CIA ALERT

Slider Archives - Page 310 of 487 - CIA Live

August 27, 2019
narmada.jpg
1min7460

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 4.55 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાંથી 3.94 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

તવા, ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમનું મહત્તમ લેવલ પાર થતા ડેમનાં પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. અને તમામ ડેમના ગેટ ખોલવામાં આવતા હાલ 4.55 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેથી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 133.73 મીટર ઉપર પહોંચી છે. અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ફરીથી  ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ગોરા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને 3,94,432 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 4226 ળભળ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલુ છે.

ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 21.75 ફૂટ ઉપર પહોંચી ગઇ છે. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી 22 ફૂટ છે. જેથી ભયનજક સપાટીની નજીક નર્મદા નદી વહી રહી છે.

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા
નર્મદા જિલ્લામાં આજે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર 23 દરવાજા ખોલાયા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં નર્મદા ડેમ સૌ પ્રથમ વાર 133.83 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયા છે.

Ukai Dam News

ઉકાઈ ડેમના ઉપવાસમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. ડેમના જળાશયમાં ફરી પાણીની આવકમાં વધારો થવા માંડતા ઉકાઈ ડેમમાંથી 1.11 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ શરૂ કરાયો છે. સોમવારે ઉકાઈ ડેમની સપાટી 336.24 ફુટ ઉપર પહોંચી હતી. હથનુર ડેમમાંથી પણ દોઢલાખ ક્યૂસેક ડિસ્ચાર્જ શરૂ કરાતા પાણીની આવકની સામે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી દેવાઈ છે.

ઉપરવાસમાં વરસાદ અને હથનુર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમમાં ફરી પાણીની આવકમાં વધારો થયો છે. હાલ 1.26 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 1.11 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હથનુર ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી 336.20 ફુટ પર પહોંચી છે. હાલમાં ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. એટલે, ડેમની સપાટી નિયંત્રણમાં રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણીની જાવક શરૂ કરી દેવામાં આવી છે. હાલ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલીને 1.11 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયુ છે. 

August 26, 2019
gold2.jpg
1min14370

ઓગસ્ટ 2019ના મહિનામાં સોનાના ભાવો જે રીતે ઉછળ્યા છે એ જોતા આવી તેજી અગાઉ ક્યારેય નોંધાઇ નથી. એક જ મહિનાના સમયગાળામાં એક તોલા સોનાના ભાવમાં રૂ.4 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે અને હવે સોનું મધ્યમવર્ગીય પરિવારોથી પણ દૂર થઇ રહ્યું છે.

સોનાના ભાવમાં આવી અભૂતપૂર્વ તેજી અગાઉ ક્યારેય નથી જોવા મળી. જન્માષ્ટમીના એક દિવસ અગાઉ ગઇ તા. 23 ઓગસ્ટ 2019ના રોજ શુક્રવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં 24 કેરેટ ગોલ્ડ (સોનુ)નો ભાવ પ્રતિ તોલાએ 38,920 રૂપિયા પર બંધ થયો હતો. એ પછી આજે તા.26મી ઓગસ્ટ 2019ના રોજ માર્કેટ શરૂ થતાં જ સોનાના ભાવમાં રૂ. 1215 રૂપિયાનો ઉછાળો થયો હતો અને ગુજરાતના અમદાવાદમાં ઇતિહાસમાં પહેલી વખત 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.40 હજારના માઇલસ્ટોનને પાર કરીને એક તબક્કે 40,175ની સપાટી વટાવી ગયો હતો.

અમદાવાદ સમેત મુંબઇ અને સુરતના વેપારીઓને ચિંતા પેઠી છે કે હવે તહેવારો ખાસ કરીને પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારોમાં લોકોની સોનાની ખરીદી ઘટી જશે અને ધંધો સાવ મંદ પડી જશે.

ગત જુલાઈ 2019માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.36,000 પ્રતિ 10 ગ્રામ હતો. એક જ મહિનામાં સોનાના ભાવમાં સીધો રૂ 4000નો વધારો જોવા મળ્યો છે.

August 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7610

દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં કાર્યરત બ્લડ બેંકો હાલમાં એ પોઝીટીવ અને એબી પોઝીટીવ બ્લડની તંગી અનુભવી રહી છે. સુરત રક્તદાન કેન્દ્ર અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રએ એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.

A પોઝીટીવ અને AB પોઝીટીવ રક્તદાતાઓને અપીલ કરી છે કે તેઓ સ્વૈચ્છીક રક્તદાન કરે જેથી આ શોર્ટેજ નિવારી શકાય.

વધુ માહિતી આપતા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના મેનેજર શ્રી સંજયભાઇએ જણાવ્યું હતું કે એ પોઝીટીવ અને એબી પોઝીટીવ રક્ત ધરાવતા લોકો આમેય ઓછા હોય છે અને આ વખતે 15મી ઓગસ્ટ કે જે દિવસે સૌથી વધુ રક્તદાન કેમ્પો યોજાતા હોય છે એ યોજી શકાયા ન હતા કેમકે રક્ષાબંધન પર્વ સાથે હતો એટલે એન.જી.ઓ. દ્વારા દર વર્ષે જે કેમ્પો યોજાય છે તેટલી સંખ્યામાં આ વખતે કેમ્પો યોજાય શક્યા ન હતા. એટલે હાલમાં એ અને એ બી પોઝીટીવ રક્તની તંગી વર્તાય રહી છે.

સંજયભાઇએ કહ્યું કે લોકસમપર્ણ રક્તદાન કેન્દ્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત બન્ને રક્ત ગ્રુપ ધરાવતા દાતાઓને ફોન કરીને સ્વૈચ્છીક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

એવી જ રીતે સુરત રક્તદાન કેન્દ્રના શ્રી અશ્વિન મહેતાએ જણાવ્યું હતું કે રક્તદાન કેન્દ્રએ દરેક દાતાઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે અને ઇમરજન્સીમાં જે રક્તની જરૂર પડે છે એ અંગેની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે.

સુરતમાં એ ગ્રુપ અને એ બી બ્લડ ગ્રુપના રક્તની અછત નિવારવા માટે સનગ્રેસ સ્કુલના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયા પ્રયત્નશીલ છે, ટૂંક સમયમાં તેઓ આ અંગે મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું આયોજન કરી રહ્યા છે, રસ ધરાવતા લોકો તેમનો સંપર્ક કરી શકે છે. ફોન નં. 99251 1009

August 26, 2019
magic-1280x1771.jpg
1min11920

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.

સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું  ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.

અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ કરતા હોય છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.

જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ, જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.

August 26, 2019
danh-girl_d.jpg
1min7810
દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવાર કે જેણે સાયન્સફેરમાં રજૂ કરેલા ડ્રેેનેજ ક્લીનીંગ મશીનના પ્રોજેક્ટ આંતર રાષ્ટ્રીય સ્તરે જાપાન ખાતે યોજાઇ રહેલા સ્કુલ સાયન્સ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, આ નિમિત્તે નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવારે પોતાના જિલ્લા સ્તરની શાળાકીય વિજ્ઞાન મેળાની હરીફાઇમાં ગટર સાફ કરવાનું વર્કિંગ મોડેલ બનાવીને રજૂ કર્યું હતું, જે જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે વિજેત બન્યા બાદ ભારતમાં રાષ્ટ્રકક્ષાના સાયન્સ ફેરમાં પણ આ બાળવિજ્ઞાનીનો ડ્રેનેજ ક્લીનીંગ મશીન પ્રોજેક્ટ વાહવાહી લૂંટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવારનો ડ્રેનેજ ક્લીનીંગ મશીનનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાનના આંતર રાષ્ટ્રીય સ્તરના સ્કુલ સાયન્સફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવાર પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચૂકી છે. છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારે ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ, પરંતુ આ વિદ્યાર્થિનીએ સ્કૂલના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે.

દેશમાંથી આવેલી ૮૫૦ કૃતિઓમાંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી, જેમાંની દગડીઆંબા ગામની સ્કૂલની આશાનું ગટર સાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે.

એક વર્ષમાં આપણા ભારત દેશમાં સર્વે મુજબ અંદાજિત ૩૦ હજાર સફાઈ કામદારો ગટરમાં ઊતરવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જે ન બને એ માટે આશાએ એક આશા બાંધી હતી અને એમાં સફળતા મળતાં આશા પવારે મશીન બનાવ્યું છે જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે જે પ્રોજેક્ટને તૈયાર કરવા માટે દગડીઆંબાના શિક્ષકે પણ આશાને સારો સહકાર આપ્યો છે.

નવસારીના વિરવાડી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓને ખિલવવા માટે સદાય અગ્રેસર રહેતા લોકોએ આ દીકરીને સન્માની છે, જેના કારણે કામ કરવાની વધુ ધગશ મળી છે.

August 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5440

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન ખાતાએ કરી છે. તા.25 રવિવારથી લઇને આવનારા પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉપરોક્ત સ્થળે તથા તા.26 અને 17 ઓગસ્ટે રાજ્યના અનેક પ્રાંતમાં ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ 26-27 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 26મીએ’ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે 27 ઓગસ્ટે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત જિલ્લામાં વરસાદની આગાહી છે.

28 ઓગસ્ટે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

August 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8560

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરતના પ્રેસિડેન્ટની આજરોજ તા.25મી ઓગસ્ટ 2019ના રોજ ચૂંટણી યોજાઇ રહી છે.

જીવનભારતી રોટરી હોલ ખાતે યોજાઇ રહેલી ચૂંટણીમાં મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલશે અને એ પછી મતગણતરી યોજાશે. મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 3500 તબીબ મતદારો પૈકી 1650 તબીબોએ મતદાન કર્યું હોવાની માહિતી મળી છે.

સુરતના તબીબોની આજની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ચૂંટણીને હેમખેમ આટોપવા માટે બાઉન્સર્સ (પ્રાઇવેટ ભપકાદાર સિક્યુરીટી)નો સહારો લેવો પડ્યો છે. આમેય બાઉન્સર્સ કલ્ચર ભારત જેવા દેશોમાં સિક્યુરિટી કરતા વધુ શૉમેનશીપ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

આજે સવારે જ્યારે ચૂંટણી શરૂ થઇ ત્યારે મતદાન કરવા આવેલા ખુદ તબીબોને પણ આશ્ચર્ય થયું હતું કે તબીબો એટલા માથાભારે છે કે તેમની ચૂંટણી યોજવા માટે બાઉન્સર્સને રાખવા પડે. પહેલા તો બન્ને ઉમેદવારોના કેમ્પમાં એકબીજાએ બાઉન્સર રાખ્યા હોવાની ગેરસમજ થઇ હતી પછી જાણવા મળ્યું કે ચૂંટણી કરાવનારાઓએ બાઉન્સર્સને રાખ્યા છે.

જીવનભારતી ખાતે આજે સવારથી યોજાયેલા મતદાનને શહેરના તબીબો, મતદારો એક ફેસ્ટિવલની જેમ માણી રહ્યા હતા. ક્યાંયે કોઇ હો-હલ્લો થયો ન હતો કે ક્યાંય કોઇ ચકમક ઝરી ન હતી. આવી સ્થિતિમાં બાઉન્સર રાખવાનું ચૂંટણી અધિકારીઓનું લોજિક તબીબોને પણ ગળે ઉતરતું ન હતું. આજની ચૂંટણીમાં તબીબોએ મતદાન કરવા સાથે ટેસ્ટી લંચ પણ એન્જોય કર્યું હતું.

ડો.પારુલ વડગામાના નામે અનેક વિવાદોએ ચૂંટણીને ટોક ઓફ ધ ટાઉન બનાવી

નવી સિવિલ હોસ્પિટલના એક ઇન્ચાર્જ વિભાગીય વડા ડો.પારુલ વડગામા જેઓ ગઇ તા.5મી ઓગસ્ટ 2019થી ગરીબ દર્દીઓની સેવા કરવાની પ્રાથમિક ફરજ છોડીને, પહેલા માંદગીની રજા અને ગઇ તા.23મી ઓગસ્ટથી ઇ.એલ. રજા પર છે. ચૂંટણી લડવા અને જીતવા માટે તેઓ એટલી હદે ડેસ્પરેટ છે. તેમની સામે નિવડેલા તબીબ, બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહેતા ડો. યોગેશ દેસાઇ છે.

ડો. યોગેશ દેસાઇની ઉંમરને ચૂંટણીનો મુદ્દો બનાવાયો

ડો. યોગેશ દેસાઇ માટે હરીફ ડોક્ટરો પાસે કોઇ મુદ્દો હતો નહીં એટલે તેમની ઉંમરનો મુદ્દો બનાવ્યો. પ્રેસિડેન્ટ ઇલેક્ટ એનેસ્થેટીસ્ટ ડો.હિરલ અને ડો.પારુલ વડગામાના પતિ વચ્ચેની વાઇરલ થયેલી ટેલિફોનિક વાતચીતોમાં તો ડો.હિરલએ ડો.યોગેશ દેસાઇ માટે જે શબ્દ પ્રયોગ કર્યા એ દર્શાવે છે કે સૌથી બુદ્ધિશાળી અને પૃથ્વી પર જેને ભગવાન માનવામાં આવ્યા છે, એ લોકો સુરતમાં ચૂંટણી જીતવા માટે કેટલી હદે નીચલી પાયરીએ જઇ શકે છે. ડો. હિરલ ક્યારેય વૃદ્ધ થવાના ન હોય એ રીતે ઓડિયો ક્લીપમાં તેમણે ડો. યોગેશ દેસાઇને હ્યુમિલીએટ કર્યા.

એવું કહેવાની કોઇ જરૂરીયાત નથી કે આ વિડીયો કયા કેમ્પમાંથી વાઇરલ થયો. પણ શહેરના તબીબોએ સમગ્ર ડર્ટી પોલિટિક્સની અનુભૂતિ જરૂર કરી લીધી છે.

આજે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રેસિડેન્ટની ચૂંટણીની સાથે એ વાત પણ નક્કી થશે કે શહેરના ભદ્ર સમાજના ગણાતા તબીબો કેવા પ્રકારની માનસિકતાના ટેકેદારો છે.

C.I.A. Live ન્યુઝ એલર્ટસ માટે 98253 44944 નંબર આપના મોબાઇલમાં સેવ કરી લેશો તો આપને ઓટોમેટિકલી ક્વોલિટી ન્યુઝ મળવાના શરૂ થશે, ગુજરાતના તમામ તબીબોના નંબરનો ડેટાબેઝ અમારી પાસે છે, આપે ફક્ત આપના મોબાઇલમાં અમારો નંબર સેવ કરવાનો રહેશે. આભાર

August 24, 2019
nirmala.jpg
1min5120

અર્થતંત્રમાં વ્યાપી રહેલી મંદીને દૂર કરવા માટે મુખ્ય આર્થિક સલાહકારે ગઇકાલે પેકેજ આપવાની ના ભણ્યા બાદ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારામને થોકબંધ રાહતલક્ષી જાહેરાત કરી હતી. સરકારે ઉદ્દીપક પેકેજ નથી આપ્યું પરંતુ ટેક્સમાં સુધારાની અનેક જાહેરાતો કરતા હવે રાહત મળવાની આશા બંધાઇ છે.

અસંખ્ય નિર્ણયો કે જે અંદાજપત્રમાં કરવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવ્યા છે. સૌથી મોટાં નિર્ણયમાં નાણાપ્રધાને બેંકોને રૂ. 5 લાખ કરોડ આપીને મૂડીકરણ કરવાની જાહેરાત કરી છે. એમાંથી પ્રથમ તબક્કે રૂ. 70 હજાર કરોડ છૂટ્ટા કરાયા છે. સરકારના આ નિર્ણયથી અર્થતંત્રમાં રોકડની તરલતા વધશે. બેંકો, શેરબજાર અને ઓટો ક્ષેત્રને સૌથી વધારે લાભ મળી શકે તેમ છે.

દેશમાં મંદીની અસર નથી એવું નાણાપ્રધાન સતત કહી રહ્યા હતા પરંતુ આજની આ જાહેરાતો સાથે જ સરકારે પણ મંદી હોવાનું સ્વીકારી લીધું હોવાની છાપ સ્પષ્ટપણે ઉપસી છે.
અંદાજપત્ર પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ઉપર 15 ટકા સરચાર્જ લાગતો હતો તે 25 ટકા કરાયો હતો. અંદાજપત્રના આ નિર્ણયને નાણાપ્રધાને પાછો ખેંચી લીધો છે.

ટૂંકમાં હવે 15 ટકા જ રહેશે. એ જ રીતે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઉપર સરચાર્જ પણ પાછો ખેંચી લીધો છે. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી અર્થાત સીએસઆરના ઉલ્લંઘનને ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હતુ તેને સ્થાને નાગરિક અપરાધ ગણવામાં આવશે. એના ઉપર કોઇ દંડની કાર્યવાહી નહીં થાય.

સ્ટાર્ટ અપ્સ ઉપર એન્જલ ટેક્સની અંદાજપત્રીય જાહેરાત પણ પરત ખેંચાઇ છે. અંદાજપત્રમાં ઉક્ત નિર્ણયોમાં બદલાવ કરાયા પછી શેરબજારમાંથી કરોડો રૂપિયાનું રોકાણ પરત ખેંચાય ગયું હતુ, હવે રોકાણકારો પાછા આવશે. સોમવારે ખૂલતામાં શેરબજારમાં મોટો ઉછાળો આવે એવા સંકેત સ્પષ્ટપણે મળી રહ્યા છે.

નાણાપ્રધાને કહ્યું કે, બેંકોને તત્કાળ રૂ. 70 હજાર કરોડનું પેકેજ આપવામાં આવશે. એનાથી સિસ્ટમમાં ફરીથી નાણાં ફરતા થઇ જશે. બેંકો નાણા લોન સ્વરુપે આપે જરુરીયાતમંદોને આપે તે માટે પણ તાકિદ કરવામાં આવી છે. જીએસટીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે પણ સીતારામને કહયું છે. ટેક્સ તથા મજૂર કાયદામાં સરકાર સતત સુધારા કરી જ રહી છે. સંપતિનું સર્જન કરનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ અને કંપનીઓના વિલય તથા અધિગ્રહણની પ્રક્રિયા પણ ઝડપથી અમે કરીશું.

બેંકો દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામા ંઆવે છે પણ બેંકો તે ગ્રાહકો સુધી પહોંચાડતી નથી ત્યારે બેંકોએ આ લાભ પસાર કરવો પડશે એ મતલબની સૂચનાઓ તેમણે આપી હોવાનું કહ્યું હતુ. લોન ક્લોઝરના 15 દિવસમાં સિક્યુરીટી માટે જમા કરાવેલા દસ્તાવેજો ગ્રાહકોને પાછા આપી દેવાના રહેશે.

ઓટો ક્ષેત્રમાં સૌથી વધારે મંદી ચાલી રહી છે ત્યારે એ માટે સીતારામને કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદવામાં આવતાબીએસ 4 એંજીનવાળા વાહનોને ચલાવવામાં કોઇ પરેશાની આવશે નહીં. નોંધણી ફીમાં વધારો કરવાનો નિર્ણય પણ જૂન 2020 સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે તે રાહતકારી છે. ઇલેકટ્રીક વ્હીકલ પર સરકાર જોર આપી રહી છે પણ તેનાથી પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો બંધ થઇ જશે તેવી આશંકા દૂર કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રનો જીડીપી 3.2 ટકા રહેવાની ધારણા છે. વૈશ્વિક માગ ઓછી છે. ચીન અને અમેરિકા જેવા દેશો કરતા ભારતનો જીડીપી ઉંચો છે. અર્થતંત્રમાં મંદી વિસ્તરી ન જાય તે માટે સરકાર કામકાજ કરી રહી છે. ભારત ગ્રોથના ટ્રેક ઉપર જ છે. આર્થિક સુધારા ચાલુ રાખવામાં આવશે.

August 24, 2019
gst.jpg
1min5030

જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાનો સમય પૂરો થવા આડે ફક્ત આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજુ 72.5 ટકા ટેક્સપેયરોએ રિટર્ન ફાઇલ કર્યા નથી ! ગુજરાતમાં 7.7 લાખ ટેક્સપેયર છે, એમાંથી 2.11 લાખ ટેક્સપેયરોએ જીએસટીઆર 9 અને જીએસટીઆર 9સી ભર્યા છે તેમ રાજ્યના વાણિજ્ય કર વિભાગે કહ્યું છે.

ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છેકે, વાર્ષિક રિટર્નમાં કેટલીક વિગતો એવી ભરવાની છે કે જેના અંગે ટેક્સપેયરો મુંઝવણમાં મૂકાયેલા છે. એ કારણે રિટર્ન ઓછાં ભરાયા છે. વાર્ષિક ફોર્મને સરળ બનાવવાની અત્યંત જરુર છે. અત્યારના ફોર્મનું ફોર્મેટ જોતાસરકારે વધુ ત્રણ મહિનાનું એક્સટેન્સન આપવું જોઇએ.

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના કહેવા પ્રમાણે એપ્લીકેબલ ટેક્સની વિગતો ભરવા અંગે મુંઝવણ છે. જીએસટીઆર 1માં સપ્લાયમાં કરેલા સુધારા દર્શાવવાના હોય છે. ખરેખર ટેક્સ ભર્યો હોય તે જીએસટીઆર 3(બી)માં દર્શાવવો પડે છે. એ કારણે સુધારો જીએસટીઆર 9માં કેવી રીતે દર્શાવવો તે સ્પષ્ટ થતું નથી. કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર 2018ની ડેડલાઇન 30 જૂન 2019 સુધી લંબાવ્યા પછી 31 ઓગસ્ટ સુધી ફરીથી લંબાવી આવી છે. છતાં હજુ પણ 30 નવેમ્બર સુધીનો સમય આપવા માટે સ માગણી કરી રહ્યા છે.

દેશભરમાં 21.72 ટકા જ સરેરાશ રિટર્ન ભરાયા છે. એમાંથી 27.4 ટકા રિટર્ન ગુજરાતમાં ભરાયા છે. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે. છતાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ સારી છે. ઉત્તરપ્રદેશ, તામિલનાડું તથા મહારાષ્ટ્રમાં રિટર્ન ઘણા જ ઓછાં ભરાયા છે.

જીએસટી રિફંડ માટે વિભાગને મળી 28,741 અરજીઓ ગુજરાત વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાં વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાંથી 27,526 અરજીઓ રિફંડ માટે મંજૂર થઇ ચૂકી છે. કુલ રૂ. 5,387 કરોડના રિફંડ વિવિધ વેપારીઓએ માંગ્યા છે. એમાંથી રૂ. 4,772 કરોડ ચૂકવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

August 24, 2019
Arun-Jaitley.jpg
1min5580

ભાજપના દિગ્ગજ નેતા પૂર્વ નાણામંત્રી શ્રી અરુણ જેટલીનું આજે તા.24મી ઓગસ્ટ 2019ના રોજ નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સીઝમાં બપોરે 12.07 કલાકે નિધન થયું હતું. એઇમ્સના સત્તાવાળાઓએ તેમના નિધનની પુષ્ટી કરી હતી.

અરુણ જેટલી ગઇ તા.9મી ઓગસ્ટથી મલ્ટીપલ બિમારીઓની સારવાર માટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શ્રીમાન અરુણ જેટલી 66 વર્ષની વયના હતા.

Former Union minister Arun Jaitley died at All India Institute of Medical Sciences (AIIMS) on Saturday, the hospital announced. Jaitley, 66, was undergoing treatment at the hospital for several weeks. “It is with profound grief that we inform about the sad demise of Arun Jaitley,” the AIIMS said in a brief statement.