CIA ALERT

Slider Archives - Page 129 of 492 - CIA Live

August 29, 2021
corona-gujarat.jpg
1min435

કેરેલા સમેત સમગ્ર ભારતમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં મળી આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પોણા દોઢ વર્ષમાં સૌથી ઓછા કેસો તા.28મી ઓગસ્ટ 2021ના રોજ મળ્યા છે. ગુજરાતમાં સતત 9 દિવસ સુધી કોરોનાના 20થી ઓછા કેસ નોંધાયા બાદ 28/9/2021 મોટી રાહત મળી છે.

છેલ્લાં 24 કલાકમાં 512 દિવસ પછી રાજ્યમાં 10 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 8,25,386 થયો છે. જેમાંથી આજે વધુ 14 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યાર સુધીમાં કુલ 8,15,154 દરદી ડિસ્ચાર્જ થયા છે.

બીજી તરફ હવે સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યમાં 17 જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી અને બાકીના જિલ્લાઓમાં થઈને કુલ 151 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે, જેમાં 4 દરદી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 48, અમદાવાદમાં 37 તથા સુરતમાં 19 દરદી સારવારમાં છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક સિંગલ ડિઝીટમાં છે.

28/9/2021 રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મનપા તેમજ અન્ય 31 જિલ્લામાં એક પણ નવા કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદમાં 4, વડોદરામાં 3, જામનગર, મહીસાગર અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાંથી 5, અમદાવાદમાંથી 4, સુરતમાંથી 2, ભાવનગર, અમરેલી તથા દાહોદમાંથી 1-1 દરદી કોરોનામુક્ત થયા હતા.
રાજ્યમાં અત્યારે બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, ભરૂચ, અમરેલી, ખેડા, સાબરકાંઠા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, વલસાડ, તાપી, દ્વારકા, પોરબંદર, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી.

August 29, 2021
watertanker.jpg
1min464

રાજ્યમાં હજી સુધી માત્ર ૪૨ ટકા જ સરેરાશ વરસાદ જ થયો છે. ૨૨ તાલુકાઓમાં હજુ પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ ૧૦૮ ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના રિપોર્ટ પ્રમાણે રાજ્યના ચાર જિલ્લાના આઠ તાલુકાના ૨૩ ગામ અત્યારે પાણી માટે ટેન્કરના સહારે છે.

બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને 
દેવભૂમિ દ્વારકાના ૨૩ ગામમાં ૧૩ ટેન્કરો દ્વારા રોજના ૫૬ ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવે છે.

બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ૧૧ ગામ, સુરેન્દ્રનગરમાં બે તાલુકામાં ત્રણ ગામ, કચ્છમાં બે તાલુકાના સાત ગામ, દેવભૂમિ દ્વારકામાં એક તાલુકાના બે ગામમાં ટેન્કરથી પાણી જાય છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ ૨૭ ફેરા કરવામાં આવે છે. 

બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના ૧૨-૧૨ ફેરા થાય છે. ભુજના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે રોજનાઆઠ ફેરા કરવામાં આવે છે. ભુજના જ ધ્રોબાણા ગામમાં રોજના સાત ફેરા કરવામાં આવે છે.

આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.     

August 29, 2021
bhavina.jpg
1min503

ટોક્યો પેરાલિમ્પિકસમાં ભારતની ગુજરાતી ભાવિના પટેલે ટેબલ ટેનિસના વર્ગ-૪ ની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની નંબર વન ચીની ખેલાડી ઝોઉં યિંગ સામે હતો તેની સામે તે 11-7, 11-5, 11-6થી હારી જતા ભાવિનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.

August 27, 2021
Cia_business_news-1280x936.jpg
3min446

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે રીતે સુરતમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે સુરત ડાયમંડ બુર્સ, ડ્રીમ સિટી પ્રોજેક્ટ અને સૂચિત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનો ઉલ્લેખ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું બોલી ઉઠ્યા કે હીરાનો વેપાર કરવા માટે સમગ્ર વિશ્વમાં સુરતનો કોઇ વિકલ્પ ભવિષ્યમાં નહીં હોય. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતમાં આયોજિત 46માં ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સેરેમનીને સંબોધી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ સુરતમાં રહેલી હીરા ઉદ્યોગની અપાર ક્ષમતાઓની ભારોભાર પ્રશંસા કરી હતી.

May be an image of 4 people, people standing and indoor

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના 46માં ઇન્ડીયા એવોર્ડસને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતી દેશ અને દુનિયાને બતાવી આપ્યું છે કે આપણે ફક્ત હીરા ઘસવાનું કામ નથી કરતા પરંતુ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાનું કામ કરી શકીએ છીએ.

ઝવેરાતની બનાવટથી લઇને સજાવટમાં સુરત અને ગુજરાતના ઝવેરીઓની કામગીરીનો ઉલ્લેખ કરતા વિજય રુપાણીએ કહ્યું કે મુસિબતને અવસરમાં પલટવાની તાકાત છે આપણામાં, કોવીડ-19ની પરિસ્થિતિમાં જ્યારે વિશ્વ આખું સ્તબ્ધ અને સ્થગિત હતું ત્યારે હીરા ઉદ્યોગે 59 ટકાનો ગ્રોથરેટ હાંસલ કર્યો એ દર્શાવે છે કે કેટલી અપાર શક્તિ અને ક્ષમતા આપણામાં છે.

May be an image of 5 people and people standing
સુરતને કર્મભૂમિ બનાવનાર કાઠીયાવાડના ગોવિંદ ધોળકિયાને આજે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત 46મા જેમ એન્ડ જવેલરી એવોર્ડસમાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સી.આઇ.એ. લાઇવ

વડાપ્રધાન શ્રી મોદીએ આપેલા નિકાસ લક્ષ્યાંકમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગનો સિંહફાળો હશે અને આપણે તેમાં મહત્વની ભૂમિકા ભજવીશું એવો આશાવાદ વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.સુરતમાં ડાયમંડ બુર્સના પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ભવિષ્યને પારખનારા ખુબ ઓછા લોકો હોય છે અને તેવા જ સુરતના લોકોએ સુરતમાં ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ સાકાર કર્યો છે જે ભવિષ્યની જરૂરીયાતો પૂરી કરશે.

મુખ્યમંત્રીએ ખાસ સિન્થેટિક ડાયમંડનો વેપાર વધી રહ્યો હોવાની નોંધ સાથે જણાવ્યું કે સુરત શહેરને અમે સૌ ડિઝાયર્ડ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસતું જોવા માંગીએ છીએ.
સુરતના આંગણે આજરોજ કેન્દ્ર સરકારના એકમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)નો 46મો ઇન્ડીયાવાઇડ જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને દેશભરમાંથી સુરત આવેલી હીરાઉદ્યોગકારોની ઉપસ્થિતિ વચ્ચે દબદબાભેર યોજાયો હતો.

May be an image of 5 people, people standing and text that says 'GJEPC NDIA Spon PRESENTS industry IGJA GEMS GEMS&JEWELLERY JEWELLERY 46th INDIA AWARDS COMMITTED TO EXCELLENCE AT 福 Shr 16AD Guest upani er of Guja mber of Go ecial Guest ri Kun 'ble Minister Medical Edu fare SHRI.'

આજે સુરત સમેત દેશભરમાં કાર્યરત જુદા જુદા હીરા ઉદ્યોગકારો, હીરા પેઢીઓને જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ પહેલી વખત જીજેઇપીસીએ કોઇ હીરા ઉદ્યોગપતિને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે. આજે પહેલો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ હીરા પેઢીના સ્થાપક ગોવિંદ ધોળકિયાને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આપવામાં આવ્યો છે.

સુરતના દિનેશ નાવડીયા એવોર્ડને પાત્ર : સી.આર. પાટીલ

સુરત ખાતે આજે જીજેઇપીસી આયોજિત ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ ફંકશનને સંબોધતા સી.આર. પાટીલે કહ્યું કે હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપી રહ્યો છે, હીરા ઉદ્યોગ દેશને વિદેશી હૂંડીયામણ કમાઇ આપે છે. આ રીતે હીરા ઉદ્યોગપતિઓ સરકારની જવાબદારી ઓછી કરી રહ્યા છે. તેમણે હીરા ઉદ્યોગપતિઓને બિરદાવ્યા હતા. આશ્ચર્યજનક રીતે જ સી.આર. પાટીલે દિનેશ નાવડીયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક એવોર્ડ દિનેશ નાવડીયાને પણ આપવો જોઇએ. તેમણે કહ્યું કે દિનેશ નાવડીયા જુદા જુદા ક્ષેત્રોમાં ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરી રહ્યા છે. એટલે તેમને પણ એક એવોર્ડ આપવો જોઇએ.

નિકાસ લક્ષ્યાંકનો પહોંચી વળવા અમે તૈયાર : કોલીન શાહ

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સેન્ટ્રલ કાઉન્સિલ ચેરમેન કોલિન શાહે એવોર્ડ સમારોહમાં સ્વાગત પ્રવચન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને ઉદેશીને કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની નિકાસ 400 મિલિયન ડોલર સુધી લઇ જવા માટેની કરેલી હાકલને પહોંચી વળવા માટે અમે ઉદ્યોગકારો તૈયાર છીએ, રાજ્ય સરકાર અમને માર્ગદર્શિત કરે.

August 25, 2021
backtoschool.png
1min571

શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.

આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.

સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

August 25, 2021
Gujarat-map.jpg
1min486

રાજ્યમાં લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જન્માષ્ટમી તારીખ 30 ઓગસ્ટ સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે.

રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.

August 25, 2021
indiavsenglandt20.jpg
1min462

15/8/2021 બુધવારથી શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 2-0ના અપરાજીત સરસાઇના લક્ષ્ય સાથે મેદાને પડશે. પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત 1-0થી આગળ છે.

ઇંગ્લેન્ડનો ઇરાદો પલટવાર કરીને શ્રેણી 1-1ની બરાબરી પર લાવવાનો રહેશે. ત્રીજા ટેસ્ટ માટે રાહતની વાત એ છે કે અહીં વરસાદની શકયતા ઓછી છે. આથી ચોથા અને પાંચમા દિવસે હેડિંગ્લેની પિચ પર સ્પિનરોને મદદ મળી શકે છે.

ભારતીય ઇલેવનમાં સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને તક મળી શકે છે. જે બેટિંગમાં તો શાનદાર દેખાવ કરી રહ્યો છે, પણ બન્ને ટેસ્ટમાં તેના ખાતામાં એક પણ વિકેટ નથી. ત્રીજો ટેસ્ટ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.

August 24, 2021
maitri_pilot_pic-copy.jpg
1min1749

સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ અને તેમની વીસ વર્ષિય દિકરી મૈત્રીએ. કાંતિભાઇ પટેલની અદમ્ય ઇચ્છા હતી કે તેમની દિકરી મૈત્રી વિમાનની પાઇલોટ બને, તેમણે આ ઇચ્છાને પૂરી સિદ્દતથી સેવી અને દિકરી મૈત્રીનું મનોબળ બચપનથી જ એટલું મક્કમ બનાવ્યું કે આજે 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મૈત્રીએ અમેરિકા દેશમાંથી કમર્શિયલ ટ્રેનિંગ પાઇલોટનું લાઇસન્સ મેળવી લઇને પોતાના પિતાના સપનાને પાંખા આપવાનું કામ કર્યું છે. આજે અમેરિકાથી સુરત પરત ફરેલી મૈત્રી પટેલને સત્કારવા માટે સુરત એરપોર્ટ પર તેના પરિવારજનો ઉમટી પડ્યા હતા અને મૈત્રીની સિદ્ધીને જોઇને તમામ ભાવવિભોર બની ગયા હતા.

ઓલપાડના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ પટેલે વાતચીત કરતા કહ્યું હતું કે તેમણે તેમની દિકરી જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી ત્યારથી જ તેના મનમાં વિમાનના પાઇલોટ બનવાનું સપનું સેવ્યું હતું અને તેની સતત ટકોર પણ કર્યે રાખતા હતા. પિતાની અદમ્ય ઇચ્છા જોઇને મૈત્રીએ ધો.10 પછી વિમાની પાઇલોટ બનવા માટે જરૂરી ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કર્યો. સુરતની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કુલમાં ફાઇવ ડે વીક ભણતી મૈત્રીને ધો.11-12ના બે વર્ષ દરમિયાન દર શનિવારે વહેલી સવારે 3 વાગ્યે કાંતિભાઇ મુંબઇ લઇ જતા અને મુંબઇમાં સ્કાયલાઇન એરોનોટિકલ ઇન્સ્ટીટ્યુટમાં ગ્રાઉન્ડ થિયરીનો કોર્સ કમ્પ્લીટ કરાવ્યો. આમ, ધો.11-12 સાયન્સમાં અભ્યાસની સાથે જ મૈત્રી પટેલે વિમાની પાઇલોટ બનવા માટેની થીયરીનો કોર્સ ઇન્ડીયામાં પૂરો કરી દીધો હતો.

જેવો ધો.12નો અભ્યાસ પૂરો થયો એટલે મૈત્રીનું અમેરિકાના કેર્લિફોનિયામાં આવેલા ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન લઇને એર પાઇલોટની ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. મૈત્રીએ 250 કલાક જેટલું વિમાન ઉડાડીને અમેરીકાનું કમર્શિયલ પાઇલોટ લાઇસન્સ મેળવવા માટેની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર કરી દીધી. આશ્ચર્યની વાત તો એ છે કે મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનિંગ ને એક વર્ષમાં જ પૂરી કરી દઇને કમર્શિયલ પાયલોટનું અમેરીકાનું લાઇસન્સ મેળવી લીધું.

અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ ફક્ત 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મેળવનાર કદાચ પહેલી ભારતીય બની છે સુરતની મૈત્રી પટેલ.

સુરતના ઓલપાડના શેરડી ગામની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હોવાનો દાવો તેના પિતા કાંતિલાલ પટેલ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે  ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી. સાથે જ અગાઉ ત્રણેક મહિલાઓ સુરત પંથકમાંથી અગાઉ પાયલોટ બની છે.

August 24, 2021
cia_edu-1280x925.jpg
1min1003

ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે ગરીબો માટેની 25 ટકા રિઝર્વ સીટ પર અમીરો દ્વારા ઉપજાવી કાઢેલા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાના ગોરખધંધા સામે સૌથી પહેલો પોલીસ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યો છે. અમદાવાદના પ્રતિક ગજ્જર નામના વાલીએ અમદાવાદની આનંદનિકેતન સ્કુલમાં પોતાના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે પહેલા ધોરણમાં પ્રવેશ અપાવવા માટે આવકનો દાખલો ખોટી માહિતી આપીને બનાવડાવ્યો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં બહાર આવ્યું કે પ્રતિક ગજ્જર નામના વાલીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ માટે આવકનો દાખલો રૂ.1.50 લાખનો બનાવડાવ્યો જ્યારે તેના ઇન્કમ ટેક્સ રિટર્ન ચેક કરતા તેની આવક રૂ.4.11 લાખ હોવાનું જણાયું હતું. આમ, આવકનો દાખલો ખોટા પુરાવા આપીને બનાવડાવનાર વાલી પ્રતિક ગજ્જર સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇન્સ્પેક્ટર ઇન્દુચાવડાએ પ્રતિક ગજ્જરના ડોક્યુમેન્ટ્સની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રતિક ગજ્જરે પહેલા ધોરણમાં પોતાના બાળકનું એડમિશન કરાવવા આપેલા RTE ડોક્યુમેન્ટ્સમાં પોતાની વાર્ષિક આવક 1.50 લાખ રૂપિયા દર્શાવી હતી, જેના માટે તેણે આવકનો દાખલો પણ જમા કરાવ્યો હતો.

‘પરંતુ જ્યારે એ જ વાલી પ્રતિક ગજ્જરનું ઈનકમ ટેક્સ રિટર્ન ચેક કર્યું હતું, ત્યારે જાણ થઈ હતી કે નાણાકીય વર્ષ 2020-2021માં તેણે 4,11,566 રૂપિયાનું આઈટી રિટર્ન ભર્યું હતું’, આ બાબતનો ઉલ્લેખ પોલીસ ફરીયાદમાં કરવામાં આવ્યો છે.

તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગજ્જરે બાળકના એડમિશન માટે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવડાવ્યા હતા. બાદમાં તેમણે સેટેલાઈટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં આવા હજારો કેસ મળી આવે

સુરત શહેરમાં રાઇટ એજ્યુકેશન એક્ટ અન્વયે આવકના ખોટો દાખલો મેળવીને જાણિતી સ્કુલોમાં એડમિશન લેનારાઓની કમી નથી. સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી એચ એચ રાજ્યગુરુને આવા વાલીઓ સામે પગલાં ભરવા છેક રાજ્ય સરકારના અધિકારીઓએ લેખિતમાં જણાવ્યું હોવા છતાં કોઇ પગલાં ભરાયા નથી.

August 23, 2021
cia_edu-1280x925.jpg
1min956

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હસ્તકની એન્જિનયરિંગ કોલેજો તેમજ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા હાથ ધરાયેલી એન્જિનયરિંગની પ્રવેશ પ્રક્રિયાનું સમયપત્રક બદલાયું છે.

નવા સમયપત્રક મુજબ હવે મોક રાઉન્ડમાં ચોઇશ ફિલિંગ તા.1લી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તા.5મી સપ્ટેમ્બર સુધી ચોઇશ ફિલિંગ પ્રક્રિયા કરી શકાશે. મોકરાઉન્ડનું પરીણામ 8મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.

પહેલા એક્ચ્યુઅલ રાઉન્ડ માટેનું ચોઇશ ફિલિંગ તા.9મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે. પહેલા વાસ્તવિક રાઉન્ડનું પરીણામ એટલે કે પ્રવેશ યાદી તા.17મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

તા.21મી સપ્ટેમ્બર 2021થી કોલેજોમાં અભ્યાસ શરૂ કરવામાં આવશે.

ACPC એન્જિનયરિંગ કોલેજોમાં પ્રવેશનું શિડ્યુલ