CIA ALERT

Slider Archives - Page 319 of 492 - CIA Live

August 13, 2019
gold2.jpg
1min5620

નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની આયાત ગત સાસના સમાનગાળાના ૮.૪૫ અબજ ડૉલર સામે ૩૫.૫ ટકાથી વધીને ૧૧.૪૫ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી ચાલુ ખાતાની ખાધ પણ દબાણ હેઠળ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાલુ ખાતાની ખાધ અર્થાત્ નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત જીડીપીના ૨.૧ ટકા અથવા તો ૫૭.૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જે ગત સાલના સમાનગાળામાં જીડીપીના ૧.૮ ટકા અથવા તો ૪૮.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં આ સમય દરમિયાન દેશની વેપારી ખાધ ગત સાલના સમાનગાળાના ૪૪.૯૪ અબજ ડૉલર સામે વધીને ૪૫.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાતમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો, આ સિવાય આયાતમાં દ્વિઅંકી સંખ્યામાં જ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત થાય છે. સોનાની આયાતની વેપારી ખાધ તેમ જ ચાલુ ખાતાની ખાધ પર નકારાત્મક અસર પડતી હોવાથી સરકારે આયાત નિયંત્રણમાં રાખવા માટે આ વર્ષનાં અંદાજપત્રમાં સોના પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. ઉદ્યોગનાં નિષ્ણાતોના મતાનુસાર ઊંચી આયાત જકાતને કારણે આ ક્ષેત્રનાં વેપારીઓ તેનાં ઉત્પાદનના એકમો પાડોશી દેશોમાં ખસેડે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આયાત જકાતમાં થયેલા વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની સોનાની આયાત મૂલ્યની દૃષ્ટિએ ત્રણ ટકા ઘટીને ૩.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

August 13, 2019
Gujarat-Police.jpg
1min5220

ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો-ઉત્સવો આવતા હોવાથી પોલીસની જવાબદારીમાં વધારો થયો હતો. કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદની પરિસ્થિતિને ધ્યાને રાખી તહેવારોમાં સમગ્ર રાજ્યમાં પોલીસને ઍલર્ટ રહેવા આદેશ આપ્યા હતા.

રાજ્યના મુખ્ય સચિવે રાજ્ય પોલીસ વડા, ચાર શહેરના કમિશનર તમામ રેન્જ, જિલ્લા એસપી સહિત કલેકટર અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા, જેમાં પોલીસને આગામી તહેવારો નિમિતે ઍલર્ટ રહેવા તથા કલેકટર અને ડીડીઓને વરસાદ બાબતે સૂચનો કર્યા હતા.

મુખ્ય સચિવે જિલ્લા પોલીસ વડા, અમદાવાદ-સુરત-રાજકોટ અને વડોદરાના કમિશનર, નવ રેન્જના આઈજી, જિલ્લાના એસપીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. કાશ્મીર મુદ્દે કોઇ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.

તા.૧૫મી ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી, સાતમ આઠમ સહિતના તહેવારો અલગ અલગ જગ્યાએ ઉજવણીને લઇને ચર્ચા કરી હતી. પોલીસને સતત ઍલર્ટ રહી ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા આદેશ કર્યા હતા.

બહારથી આવતા લોકો તથા હૉટેલોમાં રોકાતા લોકોના ચેકિંગ તેમ જ અમુક ચોક્કસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ઍલર્ટ રહેવા સૂચના આપી હતી. 

August 13, 2019
CHandrayaan2.jpg
1min9990

ભારતનું બીજું ચંદ્ર અભિયાન ‘ચંદ્રયાન-ટૂ’ ૨૦ ઑગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરે તેવી શક્યતા છે, એમ ઈન્યિન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન-ઈસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવને સોમવારે કહ્યું હતું. 

પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-ટૂ બે દિવસ બાદ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દેવા તૈયાર થઈ ગયું છે. ભારતના અવકાશ કાર્યક્રમના પિતા લેખાતા ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા અમદાવાદ આવેલા સિવને કહ્યું હતું કે ૨૨ જુલાઈએ છોડવામાં આવેલું ૩૮૫૦ કિલો વજન અને ઑબ્રિટર, લૅન્ડર તેમ જ રૉવર એમ ત્રણ મૉડ્યુલનું બનેલું ચંદ્રયાન-ટૂ અવકાશયાન ૭ સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણ કરશે. 

તેમણે કહ્યું હતું કે બાવીસ જુલાઈએ ચંદ્રયાન-ટૂને લૉન્ચ કર્યા બાદ અમે જુદા જુદા પાંચ વ્યૂહ બનાવ્યા હતા. 

ચંદ્રયાન-ટૂ હાલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. બુધવારે સવારે હવે પછીનો મહત્ત્વના વ્યૂહની જાણ થશે. 

૧૪મી ઑગસ્ટે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ચંદ્રયાન-ટૂ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધશે અને ૨૦મી ઑગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-ટૂ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઉતરાણ કરશે. 

હાલ, ચંદ્રયાન-ટૂ અને તેની તમામ યંત્રણા યોગ્ય કામગીરી બજાવી રહી છે, એમ તેમણે કહ્યું હતું

August 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17060

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી એ આજરોજ તા.12મી ઓગસ્ટના રોજ જીઓ ગીગાફાઇબરના ટેરીફની ઘોષણા કરી અને કેટલાક મિડીયા હાઉસીસોએ એટલા ગુણગાન ગાઇ નાંખ્યા કે રિલાયન્સ ગીગાફાઇબર મફતમાં સેવા આપવાનું છે અને વહેલો તે પહેલો, છેલ્લો આવ્યો તે રહી ગયો એમ સામાન્ય લોકોમાં એક હાઇપ ઉભી કરી દીધી છે.

જીઓની મોબાઇલ સર્વિસ જ્યારે લોંચ થઇ ત્યારે પણ મુકેશ અંબાણી અને કંપનીના અધિકારીઓએ ગ્રાહકોને જણાવ્યું હતું કે સૌથી સસ્તી સેવા અને સૌથી ઝડપી ઇન્ટરનેટ સુવિધા હશે. પરંતુ, સુરત સમેત સમગ્ર દેશમાંથી ઉઠી રહેલી ફરીયાદો, જીઓ કસ્ટમર કેર ના ઇમેલ્સ અને મેસેજ બોક્સીસ તપાસીએ તો ખબર પડશે કે લાખો લોકો જીઓ મોબાઇલ સર્વિસ લઇને પસ્તાયા છે. હકીકતમાં જીયો ઇન્ટરનેટ સર્વિસે ગ્રાહકોને એ વાતની ખબર પાડી દીધી છે કે સસ્તું હોય એ બધું સારું હોતું નથી.

હકીકતમાં જીઓ મોબાઇલએ ફોર જી સ્પીડ આપવાની કરેલી જાહેરાત સાવ પોકળ અને બોગસ હોવાનું જણાય આવે છે અને તેના ગ્રાહકો દેશભરમાંથી આવી ફરીયાદો કરી રહ્યા છે. અન્ય મોબાઇલ સર્વિસ છોડીને જીઓને અપનાવનારા લોકો પસ્તાય રહ્યા છે કેમકે જીઓ ઇન્ટરનેટ કનેક્ટીવીટીનો કોઇ ભરોસો નથી. એવી ફરીયાદો મળી છે કે જ્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે જ જીઓની કહેવાતી ફોર જી નેટ સુવિધા ખોટકાઇ જાય છે અને ગ્રાહકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જીઓની મોબાઇલ સર્વિસ અને નેટ યુઝર્સે તો ત્યાં સુધી ફરીયાદ કરી છે કે ફોર જી નેટના નામે ગ્રાહકોને જીઓ કંપની રીતસર ઉલ્લું બનાવવાના ધંધા કરી રહી છે. કસ્ટમર કેર પર ફરીયાદ કરવામાં આવે તો સ્ટીરીયોટાઇપ જવાબ આપવામાં આવે છે કે તમારા મોબાઇલમાં ખામી છે કે તમારા એરીયામાં ખામી છે.

જીઓનું કહેવાતું ફોર જી નેટનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો એવી પણ ફરીયાદ કરી રહ્યા છે, જીયો ફોર જી નેટ માંડ પાંચ મિનિટ કન્ટીન્યુઅસ ચાલી શકે છે અને જો ચાર-પાંચ મિનિટમાં ખોટકાય તો એ જીયો કંપની ન કહેવાય. આટલી હદે જીઓથી લોકો કંટાળી ગયા છે ત્યારે રિલાયન્સનું ગીગાફાઇબર અને તેના પ્લાન લોંચ કરીને મુકેશ અંબાણીએ કોઇ મોટી ધાડ મારી હોય તેવી કાગારોળ મિડીયાએ મચાવી છે.

હકીકતમાં જીઓ ઇન્ટરનેટ યુઝર્સ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરી રહ્યા છે કે ફોર જી નેટની સાવ ઢંગધડા વગરની બેકાર ક્વોલિટી અને ઓછી સ્પીડની સર્વિસ જોયા પછી જીયોનું ગીગાફાઇબર અપનાવતા પહેલા સો વખત વિચાર કરવો પડશે.

કેટલાક લોકો તો એવી ફરીયાદ કરી રહ્યા છે કે સસ્તા ઇન્ટરનેટની લાલચ આપીને સમગ્ર ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ જીઓએ બગાડી નાંખ્યું છે, બીજી કંપનીઓએ પણ જીઓના પગલે સસ્તી સેવા આપવાની ફરજ પડી છે અને એ કંપનીઓની સેવા પણ જીયોની જેમ ભંગાર થવા માંડી છે.

August 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8010

વડોદરામાં અચાનક પડેલા ભારે વરસાદને પગલે બગડેલા વાહનોના વીમા પાસ કરવામાં ઇન્સ્યુરન્સ કંપનીઓના બેંક બેલેન્સના તળીયા દેખાય જાય તેવી સ્થિતિ છે, અત્યાર સુધી મળેલા અહેવાલો મુજબ એકલા વડોદરામાંથી 8 હજાર ફોર વ્હીલ વ્હીકલ્સને પૂરથી થયેલી નુકસાનીના ક્લેઇમ કરવામાં આવ્યા છે. સર્વિસ સ્ટેશનો અને ગેરેજમાં ફોરવ્હીલ ગાડીઓ રીપેર કરવા માટે ખડકલો થઇને પડી છે. હજુ તો બગડેલી ગાડીઓ રોજેરોજ ખડકાઇ રહી છે.

વડોદરામાં ખાબકેલા ૨૦ ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદી પાણીમાં હજારોની સંખ્યામાં વાહનો પણ ગરકાવ થયા હતા, હવે જ્યારે વરસાદી પાણી ઓસરી રહ્યા છે ત્યારે એક શહેરમાં ૧૦ હજારથી વધારે ફોર વ્હીલર ગાડીઓ રિપેરિંગ માટે સર્વિસ સ્ટેશન કે ઓટો ગેરેજમાં લઈ જવામાં આવી હતી. અને વાહનો રીપેર થઈને વાહનચાલકોને ફરી મળે તે માટે વાહન ચાલકોને પંદર દિવસથી લઈને એક મહિના સુધી રાહ જોવી પડશે. વાહનોમાં પાણી ભરાઈ જવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતુ. ફોર વ્હીલરના માલિકો દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીમાં ૮૦૦૦થી વધારે ક્લેમ કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ ઓટોમોબાઇલ્સના શો રૂમ ઉપર મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. 

August 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12060

બેટી પઢાવો બેટી બચાવો જનજાગૃતિ માટે ઉત્તર પ્રદેશથી લંડન સુધીની અંદાજે 25 હજાર કિ.મી.ની બાઇક રેલી પર ઉપડેલી સુરતની બાઇકિંગ ક્વીન્સને એક પછી એક કડવા અનુભવો થઇ રહ્યા છે. એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ખોવાયા બાદ હવે બે બાઇકિંગ ક્વીન્સની આખેઆખી બાઇક જ નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમથી ચોરાઇ જવાની ઘટના બની છે.

બાઇક યાત્રા કરીને લંડન જવા નીકળેલી સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલની તસ્વીરમાં દ્રશ્યમાન બાઇકસ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતેથી ચોરાઇ જવા પામી છે.

ગઇ તા.22મી જૂનએ રશીયામાં એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ચોરાઇ ગયા બાદ જીનલ શાહે સ્વૈચ્છીક રીતે યાત્રામાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો, આ ઘટનામાંથી બાઇકિંગ ક્વીન્સને કળ વળે એ પહેલા તો આજરોજ તા.11મી ઓગસ્ટ 2019 ને રવિવારે ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે એવા સમાચાર આવ્યા કે વેસ્ટ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતે સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલએ જે હોટેલમાં રાત્રી રોકાણ કર્યું હતું એ હોટેલના કમ્પાઉન્ડમાંથી બન્નેની બાઇક જ ચોરાઇ ગઇ છે.

આ અંગે બાઇકિંગ ક્વીન્સના ઓફિશ્યલ ફેસબુક પેજ પર આ સૂચના ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે 5 વાગ્યે પોસ્ટ કરવામાં આવી હતી.

બાઇકિંગ ક્વીન્સએ બે બાઇકો ચોરાય જવા અંગે નેધરલેન્ડસ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ સારીકા મહેતા અને રુતાલી પટેલ પોતાની બાઇક રેલી જારી રાખશે. આજે તેઓ નેધરલેન્ડસમાંથી બાઇક હાયર કરીને લંડન પહોંચવા માટેની યાત્રા આવતીકાલ તા.12મી ઓગસ્ટ 2019થી શરૂ કરશે.

August 11, 2019
soniya.jpg
1min7000

સોનિયા ગાંધીને શનિવારે રાત્રે કૉંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. તેઓ લગભગ ૨૦ મહિના બાદ ફરી આ ગાદી પર બિરાજમાન થઈ રહ્યાં છે.

અગાઉ, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ખરાબ દેખાવ બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના દ્વારા પચીસમી મેએ પ્રમુખપદેથી અપાયેલા રાજીનામા અંગે ફેરવિચારણા કરવાની વિનંતિને નકારી કાઢી હતી. પક્ષના અનેક નેતાઓ તથા સાંસદોએ રાહુલ ગાંધી જ પ્રમુખપદે ચાલુ રહે એવો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાહુલ રાજીનામું આપવા મક્કમ જ હોવાથી કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ શનિવારની બીજી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને ત્યાર બાદ સોનિયા ગાંધીના નામની જાહેરાત કરી હતી. એઆઇસીસી નવા પ્રમુખ ચૂંટશે ત્યાં સુધી સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે રહેશે, એમ પક્ષના પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું હતું.

રાહુલના અનુગામી તરીકે પાંચ જૂથે સૂચવેલા નામો અંગે ચર્ચાવિચારણા કરવા સમિતિની બેઠક રાતે ૮ વાગ્યે ફરીથી બોલાવાઇ હતી. સોનિયા ગાંધીની નિયુક્તિની થોડી મિનિટો અગાઉ એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે કાશ્મીરમાં પરિસ્થિતિએ ખરાબ વળાંક લીધો હોવાથી કૉંગ્રેસના નવા પ્રમુખ ચૂંટવાના મુદ્દે થોડા સમય માટે ચર્ચા મુલતવી રાખવામાં આવી હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ પક્ષના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા અને જણાવ્યું હતું કે અમે અગાઉ પક્ષના પ્રમુખપદે રહી ચૂક્યા હોવાથી અનુગામીની પસંદગીની પ્રક્રિયામાં ભાગ લઇને અમારી વગ વાપરવા નથી માગતા.

અહીં કૉંગ્રેસ મહાસભાના વડા મથક ખાતે શનિવારે સવારે ૧૧ વાગ્યે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પક્ષનાં મહામંત્રીઓ પ્રિયંકા ગાંધી વાડ્રા, અહેમદ પટેલ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ અને પી. ચિદમ્બરમ સહિતના અગ્રણી નેતા મળ્યા હતા.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ પક્ષના દેશભરના નેતાઓની સાથે ચર્ચાવિચારણા કરવા માટે પાંચ ક્ષેત્ર – ઇશાન, પૂર્વ, ઉત્તર, પશ્ર્ચિમ અને દક્ષિણના જૂથ રચ્યા હતા.

ઇશાન ભારતના જૂથમાં અહેમદ પટેલ, અંબિકા સોની, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતનો સમાવેશ થતો હતો. પૂર્વના જૂથમાં કે. સી. વેણુગોપાલ, તરુણ ગોગોઇ અને કુમારી શૈલજાનો, ઉત્તરના જૂથમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પી. ચિદમ્બરમનો અને પશ્ર્ચિમના જૂથમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખર્ગે, એ. કે. એન્ટની અને મોતીલાલ વોરાનો સમાવેશ કરાયો હતો.

દક્ષિણના જૂથમાં મનમોહન સિંહ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકનો સમાવેશ થતો હતો.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, પુડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસ્વામીએ પણ નવા પ્રમુખની પસંદગી માટેની ચર્ચાવિચારણામાં ભાગ લીધો હતો.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે અનેક નેતાની સાથે ફૉન પર વાત કરાઇ હતી.

August 10, 2019
morbi.jpg
1min13040

શનિવાર તા.10મી ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું એ દરમિયાન એવા સમાચારોએ ગુજરાતમાં ગમગીની ફેલાવી દીધી હતી કે મોરબીમાં દિવાલ પડવાની દુર્ઘટનામાં એ 8 લોકોના જીવ લીધા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા કામધેનું પાર્ટી પ્લોટ પાસે દિવાલ પડવાની ઘટનામાં ચગદાઇ ગયેલા 8 લોકોના મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા મોરબી SPની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી વિભાગે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું . સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા . ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો બીજી બાજુ સ્થાનિકો રોષે ભરાયા છે અને જવાબદાર તંત્ર સામે પગલા લેવાની માગ કરી રહ્યાં છે.

August 10, 2019
tapi1-1280x605.jpg
3min8320

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Ukai Dam. Dt.10.08.19. @ 17.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 335.68 ft.
  • Inflow: 4,59,698 cusecs.
  • Outflow: 1,89,735 cusec
  • G.S. : 5824.91 MCM
  • Dam filled: 78.56 %
  • Increase in qty: 4951.17 MCM
  • (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level:.209.54mt. 
  • Outflow : 95,368.16 cusecs

Ukai Dam. Dt.10.08.19. @ Hr: 12.00 hrs

  • R.L : 335.00 ft.
  • P.W.L: 334.73 ft.
  • Inflow: 533689 cusecs.
  • Outflow: 187406 cusec
  • G.S. : 5675.14 MCM
  • %age filling: 76.54 %
  • Increase in qty: 4801.41 MCM (w.r.t to mini storage of this yr)

ઉકાઇ ડેમમાંથી પોણા બે લાખથી વધુ ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરત મધ્યેથી પસાર થતી તાપી નદી હાલ બે કાંઠે છે, તાપી બે કાંઠે હોવાથી ફ્લેડ ગેટ્સ બંધ કરાયા છે અને તેના કારણે કારદશાની નાળ, અડાજણ મક્કાઇ પુલથી સ્વામીનારાયણ મંદિર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં નદીના પાણી ફરીવળ્યા છે અગર તો ગટરના પાણી બેક મારી રહ્યા છે, આ સિવાય સુરત પર હાલ તુરત કોઇ જ જળ સંકટ કે પૂરનું સંકટ નથી.

જવલ્લેજ જોવા મળતો અદભૂત નજારો, શાસ્ત્રોએ જેને પૂણ્ય સલિલાનું ઉપનામ આપ્યું છે એ સૂર્યપૂત્રી તાપી નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઇતિહાસમાં જે રીતે ઉલ્લેખ છે એ રીતે તાપી નદી આજે વહી રહી હતી. અદભૂત નજારો જોવા માટે સુરતીઓ શહેરના બ્રીજો પર ઉમટી પડ્યા હતા. ફોટો બાય સુનિલ પટેલ (ભરીમાતા)

સુરત શહેર પર પૂરનું સંકટ ન આવે એટલા માટે ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ જેટલી જાળવવામાં આવી રહી છે એમ સુરતના અધિકારીઓ જણાવી રહ્યા છે.

સુરત શહેર માટે સૌથી નસીબવંતી વાત એ પણ છે કે ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણી આવી રહ્યું છે એ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા વરસાદના આંકડાઓ જોતા ત્યાં વરસાદ સાવ સામાન્ય છે, એટલે આગામી 10-12 કલાકમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે.

ઉપરવાસમાં વરસાદ સાવ સામાન્ય છે, શનિવારે રાત સુધીમાં ઉકાઇમાં પાણીનો ઇનફ્લો ઓછો થઇ જશે

સુરત શહેરના પાણીના મુખ્યસ્ત્રોત ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણીનો આવરો થઇ રહ્યો છે એ કેચમેન્ટ એટલેકે ઉપરવાસના વિસ્તારોમાં આજે તા.10મી ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ સાવ સામાન્ય છે, એટલે ડેમમાં પાણીનો આવરો તબક્કાવાર ઘટી જશે અને શનિવાર તા.10મી એ રાત સુધીમાં ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે. આમ છતાં ઉકાઇ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવાનું જારી રાખવામાં આવશે. એવું જાણવા મળે છે કે ઉકાઇ ડેમની સપાટી હાલ 330 ફૂટની આસપાસ જાળવવામાં આવશે.

આમ છતાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 330 ફૂટ સુધી જાળવી રાખવા માટે આ લેવલથી ઉપર જેટલું પાણી આવશે એટલું છોડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. એ ખાસ યાદ રાખવું જોઇએ કે 335 એ રૂલ લેવલ છે, અધિકારીઓએ અગાઉના પાણીના આવરાને ધ્યાને લઇને આ લેવલ બનાવ્યું છે. ઉકાઇ ડેમની પાણીની ભયજનક સપાટી 345 ફૂટ છે. હજુ એકાદ મહિના વરસાદ પડે અને એક સામટું પાણી આવે ત્યારે વિકટ પરિસ્થિતિ ન સર્જાય એ માટે હાલમાં બે લાખ ક્યુસેક્સ પાણી છોડવાામાં આવી રહ્યું છે.

દરમિયાન તા.9મી ઓગસ્ટને બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 75 હજાર ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું, જે આજરોજ તા.10મી ઓગસ્ટે સવારે 10 કલાકે વધારીને 1.84 લાખ ક્યુસેક્સ કરવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્વાભાવિક છે કે સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીમાં પાણીનો આવરો થાય અને તાપી બે કાંઠે વહેતી જોવા મળે. આજે સવારથી જ તાપી નદીને બે કાંઠે જોવા માટે લોકોની ભીડ જામી હતી અને ત્યાંથી જ વાતો વહેતી થઇ કે સુરતમાં પૂર આવી રહ્યું છે.

તાપી નદી બે કાંઠે વહેતી હોઇ, સુરત શહેરની વરસાદી ગટર તથા ફ્લેડગેટ્સ બંધ કરાયા હોઇ નીચાણવાળા વિસ્તારોમાં ગટરીયા પાણી બેક થઇને પાણીનો ભરાવો શરૂ થયો હોવાની વિગતો જાણવા મળી છે.

અમારા એસોસીએટ સુનીલભાઇ પટેલ (ભરીમાતા)એ આજે સવારે બે કાંઠે વહેતી તાપી નદીના પીક્ચર્સ ક્લીક કર્યા હતા જે અહીં પ્રસ્તુત છે.

પૂણ્યસલિલા તાપી મૈયા આ સીઝનમાં બે કાંઠે જોવાનો અદભૂત નજારો , ફોટો સુનીલ પટેલ (ભરીમાતા)
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપી નદીના ઉપરવાસમાં ઘર કરી ગયેલી લીલ-વેલ, જળકુંભી જેવી વનસ્પતિઓ ફ્લશ આઉટ થઇને દરીયા ભેગી થઇ હતી. તાપી નદીનું પાણી શુધ્ધ થવા પામ્યું છે. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)
તાપી નદીને બે કાંઠે વહેતી જોવાનો લ્હાવો સુરતીઓ છોડે ખરા..આજે સવારથી જ બે કાંઠે વહેતી સૂર્યપૂત્રી તાપી નદીને જોવા માટે લોકો બ્રીજ પર ઉમટ્યા હતા. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)



August 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17660

સુરત શહેરમાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાઓ સુરતવાસીઓ માટે આફત નોતરી શકે તેમ છે.

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલી રહેલા અંદાજે બે લાખ ક્યુસેક્સ પાણીના ફ્લડને મેનેજ કરવા માટે સુરત શહેરમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ જેના આઉટ લેટ્સ તાપી નદીમાં છે એ ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવ્યા હોઇ, સુરતમાં હાલ પડી રહેલા વરસાદનું પાણી સ્ટોર્મ ડ્રેનેજમાં જશે અને સ્ટોર્મ ડ્રેનેજ ભરાશે એટલે સુરતમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ શકે છે.

જાણકારો કહે છે કે જો સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ રહ્યો તો સુરતમાં ઉકાઇના પાણીના લીધે નહીં પણ વરસાદી પાણીના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

એ પૂર્વે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવતા કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી બેક થયા હતા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા પામી છે. એ સિવાય તાપી નદી કાંઠેના અડાજણ છેડે સ્વામી નારાયણ મંદિરથી શરૂ કરીને જલારામ ઓવારા સુધીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે.

તાપી નદીમાં ફ્લડ ગેટ્સ બંધ કરતા નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે
શહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા.