Slider Archives - Page 320 of 491 - CIA Live

August 7, 2019
CIA_Live_Logo_New2.jpg
7min24370

ભારતીય ટપાલ વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય પોસ્ટ્સ દ્વારા ગુજરાત સમેત પાંચ રાજ્યોમાં ગ્રામિણ ડાક સેવકની કુલ 10,066 પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

  • Important Dates Online Application Begins: August 5, 2019
  • Last Date to Apply: September 4, 2019

ફક્ત ધો.10માં ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ થયેલા ઉમેદવારો ભારતીય પોસ્ટ્સની આ સરકારી નોકરી માટે લાયકાતપાત્ર ગણવામાં આવ્યા છે. તા.5મી ઓગસ્ટ 2019થી ગ્રામિણ ડાક સેવક (GDS) ની પોસ્ટ્સ માટે ઓનલાઇન એપ્લિકેશન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ધો.10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોય તેવા ઉમેદવારો નીચેની લીંક પરથી પોતાની એપ્લિકેશન રજિસ્ટર્ડ કરી શકે છે.

http://www.appost.in/gdsonline/home.aspx

The India Post has invited online applications for recruitment of Gramin Dak Sevak (GDS) vacancies.

The candidates who wish to apply for the India Post GDS job vacancies are advised to visit the official website – appost.in – to check the detailed notification and submit applications for the recruitment process.

The India Post is conducting this recruitment drive for selection of the Gramin Dak Sevak (GDS) posts for Assam, Bihar, Gujarat, Karnataka, Kerala, and Punjab post circle.

A total of 10066 Gramin Dak Sevak (GDS) Posts will be filled in through this recruitment process.

 The eligible candidates are advised to submit their online application for the post of India Post GDS through the official website – www.appost.in.

The application process for the same started on August 5, 2019, and the last date to submit the application form is September 4, 2019.

Education qualification

Education qualification Candidates who have passed class 10th with Mathematics and English as compulsory or elective subjects from a recognized Board of School Education can apply for the India Post Gramin Dak Sevak posts.

Age Limit (as on 05-08-2019) 8/7/2019 India Post Recruitment 2019:

Applications invited for Gramin Dak Sevak vacancies @appost.in

Minimum Age: 18 Years Maximum

Age: 40 Years Age relaxation is applicable to SC/ ST/ OBC/ PWD/ EWS Candidates as per rules

Vacancy details

The India Post is conducting this recruitment drive for selection of candidates for a total of 10,066 vacancies available in Assam, Bihar, Gujarat, Karnataka, Kerala, and Punjab Post Circle.

Post Circle wise vacancy break-up

  • Assam- 919 Post
  • Bihar- 1063 Posts
  • Gujarat- 2510 Posts
  • Karnataka- 2637 Posts
  • Kerala- 2086 Posts
  • Punjab- 851 Posts

India Post Gramin Dak Sevak 2019 recruitment:

એપ્લાય કરવા માટે આ મુજબની પ્રક્રિયા અનુસરો

Steps to ApplyStage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number 
Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any  Head Post Office. List of Post Offices
Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.

Stage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number 
Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any  Head Post Office. List of Post Offices
Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.

August 7, 2019
bhim_app.jpg
1min14000

કેન્દ્ર સરકારની પેમેન્ટ એપ ભીમ એપને અપગ્રેડ કરવામાં આવી રહી છે. ઑક્ટોબરમાં રજૂ થનારા ભીમ એપના અપડેટેડ વર્ઝનમાં આ એપ દ્વારા એક યુઝર પોતાના અનેક બેંકના ખાતાઓ (મલ્ટીપલ અકાઉન્ટ્સ) ઉમેરી શકશે અને પોતે ઇચ્છશે એ અકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશે.’

મનું આગામી વર્ઝન પ્રાઈવેટ સેક્ટરના પેમેન્ટ પ્લેટફોર્મ્સને આકરી ટક્કર આપશે. અધિકારીએ કહ્યું કે, ‘ભીમના માધ્યમથી જનવસુવિધાઓના બિલોની ચૂકવણી પહેલેથી કરી શકાય છે. અમે ઘણી અન્ય સુવિધાઓને તેની સાથે જોડી રહ્યા છીએ. આનાથી કન્ઝ્યૂમર્સ તેમની પ્રૉડક્ટ અને સેવાઓની ખરીદી કરી શકશે અને એપ દ્વારા પેમેન્ટ કરી શકશે.’

કોઈપણ પ્રયોગકર્તા જેણે પોતાના મોબાઈલ ફોન નંબરને બેંક ખાતા જોડેલો છે, ભીમ એપ દ્વારા લેવડ-દેવડ કરી શકે છે. જૂનમાં ભીમ એપ દ્વારા 6202 કરોડ રૂપિયાના દોઢ કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.

August 7, 2019
nirbhayasuprem.png
1min5160

મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.

નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.

August 7, 2019
rain_forecast.png
1min10420

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા વરસ્યો

ગુજરાતનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૬૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૧૫ ટકા. અને દક્ષિણ ગુજરાતમાં ૮૯.૩૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૧૫૬ મી.મી. એટલે કે ૬ ઈંચ, સુબિરમાં ૧૪૫ મી.મી., ક્વાંટમાં ૧૩૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૫ ઈંચ જેટલો, નસવાડીમાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વ્યારામાં ૯૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ, ડોલવણમાં ૬૩ મી.મી. અને નીઝરમાં ૫૬ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે તીલકવાડા, સંખેડા, ડભોઈ, છોટા ઉદેપુર, કપરાડા, ઉચ્છલ, સોનગઢ, જેતપુર પાવી, ગરૂડેશ્ર્વર, ગણદેવી, જાંબુઘોડા, ચીખલી, સાગબારા અને નવસારી મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

August 7, 2019
sushma.jpg
1min5390

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના લોકપ્રિય નેતા સુષમા સ્વરાજનું ગઈ કાલે રાત્રે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા.

એક સમયના દિલ્હીનાં મુખ્ય પ્રધાન સુષમા સ્વરાજ બાહોશ વિદેશ પ્રધાન હતાં. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે થોડા મહિનાઓ પહેલાં જ રાજકારણથી દૂર થઈ ગયાં હતાં. તેમણે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં નબળી તબિયતને કારણે જ ઝુકાવવાનું ટાળ્યું હતું. ૨૦૧૬માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

સુષમા સ્વરાજના નિધન સાથે ભારતીય રાજકારણમાં એક ગૌરવશીલ યુગનો અંત આવી ગયો છે. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ધારાશાસ્ત્રી હતાં. તેઓ વિદેશ પ્રધાનપદે આવનારાં સ્વ. ઇન્દિરા ગાંધી પછીનાં બીજા મહિલા હતાં. તેઓ એક સમયે હરિયાણામાં પ્રધાન પણ હતાં.

તેમને ગઈ કાલે રાત્રે ૯.૩૦થી ૧૦.૦૦ વાગ્યાની વચ્ચે દિલ્હીની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેડિકલ સાયન્સિઝ) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને દાખલ કરવામાં આવ્યા બાદ તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યાં હતાં. 

અનેક વરિષ્ઠ પ્રધાનો એઇમ્સમાં દોડી આવ્યા હતા.

————

સુષમાજીએ સાંજે મોદીને ટ્વીટમાં કાશ્મીરના મુદ્દે અભિનંદન આપેલાં!

વડા પ્રધાનને શુભેચ્છામાં લખેલું, ‘થૅન્ક્યૂ વેરી મચ.’

નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની તબિયત ઘણા દિવસોથી સારી નહોતી, પરંતુ સોમવારે કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને ખાસ સ્વાયત્તતા આપતી ૩૭૦મી કલમ કાઢી નાખવાની તેમ જ એને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ, એમ બે કેન્દ્ર-શાસિત પ્રદેશોમાં પરિવર્તિત કરવાની રાજ્ય સભામાં જે જાહેરાત કરી હતી એને પગલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો.

ગઈ કાલે લોકસભામાં પણ આ સંબંધિત ખરડો પસાર થયો હતો. ગઈ કાલે સાંજે સુષમા સ્વરાજે ટ્વિટર પર નરેન્દ્ર મોદીને કાશ્મીર મુદ્દે અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું. સ્વરાજે ટ્વીટમાં લખ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી, થેન્ક્યુ પ્રાઇમ મિનિસ્ટર. થૅન્ક્યુ વેરી મચ. હું આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.’

અનેક પ્રધાનો, સંસદસભ્યો તેમ જ ભાજપના અને કૉંગ્રેસના નેતાઓએ સુષ્મા સ્વરાજના નિધન વિશે શોક વ્યક્ત કરતા સંદેશા સોશિયલ મીડિયા પર પાઠવ્યા હતા.

સુષમા સ્વરાજના પરિવારમાં તેમના પતિ સ્વરાજ કૌશલ અને પુત્રી બાસુંરીનો સમાવેશ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન વિશે પીટીઆઇને શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘સુષમાજી ખૂબ જ સારા વક્તા અને અસાધારણ સંસદસભ્ય હતા. સમગ્ર પક્ષમાં તેમ જ સમગ્ર દેશમાં તેઓ લોકપ્રિય હતાં.’

August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18650

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લા સમેત દક્ષિણ ગુજરાતમાં પાણીના મુખ્યસ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમની વાત હાલ ચૌરેને ચૌટે ચર્ચાય રહી છે. નુક્કડ પરની ચર્ચામાં ઉકાઇ ડેમનો ઉલ્લેખ ન થાય તો એ ચોમાસું ન કહેવાય.

અહીં જે વિગતો રજૂ કરી રહ્યા છે એ વાંચ્યા પછી આપની ઉકાઇ ડેમ અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ અંગેની જાણકારી સચોટ બનશે.

આ વખતે વરસાદની પહેલી જ હેલીમાં ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી ગઇ. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદનું પાણી આવ્યું અને ઉકાઇ ડેમની સપાટી વધી, આ જાણકારી સહજ છે. પણ વધુ ઉંડાણથી જાણવું જોઇએ કે ઉકાઇ ડેમમાં જ્યાં વરસાદ પડવાથી પાણી આવે છે એ ઉપરવાસના કયા વિસ્તારમાં ચાલુ વરસાદી સીઝનમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે, આ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

25.4 મી.મી. બરાબર 1 ઇંચ વરસાદ

ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ખુદ ઉકાઇ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉકાઇ વિસ્તારમાં જ ચાલુ સીઝનમાં કુલ 1501 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. મતલબ કે ઉકાઇ ડેમ જ્યાં છે એ ઉકાઇ વિસ્તારમાં કુલ 59 ઇંચ જેટલો વરસાદ પહેલી જ વરસાદી હેલીમાં પડી ચૂક્યો છે. એ સિવાય ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવતા ચીખલધરામાં 1202.80 મી.મી., ચાંદપુરમાં 1160.80 મી.મી., નારણપુરમાં 1079 મી.મી., અકલકુવામાં 779 મી.મી. અને તલોદામાં 714 મી.મી વરસાદ પડ્યો છે જેનું પાણી ઉકાઇ ડેમમાં આવ્યું છે. આ આંકડા સત્તાવાર રીતે ઉકાઇ ડેમ સ્થિત કેન્ટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યા છે.

નીચેના કોષ્ટક પરથી જાણી શકાશે કે ઉકાઇ ડેમના ઉપરવાસ (કેચમેન્ટ એરીયા)માં કયા ક્ષેત્રો આવે છે અને તા.6 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં તા.6 ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડા
August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12400

તા.6 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.8મી ઓગસ્ટ 2019ને બપોરે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. અગાઉ એવા રિપોર્ટસ રજૂ કરાયા હતા કે વડાપ્રધાન શ્રી મોદી 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પરંતુ, છેલ્લી ઘડીએ ફેરફાર કરીને આ સમય રાત્રીના 8 કલાકનો કરવામં આવ્યો છે.

અગાઉ ગઇ તા.27મી માર્ચ 2019ના રોજ વડાપ્રધાને દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. એ વખતે લોકસભાની ચૂંટણીની ઘોષણા અને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ સંદર્ભે દેશવાસીઓને માહિતી આપી હતી.

આજના પ્રજાજોગ સંબોધનમાં શ્રી મોદી એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે લીધેલા કાશ્મીર સમેતના નિર્ણયો અંગેની માહિતી આપશે.

નરેન્દ્ર મોદી તમામનો આભાર પણ માની શકે છે અને દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ પણ માગી શકે છે.

August 6, 2019
tapsi.jpg
1min7970

આજકાલ બૉલીવૂડમાં બાયોપિક ફિલ્મોનો દોર છે. આમાં હવે મહિલા સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે. આથી અભિનેત્રીઓને પણ બાયોપિકમાં કામ કરવાની તક મળે છે. સ્વતંત્રતા દિને રજૂ થનારી ફિલ્મ મંગલ મિશનમાં જોવા મળનારી અભિનેત્રી તાપસી પન્નુ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. જોકે, હવે અભિનેત્રીનો સંપર્ક હોર્સ જોકી રુપા સિંહના પાત્ર માટે કરવામાં આવ્યો છે. તાપસીને ફિલ્મની કથા ગમી છે અને તે ઘોડેસવારી કરવા ઉત્સુક છે. પરંતુ તેની પાસે તારીખોની સમસ્યા છે. નોંધનીય છે કે મંગલ મિશન બાદ તાપસી સાંડ કી આંખ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે વૃદ્ધાનું પાત્ર ભજવે છે અને તેની સાથે ભૂમિ પેડણેકર છે.

August 6, 2019
team-india-ap-fb.jpg
1min7170

શ્રેણી જીતી લીધા પછી મંગળવારે (રાત્રે ૮.૦૦થી લાઈવ) અહીં રમાનારી આખરી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વિજયી બની વેસ્ટ ઈન્ડિઝનો સંપૂર્ણ વ્હાઈટવૉશ કરવાના પ્રયાસમાં આગળ વધી રહેલી ભારતની ટીમમાં કેટલાક ફેરફાર કરાવા સાથે નવા ખેલાડીઓની અજમાયશમાં તેેઓને રમવાનો મોકો આપવાની આશા રખાય છે.

ભારતે રવિવારે અમેરિકા ખાતેના તબક્કામાં વરસાદના અવરોધભરી બીજી મેચ ડકવર્થ-લુઈસ સ્કોરિંગ પદ્ધતિએ ૨૨ રનથી જીતી શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ 

લીધી હતી.

ભારતની બૅટિંગમાં કદાચ મોટો ફેરફાર ન કરવામાં આવે, પણ બૉલિંગમાં નવી અજમાયશની આશા કરાય છે.

ભારતીય કેપ્ટન કોહલીએ બીજી મેચ પછી કહ્યું હતું કે શ્રેણી જીતી લેવામાં કેટલાક નવા ખેલાડીઓને રમવાનો મોકો આપી શકાય છે, પણ જીતવું હંમેશાં પ્રાધાન્ય હશે.

કે. એલ. રાહુલની ઝઝૂમી રહેલા દિલ્હીના યુવાન બેટ્સમેન રિષભ પંતના સ્થાને પસંદગી થઈ શકે છે જે પહેલી બે મેચમાં ૪ અને શૂન્ય રન કરી નિષ્ફળ રહ્યો છે.

કોહલીને પંતની આવડતમાં ઘણો વિશ્ર્વાસ છે અને જોવાનું રહે છે કે ૨૧ વર્ષના આ આશાસ્પદ ખેલાડીને વધુ એક મોકો અપાશે કે નહીં.

જોકે, રોહિત શર્મા અથવા શિખર ધવનમાંથી કોઈને પણ આ મેચમાં આરામ અપાવાની શક્યતા નથી.

ધવન માટે અંગૂઠામાં થયેલી ઈજાના કારણે વર્લ્ડ કપ ચૂકી જવા પછી આ પહેલી શ્રેણી છે અને પહેલી બે મેચમાં સારા પ્રમાણમાં રન ન કરી શકવાથી તે વન-ડે અને ટેસ્ટ મેચો પહેલા પોતાનું બૅટિંગ ફોર્મ પાછું પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હશે.

યુવાન ફાસ્ટ બૉલર નવદીપ સૈનીની બદલીમાં લેગ-બ્રેક બૉલર રાહુલ ચાહરની રમવાની પૂરી શક્યતા છે અને તેના સંબંધી દીપક ચાહરને પણ મોકો મળી શકે છે તથા રવીન્દ્ર જાડેજાને આરામ આપી શકાશે.

આયોજક રાષ્ટ્રની ટીમ માટે ટૂંકી મુદતની રમતમાં સારો દેખાવ કરવો અગત્યનો છે અને કીરોન પોલાર્ડ તથા સુકાની કાર્લોસ બ્રેથવેઈટ તરફથી મોટા સ્કોરની આશા રખાય છે.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર રાતે ૮ વાગ્યે.

August 6, 2019
gold-and-silver.jpg
1min13960

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જવાને કારણે સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪થી ૮૯૭ના ઉછાળા સાથે રૂ. ૩7,૦૦૦ નજીકની સપાટી પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. 

સોનાનો ભાવ સોમવારે ₹800 ઊંચકાઈને પ્રતિ દસ ગ્રામે સર્વોત્તમ સપાટી ₹36,970ને આંબ્યો હતો. મજબૂત વૈશ્વિક સંકેતો અને અમેરિકા અને ચીન વચ્ચે વકરતા જતા વેપારયુદ્ધના લીધે રોકાણકારોએ પીળી ધાતુ પર પસંદગી ઉતારી છે. સોનાને અનુસરતા ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોગ્રામ ₹1,000 વધીને ₹43,100 થયો હતો. ઔદ્યોગિક એકમો અને સ્થાનિક સિક્કા ઉત્પાદકોની મજબૂત માંગના સથવારે તેનો ભાવ આટલો ઊંચકાયો હતો.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતાં વધુ ૩૦૦ અબજ ડૉલરના માલ પર પહેલી સપ્ટેમ્બરથી ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ વળતાં પગલાં લેવાની ચિમકી આપતાં ટ્રેડ વૉર વધુ વકરે તેવી શક્યતાએ આજે ડૉલર સામે યુઆન એક ટકાના કડાકા સાથે ૧૧ વર્ષના તળિયે પહોંચ્યો હતો અને લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક લેવાલી નીકળી હતી. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગત શુક્રવારના બંધથી ૧.૨ ટકાની તેજી સાથે મે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી ૧૪૫૭ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૪૬૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તે જ પ્રમાણે ચાંદીમાં પણ રોકાણકારોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ આગલા બંધથી ૧.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જતાં આયાત પડતરમાં થયેલા વધારા ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪ની તેજી સાથે રૂ. ૩૬,૧૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૯૭ની તેજી સાથે રૂ. ૩૬,૩૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં અણધારી આગઝરતી તેજી રહેતાં જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી નીકળવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૪૨,૦૩૫ના મથાળે બંધ રહ્યા હતા.