CIA ALERT

Slider Archives - Page 282 of 492 - CIA Live

December 21, 2019
yashawi.jpg
1min5250

ક્રિકેટ કલબના ટેંટમાં રાત પસાર કરવાથી લઇને ગુજરાન ચલાવવા અર્થે પાણીપૂરી વેંચવા સુધીને સંઘર્ષમય સફર કાપનાર યશસ્વી જાયસ્વાલને તેના જન્મદિવસના 9 દિવસ પહેલા મોટી ભેટ મળી ચૂકી છે. તે 28 ડિસેમ્બરે 18 વર્ષનો થવાનો છે. મુંબઇના આ પ્રતિભાશાળી બેટધરને આઇપીએલની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડ રૂપિયાની કીંમત ચૂકવીને ખરીદ કર્યોં છે.’

યૂપીના ભદોહી સાથે નાતો ધરાવનાર યશસ્વીએ આ વર્ષે વિજય હઝારે વન ડે ટ્રોફીમાં ઝારખંડ વિરૂધ્ધ 1પ4 દડામાં 203 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે તે પ્રથમ કક્ષાના મેચમાં ડબલ સેન્ચૂરી કરનારો સૌથી નાની વયનો ભારતીય ખેલાડી બની ગયો હતો. હવે આઇપીએલમાં 20 લાખની બેઝ પ્રાઇસ સામે તેને 2.4 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ વિશે યશસ્વી જયસ્વાલ કહે છે કે હાલ તો મારા મગજમાં આઇપીએલ નથી. મારું પૂરું ધ્યાન અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર દેખાવ કરવા પર છે. જેથી ભારત ચેમ્પિયન બને.

December 21, 2019
net_off.jpg
1min5240

ગુજરાતમાં નાગરિકતા કાયદાનો વિરોધ થવા સામે બંધના એલાન બાદ અમદાવાદ અને વડોદરામાં થયેલા તોફાનોને ગંભીરતાથી લઇને રાજ્ય સરકાર અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. સરકારે ઇન્ટરનેટ બંધ કરવાની સત્તા એડી.જીપીને આપવામાં આવી હોવાની વાત ફેલાઇ હતી. જોકે, ખુદ ગ્ાૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ આખી વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, આવી કોઇ સૂચના આપી નથી અને ઇન્ટરનેટ ચાલુ જ છે અને આવતીકાલે પણ ચાલુ જ રહેશે.

બીજી બાજુ સરકારે કરેલા આદેશ મુજબ ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ રાખવા ઈન્ટેલિજન્સના એડીજીપીને અધિકાર અપાયા છે. રાજ્યમાં ઉગ્ર દેખાવો અને ક્ધટ્રોલ બહાર જતી દેખાય તેવી સ્થિતિ હોય ત્યારે ઈન્ટરનેટ બંધ કરાશે. જે વિસ્તારમાં તંગદિલીભરી સ્થિતિ હોય ત્યાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં છે જ્યારે વડોદરામાં થયેલા જુમ્માની નમાઝ બાદ થયેલા પથ્થરમારા બાદ પોલીસ ઘટનાસ્થળે છે અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. રાજ્યમાં આવી કોઈ ઘટનાઓ બને અને સ્થિતિ વણસતી જણાય તો જ ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવશે. આ અંગે એક પરિપત્ર વાયરલ થયો હતો.

December 20, 2019
liquor.jpg
1min7860

સૂરત સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના કામમાં ધરબાયેલા કોઠાકબાડા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ઠેકઠેકાણે કોન્ટ્રાક્ટ, ટેન્ડર અને કામો કરાવવામાં જે પ્રકારે ભ્રષ્ટ રીતરસમો અપનાવવામાં આવી રહી છે તેના કારણે સમગ્ર સૂરતનું નામ બદનામ થઇ રહ્યું છે. સૂરતની સિવિલ હોસ્પિટલમાં દારૂના (હેલ્થ પરમિટ) પરવાના માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના પ્રમાણપત્ર પર સહી સિક્કા કરી-કરાવી આપવાની આડમાં કેટલી તોતિંગ રકમનો ભ્રષ્ટાચાર છેલ્લા ત્રણ મહિનામાં આચરવામાં આવ્યો તેની સિલસિલાબદ્ધ વિગતો જેની સરકારમાં રજૂઆત કરવામાં આવી છે એ અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી વિભાગની નીતિમાં ફેરફારમાં દસેક મહિના જેટલો સમય લિકર પરમિટનું કામ બંધ રખાવ્યા બાદ ગત ઓગસ્ટ 2019થી નવી લિકર પરમિટ કાઢી આપવા તેમજ જૂની લિકર પરમિટ રિન્યુઅલની કાર્યવાહી ફરીથી શરૂ કરાવી હતી. સૂરતની વાત કરીએ તો સૂરતમાં નવેમ્બર 2019 સુધીમાં કહેવાય છે કે 1820 પરમિટ રિન્યુ કરી આપવામાં આવી જ્યારે 250 જેટલા અરજદારોને નવી લિકર પરમિટ ઇશ્યુ કરવામાં આવી.

હેલ્થ પરમિટ માટે સર્ટિફિકેટના રિન્યઅલના રૂ.1500 અને નવીના રૂ.2500નો ધારો પાડી દેવામાં આવ્યો હતો

સૂત્રો જણાવે છે કે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા વચેટીયાઓએ લિકર હેલ્થ પરમિટ માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના તબીબી પ્રમાણપત્ર, ફાઇલ પ્રોસેસિંગ માટેના ભાવો બાંધી દીધા હતા એ મુજબ રિન્યુ પરમિટ માટે રૂ.1500 જ્યારે નવી પરમિટ માટે રૂ.2500 પ્રતિ અરજદાર ખંખેરી લેવામાં આવતા હતા. શોખીન સૂરતીઓ માટે ભલે આ રકમ નાની હોય. પણ જ્યારે આનો સરવાળો કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં કહેવાય છે કે રિન્યુ કરાયેલી 1820 પરમિટ માટે રૂ.27 લાખ 30 હજાર જ્યારે નવી પરમીટ પેટે રૂ.6 લાખ 25 હજાર મળીને રૂ.33.55 લાખ રૂપિયાનો મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ રૂપિયાની વહેંચણીમાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે મોટી ગોલમાલ થઇ અને સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને એ પછી સૂરતની સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે ચાલતા કૌભાંડને ડામી દેવા માટે શ્રેણીબદ્ધ આવકારદાયક પગલાં ભરવાનો આરંભ કરવામાં આવ્યો હતો.

કડીરૂપ ગણેશ પરમિટ કહે નહીં ત્યાં સુધી રોગી કલ્યાણ સમિતિના સ્ટાફર રશીદો પણ ન ફાડતા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ પરમિટ કે ગણેશ સાઇકલના નામથી જાણીતા એક કડીરૂપ વ્યક્તિને એટલો પાવર આપી દેવામાં આવ્યો હતો કે સિવિલ સુપરિટેન્ડન્ટની કચેરીમાં લિકર પરમિટના કામ માટે જતા અરજદારો કંઇપણ પૂછો તે કહેવાતું કે ગણેશને મળો, એ કહેશે પછી જ કામ થશે. એ ત્યાં સુધી કે પ્રોસેસ થયેલી ફાઇલના રોગી કલ્યાણ સમિતિમાં નાણા જમા કરાવવા જતા લોકોને પણ સ્ટાફ, કેશીયર એવું કહે કે ગણેશ કહેશે પછી જ રૂપિયા જમા લઇને રશીદ આપવામાં આવશે. સિવિલમાં હંગામી સ્ટાફર પણ ન હોવા છતાં આ કડીરૂપ વ્યક્તિ ગણેશ સિવિલ સુપરિટેન્ડન્ટની ઓફિસની બાજૂમાં બેસીને પરમિટની ફાઇલોનું કામ કરતો, નોટિંગ કરતો, રૂપિયા ઉસેટતો, વહેવારો કરતો હતો. આટલો પાવર કડીરૂપ વ્યક્તિ ગણેશને આપવામાં આવ્યો હોવાના વિડીયો સ્ટીંગ સરકારને મોકલવામાં આવ્યા હતા. એ પછી સરકારે સિવિલ સુપરિટેન્ડન્ટને કહીને કડીરૂપ વ્યક્તિ ગણેશને સુપરિટેન્ડન્ટની કચેરીની આસપાસ ફરકવા પણ ન દેવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.

લિકર પરમીટ કૌભાંડ : પ્રોસેસિંગ વગર 30 ફાઇલો સિવિલ હોસ્પિટલથી નશાબંધી ખાતામાં પહોંચી ગઇ

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આચરવામાં આવી રહેલા લિકર પરમિટના મહાભ્રષ્ટાચારમાં રોજેરોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરના સમયમાં ગણેશ નામના વચેટીયાએ દારુની પરમિટના અરજદારો પાસેથી ઉઘરાવેલા રૂપિયા વહેંચવાની તકરાર છેક રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચી જતા રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડ પર સ્ટીમ રોલર ફેરવીને ડો.ગણેશ ગોવેકરને તાત્કાલિક અસરથી બદલી કરી દીધી હતી.

પરમિટ કૌભાંડમાં એક એવી પણ વિગત પ્રકાશમાં આવી છે એ મુજબ ગઇ તા.1લી ડિસેમ્બર 2019ના રોજથી તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગોવેકરે રાજ્ય સરકારની કડક સૂચના બાદ એવી સિસ્ટમ અમલમાં મૂકી કે લિકર પરમિટના દરેક અરજદારોએ ફિઝિકલ વેરિફિકેશન માટે રૂબરૂ નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટની કચેરીમાં આવવું અને ત્યાંથી પ્રોસેસિંગ થાય બાદ જ અરજી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવી સૂચના છતાં લિકર પરમિટની 30 ફાઇલો કે જેના અરજદારો નવી સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ આવ્યા નથી, ફિઝિકલ વેરિફિકેશન થયું નથી આમ છતાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે નવી સિવિલ હોસ્પિટલમાંથી નશાબંધી ખાતામાં પંહોચી ચૂકી છે. જો તા.1લી ડિસેમ્બર 2019થી તા.16મી ડિસેમ્બર 2019 સુધીના સીસી ટીવી ફુટેજિસ ચેક કરવામાં આવે તો 30 પરમિટ ધારકો ક્યાંયે હાજર નહીં થયાનું ફલિત થઇ જાય તેમ છે.

આમ તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે ખુદ સૂચના બહાર પાડી અને પડદા પાછળ સૂચનાનો જાતે જ ભંગ કરીને અરજદારો રૂબરૂમાં હાજર નહીં થયા હોવા છતાં તેમની પરમિટ પર સહીસિક્કા કરીને નશાબંધી વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. આ ગેરકાનૂની કામની પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ રાજ્યના આરોગ્ય વિભાગને કરવામાં આવી છે.

December 20, 2019
itc.jpg
1min5540

જીએસટી લાગુ થયો ત્યારથી વેપાર – ઉદ્યોગની એક અથવા બીજા કારણોસર પરેશાન થઇ રહ્યા છે. ટેક્સની આંટીઘૂંટી અને દિર્ઘદૃષ્ટિ વિનાના નિર્ણયોને લીધે પાછલા અઢી વર્ષમાં તમામ વર્ગ કોઇને કોઇ રીતે મુશ્કેલીમાં મુકાયો જ છે. તા.18મી ડિસેમ્બર 2019ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની ટકાવારી 20 ટકામાંથી 10 ટકા સુધી મર્યાદિત કરી દેવાતા હવે વેપારીઓ અને ડીલરોની કાર્યશીલ મૂડી બ્લોક થઈ જવાની છે જેને કારણે મંદીના માહોલમાં સ્થિતિ વધુ કથળે એમ છે. નાના વેપારીઓનો ધંધો પણ પીંખાઈ જાય તેમ છે.

કાઉન્સિલની જાહેરાત અનુસાર માલના સપ્લાયર દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતોમાં કોઈ મિસમેચ હોય, ભર્યા ન હોય કે કોઇ વિગત ન આપવામાં આવી હોય તેવા સંજોગમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ 10 ટકા કરતા વધારે આપવામાં આવશે નહીં. સરકાર આ નિયમ ઓક્ટોબરમાં ચાલુ વર્ષે લાવી હતી પણ દર 20 ટકા ફિક્સ કરવામાં આવ્યો હતો. હવે 10 ટકા ઘટાડવામાં આવતા પેઢી કે કંપનીઓની મોટી રોકડ રકમ ફસાયેલી રહેશે.

એક અભ્યાસુ કહે છે, દાખલા તરીકે નવેમ્બર મહિનામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ રૂ. 1500ની ચોપડા પ્રમાણે થાય છે. આમાંના કેટલાક વેન્ડરે જીએસટીઆર-1માં રૂ. 500ની ક્રેડિટ ફાઇલ નથી કરી. એ કિસ્સામાં હવે નવા નિયમ મુજબ ખરીદનારને ફક્ત રૂ. 1100ની મર્યાદામાં જ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકશે. (રૂ. 1000ના 10 ટકા પ્રમાણે). આગઉની સ્થિતિમાં રૂ. 1500 પૂરા મળતા હતા. હવે બાકીની રકમ સરકાર પાસે પડતર રહેશે.

એક ટેક્સ પ્રેક્ટિશનરે કહ્યું કે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિએ રૂ. 100નો માલ ખરીદ્યો હોય તો 18 ટકા લેખે રૂ. 18 જીએસટી બીજી વ્યક્તિ ભરતી હતી. તેના ઉપર 20 ટકા અર્થાત્ રૂ. 18 ઉપર રૂ. 3.6 ક્રેડિટ ખરીદનારને મળતી. હવે કોઇ વેચનાર ઇનવોઇસ અપલોડ ન કરે તો તેવા કિસ્સામાં રૂ. 1.80 જ ક્રેડિટ મળશે. આ બચેલી પૂરેપૂરી ક્રેડિટ ફરી મેળવતા લગભગ 19 મહિના લાગી જશે. આ નિયમથી ત્રિમાસિક રીટર્ન ભરતો હોય તેવો વેચનાર કે ખરીદનાર બન્ને હેરાન થશે.

સરકાર નવો ફેરફાર કરવા માગતી હોય તો તે નવા નાણાકીય વર્ષથી કરવો જોઈએ. અધવચ્ચે અમલ કરવાથી નાણાકીય અંધાધૂંધી સર્જાશે. ત્રિમાસિક ફાઇલ કરતો વેપારી હવે મંથલીમાં જવા ઇચ્છે તો તે નવા નાણા વર્ષથી જ કરી શકે છે એટલે તેનો ઉકેલ આવશે નહીં. જો સરકાર ત્વરિત માસિક રીટર્ન તરફ વેપારીને જવા દેશે તો મુશ્કેલી હળવી થઈ જશે. રોકડની વ્યાપક અછતથી વેપાર-ઉદ્યોગ પરેશાન છે ત્યારે સરકારે આ નવી મુસિબત ખડી કરી દીધી છે.

December 20, 2019
bjp_logo.png
1min5050

ગુજરાતમાં ઊંઝા ખાતેના ઉમિયા મંદિરમાં લક્ષચંડી મહાયજ્ઞ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઈ ગુરુવારે આવવાના હતા, પરંતુ અચાનક તેમનો આ કાર્યક્રમ રદ થતા હવે સ્થાનિક સંગઠનની રચના અંગેનો એજન્ડા પણ દસેક દિવસ પાછો ઠેલાયો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી રાજ્યમાં સંગઠન સંરચનાના મહત્ત્વના પાસાં એવા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની આખરી પસંદગી પૂર્વે પ્રદેશ આગેવાનો સાથે મંત્રણા કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખ માટે હવે પછી કોને જવાબદારી સોંપવી, પ્રમુખને બદલવા કે યથાવત્ રાખવા સહિત સંગઠન તથા સરકારમાં ફેરફારોને આખરી ઓપ આપવા બેઠકો યોજાવાની શક્યતા હતી, પણ હવે તેઓ જાન્યુઆરીમાં જ પ્રવાસે આવે તેવી શક્યતા છે.

ગુજરાતના ૪૧ જિલ્લા-મહાનગરોના પ્રમુખ તથા નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયાનો મામલો જાન્યુઆરી સુધી પાછો ઠેલાય એવી અટકળો તેજ બની છે. ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક છે.

નવા રાષ્ટ્રીય પ્રમુખ પદે ડો.જે.પી. નડ્ડાની વિધિવત તાજપોશી થાય એ પહેલાં રાજ્યોના ૬૦ ટકા પ્રમુખોની પસંદગી પૂરી કરવી આવશ્યક છે. આથી કમુરતા ઊતર્યા પછી પ્રક્રિયાઓ પૂરી કરી દેવાશે, તેમ જાણકારોનું કહેવું છે.

December 20, 2019
it_industry.jpg
1min5120

આઈટી ઉદ્યોગમાં અને બેંગ્લૂરુમાં કર્મચારીઓને સૌથી વધુ પગાર મળે છે તેવું એક અહેવાલ જણાવે છે. બેંગ્લૂરુમાં જુનિયર લેવલ કર્મચારીનો સીટીસી (કોસ્ટ ટૂ કંપની – વાર્ષિક પગાર) ૫.૨૭ લાખ રૂપિયા, મિડ-લેવલ કર્મચારીને ૧૬.૪૫ લાખ રૂપિયા, અને સિનિયર લેવલ કર્મચારીને ૩૫.૪૫ લાખ રૂપિયા પગાર મળે છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ સૌથી વધુ પગાર મળે તેવા શહેરોમાં બેંગ્લૂરુ જ પ્રથમ ક્રમે હતું.

જુનિયર લેવલ પર હૈદ્રાબાદમાં પાંચ લાખ, મુંબઈમાં ૪.૫૯ લાખ રૂપિયાના પગાર સાથે બંને શહેરે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. મિડ-લેવલ કર્મચારીને મુંબઈમાં ૧૫.૦ લાખ રૂપિયા, નેશનલ કેપિટલ રિજિયનમાં ૧૪.૫૦ લાખ રૂપિયા સાથેે બંને શહેરને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મળ્યો હતો. સિનિયર લેવલ કર્મચારીઓને મુંબઈમાં ૩૩.૯૫ લાખ રૂપિયા અને પુનેમાં ૩૨.૬૮ લાખ રૂપિયાના વાર્ષિક પગાર સાથે બંને શહેર બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતાં.

જુનિયર લેવલ કર્મચારીઓને ૪.૯૬ લાખ રૂપિયા પગાર અને સિનિયર લેવલ કર્મચારીઓ માટે ૩૫.૮૪ લાખ રૂપિયા પગાર સાથે આઈટી ઉદ્યોગ સૌથી ટોચ પર રહ્યો હતો. સિનિયર લેવલ કર્મચારીઓમાં ડિજિટલ માર્કેટર્સને સૌથી વધુ પગાર આપવામાં આવે છે તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ડિજિટલ માર્કેટર્સને ૩૫.૬૫ લાખ રૂપિયા પગાર મળ્યો હતો.

December 20, 2019
kejriwal.jpg
1min5050

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ યોજના શરૂ કરી હતી અને કહ્યું હતું કે સુધારવામાં આવેલા સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં પ્રદશ૪ન ચાલી રહ્યું હોવાને કારણે વહીવટકર્તાઓ દ્વારા આજના દિવસે જ દિલ્હીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી તે ખરેખર વિરોધાભાસી છે.

કેજરીવાલે કહ્યું હતું કે દેશના ૭૦ ટકા લોકો ભયભીત છે કેમ કે તેમની પાસે તેમની ભારતીય નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજો નથી.

જે દિવસે દિલ્હીમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી તે જ દિવસે પોલીસે ઈન્ટરનેટ સેવા બંધ કરી એ ખરેખર વિરોધાભાસી બાબત છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે મને આશા છે કે જલદી જ પરિસ્થિતિ સામાન્ય બનશે ને ઈન્ટરનેટ સેવા પૂર્વવત કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું હતું કે સિટીઝનશિપ ઍક્ટમાં સુધારો કરવાની કોઈ જ જરૂર નહોતી અને સરકારે યુવાનોને રોજગાર પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું.

આ કાયદો હાલ અમલમાં ન મૂકવાની હું કેન્દ્ર સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું, એમ કેજરીવાલે કહ્યું હતું.

સિટીઝનશિપ ઍક્ટના વિરોધમાં કરવામાં આવી રહેલા વિરોધપ્રદર્શનને પગલે પોલીસે આપેલી સૂચનાને કારણે ટેલિકોમ કંપનીઓએ દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં ગુરુવારે ઈન્ટરનેટ, વૉઈસ કૉલ અને મૅસેજ સેવા બંધ કરી દીધી હતી. માત્ર દિલ્હીમાં જ નહીં દિવસે દિવસે દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવા અંગે કેજરીવાલે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.

માત્ર મુસ્લિમો જ નહીં દરેક નાગરિક એ ભયથી ફફડી રહ્યો છે કે તેમણે તેમની નાગરિકતા પુરવાર કરવી પડશે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ૭૦ ટકા લોકો-ખાસ કરીને ગરીબો પાસે તેમની નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજ નથી અને તેમને એ ડર સતાવી રહ્યો છે કે દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે. સિટીઝનશિપ અમેન્ડમેન્ડ ઍક્ટ-સીએએ કશું જ સિદ્ધ નહીં કરી શકે, એમ તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૫ની વિધનસભાની ચૂંટણીમાં અમારા પક્ષે આપેલા તમામ વચનો આમઆદમી પાર્ટીએ પૂરા કર્યા છે એમ જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે ફ્રી વાઈફાઈ સેવા પૂરી પાડનાર દિલ્હી વિશ્ર્વનું પહેલું શહેર છે.

December 20, 2019
cummins.jpg
1min4890

ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને ટેસ્ટ-રૅન્કિંગના નંબર-વન પૅટ કમિન્સને ગુરુવારે અહીં આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના ખેલાડીઓના ‘મિની-ઑક્શન’માં કોલકતા નાઇટ રાઇડર્સે ૧૫.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. એ સાથે, તે આઇપીએલના ૧૩ વર્ષના ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ક્રિકેટર બન્યો હતો. તેણે ઇંગ્લૅન્ડના બેન સ્ટૉક્સનો વિક્રમ તોડ્યો હતો. સ્ટૉક્સને ૨૦૧૭ની સાલમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટે ૧૪.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને એ

રેકૉર્ડ હવે કમિન્સે તોડ્યો છે.

અસહ્ય માનસિક દબાણને કારણે થોડા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ઑસ્ટ્રેલિયાના જાણીતા ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલને જાન્યુઆરીમાં ભારત સામે રમાનારી વન-ડે સિરીઝ માટેની ટીમમાં સ્થાન નથી મળ્યું, પરંતુ ગુરુવારે કોલકતાની હરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેને દિલ્હી કૅપિટલ્સ સાથેની તીવ્ર હરીફાઈ બાદ છેવટે ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.

કમિન્સનું કોલકતાની ટીમમાં પુનરાગમન થઈ રહ્યું છે. કમિન્સ અને મૅક્સવેલ, બન્ને પ્લેયરોએ ગયા વર્ષની આઇપીએલમાં રમવાનું ટાળ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝના શિમરોન હેટમાયરને દિલ્હી કૅપિટલ્સના ફ્રૅન્ચાઇઝીએ માત્ર ૫૦ લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ૭.૭૫ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો હતો. તેણે તાજેતરમાં જ ભારત સામેની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ સેન્ચુરી ફટકારી હતી.

પીઢ સ્પિનર પીયૂષ ચાવલાને પણ ‘લૉટરી’ લાગી હતી. તેને ચેન્નઈ સુપર કિંગ્સે ૧.૦૦ કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે ૬.૫૦ કરોડ રૂપિયામાં ખરીદીને આશ્ર્ચર્ય સર્જ્યું હતું. મુંબઈના નવયુવાન બૅટ્સમૅન યશસ્વી જૈસવાલને રાજસ્થાન રૉયલ્સે ફક્ત ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ૨.૪૦ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો હતો. બીજી તરફ, રાજસ્થાનનો અજાણ્યો લેગ-સ્પિનર રવિ બિશ્નોઇ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ દ્વારા ૨૦ લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ૪.૦૦ કરોડ રૂપિયાના મોટા ભાવે ખરીદવામાં આવ્યો હતો.

વિરાટ સિંહ નામના ખેલાડીને હૈદરાબાદની ટીમે ૨૦ લાખ રૂપિયાની મૂળ કિંમત સામે ૧.૯૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળતા મેળવી હતી.

December 19, 2019
jnu.jpg
2min5000

કેટલાક લોકો શિક્ષણનું દેવાળું ફૂંકવાની સોપારી ફોડી રહ્યા છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વોચ્ચ સ્થાનો પર બિરાજેલા કેટલાક લોકો જે પ્રકારે નિર્ણયો લઇ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે તેઓ ભારતના શિક્ષણ જગતનું દેવાળું ફૂંકવાનું મિશન પાર પાડવા આવ્યા હોય તેવું જણાય આવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી ભારતમાં ભારે વિવાદોમાં સપડાયેલી ભારતની જૂનામાં જૂની યુનિવર્સિટીઓ પૈકીની એક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રશાસને એવી જાહેરાત કરી છે કે તેઓ વ્હોટ્સએપ કે ઇમેલથી વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો આપીને તેના પર વિદ્યાર્થીઓ પોતાના જવાબો મોકલશે. આ પ્રકારે વ્હોટ્સએપથી પરીક્ષા લેશે.

The Jawaharlal Nehru University (JNU) administration has decided to conduct its year-end semester exams via Whatsapp and email amidst the exam boycott by students.

જે.એન.યુ. સામે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓએ સેમેસ્ટરીયલ પરીક્ષાનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે પરીણામે કોલેજ પ્રશાસને એવુ તુક્કો લગાડ્યા છે કે તેઓ પરીક્ષામાં ફિઝિકલી હાજર નહીં રહે તેમને વ્હોટ્સ એપ તેમજ ઇમેલથી પ્રશ્નપત્ર મોકલીને પરીક્ષા લેવામાં આવશે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ટીચર્સ એસોસીએશને આ મુદ્દાના ભારે વિરોધ કર્યો અને રાષ્ટ્રપતિ શ્રી કોવિંદને લખ્યું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની શાખ ખરડાવા માટે કુલપતિ અને તેમના મળતીયાઓ આ પ્રકારે નિર્ણય લઇ રહ્યા છે તેમને રોકવા જરૂરી છે.

As the semester-end exams at the Jawaharlal Nehru University were boycotted by students, the JNU administration has come up with a rather unique way of conducting the exams – through Whatsapp and email. Such a step has never been taken before and it has been termed ‘absurd’ and ‘bizarre’ by the JNUTU.

School of International Studies (SIS) Dean Aswini K Mohapatra sent a letter to the Centre chairpersons on Monday wherein she said that the step has been taken “in view of the extraordinary situation” on the JNU campus.

December 19, 2019
amit_shah1.jpg
1min4670

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનો ગુજરાતનો ગુરુવારનો બે દિવસનો કાર્યક્રમ રદ થયો છે. સંસદમાં પસાર કરાયેલા સિટીઝન એક્ટ (સીએએ) તથા દેશમાં લાગુ થનારા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) એક્ટને લઇને દેશભરમાં ઊભા થયેલા વિરોધ અને હિંસક દેખાવો સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત થઇ રહ્યો છે. આ સંજોગોમાં બુધવારે સંસદના શિતકાલીન સત્ર પછી પણ તેઓ આ તમામ સહિત અન્ય રાજકીય બાબતોમાં વ્યસ્ત છે. આ કારણોસર અમિતભાઇએ આગામી ત્રણેક દિવસ માટે તેમના જાહેર કાર્યક્રમો તથા પ્રવાસોને રદ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાતના દેશ-વિદેશમાં પથરાયેલા પાટીદારોના કુળદેવી માતા ઉમિયાના ધામ ઊંઝા-મહેસાાણા ખાતે બુધવારથી લક્ષચંડી મહાયજ્ઞ સમારોહનો આરંભ થયો છે અને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઇ ગુરુવારે આવવાના હતા અને આ સમારોહમાં ઉપસ્થિત રહેશે એવી શક્યતાઓને લઇ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.