CIA ALERT
02. May 2024
September 11, 20191min10710

Related Articles



લૂંગી પહેરી ટ્રક ચલાવી તો 2000 નો દંડ, હજીરામાં મચ્યો હડકંપ

Share On :
Print Friendly, PDF & Email

ભારતમાં હાલ સૌથી વધુ ચર્ચા જો કોઇ મુદ્દાની થઇ રહી હોય તો એ નવા ટ્રાફિક રૂલ્સની છે. ઉત્તર પ્રદેશથી એક એવી વાત પણ ચર્ચાસ્પદ બની છે કે ટ્રક ડ્રાઇવરો કે તેમના ક્લીનરો કે સહાયકો જો લૂંગી, બનિયાન પહેરીને ટ્રક ચલાવતા દેખાશો તો તેમની પાસેથી નવા મોટર વ્હીકલ એક્ટ અન્વયે રૂ.2000નો દંડ વસૂલ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં તો લૂંગી ટ્રક ડ્રાઇવરો પાસેથી બે-બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરી દેવાતા ટ્રાન્સપોર્ટસે હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

હજીરામાં હજારો ટ્રક ડ્રાઇવરોનો જમાવડો થાય છે ત્યાં હાલ લૂંગી ડ્રાઇવરોમાં મુદ્દો ભારે ચર્ચાસ્પદ

આગામી તા.16મી સપ્ટેમ્બર 2019થી ગુજરાતમાં પણ નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ થવાનો છે ત્યારે સુરત શહેર નજીક હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભારે હડકંપ મચી જાય તો નવાઇ નહીં. કેમકે હજીરામાં આવેલી મહાકાય કંપનીઓમાં માલની હેરફેર માટે 10 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોની અવરજવર સાપ્તાહિત રીતે જોવાય છે અને હજીરા આવતા જતા મોટાભાગના ટ્રક ડ્રાઇવરો, ક્લીનરો, તેમના સહાયકો લૂંગી બનિયાનમાં જ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણેક દિવસથી લૂંગી ધારી ટ્રક ડ્રાઇવરોમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આવા લૂંગીધારી ટ્રક ડ્રાઇવરો જોવા મળશે બે હજારનો દંડ ભરવો પડશે

ઉત્તર પ્રદેશ રાજ્યના કોઈ પણ વેપારી વાહનોના ચાલકો અને સહાયકોએ લુંગી અને બનિયાન પહેરીને ગાડી ચલાવતાં પકડાય તો તેમણે ૨૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

મોટર વાહન (એમવી) અધિનિયમના નવા કાયદા અનુસાર ડ્રાઇવરોને ડ્રેસકોડનું પાલન કરવાનું હોય છે, પરંતુ હજી સુધી એને કડકાઈ સાથે લાગુ કરવામાં આવ્યો નથી. હવે એના પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

ચાલકોએ ફુલ-લેન્ગ્થ પૅન્ટ અને શર્ટ અથવા ટીશર્ટ પહેરીને જ ગાડી ચલાવવી પડશે. એ સિવાય ચંપલ કે સૅન્ડલ પહેરીને અથવા ઉઘાડા પગે ગાડી ચલાવી શકાશે નીં. તેમણે જૂતાં પહેરવાં અનિવાર્ય છે. નવા પ્રાવધાન અનુસાર આ નિયમ તમામ સ્કૂલ વાહનોના ડ્રાઇવરો પર લાગુ થશે. સ્કૂલના બસ-ડ્રાઇવરોએ વર્દી પહેરવી અનિવાર્ય છે.

શું છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ડ્રાઇવરો માટેનો નિયમ?

મોટર વ્હીકલના નવા એક્ટ અનુસાર ડ્રેસકોડ ૧૯૩૯થી એમવી અધિનિયમનો ભાગ છે અને ૧૯૮૯માં અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું હતું. એના ઉલ્લંઘન માટે ૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. હવે એમવી ઍક્ટ ૨૦૧૯ની કલમ- ૧૭૯ અંતર્ગત ડ્રેસકોડનું ઉલ્લંઘન કરવા બદલ ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ સ્કૂલના ડ્રાઇવરોને પણ લાગુ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :