કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.
રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.
બે પ્રકારની પરીક્ષા લેવાશે
આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.
ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ કરેલું ટ્વીટ Unmanned Aerial Vehicle (UAV) being developed by DRDO on experimental flight trial in new configuration has crash landed in fields near ATR Chitradurga. Data is being analysed.
ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી સંસ્થા ડી.આર.ડી.ઓ. (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલમપેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત એક Rustam Drone એરીયલ વ્હીકલ જેને દેશીભાષામાં પ્લેન કહી શકાય, એ આજે ટ્રાયલ રન દરમિયાન કર્ણાટકના ચિત્રદુર્ગા નામના બિનરહેઠાણી વિસ્તારમાં ક્રેશ થઇ ગયુ હતું.
ડીઆરડીઓના સત્તાવાર ટ્વીટર પર જણાવાયું છેકે સદનસીબે દુર્ઘટનામાં કોઇની જાનહાની થયાના અહેવાલો નથી. ઘટના અંગે ડીઆરડીઓએ તપાસ કમિટી રચીને તપાસ શરૂ કરાવી દીધી છે.
સાઉદી અરેબિયામાં ઓઈલ પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલા બાદ ખોરવાયેલ ઉત્પાદન અને અમેરિકા-ઈરાન વચ્ચે ભડકેલી તંગદિલી વચ્ચે આજે ક્રૂડ ઓઈલનાં ભાવમાં 1991નાં ખાડી યુદ્ધ પછી પહેલીવાર સૌથી મોટો આંતરદિવસીય ઉછાળો નોંધાયો હતો. એશિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 19.પ ટકા ઉછળીને 71.9પ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે આગળ જતાં ભાવ 10 જેટલો વધુ 66.28 ડોલર આસપાસ સ્થિર થયો હતો.
સાઉદીમાં થયેલા હુમલાને પગલે દુનિયાનાં ક્રૂડ ઓઈલનાં કુલ ઉત્પાદનનું પાંચ ટકા જેટલું ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને તેને પગલે ભાવમાં ભડકો થઈ ગયો છે. જે ભારતમાં ક્રૂડનો કાચામાલ તરીકે ઉપયોગ કરતાં ઉડ્ડયનથી માંડીને કલર, ટાયર અને ઓઈલ-ગેસ સહિતનાં ઉદ્યોગો માટે માઠા સમાચાર છે.
આગામી માસ માટેનાં સોદા 6.06 ડોલર પ્રતિબેરલ ઊંચા એટલે કે 66.28 ડોલરનાં ભાવે થયા હતાં. અમેરિકાનાં વાયદાનાં સોદા પણ 1પ.પ ટકા ઊંચા 63.34 ડોલર પ્રતિબેરલનાં ભાવે પડયા હતાં.
સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો ઉપર હુમલા બાદ ઉત્પાદનમાં પ.7 મિલિયન બેરલ પ્રતિબેરલ ઘટાડો થઈ ગયો છે. કંપની દ્વારા હજી સુધી પૂર્ણક્ષમતાએ ઓઈલ ઉત્પાદન ક્યારે શરૂ થઈ શકશે તેની કોઈ સમયમર્યાદા પણ આપી નથી. આમાં હજી થોડા સપ્તાહનો સમય લાગે તેવી સંભાવના છે. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ કેવો વળાંક લેશે તેનાં ઉપર પણ દુનિયાની નજર રહેશે. આની પણ સીધી અસર ઓઈલનાં ભાવ ઉપર પડવાની છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૨૧.૬૩ ટકા વરસ્યો છે. પરિણામે રાજ્યના ૨૦૪ જળાશયોમાંથી ૮૭ જળાશયો છલકાયા છે. સોમવારે સવાર સુધીમાં ૭૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે, જ્યારે ૧૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવરમાં હાલમાં ૩,૩૩,૨૮૩.૯૦ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૯.૭૬ ટકા છે. સત્તાવાર રીતે જાણવા મળ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૫,૭૯,૮૪૭ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે ૪,૬૮,૯૭૨ ક્યુસેક પાણીની જાવક છે.
વણાકબોરી જળાશયમાં ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની જાવક છે. કડાણા જળાશયમાં ૧,૫૫,૭૦૦ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૩૧,૬૧૨ ક્યુસેક પાણીની જાવક છે. ઉકાઇ જળાશયમાં ૯૨,૬૧૭ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૨૧,૫૭૨ ક્યુસેક પાણીની જાવક છે અને દમણગંગા જળાશયમાં ૧૩,૩૪૯ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૬,૨૦૧ ક્યુસેક પાણીની જાવક છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૬.૮૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૯.૯૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૯૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૪.૩૪ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૮૫.૬૯ ટકા એટલે ૪,૭૭,૦૬૧.૫ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
ઉપરોક્ત ટ્રાફિક પોલીસનો મેમો આજે સુરત સમેત ગુજરાતના સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયો હતો. નવા ટ્રાફિકના રૂલ્સનું ગુજરાતમાં આજે પહેલી વખત પાલન કરવાનું શરૂ કરાયું અને સુરતના પોલીસે સહારા દરવાજા ખાતે એક આઇશર ટેમ્પો ચાલકનો રોક્યો હતો. ફિટનેશ સર્ટિફિકેટ વગર ચાલતા આ ટેમ્પોના ચાલકને પોલીસે રૂ.5000નો દંડ નિયમાનુસાર ફટકાર્યો હતો.
પોલીસે જેવો રૂ.5000નો મેમો ફાડ્યો કે તરત જ મેમોનો ફોટો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો. પહેલી મોટી દંડની રકમ રૂ.5000, દંડનું ખાતું ખૂલ્યું વગેરે ટેગ સાથે સુરતના ટ્રાફિક પોલીસનો મેમો વાઇરલ થયા બાદ સુરત પોલીસના ઉચ્ચાધિકારીઓએ સમગ્ર ઘટનામાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને સાંજે એવો નિર્ણય કર્યો હતો કે હકીકતમાં ટેમ્પોના ફિટનેશ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની કામગીરી તેમજ એ સંદર્ભની ક્ષતિઓ અંગે દંડ ઉઘરાવવાની સત્તાઓ આર.ટી.ઓ.ને હસ્તક છે. ટ્રાફિક પોલીસ આ કામગીરી કરી શકે નહીં. સુરત પોલીસે આઇશર ચાલકને કોર્ટ મેમો અગર તો આર.ટી.ઓ. મેમો આપવાનું નક્કી કર્યું છે અને તેની પાસેથી લીધેલી દંડની રકમ પરત કરવામાં આવશે એમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
રૂપિયા પરત કરવા માટે ટેમ્પો ચાલકને પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક ડીસીપી શ્રી સુધીર દેસાઇએ બોલાવ્યો પરંતુ, પહેલા તો ગભરાટના માર્યા ટેમ્પો ચાલક દંડની રકમ લેવા પરત આવતો ન હતો.
નર્મદા ડેમે ૭૦ વર્ષમાં પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે ત્યારે નર્મદાના નીરના વધામણાં કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. તેઓ જન્મદિવસના એક દિવસ પહેલા આવતી કાલે ૧૬ સપ્ટેમ્બરે ગુજરાત આવી ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરી ૧૭મીએ જન્મ દિવસે સવારે સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચી નર્મદાના નવા નીરના વધામણાં કરશે.
ફાઇલ ફોટો, મોદી ગુજરાતમાં આવ્યા હતા એ વેળાનો
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મ દિવસે આ ઐતિહાસિક ઘટના નમામી દેવી નર્મદેની ઉજવણી કરશે. આ ઐતિહાસિક ક્ષણે પીએમ મોદી નર્મદાના નીરના વધામણાં કરશે. કેવડિયા સહિતનો વિસ્તારમાં એસપીજી તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર વોચ રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈ કેવડિયા પહોંચશે ત્યાર બાદ હેલિકૉપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે અને બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.
વડા પ્રધાનના આગમનના પગલે રેન્જ આઈજીએ લેખિત ઓર્ડર કરી છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ એમ ચાર જિલ્લાના પોલીસ અધિકારીઓની રજા રદ કરી દીધી હતી. તેમ જ બીજા કર્મચારીઓની રજા કેન્સલ કરી તેમને પરત બોલાવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપ સરકારના નેતૃત્વકર્તા તરીકે શાસન સંભાળતાની સાથે માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજૂરી આપી. ત્યાર બાદ ૨૦૧૫માં ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી ૨૦૧૭માં મળી હતી. જો કે છેલ્લાં બે વર્ષમાં પાણીની આવક ઓછી રહી હતી અને આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલોછલ ભરાયો છે.
તમામ પોલીસ મથકની બહાર પોલીસ જવાનોની બાઇક, મોપેડ પર હેલ્મેટ જોવા મળતી હતી, માર્ગો પર હેલ્મેટધારી પોલીસો જોવા મળ્યા, નિયમોનું પાલન પોલીસે સ્વયંથી શરૂ કર્યું
આજે તા.16મી સપ્ટેમ્બર 2019થી ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમો ખાસ કરીને દંડનાત્મક જોગવાઇઓમાં વધારાનો અમલ શરૂ કરાયો છે. સામાન્ય લોકોમાં ટ્રાફિકના નવા નિયમોથી એટલી હલચલ મચી ગઇ છે કે લોકો પીયુસી કઢાવવા અને હેલ્મેટ ખરીદવા માટે કતારો લગાડી રહ્યા છે. કારચાલકો સીટબેલ્ટ બાંધીને નીકળ્યા છે.
ટ્રાફિકના નવા રૂલ્સનો અમલ શરૂ થાય એ પૂર્વે અઠવા પોલીસ મથકના જવાનોએ પોતાની હેલ્મેટ સાથે નિયમ પાલન કવરા અંગેન કટિબદ્ધતા વ્યક્ત કરી એ વેળા લેવાયેલી તસ્વીર, સુરતના પોલીસ જવાનોએ લોકોમાં દાખલો બેસાડ્યો
ખાસ કરીને સામાન્ય લોકોમાં ટ્રાફિકના નવા નિયમો અંગે એટલી દાઝ છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં હેલ્મેટ નહીં પહેરતા કે સીટ બેલ્ટ બાંધ્યા વગર પોલીસ જીપ કે ખાનગી વાહનોમાં ફરતા પોલીસ જવાનો કે પોલીસ અધિકારીઓને વિડીયો ઉતારી, ફોટા ક્લીક કરીને લોકોએ સોશ્યલ મિડીયામાં પોલીસ સામે જ ભારે દેકારો મચાવી દીધો છે.
સુરત શહેર પોલીસને સલામ છે કે આજે ટ્રાફિકના નવા નિયમોના પાલનના પહેલા જ દિવસો સ્થાનિક પોલીસ જવાનોએ જડબેસલાક રીતે ટુ વ્હીલ વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને લોકોમાં દાખલો બેસાડ્યો છે. ઘણાં લોકો એવી પણ ફિરાકમાં હતા કે હેલ્મેટ પહેર્યા વગર કે સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળતા પોલીસ જવાનોના વિડીયો ઉતારીને કે ફોટો ઉતારીને તેમની જ સામે સોશ્યલ મિડીયામાં ઝુંબેશ ચલાવવામાં આવે.
પરંતુ, સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલએ ગઇકાલ તા.15મી સપ્ટેમ્બર 2019ના રોજ પોલીસ જવાનોને ખાસ અપીલ અને તાકીદ બન્ને કરી હતી કે પોલીસ જવાનોએ પોતાનાથી જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે, લોકો પોલીસને પહેલા આગળ ધરતા હોય છે. ઇન્ચાર્જ સી.પી.ની આ અપીલ કહો કે તાકીદ જબરદસ્ત રીતે કારગત નિવડી છે અને 99 ટકાથી વધુ પોલીસ જવાનો કે જેઓ ટુ વ્હીલ વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે આજે હેલ્મેટ પહેરીને લોકોને દાખલો બેસાડ્યો છે.
આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ માટે આવતા પોલીસ જવાનોની બાઇક જુઓ કે પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરાયેલા ટુ વ્હીલ વાહનો જુઓ તમામ પર હેલ્મેટ હતી. શહેરના માર્ગો પર ફરતા પોલીસ જવાનોને જોયા ત્યારે પણ અનુભૂતિ થઇ કે સુરતના પોલીસ જવાનોએ સ્વયંથી જ ટ્રાફિકના નવા નિયમોના પાલનની શરૂઆત કરીને પોતાની ટીકાનો એકેય મોકો આપ્યો નહીં.
ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુરતમાં 2જી ઓક્ટોબર 2019થી સંપૂર્ણપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે કમર કસી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ તો શામ, દામ, દંડ, ભેદ જે રીતે થાય એ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. હકીકત એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનકર્તાઓ સામે ગુજરાત સરકાર કે સુરત મહાનગરપાલિકા એક હરફ ઉચ્ચારતી નથી, તેમનુ પ્રોડકશન બેધડક ચાલે છે અને તેઓ માલ સપ્લાય બિન્ધાસ્ત કરે છે, પાલિકા કે સરકાર આ ચેઇનને હાથ અડાડ્યા વગર ગ્રાસરૂટ લેવલે ફેરીયાઓ, દુકાનદારો અને વપરાશકર્તાઓ પર ઢોંસ જમાવીને પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.
આવી સુરતમાં 35 લાખ દૂધની કોથળીઓનું વેચાણ રોજેરોજ થાય છે, આવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોથળીઓનો હાલ તુરત કોઇ વિકલ્પ નથી. પ્લાસ્ટિક બેન સુરતમાં ત્યારે જ સંભવ છે જ્યારે કોઇ વ્યાજબી વિકલ્પ મળી રહે.
સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન પર પ્રતિબંધ અશક્ય એટલા માટે છે કેમકે ખુદ સુરત મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ કહે છે કે સુરતીઓ રોજ દોઢથી બે કરોડ પ્લાસ્ટિકના ઝભલા થેલીનો ઉપયોગ કરે છે, આ પ્લાસ્ટિક સિંગલ યુઝ છે, એવી જ રીતે સુરતમાં સુમુલડેરીની દુધની 35 લાખ કોથળીઓથી સુરતના ઘરેઘરમાં દૂધ પહોંચે છે, આ પ્રકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની મોટી ડિમાન્ડ અને વપરાશ બન્ને સુરતમાં જોવા મળે છે. સુરત મહાનગરપાલિકા તંત્ર પાસે કે સરકાર પ્લાસ્ટિકની અવેજીમાં શું વાપરવું તેનો અસરકારક વિકલ્પ આપ્યા વગર પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.
શું કહે છે સુમુલના સૂત્રો
સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રોએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ અમને વખતોવખત પ્લાસ્ટિકની કોથળીની જગ્યાએ દૂધ અન્ય ઇકો ફ્રેન્ડલી પેકેજિંગમાં સપ્લાય કરવા કહ્યું છે અને અમે એ વિકલ્પો ચકાસી જોયા છે, ચકાસી રહ્યા છીએ અને ચકાસતા રહીશું. પરંતુ, હજુ સુધી કોઇ બેસ્ટ અલ્ટરનેટીવ મળી શકતો નથી. પેપર પેકમાં જો રોજની 35 લાખ દૂધની કોથળી જેટલું દૂધ સપ્લાય કરવા જઇએ તો દૂધની કોસ્ટ સીધી ડબલ થઇ જશે. જો કાચની બોટલોમાં સપ્લાય કરીશું તો ટ્રાન્સપોર્ટેશન ત્રણ ગણું વધી જાય અને વધુ વાહનો ચાલશે તો ખર્ચ અને પ્રદૂષણ વધુ થશે. સુમુલડેરી સતત પ્લાસ્ટિકની કોથળીના અલ્ટરનેટિવ શોધી રહી છે.
સુમુલની દૂધની કોથળી 55 માઇક્રોનની
સુમુલડેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સુમુલ ડેરીની હાલની મા જે દૂધની કોથળીનો વપરાશ કરે છે એ દૂધની કોથળી 55 માઇક્રોનથી વધુની છે એટલે એ આમેય હાનિકર્તા નથી.
સુરતમાં સુમુલ સિવાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના અનેક મોટા સ્ત્રોત
સુરતમાં રોજ લગભગ દોઢથી બે કરોડ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાઓનો વપરાશ થાય છે.
એવું નથી કે સુરતમાં સુમુલડેરીની દૂધની કોથળીઓ જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મોટા સ્ત્રોત છે, હકીકતમાં સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ખાસ કરીને ઝભલાઓના મુખ્યસ્ત્રોત સુમુલ ડેરી કરતા પણ વધુ છે. સુરતના શાકભાજી માર્કેટમાં સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલા વેચાય છે, એ પછી છૂટક કરીયાણા વિક્રેતાઓથી લઇને નાના છુટક વેપારીઓ સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. શાકભાજી બાદ ફ્રુટ્સની લારીવાળાઓ, છુટક ફ્રુટ્સ વિક્રેતાઓ મોટા પાયે પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે સુરતમાં રોજેરોજ લગભગ દોઢથી બે કરોડના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે.
શનિવારથી અહીં યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં આગામી ટોકિયો ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવાના પ્રયાસ કરી રહેલા ભારતીય કુસ્તીબાજોની ખરેખરી કસોટી થશે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે બજરંગ પુનીયા અને વિનેશ ફોગાટે પોતાના સારા પરિણામ સાથે આત્મવિશ્ર્વાસમાં વધારો કરી દિવ્યા કકરન જેવા અન્ય કેટલાક જોડે સારી તૈયારી કરી છે.
બજરંગે તેણે આ મોસમમાં ભાગ લીધેલ ચારે સ્પર્ધા જીતી હતી અને તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ૬૫ કિલોગ્રામના વિભાગમાં વિશ્ર્વના ટોચના ક્રમાંકિત તરીકે ભાગ લેશે. તે હાલ પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે ત્યારે આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડનાર વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે ૧૦.૦૦ કલાકે કેવડીયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ૧૭મી સપ્ટેેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવીને નર્મદા માતાની મહાઆરતીના કાર્યક્રમાં ભાગહ લે તેવી પૂરી શક્યતા છે.
ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આગામી ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઊભો કરી મા નર્મદાના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી મા નર્મદાની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
શુક્રવારે ભાજપા પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપાના વરીષ્ઠ નેતા સુરેન્દ્રકાકા, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહતિ પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, જીલ્લા પ્રભારીઓ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.