CIA ALERT

Slider Archives - Page 306 of 487 - CIA Live

September 14, 2019
amul-milk-500x500.jpg
1min8970

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુરતમાં 2જી ઓક્ટોબર 2019થી સંપૂર્ણપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે કમર કસી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ તો શામ, દામ, દંડ, ભેદ જે રીતે થાય એ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. હકીકત એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનકર્તાઓ સામે ગુજરાત સરકાર કે સુરત મહાનગરપાલિકા એક હરફ ઉચ્ચારતી નથી, તેમનુ પ્રોડકશન બેધડક ચાલે છે અને તેઓ માલ સપ્લાય બિન્ધાસ્ત કરે છે, પાલિકા કે સરકાર આ ચેઇનને હાથ અડાડ્યા વગર ગ્રાસરૂટ લેવલે ફેરીયાઓ, દુકાનદારો અને વપરાશકર્તાઓ પર ઢોંસ જમાવીને પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

આવી સુરતમાં 35 લાખ દૂધની કોથળીઓનું વેચાણ રોજેરોજ થાય છે, આવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોથળીઓનો હાલ તુરત કોઇ વિકલ્પ નથી. પ્લાસ્ટિક બેન સુરતમાં ત્યારે જ સંભવ છે જ્યારે કોઇ વ્યાજબી વિકલ્પ મળી રહે.

સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન પર પ્રતિબંધ અશક્ય એટલા માટે છે કેમકે ખુદ સુરત મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ કહે છે કે સુરતીઓ રોજ દોઢથી બે કરોડ પ્લાસ્ટિકના ઝભલા થેલીનો ઉપયોગ કરે છે, આ પ્લાસ્ટિક સિંગલ યુઝ છે, એવી જ રીતે સુરતમાં સુમુલડેરીની દુધની 35 લાખ કોથળીઓથી સુરતના ઘરેઘરમાં દૂધ પહોંચે છે, આ પ્રકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની મોટી ડિમાન્ડ અને વપરાશ બન્ને સુરતમાં જોવા મળે છે. સુરત મહાનગરપાલિકા તંત્ર પાસે કે સરકાર પ્લાસ્ટિકની અવેજીમાં શું વાપરવું તેનો અસરકારક વિકલ્પ આપ્યા વગર પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

શું કહે છે સુમુલના સૂત્રો

સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રોએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ અમને વખતોવખત પ્લાસ્ટિકની કોથળીની જગ્યાએ દૂધ અન્ય ઇકો ફ્રેન્ડલી પેકેજિંગમાં સપ્લાય કરવા કહ્યું છે અને અમે એ વિકલ્પો ચકાસી જોયા છે, ચકાસી રહ્યા છીએ અને ચકાસતા રહીશું. પરંતુ, હજુ સુધી કોઇ બેસ્ટ અલ્ટરનેટીવ મળી શકતો નથી. પેપર પેકમાં જો રોજની 35 લાખ દૂધની કોથળી જેટલું દૂધ સપ્લાય કરવા જઇએ તો દૂધની કોસ્ટ સીધી ડબલ થઇ જશે. જો કાચની બોટલોમાં સપ્લાય કરીશું તો ટ્રાન્સપોર્ટેશન ત્રણ ગણું વધી જાય અને વધુ વાહનો ચાલશે તો ખર્ચ અને પ્રદૂષણ વધુ થશે. સુમુલડેરી સતત પ્લાસ્ટિકની કોથળીના અલ્ટરનેટિવ શોધી રહી છે.

સુમુલની દૂધની કોથળી 55 માઇક્રોનની

સુમુલડેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સુમુલ ડેરીની હાલની મા જે દૂધની કોથળીનો વપરાશ કરે છે એ દૂધની કોથળી 55 માઇક્રોનથી વધુની છે એટલે એ આમેય હાનિકર્તા નથી.

સુરતમાં સુમુલ સિવાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના અનેક મોટા સ્ત્રોત

સુરતમાં રોજ લગભગ દોઢથી બે કરોડ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાઓનો વપરાશ થાય છે.

એવું નથી કે સુરતમાં સુમુલડેરીની દૂધની કોથળીઓ જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મોટા સ્ત્રોત છે, હકીકતમાં સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ખાસ કરીને ઝભલાઓના મુખ્યસ્ત્રોત સુમુલ ડેરી કરતા પણ વધુ છે. સુરતના શાકભાજી માર્કેટમાં સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલા વેચાય છે, એ પછી છૂટક કરીયાણા વિક્રેતાઓથી લઇને નાના છુટક વેપારીઓ સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. શાકભાજી બાદ ફ્રુટ્સની લારીવાળાઓ, છુટક ફ્રુટ્સ વિક્રેતાઓ મોટા પાયે પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે સુરતમાં રોજેરોજ લગભગ દોઢથી બે કરોડના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે.

September 14, 2019
Bajrang-Vinesh.png
1min5450

શનિવારથી અહીં યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં આગામી ટોકિયો ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવાના પ્રયાસ કરી રહેલા ભારતીય કુસ્તીબાજોની ખરેખરી કસોટી થશે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે બજરંગ પુનીયા અને વિનેશ ફોગાટે પોતાના સારા પરિણામ સાથે આત્મવિશ્ર્વાસમાં વધારો કરી દિવ્યા કકરન જેવા અન્ય કેટલાક જોડે સારી તૈયારી કરી છે.

બજરંગે તેણે આ મોસમમાં ભાગ લીધેલ ચારે સ્પર્ધા જીતી હતી અને તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ૬૫ કિલોગ્રામના વિભાગમાં વિશ્ર્વના ટોચના ક્રમાંકિત તરીકે ભાગ લેશે. તે હાલ પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે.

September 14, 2019
river_narmada.jpg
1min7510

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે ત્યારે આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડનાર વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે ૧૦.૦૦ કલાકે કેવડીયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ૧૭મી સપ્ટેેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવીને નર્મદા માતાની મહાઆરતીના કાર્યક્રમાં ભાગહ લે તેવી પૂરી શક્યતા છે.

ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આગામી ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઊભો કરી મા નર્મદાના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી મા નર્મદાની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

શુક્રવારે ભાજપા પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપાના વરીષ્ઠ નેતા સુરેન્દ્રકાકા, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહતિ પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, જીલ્લા પ્રભારીઓ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

September 14, 2019
vikram_lander.jpg
1min8830

ચંદ્રયાન-ટૂના લેન્ડર ‘વિક્રમ’ની સાથે ફરી સંપર્ક કરવાની આશા હવે ધૂંધળી બની રહી છે અને તેની સાથે ફરી સંપર્ક કરવા હવે અંદાજે અઠવાડિયું જ બચ્યું છે.

ચંદ્રયાન-ટૂના ૨૭ કિલોગ્રામના ‘પ્રજ્ઞાન’ નામના રૉવરની સાથેના લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટીથી ૨.૧ કિલોમીટર દૂર હતું ત્યારે સંપર્ક ગુમાવ્યો હતો. આ લેન્ડર ચંદ્રની ધરતી પર નિર્ધારિત સ્થળે ઊતરવાને બદલે તેની નજીક અન્ય સ્થળે ઊતર્યું હતું. આ લેન્ડર પોતાના ચાર પાયા પર ઊભું હોવાનો અને હેમખેમ હોવાનો દાવો કરાયો છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૧,૪૭૧ કિલોગ્રામના ‘વિક્રમ’ને ચંદ્રની સપાટી પર ઉતરાણના બીજા દિવસે જ શોધી કાઢ્યું હતું, પરંતુ તેની કામગીરી ચંદ્રના એક દિવસ એટલે પૃથ્વીના ૧૪ દિવસની છે અને તેમાંથી સાત દિવસ તો નીકળી ગયા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રની ધરતી પર ઉતરાણ વખતે લાગેલા આચકાને લીધે આ સમસ્યા ઊભી થઇ હોવાની શંકા છે. સંસ્કૃતમાં હોશિયારી અને આવડતને ‘પ્રજ્ઞાન’ કહેવાતું હોવાથી છ પૈડાંવાળા રૉવરનું નામ તે રખાયું છે.

લેન્ડરની સાથે ત્રણ વૈજ્ઞાનિક સાધન છે અને તે ચંદ્રની ધરતી પર પ્રયોગ અને સંશોધન કરનાર હતા.

September 13, 2019
bike-taxi.jpg
6min10740

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

15 વર્ષ પહેલા સુરતમાં, સુરતના માર્ગો પર ટ્રાફિક, પાર્કિંગની જે સ્થિતિ હતી એ આજે એટલી વકરી ચૂકી છે કે સુરતીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સુરતમાં એવા ઘર ઓછા હશે કે જેમાં પુખ્તવયના લોકોની સંખ્યા જેટલા ટુ વ્હીલ વાહનો ન હોય. આવી સ્થિતિમાં સુરતના માર્ગો પર ટ્રાફિક ગીચતા એટલી હદે વકરી રહી છે કે લોકો પાસે અલ્ટરનેટીવ નથી.

સુરતમાં મહાનગરપાલિકાએ બસ સર્વિસીઝ શરૂ કરી છે પરંતુ, બસ સર્વિસીઝમાં બેસવા માટે મધ્યવર્ગ સામે આવ્યો નથી. સૌથી મોટું પરિબળ એ પણ છે કે પોતાના ડેસ્ટીનેશનથી બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડથી પોતાના ડેસ્ટીનેશન પર જવા માટેના રૂટ પર ચાલીને જવાનું સુરતીઓને પસંદ નથી. આમ સુરતનો એક મોટો વર્ગ બસ સર્વિસીઝ માટે અમદાવાદ કે મુબઇગરાઓની જેમ ઉપભોક્તા બની શક્યો નથી.

સી.આઇ.એ. લાઇવનું વિઝન કહે છે કે સુરતમાં માર્ગ પરિવહનના ઢાંચાની મુશ્કેલીઓને જોતા હવે સુરતીઓ શહેરના આંતરીક પરિવહન માટે અલ્ટરનેટિવ શોધી રહ્યા છે અને એ અલ્ટરનેટિવ બાઇક ટેક્સી (ટુ વ્હીલ ટેક્સી) બને તેવા સંજોગો અને સમયનો તકાજો પણ જોવાય રહ્યો છે.

C.I.A. Vision જો કોઇ પહેલ કરે તો સુરતીઓ બાઇક ટેક્સીને અપનાવવા તૈયાર છે

કયા કારણોસર સુરતમાં બાઇક ટેક્સીના સંજોગો ઉજળા બન્યા

  • માર્ગો પર ટ્રાફિક ગીચતા, કામ ધંધા માટે આખો દિવસ એક જ સ્થળે રહેનારા લોકોને ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન પીકઅપ એન્ડ ડ્રોપ મળે તો તેઓ પોતાના ટુ વ્હીલ વાહનો કે ફોર વ્હીલ વાહનો રોજેરોજ રોડ પર ડ્રાઇવ કરવાનું ટાળશે એમાં બે મત નથી
  • શહેરમાં વાહનો એટલા વધી ગયા છે કે કમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગ પ્લેશ નથી, ડેસ્ટીનેશ ટુ ડેસ્ટીનેશ પીક અપ એન્ડ ડ્રોપ હશે તો પોતાના વાહનો લઇને નીકળવાવાળા લોકો ઓછા થશે અને પાર્કિંગની સમસ્યા ઓછી થશે. બાઇક ટેક્સીવાળા બહુ લાંબો સમય પોતાના વાહનો પાર્કિંગ અવસ્થામાં નહીં રાખે. તેમની મોબિલિટી જેટલી તેટલી કમાણી હશે.
  • ભારતમાં જે રીતે નવા ટ્રાફિક રૂલ્સ અને તેનું એન્ફોર્સમેન્ટ થઇ રહ્યું છે તે જોતા ગુજરાતમાં હજુ આ દૌર આવવાનો બાકી છે અને ટ્રાફિક રૂલ્સ એન્ફોર્શમેન્ટ વખતે જે દ્રશ્યો સર્જાશે તેનાથી શોખીન સુરતીઓ દૂર રહેવાની માનસિકતા ધરાવે છે એટલે તેઓ બાઇક ટેક્સીનો વિકલ્પ પસંદ કરીને જફા ઝંઝટથી દૂર રહેવાનું પસંદ કરશે.
  • હાલમાં ડેસ્ટીનેસન ટુ ડેસ્ટીનેસન પરિવહન માટે રીક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ, રીક્ષાચાલકો ઇન્ટર્નલ ડેસ્ટીનેશ માટે વધુ રૂપિયા માગતા હોય છે. એક કે બે મુસાફરો માટે સ્પેશયલ રિક્ષાનો ચાર્જ વધુ ઉસેટતા હોવાથી લોકો હવે બાઇક ટેક્સીના વિકલ્પને એટલે અપનાવશે કેમકે તેમાં પર પર્સન લેખે ચાર્જ ચૂકવવાનો થશે જે રીક્ષા કરતા પણ સસ્તો વિકલ્પ બની શકે.

એવા ઘણા સાધન સંપન્ન સુરતીઓ છે જેઓ પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે

સુરતમાં સાધન સંપન્ન હોય તેવા અનેક પરિવારો છે, જેમની પાસે મોટરકારો, ટુ વ્હીલ વાહનોની કમી નથી પરંતુ, તેઓ અનિવાર્ય સંજોગો સિવાય સામાન્ય કામકાજ, વેપાર ધંધા માટે પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે. તમારી આસપાસ નજર દોડાવશો તો એવા અનેક લોકો હશે જેઓ શટલિયા રીક્ષા, લિફ્ટ કે અન્ય વિકલ્પો અપનાવીને પોતાના ડેસ્ટીનેશન પર જવાનું પસંદ કરતા હશે.

સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી, મધ્યમવર્ગ સિટી બસથી દૂર રહ્યો

સુરતમાં બેશક સિટી બસનું જબરદસ્ત નેટવર્ક ઉભું થયું છે પરંતુ, મોટા ભાગે શ્રમજીવી પરિવારો સિટીબસનો ઉપયોગ કરી રહ્યા છે. મધ્યવર્ગીય પરિવારોનો વિશાળ વર્ગ હજુ સુધી સિટી બસમાં ટ્રાવેલ કરતો ઓછો જોવા મળે છે, જેનું મુખ્યકારણ એ જ છે કે સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી. પોતાના ઘર, ધંધાકીય સ્થળોથી બસ સ્ટેન્ડ દૂર હોઇ, લોકોએ બસને અપનાવી નથી. હાલમાં બાઇક ટેક્સીની ગેરહાજરીમાં એકલ-દોકલ લોકો રીક્ષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો માટે બાઇક ટેક્સી સૌથી બેસ્ટ વિકલ્પ બની રહેશે.

દેશના 200 શહેરોમાં બાઇક ટેક્સીનો યુગ આવે તેવી શક્યતા

According to a driving habits’ survey conducted by Ford Motor Company in 2015, Indian commuters spend more time behind the wheel as compared to their counterparts residing in China, Thailand, the Philippines and Australia. 4 years on, the situation has become even worse as our metro cities grapple with harrowing traffic congestions. With the growing population, the infrastructure of urban Indian cities has failed to keep pace. Be it Delhi, Mumbai or Bangalore, getting stuck in a jam is a common thing for intracity travellers. Overpopulation, outdated infrastructure and unplanned growth of metropolises are the major reasons why the carrying capacity of Indian roads is declining rapidly.

Affordable and Quick Rides

By offering value-for-money rides, bike taxis have emerged as the preferred mode of transportation for the price-sensitive Indian middle class. Commuters who use bike taxis spend significantly less money in comparison to their counterparts who take cabs. In addition to being affordable, bike taxis reach the destination faster as they can slide through the traffic. This explains why intracity travellers in tier I cities are making a switch to bike taxis with much enthusiasm.

Employment Opportunities for India’s Youth

The bike taxi industry is providing employment opportunities to thousands of Indians. And it is expected to create new jobs for many in the days to come. Whether it’s carrying passengers or parcels, two-wheeler taxis have become the source of livelihood for many of India’s skilled youth. Not only full-time employees, but college students are also taking up bike-taxi driving to earn some extra cash in their free time.

Reduced Traffic Congestion

Bike taxis can lessen the traffic congestion in urban Indian cities to a great extent once their adoption is accelerated. At a time when most cities in India are struggling with the number of four-wheelers on the roads, bike taxis can help in reducing the nightmarish jams commuters face every day. This is one of the main reasons why the concept of bike taxis has become so popular and is receiving support from all quarters.  

Less Carbon Footprint

Two-wheelers emit less carbon dioxide than cabs and buses. With the whole world striving for a sustainable future, environmentally-cautious commuters are inclining toward vehicles that do not have adverse effects on our surroundings.

Addressing the First and Last Mile Connectivity Issue

In cities like Chennai and Bangalore, commuters’ biggest challenge is to reach the metro stations on time. Factors like infrequency of bus services, unavailability of autos and steep cab fares have added to the problem. This is where bike taxis come in, offering a viable solution to urban India’s first and last mile connectivity problems, and encouraging more people to opt for public transportation. Realizing the market opportunity, a few of the aggregators have already tied up with various metro stations across the country.

September 13, 2019
banking-merger-india.png
1min5740

10 સરકારી બેન્કોના કરવામાં આવી રહેલા મર્જર સામે બેન્કિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન સંગઠનોએ આગામી તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડીને કામથી અળગા રહેવાનું એલાન કર્યું છે. સરકારી બેંકોના મોટા ભાગના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. યૂનિયને સરકાર સમક્ષ 8 માગો મૂકી છે.

મર્જરના વિરોધમાં બેન્ક કર્મચારીઓની હળતાળના કારણે ચાલુ માસ દરમિયાન 4 દિવસ બેંકોમાં કામકાજ ઠપ થઇ જશે કેમકે 26-27 સપ્ટેમ્બર બે દિવસ હડતાળ, 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને એ પછી રવિવારની રજા એમ સળંગ 4 દિવસ એટલે કે ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે બેન્કોમાં રજા રહેશે.

ટ્રેડ યૂનિયને પ્રદર્શનના ભાગરૂપે અનિશ્ચિકાળ સુધી આ હડતાળ કરવાની પણ ચેતવણી આપી છે.

મર્જર-1માં પંજાબ નેશનલ બેન્કમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કનું મર્જર. મર્જર-2માં કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્ક મર્જ થશે. મર્જર-3માં યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંન્ધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક એક થઈ જશે. મર્જર-4માં ઈન્ડિયન બેન્કમાં ઈલાહાબાદ બેન્ક નું મર્જર થશે. મર્જરની જાહેરાત પછી હવે દેશમાં 12 પબ્લિક સેક્ટર બેન્ક જ રહેશે. 2017માં 27 પબ્લિક સેક્ટર બેન્કો હતી. આ મર્જર પછી માત્ર 4 બેન્કનું અસ્તિત્વ રહેશે. એટલે કે 6 બેન્ક એકબીજામાં મર્જ થઈ જશે.

September 13, 2019
narmada_dam.jpg
1min5890

સરદાર સરોવર ડેમની સપાટી 137.31 મીટર પર પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138.68થી હવે માત્ર 1.37 મીટરનું જ અંતર બાકી રહ્યું છે. આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે.

હાલમાં ડેમમાંથી 7,39,830 પ્રતિ સેકન્ડ ક્યુબિક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 31 ફૂટ પર પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 24ની છે. સાવચેતીના કારણોસર નર્મદાના કાંઠાના વિસ્તારમાંથી 3900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

20 ગામોને 3 દિવસ માટે એલર્ટ કરાયાં

નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.

September 12, 2019
CIA_Live_Logo_New2.jpg
3min8370

જયેશ બ્રહ્મભટ્ટ

ગણેશોત્સવ સુરતીઓ માટે હોટફેવરિટ ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલમાં મોજશોખની સાથે સુરતીઓ બાપ્પાની પણ એટલી જ ભક્તિ કરે છે. સુરતીઓની ભક્તિના રંગ આજે વિસર્જન દરમિયાન જોવા મળ્યા.

કોઇકે ખભે બેસાડીને બાપ્પાને વિદાય આપી તો કોઇકે હાથલારી શણગારી, કોઇકે ડોલી અને પાલખી શણગારી તો કોઇકે મર્સીડીઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય આપી. રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પોથી લઇને 18 પૈડાના ટ્રેલર સુધીના વાહનો મૂષકવાહન ધરાવતા ગણપતિ બાપ્પાની વિદાય માટે સુરતીઓએ એટલા આકર્ષક ડેકોરેટ કર્યા કે ગણપતિ બાપ્પાએ પ્રશન્ન થવું પડે એવી ભક્તિ હતી સુરતીઓની.

મર્સિડિઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય- આશાદીપ વિદ્યાલય, નાના વરાછા

નાના વરાછા સ્થિત આશાદીપ વિદ્યાલયમાં બિરાજમાન ગણપતિજીને વિદાય આપવા માટે આજે સંસ્થાના સુકાની એવા શ્રી મહેશભાઇ રામાણીએ પોતાની મર્સિડિઝ ઇ-220ને બાપ્પાની વિદાય માટેનું વાહન બનાવ્યું હતું.
તસ્વીર સૌજન્ય મહેશ રામાણી

હાથ લારી ડેકોરેટ કરીને બાપ્પાને ભાવપૂર્ણ વિદાય- વેસુ સ્થિત શુભ એન્કલેવ

વેસુ સ્થિત શુભ એન્કલેવના ગણેશ સ્થાપકોએ આજે હાથ લારીને સરસ રીતે ડેકોરેટ કરીને બાપ્પાને ભાવપૂર્ણ વિદાય આપી હતી. શ્રમજીવીના આવકના સ્ત્રોત સમી હાથલારીને ડેકોરેટ કરીને શુભ એન્કલેવ વેસુના રહેવાસીઓએ પોતાના કેમ્પસમાં બાપ્પાની શોભાયાત્રા કાઢી હતી એ વેળાની તસ્વીર
તસ્વીર સૌજન્ય વૈશાલી ગાલા

બાપ્પાને ડોલીમાં બેસાડીને વિદાય અપાઇ

આજે અનંત ચતુદર્શીએ ગણપતિ બાપ્પાને આ પ્રકારે ડેકોરેટીવ ડોલી-પાલખીમાં બેસાડીને ભાવપૂર્ણ રીતે વિદાય આપવામાં આવી હતી. સુરતમાં અનેક વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની વિસર્જન શોભાયાત્રા ડોલીમાં કાઢવામાં આવી હતી.

સુરતમાં હર્ષોલ્લાસભેર ગણેશ વિસર્જન, બાપ્પાને સુરતીઓની ભાવભીની વિદાય

સુરત શહેરમાં આજે સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના ગણેશ સ્થાપકોએ ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવ અભિયાનના ભાગરૂપે પોતાની સોસાયટી એપાર્ટમેન્ટસમાં જ ગણપતિજીની પ્રતિમાના વિસર્જનની વિધીઓ વહેલી સવારથી હાથ ધરી દીધી હતી.

ઘરમાં જ બાપ્પાને વિસર્જિત કર્યા

મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન તાપી નદીમાં ન થાય તેની તકેદારી રાખતા સુરત શહેરના તમામ તંત્રોએ સંકલન સાધીને તાપી નદી પરના તમામ ઓવારાઓને સીલ કરી દીધા છે. કોઇને પણ આજે તાપી નદીના કિનારે જવા નહીં દેવાય.

સુરત શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ચોકબજાર સ્થિત ડક્કા ઓવારે બનાવવામાં આવેલા કુત્રિમ તળાવમાં તાપી નદીના પાણી ફરી વળતા આજે તેને બંધ રાખવામાં આવ્યો છે. તેના વિકલ્પમાં ગાંધીબાગ ખાતે મૂર્તિઓનો સ્વીકાર કરવામાં આવશે. પાલિકાએ આ વખતે નાનાવરાછામાં રામજી મંદિર પાસેનું કૃત્રિમ તળાવ બનાવવાનું રદ્દ કર્યું છે.

તાપીનદીમાં પાણી વધુ હોય લોકો સીધા નદીમાં જ વિસર્જન કરવા જાય તેવી શક્યતાને પગલે પાલિકાએ આવા 35 ઓવારાઓને સીલ કરી દીધા છે. આ વખતે શહેરમાં 70હજાર ઉપરાંત મૂર્તિઓની સ્થાપના થઈ છે. તેમાંથી કૃત્રિમ તળાવોમાં થનારા વિસર્જનને બાદ કરતાં મોટાભાગની મોટી મૂર્તિઓ ડુમસ અને હજીરાના ઓવારાઓ ઉપર વિસર્જિત કરવામાં આવશે.

22 તળાવોને સ્થાને દોઢ કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવ સાકાર કરી દીધા છે. આ કૃત્રિમ તળાવમાંથી વિસર્જીત થયેલી પ્રતિમાઓને હજીરા એસ્સાર જેટી ખાતે દરિયામાં લઈ જઈ વિસર્જિત કરાશે. તમામ કૃત્રિમ તળાવોમાં જે અંદાજે 68 લાખ લિટર જેટલું પાણી વપરાશે તેને પણ શુદ્ધ કરીને ઉપયોગમાં લેવા માટેનો દાવો કરાયો છે. 


આ ઓવારાઓ ઉપર કૃત્રિમ તળાવો પણ બનાવાયા છે
ચોકબજાર ડક્કાઓવારાના કૃત્રિમ તળાવ નદીના પાણીમાં ગરકાવ
તાપીનદીમાં પાણીનું લેવલ વધી જતાં ચોકબજારમાં ડક્કા ઓવારા પાસે મેરીટાઈમ બોર્ડ ઓફિસ બાજુમાં બનાવાયેલા બે કૃત્રિમ તળાવો તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. નાના વરાછામાં રામજી ઓવારા ઉપર પણ આવી સ્થિતિને લીધે આ વખતે તળાવ નથી બનાવાયા.
વિસર્જનને લીધે આ રસ્તાઓ ઉપર નહીં જઈ શકાશે
– દિલ્હીગેટથી ચોકબજાર સુધી બંને સાઈડ આવવા જવાનો રસ્તો વાહનો માટે બંધ
– વાય જંકશનથી ડુમસ તરફ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો બંધ રહેશે
– વેસુ ચારરસ્તાથી વાય જંકશન સુધીનો માર્ગ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો માટે બંધ
– ડુમસ લંગરથી મોટી બજાર ઓવારા જવાનો રસ્તો વાહનો માટે બંધ રહેશે
– હજીરા ONGC સર્કલ તરફથી સચીન જતા એરપોર્ટ જતા વાહનો સિવાયના વાહનો એસ.કે.નગર બ્રિજના બન્ને સાઇડના એપ્રોચ રોડથી જઈ શકશે નહીં

આ રસ્તાઓ વૈકલ્પિક રોડ તરીકે ઉપયોગ થઈ શકશે

– દિલ્હીગેટ ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેન્ડ, રિંગરોડ થઈ જઈ શકાશે. 
– ચૌટાબજારમાંથી ચૌટાપુલની નીચે થઈને નાણાવટ-શાહપોર તરફ જઈ શકાશે
– સુરત-ડુમસરોડ ઉપર વીઆર મોલ નજીક વાય જંકશનથી ઉધના મગદલ્લા રોડ થઈ શહેરમાં જઈ શકશે.
– વેસુ વીઆઇપી રોડથી થઈને આભવા તરફ જઈ શકાશે
– ડુમસમાં વિસર્જન બાદ ખાલી વાહનોને ડુમસ લંગર થઈને સુરત ડુમસ રોડ ઉપર લઈ જઈ શકાશે.
– હજીરા ONGC તરફથી સચિન તરફ તથા સચિનથી ઓએનજીસી સર્કલ હજીરા તરફ જતા વાહનો અને સચિનથી ઓએનજીસી હજીરા તરફ જતા વાહનો એસ.કે.નગર બ્રિજ ઉપરથી જઈ શકશે.

September 12, 2019
Tokyo-2020-Olympics.png
1min6200

૨૦૨૦ની સાલમાં જાપાનના પાટનગર ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ માટેના હૉકની મૅચોને લગતા અમ્પાયરોની મહિલાઓની પૅનલમાં એક પણ ભારતીયનો સમાવેશ નથી કરાયો, પરંતુ પુરુષ અમ્પાયરોની પૅનલમાં બે ભારતીય અમ્પાયરોને સમાવવામાં આવ્યા છે જેમાં રઘુ પ્રસાદ અને જાવેદ શેખનો સમાવેશ છે. જે ત્રણ મેડિકલ ઑફિસરોને યાદીમાં સમાવાયા છે એમાંના એક (બિભુ નાયક) ભારતના છે.

ઑલિમ્પિક્સમાં હૉકીની મૅચો ૨૫ જુલાઈથી ૭ ઑગસ્ટ સુધી રમાશે.

September 12, 2019
modi_gifts.jpg
1min6430

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ગિફટ મળેલી છે, તે પૈકી ૨૭૦૦થી વધુ ગિફ્ટનું લિલામ ૧૯ ઑકટોબરે હાથ ધરાશે એમ સાંસ્કૃતિક ખાતાના પ્રધાન પ્રહલાદ પટેલે જણાવ્યું હતું. ૨૭૭૨ ગિફ્ટનું ઓનલાઈન ઓકશન કરાશે. જેનો લઘુતમ બેઝ ભાવ રૂ. ૨૦૦ અને મહત્તમ ભાવ રૂ. ૨.૫૦ લાખ છે.આ વર્ષના પ્રારંભમાં ૧૮૦૦થી વધુ ગિફ્ટનું ઓકશન કરાયું હતું.

હિમાચલના ગવર્નર તરીકે દત્તાત્રયે શપથ લીધા

સિમલા: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંદારુ દત્તાત્રયે હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે શપથ લીધા હતા. તેઓ હિમાચલ પ્રદેશના ૨૭મા ગવર્નર બનશે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકારમાં તેઓ લેબર અને ઍમ્પ્લોયમેન્ટ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. હિમાચલ પ્રદેશના અગાઉના ગવર્નર કલરાજ મિશ્રા હવે રાજસ્થાનના ગવર્નર છે.