CIA ALERT
07. May 2024
August 2, 20191min13050

Related Articles



7.50 લાખ ફી ચૂકવીને 700 કરોડની ટેક્સ ક્રેડિટ : કારખાનેદારોની સિમાચિન્હ રૂપી જીત

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બુદ્ધિશાળી લોકો જે જંગ લડવાની ના પાડતા હતા, કેટલાક ટેક્સ એક્સપર્ટ સુરતના વિવીંગ કારખાનેદારોને મગજ વગરના સમજતા હતા એ સુરતના નાના કારખાનેદારોના બનેલા સંગઠન ફોગવાએ ભારતમાં જી.એસ.ટી. કાઉન્સિલ અને કેન્દ્ર સરકાર સામે સિમાચિન્હ રૂપી પહેલી કાનૂની જીત મેળવી છે. પ્રત્યેક લૂમ્સ દીઠ રૂ.7 હજાર જેવી રકમ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે વિવિંગ કારખાનેદારને પાછી મળશે.

Symbolic Photo Weaving Industry

ભારતમાં જ્યારે જીએસટી લાગૂ કરવામાં આવ્યો એ 1 જૂન 2016થી 31 જુલાઇ 2016 સુધી વીવીંગ કારખાનેદારોએ ભરેલો ટેક્સ રિફંડ કે ક્રેડિટ કરવા માટે જીએસટી કાઉન્સિલે નનૈયો ભણી દીધો હતો. દેશના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત 24 લાખ જેટલા લૂમ્સ પેટે ભરવામાં આવેલી રૂ.700 કરોડ જેટલી રકમની ટેક્સ ક્રેડિટ લેપ્સ કરી દેવામાં આવી હતી.

સુરતથી મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ વકીલ પ્રકાશ શાહ સાથે વાતચીત માટે મુંબઇ ગયા હતા

સૌથી મોટો વીવીંગ ઉદ્યોગ સુરતમાં કાર્યરત હોઇ, સુરતમાં ફોગવાએ 13 મહિનાની રૂ.700 કરોડ જેટલી ટેક્સ ક્રેડિટ પાછી મેળવવા માટે કાનૂની માર્ગે લડત આપવાનું નક્કી કર્યું અને સુરતથી ફોગવાના અગ્રણીઓ મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ મુંબઇ ખાતે ખાસ એક્સપર્ટ એડવોકેટ પીડીએસ લિગલના પ્રકાશ શાહને મળવા ગયા હતા.

મુંબઇના વકીલ પ્રકાશ શાહે 15 લાખ ફી માગી હતી, ફોગવાએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવી લીધા

સુરતના ફોગવાના નેજા હેઠળ રૂ.700 કરોડની ટેક્સ ક્રેડિટ સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડવા મુંબઇના ખ્યાતનામ વકીલ પ્રકાશ શાહને રોકવામાં આવ્યા હતા. પ્રકાશ શાહે કુલ રૂ.15 લાખ ફી થશે એમ જણાવ્યું હતું, ફોગવાના અગ્રણીઓએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવ્યા હતા. અને ગુજરાત હાઇકોર્ટમાં કેસ શરૂ થયો હતો.

બે મુદત બાદ જીએસટી કાઉન્સિલ અને કેન્દ્ર સરકારને જ્યારે એફિડેવિટ ફાઇલ કરવા માટે જણાવાયું અને એ મુજબની કાર્યવાહી જીએસટી કાઉન્સિલે કરી, એ પછીની મુદતમાં ગુજરાત હાઇકોર્ટે વિવર્સને 13 મહિનાની ટેક્સ ક્રેડિટ પાછી આપવા સંદર્ભનો આદેશ જારી કર્યો.

કેન્દ્રના નાણાં ખાતું તો અગાઉ અનેક કેસ હારી ચૂક્યું હશે પરંતુ, જીએસટી કાઉન્સિલને પહેલી વખત કાનૂની પછડાટ મળી છે અને એ પણ સિમાચિન્હ રૂપી પછડાટ છે.

દેશમાં 24 લાખ જેટલા લૂમ્સ કાર્યરત છે અને તે મોટા ભાગે 12, 18, 24, 36, 48 જેટલી સંખ્યામાં લૂમ્સ ધારક નાના કારખાનેદારોની વ્યાખ્યામાં આવે છે. જીએસટીનો અમલ થયો ત્યારથી 13 મહિના આ કારખાનેદારોએ ભરેલા જીએસટીની બાકી નીકળતી રકમ ક્રેડિટ આપવા કે રિફંડ આપવાને બદલે સીધી જ લેપ્સ કરી દેવાની પેરવી ખરેખર અન્યાયી હતી, અને ટેક્સના જાણકારો, ચેમ્બરના કેટલાક ભેજાબાજ ટેક્સ કન્સલ્ટન્ટોને વિવર્સની આ લડાઇમાં રસ ન હતો. પણ છેલ્લે વિવિર્સનો વિજય થયો છે.

પ્રત્યેક લૂમ્સ દીઠ અંદાજે રૂ.7 હજારની ટેક્સ ક્રેડિટ મળશે અને તા.1 ઓગસ્ટ 2018થી ભરેલા જીએસટીમાં મળવાપાત્ર રકમ રિફંડ તરીકે મળશે.

ઘણા લોકોને સવાલ થાય છે કે 1400 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો, એની પણ ગણતરી એવી છે કે વિવીંગ કારખાનેદારો જે ટેક્સ ક્રેડિટ માટે લડત ચલાવી રહ્યા હતા એ ટેક્સ તેમણે જ્યારથી જીએસટીનો અમલ શરૂ થયો હતો એ તા.1લી જુન 2017થી તા.31મી જુલાઇ 2018 સુધી ભરેલા જીએસટીની રકમ પૈકી મળવાપાત્ર પરત ક્રેડિટ કે રિફંડ પેટેની રકમ રૂ.700 કરોડ થાય છે. એ પછી તા.1લી ઓગસ્ટ 2018થી જીએસટી કાઉન્સિલે વિવીંગ ઇન્ડસ્ટ્રીને મળવાપાત્ર ટેક્સ રિફંડ આપવાનો સરક્યુલર જારી કર્યો હતો પરંતુ, વિવર્સે હજુ સુધી એ સ્વીકાર્યો નથી કે ક્લેઇમ કર્યો નથી. એટલે એના બીજા રૂ.700 કરોડ મળીને કુલ 1400 કરોડનો આંકડો બોલાય રહ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :