (528)

Akarani – 185 (633)

Total today – 632 mm

Average today – 105.34 (652.83

August 3, 2019
posts.jpg
1min7190

કેન્દ્રમાં મોદી સરકાર 2.0એ ઇન્ડિયન પોસ્ટને સ્મોલ ફાયનાન્સ બેન્કનું લાયસન્સ આપવાનો નિર્ણય કર્યો છે જેથી હવે પોસ્ટ (ટપાલ) ઓફિસ બેન્કોની જેમ જ લોન પણ આપતી થઇ જશે. આ નિર્ણયને પગલે ગ્રાહકોને નાની લોન મળી શકશે.

પોસ્ટ વિભાગ કઇ કઇ બેંકિંગ ફેસેલિટી આપશે

પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી)માં હવે તમામ બચત ખાતા, કરન્ટ એકાઉન્ટ ખોલી શકવા, ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ, બિલ ચૂકવણી અને રિચાર્જ, રેમિટેંસેજ એન્ડ ફંડ ટ્રાન્સફર, ડોરસ્ટેપ બેન્કિંગ,’ ડીઓપી પ્રોડક્ટ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા છે. પોસ્ટ ઓફિસ હવે’ બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ જેવી બેન્ક સેવાઓ આપી રહી છે.

આ ઉપરાંત આ પેમેન્ટ બેન્કમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એસએમએસ બેન્કિંગ, મિસ્ડ કોલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને ક્યૂઆર કોડથી બેન્કિંગની સુવિધા પણ મળી રહી છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ખુલ્યા બાદ પોસ્ટ ઓફિસે ઓનલાઈન બેન્કિંગની સુવિધા પણ શરૂ કરી છે. આઈપીપીબી ખાતાને પોસ્ટ ઓફિસના બચત ખાતાં સાથે જોડી શકાય છે. પરંતુ પેમેન્ટ બેન્ક પોસ્ટ ઓફિસ લોન આપી શકતી નથી. જોકે તે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા આરડી એકાઉન્ટના બદલામાં લોન આપી શકે છે. આ ઉપરાંત આઈપીપીબી સુકન્યા સમૃદ્ધિ ખાતું, પીપીએફ અને આરડી એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ચૂકવણી’ કે ફંડ ટ્રાન્સફરની સુવિધાઓ પણ આપે છે.

દેશમાં મોજૂદ સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતું, કરંટ ખાતું, એફડી, આરડી, લોન, મ્યુચ્યુઅલ ફંડ, વીમો જેવી સેવાઓ આપે છે. હાલમાં દેશમાં 10 સ્મોલ ફાયનાન્સ બેન્ક કાર્યરત છે.

August 3, 2019
testtshirt.jpg
1min5900

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ૪૨ વર્ષીય બ્રેટ લીને પણ ટેસ્ટની નવી જર્સી જરાય નથી ગમી. તેણે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘ખેલાડીઓની સફેદ જર્સી પર નામ અને નંબરની પદ્ધતિ મને તો બહુ હાસ્યાસ્પદ લાગી છે. હું તો ટેસ્ટના ખેલાડીઓની જર્સીની પાછળ નામ અને નંબર લખવાની પ્રથાની વિરુદ્ધમાં છું. કેવું હસવા જેવું લાગે છે! આઇસીસીને કહેવા માગું છું કે તમે ક્રિકેટની પૉપ્યુલારિટી વધારવા સામાન્ય રીતે જે પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રશંસનીય છે, આ જર્સીની બાબતમાં તમે થોડી ભૂલ કરી છે.’

ઍશિઝ-સિરીઝની સાથે સૌપ્રથમ ‘વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ’નો પણ આરંભ થયો છે અને એ ટાંણે આઇસીસીએ ખેલાડીઓની જર્સીને થોડી આકર્ષક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ૧૪૨ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટની આ અનોખી ઘટના છે.

ક્રિકેટજગતનું સંચાલન કરતી આઇસીસીએ ટેસ્ટ-ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટેના એક નવા નુસખા તરીકે ખેલાડીઓની જર્સી પર નામ અને નંબર લખવાની જે નવી પ્રથા શરૂ કરી છે એ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટને વાહિયાત લાગી છે. તેણે ટ્વિટર પર જણાવ્યું છે કે ‘મને એ કહેતા જરાય અફસોસ નથી થતો કે ટેસ્ટની જર્સી પર નામ અને નંબર લખવાની જે નવી પ્રથા શરૂ થઈ છે એ સાવ કચરા જેવી છે. આશા છે કે બધા ઍશિઝ સિરીઝ ઍન્જોય કરશે. નવી ટેસ્ટ-જર્સી બહુ જૂનવાણી લાગે છે. એના પર નામ અને નંબર જોવા મને જરાય નથી ગમતા.’ ટેસ્ટમાં પણ જર્સી પર નામ તથા નંબર લખવા પાછળનો આઇસીસીનો હેતુ એ છે કે ચાહકો મનપસંદ પ્લેયરોને તેમ જ કંઈક અસાધારણ કરી દેખાડતા પ્લેયરોને આસાનીથી ઓળખી શકે.

August 3, 2019
weather-forecast.jpg
1min5920

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વરસી રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહતિ અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જેને પગલે તંત્ર ઍલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં એડીઆરએફ અને પોલીસ તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની કરેલી આગાહીને પગલે સરકારી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે શુક્રવારે પણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદનાં પ્રહલાદનગર, એસજી હાઇવેમાં વરસાદ પડ્યો હતો.

August 3, 2019
spw1.jpg
1min4450
સ્પેનિશ નેવીના યુદ્ધ જહાજ મેન્ડેઝ નુનેજ ગોવામાં આવી પહોંચ્યું ત્યારે ભારતીય નેવી દ્વારા બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનિશ નેવીનું આ જહાજ ત્રણ દિવસની મુલાકાતે આવ્યું છે.