CIA ALERT
03. May 2024
September 14, 20191min7160

Related Articles



સુમુલની રોજ 35 લાખ દૂધની કોથળીનો કોઇ વિકલ્પ નથી : સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન અશક્ય

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુરતમાં 2જી ઓક્ટોબર 2019થી સંપૂર્ણપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે કમર કસી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ તો શામ, દામ, દંડ, ભેદ જે રીતે થાય એ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. હકીકત એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનકર્તાઓ સામે ગુજરાત સરકાર કે સુરત મહાનગરપાલિકા એક હરફ ઉચ્ચારતી નથી, તેમનુ પ્રોડકશન બેધડક ચાલે છે અને તેઓ માલ સપ્લાય બિન્ધાસ્ત કરે છે, પાલિકા કે સરકાર આ ચેઇનને હાથ અડાડ્યા વગર ગ્રાસરૂટ લેવલે ફેરીયાઓ, દુકાનદારો અને વપરાશકર્તાઓ પર ઢોંસ જમાવીને પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

આવી સુરતમાં 35 લાખ દૂધની કોથળીઓનું વેચાણ રોજેરોજ થાય છે, આવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોથળીઓનો હાલ તુરત કોઇ વિકલ્પ નથી. પ્લાસ્ટિક બેન સુરતમાં ત્યારે જ સંભવ છે જ્યારે કોઇ વ્યાજબી વિકલ્પ મળી રહે.

સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન પર પ્રતિબંધ અશક્ય એટલા માટે છે કેમકે ખુદ સુરત મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ કહે છે કે સુરતીઓ રોજ દોઢથી બે કરોડ પ્લાસ્ટિકના ઝભલા થેલીનો ઉપયોગ કરે છે, આ પ્લાસ્ટિક સિંગલ યુઝ છે, એવી જ રીતે સુરતમાં સુમુલડેરીની દુધની 35 લાખ કોથળીઓથી સુરતના ઘરેઘરમાં દૂધ પહોંચે છે, આ પ્રકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની મોટી ડિમાન્ડ અને વપરાશ બન્ને સુરતમાં જોવા મળે છે. સુરત મહાનગરપાલિકા તંત્ર પાસે કે સરકાર પ્લાસ્ટિકની અવેજીમાં શું વાપરવું તેનો અસરકારક વિકલ્પ આપ્યા વગર પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

શું કહે છે સુમુલના સૂત્રો

સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રોએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ અમને વખતોવખત પ્લાસ્ટિકની કોથળીની જગ્યાએ દૂધ અન્ય ઇકો ફ્રેન્ડલી પેકેજિંગમાં સપ્લાય કરવા કહ્યું છે અને અમે એ વિકલ્પો ચકાસી જોયા છે, ચકાસી રહ્યા છીએ અને ચકાસતા રહીશું. પરંતુ, હજુ સુધી કોઇ બેસ્ટ અલ્ટરનેટીવ મળી શકતો નથી. પેપર પેકમાં જો રોજની 35 લાખ દૂધની કોથળી જેટલું દૂધ સપ્લાય કરવા જઇએ તો દૂધની કોસ્ટ સીધી ડબલ થઇ જશે. જો કાચની બોટલોમાં સપ્લાય કરીશું તો ટ્રાન્સપોર્ટેશન ત્રણ ગણું વધી જાય અને વધુ વાહનો ચાલશે તો ખર્ચ અને પ્રદૂષણ વધુ થશે. સુમુલડેરી સતત પ્લાસ્ટિકની કોથળીના અલ્ટરનેટિવ શોધી રહી છે.

સુમુલની દૂધની કોથળી 55 માઇક્રોનની

સુમુલડેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સુમુલ ડેરીની હાલની મા જે દૂધની કોથળીનો વપરાશ કરે છે એ દૂધની કોથળી 55 માઇક્રોનથી વધુની છે એટલે એ આમેય હાનિકર્તા નથી.

સુરતમાં સુમુલ સિવાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના અનેક મોટા સ્ત્રોત

સુરતમાં રોજ લગભગ દોઢથી બે કરોડ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાઓનો વપરાશ થાય છે.

એવું નથી કે સુરતમાં સુમુલડેરીની દૂધની કોથળીઓ જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મોટા સ્ત્રોત છે, હકીકતમાં સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ખાસ કરીને ઝભલાઓના મુખ્યસ્ત્રોત સુમુલ ડેરી કરતા પણ વધુ છે. સુરતના શાકભાજી માર્કેટમાં સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલા વેચાય છે, એ પછી છૂટક કરીયાણા વિક્રેતાઓથી લઇને નાના છુટક વેપારીઓ સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. શાકભાજી બાદ ફ્રુટ્સની લારીવાળાઓ, છુટક ફ્રુટ્સ વિક્રેતાઓ મોટા પાયે પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે સુરતમાં રોજેરોજ લગભગ દોઢથી બે કરોડના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :